Book Title: Gujarat Vishva Sahitya Bhale Padharo
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust
Catalog link: https://jainqq.org/explore/006007/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટ ગ્રંથમાળા - ૫ લે-મિઝરાળ્યા - ઉર્ફે પતિતપાવન જ છે વિકટર હ્યુગો સંપાદક : ગોપાળદાસ પટેલ મગનભાઈ દેસાઈ વિશ્વ સાહિત્ય અકાદમી, સંપાદક: પુ. છો. પટેલ સંપાદક ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારો. અલેકઝાન્ડર ડૂમા કૃત ગોપાળદાસ પટેલ યાને પ્રેમ-શૌર્યના રાહે "ળદાસ પટેલ શતાબ્દી ગ્રંથમાળા-૧૨ ગોપાળદાસ પટેલ Page #2 -------------------------------------------------------------------------- ________________ રાતરાણી સાંસ્કૃતિક કસ્ટ ગ્રંથમાળા-૫ ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારે! સંપાદક ૫૦ છેo પટેલ આપણે સાહિત્ય કેને માટે રચીશું? કસ્તુરભાઈ એન્ડ કંપની માટે કે અંબાલાલભાઈ માટે કે સર ચિનુભાઈ માટે? એમની પાસે તે પૈસા છે; એટલે ગમે તેટલા સાહિત્યકાર રાખી શકે છે, ગમે તેટલાં પુસ્તકાલયો વસાવી શકે છે. પણ પેલા કોશિયાનું શું?” ગુજરાતી સાહિત્ય પરિષદ - ૧૯૩૬] ગાંધીજી "E શતરાણું સાંસ્કૃતિક કસ્ટ સત્યાગ્રહ છાવણી. રાજપથ કલબ સામે, સેટેલાઈટ, અમદાવાદ-૧૫ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક અનંતભાઈ ડી. પટેલ મંત્રી રાતરાણુ સાંસ્કૃતિક દ્રસ્ટ સત્યાગ્રહ છાવણી, રાજપથ કલબ સામે, સેટેલાઈટ, અમદાવાદ-૧૫ ફોન: ૬૮૯૧૧૭૪ : ૬૮૬૧૫૭૮ રાજેન્દ્ર પટેલ પ્રકૃતિ જીવન પ્રેસ રાતરાણી, સત્યાગ્રહ છાવણી, સેટેલાઈટ, અમદાવાદ-૧૫ © રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટ પહેલી આવૃત્તિઓ પ્રત ૧૦૦૦ ! - મુખ્ય વિકેતા , વિશ્વ-સાહિત્ય કિતાબ ઘર, ફૂલવાડી આશ્રમ, રાજપથ કલબ સામે, સેટેલાઈટ, અમદાવાદ-૧૫ - તથા નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ-૧૪ કિ. ૧૦૦ રૂપિયા તા. ૨૮-૪-૨૦૦૩ ગપાળદાસ પટેલની જન્મજયંતી Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન “ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે!” એ પુસ્તક પ્રસિદ્ધ કરતાં અત્યંત આનંદ અને ગૌરવ અનુભવ થાય છે. આનંદ એ વાતને કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ૧૯૩૬ની સાહિત્ય પરિષદના મંચ પરથી મશહુર અંગ્રેજ લેખક ચાર્લ્સ ડિકન્સનું નામ દઈ જેની જાહેર માગણી કરેલી તેવા સુંદર, સચિત્ર અને સુરમ પુસ્તકને ઘધ શ્રી. ગોપાળદાસ પટેલે ગુજરાતમાં પરિવાર સંસ્થા દ્વારા વહેવડાવ્યો છે. બાપુએ કહ્યું હતું, “પિતાની ભાષા છોડીને પરભાષા દ્વારા બધો વ્યવહાર ચલાવે એ કઈ કંગાળ મુલક છે કે? એટલે જ આપણો મુલક કંગાળ રહ્યો અને આપણી ભાષા રાંડરાંડ રહી. અંગ્રેજીમાં તો, એક પુસ્તક ફ્રેન્ચ કે જર્મન ભાષામાં એવું ન હોય કે જે બહાર પડવું કે થોડી જ વારમાં એનું અંગ્રેજી ભાષાંતર ન થયું છે. એટલું જ નહિ, ત્યાં તે બાળકને માટે પણ ઉત્તમ પુસ્તકોના અઢળક સંપ તૈયાર થાય છે. ડિકન્સને બચ્ચાંઓ વાંચી શકે? છતાં ત્યાં તો બચ્ચાંને માટે પણ ડિકન્સના ગ્રંથમાંથી સરળ ભાષામાં સાહિત્ય આપવામાં આવે, જેથી બાળપણથી ભાષાની રસિકતાને ખ્યાલ તેને આવવા માંડે, મને બતાવે, આવું ગુજરાતીમાં શું છે? જે હોય તો હું તેનાં ઓવારણાં લઉં.” અને ગૌરવ એ વાતનું કે, કાતદર્શી ગાંધીવાદી સ્વતંત્ર વિચારક, સત્યાગ્રહની મીમાંસા' અને ગીતા-ઉપનિષદેના લેખક, રાષ્ટ્રીય કેળવણીકાર, અને “સત્યાગ્રહ”પત્રના વિદ્વાન તંત્રીશ્રી મગનભાઈ પ્રભુદાસ દેસાઈની પ્રેરણાથી શ્રી. ગેપાળદાસ પટેલ, શ્રી. મણિભાઈ વાઘજીભાઈ પટેલ, શ્રી. ધુરંધર, શ્રી. કમુબહેન પટેલ, શ્રી. પુત્ર છો૦ પટેલ અને તેમના મિત્રે અને સાથીઓના ઉત્સાહથી ઈ.સ. ૧૯૬૨ માં વિશ્વ-સાહિત્ય ગુજરાતી ભાષામાં ઉતારવાની પ્રવૃત્તિ સેવાભાવનાથી શરૂ થઈ. “મિરાબ્લ', “નાઈન્ટી શ્રી', લાકિંગમેન', “ટૉઇલર્સ ઓફ ધી સી', “હેચબેન્ક ઓફ નેત્રદામ', પલ', “એ ટેલ ઑફ ટૂ સિટીઝ', “ઑલિવર વિસ્ટ', “નિકોલસ નિકબી', 'પિકવિક કલબ', “ડોમ્બી એન્ડ સન' “બ્લીક હાઉસ' “ધી ઓલ્ડ યુરિયસીટી શૉપ', “ડોન કિવક સેટ', 'રિઝરેકશન', “કાઈમ એન્ડ Page #5 -------------------------------------------------------------------------- ________________ પનિશમેન્ટ', “થાઈ', “કવેન્ટિન ડરવાડ, “આઈવન હે', “ધી બોન્ડમેન', “ધી ફયુચર શૉક', કેલિનવર્થ', “ધી હાર્ડ ઑફ સંત ફ્રાન્સિસ', પંજJથી', કબીરની વાણી', ‘નાનકની વાણી', ‘દાદુ ભગતની વાણી', “મલુકદાસની વાણી’, ‘દરિયા ભગતની વાણી', “એ વાણી', “ગીતાનું પ્રસ્થાન', બુદ્ધિાગ – ૧-૨-૩૪', “ઉપનિષદ', “આરોગ્ય ગ્રંથાવલિ' તથા અલેકઝાન્ડર ડૂમાની “શ્રી મસ્કેટિયર્સ' જથની મશહુર પાંચ વાર્તાઓ અને મોન્ટેક્રિસ્ટ.' એ પરિવાર સંસ્થાની ગુજરાતી વાચકને ઉમદા ભેટ છે. માતૃભાષા, સ્વદેશી તથા રાષ્ટ્રભાષા બાબતની આપણી આજની પ્રતિક્રાંતિની સ્થિતિમાં શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. ગોપાળદાસ પટેલ અને શ્રી. ૫૦ છો૦ પટેલ અને તેમના સાથી મિત્રોનું સાહિત્ય-જગતમાં આ ઉમદા કાર્ય છે. ભાઈ ૫૦ છો૦ પટેલની આ ચોપડીનું પ્રકાશકનું નિવેદન લખવાને નિમિત્તે જગતના મહાન સાહિત્ય સમ્રાટની કથાઓનું ચિંતન-મનન કરવાની જે સુંદર તક મળી, તેને માટે આભારપૂર્વક, તે સૌ મહાન માનવ કથાકારો અને તેને ગુજરાતી ભાષામાં સુંદર રીતે ઉતારનાર શ્રી. ગોપાળદાસ પટેલને મારી કૃતજલિ અર્પણ કરું છું. વિશ્વસાહિત્યનાં આવાં બધાં પરદેશી પુસ્તક માતૃભાષા દ્વારા વાંચવા મળે છે, ત્યારે માના ધાવણ જેવાં વધુ મીઠાં-મધુરા વાચકને લાગે છે. અમદાવાદમાં જોધપુર હીલની તળેટીમાં – સેટેલાઈટ વિસ્તારમાં – સરખેજ – ગાંધીનગરના ધોરી માર્ગ પર રાજપથ કલબ સામે-“તાણી સંકુલમાં શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ જીવાભાઈ પટેલની પવિત્ર સ્મૃતિમાં વિશ્વ-સાહિત્યનું એક ગ્રંથાલય તથા રામનામ કુદરતી ઉપચાર કેન્દ્ર પણ અમારી સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે. આ ગ્રંથાલય તથા ઉપચાર કેન્દ્ર સેટેલાઈટ વિસ્તારના ગામડાઓના સાંસ્કૃતિક, શૈક્ષણિક, સામાજિક, રચનાત્મક અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે પણ કાર્ય કરે છે. તથા કુદરતી અને પ્રાકૃતિક શુદ્ધ ખાદ્ય દ્રવ્યોનું કેન્દ્ર પણ ટ્રસ્ટ તરફથી ચલાવવામાં આવે છે. તેમાં ગાયનું ઘી, મધ, ગોળ, ખજૂર, તેલ, અનાજ તથા પુસ્તકોનું વેચાણ કરવામાં આવે છે. ગરવી ગુજરાતની યુવાન પેઢી આ વિશ્વ-સાહિત્ય તરફ આકર્ષાય અને તેમાં રહેલા અમૂલ્ય વારસાના ઉપભોક્તા બને, એ અમારા ટ્રસ્ટને ના પ્રયાસ છે. વિશ્વ સાહિત્યમાં આ પુસ્તકોની લોકપ્રિયતા અપ્રતિમ છે. ગુજરાતી વાચકને પણ ગુજરાતના વિદ્વાન અને સમર્થ લેખકની સાત્વિક પ્રસાદી આરોગતાં અપૂર્વ રસબોધ સાથે આત્મતૃપ્તિ થશે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષામાં જગતના સાહિત્ય-સમ્રાટને ઉતારવાનો નમ્ર પ્રાય અમારી સંસ્થાએ આદરેલો છે, હજુ તે સિધુમાં બિંદુ જેટલું જ કામ થયેલું છે, આ ઉમદા કાર્યને યુવાન સાહિત્યકારોએ પ્રેમપૂર્વક ઉત્સાહથી આગળ ધપાવશે એવી શ્રદ્ધા છે. આ પુસ્તક વિશ્વસાહિત્યના રસિયાઓ માટે મનનીય છે. સંત અને જગતના સાહિત્ય-સમ્રાટેની પાવન પ્રસાદી આરોગવા મળવી એ એક અમૂલ્ય વહાવે છે. એ સીને અમારા કોટી કોટી વંદન! શ્રી. મગનભાઈ દેસાઈના સાથી મિત્ર અને વિશ્વસાહિત્યના રસિયા અભ્યાસી એવા શ્રી. કંચનલાલ સી. પરીખે આમુખ લખી આપવાની અમારી વિનંતી સ્વીકારી, તથા ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી. નવલભાઈ શાહ અને ડૉ. એમ. એમ. ભમગરાએ પોતાની શુભાશિષ-આશીર્વાદ અમારા આ પ્રકાશન પર વરસાવ્યા એ બદલ એમના ખાસ આભારી છીએ. અમારા આ કાર્યને સંતશ્રી કિરીટભાઈજી અને યોગાચા આદિત્ય ગીજીના આશીર્વાદ મળ્યા છે, તેથી ધન્યતા અનુભવીએ છીએ. તથા નવજીવન ટ્રસ્ટના પણ ખાસ આભારી છીએ. ડૉ૦ વિહારી પટેલ અને તેમના પરિવારે અમને જે સહકાર અને ઉત્સાહ આપ્યો છે, તે માટે તેમના પણ ખાસ –&ણી છીએ. આવું સુંદર પુસ્તક પ્રસિદ્ધ કરીને ગુજરાતી વાચકની સેવા બજાવવાની અને સુંદર તક મળી છે તે માટે ધન્યતા અને સંતોષ અનુભવીએ છીએ. વિશ્વના સાહિત્ય-સમ્રાટની આ પવિત્ર વાણીનું મૂલ્ય ગુજરાતની નવી પેઢી સમજતાં શીખે તથા સાચી રીતે તેની આરાધના કરે એ જ પ્રાર્થના. છેવટે અમારાં પુસ્તકોને બિરદાવનાર રસિયા ગુજરાતી વાચકોને અમારે ખાસ યાદ કરવા ઘટે છે. માતૃભાષાથી સુસજજ એવા તે વાચકે વિના આવાં પ્રકાશનનું આજન કે નિયોજન શકય નથી. આજને ગુજરાતી વાચક ઝડપભેર ખીલતી જતી ગુજરાતી ભાષાનું સંતાન છે. તેની કસોટીમાંથી પાર ઊતરી તેની યત્કિંચિત્ સેવા બજાવવાની અમે અભિલાષા સેવીએ છીએ, તેને આનંદ જ અમને આગળ ધસવા માટે પ્રેરણા પૂરી પાડે છે. ગુજરાતને વાચક સુખી-સંસ્કારી સંપન્ન વર્ગ આવી ઉત્તમ કલાતીત ચોપડીઓ ગુજરાતીમાં પ્રકાશિત થયે જાય તે માટે એક યા બીજી રીતે જોઈને ટેકે ટ્રસ્ટને પૂરો પાડશે, એવી આશા સાથે વિરમું છું. રાતરાણ સાંસ્કૃતિક સ્ટ સનતભાઈ ડી. પટેલ રાજપથ કલબ સામે, અમદાવાદ-૧૫ પ્રકાશક Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ તીર્થોમાં સ્નાન કરીને પાવન થાવ” [સંપાદકનું નિવેદન] ગાંધી-યુગના રાષ્ટ્રીય કેળવણીકારો, સ્વતંત્ર વિચારકો અને સંનિષ્ઠ રચનાત્મક કાર્યકરા તરીકે શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. વિઠ્ઠલદાસ કોઠારી અને શ્રી. ગેાપાળદાસ જીવાભાઈ પટેલનાં નામેા ગુજરાતમાં ખૂબ જાણીતાં છે. ગૂજરાત વિદ્યાપીઠની તેમની ક્રાંતિકારી – પ્રાણવાન અને યશસ્વી કામગીરી, તેમનાં પ્રેરક પુસ્તકો અને પેાતાના વિદ્યાર્થીએ સ્નાતક-સેવકો ગુજરાતમાં ડાંગથી સાબરકાંઠા અને દેશ-વિદેશ સુધી રોપી દઈને જનતાં જનાર્દનની અમૂલ્ય સેવા કરી છે. સને ૧૯૫૦ના અરસામાં એક દિવસ શ્રી. મગનભાઈ દેસાઈએ મને બાલાવીને કહ્યું, “પુ છેા પટેલ | પચાસ વર્ષ બાદ અંગ્રેજી અને બીજી વિદેશી ભાષા સારી રીતે જાણનારા ગુજરાતમાં બહુ ઓછા લેાકેા હશે. વિદેશી ભાષાઓમાં જે ઉત્તમ સાહિત્યના ખજાને પડેલા છે, તેને આપણે ભાવિ પેઢીઓ માટે ગુજરાતમાં લાવવા જોઈએ. એ બધું વિશ્વ-સાહિત્ય ઉત્તમ રીતે ગુજરાતીમાં લાવવા માટે તમેા શ્રી. ગોપાળદાસ પટેલની સેવા લઈ શકે છે. તેએ વિશ્વસાહિત્યની કથા-કલામાં સિદ્ધહસ્ત નીવડેલા સ્વતંત્ર મિજાજના લેખક – અનુવાદક છે. આ કાર્યમાં તમને અને પરમ આનંદ મળશે. તથા તમારું અને સાથી ધન્ય થઈ જશે.” યશભરી સફળતા, સંતાષ કાર્યકરોનું જીવન ધન્ય આમ શ્રી. મગનભાઈ દેસાઈની પ્રેરણાથી આવ્યું પરિવાર પ્રકાશન મંદિર” જેણે ગીતા, ઉપનિષદ, વિવિધ ધર્મગ્રંથા, સંતોની વાણી, ગાંધીજી, સરદાર અને ગેાવર્ધનરામના સાહિત્ય ઉપરાંત વિશ્વ-સાહિત્યનાં ગણનાપાત્ર પુસ્તકોના અનુવાદોના ઢગલા વાળી દીધા. જેમ વૃક્ષ પેાતાનાં ફૂલામાં ઝરી જાય છે, તેમ શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી, ગાપાળદાસ પોતાના વિદ્યાર્થી અને પુસ્તકોમાં ઝરી ગયા છે. જેને પાતાની અંદર પડેલી વીણાને ઝંકૃત કરવી છે, તેમણે આ બધું સાહિત્ય રસથી જોવું જોઈએ. આજના નવજુવાનને પરિવાર જેવું સુંદર સાહિત્ય બીજે ६ Page #8 -------------------------------------------------------------------------- ________________ શેાધવું મુશ્કેલ પડશે. વિકટર હ્યુગા, ચાર્લ્સ ડિકન્સ અને ટૉલ્સ્ટૉયથી હું અને મારા સાથી સારી રીતે પ્રભાવિત થયા છીએ. ગાંધીજી, શે। અને સરદારની તે। અમને મસ્તી જ ચડી છે. માનવધર્મને જેણે પીધા હોય તેવા વિશ્વના મહાપુરુષોના મસ્તીના સર્વશ્રેષ્ઠ તરંગા આ સાહિત્યમાં પડેલા છે. જે તરસ્યા છે, તથા જેને પોતાની તરસ છીપાવવાની આતુરતા છે, તે તે માત્ર એટલું જ કહે છે કે, અમે તો તરસ્યા છીએ, અમારે તે। આ બધું સાહિત્ય વધુને વધુ જોઈએ. ગુજરાતના લેખકોને આ મોટો પડકાર છે. ગાંધીજીએ ૧૯૩૬માં સાહિત્ય પરિષદના મંચ પરથી આવા સાહિત્યની જાહેર માગણી કરી હતી. ગુજરાતે પાતાનું વહેણ લક્ષ્મી તરફથી ફેરવી સાહિત્ય કળા અને સંસ્કૃતિ તરફ વાળવું જોઈશે. જગતના મહાન કથાકારોમાં ટૉલ્સ્ટૉય, ફૂગા, ડૂમા, ડિકન્સ, સ્કોટ, ડસ્ટયેસ્કી, આનાતાલ, ગેાવર્ધનરામ,કૃશ્ન ચન્દર, આશા, ગાંધીજી, કબીર, નાનક, દાદૂ, પલટૂ, દરિયા અને મલૂકદાસ મશહૂર સંતા કે લેખકો જ ન હતા; પરંતુ પરમ તત્ત્વ – પરમ સત્ય – પરમાત્માનું દર્શન કે સાક્ષાત્કાર કરનારા આર્ષદૃષ્ટા ઋષિઓ હતા. તેમણે પેાતાને થયેલું દર્શન અર્થાત્ પોતાને લાધેલું સત્ય અન્ય જીવાને અવગત કે ઉપલબ્ધ કરાવવા કથાવાર્તાનું માધ્યમ સ્વીકાર્યું હતું. - – એ સાહિત્ય-સમ્રાટો અને સંતાની વાણી દરેક પ્રજાના અમૂલ્ય વારસારૂપ તથા ખજાનારૂપ છે. દરેક પ્રજાએ એ અમૂલ્ય વારસા જીવંત રાખવા બધી રીતના પ્રયત્ન કરી જવા જોઈએ. તેમાંની એક રીત તે મહા માનવકથાઓને જે તે લેાકભાષામાં અનુવાદ કરવાની છે. આ મહાન સાહિત્ય સમ્રાટો અને સંતાની વાણી-બુદ્ધિના – અંતરને મેલ ધાઈ કાઢવા માટે સાબુરૂપ છે. તે વાણીમાં તે મહાપુરુષનું અંતર ઠલવાયેલું હાય છે. તેના જેટલા સંગ કરીએ તેટલા ઓછા. વિવિધ દેશોના જુદા જુદા મહા-માનવાએ પોતાને ત્યાં પ્રચલિત પ્રાચીન પ્રાદેશિક ભાષામાં આ મહાકથા રચી છે. ગુજરાતી વાચકને તે મહા-કથાઓના ભાવ સમજવા સુગમ થાય તેવી સુંદર રીતે આ ક્થાના સંક્ષેપા શ્રી, ગાપાળદાસ જીવાભાઈ પટેલે ગુજરાતની પ્રજાને સુલભ કરી આપ્યા છે. આજના યુગમાં આવી કૃતિ વધુને વધુ લેાકપ્રિય થતી જાય છે. એ બતાવે છે કે, માનવ-કલ્પનામાંથી ઉદ્ભવેલી સર્વોત્કૃષ્ટ કૃતિ એ સમગ્ર માનવજાતના મહાન વારસા છે, અને તેમાંય આવાં બધાં પરદેશી પુસ્તકો માતૃભાષા દ્વારા વાંચવા મળે Page #9 -------------------------------------------------------------------------- ________________ ૮ છે, ત્યારે માના ધાવણ જેવાં વધુ મીઠાં-મધુરાં લાગે છે. આ બધી પ્રસાદી શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. ગપાળદાસ પટેલ અને તેમના સાથીઓના તપની – યજ્ઞની પવિત્ર પ્રસાદી છે. તેને ગુજરાતી વાચકે ભરપટ્ટ આરોગવી જોઈએ. મોટે ભાગે આ મહા-કથાઓની પ્રેરક અને રસિક પ્રસ્તાવના ગાંધીયુગના વિદ્વાન અને સમર્થ પુરુષો શ્રી. કાકાસાહેબ કાલેલકર, શ્રી મગનભાઈ દેસાઈ, શ્રી. ઠાકોરભાઈ દેસાઈ. શ્રી. કલ્યાણજીભાઈ મહેતા, શ્રી. વાસુદેવ મહેતા, શ્રી. નિરંજનભાઈ ધાળકિયા, શ્રી. વજુભાઈ શાહ, ડૉ૦ મેાતીભાઈ પટેલ, શ્રી. એમ. પી. ઠક્કર અને શ્રી.એસ આર. ભટ્ટ લખેલી છે. તે અને સંપાદક તથા પ્રકાશકનાં નિવેદને આ પુસ્તકમાં ટૂંકાવીને રજૂ કર્યાં છે. તે જોઈને આજના ગુજરાતી નવજુવાન જે તે મૂળ પુસ્તકો વાંચવા પ્રેરાશે એવી આશા અને શ્રદ્ધા છે. ગાંધીયુગે માતૃભાષા ગુજરાતીના ખેડાણને જે વેગ આપ્યો છે, અને તેને ઉચ્ચ શિક્ષણનું માધ્યમ બનાવી તેને માટે ઉચિત ખેડાણનાં જે દ્વાર માકળાં કરી આપ્યાં છે, તે લાભ દેશની બીજી કોઈ ભાષાને હજી મળ્યા નથી. શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગેાપાળદાસ પટેલે વિશ્વ-સાહિત્યની મુખ્ય મુખ્ય કૃતિઓ ગુજરાતી વાચકને ભેટ આપીને બહુ મેટો ઉપકાર કર્યો છે. આવા બધા તપસ્વી સેવકોને લીધે ગુજરાતી ભાષા સૌ દેશભાષાઓમાં સહેજે આગળ રહી છે – અને રહેા! આવા મહા-માનવા સાથે કામ કરવાના અને તેમને આજીવન સત્સંગ સેવવાના અલભ્ય લાભ મને મળ્યા છે, તે માટે પરમાત્માને ધન્યવાદ આપું છું અને તે સૌને કોટી કોંટી વંદન કરું છું. પરિવાર પ્રકાશન મંદિરે જે પાયાની પ્રશંસનીય કામગીરી કરી છે, તેના લાભ સમસ્ત પ્રજાને સુલભ કરી આપવા ‘રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટે મંગલ-પ્રારંભ કર્યો છે. તેનું આ પાંચમું સુગંધીદાર પુષ્પ છે. આ પુસ્તકનું પ્રકાશન કરનાર પ્રકાશક શ્રી. અનંતભાઈ પટેલ અને સંસ્થાના ખાસ આભારી છું. આવા ઉપયોગી પ્રકાશન માટે ગુજરાતી વાચક પ્રકાશન સંસ્થાને ધન્યવાદ આપશે. તથા વિશ્વના સાહિત્ય-સમ્રાટોનો હૃદયથી આભાર માનશે. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી. નવલભાઈ શાહ, શ્રી. કંચનલાલ સી. પરીખ, ડૉ. એમ. એમ. ભમગરા અને યોગાચાર્યશ્રી આદિત્ય યાગીજીએ પેાતાના આશીર્વાદ આ પુસ્તક પર વરસાવ્યા છે, એ માટે એમના ખાસ આભારી છું. Page #10 -------------------------------------------------------------------------- ________________ નવજીવન ટ્રસ્ટ, પ્રકૃતિ જીવન પ્રેસના કર્મચારીઓ તથા આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કલાકારો શ્રી. રજની વ્યાસ, શ્રી. લાલુ પટેલ, અન્ય મિત્રો અને રાતરાણી પરિવારના સાથ અને સહકાર વિના આ પુસ્તક આવા સુઘડ સ્વરૂપે બહાર ન પાડી શકાત, આજનાં ગુજરાતી વાચકને ટૉલ્સ્ટૉય, ડિકન્સ, ડૂમા અને થોડર ડસ્ટયેસ્કીના આછે પરિચય પણ આપવે જોઈએ : टॉल्स्टॉय ગાંધીજીના ગુરુ તરીકે ગુજરાતી પ્રજા ટૉલ્સ્ટૉયને સારી રીતે જાણે છે. રશિયન પ્રજાને આત્મપરિચય અને આત્મજાગૃતિની દીક્ષા આપનાર સમર્થ પુરુષામાં પણ ટૉલ્સ્ટૉયનું સ્થાન બહુ ઊંચું હતું. રાજનીતિમાં અને ધર્મનીતિમાં મહાન ક્રાન્તિ સૂચવનાર લાકાર મનીષી ટૉલ્સ્ટૉય, કળા અને સાહિત્યના આદર્શમાં પણ ક્રાન્તિ કરી બતાવી. બધી જાતના વિલાસના અનુભવ કર્યા છતાં એની આદર્શનિષ્ઠા દબાઈ ન ગઈ, ચગદાઈ ન ગઈ. ‘જીવનને અનુભવ લેતા જાય અને જીવનનું રહસ્ય શેાધતા જાય' આ જાતની જીવનસાધનાને અંતે એને જીવનનું જે રહસ્ય જડવું તે એણે પોતાના જીવનપ્રયોગામાં અને વિશાળ સાહિત્યમાં નોંધ્યું છે. ગાંધીજી, રજનીશ અને મગનભાઈ દેસાઈ તે તેમના પુસ્તકો પર ફીદા હતા. શે चार्ल्स डिकन्स [૧૮૧૨ થી ૧૮૭૦] ચાર્લ્સ ડિકન્સને જન્મ, તા. ૭–૨–૧૮૧૨ના રોજ ઈંગ્લૅન્ડમાં ગરીબ ઘરમાં થયેલ. - બચપણના સમયમાં તથા ગરીબાઈની પરાકાષ્ટામાં કઠણ જીવન ગુજારતાં ડિકન્સના ચિત્તમાં જે અનુભવ – સંસ્કારો ઊતરેલા, તે દર વર્ષની ઉંમરે જ સાહિત્ય-લેખ દ્વારા પ્રગટ થવા માંડયા અને થોડા વખતમાં તે – અર્થાત્ પચીસ-ત્રીસ વર્ષની ઉંમરે પહોંચતાં સુધીમાં તે! આખી અંગ્રેજ પ્રજા તેની કૃતિ ઉપર ફીદા થઈ ગઈ. ડિકન્સની કલમમાં એટલી બધી તાકાત હતી કે પેાતાનાં લખાણા દ્વારા, ડિકન્સ પાર્લામેન્ટ પાસે સમાજનાં દૂષણા દૂર કરાવનારા કાયદા પણ ઘડાવી શકેલા. ટૉલ્સ્ટૉયે ડિકન્સને વિશ્વ-સાહિત્યકાર Page #11 -------------------------------------------------------------------------- ________________ તરીકે ગણાવીને તેને શેકસપિયર કરતા પણ ઊંચ દરજજે મૂકી છે: ટૉટોપનું આ મૂલ્યાંકન ડિકન્સની પરિવારની શપડીઓ વાંચ્યા પછી યોગ્ય લાગે છે. अलेकमान्डर इमा [૧૮૦૨ થી ૧૮૭૦). માની કતિને મુખ્ય આધારસ્તંભ તે તેની “શ્રી મસ્કેટિયર્સ? નવલાષા છે, ૧૮૪૪માં તેની આ ઔતિહાસિક નવલકથા બહાર પડી. આ અત્યંત અને રોમાંચક નવલકથામાં ડમાની કીત કાંસની સરહદ ઓળંગી દર યુરેપ અને ખાસ કરીને ઈંૉમાં ખરી જગતની કોઇ કૃતિઓમાં માની ગણના થાય છે. માનવી માટે લગભગ અશકય ગણાય તેટલું બધું તેણે ચાલીસ વર્ષમાં લખ્યું છે. કાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટો' પણ તેની મશહુર નવલકથા છે. फयोंडर डस्टयेस्की ૧૮૪૪માં રશિયન આજના આગાદી માટેની હિલચાલમાં તે સક્રિય ધો. ૧૮૪૯માં તે સમાજવાદી સ્ટી સર્કલમાં ડાય. કહેવાય છે કે જગતમાં જેટલું અને જે પ્રકારનાં દુઃખાનવિષમતાઓ અસ્તિત્વ ધરાવે છે, એ બધા ડરીને અનુભવ થઈ ચૂકી હતી. પણ એ તપામ દુખ અને વેદનાઓ એની હામ તણી શકશો નહિ. વટું તે બધાથી તેની આંતરિક ગુઢ અદ્ધા અને શાંતિ વધુ તેજવી – વધુ ી બનતી ગઈ. અને પરિણામે જગતને સાહિત્યના ક્ષેત્રમાં “જપરા-વિરાટ પુરુષની ભેટ મળી. ચહદથી અને રસિયા ગુજરાતી વાચકોને આ “ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે!'