________________
પ્રાસ્તાવિક
૧૧૧૪, રુગ્ણાવસ્થા વિ.સં. ૧૧૧૪થી ૧૧૧૭, આચાર્ય પદ તથા ટીકાઓનો પ્રારંભ વિ.સં. ૧૧૨૦ અને સ્વર્ગવાસ વિ.સં. ૧૧૩૫ અથવા ૧૧૩૯માં માનવામાં આવે છે. પટ્ટાવલીઓમાં અભયદેવસૂરિનો સ્વર્ગવાસ કપડવંજમાં વિ.સં. ૧૨૩૫ તથા મતાંતરથી વિ.સં. ૧૧૩૯માં થવાનો ઉલ્લેખ છે, જ્યારે પ્રભાવકચરિત્રમાં માત્ર એટલો જ ઉલ્લેખ છે કે અભયદેવસૂરિ પાટણમાં કર્ણરાજના રાજ્યમાં સ્વર્ગવાસી થયા. અભયદેવસૂરિકૃત આગમિક ટીકાઓનાં સંશોધનમાં તે સમયે પાટણમાં વિરાજમાન આગમિક પરંપરાના વિશેષજ્ઞ સંઘપ્રમુખ દ્રોણાચાર્યે પૂર્ણ યોગદાન આપ્યું હતું. દ્રોણાચાર્યના આ મહાન ઋણનો સ્વયં અભયદેવસૂરિએ કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કર્યો છે.
૪૧
સ્થાનાંગવૃત્તિ ઃ
આ ટીકા સ્થાનાંગનાં મૂળ સૂત્રો ૫૨ છે. એ શબ્દાર્થ સુધી જ સીમિત નથી પરંતુ તેમાં સૂત્રસમ્બદ્ધ પ્રત્યેક વિષયનું આવશ્યક વિશ્લેષણ પણ છે. દાર્શનિક દૃષ્ટિની ઝલક પણ આમાં સ્પષ્ટ જોવા મળે છે. વૃત્તિમાં કેટલાક સંક્ષિપ્ત કથાનકો પણ છે. વૃત્તિના અંતમાં આચાર્યે પોતાનો પરિચય આપતાં બતાવ્યું છે કે મેં આ ટીકા અજિતસિંહાચાર્યના અંતેવાસી યશોદેવગણિની સહાયથી પૂર્ણ કરી છે. પોતાની કૃતિઓને આઘોપાન્ત વાંચીને આવશ્યક સંશોધન કરનાર દ્રોણાચાર્યનો સાદર નામોલ્લેખ કરતાં વૃત્તિકારે લખ્યું છે કે પરંપરાગત સત્સમ્પ્રદાય તથા સત્શાસ્ત્રાર્થની હાનિ થઈ જવાથી તથા આગમોની અનેક વાચનાઓ અને પુસ્તકની અશુદ્ધિઓને કારણે પ્રસ્તુત કાર્યમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે અને તે જ કારણ છે કે તેમાં અનેક પ્રકારની ત્રુટિઓ રહી હોવાનો સંભવ છે. વિદ્વાન પુરુષોએ તેમનું સંશોધન કરી લેવું જોઈએ. વૃત્તિનું ગ્રંથમાન ૧૪૨૫૦ શ્લોક પ્રમાણ છે. રચનાનો સમય વિ.સં. ૧૧૨૦ તથા સ્થાન પાટણ છે.
સમવાયાંગવૃત્તિ :
આ વૃત્તિ સમવાયાંગના મૂળપાઠ પર છે. વિવેચન ન અતિ સંક્ષિપ્ત છે, ન અતિ વિસ્તૃત. અહીં-તહીં પાઠાંતરો પણ મળે છે. પ્રસ્તુત વૃત્તિ પણ વિ.સં. ૧૧૨૦માં જ પૂર્ણ થઈ. તેનું ગ્રંથમાન ૩૫૭૫ શ્લોકપ્રમાણ છે.
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ :
આ ટીકા વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી)ના મૂળપાઠ પર છે. વ્યાખ્યા શબ્દાર્થપ્રધાન તથા સંક્ષિપ્ત છે. અહીં-તહીં ઉદ્ધરણો પણ મળે છે. પાઠાંતરો તથા વ્યાખ્યાભેદોની પણ પ્રચુરતા છે. વૃત્તિના પ્રારંભમાં આચાર્યે એ વાતનો નિર્દેશ કર્યો છે કે આ સૂત્રની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org