________________
૩૦
આગમિક વ્યાખ્યાઓ આવશ્યકના સામાયિક નામક પ્રથમ અધ્યયનની વ્યાખ્યા કરતાં ચૂર્ણિકારે અંતિમ તીર્થકર ભગવાન મહાવીરના ભવોની ચર્ચા કરી છે તથા આદિ તીર્થકર ભગવાન ઋષભદેવના ધનસાર્થવાહ વગેરે ભવોનું વર્ણન કર્યું છે. ઋષભદેવના જન્મ, વિવાહ, અપત્ય વગેરેનું વર્ણન કરતાં તત્કાલીન શિલ્પ, કર્મ, લેખ વગેરે પર પણ પ્રકાશ પાડ્યો છે. આ જ પ્રસંગે આચાર્યે ઋષભદેવના પુત્ર ભરતની દિગ્વિજય-યાત્રાનું અતિ રોચક તથા વિદ્વત્તાપૂર્ણ વર્ણન કર્યું છે. ભારતનો રાજ્યાભિષેક, ભરત અને બાહુબલિનું યુદ્ધ, બાહુબલિને કેવલજ્ઞાનની પ્રાપ્તિ વગેરે ઘટનાઓના વર્ણનમાં પણ ચૂર્ણિકારે પોતાનું કૌશલ દેખાડ્યું છે. ભગવાન મહાવીરના જીવન સંબંધિત નિમ્નોક્ત ઘટનાઓનું વર્ણન પણ પ્રસ્તુત ચૂર્ણિમાં ઉપલબ્ધ છે : ઘેર્ય-પરીક્ષા, વિવાહ, અપત્ય, દાન, સમ્બોધ, લોકાન્તિકાગમન, ઇન્દ્રાગમન, દીક્ષા-મહોત્સવ, ઉપસર્ગ, અભિગ્રહ-પંચક, અચ્છેદક-વૃત્ત, ચંડકૌશિકવૃત્ત, ગોશાલક-વૃત્ત, સંગમકકૃત-ઉપસર્ગ, દેવીકૃત-ઉપસર્ગ, વૈશાલી વગેરેમાં વિહાર, ચંદનબાળા-વૃત્ત, ગોપકૃત-શલાકોપસર્ગ, કેવલોત્પાદ, સમવસરણ, ગણધર-દીક્ષા. સામાયિકસંબંધી અન્ય વિષયોની ચર્ચામાં આનંદ, કામદેવ, શિવરાજર્ષિ, ગંગદત્ત, ઇલાપુત્ર, મેતાર્ય, કાલિકાચાર્ય, ચિલાતિપુત્ર, ધર્મરુચિ, તેટલીપુત્ર વગેરે અનેક ઐતિહાસિક આખ્યાનોનાં દષ્ટાન્ત આપવામાં આવ્યાં છે. તૃતીય અધ્યયન વંદનાની વ્યાખ્યામાં ચૂર્ણિકારે વંદ્યાવંદ્યનો વિચાર કરતાં પાંચ પ્રકારના શ્રમણોને અવંદ્ય બતાવ્યા છે: ૧. આજીવક, ૨. તાપસ, ૩. પરિવ્રાજક, ૪. તઍણિય (તત્ક્ષણિક), ૫. બોટિક. પ્રતિક્રમણ નામના ચતુર્થ અધ્યયનની ચૂર્ણિમાં અભયકુમાર, શ્રેણિક, ચલ્લણા, સુલસા, કોણિક, ચેટક, ઉદાયી, મહાપદ્મનંદ, શકટાલ, વરરુચિ, સ્થૂલભદ્ર વગેરે ઐતિહાસિક વ્યક્તિઓ સંબંધિત અનેક કથાનકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આગળના અધ્યયનોમાં પણ આ જ પ્રકારે વિવિધ વિષયોનું સદષ્ટાન્ત વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. દશવૈકાલિકચૂર્ણિ (જિનદાસકૃત) :
પ્રસ્તુત ચૂર્ણિ નિર્યુક્તિનું અનુસરણ કરે છે. આમાં આવશ્યકચૂર્ણિનો પણ ઉલ્લેખ છે. પાંચમા અધ્યયન સંબંધિત ચૂર્ણિમાં માંસાહાર, મદ્યપાન વગેરેની પણ ચર્ચા છે. ચૂર્ણિકારે તરંગવતી, ઓઘનિર્યુક્તિ, પિડનિર્યુક્તિ વગેરે ગ્રંથોનો નામોલ્લેખ પણ કર્યો છે. ઉત્તરાધ્યયનચુર્ણિ :
આ ચૂર્ણિ પણ નિય્યાનુસારી છે. આના અંતમાં ચૂર્ણિકારે પોતાનો પરિચય આપતાં પોતાને “
વાગત સંમૂગો, જોડિયfખો ૩ વરસાદીતો | નવનિયમહત્તરમો.... તેff સેન નં.....' અર્થાત્ વાણિજયકુલીન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org