થી જે આાદક હું, સંતોષ કે ખાનંદ મળે, એ જ છેવટે આ પ્રકારનની ખરી કૃતાર્થતા હશે. આ કાર્યમાં મદદ પહોંચાડનાર સૌને અંત:કરણપૂર્વક આભાર માનું છું અને આ બધા સાહિત-સમ્રાટી અને તેને માતૃભાષા ગુજરાતીમાં ઉતારનારને હૃદયથી કોટી કોટી વંદન કરું છું.' ધરતી પિ અપના ડેરા, સત્યાગ્રહ છાવણી, - પુ. છે. પટેલ - અમદાવાદ-૧૫ તા. ૨૮-૪-૨૦૦૭ Page #12 -------------------------------------------------------------------------- ________________ એક વિશિષ્ટ સાહિત્ય-સંપુટને હાર્દિક આવકાર તા. ૨૭મી એપ્રિલ ૨૦૦૩ના દિવસે જાણીતા સાહિતકાર અને | સદગત શ્રી. ગોપાળદાસ જીવાભાઈ પટેલની જન્મજયંતી પ્રસંગે રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટ' તરફથી “શ્રી મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલ સ્મૃતિ ગ્રંથાલય"ના મંગળ પ્રારંભની સાથે સાથે ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! (સંપાદક: શ્રી. પુત્ર ૦ પટેલ; ને પ્રકાશક: શ્રી. અનંતભાઈ ડી. પટેલ) એ નામે એક વિશિષ્ટ પ્રકાશનના વિપાચનનું આયોજન કર્યું છે તેથી એક પ્રકારને સુવર્ણ – સુરભિપગ સધાવે છે. ગુજરાત વિદ્યાપીઠમાં પાંચ દાયકા સુધી સસેવક તરીકે અને તે પછી પણ કામ કરતા રહીને મગનભાઈ અને ગોપાળદાસની બેવડીએ શિક્ષણ, સાહિત્ય, સમાજસેવા, આમvજના સંસ્કારઘડતર અને ચિંતનના ક્ષેત્રોમાં ગુજરાત અને તેની પ્રજાની સંનિષ્ઠ અને સમપિતાભાવે જે સેવા કરે છે તેની જગ્ય કદર કરવાનું કામ ગુજરાતની દિણ અને સાહિત્યની સંસ્થાઓ તેમજ કુતરા સમાજને માટે હજ બાકી રહ્યું છે એમ મારું માનવું છે. તે વખતે સેટેલાઈટ વિસ્તારમાં એક નવા Jશવ સાથે એ બે મહાનુભાવનું નામ જોડાય છે તે સુખદ ઘટનાને ગુજરાતનો સુશિક્ષિત સમાજ કૃતતાપૂર્વક આવકારશે એ નિરાંક છે.. ગુજરાતમાં વિશ્વ-સાહિમ ભલે પધારો!” – આ પ્રકાશન એ અનેક રીતે જતા એક વિશિષ્ટ સંપુટ બની રહે છે. અનેક પુસતકના પ્રકાશનની સાથે તેની પ્રસ્તાવના કે પુરોવચન ડિવામાં આવે છે એ સામાન્ય શિરસ્ત છે, પરંતુ મૂળ પુસ્તક અને તેની પ્રસ્તાવના મળીને તેનું એક સળંગ એકમ બને છે. પુસ્તકને તેની પ્રસ્તાવનાથી સામાન્ય રીતે જુદી પાડીને જોવાની નથી. બનડ શૉના નાટકની પ્રસ્તાવના મૂળ નાટક કરતાં પણ કદીક વધુ લાંબી અને વધુ અર્થપૂર્ણ અને ગહન રહેતી હતી, પણ તેની સાહિત્યિક ગુણવત્તાને કારણે શૉની નાટય પ્રતાવનાઓનો જ એક અલાયદો સંગ્રહ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ પુસ્તક પણ કેવળ પ્રસ્તાવનાનો જે સંગ્રહ છે અને જે કેટલીક પસંદ કરાયેલ વિશ્વ-સાહિત્યની કૃતિઓને તે Page #13 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શે છે તે વધુ વિશદ્ રીતે સમજવામાં તેમજ તેનું રસદર્શન માણવામાં અને મૂળ કૃતિનું હાર્દ પામવામાં મોટી સહાય પૂરી પાડે તેવી આ પ્રસ્તાવનાઓ છે, એટલું જ નહિ પરંતુ મૂળ કૃતિ વાંચવા માટે પ્રેરી શકે તેવી અભ્યાસશીલતા અને મર્મીતાક્ષર લખાયેલું છે. બીજા શબ્દોમાં કહીએ તો એ પ્રસ્તાવના પિતાનું જ સાહિત્યમૂલ્ય ઘણા ઊંચા પ્રકારનું છે. • ,આ પ્રસ્તાવનાઓ અંગે વાત કરવામાં સરળતા પડે તે હેતુથી તેને બે જુદા જુદા વિભાગોમાં વહેંચવી જોઈએ. પ્રથમ વિભાગમાં પરદેશી સાહિત્યકારો વિશે વાત કરીએ તો તેમાં અંગ્રેજી સાહિત્યકારો ચાર્લ્સ ડિકન્સ (૧૮૧૨-૧૮૭૩)- ની ચાર વિશ્વ વિખ્યાત નવલકથાઓ (“A Tale of Two Cities”, “Oliver Twist”, “Nicholas Nickleby” અને “Dombay and Son") તથા જાણીતા ઐતિહાસિક નવલનવેશ સર વૉટર સ્કૉટ (૧૭૭૧-૧૮૩૨) ની પ્રખ્યાત નવલકથા "Ivanhoe”નો સમાવેશ થાય છે તો વિશ્વવિખ્યાત ફ્રેન્ચ સાહિત્યકારો વિકટર હ્યુગો (૧૮૨ -૧૮૮૫)ની જગવિખ્યાત નવલકથા “Les Miserables" અને Laughing Man”, એલેકઝાન્ડર ડૂમા અને તેની વિશ્વવિખ્યાત કૃતિ The Three Musketeers" અને એને તેલ ફ્રાન્સ અને તેની લોકપ્રિય કૃતિ “Thais”નો સમાવેશ થાય છે, અને રશિયન સાહિત્યકારો ટૉલ્સ્ટૉય (૧૮૨૮-૧૯૧૦) અને તેની વિશ્વવિખ્યાત નવલકથા “Ressarection”, દોસ્તોવસ્કી અને તેની મહાન નવલકથા “Crime and Punishment”ના તેમજ સ્પેનિશ સાહિત્યકાર સવટીસની જગવિખ્યાત કટાક્ષિકા “Don Quixote"નો સમાવેશ થાય છે. ભારતની સ્વાતંત્ર્યપ્રાપ્તિ અને તેની પાર્શ્વભૂમિમાં બનેલી ઘટનાઓનું નિરૂપણ કરતું દસ્તાવેજી (Documentary) ystud' "Freedont at Midnight" સમાવેશ થાય છે. આ સઘળી સાહિત્યકૃતિઓના વ્યક્તિગત ગુર્દોષ અંગે વિગતવાર સમીક્ષા કરવા માટે પ્રસ્તાવનાઓની છે. પ્રસ્તાવને માં સ્વાભાવિક જ અવકાશ નથી, તે પણ એટલું તે અવશ્ય નોંધવું જોઈએ. સ્થળ અને કાળની કપરી કસોટી પર તે સૌ કૃતિઓ પાર ઉતરીને વિશ્વ-સાહિત્યમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકી છે. એ પ્રત્યેક કૃતિ, તેની પાત્રસૃષ્ટિનું વૈવિધ્ય પૂર્ણ નિરૂપણ કલાત્મક વસ્તુગૂંથણી, સમકાલિન સમાજ અને તેના વિવિધ રૂપનું દર્શન, મુખ્ય મુખ્ય પાત્રોની સ્વભાવગત ખૂબીઓ અને ખામીઓનું યથાર્થ નિરૂપણ અને જે તે સાહિત્યકારની લાક્ષણિક લેખનશૈલીને કારણે આ સઘળી સાહિત્યકૃતિઓએ વિશ્વસાહિત્યમાં પિતા નું સ્થાન અંકે કરી લીધેલું છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ જગતની ઉત્તમોત્તમ સાહિત્યકૃતિઓ ગુજરાતની પ્રજાને તેમની પિતાની જ ભાષામાં હાથવગી કરી આપવાને સ્તુત્ય સંકલ્પ અને પુરુષાર્થ આજથી લગભગ પાંચ દાયકા પૂર્વે સદૂગત શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. ગોપાળદાસ પટેલ અને ગુજરાતી પ્રજાના અનેક હિતચિતએ આદર્યો હતો અને તેમને એ કાર્યમાં શ્રી. પુત્ર છો૦ પટેલ અને તેમના ધર્મપત્ની સુશ્રી કમુબહેને ભારે નિષ્ઠા અને ખંતથી સદૈવ સહાય કરતાં રહ્યાં છે. ડૉ. વિહારીદાસ, શ્રી. ધુરંધર, શ્રી. રજનીભાઈ વ્યાસ, શ્રી. લાલુભાઈ પટેલ, શ્રી. અનંતભાઈ પટેલ અને . પ્રકૃતિ જીવન પ્રેસના કલાકારોની પણ અદભુત સેવાઓ છે. તે સીને પણ ગુજરાતી વાચકના ધન્યવાદ ઘટે છે. તેના ફળસ્વરૂપે ગુજરાતની પ્રજાને ઘેર બેઠાં આંતરરાષ્ટ્રીય પરિમાણ ધરાવતી કેટલી બધી વિશ્વની ઉત્તમોત્તમ સાહિત્યકૃતિઓ મળી શકી છે! શિક્ષણના માધ્યમ તરીકે સ્વભાષાના ચુસ્ત આગ્રહી મગનભાઈ દેસાઈનાં વિવિધ સેવાકાર્યોનું યોગ્ય મુલ્યાંકન ગુજરાતને શિક્ષિત સમાજ યથાર્થ રીતે હજુ સુધી કરી શકયો નથી, એટલું જ નહિ પણ ગુજરાતી માધ્યમને મગન-માધ્યમ”નું કટાક્ષયુક્ત નામાભિધાન આપીને જાયે-અજાણે તેમને અન્યાય કરી બેઠો છે. એમ થવાનું એક કારણ કદાચ એ પણ છે કે માધ્યમના પ્રશ્ન મગનભાઈ પોતે અત્યાગ્રહી હતા અને કશી પણ બાંધછોડ કરવા માટે તૈયાર નહોતા એટલું જ નહિ પણ તે તેમના પિતાના વિષે ઊભી થયેલી વ્યાપક ગેરસમજને “નિરન્તુ નિપુન હિ વ સ્તુવન્ત”માં વ્યક્ત થયેલ નિદા સ્તુતિના બંધનથી તેઓ સર્વથા મુક્ત હતા. આ સંદર્ભમાં વિશ્વસાહિત્યને ખુલ્લા હાથે સત્કાર કરનાર શ્રી. મગનભાઈએ શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાની પ્રતિષ્ઠા અવશ્ય કરી હતી, પણ તેમને બધી ભાષાઓ દેશની અને પરદેશની – માટે પણ ભારે આદર હતો એ હકીકત અત્યંત ધ્યાનાર્હ છે. વધુમાં એક આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે અંગ્રેજીને (અને અન્ય કોઈ પણ ભાષાનો અભ્યાસ ભારતના વિદ્યાર્થીઓએ સારી રીતે કરવા જોઈએ એમ પણ તેઓ માનતા હતા. વિશ્વસાહિત્યની ઉત્તમોત્તમ કૃતિઓ ગુજરાતની પ્રજાને હાથવગી થાય તે માટે પણ તેઓ પ્રવૃત્તિશીલ હતા. તેમના સામે અન્ય ભાષાઓ માટે છોછને કોઈ આક્ષેપ બે બુનિયાદ હતે. એ જે કોઈ જોઈ ન શકે તેમની સમક્ષ એક હકીકત તરીકે રજૂ કરવાની આ તક હું લઉ તે મારે જણાવવું જોઈએ કે ગુજરાતના જુદા રાજ્યની રચના થયા પછી રાજય સરકારે એસ. એસ. સી.ની પરીક્ષામાં અંગ્રેજી ભાષાને ફરજિયાત વિષય તરીકે ન ગણવાનો નિર્ણય કર્યો ત્યારે પણ ગુજરાત યુનિવર્સિટીએ મગનભાઈ દેસાઈના કુલપતિ કાર્ય દરમ્યાન વિનયન, વિજ્ઞાન Page #15 -------------------------------------------------------------------------- ________________ १४ અને વાણિજ્યની વિદ્યાશાખામાં અંગ્રેજી એક ફરજિયાત વિષય તરીકે ચાલુ રાખવાના નિર્ણય કર્યો હતા. સ્વ. શ્રી. ગોપાળદાસ પટેલનું ઋણ ગુજરાત કયારેય પણ પૂરેપૂરું ચૂકવી શકશે નહિ એમ તેમણે સંપન્ન કરેલ વિશ્વસાહિત્યની ત્રીસ કરતાં પણ વધુ કૃતિઓના શ્રધ્ધેય અનુવાદો, સંક્ષેપ। (તેમાં ગો. મા. ત્રિપાઠી કૃત ગુજરાતની પ્રશિષ્ટ નવલક્થા “સરસ્વતીચંદ્ર”નો પણ સમાવેશ થાય છે) રસાળ, વિશદ અને સુભાગ્ય શૈલીમાં તૈયાર કરવાનું ભગીરથ કાર્ય એકલે હાથે, અને તે પણ છેલ્લાં થેાડાંક વર્ષો દરમ્યાન તેમની અસ્વસ્થ, લગભગ પથારીવશ સ્થિતિમાં ભારે કૌશલ્ય અને ધીરતાપૂર્વક, એકલે હાથે, ગ્રીનીઝ બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડઝમાં શ્રી. ગોપાળદાસને ગૌરવવંતુ સ્થાન અપાવી શકે તેવી વિપુલતા અને ગુણવત્તા ધરાવતું આ મહાકાર્ય સંપન્ન કરેલ છે. ઉત્તમ કક્ષાના અનુવાદક માટે સ્વ. કાકાસાહેબ કાલેલકરે “ સવ્યસાચી ” શબ્દપ્રયોગ યથાર્થ રીતે જ વાપર્યો છે. બેઉ ભાષામાં ઉચ્ચ પારંગતતા અને અનુવાદ સંક્ષેપના વિષયને આત્મસાત કરવાની કળા સિદ્ધ કર્યા સિવાય આવાં કાર્યો થઈ શકતાં નથી એ દેખીતું છે. સ્વ. ગોપાળદાસ પટેલ ખરે જ ગુજરાતી સાહિત્ય-જગતના “ સવ્યસાચી હતા. 32 સદ્દગત મુ. શ્રી. મગનભાઈ દેસાઈ અને સદૂગત મુ. શ્રી. ગોપાળદાસ પટેલને વિનમ્રભાવે મારી કૃતજ્ઞ શ્રદ્ધાંજલિ સમર્પવાની આ તક હું લેવા ઇચ્છું છું. ડૉ. વિહારીદાસ પટેલ અને તેમના આખા પરિવાર આ કાર્યમાં ઉત્સાહથી રસ લઈ પાતાના પિતાશ્રીના અમૂલ્ય વારસાના 'લાભ' `ગુજરાતની પ્રજાને આપે છે, તે માટે તેમને પણ અંતરથી ધન્યવાદ આપું છું. વિદેશી સાહિત્યકૃતિઓ ઉપરાંત ભારતની કેટલીક સાહિત્યકૃતિને પ્રસ્તાવનાઓના સમાવેશ સંપુટમાં કરવામાં આવેલ છે, તેમાં નીચેની મુખ્ય છે છે. લેખક શ્રી. મગનભાઈ દેસાઈ ગુરુદત... ક્રમાંક ૧. ૨. 3. ૪. ૫. ૬. પુસ્તકનું નામ ગીતાનું પ્રસ્થાન કુટુંબ પરિવાર પ્રેમનાથ ભ્રષ્ટાચારને માર્ગે ધન અને ધરતી ગંગાજળ ગુરુદત્ત ગુરુદત્ત ગુરુદત્ત ગુરુદત્ત મ Page #16 -------------------------------------------------------------------------- ________________ છે 4 $ $ $ $ ભૂલ કોની? ગુરુદત્ત અમરવેલનાં પુષ્પ કમુષહેન પટેલ ગાંધીજીના જીવનમાર્ગ મગનભાઈ દેસાઈ મારી જીવન દષ્ટિ | વિજયશંકર ભટ્ટ સંત ફ્રાન્સિસનું જીવનગાન છે. ધનજીભાઈ ફકીરભાઈ એક ગધેડાની આત્મકથા શ્રી. કૃશન ચન્દર * “અમરવેલનાં પુષ્પો” એ સુશ્રી કમુબહેન સંપાદિત સુવિચારોના સંગ્રહની પ્રસ્તાવનામાં (સત્યાગ્રહ સાપ્તાહિકમાં વિચારકલિકા રૂપે રજૂ કરવામાં આવેલા સાપ્તાહિક સુવિચારોને સંગ્રહ છે.) શ્રી. મગનભાઈ દેસાઈએ નોંધ્યું છે : “આ ફૂલગૂંથણીના પુષ્પોની મહેક જ એવી છે કે, એને આ વિલાયતી ફૂલ જેવી નિર્ગધ પ્રસ્તાવનાની જરૂર ખરી?” તેમાં થોડોક ફેર કરીને હું પણ માત્ર એટલું કહીને મારી આ પ્રસ્તાવના સમાપ્ત કરું? વિશ્વ-સાહિત્યના ઉદ્યાનમાં જે તે સાહિત્યિક કૃતિઓની અનુવાદ સંક્ષેપની વિદ્વાન અને શ્રધ્ધય વ્યકિતવિશેષએ લખેલી પ્રસ્તાવનાઓની મહેક જ એવી જબરી છે, કે એને આ વિલાયતી ફૂલ જેવી મારી નિગંધ પ્રસ્તાવનાની જરૂર ખરી? આ અનુવાદ સંક્ષેપની મોટાભાગની પ્રસ્તાવનાઓ શ્રી. મગનભાઈ દેસાઈએ પોતે જ લખી છે એ કેટલી અભ્યાસપૂર્ણ અને મર્મગ્રાહી છે એ વાચકે પોતે જ જોઈ શકશે. બીજી કેટલીક પ્રસ્તાવના માટે જે અન્ય વિદ્વાન અને સહૃદયી સાહિત્ય-પ્રેમીઓની કલમપ્રસાદીને લાભ મળ્યો છે તેમાં મુખ્ય છે: કાકાસાહેબ કાલેલકર, કલ્યાણજીભાઈ મહેતા, શ્રી. એમ. પી. ઠક્કર, ડો. મોતીભાઈ પટેલ, શ્રી. નિરંજનભાઈ ધોળકિયા, શ્રી. વજુભાઈ શાહ, શ્રી. વાસુદેવ મહેતા, શ્રી ઠાકોરભાઈ દેસાઈ અને શ્રી. એસ. આર. ભટ્ટ છે. અનુવાદો | સંક્ષેપની પ્રસ્તાવના વાચકને મૂળ કૃતિ / અનુવાદ (સંક્ષેપ વાંચવા માટેની ભૂખ ઉઘાડવાનું કામ અવશ્ય કરશે. તેમાં મારી આ પ્રસ્તાવનાને આંગળી ચીંધ્યાનું પુણ્ય મળશે તે પણ મને એથી મોટો સંતોષ થશે, તા. ૧૬-૪-૨૦૦૩ કચનભાઈ સી. પરીખ Page #17 -------------------------------------------------------------------------- ________________ ધન્યશ્રી સાહિત્ય સમ્રાટે! ધન્યશ્રી ગોપાળદાસ! “આજના નવયુવાન વિશ્વ-સાહિત્યમાંથી કંઈ જ ન વાંચે અને માત્ર મહાત્મા ગાંધીજીની “આત્મકથા', અને 'હિંદ સ્વરાજ', શ્રી. મગનભાઈ દેસાઈનું સત્યાગ્રહની મીમાંસા ગોવર્ધનરામનું સરસ્વતીચંદ્ર', વિકટર હ્યુગોનું “લે-મિઝરાપ્ત', અલેક્ઝાન્ડર ડૂમાનું “શ્રી મસ્કેટિયર્સ', ચાર્લ્સ ડિકન્સનું ઑલિવર ટિવસ્ટ', ડસ્ટકી “કાઈમ એન્ડ પનિશમેન્ટ, ટૉલ્સ્ટૉયનું 'રિઝરેકશન', સવટીસનું “ડૉન કિવકસેટ', સર વૉટર સ્કોટનું “કવેન્ટિન ડરવા, સર આલબર્ટ હાવર્ડ સોઇલ એન્ડ હેલ્થ', એનું “બૂક આઈ હેવ લડ' અને પુત્ર છેપટેલનું “ગરવી ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભવે પધારો!” એ પુસ્તકો વાંચે, તે પણ જીવન ધન્ય ધન્ય થઈ જાય.” વિશ્વના આ સાહિત્ય-સમાટેની પ્રસાદી સીલસીલાબંધ શિષ્ટ, સરળ અને શુદ્ધ માતૃભાષા – ગુજરાતીમાં સુંદર છપાઈ, સચિત્ર અને ઉઠાવ સાથે આપીને ગુજરાતી વાચક પર શ્રી. ગોપાળદાસ જીવાભાઈ પટૅલ, શ્રી. મગનભાઈ દેસાઈ અને તેમના સાથીઓએ મોટો કર્યો છે. તે સૌને હૃદયના અભિનંદન ઘટે છે. આ સાહિત્ય માટેની સુંદર કથાઓને સત્સંગ કરવાની તક ભાઈ ૫૦ છો૦ પટેલે મને આપી તે માટે તેમને ધન્યવાદ આપું છું. - પરદેશથી જ્ઞાન-વિજ્ઞાન શીખીને આવેલા તેજસ્વી નવજુવાન વિદ્વાન શ્રી. ગોપાળદાસ પટેલની માફક પોતપોતાની માતૃભાષામાં પુસ્તકો લખે અને ગુજરાતની જનતાને લાભ આપે, એ બહુ જરૂરી છે. આવી સુંદર કૃતિઓ ગુજરાતી વાચકને વધુ ને વધુ મળે! એ જ શુભેચ્છા અને આશીર્વાદ. શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. નેપાળદાસ પટેલ અને તેમના સાથી મિત્રોની સેવાભાવના અને શુભ શક્તિને વંદના ધનશ્રી વિશ્વના સાહિત્ય સમ્રાટો! ધન્ય શ્રી ગોપાળદાસ પટેલ! તા. ૧૮-૧૦-૨૦૦૨ નભાઈ શાહ કુલપતિ ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૧૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ शुभेच्छा आज के परिवेशमें जो गुजराती में विश्व-साहित्य के प्रकाशन का कार्य रातराणी सांस्कृतिक ट्रस्ट के द्वारा किया जा रहा है । वह सगहनीय तथा गुजराती जनमानस के लिये ज्ञानवर्धक गौरवपूर्ण कार्य की दिशामें एक धार्मिक - वैज्ञानिक प्रयोग है । इस संस्थान को ऐसे कार्यों के लिये मैं साधुवाद લેતા હૂં | તા. ૨૦-૩-૨૦૦૨ आचार्य श्री आदित्य योगी गंगोत्री, हिमालय બે બેલ વિશ્વ-સાહિત્યને ગુજરાતીઓમાં પ્રચાર થાય એ માટે શ્રી. મગનભાઈ પ્રભુદાસ દેસાઈ, શ્રી. ગોપાળદાસ જીવાભાઈ પટેલ અને શ્રી. ૫૦ છો૦ પટેલે જે ઉત્સાહ દાખવ્યો છે, અને જે મહેનત કરી છે, તે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં સેનેરી અક્ષરે નેધાશે એમાં કોઈ શંકા નથી ૧૯૫૦થી શરૂ કરી આજ સુધી અનેક નવલકથા, નિબંધ, પ્રેમશૌર્યની વાર્તાઓ જે અંગ્રેજી, ફ્રેન્ચ કે અમેરિકન કુળના જગમશહુર લેખકની કલમે લખાઈ હતી તેને અનુવાદ કરવાનું અને કરાવવાનું તેમ જ છપાવવાને, પ્રકાશિત કરવાને કામ લેનાર આ મહાનુભાવોનું ઋણ ચૂકવવું ગુજરાતી ભાષાના પ્રેમીઓ માટે મુકેલ છે – કદાચ અશકય છે. રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટ ગ્રંથમાળા”ના મહાનુભાવ નજીકના ભૂતકાળમાં લખાયેલી અંગ્રેજી કૃતિઓ – નવલકથાઓ જ નહિ, મહાકાવ્યો, તત્વવિજ્ઞાન ગ્રંથ, સ્વાથ્ય - વિજ્ઞાન સાહિત્ય વગેરેનું પ્રકાશન હાથમાં લેશે તે ગુજરાતી ભાષા વધુ સમૃદ્ધ બનશે એમાં શંકાને સ્થાન નથી. આમગુજરાતીને ફક્ત એક જ પ્રકારની ચોપડીની સમૃદ્ધિમાં રસ છે, જેને “પાસબૂક' કહેવામાં આવે છે. એવા મહેણાં સાંભળવાં ન પડે તે માટે વાચકવર્ગને વિસ્તાર થાય એ લેવાની ફરજ છે. અલબત્ત આપણ સૌની છે જ છે. ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારો!” અમે એનું સ્વાગત કરીએ છીએ. હેલ્થ સાયન્સ ટ્રસ્ટ, | ડૉ. એમ. એમ. ભમાગરા ૧૯, રવિ સોસાયટી, લેણા વાલા. તા. ૮-૪-૨૦૦૭ ૭ Page #19 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પ્રકાશકનું નિવેદન ૧૬૮ તીર્થોમાં સ્નાન કરીને પાવન થાવ ૬૦ છો૦ પટેલ ૬ આવકાર કંચનલાલ સી. પરીખ ધન્યશ્રી સાહિત્ય સમ્રાટો! નવલભાઈ શાહ ૧૬ शुभेच्छा આચાર્યશ્રી આદિત્ય યોગી ૨૭ બે બોલ ડૉ. એમ. એમ. ભમગરા ૨૭ ૧. જીવનધર્મ કયો? કાકાસાહેબ કાલેલકર ૨. કૃતાંજલિ – હ્યુગોને મગનભાઈ દેસાઈ ૩ ૩. ગુજરાતમાં કોઈ ડૂમા નહિ પાકે? " કલ્યાણજી વિ. મહેતા ૮ | (થ્રી મસ્કેટિયર્સ) ૪. ગુન અને સજા – ડસ્ટસ્કિી નિરંજન વા. ધોળકિયા ૧૬ ૫. પાપ અને પ્રાયશ્ચિત - રિઝરેકશન મગનભાઈ દેસાઈ ૬. સરદારશ્રીને વિનોદ કલ્યાણ વિ. મહેતા ૭. લાફિંગ મેન વજુભાઈ શાહ ૮. ડોમ્બી એન્ડ સન ડૉ. મંતીભાઈ પટેલ ૯, આશાના બે બોલ – સરસ્વતીચંદ્ર મગનભાઈ દેસાઈ ૧૦. ગોવર્ધનરામને સાહિત્ય-જગતમાં પ્રવેશ કમુબહેન પુ. છે. પટેલ ૧૧. કુટુંબ-પરિવાર – જુન' મગનભાઈ દેસાઈ ૪૭ ૧૨. પ્રેમનાથ – પ્રવંવના' મગનભાઈ દેસાઈ પર ૧૩. પરિવારની શિક્ષાપત્રી કમુબહેન ૫૦ છો૦ પટેલ ૧૪. વિચારકલિકા કાકાસાહેબ કાલેલકર ૧૫. તરસ-લાડુ અને ભૂખ-લાડુ કાકાસાહેબ કાલેલકર ૧૬. અમરવેલનાં પુષ્પો મગનભાઈ દેસાઈ ૧૭. અભિનંદન મગનભાઈ દેસાઈ ૧૮. મધરાતે આઝાદી વાસુદેવ મહેતા ૧૯, મહાત્મા ગાંધી ૫૦ છો૦ પટેલ ૨૦. ગાંધીજીને જીવનમાર્ગ મગનભાઈ દેસાઈ ૨૧. કળા એટલે શું? મગનભાઈ દેસાઈ ૨૨. જિજ્ઞાસુના પ્રશ્નો મગનભાઈ દેસાઈ १८ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૩. નવી યુનિવર્સિટી ૨૪, માર્ટિન લ્યૂથર કિંગ ૨૫. એક ગધેડાની આત્મકથા ૨૬. પ્રેમભક્તિની સંજીવની – થાઈ’ . ૨૭. ક્રાંતિનું કારુણ્ય १९ —એ ટેલ ઑફ ટૂ સિટીઝ' ૨૮. સામાજિક ભંગારની કથા – ઑલિવર ૨૯. 7 મે મત્તઃ પ્રતિ 6 – નિકોલસ નિકલ્બી ૩૦. પિકવિક કલબ · ૩૧. ધી ઓલ્ડ ફ્યુરિયસીટી પ' ૩૨. ધી બૉન્ડમૅન ’ ૩૩. યોગ અને સાચું પર્યાવરણ-વિજ્ઞાન ૩૪. ડૉ. ભમગરા ૪૪. શ્રી સુખમની ૪૫. શ્રી જપજી ૪૬. ગીતાનું પ્રસ્થાન - ૪૭. બુદ્ધિયોગ – ૧-૨-૩-૪ ૪૮, જ્ઞાની ભક્તની પ્રતિભા P 6 ૪૯. મિડલ સ્કૂલ : “ અદકેરું અંગ” ૫૦. ગાંધી ફિલમની કહાણી ૫૧. ગાંધીજીનું હજાર મુખે સ્તવન ૫૨. ભૂલ કોની ? પુ પટેલ ઓપાળદાસ પટેલ એમ. પી. ઠક્કર મગનભાઈ દેસાઈ મગનભાઈ દેસાઈ મગનભાઈ દેસાઈ મગનભાઈ દેસાઈ પુ૦ ૦ પટેલ પુ૦ ઈંટ પટેલ પુર છે૦ પટેલ ગાપાળદાસ પટેલ ૧૦૯ ૧૧૧ ૧૧૪ ૧૧૭ સુરેશ દલાલ ૧૨૧ ૩૫. માણસ કુદરતનું મેટામાં મેટું પ્રદૂષણ ! ડૉ. એમ. એમ. ભમગરા ૧૨૯ વરધીભાઈ ઠક્કર ૧૩૦ પુ૦ છે પટેલ ૧૩૪ રમણલાલ ઍન્જિનિયર ૧૪૦ ૧૪૨ ૩૬. કુદરત તરફ પાછા ફર ૩૭. કટોકટી રાષ્ટ્રના આરોગ્યની ૩૮. સર્વાંગીણ વ્યાયામ ૩૯. આરોગ્યને લગતાં પુસ્તકા ૪૦. મગનભાઈનું ગ્રંથસ્થ વાઙમય ૪૧. ગુ. યુનિ.ના ક્રાન્તદર્શી કુલપતિ ૪૨. સત્ય માટે મરી ફીટનારા ૪૩. માનવામાં રાજવી સમા ૧૪૫ ૧૪૭ ૧૪૯ ૧૫૦ ૧૫૧ ૧૫૨ ૧૫૪ ૧૫૫ ૧૫૬ ૧૫૭ ૧૫૯ ૧૬૨ ૧૬૬ રમણલાલ ઍન્જિનિયર પુર્ણ છેઃ પટેલ કંચનલાલ સી. પરીખ બલવંતસિંહ સી. સી. દેસાઈ ગાંધીજી ગાંધીજી મગનભાઈ દેસાઈ મગનભાઈ દેસાઈ મગનભાઈ દેસાઈ * * શ્ડ ૪ × ૢ ઠાકોરભાઈ મ. દેસાઈ પુ દેશ પટેલ પાલખીવાલા અને અન્ય બીજા પુર છે પટેલ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૫૩. [શ્રી. ગુરુદત્તા ૫૪. કમુબહેન પટેલ ૫૫. ‘પંજગ્રંથી’ ૫૬. જપ-માળા ૫૭. દાદૂ ભગતની વાણી ૫૮. સંત પલટૂદાસની વાણી (સંત સેવતાં સુકૃત વાધે) પ૯. બાબા મલૂકદાસની વાણી (મસ્તીનું ધર્મ-સરોવર) ૬૦. સર વૉલ્ટર સ્કૉટ ૨. ગાપાળદાસ પટેલ ડૉ. પ્રજ્ઞા પટેલ ગાપાળદાસ પટેલ ગાપાળદાસ પટેલ પુ૦ ૦ પટેલ ૩૦ છે પટેલ પુર છે પટેલ ગાપાળદાસ પટેલ ૬૧. આશા અને ધીરજ પુર છે પટેલ ૬૨. પ્રેમ-શૌર્ય અંકિત કથા – આઈવન હો એસ. આર. ભટ્ટ ૬૩. પાગલ હૉ ગયે કયા? ૬૪. ડૉન કિવક્સેટ ૬૫. ઇન્દુચાચાની આત્મકથા ૬૬. સંત ફ્રાન્સિસનું જીવનગાન ૬૭. ધુરંધરનાં પુસ્તકો ૬૮. ઉદ્યોગ-ધંધામાં સફળતાની વ્યૂહરચના ૬૯. દાંતના રોગા અને માવજત ૭૦. દાંતનું સંપૂર્ણ આરોગ્ય ૭૧. વિશ્વવિખ્યાત વ્યક્તિની જીવનદૃષ્ટિ વિજયશંકર મ. ભટ્ટ ઑલ્વિન ટોફલર યોગીનીબહેન વિ. પટેલ ગાપાળદાસ પટેલ ૭૨. ‘ ફ્યૂચર શૉક ' ૭૩. ગેાપાળદાસ પટેલ ૭૪. ક્રાંતિ કે ઉત્ક્રાંતિ? યાને નાઈન્ટી થ્રી ૭૫. ‘હૂંચબેક ઑફ નોત્રદામ ' " ૭૬. ‘ટોઈલર્સ ઑફ ધ સી ૭૭. વિકટર હ્યુગા ૭૮. ‘ પુસ્તકો – જે મને ગમ્યાં છે' ૯. અન્ય પ્રકાશને ૮૦. જેનું છેવટ રૂડું, તેનું આખુ રૂડું ૧૮૩ ૧૮૭ ૧૮૯ ૧૯૩ આચાર્યશ્રી જે. બી કૃપલાની ૧૯૨ મગનભાઈ દેસાઈ ધનવંત ઓઝા ધ્રા, ધનજીભાઈ ફકીરભાઈ ૧૯૫ અનંતભાઈ પટેલ ૧૯૪ ૧૯૫ ડૉ. વિ. જી. પટેલ ૧૯૬ કાન્તિલાલ ન. લંગાલિયા ૧૯૭ — ડૉ. પટ્ટણી - ગેાપાળદાસ પટેલ ૧૬૮ ૧૬૮ ૧૭૦ ૧૭૧ ૧૭૧ ૧૭૫ ગાપાળદાસ પટેલ ગાપાળદાસ પટેલ ૩૦ છેા પટેલ આશા રજનીશજી પુરુ છે પટેલ પુર છે પટેલ ૧૭૮ ૧૯૮ ૧૯૯ ૨૦૫ ૨૦૯ ૨૧૦ ૨૧૧ ૨૧૨ ૨૧૩ ૨૧૪ ૨૧૫ ૨૧૬ Page #22 -------------------------------------------------------------------------- ________________ લે-મિઝરાબ્લ ઉ દરિદ્રનારાયણ વિક્ટર હ્યુગે. અનુ: ગાાળદાસ પટેલ ક્રિ ૧૭૫-૦૦ [વિકટર હ્યુગેાનાં પાંચ પુસ્તકોની પ્રસાદી ગુજરાતી વાચકને પરિવાર સંસ્થાએ પીરસી છે. તેને શ્રી કાકાસાહેબ કાલેલકર, શ્રી મગનભાઈ પ્રભુદાસ દેસાઈ અને અન્ય મહાનુભાવા અને ગુજરાતી વાચકે સુંદર આવકાર આપ્યો છે. નવી પેઢીને આ પુસ્તકોના પરિચય થાય તે દૃષ્ટિએ પ્રસ્તાવના આવકાર અને પ્રકાશકના નિવેદનના કેટલેાક ભાગ અહીં ટૂંકાવીને રજૂ કર્યો છે. બાળકો માટે વિક્રમ સંક્ષેપ લે-મિગ્રેશખ્શ ઉર્ફે પતિતપાવન” નામથી પ્રસિદ્ધ થયા છે. કિંમત ૧૦૦, ૧૭૦, સત્યાગ્રહ છાવણી, અમદાવાદ–૧૫ શ્રી. ગાપાળદાસ પટેલ વિશ્વ-સાહિત્યની કથાકલામાં સિદ્ધહસ્ત, જાલીમાના દુશ્મન અને ગુજરાતી વાચકના આશક હતા. તેમણે અને પરિવાર સંસ્થાએ ગુજરાતી વાચકની કીમતી સેવા બજાવી છે.] 9 જીવનધ કર્યેા ! [કાકાસાહેબના અભિનંદન] • લે મિઝેરાબ્ત આ નવલકથાએ વિશ્વસાહિત્યમાં કયારનું સ્થાન મેળવ્યું છે. નવલકથા અને નવલકથાકાર બંનેની શતાબ્દી ઊજવવાના આ સમય છે. આ નવલકથા વાંચીને જ મારા મનમાં એક વિચાર જામ્યા તે મે અનેક ઠેકાણે વાપર્યો છે. દરેક નવલકથામાં નાયક નાયિકા ઉપરાંત એક મંગલમૂર્તિની પણ આવશ્યક્તા હાય છે. લે મિઝેરાબ્વે માં નાયક ઉપર પેાતાની ક્ષમાયુક્ત Page #23 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! ઉદારતાની અમીટ અસર પાડનાર એક બિશપ પ્રારંભમાં આવીને ગાયબ થઈ જાય છે. ફરી એનાં દર્શન તે શું. ઉલ્લેખ પણ મળે નહીં. અને છતાં એ મંગલમૂર્તિ બિશપની અસર આખી વાર્તામાં આખર સુધી દેખાય છે. રવિબાબુની “ઘરે બાહિરે'માં નાયક નાયિકાના જીવન ઉપર નત નયને અનિમિષે આશીર્વાદ રેડનારા અધ્યાપક એ મંગલમૂર્તિ છે. મહાભારતમાં શ્રીકૃષ્ણ ભગવાન, હયાસ અને વિદુર એ ત્રણેને આપણે મંગલમૂર્તિ ગણી શકીએ, રામાયણ માટે “કરગર્ભા' સીતાને આશ્રય આપનાર અને એમનાં બાળકોનું સંગાપન કરનાર વાલ્મીકિ પોતે જ મંગલમૂર્તિ છે. આ નવલકથાને કારણે એને નાયક જો વાલા ઐતિહાસિક વ્યક્તિ જેવો થઈ શકે છે.' જીવનમાં સર્વશ્રેષ્ઠ શું? ત્રાજશને અણિશુદ્ધ કાનુની ન્યાય? કે માણસાઈની અપાર ઉદારતા, ક્ષમા અને પ્રેમ? આ વાર્તામાં ચળકતો પોલીસ ઑફિસર કાનનમાં માને છે. ત્યાં એ હાર્યો ત્યારે એને અણગમતે ઉદારતાને ધર્મ સ્વીકારવાને બદલે એ આત્મહત્યા કરે છે. એની સ્વધર્મ-નિષ્ઠા અને એના ઘર્મની વિફલતા બને આપણા હૃદય ઉપર અંકાઈ જાય છે. આવી વિશ્વમાન્ય નવલકથા ઉત્તમ રીતે ગુજરાતીમાં આણી આપનાર મારા જૂના સાથી શ્રી ગોપાલદાસભાઈને હાર્દિક અભિનંદન. ૧૨–૧૦-૬૩. काका कालेलकर Page #24 -------------------------------------------------------------------------- ________________ કૃતાંજલિ [મગનભાઈ દેસાઈની પ્રસ્તાવના] ' જગ-વિખ્યાત ફ્રેન્ચ સાહિત્યકાર વિકટર હ્યુગોની આ મશહૂર અમર કૃતિના પ્રવેશક પરિચય આપવાની જરૂર ન હાય .... ભાઈ ગાપાળદાસે, મારી સૂચનાથી, ઘૂગાના આ પુસ્તકના કિશારભાગ્ય સંક્ષેપ તુનો અને પરીવારે’ નામથી અગાઉ બહાર પાડયો છે. 