________________
આગામિક વ્યાખ્યાઓ ભૂમિકા રૂપે તે સંબંધી આવશ્યક વિષયોનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. પ્રારંભિક મંગલ-ગાથાઓમાં આચાર્યે પોતાના વિદ્યાગુરુ પ્રદ્યુમ્ન ક્ષમાશ્રમણને પણ નમસ્કાર કર્યા છે. આ જ પ્રસંગે તેમણે એ પણ બતાવ્યું છે કે નિશીથનું બીજું નામ પ્રકલ્પ પણ છે. નિશીથનો અર્થ છે અપ્રકાશ અર્થાત્ અંધકાર. અપ્રકાશિત વચનોના નિર્ણય માટે નિશીથસૂત્ર છે. પ્રથમ ઉદેશની ચૂર્ણિમાં હસ્તકર્મનું વિશ્લેષણ કરતાં આચાર્યે બતાવ્યું છે કે હસ્તકર્મ બે પ્રકારનું છે : અસંક્લિષ્ટ અને સંક્લિષ્ટ, અસંમ્પિષ્ટ હસ્તકર્મ આઠ પ્રકારનું છે : છેદન, ભેદન, ઘર્ષણ, પેષણ, અભિઘાત, સ્નેહ, કાય અને ક્ષાર. સંક્લિષ્ટ હસ્તકર્મ બે પ્રકારનું છે : સનિમિત્ત અને અનિમિત્ત. સનિમિત્ત હસ્તકર્મ ત્રણ પ્રકારના કારણોથી થાય છે : શબ્દ સાંભળીને, રૂપ જોઈને અથવા પૂર્વ અનુભૂત વિષયનું સ્મરણ કરીને. અંગોપાંગનું વિવેચન કરતાં ચૂર્ણિકારે દર્શાવ્યું છે કે શરીરના ત્રણ ભાગ છે : અંગ, ઉપાંગ અને અંગોપાંગ. અંગ આઠ છે : માથું, હૃદય, પેટ, પીઠ, બે હાથ અને બે ઊરુ. કાન, નાક, આંખો, જાંઘ, હાથ અને પગ ઉપાંગ છે. નખ, વાળ, શમશ્ર, આંગળીઓ, હસ્તતલ અને હસ્તોપતલ અંગોપાંગ છે. દંડ, વિદંડ, લાઠી તથા વિલઠ્ઠીનો ભેદ આચાર્યે આ રીતે કર્યા છે : દંડ ત્રણ હાથનો હોય છે, વિદંડ બે હાથનો હોય છે, લાઠી આત્મપ્રમાણ હોય છે, વિલઠ્ઠી લાઠીથી ચાર અંગુલ ન્યૂન હોય છે. આ રીતે દ્વિતીય ઉદેશની વ્યાખ્યામાં શવ્યા અને સંસ્તારકનો ભેદ બતાવતાં કહેવામાં આવ્યું છે કે શવ્યા સર્વાંગિકા અર્થાત આખા શરીર જેવડી હોય છે જ્યારે સંસ્તારક અઢી હાથ જ લાંબો હોય છે. ઉપધિનું વિવેચન કરતાં આચાર્યો દર્શાવ્યું છે કે ઉપધિ બે પ્રકારની હોય છે : અવધિયુક્ત અને ઉપગૃહીત. જિનકલ્પિકો માટે બાર પ્રકારની, સ્થવિરકલ્પિકો માટે ચૌદ પ્રકારની તથા આર્યાઓ-સાધ્વીઓ માટે પચ્ચીસ પ્રકારની ઉપાધિ અવધિયુક્ત છે. જિનકલ્પિક બે પ્રકારના છે : પાણિપાત્રભોજી અને પ્રતિગ્રહધારી. આના ફરી બે-બે ભેદ છે : સમાવરણ – વસ્ત્ર અને અને અમાવરણ – નિર્વસ્ત્ર. જિનકલ્પમાં ઉપથિની આઠ કોટિઓ છે : બે, ત્રણ, ચાર, પાંચ, નવ, દસ, અગિયાર અને બાર (પ્રકારની ઉપધિ). નિર્વસ્ત્ર પાણિપાત્રની જધન્ય ઉપધિ બે પ્રકારની છે : રજોહરણ અને મુખવસ્ત્રિકા. આ જ પાણિપાત્ર જો સવસ્ત્ર હોય તો તેની જઘન્ય ઉપધિ ત્રણ પ્રકારની થશે : રજોહરણ, મુખવસ્ત્રિકા અને એક વસ્ત્ર. આ પ્રમાણે ઉપધિની સંખ્યા ક્રમશઃ વધતી જાય છે. છઠ્ઠા ઉદેશની વ્યાખ્યામાં સાધુઓ માટે મૈથુનસંબંધી દોષો તથા પ્રાયશ્ચિત્તોનું વર્ણન કરતાં ચૂર્ણિકારે માતૃગ્રામ અને મૈથુનનો શબ્દાર્થ આ પ્રમાણે કર્યો છે : માતા સમાન નારીઓના વંદને માતૃગ્રામ કહે છે. અથવા સામાન્ય સ્ત્રી-વર્ગને માતૃગ્રામ-માઉગામ કહેવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org