________________
પ્રાસ્તાવિક
૩૧
કોટિકગણીય, વજશાખીય ગોપાલગણિ મહત્તરના શિષ્ય બતાવ્યા છે. આમાં આચાર્યે પોતાની કૃતિ દશવૈકાલિકચૂર્ણિનો પણ ઉલ્લેખ કર્યો છે. આચારાંગચૂર્ણિ :
આ ચૂર્ણિ પણ નિર્યુક્તિનું અનુસરણ કરીને લખવામાં આવી છે. આમાં અહીં તહીં પ્રાકૃત ગાથાઓ તથા સંસ્કૃત શ્લોકો પણ ઉદ્ધૃત કરવામાં આવ્યા છે. આ ઉદ્ધરણોના સ્થળ-નિર્દેશની તરફ ચૂર્ણિકારે ધ્યાન આપ્યું નથી.
સૂત્રકૃતાંગચૂર્ણિ :
આચારાંગચૂર્ણિ અને સૂત્રકૃતાંગચૂર્ણિની શૈલીમાં અત્યધિક સામ્ય છે. આમાં સંસ્કૃતનો પ્રયોગ અપેક્ષા કરતાં અધિક છે. વિષય-વિવેચન સંક્ષિપ્ત તથા સ્પષ્ટ છે. સૂત્રકૃતાંગની ચૂર્ણિ પણ આચારાંગ વગેરેની ચૂર્ણિઓની જ જેમ નિર્યુક્ત્યાનુસારી છે.
જીતકલ્પ-બૃહસૂર્ણિ :
સિદ્ધસેનસૂરિપ્રણીત પ્રસ્તુત ચૂર્ણિમાં તેની પહેલાં રચાયેલી એક અન્ય ચૂર્ણિનો પણ ઉલ્લેખ છે. પ્રસ્તુત ચૂર્ણિ અથથી ઇતિ સુધી પ્રાકૃતમાં છે. આમાં જેટલી ગાથાઓ તથા ગદ્યાંશ ઉષ્કૃત છે, બધું પ્રાકૃતમાં છે. આ ચૂર્ણિ મૂલસૂત્રાનુસારી છે. પ્રારંભ તથા અંતમાં ચૂર્ણિકારે જીતકલ્પસૂત્રના પ્રણેતા આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને સાદર નમસ્કાર કર્યા છે.. દશવૈકાલિકચૂર્ણિ (અગસ્ત્યસિંહકૃત) :
ઃ
પ્રસ્તુત ચૂર્ણિ ભાષા તથા શૈલી બંને ષ્ટિએ સુગમ છે. જિનદાસકૃત દશવૈકાલિકચૂર્ણિની જેમ પ્રસ્તુત ચૂર્ણિ પણ નિર્યુક્થાનુસારી છે. ચૂર્ણિના અંતમાં ચૂર્ણિકારે પોતાનો સંપૂર્ણ પરિચય આપ્યો છે. ચૂર્ણિકારનું નામ કલશભવમૃગેન્દ્ર અર્થાત્ અગસ્ત્યસિંહ છે. ચૂર્ણિકારના ગુરુનું નામ ઋષિગુપ્ત છે. તેઓ કોટિગણીય વજ્રસ્વામીની શાખાના છે. પ્રસ્તુત ચૂર્ણિગત મૂલ સૂત્ર-પાઠ, જિનદાસકૃત ચૂર્ણિનો મૂલ સૂત્ર-પાઠ તથા હારિભદ્રીય વૃત્તિનાં મૂલ-સૂત્ર આ ત્રણેમાં ક્યાંક-ક્યાંક થોડું અંતર દૃષ્ટિગોચર થાય છે. આ જ વાત નિર્યુક્તિ-ગાથાઓના વિષયમાં પણ છે. નિર્યુક્તિની કેટલીક ગાથાઓ એવી પણ છે જે હારિભદ્રીય વૃત્તિમાં તો ઉપલબ્ધ છે પરંતુ બંને ચૂર્ણિઓમાં નથી મળતી.
નિશીથ-વિશેષચૂર્ણિ :
-
જિનદાસગણિકૃત પ્રસ્તુત ચૂર્ણિ મૂલ સૂત્ર, નિર્યુક્તિ તથા ભાષ્યના વિવેચન રૂપે છે. આમાં સંસ્કૃતનો પ્રયોગ ઓછો છે. પ્રારંભમાં પીઠિકા છે જેમાં નિશીથની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org