'મેટા ટાઈપમાં, ક્રાઉન-કદનાં ૨૦૮ પાનમાં એ સમાવાયા હતા; એ પણ એક સંક્ષેપ-વિક્રમ જ ગણાય. હ્યુગાની આ કથા એવી છે કે, સર્વ-વીઓને તેમાં રસ પડે એટલું જ નહિ, વારંવાર વાંચતોય થાક ન લાગે – બલ્કે ફરી ફરી વાંચવા મન થાય. આથી કરીને, મોટી ઉંમરના સામાન્ય વાચકને માટે, કદમાં કાંઈક મોટા એવા આ બીજો સંક્ષેપ ભાઈ ગાપાળદાસે તૈયાર કર્યો, એ સારું થયું છે. ગુજરાતી વાચકોએ તે માટે એમને આભાર માનવા ઘટે છે. વિકટર હ્યુગેા નવલકથાકાર ઉપરાંત નાટયકાર અને કવિ તરીકે પણ નામાંકિત હતા. ફ઼્રાંસના ૧૯મા સૈકાના એક અગ્રગણ્ય સાહિત્ય-સ્વામી તે ગણાય છે. એના જીવનકાળ એટલે ૧૮૦૨ થી ૧૮૮૫. ફ્રાન્સના તે યુગની રોમાંચક — · રોમૅન્ટિક સાહિત્યપ્રવૃત્તિના નાયક એ હતા. તે તરીકે તેણે વિશ્વસાહિત્યમાં સ્થાન પામે એવી કેટલીક કૃતિઓ જગતને આપી છે, તેમાં *લે મિઝેરા‚ ' એક અનેાખી ભાત પાડે છે. તેની ઉત્તરાવસ્થાની આ કૃતિ છે. દારિઘનું મહાભારત કહેવાય એવી મહાન કથા એમાં એણે આપણને કહી છે. માનવ હૃદયને ઊંડામાં ઊંડા અને પાવકતમ ભાવ દુ:ખ-દયા છે. દુ:ખીને માટે દિલમાં સદ્ભાવભરી સહાનુભૂતિ જન્મે એ છે. આવી પરદુ:ખભંજની વૈષ્ણવી વૃત્તિ આ ક્થાનું ચિરંજીવ રસબીજ છે. ― ૧૯મા સૈકાનું યુરોપ એટલે, એક બાજુએ, ત્યાંના દેશની અંદર રાષ્ટ્રધર્મી રાજ્યોદયના યુગ; અને બીજી બાજુએ, તેની જ બીજી પાંખ પેઠે કામ કરતા, યુરોપ બહાર એશિયા આફ્રિકામાં ફેલાતા સામ્રાજ્યધર્મી પરરાજ્યોદય યુગ. આથી કરીને, એક તરફ દુ:ખ-દારિઘ અને દીનતા, તો બીજી બાજુએ અર્ધલાભ, ગધ્યા, ભાગવિલાસ, અને સત્તાબળના ભાવા ફેલાતા હતા. અને સામ્રાજ્યભાગી યુરોપનાં રાષ્ટ્રધર્મી રાજ્યામાં, પરધન-શેાણ વડે માતબર Page #25 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! બની માનગા થતા સત્તાધારી વર્ગો અને ગરીબાઈમાં સબડતો બોળો આમમજુર-ખેડૂત-વર્ગ, – એમ બે રેખા નફા પેદા થતા હતા. તે સમયના આવા રગનું દર્શન યુરોપના અનેક વિચારકો, સાહિત્યકારો અને સમાજવિદા કરતા હતા. તેવા ધુરંધરમાં, સાહિત્યક્ષેત્રે જોતાં, ડિકન્સ, ટોલસ્ટૉય, ઘો, ઝાલા, રસ્કિન વગેરે જાણીતા છે. સામાજિક વિસૂલી અને ઈતિહાસનક્ષેત્રોના વૈજ્ઞાનિકો - અને વિચારકોમાં કાર્લ માકર્સ જેવા આવે. આ લોકોએ પોતપોતાને સ્થાનેથી અને પોતપોતાની વિશેષ પ્રતિભા અને કળા કુશળતા દ્વારા પોતાના દેશકાળમાં પ્રવર્તતી થયેલી આ સ્થિતિનું ચિત્ર ૨જ કર્યું. એમના બે ચેખ માર્ગ કે દિશામાં પડી જાય છે. તેમાં સાહિત્ય-કલા માર્ગના પ્રતિનિધિ ગ્રંથ આ છે. તેના દષ્ટાઓ સમા શુ વગેરેએ ખ્રિસ્તી દયાભાવમાં આ સ્થિતિનો ઉકેલ જવે-અજાણે શીત, એમ કહી શકાય. તેનું હાર્દ સમજવા માટે, ગીતાની પરિભાષામાં જોઈએ તે, ચા જાન-તપકર્મ છે જે વનનિ નિષિાનું માનવને પાવન પવિત્ર કરે છે. તેની સનાતન સામાજિક તાણશક્તિને સ્થાયી ભાવ લેકોની નજર આગળ આ સાહિત્યકલાકારોએ ખડે કર્યો. આને માટે હુએ આ કથામાં જીન વાલજીનનું એક કમાલ પાત્ર સજર્યું છે. આમ ગુનેગાર ગણાય તેને દયાળુ ઉધોગપતિ, પરગજુ નાગરિક અને સેવાભાવી મેયર વગેરે પેઠે કામ કરતે ચીતર્યો છે. પ્રેમમાં સતત આહતિ આપતે રહેતે કર્મોગી જાણે ન હોય! ગીતાકારનું બિરદ છે કે, પાપી પણ જે ભક્ત બને તે રે, એનું જણે જીવંત દષ્ટા એ હેય! પણ આની બીજી બાજુ છે: આવા વ્યકિતગત વિચારની સમુદાયગત બાજુ છે. તે એમ પૂછે છે કે, આમ પવિત્ર સાધુ-જીવન ગાળવાળી, માને કે, તે તે જીવાત્માનું ભલું થતું હોય, પરંતુ દુઃખમાં સપડાતા સામ્રાજ્યયુગીન સમાજના કલ્યાણનું શું? એવા સમાજના ભાગ બનતા ગરીબ વર્ગને ઉદ્ધારને માર્ગ છે? શું આવી વ્યક્તિઓ વડે તે સધાશે? કે પછી એને માટે કાંઈક જશે અને સામુદાયિક રૂપે કામ કરતો ને અસરકારક એ કોઈ માર્ગ લે કે પાળવો પડે? ૧૯મા સૈકા અગાઉના જગતમાં દુનિયાને વ્યવહાર એ સામુહિક અને જટિલ તથા સંમિશ્ર નહોતે ત્યારે કદાચ આવા વૈયક્તિક જીવન તારા તરણેપાય પૂરતો થતો હેય; પરંતુ ૧૯મા સૈકામાં આવતા, પાર્થિવ વાનવિજ્ઞાનની વૃદ્ધિ થતી ગઈ; લોકોની વૃત્તિઓ વધુ ને વધુ બહિર્મુખ અને આકાશીલ તથા પરિગ્રહી બનતી ગઈ; રાધમ સ્વાની એકગિતાને નવો જો વધતો ગયો તેમ તેમ તે વડે ભાગ અને એશ્વર્ય પામતા વર્ગોના Page #26 -------------------------------------------------------------------------- ________________ કૃતાંજલિ હિતવાદો જાગતા ગયા ને સ્વાર્થી જોર પકડવા લાગ્યા. ઈર્ષા, અસુરા અને મત્સર પણ વધતાં ગયાં. આમ જગત ૧૯મા સૈકામાં આગળ જતાં, તેની સ્થિતિ એમ પલટાતી ગઈ. તેવા જગતનાં દુ:ખદારિદ્યને ઇલાજ છે?— એ પ્રશ્ન ઊઠે. આના જવાબમાં કહેનાર કહી શકે કે, “આવો પ્રશ્ન તમે સમાજશાપીને, ફિલસૂફને, રાજયશાસીને, કે તેવા લોકોને પૂછી શકો, કલાકારો અને સાહિત્યસ્વામીઓને એને માટે ભાગ્યે યોગ્ય પાત્ર ગણાય. માનવ હૃદયના ભાવે અને સમાજ-માનસના રંગેના પારખુ એવા એ લોકો એને જવાબ જે રીતે આપી શકે, તે રીતે જ આપશે અને એ રીત એમની કલાકૃતિ હશે. એમાંથી જેને જે જડે તે જવાબ ભલે જુએ. શાસ્ત્રીય પ્રશ્નોના શાસયુદ્ધ ઢબે તર્કશુદ્ધ ઉત્તર આપવા તેઓ બંધાતા નથી તેમનાથી એ બની ન શકે. તેમનું સર્જનસાધન જુદી બે કામ કરે છે. એટલે હૃગોની આ દરિદ્રનારાયણ કથાના મહાભારતમાં આ પ્રશ્નનો ઉત્તર ખાળી શકાય ખરો? કે પછી એ ઉત્તરને માટે તે આપણે એના સમકાલીન માકર્સ જેવા કોની પાસે જ જવું પડે? માકર્સ જેવા વિચાર નવા સામાજિક દુઃખદારિદ્યની એ જ પરપીડા જાણીને દ્રવવાની પ્રેરણાથી મને મંથનમાં પડ્યા હતા. એમનું નિદાન અને ડિકન્સ. હૃગો કે ટૉલ્સ્ટૉય જેવા સાહિત્યકારનું નિદાન – બે વચ્ચે સામ્ય કે મેળ જો ખરે? કે બેને તદ્દન ભિન્ન કોટીના ઉપાય સમજીને ચાલવું? કદાચ આવો પ્રશ્ન પેદા કરે – કળાકૃતિ અંગે ઉપસ્થિત કર, એ જ ઠીક ખ? કેમ કે, કવિ, કલાકાર કે સાહિત્યકારે વિચારક ફિલસૂફ કે વિજ્ઞાનીની ઢબે કે શતિથી કામ કરતા નથી. કળાનો ન્યાય અને શાસ્ત્ર કે વિજ્ઞાનને ન્યાય જુદા હોય છે. હૃગો તેની આ કથા વડે– માર્ક્સ તેના “કેપિટલ' દ્વારા ચાહતો હતો તેમ, – એને મળતો કાંઈ ઉદ્દેશ્ય કે ઇરાદે મનમાં કલ્પીને ચાલ્યો ન હોય. પોતાના યુગના લોકજીવનને કલા-સમાધિમાં જેવું જોયું, તેવું તેણે આલેખ્યું. એમાં શાસ્ત્રના ન્યાયે નુકતેચીની ન કરવી ઘટે, શાસ્ત્રની તર્ક-કટી પર કલાકૃતિને બહુ ચડાવવી ન જોઈએ શ્રુતિ અને સ્મૃતિમાં જે ભેદ છે, કવિ અને ફિલસુફ કે જ્ઞાનીમાં જે ભેદ છે, તે ભેદ અહીંયાં પણ સમજવું જોઈએ. • આમ છતાં કલાકૃતિને આસ્વાદક, પિતાના ખ્યાલમાં આવે એ રીતે તેને નાણવા ને તપાસી જેવા મુખત્યાર છે. માકર્સવાદીઓની શત શી હતી? સમાજ અને રાજ્યને તેમણે વ્યક્તિ અને તેના ધર્મ કરતાં ચડિયાતું દૈવત માન્યાં. તે વડે સૌને માટે સમાનતાપૂર્વક Page #27 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારી! સુખી જીવનની જરૂરિયાતો પૂરી પાડવાની વ્યવસ્થા કરનારું બળ રચવું; તેના સંગ્રહ દ્વારા ગરીબાઈ અને ગુને 60 દાબવાં – દૂર કરવાં – નામશેષ કરવાઁ; એમ વર્ગ–વર્ગની વિષમતા વિનાના સામ્ય-સમાજ રચવા, માનવ હ્રદયમાં રહેલા પ્રેમ, ધર્મ, આસ્તિકય, ઇ૦ જેવા ભાવાને, આ કામ કરવાનું, ઇતિહાસે, આજ પૂર્વેનાં બધાં સાંમાં સોંપેલું. તેમાં એ બધા દેવાળું કાઢી પરવાર્યા છે; તેમને ભરોંસે હવે ન રહી શકાય. આ રીતના ભાવાને પોષે એવું સાહિત્ય, એવાં કાળાં-કૌશલ્ય અને જ્ઞાન વિજ્ઞાન સાચી દિશાવાળાં; બીજાં ખાટાં ને ચિત્તભ્રામક – એમ તે સૂચવે. લોકોમાં જેમને માટે જરૂરી લાગે તેટલાનાં આવાં ચિત્તની શુદ્ધિ પણ નિષ્ઠુર કે કઠોર બનીનેય કરવી, એમ પણ તે કહે. રાજ્યની આવી સમાજશક્તિમાં અમુક વ્યવસ્થાબળ રહેલું છે, એમ કેટલાક માને છે. કેટલાક લેાકો તે સામે — તેના નિદક એવા અરાજકવાદીઓ પણ પડેલા છે. હ્યૂગાએ આ શક્તિના પ્રતીક રૂપે પેાલીસ ઇન્સ્પેકટર જાવ આપણને આલેખી આપ્યા છે. એમાંથી આપણે આ શક્તિની શક્તિમત્તા અને એની અશક્તિ બંને જોઈ શકીએ. ૧૯મા સૈકાના યુરોપીય સમાજનું ચિત્ર આપણને વીશીવાળા થેનારડિયર અને તેના શેાષણના ભાગ બનતાં સ્ત્રી-બાળક ઇં પાત્રો વડે હ્યુગો બતાવે છે. આ પાત્રા પરથી જ કથા તેનું નામ પામે છે. ૧૯મા સૈકાના યુરોપીય સમાજ નવી જ ગરીબાઈ પેદા કરે છે. તેની જ સાથે લેાકના શ્રમને ચૂસીને માતબર બનતા નવા ધંધા પણ પેદા કરે છે; અને એ બધાની ભૂમિકા યુરોપના ૧૯મી સદીના સામ્રાજય યુગ છે, – જોકે હ્યુગા એનું ચિત્ર તેની વાર્તામાં નથી દારતા. - - ૭૦ નગરીના બિશપ પરથી એમ માની શકાય કે, માનવહૃદયની મંગલશક્તિ સત્ય ધર્મપાલન દ્વારા પ્રગટ કરી શકાય, તો એમાં કેવું તરણ-તારણબળ અને સમાજજીન-ઉદ્ધારક સામર્થ સંતાયેલું છે, – એ વિષે હ્યુગો શ્રદ્ધાળુ છે. આ બળ અને તે વડે સર્જાઈ શકતું સામાજિક સામર્થ્ય રાયશક્તિ પર કલ્યાણમય પ્રભાવ પાડી શકે, એમ પણ આપણે આ વાર્તામાં જોઈ શકીએ છીએ. છેવટે કળા એ ચેતન-પૂજા છે, તેની તુલનામાં વિજ્ઞાન એ વસ્તુતાએ જડપૂજા છે. ચેતન વ્યક્તિ પ્રેમગુણ પ્રેરી અને એના અભાવરૂપ દ્વેષ-અસૂયા પ્રત્યે ધૃણા પ્રેરી અને વ્યક્ત કરી શકે; જડ વસ્તુ પોતાને અંગે ભાગ-અને-પરિગ્રહબુદ્ધિ અને બૃધ્યા પ્રેરી તેને વ્યક્ત કરી શકે. આ બે વચ્ચે મજાના ગજગ્રાહ ચાલે, હ્યૂગા માનવહૃદયના ચેતનબળની વિલાસ-કથા કહે છે; માકર્સ જેવા સમાજવિજ્ઞાનીઓ રાજ્ય, યંત્રબળ ઇંટ જડ બળાના સંગ્રહ કરી તેમના વડે લાકોનું ભલું થઈ શકે, એની રાજ્યશાસ-કથા કહે છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ વૃતાંજલિ અહીંયાં એ નોંધવું પડે કે, રાજ્ય, મંત્રબળ ઈ૦ જડ સાધને પણ, અતે જોતાં ચેતન એવા માનવો વડે જ સતેજ કે સક્રિય બની શકે. અરે, જેવો સરમુખત્યાર તેવું જ તેનું તાનાશાહી ચિત્ર બનશે ને? આમ વિચારતા, કવાની ચેતનપુજા બલવત્તર ગણાય; વિજ્ઞાનની વસ્તુપૂજ, છેવટે લેતા, મોટી સવડ જ ગણાય. હૃગોની આ કથા આજના યુગમાં પણ ખૂબ રસથી અને લાભપુર્વક વંચાય છે, તે બતાવે છે કે, વ્યક્તિ અને વસ્તુ વચ્ચે જ પસંદગી કરવાની હેય, તે વ્યક્તિ જ ચડે, કેમ કે, પસંદગી વ્યક્તિ જ કરે છે. વસ્તુ વ્યક્તિ માટે છે, નહીં કે વ્યક્તિ વસ્તુ માટે, આજના જડવાદો વ્યક્તિને વસ્તુ માટે બતાવીને દુનિયાને ધાર્યો ઘાટ ઉતારવા તાકે છે, એમ ખરું. છતાં, તે સિદ્ધાન્તના પિર રૂપ એવા રશિયામાં પણ ટૉલ્સ્ટૉય ઇ. જેવા સાહિત્યસ્વામીએ રસપૂર્વક પાછા વેચાય છે. એ બતાવે છે કે, માનવહૃદય છેવટે છે તેવું જ છે. તેને પ્રેમ અન્ય માટે છે; પ્રેમપાત્ર જનેને સારુ ઘસાઈ મરવાને માટે તે હૃદયમાં ઊંડી ભાવના પણ છે જ. આ તે કાયદા-કાનૂન દ્વારા તેમાં ભાગ્યે ફેરફાર કરી શકાય. ગરીબાઈ ૪૦ ગુને નથી; પરંતુ આવા માનવપ્રેમ કે હૃદયધર્મને દ્રોહ એ મૂળ ગુને છે. આવા પ્રેમધર્મની સાક્ષાનું વફાદાનું આ કથાચિત્ર વાંચતાં અપૂર્વ સંતોષ અને આત્મતૃપ્તિ થાય છે. ભાઈ ગોપાળદાસની આ બીજી ચોપડી માટે કાંઈક લખવાને વિષે હ્યુગોની આ કથાનું ચિંતન-મનન કરવાની જે તક મળી, તેને માટે આભારપૂર્વક, તે મહાન માનવકથાકાર માટેની આ મારી કૃતાંજલિ પૂરી કરું છું. ૨૪-૧૦-૧૯૬૩ મગનભાઈ દેસાઈ Page #29 -------------------------------------------------------------------------- ________________ અલેકઝાન્ડર ડૂમા કૃત “શ્રી મસ્કેટિ ચ ” સંપાદકઃ ગોપાળદાસ જીવાભાઈ પટેલ વિશ્વના સાહિત્ય સમ્રાટોની કૃતિઓ વાંચીને પરિપુષ્ટ થાવ [સાચા પ્રેમશૌર્યના પ્રસંગોના રત્નજડિત આભૂષણથી આપતી અલેકઝાન્ડર ડૂમાની પાંચ નવલકથાઓનું જુથ સ્વ. ગોપાળદાસ જીવાભાઈ પટેલે ત્રણ દાયકા પહેલાં ગુજરાતી વાચકને ભેટ ધર્યું હતું. વર્ષોથી આ નવલકથાઓ અપ્રાપ્ય છે. ગોપાળદાસ પટેલના શતાબ્દી પર્વમાં તેમની અપ્રાપ્ય કૃતિઓ ફરીથી છપાવવાની યોજના વિચારવામાં આવી છે. એ પુસ્તકની પ્રથમ આવૃત્તિના આવકારના “બે બોલ’ સ્વ. કલ્યાણજી વિ. મહેતાએ લખેલા તેને ટૂંકાવીને સાભાર અહીં ઉતાર્યા છે.] હમાની વિશ્વવિખ્યાત નવલકથાઓ શ્રી મસ્કેરિયસ -૧ યાને પ્રેમશૌયના રાહે! ૧૫૦.૦૦ શ્રી મસ્કેટિસ-૨ યાને વીસ વર્ષ બાદ! (પ્રેસમાં) થી મઢિયર્સ - ૩ યાને કામિની અને કાંચન (પ્રેસમાં) શ્રી મરિયસ - ૪ યાને પ્રેમ-પક થી માર્કેટિયર્સ - ૫ યાને દગા કિસીકા સગા નહિ! ૧૫૦.૦૦ કાઉન્ટ ઑફ મૉન્ટેક્રિસ્ટ” યાને આશા અને ધીરજ ગુજરાતમાં કેઈ ડૂમા નહિ પાકે? [બે બોલ] પ્રેમશૌર્યના રાહે માથાં મૂકીને વિચરનારા ફ્રાંસના રાજા ૧૩મા લૂઈના ત્રણ શૂરવીર તલવારિયાઓની જશગાથા તે “શ્રી મસ્કેટિયર્સ.” જગતના સાહિત્ય-સમ્રાટમાં અલેકઝાંડર ડૂમાનું નામ જાણીતું છે. એમણે ફ્રેન્ચ ભાષામાં લખેલી અદ્ભુત નવલકથાએ લાખો માણસોને આકર્ષી છે. ૧૫૦,૦૦ ૩૦,૦૦ Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી મસ્કેટિયસ અને અનેક ભાષાઓમાં તેમનાં રૂપાંતર થયાં છે. આ અને એવા બીજા નામી સાહિત્ય-સમ્રાટોનાં કેટલાંક પુસ્તકો અત્યાર પહેલાં ગુજરાતીમાં પણ ઊતર્યા છે પરંતુ બધાંની અથવા એમાંનાં મુખ્ય મુખ્યની પ્રસાદી સીલસીલાબંધ શિષ્ટ, સરળ અને શુદ્ધ ગુજરાતીમાં સુંદર છપાઈ અને ઉઠાવ સાથે આપવાનું બીડું તા પરિવાર પ્રકાશન સહકારી મંદિરે જ ઝડપ્યું છે. તે માટે એના સંસ્થાપક –ઉપપ્રમુખ સ્વ૦ મણિભાઈ વાઘજીભાઈ પટેલ, મંત્રી ભાઈ પુ॰ છે૦ પટેલ અને એનું ગુજરાતી રૂપાંતર કરનાર ભાઈશ્રી ગાપાળદાસ જીવાભાઈ પટેલને અભિનંદન ઘટે છે. થાપ્રવાઙ એવા સરસ વહે છે કે, જાણે આપણે કોઈ રૂપાંતર કે અનુવાદ નથી વાંચતા પણ મૌલિક કથા જ વાંચીએ છીએ, એમ લાગે છે. કોઈ ઠેકાણે કશા ખાડો ટેકરો નડતા નથી. ૫૦૦ કરતાં વધુ પાનામાં સમાવાયેલા આ સંક્ષેપ પણ એવી ખૂબીથી કરવામાં આવ્યા છે કે, કશી ત્રુટી અનુભવાતી નથી કે રસની ક્ષતિ પણ થતી નથી. આવી સરસ અને સુરેખ અનુવાદની હથેાટીને માટે ભાઈ ગેાપાળદાસ વિશેષ અભિનંદનના અધિકારી છે. આપણા દેશમાં સ્વામી-ભક્ત શૂરવીરા, શુદ્ધ પ્રેમના ઉપાસકો તથા શિર સાટે ક્ષાત્રવટ સાચવનારાઓની તેમ જ તેમનાં પરાક્રમા અને સ્વાર્પણના દૃષ્ટાંતાની અછત નથી અને તેમને બિરદાવનારા પણ નથી મળ્યા એમ નથી. પરંતુ તેમને વિશેષ ઝળકાવવા માટે કોઈ ડૂમા”ની કલમની અપેક્ષા તે રહે છે જ. "S “ થ્રી મસ્ક્રસ્ટિર્સ”માંના ત્રણ બરકંદાજે – પરાક્રમી તલવારિયા ઍથેાસ, પૉસ, ઑરેમીસ તથા ચેાથેા બરકંદાજ થવાની મહત્ત્વાકાંક્ષા ધરાવનાર (અને પાછળથી એ પાર પાડનાર) કૂર્માંસના ગ્રામપ્રદેશ ગાસ્કનીના દાતે ના, — આપણને તેમનાં અભૂતપૂર્વ પરાક્રમે, હૈયા-ઉકલત અને છાતીથી દંગ કરી નાખે છે. એ પુસ્તકમાં ફ઼ૉંસ, ઈંગ્લૅન્ડ તથા પાડોશી દેશાના સત્તરમી સીના રાજકારણની અને રાજમહેલની તથા સત્તાવાંછુઓની ખટપટોની હૂબહૂ છબી ઉપસાવવામાં આવી છે. 99 આ પુસ્તકના “બે બાલ લખવાનું મારું ગજું નથી, કારણ કે હું નથી નવલકથાકાર, નથી વિવેચક કે નથી તા નવલકથાઓને ખાસ રસિયા. છતાં ગાંધીયુગની લડતાના એક સૈનિક તરીકે મારે “ બે બેલ ” લખવા એવી ભાઈ પુ॰ છે॰ પટેલની ઇચ્છાને અવગણી નહિ શકવાથી જ છેવટે બે શબ્દ લખવાનું મેં સ્વીકાર્યું છે. 66 Page #31 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! આ પુસ્તકોનું હાર્દ છે પ્રેમ-શૌર્ય. એ શબ્દને આપણે ત્યાં ચલણી સિક્કાનું રૂપ આપ્યું આપણા વીર નર્મદે. ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી પ્રેમશૌર્ય અંકિત, તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને પ્રેમ-ભક્તિની રીત, ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત.” કવિઓને દષ્ટા પણ કહ્યા છે. નર્મદે ઉપરની પંક્તિઓ રચી તે પછી થોડા જ દાયકામાં ગુજરાતની સંતતિને, અરે ગુજરાતની જ નહિ, સારા ભારતની સંતતિને અને આગળ વધીને કહીએ તે દુનિયાના સંસ્કૃત મનાતા ખંડે તથા અંધારા પ્રદેશોની સંતતિને પણ પ્રેમ અને શૌર્યના અનેખા પાઠ અનોખી રીતે પઢાવનાર અને એ અનોખી રીત બતાવનાર ગાંધી ગુજરાતમાંથી જ પાકશે અને ભારતમાતાની શૃંખલા એ જ તેડાવશે, એવું કેણે કહ્યું હતું? પૈસા-ઘડુ”નું અળખામણું નામ પામેલા ગુજરાતમાંથી પણ ગાંધીજીના થોકબંધ બરકંદાજો જિલ્લે જિલ્લે પાકશે અને તેઓ આ કથાના પેલા બરકંદાજેની પેઠે યુદ્ધના આહવાનને ઝીલી લેશે કે માથે લીધેલી જવાબદારી અદા કરતાં મતના મોઢામાં પણ લેશમાત્ર થડકાટ વિના ઝુકાવી દેશે અને પિતાના સેનાપતિના અણસારા માત્રથી લાઠી કે ગોળીબાર, કારમાં જેલવાસનાં આમંત્રણ અને મિલકતોની ફનાગીરી રૂંવાડું પણ ફરકવા દીધા વિના સહર્ષ ઝીલી લેશે, એવું કોણે કપેલું? નાનાં નાનાં દૂધમલ બાળકો, અબળા મનાતી સલૂણી, વરણાગિયા યુવાને, રીઢા આધેડે, અને નિવૃત્તિ ઝંખતા વાનપ્રસ્થીઓની પણ વણઝારો બલિદાન માટે વણથંભી ચાલી નીકળશે, એવું ભવિષ્ય કયા નજમીએ ભાખેલું? ગુજરાતના બે નામચીન બહારવટિયા – વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈ, વિઠ્ઠલભાઈની હિંમત અને રાજકારણ-પટુતા; વલભભાઈને વજસંકલ્પ અને ગાંધીજી તથા દેશ પ્રતિની અનન્ય ભકિત અને આદર્શ માટે સર્વસ્વને ઉલાળિયો કરવાની વીર વૃત્તિ, જેને પરિણામે અશોકના કાળમાંયે ન હતું એવું એકત્રિત ભારત લોહીનું એક ટીપુંય પાડયા વિના અને ચપટી વગાડીએ એટલા સમયમાં સરજી દેવાયું! જગતભરના ઇતિહાસમાંથી આવી સિદ્ધિને જો કોઈ શોધી આપશે? વેંત ભય માટે માજયનાં ગળાં કાપવા તૈયાર થનાર અને હાઈકોર્ટ સુધી લડીને મમતમાં ખુવાર થનારા સમાજના કળણમાંથી બહાર નીકળી આવી, Page #32 -------------------------------------------------------------------------- ________________ થી માર્કેટિયર્સ હસતે મોંએ પોતાનું નાનકડું રાજપાટ ભારતમાતાને ચરણે ન્યોછાવર કરી દેનાર દરબાર દંપતી (ગોપાળદાસ અને ભક્તિબા); કાંતિના ભેખધારી નરસિહકાકા ને “ડુંગળીચોર’નું બિરુદ પામેલા મોહનલાલ પંડયા, ચાલવાનું રમત માનનારા, ધારાળાના ગેર રવિશંકર મહારાજ ગુજરાતના છોટા સરદાર, આજીવન લડવૈયા ડો. ચંદુભાઈ અને પુરાણી બંધુઓ; ખેડાના ગોકળદાસ બાપુ અને ફુલરાંદભાઈ શાહ, સૌરાષ્ટ્રના સમર્થો બલુભાઈ મહેતા, મણિલાલ કોઠારી અને અમૃતલાલ શેઠ, – સત્યાગ્રહ આશ્રમનાં રત્ન ઇમામ સાહેબ અને મગનલાલ ગાંધી; સમર્થ વિદ્વાન કાકા કાલેલકર અને વિનોબા ભાવે; મહાદેવભાઈ અને મશરૂવાલા; નરહરિભાઈ અને નારાયણ ખરે, નારણદાસ ગાંધી અને પ્યારેલાલ; મામા ફડકે અને છોટેવાલજી; સ્વામી આનંદ અને સૌમ્યમૂર્તિ સુરેન્દ્રજી; રમણિકભાઈ મોદી અને છગનલાલ જોષી; હઠયોગી ભણસાળી અને લક્ષ્મીદાસ આસર; – એ સિવાય સૌરાષ્ટ્રના રાષ્ટ્રીય શાયર, મેઘાણી અને દુલા કાગ; શિવજીભાઈ અને રાયચૂરા; ફૂલચંદભાઈ અને શિવાનંદજી; કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ અને ગિજુભાઈ બધેકા, હરભાઈ ત્રિવેદી અને મનુભાઈ પંચોળી; શામળદાસ ગાંધી અને રતુભાઈ અદાણી; ઢેબરભાઈ અને વજુભાઈ; રસિકભાઈ પરીખ અને જાદવજી મોદી; પાન અને કથાકાર રામનારાયણ પાઠક; કચ્છના પ્રેમજી પટેલ અને પ્રેમજી ઠક્કર અને અંતાણી; -સાબરકાંઠાના વયોવૃદ્ધ મથુરદાસ ગાંધી અને તેમને પરિવાર, – અમદાવાદનાં મજૂર મહાજનનાં અગ્રણીઓ અનસૂયાબહેન અને શંકરલાલ બેંકર; ગુલઝારીલાલ નંદા અને ખંડુભાઈ દેસાઈ; સેમિનાથ દવે ને શ્યામપ્રસાદ વસાવડા; અને મેહનભાઈ વ્યાસ; માવલંકર દાદા અને લાલા કાકા, હરિપ્રસાદ ડૉકટર અને હરિપ્રસાદ મહેતા, ઇન્દુલાલ યાજ્ઞિક અને નંદલાલ શાહ, ડૉ. મોતીભાઈ, મૂળદાસ વૈશ્ય; - વિદ્યાપીઠના આચાર્યો ગિડવાણીજી અને કૃપલાણીજી; રામનારાયણ પાઠક અને મગનભાઈ દેસાઈ; મુનિ જિનવિજયજી અને પંડિત બહેચરદાસજી; પડિત સુખલાલજી અને ગોકુળભાઈ ભટ્ટ; વિઠ્ઠલદાસ કોઠારી અને જેઠાલાલ ગાંધી; – વિદ્યાપીઠનું ધાવણ પામેલા રંગ અવધૂત અને મગળભાઈ મહેતા, ચુનીભાઈ મોટા અને ભક્ત કવિ સુંદરમ્; અમૃતલાલ નાણાવટી અને ચાંદ્રશંકર શુકલ; Page #33 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! – કવિ ઉમાશંકર જોષી અને ઝીણાભાઈ સ્નેહરશ્મિ; અછૂતે અને પદદલિતોના સેવક પરીક્ષિતભાઈ અને ડાહ્યાભાઈ નાયક, વીર-પુત્રીએ મણિબહેન પટેલ, સંસ્કારમૂર્તિ ઇન્દુમતી શેઠ અને પઠાણી મિજાજનાં મૃદુલા સારાભાઈ; વિવિધ ક્ષેત્રે નામ કાઢનારા ઠાકોરભાઈ દેસાઈ અને ગેરધનદાસ ચાખાવાલા, રામલાલ બક્ષી અને ગોપાળદાસ પટેલ; ચાંપાનેરિયા અને દિનકર મહેતા; કીમભાઈ વોરા, પ્રભુદાસ ધોળકિયા; – મર્દ માસ્તરો બલ્લુભાઈ ઠાકોર ને જીવણલાલ દિવાન; ઠાકોરભાઈ ઠાકોર અને દામુભાઈ શુકલ; તેજીવા ખારો અનલાલા અને રમણલાલ જાની; રામપ્રસાદ કોન્ટ્રાકટર અને ડાહ્યાભાઈ મહેતા; કે. ટી. અને કાશી પારેખ; સેવાદળના ઈનામદાર ને મનુભાઈ પટેલ, – પટેલ મગનભાઈ ૨૦ અને મગનભાઈ ભી), વીર વણિકો શોધન અને વાડીલાલ મહેતા; વક્રોક્તિવિશારદ જયંતી દલાલ અને “ચેઈનોકર'; ભવાનીશંકર મહેતા અને છોટાભાઈ ડૉકટર; મેયર મણિભાઈ ચતુરભાઈ; –‘નવજીવન’ના જીવણજી દેસાઈ અને ધીરુભાઈ નાયક, ધોળકા- . ધંધુકાના સેવક ડાહ્યાભાઈ પટેલ, માણેકલાલ શાહ અને આણંદજીવાળા; આશ્રમના કુરેશી અને માણેકલાલ વખારિયા રાધનપુરી; – પાલનપુરના ડાહ્યાભાઈ મહેતા અને જે જી; મહેસાણાના વિજયકુમાર ત્રિવેદી ને રામચંદ્ર અમીન, સાંકળચંદ અને પુરુષોત્તમ પટેલ; મેહનભાઈ અને માનસિંહ પૃથ્વીરાજ; આણંદના ભાઈકાકા અને ભીખાભાઈ; ઈશ્વરભાઈ પટેલ અને રાવજીભાઈ અખાડિયન; - પંચમહાલના વીર વામનરાવ; ડૉકટર માણેકલાલ અને માણેકલાલ ગાંધી; ભીલોના ઉદ્ધારક ઠક્કરબાપા; શ્રીકાંતભાઈ, સુખદેવ ત્રિવેદી; વડોદરાના બુઝર્ગ યુવાન અબ્બાસ સાહેબ અને ડૉ. સુમંત મહેતા; સૂતરિયા; નીકતે અને ચૂનીભાઈ શાહ, મુનશી અને લલિત