________________
આચાર્ય ભગવંત શ્રી અભયદેવસૂરિએ મેડતા નગર અને છાત્રાપલ્લીમાં રહીને “ભવભાવના' ગ્રંથની રચના કરી હતી. વિક્રમ સંવત ૧૬૭૬ માં રાણા માલદેવની વિનંતીથી શ્રી જિનચંદ્રસૂરિજી મહારાજ મેડતા આવેલા અને અહીં થોડા દિવસો રોકાયા હતા. સં૧૫૦૫માં આચાર્ય સિધ્ધસૂરિશ્વજી મહારાજનો પદમહોત્સવ અહીં ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.
સં. ૧૬૩૯ની સાલમાં શ્રી હીરવિજયસૂરિ મેડતા પધારેલા હતા. એ વખતે મુસલમાનોની વસ્તી વધારે હતી. જૈનોના મહોત્સવમાં બેન્ડવાજા વગાડી શકાતાં નહોતાં. તેમજ જૈન મંદિરો પાસેથી કર ઉઘરાવવામાં આવતો હતો. તે સમયે શ્રી હીરવિજયસૂરિએ અહીંના સુલતાનને ઉપદેશ આપ્યો અને બધા પ્રતિબંધો દૂર કરાવ્યા હતા. સુલતાનને જૈન ધર્મનો રાગી પણ બનાવ્યો. તેના પર
આજે મેડતામાં ૧૪ ભવ્ય જિનાલયો આવેલા છે. મેડતા ગામની બહાર આવેલા શ્રી પાર્શ્વનાથજીની વાડીમાં શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય શ્રધ્ધાળુઓની મનોકામના સાધ્ય કરનારું છે. આ જિનાલય શ્રી વાડી પાર્શ્વનાથના નામથી પણ ઓળખાય છે. સં. ૧૬૮૭માં સંઘ દ્વારા જિનાલયનું નિર્માણ કાર્ય હાથ ધરાયું હતું તેમજ પ્રતિમાજી પર સંવત ૧૬૯૭નો ઉલ્લેખ પણ જોવા મળે છે..
અમદાવાદમાં કાળશાની પોળમાં આવેલા એક જિનાલયમાં શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથની પ્રાચીન પ્રતિમાજી બિરાજમાન છે. સંવત ૧૬૫૪માં અમદાવાદમાં ધરતીમાંથી પ્રગટ થયેલ છે.
શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની દિવ્યતાથી સભર પ્રતિમાજીની પ્રતિષ્ઠા શકન્દરપુરમાં શ્રીમદ્ વિજયસેનસૂરિજીના હસ્તે કરાયાનો ઉલ્લેખ છે.
સંપર્ક : શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ જૈન મંદિર, ઠે. શ્રી પાર્શ્વનાથની વાડી મુ.પો. મેડતા સીટી (જી.નાગોર) રાજસ્થાન. .
શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