________________
પ્રાસ્તાવિક વગેરેને જલપત્તન તથા મથુરા વગેરેને સ્થલપત્તન કહેવામાં આવ્યા છે. ભરુકચ્છ, તામ્રલિમી વગેરે દ્રોણમુખ અર્થાત જળ અને સ્થળના આવાગમનનાં કેન્દ્ર છે. પ્રસ્તુત વિવરણ નિવૃત્તિકુલીન શીલાચાર્યે ગુપ્ત સંવત્ ૭૭૨ની ભાદ્રપદ શુક્લા પંચમીના દિવસે વારિસાધુની સહાયતાથી ગંભૂતામાં પૂર્ણ કર્યું. વિવરણનું ગ્રંથમાન ૧૨૦૦૦
શ્લોકપ્રમાણ છે. સૂત્રકૃતાંગવિવરણઃ
આ વિવરણ સૂત્રકૃતાંગના મૂલપાઠ તથા તેની નિર્યુક્તિ પર છે. વિવરણ સુબોધ છે. દાર્શનિક દૃષ્ટિની પ્રમુખતા હોવા છતાં પણ વિવેચનમાં ક્લિષ્ટતા નથી આવવા પામી. અહીં-તહીં પાઠાન્તરો પણ ઉદ્ધત કરવામાં આવ્યાં છે. વિવરણમાં અનેક શ્લોકો તથા ગાથાઓ ઉદ્ધત કરવામાં આવી છે પરંતુ ક્યાંય પણ કોઈ ગ્રંથ અથવા ગ્રંથકારના નામનો કોઈ ઉલ્લેખ નથી. પ્રસ્તુત ટીકાનું ગ્રંથમાન ૧૨૮૫૦ શ્લોકપ્રમાણ છે. આ ટીકા પણ શીલાચાર્યે વાહરિગણિની સહાયતાથી પૂરી કરી છે. વાદિવેતાલ શાન્તિસૂરિકૃત ઉત્તરાધ્યયન ટીકા :
વાદિવેતાલ શાન્તિસૂરિનો જન્મ રાધનપુરની પાસે ઉણ-ઉન્નતાયુ નામના ગામમાં થયો હતો. તેમનું બાલ્યાવસ્થાનું નામ ભીમ હતું. તેમણે થારાપદ્ર-ગચ્છીય વિજયસિંહસૂરિ પાસેથી દીક્ષા ગ્રહણ કરી હતી. પાટણના ભીમરાજની સભામાં તેઓ કવીન્દ્ર તથા વાદિચક્રવર્તી રૂપે પ્રસિદ્ધ હતા. કવિ ધનપાલના અનુરોધથી શાન્તિસૂરિ માલવ પ્રદેશમાં પણ પહોંચ્યા હતા તથા ભોજરાજની સભાના ૮૪ વાદીઓને પરાજિત કરી ૮૪ લાખ રૂપિયા મેળવ્યા હતા. પોતાની સભાના પંડિતોને માટે શાન્તિસૂરિને વેતાલ સમાન સમજીને રાજા ભોજે તેમને વાદિવેતાલની પદવી પ્રદાન કરી હતી. તેમણે મહાકવિ ધનપાલની તિલકમંજરીનું પણ સંશોધન કર્યું હતું. શાન્તિસૂરિ પોતાના અંતિમ દિવસોમાં ગિરનારમાં રહ્યા હતા તથા ત્યાં ૨૫ દિવસનું અનશન અર્થાત્ સંથારો કરી વિ.સં. ૧૮૯૬ની જયેષ્ઠ શુક્લા નવમીએ સ્વર્ગવાસી થયા. વાદિવેતાલ શાન્તિસૂરિએ ઉત્તરાધ્યયન ટીકા ઉપરાંત કવિ ધનપાલની તિલકમંજરી પર પણ એક ટિપ્પણી લખી છે. જીવવિચારપ્રકરણ અને ચૈત્યવંદનમહાભાષ્ય પણ તેમની જ કૃતિઓ માનવામાં આવે છે.
વાદિવેતાલ શાન્તિસૂરિકૃત ઉત્તરાધ્યયન-ટીકા શિખહિતાવૃત્તિ કહેવાય છે. એ પાઈઅ-ટીકાના નામે પણ પ્રસિદ્ધ છે કેમકે તેમાં પ્રાકૃત કથાનકો તથા ઉદ્ધરણોની પ્રચુરતા છે. ટીકા ભાષા, શૈલી વગેરે બધી દષ્ટિએ સફળ છે. તેમાં મૂલ-સૂત્ર તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org