દિવાનજી; મગનભાઈ પટેલ અને ચિમનભાઈ અમીન; – ભરૂચના હરિભાઈ અમીન અને દિનકરરાવ દેસાઈ; મોતીલાલ વીણ અને શિવશંકરભાઈ; ચંદ્રશંકર ભટ્ટ અને લજપતરાય; છોટુભાઈ પટેલ, અંબાશંકર અને વિનોદચંદ્ર શાહ, – ચરોતરના ડૉ. ભાસ્કરભાઈ પટેલ અને રાવજભાઈ નાથાભાઈ; શિવાભાઈ આશાભાઈ અને શિવાભાઈ ગ0; દેસાઈભાઈ પટેલ અને બબલભાઈ મહેતા, માધવલાલ શાહ અને બાબુભાઈ પટેલ; રાસના આશા Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી મકેટિયર્સ ભાઈ પટેલ અને શરા શામળભાઈ બદવારના અંબાલાલ પટેલ અને બોરસદના ભેગીલાલ ચેકસી ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સાથી રાવરા ભાઈ મણિભાઈ, કપડવણજના હરિલાલ દેસાઈ અને શંકરલાલ શાહ – કોણ એકતાના પ્રતીક સમા શહીદ વસંત અને રજબા; ગુસ કૉલેજના ખમીરવંતા વિનોદ કિનારીવાલા અને અડાસમાં બનીઓ બેબી ઝીણનાર કૉલેજિયને કળાગુરુ રવિશંકર રાવળ અને બચુભાઈ; ; - સુરત જિલ્લાના દલુ અને કલુ, કુંવરજીભાઈ અને પરાગજીભાઈ ખુશાલભાઈ અને કેશવભાઈ; ભડવીર મોરાર પટેલ અને મકનજી સેવા; સિકરના ડાહ્યાભાઈ અને કલ્યાણજી વહાવજી; જુગતરામભાઈ અને ચુનીભાઈ મહેતાચિમનભાઈ ભટ્ટ અને ગોરધનબાબા તથા મકવાણા સાંકળીના વલ્લભભાઈ અને હવાઈની તળપદી. ડી . . . . . . – બારડેલી વડના કપિલરામ વ્યાસ અને રમણીકલાલ વ્યાસ, વરાડના ટેકીલા છીતાદાદા અને એક કાળે સરકારના થાંભલા મનાતા પણ નાકરના અગ્રણી બની વન વન ભટકેલા નારણજી કુંવરજી; પૂણીના ભીમભાઈ, રૂભાઈ અને વિનોદી છગનભાઇની ત્રિપુટી; એ બધુની લેડી ઓલપાડના પ્રમોદભાઈ અને હિતુભાઈ, કતારગામના લલુભાઈ અને ભીખુભાઈ પાટીદાર આશ્રમની કાંઠાની પાણીદાર પ્રભુ રિપુટી (પી. એસ, પી. સી. અને પી. એમ.); ઝીણાભાઈ સે અને છગન પટેલ; કરારના અડીખમ પાંગા પટેલ અને કાંઠાના નવાહિયા ગેસાઈભાઈ, સિસોદરાના કેશવરામ ત્રિવેદી અને મણિભાઈ પટેલ; હિજરત વખતે જેનું ઘર છાવણ બનેલું તે ગુણભાઈ ઝવેરી અને કાશીભાઈ પટેલ; ચાંદેરીકર અને તામણુકરની મહારાષ્ટ્રિયન જેડી; લાલભાઈ નાયક અને લલુભાઈ મ૦ પટેલ, છોટુભાઈ વકીલ અને ડો. ખડભાઈ વસંત દેસાઈ અને રામભાઇ પટેલવલસાડના બરજોરજી વિકા અને નાથુભાઈ દેસાઈ; વકીલ મનુભાઈ અને ગોપાળજીભાઈ; દાક્તરે મદનછ અને જેટલી; નાગરદાસ ગોળવાળા અને નિભાઈ ગાવિદજી; પારીના ડૉ. ઉત્તમલાલ મહેતા અને દીવાવાલા; મહાદેવથી મોટા છોટુભાઈ દેસાઈ અને સુશીલચંદ્ર જોષી, અંબાલાલ અને ડાહ્યાભાઈ પટેલ, માંડવી મહુવાના પ્રમશંકર ભટ્ટ અને નવનીત શુકલ; વ્યારાના પંડિત ગોવિંદરા અને કાલિદાસ ભકત, - ચીખલીના છોટુભાઈ દેસાઈ અને બાલુભાઈ, ધીરુભાઈ મણિભાઈ અને મણિભાઈ ભગવાનજી; નૂરમિયાં અને વસનભાઈ; વાંઝણાના દુર્લભભાઈ અને ભૂવાભાઈ, ડૉ. ગુલાબભાઈ અને ધીરુભાઈ દેસાઈ; સુરતના ડૉ. ધિરા Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! અને ચિનાઈ, નરમાવાળા અને કાળાબાવા; મારફતિયા અને લોખંડવાલા; ત્રિમૂર્તિ ઈશ્વરલાલ વીમાવાલા અને વેરાગીવાલા, ખાંડવાલા અને સરૈયા; જરીવાલા અને તમાકુવાળા તથા અનાવિલ આશ્રમના દલપતભાઈ દેસાઈ અને પાટીદાર આશ્રમના ભાઇલાલભાઇ – નરોત્તમભાઇ અને એ સૌના શિરમોર કાનજીભાઈ અને મોરારજીભાઈ; રઘનાથજી નાયક ઉત્તમચંદ શાહ, સન્મુખલાલ શાહ, ભજનિક ઉમેદરામ; – મુંબઈના ગુજરાતી સમાજના અગ્રણીઓ ધારાશાસ્ત્રી ભુલાભાઈ દેસાઈ અને કનૈયાલાલ મુનશી; નગીનદાસ માસ્તર અને મંગળદાસ પકવાસા; અભ્યાસીઓ અશોક મહેતા અને યુસુફ મહેરઅલી; સેવકો ભાનુભાઈ અને ગણપતિશંકર; ભવાનભાઈ અને ડૉ. જીવરાજભાઈ મહેતા; જેલવાસીઓના યજમાન જે. પી. ત્રિવેદી સાહેબ અને પર્ણકુટિવાળાં પ્રેમલીલાબહેન ઠાકરશી; સૌજન્યમૂર્તિ વૈકુંઠભાઈ મહેતા અને સંસ્કારી ગગનવિહારી મહેતા; કે. કે. શાહ અને ડૉકટર ગિલ્ડર, કાકુભાઈ અને જેરાજાણી; એઝા ને કાપડિયા; રતિભાઈ અને દિલખુશભાઈ; - પારસી અગ્રણીઓ નરીમાન અને બરજોરજી ભરૂચા; સોલી બાટલીવાલા અને બહેરામ મહેતા; મુસ્લીમ રાષ્ટ્રવાદીઓ ઝાબીરઅલી અને આબીદઅલી; સ્ત્રીરત્નો હંસાબહેન અને જયશ્રીબહેન; પેરીનાબહેન અને નરગીસબહેન: લીલાવતીબહેન અને કપિલાબહેન, મણિબહેન નાણાવટી અને મણિબહેન દેસાઈ – તે જ રીતે ગુજરાતની સ્ત્રીશક્તિમાંથી પણ કસ્તુરબાને પગલે મીઠુંબહેન પીટીટ અને સરલાબહેન સારાભાઈ, જયોત્સનાબહેન અને વસુમતીબહેન; હિણી અને હમીદા; વડોદરાનાં કુસુમબહેન અને ભરૂચનાં હેમલતા; ખેડાનાં ડાહીબહેન અને પુષ્પાબહેન; અમદાવાદનાં નાંદુબહેન કાનૂગા અને પુષ્પાબહેન મહેતા, વિજયાબહેન દેસાઈ અને ગંગાબહેન ઝવેરી; આશ્રમનાં દુર્ગાબહેન અને મણિબહેન પરીખ; રમાબહેન જોષી અને ગંગાબહેન વૈદ્ય, સુરતના પાટીદાર આશ્રમમાંથી ચીંથરાંભેર નાનાં બાળકો સાથે બહાર કાઢેલાં ગંગા પટલણ અને સુરતના સિંહ દયાળજીભાઈનાં માતુશ્રી અનાવિલ આશ્રમવાળા ગંગાબહેન દેસાઈ; – આ બધાં અને એવાં બીજાં અનેકાનેક ગાંધીજીના બરકંદાજે ફાલ (જેવો તે નહિ અને નાનો સૂનો પણ નહિ) : એમાંના કેટલાંયના જીવન તે સમૂળી કાંતિથી પલટાયાં. આ સૌનાં દેશપ્રેમ, શૌર્ય અને દિલેરીને ગૂંથી દેનાર કોઈ ડુમા ગુજરાતમાં નહિ નીકળે? Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી મસ્કેચિસ ૧૧ આ પુસ્તકના વાચન પછી અને ફ઼્રાંસ તથા ઈંગ્લૅન્ડની વીસ વર્ષ પછીની સ્થિતિની તુલના સાથે આપણા દેશની આઝાદીના સમયની અને તે પછીનાં ૧૮ વર્ષો પછીની આપણી સ્થિતિની તુલના કરનાર આ પુસ્તકના અનુવાદકની હ્રદયબળતરા સમજી શકશે. i પ્રકાશકના નિવેદનમાં ભાઈ મણિભાઈએ લખ્યું છે કે, “ આ નવલકથા છપાઈને બહાર પડશે ત્યારે શી સ્થિતિ હશે કે થશે, તેની કલ્પના ન કરી શકાય એવા દુ:ખદ પલટા આપણા દેશનાં બધાં ક્ષેત્રમાં આવવા લાગ્યા છે. અને મારા જીવનની આથમતી સંધ્યાએ, આ લખતી વેળા મારું મન શંકાગ્રસ્ત થઈ જાય છે. ” આ શબ્દો કેટલા સાચા પડથા! ગાંધીજીનેા માટામાં મોટો વારસ ને જગન્માન્ય જવાહર પંચત્વ પામ્યો અને તેનાં અસ્થિકુવા આજે ભારતનાં ખેતીમાં એકાકાર થયાં. વળી આ પુસ્તકનું પ્રકાશન જેવા એના પ્રકાશક ભાઈ મણિભાઈ પણ ન રહ્યા, એ કુદરતને કેવા સંકેત | વર્ષો પહેલાં મેં લખેલી અને ગામ અનેક કંઠે ચઢી ગયેલી “ દીવાવા દુર્ગની ફાટે”માંની – 66 હજારો રોગની જ્વાળા દવાના બુંદના વિના બુઝાશે શાંતિ સિંચાથે તમારી આત્મશ્રદ્ધા તો.” અસહકાર યુગમાં શહેરે શહેર અને ગામે આ પક્તિના શ્રદ્ધા-ગાન સાથે આપણે સ્વ૦ મણિભાઈના શબ્દોથી સમાપ્તિ કરીશું : “ભારત ભૂમિ કદી વિભૂતિ-વિહોણી રહી નથી, અને રહેવાની નથી” કલ્યાણજી ત્રિ મહેતા કસ્તુરબા સેવાશ્રમ, મરોલી, જવાહર અસ્થિ વિસર્જન દિન, તા. ૮-૬-૧૯૬૪ Page #37 -------------------------------------------------------------------------- ________________ ગુના અને સજા [ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ') લે ક્વોડર ડસ્ટયેસ્કી સંપા૰ ગેાપાળદાસ પટેલ ઉપાદ્લાત: નિરંજન વામનરાવ ધોળકિયા ૦ ૧૨-૦૦ ઉપેાાત જવા ગામ સંબંધને વીધે અને ા પક્ષપાત હોવાથી આ અમર કૃતિના વિદ્વાન સંપાદક મુરબ્બીશ્રી. પાલદાસ પટેલે તેના ઉપાત તરીકે, આવકારના બે બાલ લખી આપવા મને આશા કરી અને ભાઈશ્રી પુરુ છેવ પટેલે પ્રેમથી દબાણ કર્યું તેથી હું જરા મૂંઝવણમાં મુકાઈ ગયો. સાહિત્યક્ષેત્રે મારા કોઈ દાવા હતા નહિ અને છે નહિ. ફક્ત થે!ડોણા સાહિત્યના પ્રેમી અને ભાક્તા હું છું એટલું જ. પરંતુ મારી મૂંઝવણ- બાજુએ રાખી તેમની પ્રેમાળ આજ્ઞાને વશ થઈ, વિશ્વ-સાહિત્યમાં અમર થયેલી આ રશિયન કથા ગુજરાતીમાં સુંદર સ્વરૂપે ઊતરતી જેઈને તેને સહર્ષ આવકાર આપવા પૂરતા આ બે બાલ ઉપેન્દ્વાન તરીકે લખવાની ધૃષ્ટતા, મારી મર્યાદાઓ સમજતો હોવા છતાં, મૈં કરી છે, તેની શરૂઆતમાં જ હું સ્પષ્ટતા કરી લઉં છું. જગત-સાહિત્યમાં કેટલીક કૃતિઓ તેમનું સ્થાન ચિરકાળ સુધી પ્રાપ્ત કરી લે છે. આધુનિક જગત-સાહિત્યની આવી કૃતિમાં ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ” એ નવલકથાએ તેનું અનેખું અને આગવું સ્થાન મેળવી લીધેલું છે, તેવા સર્વમાન્ય અભિપ્રાય છે. લગભગ દરેક ભાષામાં આ મહાનવલના અનુવાદ થયેલા છે. આધુનિક જગત-સાહિત્યમાં ફ્રાંસ અને રશિયાએ મહાન અને સમર્થ સાહિત્યસ્વામી આપ્યા છે. અને તે પૈકીના એક તે ફોડર ડસ્ટÈસ્કી. તેમના જન્મ મૉસ્કોની એક સામાન્ય હોસ્પિટલમાં થયેલા. તેમના પિતા એક ડાક્ટર હતા. ૧૩ Page #38 -------------------------------------------------------------------------- ________________ ગુને અને સજા ૧૭ ર૩ વર્ષની વયે ડસ્ટપેકીએ પહેલવહેલી “પુઅર ફોક” નામની નવલકથા લખી. ત્યાર પછી જે સર્જને થયો તેમાં “કાઈમ ઍન્ડ પનિશપેન્ટ”ને શિરમોર તરીકે થેક્કસ ગણાવી શકાય. તેમનું જીવન અનેક વિટંબણાઓ અને મુશ્કેલીઓમાંથી પસાર થયેલું. ઓસ્કમાં પણ તેમણે ૧૮૪૯ થી ૧૮૫૪ સુધી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સારુ કારાવાસ ભોગવેલ. સને ૧૮૮૧માં તેમનું અવસાન થયું ત્યાં સુધી આર્થિક મુશ્કેલીઓ ઘેરાયેલી જ રહેલી. આવી વિષમ પરિસ્થિતિમાંથી આ મહાન સાહિત્યસ્વામીએ જગતને અદ્ભુત સાહિત્ય પીરસ્યું છે. કાઈમ એન્ડ પનિશમેન્ટનાં જે બે પાત્રો વાચકના ચિત્ત-નેત્રામાં હંમેશને માટે અંકાઈ રહે છે, તે કથાનાયક રાસ્કેનિકોવ અને સોનિયા. કથાનાયક ખૂન કરી બેસે છે. પરંતુ પકડાતો નથી. પોતાના ગુના સારુ બચાવે શોધે છે. પોતાના ગુના સારુ સબળ કારણ છે, એવી દલીલ કરે છે. બુદ્ધિને વ્યભિચાર આદરે છે. ઈશ્વરમાં તેને અશ્રદ્ધા છે. ગરીબાઈને લીધે સમાજ પ્રત્યે એક પ્રકારને દ્વેષ છે. પરંતુ વાસ્તવિકતાએ એ નબળે, ગભરૂ છે. જીવન સંગ્રામમાં પડવાને તૈયાર નથી. પોતાના અપકૃત્યો અને પોતાની નિષ્ફળતાઓ સારુ બીજાને દોષિત ગણવાની મનવૃત્તિ સેવ્યા કરે છે. આ નિર્માલ્યતાનું કારણ શું છે? એ પ્રશ્ન આ નવલમાં ઊભે થાય છે. એને જવાબ તેની અંદર જ સમાયેલો છે. કથાનાયક સ્વાથી છે. ચારિત્ર્યનું બળ એની પાસે નથી. નીતિને અભાવ એને સમર્થ બનાવી શકતું નથી. કાંઈ પણ સિદ્ધાંત ઉપર એનું જીવન ઘડાયું નથી. આવા પુરુષને બળવાન બનાવી શકાય? ખમીરવંત બનાવી શકાય? જીવનસંઘર્ષમાં ઊભે રહે એ બનાવી શકાય? આ એક જ કોયડો છે. અનેક સંસ્કૃતિઓમાં આ પ્રશ્ન ઊભો થા છે. રશિયાના યુવાન વર્ગની તે સમયની માનસિક પરિસ્થિતિનું આ પાટા દ્યોતક છે. આ મુકેલ કોયડાને ઉકેલ આ મહાન સાહિત્યસ્વામીએ આપ્યો છે. અને તે અત્યંત કુશળતાથી, અપાર કરુણાથી અને માનવ ચિત્તના અંતસ્તવમાં હબકી મારીને. • એક સીધી સાદી ભોળી અને ધર્મભીરુ સ્ત્રીને પ્રેમ આ ચમત્કાર સંજે છે – આ ભાગી ગયેલા પુરુષને હૃદયપલટો કરે છે, જેથી તે પોતાનાં અપકોનું ફળ સ્વેચ્છાથી ભોગવવા તૈયાર થઈ જાય છે; સત્ય અને નીતિને - ૨ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૮. ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! મર્મ સમજે છે; અને પંપણું છોડી દે છે. સાનિયાને અખૂટ પ્રેમ, કરુણા, નમ્રતા અને ઈશ્વર ઉપરની અપાર શ્રદ્ધા આ પલટો કરે છે. એક માનવનું અદૂભુત પરિવર્તન પ્રેમ અને કરુણા જ કરી શકે, તે સંદેશ આ મહાનવલ મૂકી જાય છે. ક્રિશ્ચિયાનિટિનો ઝોક પ્રેમ અને કરુણા ઉપર વિશેષ છે. મહાત્મા ઈશુ એટલે પ્રેમ અને કરુણાની મૂતિ. મનુષ્યના આ બે પ્રબળ ભાવને વિજય થાય છે. કથાનાયક પોતાના ગુનાની સજા – પરિણામ ભોગવવા હસતે મેએ તૈયાર થાય છે. પોતાના ગુનાને તે એકરાર કરે છે, અને સજા ભોગવવા સાઈબિરીયા જાય છે. આની પાછળ સેનિયાને પ્રેમ, કરુણા અને નીતિને વિજય ડોકિયાં કરી રહ્યો છે. અંતે સત્યને વિજય છે, તે આ કથાની ફલશ્રુતિ છે. એક બીજ મહાન સાહિત્ય સ્વામી ટોસ્ટૉયે બરિઝરેકશન” નવલની ભેટ આપી. અને લેખકોએ હૃદયપલટાનું વસ્તુ લઈને મહાનવલ આપી છે. બનેલી શૈલી જુદી, વ્યક્તિત્વ જુદાં. ટૉલ્સ્ટોયનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી અને તેમનું સ્થાન ઊંચું તે વાત ચોક્કસ. પરંતુ વેધકતા અને સચોટ દર્શનમાં ડસ્ટરોસ્કીએ પોતાની નિજી અને આગવી પ્રતિભા દર્શાવી છે. પરંતુ માનવ તરીકે બનેને માનવ જીવનમાં અપાર શ્રદ્ધા હતી, માનવોના કલ્યાણ સારુ અપૂર્વ ઝંખના હતી, પીડિત જનતા ઊંચી કેમ નથી આવતી તેને પરિતાપ તેમને બંનેને હરહંમેશ સતાવતો. બંનેએ પોતાનો સંદેશ અનેખી રીતે આ છે; પરંતુ તેમનું ધ્યેય તે માનવ કલ્યાણ જ રહ્યું છે. અને આ રીતે એ બને સાહિત્ય-સ્વામીની મંઝિલ એક જ છે. આ મહાનવલે સાહિત્યની અપ્રતીમ સેવા કરી છે અને તે એક સીમાચિહનરૂપ બની ગઈ છે. કાળનો બાધ તેને નડતો નથી. પૃથ્વી ઉપર માનવ જીવન પાંગરે છે ત્યાં સુધી આવી કૃતિઓ ચિરંજીવ રહેવા સરજાયેલી છે. આ મહા નવલકથાના નિચોડરૂપે નીચેનાં અવતરણો હું ટાંકું છું. સોનિયાને પગે પડીને કથાનાયક કહે છે, “I do not bow to you, personally but to suffering humanity in your person." (- હું તને પગે નથી લાગતો, પરંતુ દુ:ખદર્દમાં કચરાતી માનવતાને તારી મારફત પગે લાગું છું.) સમગ્ર પીડિત માનવજાત પ્રત્યેની અખૂટ કરુણા અને તેના ઉત્કર્ષ માટેની તીવ્ર અભિલાષા, એ આ સાહિત્યસ્વામીને જીવનમંત્ર છે : આ અવતરણમાંથી તે શબ્દ શબ્દ ટપકે છે. સંસારનું કેન્દ્ર માનવ છે એમ એ Page #40 -------------------------------------------------------------------------- ________________ ગુને અને સજા ખચીત માને છે, અને તેમાંથી વિચલિત થવા માગતો નથી. બીજ પ્રસંગે સોનિયા કથાનાયકને ટપારે છે અને એક આધ્યાત્મિક ભૂમિકા ઉપરથી એક વાય તેને મુખે કથાસ્વામી બોલાવે છે – બસ આ ક્ષણે જ તમે બહાર ચકલામાં જઈ, ઘૂંટણિયે પડી, જે ધરતીને તમારાં પગલાંથી અપવિત્ર કરી છે, તે ધરતીને ચુંબન કરો, અને પછી આખા જગતને નમસ્કાર કરો, અને સૌ માણસોને પિકાર કરીને કહે કે, “હું ખૂની છું; પછી પરમાત્મા તમને નવું જીવન પાછું બક્ષશે. તે તમે જાઓ છો?” ચારિત્રયની પ્રચંડ તાકાત આ વાક્યમાં છે. પરિણામ ભોગવવાની પરિપૂર્ણ તૈયારી છે. તે આગળ કહે છે, “તમે આ ગુનાની સજા વહોરી પ્રાયશ્ચિત્ત કરશે : એ જ તમારે માટે એકમાત્ર હિતકર માર્ગ છે.” ચારિત્ર્યના બળ વગર માનવજીવન નિરર્થક છે, પંગુ છે; અને તે જ આખરે તે આ જીવનસંગ્રામમાં અને સંસારયાત્રામાં સાચો સાથ દે છે, તે સ્પષ્ટ સંદેશે આ મહાન સાહિત્યસ્વામી મૂકી જાય છે. મુ૦ શ્રી ગોપાળદાસ પટેલે પોતાની જૈફ ઉમરે વિશ્વસાહિત્યમાંથી વીણેલી કેટલીક ઉત્તમોત્તમ કૃતિઓ ગુજરાતીમાં સુંદર રીતે ઉતારીને ગુજરાતમાં વિશ્વસાહિત્યને ધધ વહેવડાવી ખરેખર એક આવશ્યક ઉપયોગી સેવા બજાવી છે. જગતના મહાન સાહિત્ય-સમ્રાટોની કૃતિઓને આ રીતે સામાન્ય ગુજરાતી વાચક માટે સુલભ કરી આપવા માટે તેમને અને પ્રકાશન સંસ્થાને જેટલો આભાર આપણે માનીએ તેટલો ઓછો છે. - આ ઉપદૂધાત લખવાને નિમિત્તે ડસ્ટસ્કીની આ ઉમદા – ચિરંજીવ કથાનું ચિંતન-મનન કરવાની જે અમૂલ્ય તક શ્રી. પુ છો૦ પટેલે પૂરી પાડી, તે માટે તેમને તથા પ્રકાશન સંસ્થાને આભાર માનું છું; તથા આવી ઉમદા કૃતિ સરળ રોચક અને સુઘડ રીતે ગુજરાતીમાં ઉતારનાર તેના વિદ્વાન સંપાદક મુ૦ શ્રી. ગોપાળદાસ પટેલને અભિનંદન આપું છું. અને આ અમર કથા સજીને આપણને કાયમના કણી બનાવનાર મૂળ લેખક ડસ્ટ સ્કીને અદબ-પૂર્વક મારા પ્રણામ પાઠવીને મારી આ અંજલિ પૂરી કરું છું. આવી સુંદર કૃતિઓ મુત્ર શ્રી. ગોપાળદાસ પટેલની કલમે ગુજરાતી વાચકને વધુ ને વધુ મળે! તા. ૧૦-૩-૭૫ નિરંજન વામનરાવ ધોળકિયા Page #41 -------------------------------------------------------------------------- ________________ રિઝરેકશન હૃદયપલટી યાને પુનરુત્થાન લે. ટૉલ્સ્ટૉય સંપાગેપાળદાસ પટેલ પ્રસ્તાવનાઃ મગનભાઈ દેસાઈ કિ. ૨૫-૦૦ પાપ અને પ્રાયશ્ચિત્ત ટોલ્સ્ટોયની આ નવલકથા ૧૯૨૩-૨૪માં પહેલી મારા વાંચવામાં આવી. ત્યારની એની મારા પર થયેલી અસર આજે આ તેને સારાનુવાદ (કે, ખરું જોતા, તેને સારરૂપ ગુજરાતી અનુલેખ કહે ઘટે. કેમ કે તે અનુવાદ કે ભાષાંતર નથી) વાંચતાં તાજી થઈ. પોતાના લખાણથી ધારી અસર ન કરે તે તે ટૉસ્ટૉય નહીં: તેમાંય આ તેની ચોપડી તો, એક દૃષ્ટિએ જોતાં, તેની કૃતિ અને શૈલીને ઉત્તમ નમૂનો છે. કથાવાર્તા લખવાનું સાહિત્યિક કામ ટૉલ્સ્ટૉયની ૫૦ ઉમર સુધીના પૂર્વજીવનમાં બહુધા પૂરું થયું હતું. તે પછી તેણે યુરોપીય સુધારાની સ્થિતિને અભ્યાસ કરી, ધર્મ, સમાજ, અર્થશાસ્ત્ર, નીતિ, કળા, યુદ્ધ વગેરે ગંભીર વિષયો પર ચિંતનાત્મક પ્રબંધો અને નિબંધો લખ્યા. આ કથા તેમાં એ રીતે અપવાદ છે કે તે તેનાં છેલ્લાં વરસમાં લખાઈ છે. તો તેથી એમેય થયું છે કે, લેખકને જીવનમાં લાધેલા અનુભવો અને અર્વાચીન યુરોપીય ને ખ્રિસ્તી જગતના પોતાના ઊંડા આજીવન નિરીક્ષણ અને અભ્યાસને નિચોડ તેના આ કથાનકમાં સહેજે ઊતર્યો છે. એમ ટૉલ્સ્ટૉયના ચિંતનાત્મક નિબંધોનું વસ્તુમાત્ર– કહો કે, તેના દીર્ઘજીવનને અનુભવસાર, તેની આ કથામાં યથાસ્થાને યથાપ્રમાણ સહેજે ઊતય – આલેખાયાં છે; અને છતાં, તેની કળાની ખૂબી છે કે, કથા તે અર્થે લખાઈ છે તેમ નથી લાગતું. પરંતુ જીવનમાં જે બધું લૂંટાઈ ઘંટાઈને આત્મસાત્ બની રહેલું, તે આ સમર્થ કથાકારની પ્રતિભામાંથી એક જોશીલી કથા રૂપે એમાં પ્રગટ થયું છે. અને તે કથાનું રસબીજ પણ એવું જ પ્રબળ અને માનવજીવન વિશે મૌલિક મૂલ્યવાન છે. માણસ તેના કર્મથી ચડે છે કે પડે છે. તેમાં પડવાને Page #42 -------------------------------------------------------------------------- ________________ હૃદયપલટો ૧ અસુરમાર્ગ તા જાણીતા છે; ચડવાના રાજમાર્ગ સર્વ ધર્મો, સર્વ પેગંબરોએ તત્ત્વત: એકસરખા જ બતાવ્યો છે : ભૂલ થાય – પાપ થાય, તે તા કાળા માથાના માનવીથી બને; ચાહે ને તે ગમે તે હોય. પરંતુ તે સુધારવી, પશ્ચાત્તાપપુર્વક પાપનું પ્રાયશ્ચિત્ત કરવું, તો એ તેને તેમાંથી ઉગારશે, ઉન્નત કરશે. આ પુસ્તકના કથાનકનું બીજ આ છે – પોતાના કર્મની પૂરી જવાબદારી પોતે ઉઠાવવી જોઈએ, તેના માઠા ફળથી સામું જણ બચવું જોઈએ. આ જ પરમ ધર્મ અહિંસા પણ કહે છે ને? આમ તેના નાયક નેપ્ચ્યૂદાવ એક પ્રસંગે આ પુસ્તકમાં આ બીજ કહે છે : ... .. પણ, પણ સૌથી અગત્યનું કાટુશા પ્રત્યે આચરેલા પોતાના પાપકર્મનું પ્રાયશ્ચિત્ત શી રીતે કરાય? પોતે તેને એક વખત સાચા દિલથી પ્રેમ કર્યો હતા; તા પછી કુંવારી અવસ્થામાં તેને ભ્રષ્ટ કર્યા બાદ, તેના હાથમાં કેવળ સે રૂબલ પકડાવી દેવાથી શી રીતે તેના પ્રત્યેની જવાબદારીમાંથી મુક્ત થઈ શકાય ?” (પૃ૦ ૯૦) અને એ પાપનું ઋણ ચૂકવવા તે આખું જીવન વાવી નાખે છે. એક રીતે શ્વેતાં, આ વસ્તુ ટૉલ્સ્ટĂયની પોતાની જીવનયાત્રાની સ્વકથા જેવી જ છે. તેથી કથાવસ્તુ એટલી નેશદાર અને સત્યનિષ્ઠ શૈલીમાં ગૂંથાયું છે કે, તેમાં કષિય ખાસ ખટકો નથી લાગતા, હા, છેવટના કથાભાગ ઝટ પૂરો થાય છે, પૂર્વભાગ જેવી કલાત્મક પ્રવાહિતા, વચ્ચે જ જાણે સરસ્વતી નદી પેઠે, ઉતાવળની રેતીમાં, અંદર ઊતરી જાય છે. (અને એ વસ્તુની ટીકા વિવેચકોએ કરી છે. ટૉલ્સ્ટૉયની કથા-કલા જેવી પૂર્વની ‘એના કેરેનિના ’ જેવી કથામાં દીપે છે, તેવી આમાં નથી દીપતી, એમ તેઓએ કહ્યું છે.) પરંતુ, તેથી કરીને, આ કથા એના વાચકના હૃદય પર જે પ્રભાવ પાડે છે, એમાં શિત નથી આવતી અને કલા-કૃતિની ફલશ્રુતિ જો આવી મર્મસ્પર્શી ધારી વેધકતા કે સચાટતા હોય, તો તેમાં આ કથા ઓછી ન ઊતરે, બલ્કે, તેના લાઘવને લઈને તે વધારે તેજીલી બને છે. છેલ્લે નેબ્લ્યૂદેવને નવું જીવન લાધે છે; તે શું અને કેવું, એ આ કથામાં નથી આવ્યું. અને એ જ એમાં ઉતાવળ લાગે છે. પરંતુ કદાચ એનું વિવરણ ભાગ્યે લાંબું કે પતિત-ઉદ્ધારણ જેવું રસમય બને. છતાં ટૉલ્સ્ટૉય જેવા સમર્થ કલાકાર વિષે એવું તો કેમ જ કહેવાય? તેણે જો આ કથામાં તેમ કર્યું હોત, તો કથા-કલામાં એક અદ્રિતીય દૃષ્ટાન્ત એ બનત. પરંતુ Page #43 -------------------------------------------------------------------------- ________________ n ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારી! જેવી છે તેવી પણ આ કથા સાંસરી દિલમાં પહેોંચે છે. અને તેથી જ ટૉલ્સ્ટૉયના ચરિતકાર માઁડ સાચું કહે છે કે, "It will not tell its story; for it is a book not to read about, but to read. It is probably as strenuously moral a novel as was ever written.... "It is not a book primarily written to please, but one which deliberately aims at infecting the reader with the author's sympathies and antipathies. . . . but because they ooze out naturally the work retains its full artistic quality in spite of its didactic intent. - “Of necessity the book ends where its hero, — after seeking the evils of army service, of court life, society, the church and the law, - reads the Sermon on the Monnt, notes its injunction not to resist him that is evil and begins a new life.. t ‘Resurrection' is truly a wonderful book, extraordinarily truthful....” “હું એની વાર્તા અહીં કહી જવા માગતો નથી; કારણ કે, એ પુસ્તક એવું નથી કે જેને વિરો વાંચવું જોઈએ; પણ એ પુસ્તક એવું છે, જેને વાંચવું જોઈએ. કદાચ એ પુસ્તક કદી પણ લખાઈ ન હોય એવી જુસ્સાદાર નૈતિક નવલક્થા છે.... ... 