________________
પ્રાસ્તાવિક
૨૭
નામની સાથે પ્રાચીન ગોત્રીય, ચરમ સકલશ્રુતજ્ઞાની અને દશા-કલ્પ-વ્યવહારપ્રણેતા વિશેષણો જોડવામાં આવ્યા છે. પ્રસ્તુત ભાગમાં પાંચ પ્રકારના કલ્પનું સંક્ષિપ્ત વર્ણન છે. પાંચ પ્રકારના કલ્પના ક્રમશ: છ, સાત, દસ, વીસ અને બેંતાલીસ ભેદ છે. પ્રથમ કલ્પ-મનુજજીવકલ્પ છ પ્રકારનો છે : પ્રવ્રાજન, મુંડન, શિક્ષણ, ઉપસ્થ, ભોગ અને સંવસન. જાતિ, કુળ, રૂપ અને વિનયસંપન્ન વ્યક્તિ જ પ્રવ્રયાને યોગ્ય છે. નિમ્નોક્ત વીસ પ્રકારની વ્યક્તિઓ પ્રવ્રયા માટે અયોગ્ય છે: ૧. બાળ, ૨. વૃદ્ધ, ૩. નપુંસક, ૪. જડ, ૫. ક્લીબ, ૬. રોગી, ૭, સ્તન, ૮, રાજાપકારી, ૯, ઉન્મત્ત, ૧૦. અદર્શી, ૧૧. દાસ, ૧૨. દુષ્ટ, ૧૩. મૂઢ, ૧૪. અજ્ઞાની, ૧૫. જુગિત, ૧૬. ભયભીત, ૧૭. પલાયિત, ૧૮. નિષ્કાસિત, ૧૯, ગર્ભિણી અને ૨૦. બાલવત્સા સ્ત્રી. આગળ ક્ષેત્રકલ્પની ચર્ચા કરતાં આચાર્યે સાડા પીસ દેશોને આર્યક્ષેત્ર બતાવ્યાં છે જેમાં સાધુ વિચારી શકે છે. આ આર્ય જનપદો તથા તેમની રાજધાનીઓનાં નામ આ પ્રમાણે છે : ૧. મગધ અને રાજગૃહ, ૨. અંગ અને ચપ્પા, ૩. વંગ અને તાશ્રલિપ્તિ, ૪. કલિંગ અને કાંચનપુર, ૫. કાશી અને વારાણસી, ૬. કોશલ અને સાકેત, ૭. કુરુ અને ગજપુર, ૮. કુશાવર્ત અને સૌરિક, ૯. પાંચાલ અને કામ્પિલ્ય, ૧૦. જંગલ અને અહિચ્છત્રા, ૧૧. સુરાષ્ટ્ર અને દ્વારવતી, ૧૨. વિદેહ અને મિથિલા, ૧૩. વત્સ અને કૌશાંબી, ૧૪. શાંડિલ્ય અને નંદીપુર, ૧૫. મલય અને ભદિલપુર, ૧૬. વત્સ અને વૈરાટપુર, ૧૭. વરણ અને અચ્છાપુરી, ૧૮. દશાર્ણ અને મૃત્તિકાવતી, ૧૯. ચેદિ અને શૌક્તિકાવતી, ૨૦. સિંધુ અને વીતભય, ૨૧. સૌવીર અને મથુરા, ૨૨. સૂરસેન અને પાપા, ૨૩. ભંગ અને સામપુરિવટ્ટ, ૨૪. કુણાલ અને શ્રાવસ્તી, ૨૫. લાટ અને કોટિવર્ષ, ૨૫. કેકયાર્ધ અને શ્વેતાંબિકા. દ્વિતીય કલ્પના સાત ભેદ છે : સ્થિતકલ્પ, અસ્થિતકલ્પ, જિનકલ્પ, સ્થવિરકલ્પ, લિંગકલ્પ, ઉપપિકલ્પ અને સંભોગકલ્પ. તૃતીય કલ્પના દસ ભેદ છે : કલ્પ, પ્રકલ્પ, વિકલ્પ, સંકલ્પ, ઉપકલ્પ, અનુકલ્પ, ઉત્કલ્પ, અકલ્પ, દુષ્કલ્પ અને સુકલ્પ. ચતુર્થ કલ્પ અન્તર્ગત નામકલ્પ, સ્થાપનાકલ્પ, દ્રવ્યકલ્પ, ક્ષેત્રકલ્પ, કાલકલ્પ, દર્શનકલ્પ, શ્રુતકલ્પ, અધ્યયનકલ્પ, ચારિત્રકલ્પ વગેરે વીસ પ્રકારના કલ્પોનો સમાવેશ છે. પંચમ કલ્પના દ્રવ્ય, ભાવ, તદુભય, કરણ, વિરમણ, સદાધાર, નિર્વેશ, અંતર, નયાંતર, સ્થિત, અસ્થિત, સ્થાન વગેરે દષ્ટિકોણોથી બેતાલીસ ભેદ કરવામાં આવ્યા છે. ચૂર્ણિઓ:
જૈન આગમોની પ્રાકૃત અથવા સંસ્કૃતમિશ્રિત પ્રાકૃત વ્યાખ્યાઓ ચૂર્ણિઓ કહેવાય છે. આ પ્રકારની કેટલીક ચૂર્ણિઓ આગમેતર સાહિત્યમાં પણ છે. જૈન આચાર્યોએ નિમ્નોક્ત આગમો પર ચૂર્તિઓ લખી છે : ૧. આચારાંગ, ૨. સૂત્રકૃતાંગ, ૩. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી), ૪. જીવાભિગમ, ૫. નિશીથ, ૬, મહાનિશીથ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org