66 * એ પુસ્તક કેવળ મનોરંજન માટે નથી લખાયું; પરંતુ એ પુસ્તક તા લેખકની સહાનુભૂતિ અને નફરતાના ચેપ વાચકને લગાડવાના સીધા હેતુથી લખાયેલું છે ... છતાં એ બધું સ્વાભાવિક ક્રમે નીતરી આવતું હોવાથી, એનો બેાધાત્મક હેતુ છતાં, એનો કલાત્મક ગુણ કાયમ રહે છે. “ વાર્તાનો નાયક લશ્કી નોકરીનાં, રાજદરબારી જીવનનાં, સમાજનાં ધર્મતંત્રનાં અને કાયદાનાં અનિષ્ટોનું દર્શન કરી લીધા બાદ, બાઈબલમાંથી ગિરિપ્રવચનવાળા ભાગ વાંચે છે, અને તેમાં આવતા પાપી પ્રત્યે પણ ક્ષમાભાવ દાખવવાના આદેશની નોંધ લે છે અને પોતે નવજીવન શરૂ કરે છે.... · · રિઝરેકશન પુસ્તક એ ખરેખર એક અદ્ભુત ચોપડી છે – અસાધારણપણે સત્યનિષ્ઠ છે, ” + અને એ જો સાચી કલાનું લક્ષણ હોય, તા આ કથા કલા-દષ્ટિએ પણ માગ મુકાવે એવી ઠરે. પરંતુ, કેટલાક તેની બોધાત્મકતાના ગુણને ટોકે Page #44 -------------------------------------------------------------------------- ________________ હૃદયપલટો છે અને કહે છે કે, “આ કલા ન હોય.' “કલાને ખાતર કલા'ને એક સૌંદર્ય વાદ રસમીમાંસકોમાં ચાલુ છે. ટૉલ્સ્ટૉયે એની સામે કલા એટલે શું? – એ ગ્રંથ લખીને કલાનું જે લક્ષણ નિરૂપણ કર્યું છે, તેને ઉત્તમ નમૂનો આ તેની કથા છે. નવલકથાકલાની મીમાંસા ટોલસ્ટૉયના સમયથી અમુક એવી રીતમાં સરતી ગઈ છે કે, તેણે તેને “ડિકેડન્ટ આર્ટ' (સડતી કળા) કહેલી. કવામીમાંસા અંગેનો આ મુદ્દો ત્યાર પછી દિવસે દિવસે વળી વણસતો જ રહ્યો છે; તેમાં જુનવાણી બેધાત્મક ‘નીતિ’ને વિરોધ તો હોય છે, પરંતુ તેની સાથે અને તેની આડમાં અમુક નવી ‘નીતિ'ની ગુમસુખ હિમાયત પણ ખસૂસ હોય છે. એટલે, ખરું જોતાં, કલાને નામે કહેવાતો વાંધો કથાની બેધાત્મકતા અંગે કરતાં તેના અમુક બોધ કે નીતિ-પ્રકાર પરત્વે - અને પોતાને પસંદ નીતિ-પ્રકારની દૃષ્ટિથી હેાય છે: અને આ પ્રકારને “નુતન નીતિધર્મ' ('ન્યૂ મૉરેવિટી') કે નવમતવાદ કહેવાય છે. આ વિશે એક જોવા જેવું વચન, – રવિલ પ્રેસકૉટ નામે એક જાણીતા અમેરિકન કલાવિવેચક, – આમ છે : “In more recent years we have had novels about the * new morality' which seems to be only the absence of morality : novels which glorify depravity, vice, perversion of every sort, as if those who practise sexual abominations were more interesting, even more human, and somehow more admirable than those who remain decent; novels of despair and hate, of the absurd and of intellectual incoherence. Although some of these fictional aberrations are sincere enough, nearly all of them are crashing bores." (“સ્વરાજ’ ૪-૩-૬૭ માંથી) તાજેતરનાં છેવટનાં વર્ષોમાં “નૂતન નીતિધર્મ” (“ન્યૂ મૉલિટી'), અંગેની નવલકથાઓ આપણને મળી છે; ખરી રીતે તેમાં નૈતિક તત્ત્વને અભાવ જ હોય છે. એ નવલકથાઓમાં ભ્રષ્ટાચાર, દુરાચાર, તથા દરેક પ્રકારની વિપરીતતાને બિરદાવવામાં આવે છે; – જાણે કે, કામભાગની બાબતમાં તિરસ્કારપાત્ર વ્યવહારો અપનાવનારાઓ જ સંયમ ધારણ કરનારા સ્વચ્છ લોકો કરતાં વધુ રસપૂર્ણ, વધુ માનવ અને કંઈક પ્રકારે વધુ પ્રશંસાપાત્ર ન હયા હતાશા અને દૃષભરી એ નવલકથાઓ અર્થહીન હોય છે તથા બૌદ્ધિક સુસંગતતાને લવલેણ તેમાં હોતો નથી. અલબત્ત, એમાંની કેટલીક પાગલ Page #45 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારો! કપનાઓ સાચા દિલથી રચાઈ હશે, પરંતુ લગભગ બધી જ તદ્દન ત્રાસદાયક કંટાળો આપનારી હોય છે.” અધિક સંપત્તિ અને ઐશ્વર્યદાયી વિજ્ઞાનવાદથી ઉશ્કેરાતી કામ-ભોગવૃત્તિ ઇતિહાસના જે જે યુગમાં જે જે પ્રજાને વરે છે, ત્યારે ત્યારે કદાચ તઘુગીન સમાજ સુધારે આ પ્રકારને જ નવો વળાંક લે છે, એમ નથી લાગતું? ૧૯મા સૈકાને યુરોપીય સામ્રાજ્યવાદી સમાજ આ વસ્તુને ભાગ બનતો હતો. એ તેની એબના દ્રષ્ટા તરીકે ટૉલ્સ્ટૉય અદ્વિતીય પુરુષ હતા. તેમના આ દર્શનને નિરૂપતી આ કથા, તેથી જ કરીને, સનાતન પ્રેરણાદાયી બની શકી છે. એને આ નાનકડો સારાનુવાદ ગુજરાતી વાચકને મળે છે, એ સારી વાત છે. તે વાંચતાં વાચકને તેમાં આવતાં અપરિચિત રશિયન નામો નડશે; તે સિવાય વાર્તાનો પ્રવાહ સરળ સહજતાથી વહેતે લાગશે. ભાઈ ગોપાળદાસ આ પ્રકારની કથાકામાં હવે સિદ્ધહસ્ત થઈ ગયો ગણાય. જગત-સાહિત્યની ઉત્તમ કથાકૃતિઓ તે વેગભેર ગુજરાતી વાચકને આપે છે, એ માટે તેમને ને તેમની પ્રકાશક સંસ્થાને મુબારકબાઈ. ૨૫-૭-૧૭ મગનભાઈ દેસાઈ સરદારશ્રીને વિનોદ [સદારશ્રીની વિનેદ શક્તિને વંદન!] કલ્યાણ વિ. મહેતા : મુકુલભાઈ કલાથી કિં. રૂા. ૨-૦૦ ભાઈ મુકુલ કલાથી તંદુરસ્ત વાચનસામગ્રી પીરસનાર તરીકે ગુજરાતને જાણીતા થઈ ચૂક્યા છે. જાતજાતના અને જેના ભારથી દબાઈ મરાય એવા બાજા સદા વઢારીને ફરનાર પોતામાં રહેલા વિદથી અને સામાની રમૂજ તથા ગને ખેલદિલીથી ઝીવવાની વૃત્તિથી હળવાફૂલ થાય છે અને તાજગી મેળવી વધુ કામોનો બોજ ઉપાડવા શક્તિ પ્રાપ્ત કરે છે. ગાંધીજીની વિનોદવૃત્તિ જાણીતી છે. ગમે તેવા ગંભીર પ્રશ્નોની ચર્ચા વખતે કે ભારે માંદગીના બિછાને પડેલા હોય ત્યારે પણ વિનેદ કરી લઈને હળવા થવાની કળા એમની આગવી હતી. ગંભીર અને કડક દેખાતા સરદારની વિનોદવૃત્તિને આસ્વાદ પણ મહાદેવભાઈએ એમની ડાયરીમાં કરાવ્યો છે. તેમાં વિદ્યાર્થી હતા ત્યારે, ગેધરા બોરસદમાં વકીલાત કરતા ત્યારે, અને પછી ગુજરાતના પાટનગરમાં પહોંચી વિવિધ ક્ષેત્રે એમણે ઝંપલાવ્યું ત્યારે, એમના સંબંધમાં જેઓ આવેલા, તેઓ સૌને એમની રમુજને ઠીક ઠીક અનુભવ થયો છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ સરદારશ્રીના વિનાદ v ભાઈ મુકુલે સરદાશ્ત્રા વિનોદના ૬૫ પ્રસંગા વીણીને પરિવાર પ્રકાશન દ્વારા સાદર કર્યા છે; તે બદલ તેમને – સંગ્રાહક-પ્રકાશક બંનેને – અભિનંદન ઘટે છે. - . ગાંધીજીના દક્ષિણ આફ્રિકાથી થયેલા આગમન પહેલાં જોમ અને જુસ્સા વ્યક્ત કરવા ગુજરાતી ભાષા પાંગળી ગણાતી. અને એની કિંમત “ શું શાં પૈસા ચાર' લેખાતી. એક સમય એવા હના કે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ગાંધીજીના નામનું સૂચન ઉપહાસપાત્ર થયેલું; જો કે તેમણે તે વર્ષો સુધી “કૃન્ડિયન ઓપિનિયન”નું તંત્રીપદ સંભાળેલું, તથા “દ્ભિવ સ્વરાન નામનું પ્રસિદ્ધ પુસ્તક અને આરોગ્ય વિષેની પુસ્તિકા પણ લખેલાં, ત્યારે, જેણે પુસ્તક તે શું પણ એકે લેખ પણ ભાગ્યે લખ્યો હોય, તેવા વલ્લભભાઈની તો સાહિત્ય-પ્રેમીઓની દુનિયામાં ને તેમની નજરે કિસ ગિનતી’1 99 પરંતુ એ જ વલ્લભભાઈએ બારડોલીની ૧૯૨૮ની જમીન-મહેસૂલવધારા સામેની લડતમાં જે જસ પ્રકટાવ્યું અને ગુજરાતી ભાષાનો જ કાયાકલ્પ કર્યો, તેની કદર સાહિત્યસ્વામીએ પણ કરી છે. અને વલ્લભવાણીને વીર-વાણી તરીકે બિરદાવી છે. ગુજરાતના એક સમર્થ સાહિત્ય-સ્વામી અને સાહિત્ય પરિષદના રણીધણી સમા શ્રી. કનૈયાલાલ મુનશીએ બારડોલીની લડત વખતે તે તાલુકાની મુલાકાત લઈને વલ્લભવાણીના સાક્ષાત્કાર કર્યા પછી સાહિત્ય સંસદ,” જેના તેઓ સ્થાપક અને પ્રમુખ હતા, તેની ૧૯૨૮ની વાર્ષિક સભામાં જે “મૂલ્ય પરિવર્તન ” નું સમ્યગ દર્શન સમર્થ રીતે કરાવેલું, તેમાંથી જ થેાડાં અવતરણ ટાંકીશ :— 66 “એ પોતાને ‘ગુજરાતના સૂબા' કહાવે છે; ગુજરાતનું દુ:ખ પોતાને માથે વહેારવા, તેનો ભાર પોતાને હાથે વિદારવા, તેની કીર્તિ પોતાને પરાક્રમે વધારવા તે તત્પર છે. ગયે વર્ષે પ્રકૃતિ કોપી (રેલસંકટ આવ્યું), ત્યારે તે તેને શમાવવા મથ્યા. આજે રાજા કોષ્યા ત્યારે તેને ડારવા તૈયાર થયા. • ગુજરાતનું કોઈ નામ લેશેા મા,' – એ એનો કીતિલેખ. જે ગુજરાતની અસ્મિતા આપણે માત્ર સાહિત્ય દ્વારા મેળવીએ છીએ, તેને એ કર્તવ્ય દ્વારા સેવે છે. મહાત્માજી પાસે એ શિષ્ય આવે છે; એમની કાબરચીતરી મૂછના ફરકાટની આજે જુદી જ દેખાતી ગતિના, મૂંગે મોઢે પુછાયલા કારણના જવાબમાં સૂબા કહે છે :— 66 Page #47 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! બારડોલી – આપણા પ્રિય બારડોલીના ખેડૂતે પર અન્યાય થયો છે. અસાધારણ મહેસૂલને ભાર પડયો છે. મહેસૂલ એટલે મરાઠી ચોથને અર્વાચીન અવતાર! દાદ નહિ, ફરિયાદ નહિ. આપ, નહિ તે રાજની મિલકત ખાલી કરે. ભીમભાઈ પ્રાથી પરવાર્યા, દાદુભાઈ વિનવી પરવાર્યા અને હવે નિમંત્રે છે. મારા છતાં ગુજરાતમાં આ આપત્તિ! મહાત્માજી! આશા કરે.’ કીમિયાગર હસ્યા: “ના બાપુ, ના. સમય સાનુકુળ નથી. હિંદુ ને મુસલમાન લઢે છે. સાઈમન આક્રમણ કરવાનું છે. હમણાં આ ક્યાં?” હું તો આશિષ માગવા આવ્યું છે.' ગુરુ સમજે છે. “જ વિજય કર.' “સુબાનું શાસન ફરી વળ્યું. સત્યાગ્રહ કાજે મરણપથારીએ જ સદા સૂતેલા ગૂર્જર વીરેએ બારડોલીને રસ્તો લીધો. “શિષ, ગુરુના મંત્રથી, જૂનાં મૂલ્યને નવાં મૂલ્ય આપવા માંડે છે. જના મુલ્ય શ તેની આપણને કયાં ખબર નથી? ઇતિહાસકાળમાં હિંદુ ખેડૂતે કોઈ પણ વિજેતાને ચોથની ના કહી નથી; "લેવું હોય તે લે અને જીવતે જવા દે' એ જ એને પેઢીધર ઇતિહાસ. તેમાં આ વ્યવસ્થિત વિદેશી રાજ્યથકના સત્તાધીશોને પડતો બોલ ઉઠાવનાર આ ખેડૂત. તે અવતાર આખે વૈતરું કરે, ભૂખે મરે, રાજ્યનું દાણ ચૂકવે, અને માલકી વગરની જમીન “ મારી મારી' કરી મરે. એને જીવનકમ– ખાવું, પીવું, વૈતરું કરવું, દાણ ભરવું – તેને ઉથલાવનાર આજે આ પાક્યો. “રાજ્યસત્તા પર બેડૂતને આધાર નથી, ખેડૂત પર રાજ્યસત્તા ટકે છે.” “રાજ્યસત્તાની આજ્ઞા પ્રજામાન્ય નથી, પ્રજને સંકલ્પ રાજમાન છે.” “મરવું ભલું, પણ દાણ ભરવું ખોટું.” ભયંકર વિપ્લવકારક સૂત્રો! જે હિંદમાં સુણાયાં નહોતાં, તે બારડોલીમાં સંભળાય છે. ગામે ગામ સત્યાગ્રહને સંકલ્પ કરે છે! “અઠવાડિયા પહેલાં બારડોલી એટલે નિર્માલ્ય ગુજરાતને એક તાલુકો; આજે બારડોલી એટલે ગુજરાતનું જીવંત મહાકાવ્ય! અજબ માણસ છે–આ ગુજરાતને વનિત સૂ! દવાની અને ફોજદારી કજિયા; મ્યુનિસિપલ અને જાહેરજીવનને કારભાર; કોન્ફરન્સ ને કોંગ્રેસે અમદાવાદનાં હિયાળ બડ અને નાગપુરને શાંત સત્યાગ્રહ Page #48 -------------------------------------------------------------------------- ________________ 0 સરદાશ્રીને વિનોદ રાજકીય ખટપટ અને મહાત્માજીનો અહિંસાત્મક અસહકાર- આ બધામાં રમી રમીને પાકો પરેશાન થઈ રહ્યો છે. રાજસત્તા અને પ્રાબલ્ય એ બંનેની નિર્બળતા જાણે છે ને બનેને પચાવવામાં કુશળ છે. આ કૌશલ્યને કીમિયાગરના કીમિયાને પાથ લાગ્યો છે. છતાં તે ઓછું થયું નથી. એને ગાંધીવાદ ગાંધીજીના વાદથી જરા જુદો છે.- મહાયાન વીદ્ધ ધર્મ બુદ્ધના પોતાના સિદ્ધાંતોથી જુદો હતો તેમ. “આ સૂબો ગામેગામ ફરે છે, અને હજારો સ્ત્રી પુરુષ એને સાંભળવા આવે છે. બારડોલીમાં બોલી શકે છે તે એક. અને એ બોલી શકે છે. એ એના ગુરુને બેસવામાં, અભિનયમાં, ઉચ્ચારણમાં આબાદ અનુકરણ કરે છે. પણ ગુરુની વાચા પર તપસ્વીનો સંયમ છે; તેના વાવૈભવને અનુક્રેકર, સત્ય, પિય-હિત થવાની મર્યાદાઓ છે. શિપના વાપરવામાં માનુષી રંગબેરંગી પડ્યું છે. તે આક્ષેપ મૂકે છે, તિરસ્કારે છે, હસાવે છે, ચોટે એવી પડે છે; ખેડૂતોને સુગમ એ ગ્રામ્ય ટકેર કરે છે, તેછડાઈથી તે તિરસ્કાર છે ને ઉચ્ચારણની અવગણના કરે છે. “ગુજરાતના વાકપાટવનો ઇતિહાસ ગઈ કાલે શરૂ થશે. પચ્ચીસ વર્ષ પર (૧૯૨૮ પહેલાં) ગુજરાતીમાં ભાષણ કરવું અશક્ય લેખાતું. અટી અટકી, ચાવી ચાવી બોલતા અંબાલાલ સાકરલાલ અને ધીમે ધીમે વાચન કરતા હોય એમ બોલતા રમણભાઈ ગુજરાતમાં એક વખત પ્રખર વક્તા મનાતા એ સમયમાં અપવાદરૂપ આપાત્મક વાપાટવના અગ્રેસરે સંઘવી અને મહારાણીશંકર, ત્યાર પછીના જમાનામાં ચંદ્રશંકર, વિભાકર, અને જમનાદાસ દ્વારકાદાસનાં શબ્દભાથી મુગ્ધ કરતાં ભાષણ. ત્યાર પછીના આ પ્રચલિત જમાનાના અધિષ્ઠાતા ગાંધીજી, જેણે ગુજરાતી ભાષાના વાકપાટવનાં ઘણાં અંગે ખીલવ્યાં. ભાષાની ઘણા પ્રકારની સમૃદ્ધિનો ઉપયોગ, શ્રોતાવુંદ નચાવવાની જુદી જુદી ખૂબીઓ, સમયોચિત ભાવ પેદા કરવાની શક્તિ, શ્રોતાઓનાં હદય ભેદવાની અને આચાર ફેરવવાની કવા, પયગંબરી પ્રેરણાનું સ્વરૂપ, – આ બધાં જે ઉત્તમ વાક્વાટવનાં મુખ્ય અંગ હોય, તે આ વલ્લભભાઇનાં બારડેલીની વ્યાખ્યાને ગુજરાતી વાક્ષાટવના ઇતિહાસમાં સીમાચિન લેખી શકાય. એની કટાક્ષમયતા, એને વિનેદ સટ છે – સામાને ભયંકર છે, પોતાનોને પ્રોત્સાહક છે. એની ઠેકડીમાં હિંમત પરવાની અજબ શક્તિ છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારો! દરરોજ લોકોની પ્રિય સે ટાય છે, હરાજ થાય છે, કે તે માટે આંસુ સારે તે પહેલાં ભેંસો પકડવાનો હુકમ કરનારને “ભેંસના વાઘ'નું બિરુદ આપી દે છે. ગુજરાતીઓએ “માખીને વાઘ” સાંભળ્યા હતા. પણ “મૈસેના વાઘની ભાષામાં અને બારડોલીમાં જન્મ થયેલે સાંભળી બધા હસે છે, બીક જતી રહે છે, હિંમત પ્રગટે છે, અને સામાવાળા માટે તિરસ્કાર પ્રટે છે. ઘરમાં, અંધારામાં મહિનાઓ થયાં રહેલી ભેંસ રોગિષ્ઠ થઈ સફેદ બને છે. માલિકનાં હૈયાં આ રંગ જોઈ દ્રવે છે. બીજી ઠેકડી એ કરે છે: “ગોરા સાહેબને કાળી ભેંસ ન ગમી તે મડમડી કરી નાખી !' ગામેગામ જિહુવાએ જિહવાએ એ ઠેકડી સંભળાય છે, “ભેસાને સાહેબે માડમડી કરી નાંખી.' આ વિનોદવસ દરરોજ કંઈ નવું નવું કાઢે છે. દુખિયાં દુ:ખ વીસરી નિર્બળતાનાં ભોગ થતાં અટકે છે. આ માણસની ઠેકડી શસથી પણ સબળ છે. “હવે કોણ કહેશે “શું શાં'ની કિંમત પૈસા ચાર છે?” સત્તાધીશેમાંનો શ્રેષ્ઠ (ગવર્નર) જેને સકારણ, “સામતચકચૂડામણિ' કહી શકાય, જેનાં નિમંત્રણને મહાપુરુષે પણ મારા લેખે છે તે આવે છે. તેના નિમંત્રણનો કોઈને લોભ નથી. જે તે આવે છે તે તે પાછો જાય છે. સત્તાધીશ ઉગ્ર પ્રકોપમાં સમશેર ખખડાવે છે, તોપના ધડાકાના પુરોગામી પડઘા પડે છે. જયાં મુલ્યપરિવર્તન થયું નથી એવા પુનામાં, જે નવાં મહાત્મા સમજ્યાં નથી તેવાંનાં હૈયાં હોલવાઈ જવાની તૈયારી પર છે. “સ બારડોલીમાં પ્રતિશષ્ટ કરે છે: “તમારા તોપેથીકરો વાવે તે ખરા. અમે એને માટે પૈસા આપ્યા છે. એક વખત અમારા ગામડામાં તેનાં દર્શન તે કરાવો.' બારડોલીમાં તેપના ધડાકાના પુરગામી પડઘા સાંભળી બધા હસતા હતા.” – આ છે સરદારના મૂલ્યપરિવર્તનની, વીર વાણીની, વિનોદની, બંગની, ઠેકડીની શક્તિની મુનશી-અપ અંજવી. બારડોલીની લડતનાં એ ભાષણમાંથી ડી વાનગી મુકુલભાઈના સંગ્રહની પૂતિ તરીકે આપી હોય તો ઠીક, એમ માની એ ભાગ મેં જુદા ખંડ રૂપે આ સંગ્રહ માટે ભાઈ ૫૦ છેo પટેલની આગ્રહભરી વિનંતીથી તારવી આપે છે. સૌ વાચકોને એ રસપ્રદ થશે, એમ હું માનું છું. Page #50 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મૅન મુકુલભાઈએ સંગ્રહેલા વિદો અને તેની પૂર્તિમાં ૨જ કરેલી સરદારની એ ઉક્તિઓ જેમાં ભારોભાર વિદ, કટાક્ષ કે યંગ અને ઠેકડીને પણ સમાવેશ થાય છે, તે વાંચીને, વિદ, કટાક્ષ કે વાંગ તો સરદારનાં જ, એમ લાગ્યા વિના રહેશે નહિ. જેમણે એમની વાણી પ્રત્યક્ષ સાંભળી છે, તે તો એની સચોટતા કદી ભૂલી શકશે નહિ. વિદે અને બંને ખેલદિલીથી લેવાય તેમાં જ એની મઝા છે. દિવેલિયા મેઢે કે હૈયાની બળતરા સાથે એને આસ્વાદ માણી શકાય નહિ. સરદારની આ શક્તિને પણ વંદન! કસ્તુરબા સેવાશ્રમ, કલ્યાણજી વિ૦ મહેતા મરોલી સ્ટેશન ૨૧-૬-૬૪ લાફિંગ મૅન ચાને ઉમરાવશાહીનું પિત અને પ્રતિભા વિકટરાગે અનુઃ ગેપાળદાસ પટેલ [શ્રી. વજુભાઈ શાહની પ્રસ્તાવના] આવકાર વિખ્યાત લેખક વિકટર હ્યુગોનું નામ એની “લા મિરાબ્લ' પડીને કારણે દુનિયામાં તેમ ગુજરાતમાં પણ સારી પેઠે જાણીતું છે. એ પછી એની નાઈન્ટી શ્રી' (કાન્તિ કે ઉત્ક્રાતિ') પણ ગુજરાતીમાં પ્રગટ થઈ અને હવે એ જ લેખકની એક વિશેષ વાર્તાકૃતિ ગુજરાતીમાં ઊતરી રહી છે એ આનંદની વાત છે. વિશ્વસાહિત્યની કેટલીક ઉત્તમોત્તમ કૃતિઓ ગુજરાતીમાં ઉતારવાનું કામ ઉપાડીને પરિવાર પ્રકાશન મંદિરે ખરેખર એક ઉપયોગી સાહસ હાથ ધર્યું છે. દુનિયાભરના મહાન લેખકોની કૃતિઓને આ રીતે સાધારણ ગુજરાતી સમાજ માટે સુલભ કરી આપવા માટે તેમને જેટલાં અભિનંદન આપીએ તેટલાં ઓછાં છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! પ્રસ્તુત નવલકથા એ લેખકની એક લોકપ્રિય વાર્તા તરીકે યુરોપ અને બહાર બધે જાણીતી થઈ છે. આ વાર્તામાંથી સહેજ નિર્દેશ લઈને આપણા લોકકવિ સદ્દગત મેઘાણીભાઈએ “વસુંધરાનાં વહાલાં દવલાં' લખેલી. કોઈ મનોરમ ચિત્ર જોતાં, તેની એકાદ બે રેખાઓ પકડી લઈને એના ઉપરથી કલાકાર કોઈ સ્વતંત્ર ચિત્ર દોરે, એના જેવું એ ગણાય. સંપૂર્ણ સોરઠી અને તળપદા રૂપરંગવાળી એ સ્વતંત્ર કલાકૃતિ પણ એટલી જ સુંદર બની છે. સમાજને છેક નીચેને તળિયે અનેક પ્રકારની ગંદકી અને ગરીબીમાં સબડતાં લોકોની એક વિશાળ અને વાસ્તવિક સૃષ્ટિ જ એમાં આબેહુબ ખુલ્લી કરી દીધી છે; એટલું જ નહિ પરંતુ, એ સૃષ્ટિમાં પણ કેવું હૃદય-સૌદર્ય પડેલું છે એની સમૃદ્ધિનું દર્શન કરાવીને વાંચનારના દિલમાં ગરીબોની દુનિયા પ્રત્યે કરુણા, સહાનુભૂતિ અને આદર પ્રગટાવ્યાં છે. પણ એ વાત અહીં રહેવા દઈએ. હૃગની આ વાર્તા ૧૮મા સૈકાના યુરોપનું – ખાસ કરીને ઇંગ્લેન્ડના સમાજનું પણ એવું જ આબેહુબ દર્શન કરાવે છે. વાંચનારને એ ક્ષણમાં જ વાસ્તવિક સુષ્ટિમાંથી વાર્તાસૃષ્ટિમાં ખેંચી જઈને એની સાથે તદાકાર કરી દે છે એટલું જ નહિ પરંતુ, એ વાર્તાસૃષ્ટિ, વાસ્તવિક સૃષ્ટિ કરતાંય વધુ વાસ્તવિક હેય એ અનુભવ કરાવે છે. મહાન કૃતિઓની એ જ ખૂબી હોય છે. માનવજીવનના કેટલાક મૂળમત અને શાશ્વત ઉરધબકાર એમાં ઝિલાવાને કારણે એ કૃતિઓ સર્વ કોઈને હૃદયંગમ બની જાય છે. સ્થળ, કાળ, ભાષા કે વર્ણની મર્યાદાઓ એને બહુ નડતી નથી. એટલે જ તે કાળિદાસ અને શેકસપિયર, શરતુચંદ્ર, ડૂમા કે ડિકન્સ અથવા ટૉલ્સ્ટૉય, રમે રોવાં કે રવીન્દ્રનાથ જેવાની કૃતિઓ દુનિયાભરમાં બધે જ અને બધે વખતે એકસરખા રસ અને આનંદથી વંચાય છે. પ્રસ્તુત વાર્તા આવી એક કલાકૃતિ છે. હૃગ જેવા કલાકારની વાર્તાકૃતિમાં વાર્તારસ તે છોછવ હેય એમાં શી નવાઈ. પરંતુ એની અન્ય નવલકથાઓના હિસાબે પ્રમાણમાં નાના ફલકમાં સમાયેલી આ વાર્તાકથામાં પણ વિચાર-મૌક્તિક, ચિંતન-કણિકાઓ, તત્ત્વદર્શનનાં તેજકિરણે, ભાવનાના મનોહર રંગ વગેરે ભરપૂર ભરેલાં છે, વાંચનારના ચિત્તને પ્રકાશ અને પ્રેરણાથી ભરી દે છે. સાથે સાથે હૃદયને આંચકો આપે એવાં સામાજિક જીવનનાં કઠોર સત્ય વિધાને તેમ જ ચોટદાર વ્યંગક્તિઓ પણ ઠેરઠેર વેરાયેલ છે, જે વાંચનારને ઊંડે વિચાર કરતા કરી મૂકે છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મૅન પ્રસ્તુત કૃતિમાં મુખ્યત્વે ૧૮માં સૈકાના ઇંગ્લેન્ડમાં અમીર-ઉમરાવોના જીવન-પ્રભુત્વના ઓછાયા નીચે સમાજ કેવી રીતે ગોઠવાયેલો હતો તેનું ચિત્ર જોવા મળે છે. સ્વરાજ પહેલાંના સો-બસે વરસના કાળમાં આપણે ત્યાં રજવાડી રિયાસતેમાં તેમ જ તાલુકદારી જાગીરદારી પ્રદેશમાં જે અર્ધગુલામી જેવી સ્થિતિ પ્રવર્તતી હતી. તેનું એ સ્મરણ કરાવે છે. ધન અને સત્તા અમુક જગાએ કેન્દ્રિત થાય, અને માનવી સંસ્કારનું પોત પાતળું પડી જાય, તે પછી નિરંકુશ સ્વેચ્છારી જીવનમાંથી આખા સમાજ માટે કેવા અનર્થો ઊભા થાય, તેને આપણી રજવાડી પ્રજાને તાજો જ અનુભવ છે. પરંતુ ઇંગેની આ વાર્તામાં ઇંગ્લૅન્ડના એ વખતના સમાજનું જે ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે, તેના કરતાં વધુ યથાર્થ, છતાં વધુ સચેટ ચિત્ર આલેખાયેલું બીજે ભાગ્યે જ જોવા મળી શકે. સત્તામદમાં ચકચૂર અને ધનવૈભવમાં આળોટતા રહેતા એ ઉપલા વર્ગની અંદર કેવી જડતા, દયાહીનતા, કરતા આવી જતી હોય છે અને એમના જીવન આખરે કેવાં અધમ અને પામર બની જતાં હોય છે, તેને ખરે ખ્યાલ આમાંથી મળે છે. આજના અંગ્રેજ સમાજને વિષે એનાં શિક્ષણ, સંસ્કાર, સાહિત્ય, લોકત્રાત્મક રાજ્યવ્યવસ્થા તેમ જ માનવ આદર્શોને કારણે, દુનિયાભરમાં જે આદરદષ્ટિ ફેલાયેલી છે, તે જોતાં હજુ ૨૦૦ વરસ પહેલાં જ એ દેશની અંદર, આપણે ત્યાં ખરાબમાં ખરાબ કાળે પણ કદી નહતી એવી ભયંકર સામાજિક સ્થિતિ પ્રવર્તતી હતી એની કલ્પના પણ કેને આવી શકે? દેરાધાગા, મંતરજંતર, ઊંટવૈદું, મેલી વિદ્યા, વહેમ, અજ્ઞાન, મિથ્યા કુલાભિમાન, દગલબાજી, રાજખટપટ, એક છેડે અતિવિલાસ તો બીજે છેડે દારૂણ ગરીબી, દુરાચાર, જડતા, કૂરતા - આમ અતિ વિષમતામાંની નીપજતાં તમામ દૂષણે, પાપ અને વિકૃતિઓ ઈંગ્લેન્ડ જેવા દેશમાં પણ કેવાં ફેલાયેલા હતાં તેને સચોટ ખ્યાલ શિક્ષિત સમાજને પણ આવી વાર્તા વાંચ્યા વિના ભાગે જ આવે. આમ છતાં એ જ સમાજ આવી વિષમ અને વિકૃત અવસ્થામાંથી પણ આજની વિકસિત અવસ્થાએ પહોંચી શક્યો છે. ત્યાં દૈન્ય અને દારિદ્ય નિર્મળ થયાં છે. મનુષ્ય મનુષ્ય વચ્ચેના સમાન અધિકારીને સ્વીકાર થયો છે અને માનવી વ્યવસ્થાએ સર્જેલી ભયંકર યાતનાઓ ભૂતકાળનું દુ:સ્વપ્ન બની ગઈ છે, એ પણ હકીકત છે. સમાજનાં મૂલ્યો અને એના Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩ર ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! આધારે થયેલી રચના મનુષ્યના જીવન ઉપર કેટલી બધી અસર કરે છે, તેના આ નમૂના છે. ૩ વિચારકો અને લેખકો આપણને ભાન કરાવતા રહ્યા છે કે, મનુષ્ય સ્વભાવે ઊર્ધ્વગામી છે અને તેથી અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ, અશુભમાંથી શુભ તરફ અને સ્વાર્થમાંથી સર્વકલ્યાણ તરફ જવાની એની સહજ ગતિ હોય છે. પરંતુ સમાજ-વ્યવસ્થાને કારણે જો આવરણા કે અંતરાયો આવે છે, તો તેને લઈને એની ગતિ રૂંધાય છે; એટલું જ નહિ પરંતુ, કેટલીક વાર અવળી પણ થાય છે. હા, દરેક કાળે, દરેક સમાજમાં કેટલાંક મનુષ્યો એવાં અવશ્ય હાય છે કે, ગમે તેવા અંતરાયા છતાં પણ એમના જીવનપ્રવાહ શુભ સંસ્કાર તરફ ઊર્ધ્વગામી જ રહે છે અને એ પેાતાને ચરમ વિકાસ પણ સાધી શકે છે. પરંતુ મેટા ભાગના લોકો અનુકૂળ સમાજ-વ્યવસ્થાની અંદર સહેજે ઊંચે ચડે છે અને પ્રતિકૂળ વ્યવસ્થા હોય તો સદ્ગુણા કેળવવાનું એમને માટે કઠણ પડે છે; એટલું જ નહિ પરંતુ, ભારે પ્રતિકૂળતા હાય તા હીન સંસ્કારોના પણ તે ભાગ બને છે. માનવસમાજે સામંતને, રાજાઓને, નિકોને, સરમુખત્યારોને કેન્દ્રમાં રાખીને એમની આસપાસ જેટલી જેટલી સમાજવ્યવસ્થાએ અજમાવી જોઈ, તે બધી વ્યવસ્થાઓમાં સાધારણ માનવીનું અનેકવિધ શૈાષણ થતું રહ્યું, એનું જીવન કચડાતું રહ્યું, એની સંસ્કારવેલ કદી પાંગરી શકી જ નહિ અને પરિણામે જગતમાં દુ:ખ, કલેશ, સંઘર્ષના પાર ન રહ્યો. અને મનુષ્યના મનુષ્ય તરીકેને વિકાસ રૂંધાતા જ રહ્યો. એવા આજ સુધીના લગભગ એકધારો અનુભવ રહ્યો છે અને તેથી જ માનવીના યોગ્ય નિર'તરાય વિકાસ માટે અનુકૂળ સમાજ-વ્યવસ્થા ઉપર ભાર મૂકવામાં આવે છે. જે વ્યવસ્થામાં મનુષ્યમાં ઉત્તમ ગુણા પ્રગટે અને વિકસતા રહે એવી વ્યવસ્થાને આજે માનવી ઝખી રહ્યો છે. એને ખ્યાલ આવવા માંડયા છે કે, આવા પ્રકારની જ કોઈ સમાજ-વ્યવસ્થા આજના યુગની સમસ્યાઓના - – ગરીબાઈથી માંડીને યુદ્ધ સુધીની તમામ સમસ્યાઓના – ઉકેલ કરી શકશે અને તેથી જ જાતિ. કુળ, વર્ણ, ધર્મ કે રાષ્ટ્રના ભેદભાવથી પર રહીને માનવી માનવી વચ્ચેની એકતા તેમ જ સમાનતાને પાયામાં રાખનાર સમાજવાદ જેવી સામાજિક વ્યવસ્થા લેાકપ્રિય થતી રહી છે. સાધારણ માણસને, મનુષ્ય તરીકે પણ ઊંચે ચડવા માટે અનુકૂળ સમાજવ્યવસ્થા અનિવાર્ય છે, એ વાત વિશેષ ને વિશેષ સ્પષ્ટ થતી જાય છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ લાફિગ મૅન 8 પ્રસ્તુત વાર્તા ઉપરથી એક બીજી વાત પણ સમજવા નેોંધવા જેવી છે. મહેલા, રાજભવનેા, હવેલીઓ, બાગબગીચા, વસ્ત્રાલંકાર કે સારાઁ સારાં ખાનપાન – એ બધું સુખ આપનારું મનાયું છે. અલબત્ત, શરીરને માટે યોગ્ય ખાનપાન, વસ્રો અને નિવાસ વગેરે સાધન-સામગ્રીની સૌને જરૂર પડે છે. તેનાથી માણસનાં સુખસગવડ પણ સચવાય છે એની ના નથી, પરંતુ સુખ આપવાની બાબતમાં આ બધી વસ્તુને મર્યાદા છે. ખાનપાન, વસ્ત્રાલંકાર કે આરામ-ભવનામાંથી ગમે તેટલું સુખ મળતું હોય, તેયે સુખને એ મૂળ આધાર નથી. જીવનમાં સુખને ખરો આધાર તા મનુષ્યહ્રદયના પ્રેમ છે. જેને એ મળે છે તેના જેવું સુખી કોઈ નથી. આવું સુખ તે ઈશ્વરકૃપાથી સાધનહીન એવા અનેક ગરીબાના ભાગ્યમાં પણ હોય છે અને કયારેક કોઈ અતિશ્રીમંતને પણ આવાં સુખથી વંચિત રહેવું પડે છે. કુદરતના તા એ નિયમ જ છે ને કે જેના વિના જીવન અશકય હાય એવી અમૂલ્ય ચીજ એણે સર્વસુલભ બનાવી છે. તેથી હવાની જેમ પ્રેમ પણ કુદરતે સર્વસુલભ રાખ્યા છે. આથી જ તે ધનસંપત્તિ અને વૈભવવિલાસમાં આળાટતાં શ્રીમંત લેાકોના કરતાં ઘણી વાર ગરીબી અને કંગાલિયતમાં સબડતાં દેખાતાં લાકો પણ આ બાબતમાં વધારે સુખી હોય છે. અને એ પ્રેમસુખને બળે જ આટલી મુસીબતા વચ્ચે પણ જીવનના વિકટ રથ ખેંચી શકતા હોય છે. આ વાર્તાના નાયક સમાજના સાવ નીચલા અને ઉપેક્ષિત સ્તરમાંથી એક વાર અચાનક ઈંગ્લૅન્ડના ઉમરાવ પદે પહોંચે છે. ઘડી બે ઘડી તેા અને વિશાળ સત્તા, અઢળક સંપત્તિ અને રૂપોવનના સ્વર્ગનું ભારે આકર્ષણ પણ થાય છે. પરંતુ ઘેાડી વારમાં જ એ સ્વર્ગ તેને નરક જેવું લાગવા માંડે છે ને એની પાતાની અસલ દુનિયા, – લક્કડગાડી, રીંછ, મદારી અને અંધ છેકરીવાળી દુનિયા, – એને સ્વર્ગ સમાન લાગે છે. લક્કડગાડીની મેલી અંધારી ઓરડી, ગેાદડીના ગાભા કે રાબનાં હાંડલાંવાળી એ દુનિયામાં પરસ્પર સમર્પણની જે સંજીવની હતી, પ્રેમના પારસમણ હતા, તેના તા પેલી ઊજળી ગણાતી ઉમરાવેાની દુનિયામાં એને આભાસ પણ મળે તેમ નહોતો. હ્યુગો જેવા કવિ-લેખક પેાતાની કૃતિઓમાં ગરીબાની દુનિયાની આ અમૂલ્ય સંપત્તિને હંમેશાં બિરદાવતા રહ્યો છે; એને સર્પપરિ મહત્ત્વ આપતા રહ્યો છે, તે સહજ જ છે. એ સમજે છે કે, ખુલ્લું આકાશ, સૂર્યના પ્રકાશ, ૩૦ – ૩ Page #55 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધાર! વહેતું પાણી, નિબધ હવા અને વૃક્ષની છાયાની જેમ મનુષ્ય-હૃદયને પ્રેમ પણ કુદરતી દેન હેવાને કારણે, ઈશ્વરની પ્રસાદી હોવાને લઈને, સાધારણ જનસમાજને પણ એ નિરંતરાય મળી શકે છે, અને એમાં ગમે તેવી મુસીબતો અને સંકટોને પાર કરવાની ને નવા ઘાટ ઘડવાની શકિત પડેલી છે. કુટુંબ-જીવનની મર્યાદાઓ સુધી તે માણસને આને અનુભવ થયો છે; કોઈ કોઈ વાર એથી સહેજ આગળને અનુભવ પણ એણે કરી જે છે. પરંતુ વિશિષ્ટ સમાજના તમામ વિકટ કેયડાને પાર કરીને દુનિયાને નવો ઘાટ ઘડવા માટે પણ એમાં જે અપાર સામર્થ્ય પડેલું છે, તેનો અનુભવ કરવાને આરે આજનું જગત આવી ઊભું છે, એક નવી જ દુનિયા આકાર પામવાને મથી રહી છે. સાધારણ માણસ પોતાનામાં રહેલી આ શક્તિને કેટલે અંશે ઓળખી શકશે, કેળવી શકશે ને વ્યાપક કરી શકશે, તેના પર નવી રચનાને આધાર છે. તત્વચિંતક અને વિચારકો આપણને સમજાવી રહ્યા છે કે, આવતી કાલની આ દુનિયાની વિભૂતિ નથી કેઈ સમ્રાટ, નથી કોઈ સેનાપતિ કે નથી કેઈ ધનિક સાધારણ મનુષ્ય એ જ આ નવી રચનાનું અધિષ્ઠાન બનવાનું છે. એથી આજના યુગનું સૌથી મોટું કામ દુનિયાના સાધારણ માણસમાં શક્તિ પ્રગટાવવાનું, એનામાં અભિકમ જગાડવાનું છે. સમાનતા, બંધુતા અને માનવપ્રેમના પાયા ઉપર ન સમાજ રચાય, તે માટે એ તૈયાર થાય, એવી શક્તિ તેનામાં પૂરવાની છે. એમ કરવામાં એને જયાં જ્યાંથી સમર્થન મળે તેમ હોય તેવી કૃતિઓ ખૂબ ખૂબ વંચાય એ જરૂરી છે. તેથી વિશ્વસાહિત્યની આવી કૃતિઓ પિતપતાની ભાષામાં ઊતરતી રહે એવા પ્રયાસ હંમેશા આવકારને પાત્ર છે. પ્રસ્તુત કથાકૃતિને આ રીતે ગુજરાતીમાં ઉતારવા માટે ભાઈશ્રી. ગેપાળદાસ પટેલને તેમ જ પ્રકાશન સંસ્થાને ગુજરાતી સમાજના ધન્યવાદ ઘટે છે. તા. ૬-૨-૧૬ વજુભાઈ શાહ Page #56 -------------------------------------------------------------------------- ________________ ડોમ્બી ઍન્ડ સન યાને તવંગરનું સંતાન ચાહસ ડિકન્સ, પ્રસ્તાવના : ડૉ. મોતીભાઈ પટેલ અનુઃ ગેપાળદાસ પટેલ કિં. ૧૨-૦૦ ડિૉ. મેંતીભાઈ પટેલની પ્રસ્તાવના] ધનિકશાહીની આફત પુસ્તકોની પ્રસ્તાવના લખવાનું કાર્ય સામાન્ય રીતે ડૉકટરો પાસે ઓછું આવે છે. પરંતુ પરિવાર સંસ્થાની અને તેમાંય વિખ્યાત અંગ્રેજી નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સની આ મજેદાર કથા માટે મારે કંઈ લખવું એવી માગણી પરિવાર સંસ્થા તરફથી થઈ, ત્યારે હું એકદમ ના ન પાડી શક્યો. ખાસ છે એ કારણે કે, પરિવાર સંસ્થાએ અત્યાર પહેલાં ડિકન્સનાં ગુજરાતીમાં ઉતારેલાં પુસ્તક મેં જોયાં હતાં, અને મને એ કામ ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે ઉપયોગી લાગ્યું હતું. તે માટે પરિવાર સંસ્થાના સંસ્થાપક સ્વ૦ શ્રી. મણિભાઈ વાઘજીભાઈ પટેલ તથા શ્રી. પુત્ર છો૦ પટેલ તથા તેના અન્ય કાર્યકારે, કલાકારે અને સંપાદકોને અભિનંદન ઘટે છે. પરિવાર પ્રકાશન સંસ્થાએ અન્ય પ્રકાશન સંસ્થાએથી સહેજ ફંટાઈને વિશ્વસાહિત્યને ગુજરાતીમાં ઉતારવાનો પુણ્યસંકલ્પ જે દિવસે કર્યો, તે દિવસે જ ગુજરાતની આખી ઊછરતી પેઢીને અને અંગ્રેજી નહીં જાણનાર એવા હજારો ગુજરાતી વાચકોને તેણે ઋણી બનાવ્યો છે, એમ મને લાગે છે. આ સંસ્થાએ અત્યાર સુધીમાં નામી વિશ્વસાહિત્યકારના એક ડઝન ઉપરાંત, સફળ સંક્ષેપ દ્વારા વિશ્વસાહિત્યનો મહામુલો વાર ગુજરાતી વાચકોને સુલભ કરી આપ્યો છે અને ગુજરાતી સાહિત્યની મોટી સેવા કરી છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! | ગુજરાતી ભાષા વિશ્વસાહિત્યના વેગવાન રસને ઝીલી શકે તેવા ખમીર વાળી છે, એને પર તે પરિવાર સંસ્થાના આ વિસ્તૃત સંક્ષેપ વાંચવા માંડીએ છીએ તેની સાથે જ થઈ જાય છે. વાચક જોઈ શકશે કે, આવા પરદેશી લેખકોની પરદેશી પાત્રોવાળી મોટી નવલકથાઓ પણ માતૃભાષામાં યથાયોગ્ય ઉતારવામાં આવે, તે તે આપણા વાચકોને, મૂળ કરતાં પણ વધુ આનંદ અને બોધ આપી શકે છે. મારા ગુજરાત યુનિવર્સિટીના છેલ્લા પંદર વર્ષના કામકાજના નિટ અનુભવ પરથી હું કહી શકું છું કે, માતૃભાષા બધા ભાવે, બધી લાગણીઓ અને બધા વિચારો માટે સૂક્ષ્મ, સચોટ અને લચકદાર માધ્યમ પૂરું પાડી શકે છે. વિદ્યાર્થીઓને તેમનાં પાઠયપુસ્તકો અને આવાં વિશ્વસાહિત્યનાં બીજાં પરદેશી પુસ્તકો માતૃભાષા દ્વારા વાંચવા મળે છે ત્યારે વરસાદના પાણી જેવાં મીઠાં મધુરાં લાગે છે. | ડિકન્સ ઇંગ્લેન્ડના હૃદયમાં છેલ્લા સવા સકાથી ચિરંતન સ્થાન પામેલે છે. તેની પ્રાસાદિક વાણી ઈંગ્લેન્ડમાં ઘેર ઘેર ગુંજતી રહી છે. તે બધું ઇંગ્લેન્ડના વસવાટ દરમિયાન મેં નજરે જોયું છે. તેનાં કેટલાય પાત્રો અને પ્રસંગે આજ હાંડનની શેરીઓમાં અમર થઈ ગયાં છે, એ જ આ મશહુર લેખકની રસપૂર્ણ કલમને પ્રતાપ અને અનન્ય કપ્રિયતા દર્શાવે છે. ડિકન્સને ટોલસ્ટોયે વિશ્વસાહિત્યકાર તરીકે ગણાવીને તેને દરજજો શેકસપિયર કરતાં ઉપર મૂક્યો છે, તે અભ્યાસ અને કસોટીની ઝીણી ચાળણીમાંથી ચાળ્યા બાદનું પરિણામ છે. ડિકન્સ માનવતાનું હાર્દ પકડે છે, અને તેને આસ્વાદ એનાં સામાન્યમાં સામાન્ય પાત્રો દ્વારા પણ આપણને આપી શકે છે. “મ્બી એન્ડ સન” આ લાંબી વાર્તા આજના આપણા કેટલાક નવલકથાકારોની માફક, લોકોને કેવળ મનોરંજન પૂરું પાડી કમાણી કરવા ડિકન્સે નહિ જ લખી હોય. રાણી વિકટોરિયાના સમાજની વિવિધ ઊણપ પિતે એક માનવતાવાદી તરીકે જોઈ, તેમને ખુલ્લી કરી બતાવી, તેમની સામે પ્રબળ લોકમત કેળવવા જ તેમણે લખી હશે, એમ સ્પષ્ટ દેખી શકાય છે. આ સંક્ષેપમાં પણ મૂળ લેખકની શૈલી તથા સુંદર પાત્રનિરૂપણ અદ્ભુત રીતે જળવાઈ રહ્યાં છે, તથા સંક્ષેપની શૈલી સરળ આહલાદક અને ભાવવાહી છે, એ પ્રથમ જ કહી લઉં. સુંદર અને સુઘડ છપાઈ, તે જમાનાનાં સુરમ્ય ચિત્રો, રસાળ અનુવાદ, ત્રિરંગી જેકેટ અને સરસ બાંધણી, એ પરિવાર સંસ્થાને એક ઉજજવળ પ્રકાશન-સંસ્થાનું બિરુદ અપાવી શકે તેમ છે. એ રીતે ગુજરાતની અન્ય પ્રકાશન સંસ્થાઓને પ્રકાશન-સેવાના ક્ષેત્રે પરિવાર સંસ્થાના નિષ્ઠાવાન પ્રયાસ, ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ડી એન્ડ સન આ વાતમાં તેના મૂળ લેખકે બાપ-દીકરો, બાપ-દીકરી, ભાઈ-બહેન, ભાઈ-ભાઈ, પતિ-પત્ની, નોકર-શેઠાણી, વફાદાર કે નિમકહરામ થયુમિત્ર, કાકાભત્રીજા વગેરે અનેક પ્રકારના કૌટુંબિક અને અન્ય સંબંધ અને વ્યવહારોનું આબેહુબ ચિત્રણ કર્યું છે. અને એ એવી ખૂબી અને કસબથી કર્યું છે કે, વાર્તા લાંબી હોવા છતાં, વાચક પ્રેમથી તેને આગળ ને આગળ વાગ્યે જ જાય છે. સફળ વાર્તાકારની આ જ ખરી ખૂબી કહેવાય. વાર્તાની શરૂઆત મિ0 ડોમ્બીને ઘેર પુત્રની પ્રસૂતિ થાય છે તે પ્રસંગથી થાય છે. આ સમયે તેને છ વર્ષની એક દીકરી છે; પરંતુ ડોમ્બી સાહેબને દીકરીની પરવા જ નથી. તેને તે દીકરો જ જોઈએ. એના જેવી વેપારી પેઢીને દીકરી રૂપી “માલ”ને શે ખપ? મિ૦ ડોમ્બી પોતે એક મોટી તવંગર પેઢીને અભિમાની વારસદાર છે. કોઈ સ્ત્રીને તે પરણે તે તે સ્ત્રી ભાગ્યશાળી બને, એવું માનવા જેવો તેને મિજાજ છે. તેની પ્રથમ પત્ની પુત્રના જન્મ પછી તરત જ મૃત્યુ પામે છે. તેની અસર તેના ઉપર એટલી જ થાય છે કે, તેના ઘરના સરસામાનમાંથી એકાદ ચીજ-વસ્તુ જાણે ઓછી થઈ. તેને પોતાની જિંદગીમાં કોઈ મિત્ર મળે નહીં અને તેને મિત્રની પરવા પણ હતી નહી. દીકરાના નામ- અને દીક્ષા-વિધિ પછીના ખાણામાં આનંદને બદલે મરણ પછીનું ખાણું હોય તેવો દેખાવ તે થવા દે છે! બધા જયારે આનંદમાં હોય, ત્યારે તે પિતે એક મુડદાલ નિર્જીવ માણસ હોય તેમ, રશિયન મેળામાં વેચવાને હોય તેવો ઠંડીમાં થીજી ગયેલ, લાગણી વિનાને, અડિયલ ખચ્ચર જેવો જ બેસી રહે છે. તેના દેખાવ જેવો જ સ્ટાર્ચથી કડક કરે તેને પોશાક છે; અને એ પિશાકમાં વધુ કડક થઈને તે બેસે છે. પિતાની સગી દીકરી પ્રત્યે તે તેને તુચ્છકાર અને અણગમો હતો જ; પિતાની બીજી વખતની પત્ની સાથે પણ તે એવું જ તુચ્છ અને કડક વર્તન રાખે છે. એ નવી પત્ની પણ સ્વભાવે બહુ અભિમાની જ હતી; એટલે એ બે અભિમાને સામસામે અથડાતાં કૌટુંબિક જીવનમાં કેવળ તણખા જ ઊડે છે અને આગ લાગે છે છેવટે એ બીજી પત્ની મિ0 ડોમ્બીના અભિમાનને ધૂળભેગું કરવા ખાતર જ તેના લુચ્ચા મેનેજર સાથે ભાગી જાય છે – ભાગી જવાને દેખાવ કરે છે અને એ લુચ્ચા મૅનેજરને પણ હંમેશને માટે ખતમ કરે છે, – એ વળી જુદી વાત. Page #59 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! છેવટે “ડોમ્બી ઍન્ડ સન' જયારે દેવાળું કાઢે છે, ત્યારે જ મિત્ર ડોમ્બી સહેજ નરમ અને ઢીલો પડે છે. તેના અભિમાનને એવડી મોદી ઠોકર તેની મમળી જગાએ એટલે કે ધનની બાબતમાં જ વાગવાની જરૂર પડે છે. ઓખીના ધન વિષેના ખ્યાલ બહુ વિચિત્ર છે. આપણા સંસ્કૃત સુભાષિતની માફક બધા જ ગુણ કાંચનમાં છે, તેમ જ નાણાથી દુનિયામાં જે કંઈ ધારીએ તે થઈ શકે છે, એવું તે માને છે. બધા નવા થયેલા ધનિકો એમ જ માનતા હોય છે. પરંપરાથી ધન પચાવીને ઊભી થયેલી ખાનદાની તેમનામાં હેતી નથી. કેવળ અછકલાપણું જ તેમનામાં હોય છે. લક્ષમીની ચંચળતા, લક્ષ્મીની નબળાઈ, લક્ષમીમાંથી ઊભી થતી આશા અને નિરાશા અને છેવટે તેમાંથી કશું જ કાયમી નીપજતું નથી તે તેને છેવટે સમજાય છે. ડૉ. એ. જે. શમન દાક્તરી ધંધો છોડીને લેખક બને, અને અઢળક ધન કમાયેલો. પણ છેવટે એ લખે છે, “મેં આ શું કર્યું? જે હું દાક્તર જ રહ્યો હોત, તો કોઈનું પણ કશુંક ભલું કરી શક્યો હેત; આ પૈસાથી હું શું કરી શકીશ? આ પૈસાથી હું શું કરીશ?” મિ૦ ડોમ્બીની દીકરી ફલોરન્સનું પાત્ર સજીને ડિક પિતાની કલાની અવધિ કરી છે. ધનિક બાપની દીકરી હોવાને વાંકે જ ત્યજાયેલ અને તરછોડાયેલ એ છ વર્ષની નાની ઉંમરે જ પોતાની માતા ગુમાવે છે. પિતા તે તેને ખામાં લેતા જ નથી. પિતાના નાના ભાઈ ઉપર તે અનન્ય પ્રેમ અને વાત્સલ્ય ધરાવે છે. જ્યારે તે બીજાં નાનાં બાળકોને પિતાનાં વહાલાં માબાપને ગળે વળગીને ગેલ અને આનંદ કરતાં જુએ છે, ત્યારે તે પોતે ગંભીરતાથી વિચારે છે કે, આ બધાં બાળકો પાસેથી હું શું શીખું કે જેથી હું પણ મારા પિતાને પ્રેમ સંપાદન કરી શકું? પિતાની નવી મા એડિયા ઉપર પિતાના પિતા ખુશ છે એમ માની, તેની પાસેથી પણ પિતાના પિતાને પ્રેમ શી રીતે જીતી શકાય એ કળા શીખવા માટે જ તે એને વળગતી જાય છે! જે દિવસે તેની ઓરમાન મા ભાગી જાય છે, તે જ દિવસે તેને બાપ તેને પણ એની સંતલસમાં રહેલી ગણી, લાફો મારી ઘરમાંથી કાઢી મૂકે છે. દુનિયાના કોઈ પણ સમાજમાં દીકરી પોતાના બાપને કે ભાઈને ઘેર જવા માટે આમંત્રણની અપેક્ષા રાખતી નથી. તે સ્વાભાવિક રીતે જ Page #60 -------------------------------------------------------------------------- ________________ ડેડી એન્ડ સન માબાપ કે ભાઈને ઘેર જવા તલસે છે. દક્ષને ત્યાં પાર્વતી યજ્ઞ વખતે વગર બોલાવ્યે જાય છે. એને સ્વભાવ અને નિર્દોષ પ્રેમ દીકરી માબાપ પ્રત્યે ધરાવે છે. આ સંસારમાં ભાઈ-બહેનને પ્રેમ તદ્દન નિર્દોષ અલ્લૌકિક અને ઉત્તમ પ્રકાર છે. તે ફૉરેન્સના પાત્રમાં ચરિતાર્થ થાય છે. આ પાત્ર સર્જીને લેખકે કમાલ કરી છે. ખી એન્ડ સન'ના મેનેજર ઑન કાર્કરનું પાત્ર બંધુ અને લુચ્ચું છે. તે પિતાના શેઠને દગો દે છે. પિતાનાં ભાઈ અને બહેનને પણ ધુત્કારે છે, અને દુનિયામાં કોઈની પણ પરવા તે કરતો નથી. તે છેવટે પિતાની નીચતાની પરાકાષ્ઠાએ પહોંચે છે, અને પિતાને ઉચિત કારમા અંતને પામે છે. એ પાત્ર દ્વારા ડિકન્સ માનવ જીવનમાં મળતાં બંધાઈ, લુચ્ચાઈ, દશે વગેરેને તાદશ કરી આપે છે. મેનેજર કાકરને ભાઈ જેમ્સ અને બહેન હેરિટ જ્યારે પિતાના ભાઈ જોનના મરણ પછી મિલકત મેળવે છે, ત્યારે પિતાના શેઠ ડેબીને ખબર ન પડે તેમ સિફતભેર નાણાંકીય મદદ કરે છે. મેનેજર કાર્કરને એ ભાઈ એક વખત પાપ કર્યા પછી પ્રાયશ્ચિત્ત કરી “સાધુ’– સદાચારી બનનાર માણસને નમૂને છે. અને પોતાના એ ભાઈની એ હડધૂત દશામાં તેને સાથ આપવા જતાં પોતાના જીવનને હેડમાં મૂકનાર હેરિયેટ એ ભાઈબહેનના પ્રેમનું બીજું અનેખું ઉદાહરણ રજૂ કરે છે. હરેક જમાનામાં બધા સમાજમાં આવા પાવનકારી દ લેવામાં આવે છે. આવી રીતે સામાન્ય લેખાતાં પાત્રોને પણ માનવતાના ગુણનું આલંબન આપી લેખકે પિતાની કલમને આપણા હૃદય પર જાદુ કર્યો છે. ૪ આ કથામાં રાણી વિકટોરિયાના વખતની સર્જરીને પણ લેખકે આછો ખ્યાલ આપવા પ્રયત્ન કર્યો છે. કૅપ્ટનને બનાવટી હાથ જેમાં ફૉક અને આંકો બેસાડી શકાય તે કોઈએ બનાવી આપ્યો છે. છેલ્બી જ્યારે ઘોડા પરથી પડી જાય છે અને તેને પાસેના પબ્લિક હાઉસમાં લઈ જવામાં આવે છે. ત્યારે ત્યાં આજબાજુથી ડૉકટરો આવી પહોંચે છે, – જેમ રણમાં પડેલા ઊંટને ખાવા ગીધડાં ભેગાં થાય તેમ ! અને જુદા જુદા ડાક્ટરો કમાવાની દૃષ્ટિએ ખ્યાલ કરી કોઈ ગામ તરફ તે કઈ સીમ તરફ ખેંચે છે. કોઈ કહે છે કે, કંમ્પાઉન્ડ ફ્રેકચર છે, કઈ કહે નથી. આમાં લેખકે તે જમાનાની Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! ડૉકટરી સેવાને આબેહૂબ ખ્યાલ રજૂ કર્યો છે. સેવાની પાછળ છુપાયેલ કમાવાની ઉત્કટતાનું વર્ણન સુંદર રીતે કર્યું છે. આજે ૧૨૫ વર્ષ બાદ પણ વિજ્ઞાન અને મેડિકલ સાયન્સ ખૂબ આગળ વધ્યું છે, પરંતુ તે જ ઝડપે ડૉકટરની સેવાભાવનામાં ઝાઝો ફેર પડયો નથી. તે જમાનામાં પણ દેખાવડી છોકરીઓને ગરીબ અને તવંગર બને વર્ગોમાં તેમનાં મા-બાપ વેપાર કરતાં. એડિથ તેની માને પણ આવા કામ માટે રોકડું પરખાવી દે છે. આવા ગોઠવાયેલા તંત્ર વચ્ચે તે ડોમ્બીને પરણે છે; પણ તે દિલથી તેને ચાહી શકતી નથી. આમ તે વખતના વિલાયતી સમાજનું સુંદર ચિત્ર લેખકે આ વાર્તામાં ૨જ કર્યું છે. પરિવાર સંસ્થાની નવી ચોપડી માટે કાંઈક લખવાને નિમિત્તે ડિકન્સની આ સુંદર કથાનું વાચન-મનન કરવાની જે અણધારી તક મને મળી, તે નિમિત્તે તે મહાન કથાકારને મારી શ્રદ્ધાંજલિ અર્યું છે. આવી સુંદર કથા ઉચિત રીતે ગુજરાતી ભાષામાં ઊતરે છે, એ વળી સેના સાથે સુગંધ જેવો જ છે. હું આ સંક્ષેપને હૃદયપૂર્વક આવકારું છું, અને સંપાદક તથા પ્રકાશકને ધન્યવાદ આપું છું. આ નવલકથા ગુજરાતી ભાષામાંના એછા એવા સારા વાત-સાહિત્યમાં જ નહીં પણ વિશ્વસાહિત્યના ગુજરાતી સફળ અનુવાદોમાં ઉચિત સ્થાન પામશે. આજે નવી બે યુનિવર્સિટીઓની શરૂઆત થઈ રહી છે અને તેમાંય માધ્યમનો સવાલ મહત્ત્વને બન્યો છે, ત્યારે ચાલુ પિઢીને આ જાતનું સાહિત્ય ખૂબ ઉપયોગી નીવડશે. આ કાર્ય વધુ ને વધુ યશસ્વી થાય એ જ આશા અને પ્રતીક્ષા. તા. ૧-૬-૬૬ ડૉ. મોતીભાઈ દેસાઈભાઈ પટેલ Page #62 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતીચંદ્રનો ગૃહત્યાગ ગોવર્ધનરામ ત્રિપાઠી સંપાઃ કમુબહેન પુત્ર છે. પટેલ પ્રસ્તાવના: મગનભાઈ દેસાઈ કિં. ૧૨-૦૦ સરસ્વતીચંદ્ર આ૫ણું નવલથા-સાહિત્યને નગાધિરાજ પંડિતયુગનું મહાકાવ્ય” આશાના બે બોલ સરસ્વતીચંદ્ર'ને, અને તે પણ ગુજરાતમાં!– આવકારને સવાલ જ કેમ હોઈ શકે? પરંતુ નવા પુસ્તકને આવું કાંઈક પ્રારંભે હોવું ઘટે, એ રિવાજ પ્રકાશ પાડ્યો છે, તે પૂરતી જ આ થોડીક લીટીઓ છે. સરકારી કૉપીરાઈટની કાલમર્યાદા વટાવી ચૂકેલે આ નવલગ્રંથ, એટલાં વર્ષો વીત્યે પણ, આ પુસ્તક જેવા સારદહનને પાકા રહ્યો છે, આ પ્રકારની સિફારસ ભાગ્યે બીજા કોઈ ગુજરાતી ગ્રંથને નસીબે હશે. આ અગાઉ બેએક આવાં સંપાદનો થયેલાં યાદ આવે છે. નવા આ ઉમેરાનો ભાર ખમી શકે એવી ધરખમ આ ગ્રંથની લોકપ્રિયતા છે જ. ગ્રંથ વિષે તે શું જ કહેવાનું હોય? તે વસ્તુ-કાર્ય-કથા કરતા વિચારકથા વિશેષ કરીને છે. હિંદના એક યુગનું વિવેચન એ છે. આથી વિવેચકોએ એના ઉપર જ ગ્રંથો લખ્યા છે, અને હજી લખાય છે. આમ છતાં, એક વાત લાગે છે ખરી : * અંગ્રેજ યુગ બાદ નવો યુગ હિંદભરમાં બેસી ચૂક્યો છે. “સરસ્વતીચંદ્રકાળની પેઢી પણ હવે વીતી ચૂકી છે. નવી પેઢીના ચિંતકોએ આ ગ્રંથન, તેમની સુષ્ટિની ભૂમિકામાં મૂલ્યાંકન કરવા જેટલી તાજગી અને નવજીવનદષ્ટિ દાખવવી જોઈએ. આ પુસ્તક મૂળ મહાગ્રંથનું નાનકડું દોહન હેઈ, સર્વ પ્રકારના વાચકવર્ગમાં ગતિ કરી શકશે – પહોંચશે, એવી આશા છે. તા. ૧૬-૫-૬૬ મગનભાઈ દેસાઈ Page #63 -------------------------------------------------------------------------- ________________ “સરસ્વતીચંદ્ર” દ્વારા શ્રી ગોવર્ધનરામે અર્વાચીન ગુજરાતી સાહિત્ય જગતમાં પગ મૂક્યો. “સરસ્વતીચંદ્ર'ના સંપાદકનું નિવેદન મહાન લેખકોના મહાગ્રંથ એ સમગ્ર માનવજાતને મહાન વારસો છે. ગુજરાતી મહાનવલ “સરસ્વતીચંદ્ર'ના લેખક સાક્ષરશ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી (ઈ. સ. ૧૮૮૫-૧૯૦૭) ગુજરાતી ભાષાના પંડિતયુગના સમર્થ પ્રતિનિધિ ગણાય. ઈ. સ. ૧૮૮૭માં “સરસ્વતીચંદ્રને પ્રથમ ભાગ પ્રસિદ્ધ થયો, ત્યારથી તેણે ગુજરાતને ઘેલું લગાડ્યું છે. આજ સુધીમાં તેની પતેર હજાર ઉપરાંત નકલો વેચાઈ ગઈ છે, અને હજુ વેચાવી ચાલુ છે. આજે આટલાં વર્ષે પણ હજુ એના જેટાની બીજી મહાનવલ ગુજરાતી ભાષામાં લખાઈ નથી. પૂર્વ અને પશ્ચિમનાં બળોની તુલના કરતી અને બંનેના સુભગ અંગેનો આદર કરતી આ નવલકથા ગુજરાતી ગદ્યસાહિત્યમાં એક સીમાસ્તંભ બની રહી છે. ગાંધીજીએ પણ કહ્યું છે કે, “(સરસ્વતીચંદ્ર) ના પહેલા ભાગમાં એમણે પિતાની શક્તિ ઠાલવી. નવલક્થાને રસ પહેલામાં ભરેલું છે. ચરિત્રચિત્રાણ એના જેવું ક્યાંય નથી; બીજામાં હિંદુ સંસાર સરસ ચીતરાયો છે; ત્રીજામાં એમની કળા ઊડી ગઈ અને ચેથામાં એમને થયું કે હવે મારે જગતને જેટલું આપવું છે તે આ પુસ્તક દ્વારા જ આપી દઉ તે કેવું સારું!” મહાત્માજીની આ ટીકામાં એ મહાનવલની ખૂબી અને મર્યાદા બંને સ્પષ્ટ થાય છે. ગુજરાતી પ્રજાને ઉત્તમ સાહિત્ય પીરસવાની મિશનરી ભાવનાથી અને નેમથી લખાયેલી એ નવલકથાએ ગુજરાતી સાહિત્યના વિકાસમાં પ્રશંસનીય ફાળો આપ્યો છે, એટલું જ નહિ પણ, ગાંધીજી અને સરદારશ્રીને કામ કરવા માટે ગુજરાતનું સાંસ્કૃતિક વાતાવરણ તૈયાર કરવામાંય એ નવલકથાએ ઠીક ઠીક ભાગ ભજવ્યો છે, એમ કેટલાક વિવેચકોનું માનવું છે. આપણા મહાકવિ નાનાલાલે તે આ મહાકથાને બિરદાવતાં કહ્યું છે, “ગઈથેનું “વિલ્હેમ મિસ્ટર', “અરબની રાત્રીઓ', હૃગેનું “લે-મિઝેરબ્ધ” ને ગોવર્ધનભાઈને “સરસ્વતીચંદ્ર': ચાર ચાર દિશાઓની દેવીઓ જેવી Page #64 -------------------------------------------------------------------------- ________________ સંપાદકનું નિવેદન દિશાઓને સિંહાસને એ ચાર કાદમ્બરી વિરાજે છે. એ સહુ ઉપર આકાશકેન્દ્ર દેવકના ઝુમ્મર જેવી અનેક જયોત પાંચમી બાણભટ્ટની કાદમ્બરી વળેઢળે ને લૂમેઝૂમે છે. છઠ્ઠી એવી મહાકાદમ્બરી લખાશે ત્યારે પૃથ્વી તેને તેટકેટલા ભાવે પૂજશે. દિશામંડળને ખૂટતે ચેક આજે તે ગુજરાતે પૂર્વે છે... ઇતિહાસ કહે છે કે, “સરસ્વતીચંદ્ર' છપાયે એ મહાતિથિએ આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્ય જગસાહિત્યમાં પગ મૂક્યો.” આ ઉપરાંત આજના અને પંડિતયુગના અગ્રણીઓ આનંદશંકર ધ્રુવ, બ. ક. ઠાકોર, વિજયરાય ક. વૈદ્ય- સૌએ આ નવલકથાને ટૉલ્સ્ટૉયની વૉર ઍન્ડ પીસ' (૧૮૮૬-૮૯) તથા રોમે રોલાંની ઝાં ફિસ્ટાફે (૧૯૧૦-૧૨)ની સમકક્ષ ગણી છે. આવી જતી અને જાણીતી નવલકથાને વિસ્તૃત સંપ આજના ગુજરાતી વાચકની સેવામાં નમ્રભાવે રજૂ કરતાં આનંદ થાય છે. પરિવાર સંસ્થાએ વિશ્વસાહિત્યની કહી શકાય એવી જાણીતી મોટી નવલકથાઓના, પોતે વિચારી કાઢેલી એક ખાસ શૈલીમાં, “વિસ્તૃત' અને સચિરા' રક્ષેપો બહાર પાડયા છે. એ રીતે તૈયાર કરાયેલા મોટી મોટી નવલકથાઓના સંપો ગુજરાતી વાચકને વિશેષ અનુકૂળ આવે છે, એ અનુભવ છે. વિદેશી ભાષાઓના કે અન્ય દેશના નીવડેલા સાહિત્યના સંપર્કથી આપણા ગુજરાતી સાહિત્ય સર્જનને નવી પ્રેરણા અને સૂઝ મળે, એ ઉપરાંત વાચકેની સુરુચિ ખીલે; તથા દેશકાળથી અપરિસીમિત એવા માનવ સંસ્કાર, ભાવના અને આદર્શોના પરિચયથી પોતાના સંસ્કારો અને આદર્શોનું શોધન કરવાનું પણ તેમને માટે સહેલું બને, એ વાત નિર્વિવાદ છે. એમાંથી આગળ વધી, સંસ્કૃત ભાષાની કાદંબરી જેવી મહાકથાઓ તથા ગુજરાતી ભાષાની જ મહાકાદંબરી “સરસ્વતીચંદ્ર'ના એવા વિસ્તુત સંક્ષેપોની માગણી થવા લાગી. તેને પરિણામે “આપણા નવલકથા-સાહિત્યના નગાધિરાજને આ સંક્ષેપ રજૂ કરવાની પ્રેરણા મળી. એક રીતે જોઈએ તે આ મહાગ્રંથ આપણા સાક્ષર-જીવનના 'પંડિતયુગનું મહાકાવ્ય છે. પરંતુ સંસ્કૃત ભાષાના બીજા મહાગ્રંથની માફક તેને વિદેશી ભાષામાં અનુવાદ થ છે ખરો? ખરી વાત એ છે કે, એ મૂળ ગ્રંથને વિદેશી ભાષાઓમાં અનુવાદ થવો અશકય છે. કારણ કે, એના સમર્થ અને ચિંતનશીલ લેખકે, મૂળ વાર્તાને આગળ વિકસાવવા જતા, તેના ઉપર ત્રીજા અને ચોથા Page #65 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! ભાગમાં પ્રાચીન આર્ય રાજનીતિ અને લખઅલખ-વાદી વેદાંત દર્શનનું ભાણ ભરપટ્ટ લાદી દીધું છે. એ બંને વસ્તુઓ તેના વિદ્વાન લેખકને ભૂલે આકર્ષક અને સુંદર લાગી હશે; પણ લખ-અલખ-વાદ ભારતવર્ષમાં જ કદી એક દર્શન તરીકે પ્રચાર પામ્યો ન હેઈ, તથા તેમણે વિચારેલું આર્ય રાજનીતિશાસ્ત્રનું વ્યવહારુ સ્વરૂપ પણ મલ્લરાજનાં ભવન સિવાય બીજે ક્યાંય મૂર્તિમંત થયું ન હેઈ, તેનો અનુવાદ કરવા વિદેશી વિદ્વાને પરિશ્રમ લે, એ શકય નથી. હા, એ મહા-નવલના વાર્તાતતુને એ બધા ભારણ નીચેથી જુદો તારવી આપવામાં આવે, તે એ મહા-નવલના વિદેશી અનુવાદો શક્ય બને ખરા. એટલે “સરસ્વતીચંદ્ર'ના એવા સભર સંક્ષેપોનું કામ ગુજરાતી ભાષામાં જેટલું થાય તેટલું આવકાર્ય ગણાય. સાહિત્ય અકાદમી તરફથી ગુજરાતીમાં અને હિંદીમાં એના બૃહત્સંક્ષેપ પ્રસિદ્ધ થયા છે. (વર્ષો અગાઉ પ્રથમ બે ભાગની હિંદી અને મરાઠી અનુવાદો પણ છપાયા હતા.) ગુજરાતીમાં બીજા પણ સંક્ષેપો બહાર પડયા છે. એ સંક્ષેપો મુખ્યત્વે જુદી જુદી ક્ષાના વિદ્યાર્થીઓને લક્ષમાં રાખીને કરવામાં આવ્યા છે. પરંતુ માત્ર નવલકથા તરીકે કરાયેલા તેના આ સંક્ષેપને હજુ સ્થાન છે, એ રસિયા વાચકોને તરત સમજાઈ જશે. આ પ્રયાસમાં નવલકથાના માત્ર વાર્તાતંતુને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મૂળ સમર્થ લેખકની સુંદર, સુઘડ, શુદ્ધ ગુજરાતી ભાષાની છાપ, અનુભવસંચય, ચિંતન, ફિલસૂફી, સંસારમીમાંસા, તથા રસદષ્ટિની ખૂબીની ઝલક તેમાં ભારોભાર ઊતરે, એને પૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે. એનું કદ કાઉન ચોરસ પાનથી વધે નહિ, તે એક ચાલુ સુંદર નવલકથા તરીકે એ વધુ સ્વીકાર્ય બને, એમ માની લઈ, કદની એ મર્યાદામાં આખી મહા-નવલના વસ્તુને સમાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને પરિણામે એમ લાગ્યું છે કે, વાર્તાને રસ વધુ સુભાગ્ય અને આહલાદક, બન્યો છે. અલબત્ત, આ કરતાં પણ બીજા વધુ કે વિસ્તૃત સંક્ષેપ ન થઈ શકે એમ નથી; વસ્તુનાં જુદાં જુદાં અંગોને વધારે કે ઓછાં બહલાવીને જુદે જુદો ઘાટ અને રૂપ જરૂર ઉતારી શકાય. આમ આવા સંક્ષેપો પોતપોતાની જવાબદારીએ થયા પછી, એમને કોઈ સંક્ષેપ કઈ વિદેશી ભાષામાં ઉતારવો સહેલો બનશે, ત્યારે આપણી આ મહાન નવલકથા વિશ્વસાહિત્યમાં તેનું સમુચિત સ્થાન પ્રાપ્ત કરશે. જો કે, એ કામ પણ આપણે જ કોઈ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૫ સ’પાદકનું નિવેદન સાહિત્યસેવક કેસ...સ્થા જાતજવાબદારી અને સેવાવૃત્તિથી કરશે તો જ જલદી થશે. આ સંક્ષેપ તૈયાર કર્યા પછી, અમે ગુજરાતના કલાગુરુ અને શિષ્ટ ચિત્રકાર શ્રી. રવિશંકર મ૦ રાવળને મળ્યા અને તેને સચિત્ર કરી આપવા વિનંતી કરી. તેઓશ્રીએ મુનશીની પાત્રસૃષ્ટિ ગુજરાતને ભેટ ધરી જ હતી; એટલે ગેાવર્ધનરામના 'સરસ્વતીચંદ્ર'ની પાત્રસૃષ્ટિ રજૂ કરવાનું કાર્ય તેઓશ્રી જ પેાતાના હાથમાં લે એ વધુ ચાગ્ય કહેવાય. અમે એમને એ વિનંતી કરી ત્યારે અમને આનંદ અને આશ્ચર્ય સાથે એમ માલૂમ પડયું કે, એ વસ્તુ છેલ્લાં સાઠ વર્ષથી તેમની કલ્પનામાં હતી જ! પેાતાની વિદ્યાર્થી અવસ્થામાં ૧૯૧૪-૧૫ માં, તેમણે તેની શરૂઆત પણ કરેલી. પણ તે કામ પછી રહી ગયેલું. તેમણે અમારી માગણી સહર્ષ સ્વીકારી, પરંતુ આંખની બીમારી અને મેતિયાના ઓપરેશનના કારણે તે એને કાર્યાન્વિત કરી શકે તેમ ન હતું. તેમ છતાં તેઓશ્રીએ ગેાવર્ધનરામની પાત્રસૃષ્ટિ ઊભી કરવી હોય તો જરૂરી લાગતી વિગતાનું જે ટાંચણ કર્યું, તે તેઓશ્રીના હસ્તાક્ષરમાં અમારી પાસે મેાજૂદ છે. ભવિષ્યમાં કોઈ ગુજરાતી ચિત્રકારને એ બાબતમાં પોતાની પીંછી અજમાવવી હશે, તે તેને તે ઠીક ઠીક મદદરૂપ નીવડશે. આ સુંદર મહા-નવલમાં લેખકે અંગ્રેજોના આગમન બાદ ઊભી થયેલી આપણી હિંદુ સંસાર-વ્યવસ્થાનું અને મનેાદશાનું આબેહૂબ ચિત્ર રજૂ કર્યું છે. અંગ્રેજી કેળવણીને કારણે આપણા શિક્ષિત જુવાના કેવા પાપલા, લાગણીવાળા, વેવલા, રાતલ તથા ‘રખડુ ફિલસૂફ’ અને પુરુષાર્થહીન બની ગયા હતા, એનું તાદશ ચિત્ર આ નવલકથામાં જેવું રજૂ થાય છે, તેવું બીજે ભાગ્યે જોવા મળે. અંગ્રેજી રાજયની સમગ્રપણે ભારતીય પ્રજા ઉપર થયેલી ઘાતક અસર વિષે પણ તેઓશ્રી સજાગ છે. અંગ્રેજી રાજ્યના અહેાભાવના એ જમાનામાં એ વસ્તુ ખાસ નોંધપાત્ર ગણાય. બે દેશી રાજ્યોના રાજ્યકારભાર અને ત્રણેક મેટાં કુટુંબોને ગૃહકારભાર આવરી લેતી આ મહાનવલની પાત્રસૃષ્ટિ વિપુલ છે; તથા પ્રસંગાની ગેાઠવણી આજકાલની રહસ્યમય નવલકથાઓની આંટીઘૂંટીને પણ આંટી જાય તેવી હોવાથી, આ નવલકથાની પાનસૂચિ શરૂઆતમાં કક્કાવારીના ક્રમે ગાઠવીને આપી છે; જેથી આગળ આવી ગયેલા કોઈ પણ પાત્રની ઓળખ તરત તાજી કરી શકાય અને વાચનમાં રસક્ષતિ ન થાય. જરૂરી જણાયું ત્યાં તે તે પાત્રની વિશેષ ઓળખ જે પાન ઉપર મળી શકે તેમ છે તે પાનને નંબર પણ નોંધવામાં આવ્યો છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! પાત્ર-નામો જેટલાં જ સ્થળ-નામે પણ આ નવલકથામાં વિપુલ તથા અત્રતત્ર વેરાયેલાં હોવાથી, વાચકની યાદદાસ્ત તાજી કરવામાં મદદરૂપ બને તે હેતુથી તેમને પણ પાત્રસુચિમાં સામેલ કરવામાં આવ્યા છે. ટૂંકમાં, આજના ગુજરાતી વાચકને આ મહાનવલની વાર્તાનું સુગ સળંગ પકડાયેલું રહે તે રીતે આ સંક્ષેપ તૈયાર કર્યો છે. તેથી એક વાર્તા તરીકે એ મહાનવલ કેટલી બધી સફળ નીવડી શકે તેવી છે, તેનો ક્યાસ વાચકને આવી જશે. સમગ્ર નવલકથાને તેની વિપુલ વિચારસુષ્ટિના પણ થોચિત સંક્ષેપ સાથે રજુ કરી શકાય; પણ એટલું યાદ રાખવું કે મૂળ નવલકથાને મુખ્યત્વે ત્રીજો અને લગભગ આખો ચોથે ભાગ લેખકે એ માટે રોકેલો છે, એટલે એ સંક્ષેપ અત્યારે છે તેના કરતાં અઢીગણ તે થાય જ. ઉપરાંત નવલકથાની એ વિચારસૃષ્ટિનું ચિંતન-મનન અને વાર્તારસને ઉપભોગ એ બે જુદી જ બાબતે હેઈ, તે બેને નાહક ભેગાં કરવાં ભાગ્યે જરૂરી કહેવાય. ઉપરાંત વાર્તાતંતુને આધારે જ એ વિચારસૃષ્ટિ પણ રજૂ થયેલી હેઈ, પાત્રોનાં કાર્યોમાં એ પ્રતિબિંબિત થાય છે જ; એટલે માત્ર વાર્તાતતુને માણનારો વાચક પણ મૂળ ગ્રંથની વિચારસૃષ્ટિથી તદ્દન અસ્પષ્ટ નથી જ રહેતો. આશા છે કે, અત્યારના વાચકને આ સંક્ષેપ તે મહા નવલને રસાસ્વાદ કરાવવામાં ઠીક ઠીક સહાયભૂત નીવડશે. પૂજ્ય શ્રી. મગનભાઈ દેસાઈએ આ સંક્ષેપ માટે “આશાના બે બેલ' લખી આપી તેને પોતાના પ્રેમાશિષ સમપ્ય છે. તેથી તેની ઉપયોગિતામાં વધારો થયો છે. તથા શ્રી. સેમાલાલ શાહે ગેવર્ધનરામની સુંદર પાત્રસૃષ્ટિ તૈયાર કરી આપી છે. તે માટે તેમના ખાસ ઋણી છીએ. નવજીવન ટ્રસ્ટના કાર્યકર્તાઓ તથા આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અન્ય કલાકારો અને મિત્રોના અદૂભુત સાથ અને સહકાર વિના આ સંક્ષેપ આવા સુઘડ સ્વરૂપે બહાર પાડી ન શકાત. ખાસ કરીને શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. ગોપાળદાસ જીવાભાઈ પટેલ તથા શ્રી. મણિભાઈ વાઘજીભાઈ પટેલ અને સંસ્થાના અન્ય કાર્યકર્તાઓ અને સાથીઓની પ્રેરણા અને જહેમતથી ઊભી થયેલી પરિવાર સંસ્થાને ખાસ આભાર માન રહે છે. જોકે, છેવટે તો સહૃદયી અને સુજ્ઞ વાચકોને જે આહલાદ કે સંતોષ થશે, એ જ આ પ્રકાશનની ખરી કૃતાર્થતા હશે. આ સંપ ગુજરાતના કદરદાન વાચકના હૈયાને અને અંતરને પ્રફુલ્લિત કરો, એ જ પ્રાર્થના. તા. ૧૦-૯-૭૫ કશુબહેન પુત્ર છે. પટેલ Page #68 -------------------------------------------------------------------------- ________________ કુટુંબ-પરિવાર [ શ્રી ગુરુદત્ત કૃત નવલકથા “જુન']. અનુઃ કમુબહેન પુત્ર છે. પટેલ પ્રસ્તાવના: મગનભાઈ દેસાઈ | કિ. ૧૧-૦૦ [પરિવાર સંસ્થાએ શ્રી. ગુરુદત્તની છ વાર્તાઓ ગુજરાતીમાં ઉતારી છે. ૧. કુટુંબ-પરિવાર ૨. ધન અને ધરતી ૩. પ્રેમનાથ ૪. ભ્રષ્ટાચારને માર્ગે ૫. ગંગાજળ ૬. ભૂવ કેની?]. શ્રી. મગનભાઈ દેસાઈને ઉપદૂધાત આ ગ્રંથની અનુવાદક તથા પ્રકાશક, અO સૌo ચિત્ર કમુબહેને, તેના આમુખ તરીકે, કાંઈક લખી આપવા મને કહ્યું, તે મારે માટે એક “પરિવાર”. પ્રિમના આદેશ સમાન હતું. હું તેની ના ન પાડી શકયો; અને તે માટે પડી વાંચવા માંડી. તે વાંચતાં આનંદ આવ્યો અને મનમાં કમુબહેનને આભાર માન્યો કે, એ વાંચવાની તક પેદા કરી. આ પ્રકાશન-કામ મારા સ્વ૦ મિત્ર વિજયશંકર ભટ્ટના સ્નેહસ્મરણ અને પ્રીતિ અર્થે બહાર પડે છે. આ પુસ્તક (ગુન) મૂળ હિંદીમાં એમણે પોતાના પરિવાર જોડે વાંચ્યું, અને તે એમને એવું ગમ્યું કે, તેને અનુવાદ કરીને પ્રસિદ્ધ કરવા માટે મૂળ લેખકની પરવાનગી તેમણે માગી લીધી. ત્યાં જ તેમને મોટા ઘરનું તેડું આવ્યું. આ કામ મૂકીને તે ગયા. તે આમ સુંદર રીતે તેમની સ્મૃતિ રૂપે પાર પડે છે, તેમાં આ રીતે જોડાઈ શકું છું, એ મારે માટે એક કીમતી સંભારણું પણ છે. ગ્રંથને પ્રસન્ન કથાપ્રવાહ એકધારે ને સતત વહે છે: તેમાં કોઈ આડ-ફાંટા કે નાહકનું લખાણ નથી, એ તેનું એક મેટું પ્રાસાદિક કારણ લાગ્યું. અને પ્રવાહની ગતિ પહાડોમાંથી ગંગાવતારે થતી અલકનંદા કે ભાગીરથી જેવી ધસતી કે ધોધમાર નથી, પણ મેદાન પર આવીને વહેતી કારભાદી ગંગામાતા જેવી ધીરદાત્ત છે. S Page #69 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! અને એના એવા કથાપ્રવાહમાં તણાતાં સહેજે મને આપણો મહા નવલ-ગ્રંથ “સરસ્વતીચંદ્ર' યાદ આવ્યો. એની કથા-વસ્તુ ખાસ યાદ આવી : ક્યાં એ મહાગ્રંથનું નાનકડું સાંસરિક વસ્તુ-કાર્ય અને ક્યાં આ લઘુગ્રંથનું લાવ્યું ને વિપુલ કથાનક! બાહ્ય કદ અને તેમાં નિરૂપિત કથા-વસ્તુ વ્યસ્ત પ્રમાણમાં જ લાગે ! અને વસ્તુની ચિત્રકલામાં પણ એવી જ વ્યસ્તપ્રમાણતા લાગી. પરંતુ “સરસ્વતીચંદ્ર' યાદ આવવાનું કારણ એથી ઊંડું હતું : અને તે, કુટુંબ-પરિવાર” અને “સરસ્વતીચંદ્ર'માં ચિત્રિત થયેલા સમાજમાં રહેલું અમુક દેશકાલનું મૌલિક સામ્ય – તેમની સમયુગીનતા અને કાંઈક અંશે વિષયસમાનતા. બને કથાને નિરૂપણ-વિષય અંગ્રેજ રાજ્યકાલમાં પ્રવેશ અને અંગ્રેજી સંસ્કૃતિના સંસર્ગમાં આવતા હિંદુ ધર્મસમાજ અને તેની પલટાતી જતી કુટુંબ-વ્યવસ્થા છે. જોકે કાલ-દષ્ટિએ “સરસ્વતીચંદ્ર' ૧૯ માં સૈકાના ઉત્તરાર્ધને નિરૂપે છે, "કુટુંબ-પરિવાર’ ૨૦ મા સૈકાના પૂર્વાર્ધકાલ પકડે છે. આમ છતાં, મૂળ દેશકાલ અને સમાજકારણ એક જ અંગ્રેજરાજય-યુગનાં છે. અને એમાં મુખ્ય વિષય એ છે કે, પરદેશી પરપ્રજા – પરસંસ્કૃતિનું રાજ્ય થતાં, “રાના [W #રામ્’-ન્યાયે, આપણા પ્રાચીન-સંસ્કૃત દેશમાં સહજ સંકરતા રૂપે પરિવર્તન થવા માંડયું. બને કથામાં આ યુગાન્તકારક વસ્તુ નિરૂપવાને સમર્થ પ્રયત્ન થયો છે. આ પરિવર્તન આપણા લોકજીવનનાં સર્વ ક્ષેત્રને આવરે એવું વ્યાપક હતું : કહો કે, પૂર્વ અને પશ્ચિમ દુનિયા – હિંદને ધર્મસમાજ અને વિલાયતને ખ્રિસ્તસમાજ પહેલવહેલા નિકટ સંપર્ક સંઘર્ષ-સંઘાતમાં આવ્યા. તેની સાથે આપણી પ્રાચીન પ્રજાએ પહેલવાર યુરોપીય સુધારાને અનુભવ લીધ: નવી સમાજવ્યવસ્થા, નવી કુટુંબભાવના, નવી આહારવિહારરીતિ, નવી સેનાપદ્ધતિ, નવી રાજવહીવટકળા, નવા ઉદ્યોગધંધા અને વેપાર-રોજગાર; અને ખાસ કરીને તે, નવી ઢબની પરરાજ્યસેવા અને તેની નોકરી-ચાકરી તથા ધંધાપાણી. આ બધો વ્યાપક સંગ આપણા સમાજ પર પ્રભાવ પાડો થયો, અને આ સંગ રાજયાસને આરૂઢ થયેલો હોઈને, અંગ્રેજ રાજકર્તા લોકદષ્ટિમાં આપોઆપ શ્રેષ્ઠ-શિષ્ટ-જન કર્યો; –ચંદ્યાવરતિ એકર તત્તવેતર વનનો ન્યાય આપણા આ કાળના લોકજીવનમાં પ્રવર્તવા લાગ્યો. પરંતુ, એને મર્યાદા હતી; તે પૂર્વેના મુસ્લિમ સંસર્ગ જેવું નહોતું. કારણ, ગેરે ખ્રિસ્તી કેવળ પરાયો રહ્યો, સ્વદેશથી આવી પરાજય કરી Page #70 -------------------------------------------------------------------------- ________________ કુટુંબ-પરિવાર ખાવા જેટલો જ સંપર્કસ્વાર્થ તેણે કેળવ્ય : તે પ્રજાએ હિંદને ઘર ન કર્યું. છતાં તે રાજ્ય કરે, પછી સાવ કરી તો કેમ જ રહી શકે? પરિણામે, દા.ત. એન્ટ-ઇંડિયન સમાજ જે જાતિસંકર અને જીવન-સંકર થવા લાગે તે આજે જોવા મળે છે. પરંતુ આવા નર્યા આવજા સંબંધને લઈને, આ સંપર્કને મોટી મર્યાદા સહેજે સાંપડી – આપણા દેશી સમાજના અમુક વર્ષોમાં જ આની અસર ઊતરી શકી. જેમ કે, જેઓ કામધ, નોકરી, શિક્ષણ ઇવેને કારણે રાજયકર્તા અંગ્રેજ ને તેની ભાષાના સંસર્ગમાં આવ્યા, તેમાં એમના સુધારાને ધક્કો પહોંચ્યો. અને આ વર્ગ વસ્તીને એકાદ, બે ટકા જેટલો જ – તેથી ભાગ્યે વધારે – હિતે. બાકીન હિંદને વિશાળ લોકમહાસાગર તેની પૂર્વની પરંપરીણ જીવનપદ્ધતિ તથા દષ્ટિ-સૃષ્ટિમાં જ બહુધા ચાલુ રહ્યો. જોકે, રાજકર્તા તરીકે પ્રજા પર અવશ્ય પડતા તેના પ્રભાવમાંથી તે તે મુક્ત ન જ રહી શકે. પરંતુ પેલા અલ્પ સંખ્યક વર્ગમાં જે આચારવિચારસંકરતાનું જીવનીતર જમ્મુ, તેવું લાગે તે બહાર ચાર તેને ઘેરીને પડેલા અફાટ જનસમુદાયમાં જોવા મળે. બહુ બહુ તે, તેઓ કઈક આશ્ચર્યવતુ એને જોતા હોય તો ભલે! અને એની શિષ્ટ ફેશન બને ખરી. સરસ્વતીચંદ્ર' પેઠે આ કથા આ નાનકડા નવા વર્ગ અંગેના સામાજિક પરિવર્તનને વિષય કરે છે; અને તેમાં ખાસ કરીને કુટુંબક્ષેત્રે શું થયું તેને કેન્દ્રમાં લે છે. છેવટે જઈને જોઈએ તો, સમાજ તેની બે મુખ્ય સંસ્થાઓના સંસ્કાર-બળ વડે ઘડાય છે – કુટુંબ અને રાજ્ય. આ કથા તેમાંની કુટુંબસંસ્થાને લે છે, અને તે અર્થે પેલા નાનકડા વર્ગના એક કુટુંબની લગભગ ત્રણ પેઢી જેટલો લાંબો સમય આ કથામાં આવે છે. આથી, કાળબળે નીતરી ચૂકેલા કેટલાક ફેરફારો એના કથાવસ્તુમાં સ્પર્ધાયા છે. અને કથાકારે એની ફૂલગૂંથણીમાં કમાલ કલાકુશળતા દાખવી છે, એમ લાગ્યા વગર રહેતું નથી. ૪૦૦ પાનના નાના વિસ્તારમાં એક આખા પરિવારનો (૬૦ વર્ષ ઉપરનો) સંસાર તેણે ભારે ખૂબીભેર રજૂ કર્યો છે. ક્યાંય કથા અધૂરી છોડેલી કે નકામી ફૂલેલી કે ફલાવેલી લાગતી નથી. અને એવી જ પ્રવાહી ભાષામાં તે ઊતરી છે. કથાનક એવું થોલબંધ છે કે, જે લેખક ધારત તો, 'સરસ્વતીચંદ્ર'માં જેવી ભાત ભાતની તર્ક-તરંગા યાત્રાને વિચારપ્રવાસ વિકસાવ્યો છે, તેમ તે સહેજે કરી શકત અથવા, આજે ટપકી પડેલી કાપભોગની વાસ્તવવાદી ગુ૦-૪ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૦ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! મનાતી અશ્લીલ કામરાના ચીતરવાની શૈલીમાં પણ તે સડસડાટ વહી જઈ શકે, એવા સ્થાનકોનીય બેટ નથી. અરે, કથાનાયકના પાટવી પુત્ર વિનોદનું આખું પાત્ર જ એને પાત્ર સ્થાને પૂરી પાડે એવું છે. છતાં લેખકે જે સંયમ અને સ્લીવ-શિષ્ટત્વ દાખવ્યાં છે, અને કેવળ ક્યારસ તેના કાર્ય દ્વારા છલોછવ જમાવ્યો છે, તે કયાકલામાં એક જોવા જેવો નમૂને પૂરો પાડી શકે. કથા છે એક હિંદુ સંયુક્ત કુટુંબસંસારની. અંગ્રેજી રાજ્ય અને તેની કેળવણી પ્રસરતાં આ કુટુબસંસ્થા પર જે અસર પહોંચી, તેને ચિતાર આપવા દ્વારા, આ સંસ્થાનો જે વિશેષ ગુણ છે તે, – નવા આવેલા વિચારે, ભાવનાઓ અને સંસ્કારોની તુલનામાં, – ઉપસાવી બતાવ્યો છે. અને તેની સાથે તેની એબોને પણ યથાસ્થાને યથાભાવે રજૂ કરી છે. કુટુંબ-સંસ્થા માનવકમાં તેની સંસ્કૃતિ અને સમાજનું પારણું કે તેની ધાત્રી સમાન છે. ત્યાં પ્રેમને અને ત્યાગને પરસ્પર-ભાવ પ્રવર્તે છે: તેમાં કેવળ વ્યવહારને કાબહેતુક અર્થભાવ નથી, કે જેવું સમાજવ્યવહારની અન્ય સંસ્થાઓમાં મુખ્યત્વે રહેલું જોવા મળે છે. તેથી જ કરીને, કુટુંબને આ પ્રેમ-ન્યાય સમાજના સર્વ ક્ષેત્રે આદર્શરૂપ ગણાય છે. સવાલ એ છે કે, કુટુંબ એટલે શું? તેમાં કોને સમાવેશ થાય? ગાશે ખ્રિસ્તી સમાજ હતો-હતી-હતું'ની મર્યાદા સામાન્યપણે આંકે છે. અમુક ઉમર બાદ પુત્રપુત્રીઓ અન્ય પરિવાર જેવાં બને છે, કે જે હિંદુ ધર્મસમાજભાવનામાં નવું છે. પશ્ચિમી કુટુંબવ્યવસ્થા એવા પાયા પર રચાઈ છે. તેમાં તેણે સ્વરાષ્ટ્ર કુટુંબ-ભાવને એક ન ઉમેરે (અર્વાચીન યુગમાં) કર્યો છે, કે જેની કેળવણી આપણે તેના સંગમાંથી લીધી. (આ કથા ને અંશમાં નથી ઊતરતી.) આથી જ અંગ્રેજ રાજ્યકાળમાં, કુટુંબ અંગે “સંયુક્ત' “વિભા' એવી પરિભાષા આવીને, તેવા રૂપે હિંદુ કુટુંબ વિષે વિચાર પેદા થયો. આ પુસ્તકની કથા નવઘટનાના આ અંશને ભારે ઝીણવટભેર ચર્ચે છે. તેમાં તે સરકારી કરી, કરશાહીની રીતરસમ, નવે રાજવહીવટ, ઈ૦ વિગતોને પણ સમાવી લે છે. તેમ જ લગ્નવ્યવસ્થા અંગે પણ બનવા લાગ્યું. નવી પેઢીમાં ગેરી લગ્નવ્યવસ્થાના વિચારો ઊતરવા લાગ્યા. અને તેમાં કેવા કેવા પ્રકાર પેદા થવા લાગ્યા, તે પણ આ કથાને સંસાર ભારે રસમયતાથી રજૂ કરે છે. અને તેમાં મુખ્ય નેધપાત્ર બીના એ છે કે, આંતરજ્ઞાતીય જ નહીં, અતિરધમીય લગ્ન પણ થવા લાગ્યાં. (દા૦૩૦, વિનેદ અને તેની પત્ની નલિની Page #72 -------------------------------------------------------------------------- ________________ કુટુંબ-પરિવાર ૫૧ ઇન્ટ દ્વારા) તે નવી વસ્તુ જે આ યુગમાં નીપજી, તે બતાવી છે. આ યુગમાં ધમાંતર જ નહીં, સમાજજર પણ જાગ્યું એ વસ્તુએ નવી એક અતિ વ્યક્તિનિષ્ઠ અને ભેગપરાયણ જીવનરીતિને જન્મ આપ્યો છે, કે જે એક નવી ધર્મ-સંસ્કૃતિ જેવી જ વસ્તુ ગણાય. આ વસ્તુ અર્વાચીનવાદ, વિજ્ઞાનવાદ ઇ. દાર્શનિક પરિભાષા દ્વારા આજે વર્ણવાય છે. આ કથામાં એને સ્પર્શત અને કાર્યબદ્ધ કરી બતાવત કથા ભાગ મૌલિક વિચારપ્રેરક બને એવે પ્રભાવશાળી છે. છેવટે જોતાં, દરેક વિશિષ્ટ સમાજને પોતાની પ્રકૃતિ કે સ્વભાવ હોય છે. ઊંડે ઊંડે, તેના ઘડતરમાં તેની ધર્મસંસ્કૃતિ અને અધ્યાત્મ દષ્ટિ રહેલી હોય છે; તે એને આકાર આપે છે. યુરોપમાં આ સ્થાને આજે જે છે, તેની તુલનામાં હિંદને સનાતન સમાજ નિહાળીએ, તો આ વસ્તુ ખાસ કરીને દેખાય. આ કથા આવી ગૂઢતાને સ્પષ્ટ કરવામાં સારી મદદરૂપ થાય એવી છે. અર્વાચીન શિષ્ટ જગત એટલે બહુધા ગેરું જગત કે જેનો ઇતિહાસ બેચાર સૈકા જેટલો જ છે. તેણે રાષ્ટ્રવાદી સામ્રાજ્ય અને શસબલ-પરાયણ સ્વતંત્રતાને આદર્શ લીધો. પરંતુ, ખરેખર માનવસમાજમાં વ્યક્તિનિષ્ઠ સ્વાતંત્ર્ય કે પારdય જેવું માની શકાય? સમાજ એટલે જ પરસ્પરતંત્રતા, – તેનાં ઘટકોના વિવિધ સ્વાભિમાની સ્વાર્થો અને સામેવાળાના એવા જ અભિમાની પરાર્થો વચ્ચેના સંઘર્ષ-આભાસી પરસ્પરભાવ વગર સમાજ સંભવે નહીં. કુટુંબસંસ્થાની જ ખૂબી હોય તે તેનાં ઘટકોમાં સ્વ-પર-તંત્રતાની સ્વાર્થી કલહગાંઠ નહીં, પરંતુ પરસ્પરતત્રતાની ત્યાગ અને સેવાપ્રેરક પ્રેમગાંઠનું અધ્યાત્મબીજ રહેલું છે. વિનોદનું પાત્ર પહેલો પ્રકાર બતાવે છે; તેના પિતાનું પાત્ર બીજો પ્રકાર બતાવે છે. પહેલા પ્રકારનું ચરમ સ્થાન ગાંડાશ્રમ બને છે; બીજા પ્રકારનું ચરમ સ્થાન સ્વસ્થ આત્મતુમ ચિરનિદ્રા બનતી આ કથા બતાવે છે. કુટુંબ જેવી મૂળ માનવસંસ્થાની ખૂબી આ વસ્તુમાં રહેલી છે, જેને આધારે માનવ-સમાજ સંભવે છે અને ટહે છે. હિંદુ ધર્મસમાજે આ તત્વને અપનાવી પોતાની કુટુંબ-ગૃહવ્યવસ્થામાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. આ વસ્તુને જ ગીતાકાર દેવ-માનવ-પરસ્પર-ભાવરૂપી “શ” કહીને જણાવે છે કે, તે જ માનવલોકની બ્રહ્મદત્ત કામધેનુ છે. આ દર્શન અને તે આધારે કુટુંબરચના એની વિશેષતા, અને પશ્ચિમના ધર્મસમાજેથી જણાતી તેની જુદાઈ કદાચ કહેવાય. પૂર્વ અને પશ્ચિમ સમાજનું મિલન અર્વાચીન યુગમાં હિંદમાં જેવું થયું, તે દાખલ, અર્વાચીન યુગમાં, ભાગે બીજા કોઈ મહાન સમાજનો Page #73 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! મળે તે મિલનને કુટુંબને સુશ્લિષ્ટ ચિતાર આપતી આ કથા સમાજવિદ્યાના અભ્યાસીને માટે પણ મનનીય ગણાય. એથી હિંદુ ધર્મ-સમાજઅને સંસ્કૃતિના વિદ્યાર્થીઓને એ એક રમ્ય કથારૂપે હેઈને, રુચિકર અને ઉપકારક થાય એમ માનું છું. પરિવાર પ્રકાશન સંસ્થાએ સરળ ભાષામાં તે ગુજરાતમાં ઉતારી આપી આપણા કથાસાહિત્યમાં કિમતી ઉમેરો કર્યો છે. તેને માટે અનુવાદિકા બહેનને ધન્યવાદ. તા. ૧૮-૨-૬૬ મગનભાઈ દેસાઈ પ્રેમનાથ (શ્રી. ગુરુદત્ત કૃત નવલકથા "વંજના'નો અનુવાદ] અનઃ કમુબહેન પુત્ર છે. પટેલ પ્રસ્તાવના : મગનભાઈ દેસાઈ કિ. ૧૦-૦૦ ઉપદૂધાત ' !" પ્રખ્યાત હિંદી નવલકથાકાર શ્રી. ગુરુદત્તની આ બીજી કથા ગુજરાતી વાચકોને વાંચવા મળે છે, તે જોઈને આનંદ થાય છે. પહેલી કથા “કુટુંબપરિવાર”નામે આ અગાઉ પ્રસિદ્ધ થઈ છે. તેની જેમ, આ બીજી કથા પણ મારા સદૂગત મિત્ર શ્રી. વિજયશંકર ભટ્ટની અનુસ્મૃતિમાં, તેમના પરિવારની પ્રેરણા અને મદદથી પ્રસિદ્ધ થાય છે, તેને આવકાર આપતા બે બોલ' તેના ઉપદૂધાત રૂપે આ લખું છું. - શ્રી. ગુરુદત્ત જેવા સમર્થ હિંદી ઉપન્યાસકારને પરિચય ગુજરાતી વાચકોને કરાવવાનું બહુમાન સદૂગત ભાઈ વિજયશંકરને જાય છે. તે એમની કથાએ હિંદીમાં વાંચી તેના ગુણજ્ઞ બન્યા હતા : પોતાના પરિવારને પોતે વંચાવતા; એટલું જ નહિ, પોતે અનુવાદ કરવા પ્રેરાયા હતા. ત્યાં જ તેમનો દેહ પડતી, તેમના પુત્રોએ પિતાને અધૂરો સંકલ્પ પૂરો કરવાનું શુભ તર્પણકાર્ય હાથ ધર્યું. પહેલી કથા પેઠે જ આ બીજી કથા ભાઈ વિજયશંકરે જ પસંદ કરી હતી. કથાનું મૂળ નામ “પ્રવચના' છે; તે ફેરવીને અનુવાદકે “પ્રેમનાથ' કર્યું. તે કથાના મુખ્ય એક પાત્રના નામ પરથી લાગે છે. પ્રેમનાથ જો Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રેમનાથ મુખ્ય કથા-નાયક ગણે, તે તેને પિતા અમરનાથ આ કથાને મુખ્ય ખલનાયક છે. જીવનમાં કુ-પિતા અને કુપતિ બનેલા તે માણસનું અભાગી નામ છોડીને તેના પરાક્રમી અને પુણ્યશીલ પુત્ર પ્રેમનાથનું નામ લેવામાં ઔચિત્ય અને સુરુચિ વરતાય છે. મૂળ “પ્રવચના' નામ અમરનાથના પાત્ર પરથી લાગે છે. અંગ્રેજી કેળવણી પામીને, તેની ચરમ ટેચ રૂપ સિદ્ધિ મનાતું “આઈ. સી. એસ.’ પદ મેળવે તે માણસ અંગ્રેજી રાજ્યમાં ભ્રષ્ટ થઈ તદ્દન ઇંદ્રિપારામી બની જઈને પોતાની પ્રથમ દેશી પત્નીને (તેનાથી એ માણસને પુત્ર તેમ જ પુત્રી છે તે બધાને) છેહ દે છે–ત્યજે છે; વિલાયતમાં ભણવા ગયો ત્યાં જવું - પ્રથમનું એ લગ્ન છુપાવીને- એક અંગ્રેજ છોકરીને છેતરે છે અને તેની સાથે બીજું લગ્ન કરીને દેશમાં નોકરીએ ચડે છે. પહેલી પત્નીને તો ફેંકી જ દે છે, – બે બાળકો સાથે તે પોતાના ભાઈને આશરે જઈ એમને ઉછેરે છે અને પેલે પોતાની હરામખોરી ભરેલી – વાંચખાઉ નેકરીની રક્ષામાં બીજી ગારી પત્નીથી પણ વકાતો જઈ, છેવટે તેને કાઢી મૂકવાની અને લગભગ પૂરી કરવાની કાવતરાબાજીમાં પડે છે, જુગાર, રંડીબાજી ને શરાબીમાં ખલાસ થઈ જઈને બદમાશોની ટેળીમાં રમતે રાચતે થાય છે - અને એમ પોતાના કુલધર્મ, જાતિધર્મ, અને દેશધર્મને પણ દગો દે છે. આ બધાં પાપનો ઘડો ભરાતાં તે એ તે છેવટે ફૂટે છે કે, નેકરી તે જાય છે, પણ વરસની જે મળે છે. અને ભંગાર થઈ, ગાડો બનીને તે જેવા બહાર આવે છે, ત્યારે બે પત્નીના (દરેકને એક એક) બે પુત્રો એવા કમનસીબ પિતાને હવાલે જેલર પાસેથી મેળવે છે. દવાદારૂ કરતાંય ન સુધરે એવા તેના અસાધ્ય ગાંડપણને લઇને લાચારીથી છેવટે તેને પાગલખાનાને શરણે મૂકી આવે છે. આમ પોતા સહિત સર્વની વંચના ભરેલું આવું ઘર પાપી જીવન અમરનાથનું છે, તેમાં તે સ્વજન, સ્વકુલ, સ્વધર્મ, સ્વદેશ ઇવ સર્વ રવે-ત્વને જ. નહીં પોતાની જાતને પણ દગો જ દે છે. આવી ઘોર “પ્રવચના'ની કથા તે ગુણવાચક નામે હિંદીમાં પ્રસિદ્ધ થઈ છે. તે જ ભાવમાં વિશેષ નામ પાડવું હોય તે તેને “અમરનાથ' કહેવાય; પરંતુ એમાં તે અમરતાને પણ વાંછન જ ને! તેને બદલે “પ્રેમનાથ’ નામ ઉચિતકર છે; નામ પ્રમાણે પ્રેમનાથ કુટુંબ-વત્સલતાની પ્રેમ-મૂર્તિ છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! અને કથાની મંગલમૂર્તિ પ્રેમનાથની માતા શાંતા છે. રીપારાના આલેખનમાં કથાલેખકને સારી ફાવટ છે, એમ કહેવાય. એક ભારતીય સન્નારી તરીકેનો આદર્શ શાંતા દ્વારા તે ૨જ કરે છે. તેની શૉક અંગ્રેજ બાઈ એમિલી છે; સુશીલતા અને ભારતીય ધર્મસંસ્કૃતિને પ્રેમ તે એવો ખીલવે છે કે સપત્નીભાવ ત્યજીને સ્વસા-ભાવથી શાંતા જોડે છેવટે રહે છે. સરખાં જ પ્રવચનાની ભેગ બનેલાં બંને સ્ત્રીપાત્ર અમરનાથથી જણેલા પોતપોતાના પરિવાર સાથે અંતે એક “કુટુંબ-પરિવાર” બનીને એક ઘરમાં ભેગાં થાય છે – ભેગાં રહેવા લાગે છે. પરંતુ ત્યારે 'અમરનાથ' તે જ વખતે પોતાના જ વંશવેલા માટે જીવતા મરી જાય છે – કોઈ ઉપાયે ભેગે ન રહી શકે એ તે મહાપ્રચંડ પ્રવચના-નાથ', બુદ્ધિ જ બેઈ બેસીને, પાગલખાનામાં જ રહેવાને પાત્ર બની, “જીવન્મત્યુને દેહદંડ (કથાકારને હાથે) પામે છે. ભારતીય સંસ્કૃતિનું – તેમાં જન્મેલું એક સંતાન (અમરનાથ) અંગ્રેજોના હિંદમાં રંગાતું જોઈ છેવટે પરિપાક પામતું કથાકાર આલેખે છે; તે બીજી બાજુ, એની આંગ્લ સરકારી સ્ત્રી એમિલીને- એ જ સંસ્કૃતિના સંસર્ગમાં, – અરે, પોતાની સપત્નીના જ સંપર્કથી, ઉન્નત ઊર્ધ્વગામી થતી થતી આર્ય સંસ્કૃતિનું જીવન અપનાવતી બતાવે છે. આવુ સંસ્કૃતિની અંજિયત હિંદમાં આવી; તેણે અમરનાથને ભ્રષ્ટ કર્યો તો ઍમિલીને ઉન્નત કી! આમાંથી બે સંસ્કૃતિ વિશે શી તુલના થઈ? તેમાંથી શું સમજવું? – સંસ્કૃતિ-સંઘર્ષને એ કે લેખક રજૂ કરે છે. - લેખક સંસ્કૃતિના કથાકાર છે. આ કથા પંજબની છે. શીખ રાજ્ય નાબૂદ થઈ અંગ્રેજ રાજ્ય સ્થપાયું; તે પછી જે ભદ્ર ઉજળિયાત સમાજ આ સૈકાના પ્રારંભે હિંદમાં ચાલુ વયે, તેને પ્રતિનિધિ પુરુષ કથાનાયક છે. શીખધર્મ પછી પંજાબમાં નવું ધર્મોત્થાન આર્યસમાજ ગણાય. તેના પ્રભાવનું ચિત્ર – તેની સંસ્કાર-છાયા કથામાં ચાખી વરતાય છે. તે પછીનું પ્રબળ નવત્થાન એટલે ગાંધીજીના જીવનદષ્ટિ અને કાર્ય. આ કથામાં તેના ઓળા પણ પડવા લાગેલા જોઈ શકાશે. જેમ કે, ભગવદ્ગીતા વિશેની ભક્તિ. આ બધી પરિબળોથી પ્રગટેલા પંજાબી સમાજને પરિચય ગુજરાતી વાચકને થાય છે, એ એક આ કથાને સારે લાભ ગણાય. વાર્તા ગૂંથવામાં આ લેખક ભારે કસબી છે. થોડાક જ પાનાંમાં વરસે લાંબી – જમાને નિરૂપતી કથાનું વસ્તુ, તેના સૂમ હાઈ સહિત, – અરે! Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રેમનાથ તે સૂક્ષમતા જ ખાસ કરીને બતાવવા માટે - એ રજૂ કરી શકે છે, તે વાચકનું ધ્યાન ખેંચ્યા વિના નહિ રહે. લેખકે આ સૂક્ષ્મ હાર્દ શું કર્યું છે, તે મૂળ ગ્રંથમાં પ્રારંભે જ પોતાની “ભૂમિકામાં કહ્યું છે. તેમાં ભારતીય સંસ્કૃતિ માટેનું આર્યસમાજી અભિમાન કદાચ એમની જ કથાના વસ્તુથી ટીકા પામી મર્યાદિત બને છે કે, એક આયંજન (અમરનાથ) તેને વારસો ખુએ છે, ત્યારે એક અગ્ય-સ્ત્રીજન, તેની ધ સંસ્કૃતિ છતાં, પોતાના નવા પરિવારમાં સમાવાની માનવતા કેળવી શકે છે. ધર્મસંસ્કૃતિઓ અનેક છે; તેમની તુલના કોઇ શબ્દ-જા સિદ્ધાંત કે તવોને આધારે ન થઈ શકે. તે તે સંસ્કૃતિ મુજબ પ્રત્યક્ષ જીવન જીવી જાણવાથી જ તેની ખૂબી જણાય - એની ઉન્નતકારી શક્તિ પ્રગટી શકે. અને એવી શક્તિ દરેક ધર્મસંસ્કૃતિ તેના અનુયાયીઓ માટે ધરાવે છે. એમાં તમોગુણી નહિ પણ સાત્વિક અભિમાન જ ઉચિત છે. આ કથામાં શાંતા અને ઍમિલી આ વસ્તુ પ્રત્યક્ષ જીવી બતાવે છે; અને પરિણામે તેઓ સપત્નીઓ છતાં તંદ્ર સ્પર્ધા નહિ, પણ પરસ્પર એકત્વને સાધે છે. અને પિતા પુત્ર પ્રેમનાથ અમરનાથની જોડી ભારતીય એક સંસ્કૃતિમાં નવા અંગ્રેજ યુગથી કેવું દ્રતીકરણ સંભવે છે, તેની એવી જ રસમય દષ્ટાંતકથા ગણાય. એમ બે સી અને બે પુરુષનાં વંદ્ર જીવનની આ કથા આપણા નવ-સાહિત્યમાં અચ્છો ઉમેરે કરે છે. એક સમર્થ કલાકારની આ બીજી કથા ગુજરાતીમાં ઉતારવાને માટે પ્રકાશક સંસ્થાને અભિનંદન. તા. ૨૫-૨-૧૭ મગનભાઈ દેસાઈ Page #77 -------------------------------------------------------------------------- ________________ સવિચારેની પરિવારની આઠ શિક્ષાપત્રીઓ વિચાર-માળા સંપા, કમુબહેન પુત્ર છે. પટેલ - ૦–૭૫ [‘સત્યાગ્રહપત્રની પ્રથમ વરસની વિચારકલિકાઓ] ચિંતન-મણિમાળા સંપા) કમુબહેન પુત્ર છો૦ પટેલ ૧-૦૦ [‘નવજીવન’માં અપાયેલાં સુવાક્યોનો સંગ્રહ]. વિચારમણિમાળા સંપા, કમુબહેન પુત્ર છેo પટેલ ૨-૦૦ પ્રેરક વિચારકલિકાઓ) અમરવેલ સંપા, કમુબહેન ૫૦ છો. પટેલ ૨-૦૦ દેિશ દેશનાં ડાહ્યાં સ્ત્રી-પુરુષનાં વિચાર-મૌક્તિક] આમmોધનમાળા સંપાળ કમુબહેન પુછે છો૦ પટેલ ૨-૦૦ [આત્મસંશોધનને લક્ષમાં રાખીને ચૂંટેલાં સુભાષિતો) પારસમણિ સંપા, કમુબહેન પુત્ર છોપટેલ [વિચારસૃષ્ટિનું શોધન કરનારાં સુવાક્યો) અવળવાણું સંપા, કમુબહેન ૫૦ છો૦ પટેલ [ચાબખા, કેરડા અને કડવી-વાણી જેવાં સુવાક્યો) મોતી-માળા સંપાળ ભવાનીદાસ મોતીવાલા ૨-૦૦ સુભાષિત સંગ્રહ]. ૨OO ૨-Oo विचारकलिका જેમાં બંધ કરતા સુચન વધારે છે તે જ સાહિત્ય ઉત્તમ ગણાય છે. વિચારકલિકામાં એ તત્વ વિશેષ હોય છે એટલે જ તેને કલિકા કહે છે. અને કલિકાની સુગંધ વધતી જ જાય છે એ પણ એનું મુખ્ય આકર્ષણ છે. જેને સુગંધ માણતાં આવડે છે તે કલિકાના સેવનમાં મસ્ત થવાને જ. काका कालेलकर २९-९-६२ Page #78 -------------------------------------------------------------------------- ________________ જીવનવીરો માટે [કાકા કાલેલકર]. લોકવાર્તાને રાજપુત્ર જ્યારે એકલો એકલ, છૂપે વેણે વિજયયાત્રાએ ઊપડયો, ત્યારે એની માએ એના ઓવારણાં લીધાં અને એને આશીર્વાદ આપતાં કહ્યું – “દીકરા મુસાફરીમાં બોજો ન વધે અને છતાં તરસ કે ભૂખની પીડા તને ન થાય એટલા ખાતર મારે હાથે બનાવેલા આ તરસલાડુ અને ભૂખ-લાડુ આપું છું. સાથે રાખીશ તો તને કોઈ કાળે મૂંઝવણ નહીં રહે.' જીવનયાત્રાએ ઉપડતા જીવનવીરો માટે સંકલનકારે આ નાનકડી ચોપડીમાં એવા જ તરસ-લાડુ અને ભૂખ-લાડુ ભરી દીધા છે. મૂંઝવણ વખતે જરૂર કામ આવશે. રામનવમી ૩૧-૩-૨૬, અમદાવાદ - કાકા કાલેલકર આવકાર [મગનભાઈ દેસાઈ) સત્યાગ્રહ' સાપ્તાહિક એક વર્ષ પૂરું કરીને બીજમાં પ્રવેશ કરે છે, ગયા વર્ષમાં આ પત્રે વિવિધ વાચન-સામગ્રી પીરસી હતી. તેમાં “વિચારકલિકા' રૂપે રજૂ કરાતે સાપ્તાહિક સુવિચાર ખાસ ભાત પાડે એવી સામગ્રી ગણાઈ. મારી વિદ્યાર્થિની સૌ. કમુબહેન પટેલે તેની માળા ગુંથી વાચકેના ઉપભોગને માટે આપી છે તે બદલ તેમને ધન્યવાદ ઘટે છે. આ સુવાકયો સહેજે “સત્યાગ્રહને માટે પસંદ થતાં હતાં. તેમાં કોઈ અમુક વિષય કે વસ્તુ આ જનપૂર્વક પકડવાને હેતું નથી રખાત. અંક તૌયાર કરતાં, અઠવાડિયા દરમિયાન થતા ફટકળ વાચનમાંથી તે વણી લેવાય છે, અને “વિચારકલિકા' તરીકે અપાય છે. તેથી તેમાં રસ તથા વન વૈવિધ્ય સહેજે સધાઈ રહે છે. - સુવિચારની માળાનાં આવાં પુસ્તકો એક રીતે જપમાળા જેવા પણ બને છે. જેમ ભક્તિને માટે તેને ઉપગ, તેમ જ વાચનને માટે આવી Page #79 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારી ! વિચારમાળાઓના ઉપયોગ કરી શકાય. હળવું વાચન આ નથી એમ ખરું; પરંતુ એની વિવિધતા મગજને જોઈતી હળવાશ સહેજે આપી શકે છે. રસનું અને મનેારંજનનું લક્ષણ નવી નવી વસ્તુના વારાફરતી પલટા દ્વારા મગજને એવા આટાપાટા ખેલવામાં રોકવામાં રહેલું છે. આવી પુસ્તિકાઓ એની ગરજ સારી શકે. સુવાચનના શાખીનેાને તે એ ખાસ આકર્ષશે એમ માનું છું. ચાપડીનું કદ પણ માફકસર રાખવામાં આવ્યું છે તે તેની આવી ઉપયોગિતા અને ઔચિત્યમાં ઉમેરો કરે છે. re છેવટે અંગત રૂપે આનાં સંકલનકાર, તથા પ્રકાશક વગેરેને પણ આભાર માનવા જોઈએ કે તે દ્વારા તેમણે મારા પત્રની કદર કરી છે. આ પુસ્તક વાચકોને પ્રિય થશે એવી આશા છે. તા. ૨૯–૧–૬ર અમરવેલનાં પુષ્પા [મગનભાઈ દેસાઈ] મગનભાઈ દેસાઈ અ૦ સૌ૦ ચિ. *મુબહેનની આ ફૂલગૂંથણીનાં પુષ્પાની મહેક જ એવી જબરી છે કે, એને આ વિલાયતી ફૂલ જેવી નિર્ગંધ પ્રસ્તાવનાની જરૂર ખરી? પરંતુ, વરસેક ઉપર તેમણે ગુજરાતના વાચકોને ‘વિચારમાળા’ગૂંથી આપેલી, ત્યારના જ મારો અંગૂઠો આ 'મણિમાળા' માટેય પડાવી લીધેલા; એટલે ફરી તે કેમ જવાય! એટલા પૂરતું જ આ લખું છું. સાચું સુભાષિત, દેશ અને કાળ તથા રંગ કે જાતિ ઇના ભેદભાવાથી પર એવા વિશ્વસાહિત્યની અમરવેલના પુષ્પ સમાન છે. માનવજીવનના મૌલિક અનુભવાના નિચેાડ, એવી જ સારરૂપ ભાષામાં, – કાવ્યની પેઠે મિ જેમ પ્રગટ થઈને – સુભાષિત રૂપે સંઘરાય છે. તેથી તેની સુવાસ સર્વદેશીય સર્વકાલીન હોય છે. એવાં પુષ્પાને વીણતા રહેવું, અને સૌને તેની માળા અર્પતા રહેવું, એ એક શાખ કેળવવા જેવા છે. લેખિકાબહેને એ શાખ કેળવ્યો છે, તેને માટે ગુજરાતના વાચક એમના આભાર માનશે. તથા, વરસ ઉપર આપેલી ‘વિચારમાળા' ટૂંક વખતમાં વેચાઈ ગઈ, એ આવી કૃતિઓની ઉપયોગિતાના પુરાવા છે; તેમ જ ગુજરાતી વાચકની રુચિનું પણ એ એક નોંધપાત્ર લક્ષણ ખરું ને1 આ ‘મણિમાળા ’ તેવા જ આવકાર પામશે એમ માનું છું. Page #80 -------------------------------------------------------------------------- ________________ અમરવેલનાં પુષ્પ ૫૯ લેખિકાબહેને તમારા સંપાદિત પત્ર) નવજીવન માંથી આ "ચિતામણિ’ વીયા છે, એ એક રીતે મારે માટે અભિમાનથી ફુલાવે એવી વસ્તુ ગણાય. સુવાચનમાં પણ સુભાષિત માટે પ્રેમ ખાસ કેળવવા જેવો છે. એને માટેની રુચિ ચિત્તના આરોગ્યને માટે જરૂરી છે એટલું જ નહિ, સાહિત્યને સુશ્લિષ્ટ આસ્વાદ પણ એ વડે અનેખી રીતે કેળવાય છે ને પોષાય છે. સુભાષિત કેવળ બોધાત્મક જ હોય, એમ ન મનાય. આ સંગ્રહ એ પણ બતાવશે. ચાતુરીભરેલી ચબરાક ઉક્તિ પણ પોતાનો અમુક બોધ (એટલે કે, ચિત્તની ઉપયોગી સરસ કેળવણી) આપી શકે છે, અને વિનોદ પણ એક પ્રબળ રસ છે એમ પણ ખરું. આ સંગ્રહમાં એવા નમૂના પણ ઊતર્યા છે, એ તેની એક નોંધપાત્ર તારીફ છે. છેડા ચુનંદા શબ્દો વડે છતાં, ઘણું અને સચોટ કામ લેવાની સાહિત્યશક્તિ, કાવ્ય પેઠે જ, સુવાક્ય કે સુભાષિતમાં છે, પરંતુ તે કોરીકટ સૂત્ર જેવી નહીં. આથી જ સુભાષિત કળાકૃતિ બને છે, – કે જેવું સૂત્ર માટે ન કહી શકાય. તેથી કરીને સુભાષિત-મણિમાળાઓની માગ હમેશ રહે છે, અને તેનાં ભાષ્ય કે સમજૂતી પણ જરૂરી નથી હોતા. તેમનું મનન કરતા રહેવાથી, આપણે જ જીવન, આપણા જ અનુભવે તેમાં અર્થ અને સમાજનું ગાંભીર્ય પૂર્યા કરે છે. આવા મનનકાર્યને માટે આ મણિમાળા ચિંતામણિવતુ ઉપયોગી નીવો. ર૬-૫-૧૪ મગનભાઈ દેસાઈ Page #81 -------------------------------------------------------------------------- ________________ અભિનંદન [મગનભાઈ દેસાઈ). વિચાર-મણિમાળાને આવકારની જરૂર સંભવે? તેનું આદરપૂર્વક સન્માન જ સહેજે જગતભરમાં થતું આવ્યું છે. આ નાનકડી માળા “સત્યાગ્રહ’ પત્રમાં આવેલા “વિચારમણિ'ને વીણીને તૌયાર થઈ છે; એ રીતે એ સાપ્તાહિકની અણધારી કદર થઈ એ તો ઠીક, પણ એટલી સાહિત્યસેવા અજાણમાં તે પત્ર વાટે થઈ એ સંતોષની વાત છે. ચિ૦ સૌo કમુબહેને આવી માળાઓ ગૂંથવાને શોખ કેળવ્યો છે, તે માટે મુબારકબાદી. આ અગાઉ તેમની ચાર માળા "વિચાર-માળા,” “ચિંતનમણિમાળા” “અમરવેલ” અને “આત્મ-શોધનમાળા” – બહાર પડી ચૂકી છે. તેમાં આ ઉમેરો એવો જ આવકારપાત્ર બને, એવી આશા છે. વિશેષમાં, આ વિચાર-મણિમાળા હવેથી મારા મિત્ર સ્વ૦ મણિભાઈ વાઘજીભાઈ પટેલની પુણ્ય-મૃતિ રૂપે ચાલશે, એ ઠરાવ પરિવાર પ્રકાશન સહકારી મંદિરે કર્યો છે, એ આનંદની વાત છે. આથી, અણધારી કે આડકતરી રીતે, તેના નામનું “મણિમાળા' પદ સાર્થક બને છે. ભાઈ મણિભાઈએ તેમના વિલમાં એક કલમ એવી મૂકેલી છે. રૂ. ૫૦૦૦ મગનભાઈ દેસાઈને આપવામાં આવે; તે એમની ઈચ્છા મુજબ, તેને ઉપયોગ કરી શકે. આની રૂએ, તેમના વારસાએ મને તે રકમ પહોંચાડી. મેં આ રકમ “પરિવાર પ્રકાશન”ને સોંપીને સૂચવ્યું કે, સ્વર્ગસ્થના નામથી સ્મારક ગ્રંથમાળા ચલાવે, તો તે પેટે આ રકમ તમને સોંપ્યું. તેણે આ સૂચન સ્વીકારી, આ માળા તેમના સ્મારક રૂપે ચાલુ રાખવા ઠરાવ્યું, તે માટે તેને આભારી છું. એમાં અમુક ઔચિત્ય પણ છે. સ્વ૦ મણિભાઈ સદ્વિચારપ્રેમી સન્નિષ્ઠ ગૃહસ્થ હતા. સ્વાધ્યાય રૂપે સદુથનું વાચન કરવાને તેમને વ્યાસંગ જબરદસ્ત હતે. કેન્સરથી થયેલા પોતાના મરણના દિવસ સુધી એમનું ગ્રંથવાચન બરોબર ચાલતું હતું. આ તેમના ગુણને શોભે એવી રીતે ગ્રંથમાળાના મણકા પ્રયોજાશે, એવી આશા રાખું છું. આ માળા તેમના જીવનકાળ Page #82 -------------------------------------------------------------------------- ________________ મધરાતે આઝાદી દરમિયાન અને પ્રકાશન સંસ્થાની એમની જ અધ્યક્ષતામાં – એમના સુચન પરથી હતી. તે જ વસ્તુ તેમનું સ્મારક બને છે, એથી પ્રકાશન મંદિરને માટે પણ ધન્યાનંદની વાત ગણાય. આ મણકો વાચકોને આદરપાત્ર બનશે એવી આશા છે. ૫-૮-૧૭ મગનભાઈ દેસાઈ મધરાતે આઝાદી યાને ગાંધીજીની હત્યાની કહાણી કિં. ૨૫-૦૦ લેરી કેલિસ અને મિનિક લાપિયેર સંપાઃ ગેપાળતાસ પટેલ આવકારઃ વાસુદેવ મહેતા આવકાર [શ્રી. વાસુદેવ મહેતાની પ્રસ્તાવના પોતાના રાષ્ટ્રનું નિર્માણ કયા પ્રકારે થયું એ ભણવાનો દરેક નાગરિકનો ધર્મ છે. હિંદુસ્તાનના ભાગલા અને સ્વતંત્ર તથા સાર્વભૌમ ભારત રાષ્ટ્રને જન્મ અસામાન્ય સંજોગોમાં થયેલ છે. આઝાદીને ઇતિહાસ ૧૯૪૬ના અંત સુધીને વાંચનારને ૧૯૪૭ના બનાવોને તાળો મેળવવા માટે આ પુસ્તક વાંચવું પડશે. આઝાદીનાં પૂર્વાપર વર્ષોના બનાવે વિષે ઘણાં પુસ્તકો છે. રચાતા ઈતિહાસનાં પાત્રાએ પોતાના અનુભવ પ્રમાણે એ લખ્યાં છે. એ બધાને સમન્વય કરીને સંપૂર્ણ ઇતિહાસની રચનાને ઘણો સમય લાગશે. તે દરમ્યાન કડમ ઍટ મીડનાઈટ'નો આ સંક્ષિપ્ત અનુવાદ આપણી ઊગતી પેઢીની બૌદ્ધિક સજજતામાં યોગ્ય પુરવણી કરશે. શ્રી ગોપાળદાસ પટેલે સંક્ષેપ એવી કુશળતાથી કર્યો છે કે, અસલ પુસ્તક વાંચી જવાની પ્રેરણા મળે અને એમ ન બની શકે તે અસલ વાંચ્યું હોય એવો ઓડકાર પણ આવે. આચાર્યશ્રી જે. બી કુપવાની અને મગનભાઈ દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ, અમદાવાદ-૫૪ દ્વારા શ્રી. પુત્ર છો૦ પટેલ આવું પથ્ય સાહિત્ય લોકો માટે Page #83 -------------------------------------------------------------------------- ________________ 38 ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારો! સુલભ બનાવી સમાજને નિર્મળ રાખવાનું કામ સાત્ત્વિક ધગશથી કરે છે, એ આજની ખરાબ પરિસ્થિતિમાં પણ પાછલી રાતના ઉજસ જેવું લાગે છે. આવી સુંદર કથા ગુજરાતી વાચક માટે ઊતરે છે, તેને ધન્ય વસ્તુ માનું છું; તેના હૃદયપૂર્વક આવકાર કરતાં આનંદ અનુભવું છું, અને સંપાદક તથા પ્રકાશક સંસ્થાને ધન્યવાદ આપું છું. ૧૯-૫-૨૪ વાસુદેવ મહેતા પ્રકાશકનું નિવેદન . ૧૯૪૭ની ૧૪મી ઑગસ્ટની મધરાત, જ્યારે ભારત આઝાદ થયાની જાહેરાત કરવામાં આવી, અને ૧૯૪૮ના જાન્યુઆરીની ૩૦મી તારીખ, જે દિવસે ગાંધીજીની હત્યા થઈ, તે બે પ્રસ ંગાની કહાણી આધુનિક ભારતના ઇતિહાસમાં લોહિયાળ અક્ષરોએ અંકિત થયેલી છે, પહેલી કહાણી ભાઈએ ભાઈનું લેાહી રેડીને અંકિત કરેલી છે, ત્યારે બીજી કહાણી ભારતના ગરીબમાં ગરીબ માણસ સાથે સ્વાત્મભાવ અનુભવી તેને ફરી સ્વમાનભેર જીવન જીવતા કરવા જીવનભર અપરિગ્રહ-વ્રત ધારણ કરનાર મહાત્માને રિવૉલ્વરની ત્રણ ગેળીથી હાર કરીને રેડેલા લેાહીથી અંકિત થયેલી છે. અને એ બે કહાણીઓ લોહી રેડીને અંકિત થયેલી છે, તેથી જ તેમને ભૂલી ગયું કે તે માટે ભારોભાર પ્રાયશ્ચિત્ત કર્યા વિના પોતાને મળેલી આઝાદી ભાગવવા તાકનાર ભારત-ઉપખંડના બંને ભાગલાના વર્તમાન તેમ જ ભવિષ્યના ઇતિહાસ કેવા કલંકિત અને અધાતિના વમળમાં જ અટવાયેલા બની રહ્યો છે અને બની રહેવાના છે, તે તે બે આંખવાળા અને સહેજ પણ વિચારશક્તિ ધરાવનાર કોઈને પણ તરત દેખાઈ આવે તેવું છે. મુસલમાના માટે જુદું રાષ્ટ્ર માગનાર અને મેળવનાર પાકિસ્તાનમાં ૪૦ વર્ષોથી લશ્કરી સેનાપતિએ જ સર્વસત્તાધીશ બની બેઠા છે; એટલું જ નહિ તે દેશમાં શિયા-સુન્ની, તથા ભારતમાંથી ગયેલા મુસલમાનેા તથા ત્યાંના મૂળ પંજાબી અને પઠાણા વચ્ચે જે હુલ્લડો અને ખુનામરકી કાયમ ચાલ્યા કરે છે, તે જોઈ કબરમાં પાઢેલા મહંમદઅલી ઝીણાને પણ ભાગ્યે શાંતિ વળતી હશે, અને ભારતમાં? ગાંધીજીના કાંટા દૂર થતાં નેહરુએ તથા નેહરુવંશીએ આઝાદીના લડવૈયાઓએ ઘડેલા રાજ્ય-બંધારણમાં ૬૫ સુધારા Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન તે કરી નાખ્યા છે; તથા તેમના રાજ્ય હેઠળ વહીવટી તંત્ર, પોલીસ-તંત્ર, ન્યાયતંત્ર, લશ્કરી-તંત્ર, અર્થતંત્ર અને શિક્ષણ-ત્ર પણ ભ્રષ્ટાચારની એવી શરમ કક્ષાએ પહોંચી ગયાં છે કે, રાષ્ટ્રગીતમાં રોજ ગવાતા ભારત-ભાગ્યવિધાતા પણ દેશનું શું ભાવી દેખી કે વિચારી રહ્યા હશે, તેની કલ્પના કરી શકાતી નથી. પ્રજાના દરેક માણસના હાથપગને કામ અને રોજગાર મળી રહેપ્રજના દરેક માણસને રોટી મળી રહે તે માટે ગાંધીજીએ હસ્ત-ઉદ્યોગ, કુટિર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ અને ગ્રામ ઉદ્યોગની યોજના આપી હતી. તેને ફગાવી દઈને નેહરુવંશીઓએ પરદેશી યંત્ર-વિજ્ઞાન અને ટેકનોલોજી દેશમાં પધરાવીને ચપટીક લખપતિકડપતિ-અબજપતિ ઉભા કરી, દેશની અર્ધઅર્ધ વસ્તીને ગરીબીની રેખા હેઠળ જીવતી કરી મૂકી છે. દેશમાં લોકશાહીને નામે ચૂંટણી થાય છે, પણ તેમાં ઉઘાડે ભ્રષ્ટાચાર અને અનાચાર આચરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આજે ભારતમાં જન્મવું એ જાણે ઈશ્વરે ઘરમાં ઘેર પાપ કર્યાની સજા કર્યા બરાબર થઈ રહ્યું છે. કારણ કે આ દેશમાં જન્મેલા પ્રમાણિક, સદાચારી અને જાતમહેનતનું સ્વચ્છ જીવન જીવવા ઇચ્છનાર માણસને લાગે ક્યાંય આવકાર કે સ્થાન મળે. પહેલાં મનુષ્ય-જન્મ પામ અને તે પણ ભારતવર્ષમાં – એ પરમ સદૂભાગ્ય મનાતું; આજે તે વસ્તુ શાપરૂપ બની રહી છે. અત્યારના ભારત દેશના શિક્ષિત યુવાનને જોઈએ, તે તેનું વિચિત્રવર્ણસંકર – ઘડતર જોઈને હેરાન થઈ જવાય. રાષ્ટ્રમાં બનતા કે બનેલા મહત્વના બનાવો કે ફેરફારોની તેને જિજ્ઞાસા કે જાણકારી નથી. દેશને લગતા પ્રાણપ્રશ્નો જેવા કે- દેશની કારમી ગરીબાઈ, જીવરાપણાથી થનગનતાં જુવાન સ્ત્રી-પુરુષોની બરબાદી ઊભી કરનાર ભયંકર બેરોજગારી, કરોડની નિરક્ષરતા, બીમારી તથા દેશની પ્રાચીન સંસ્કૃતિ અને ઇતિહાસ વગેરે કથાની તેને માહિતી હોતી નથી કે નથી હતી તેની સાથે કશી નિસબત “ગાંધી” ફિલમ ન આવી હોત, તો દેશની ૮૦ ટકા નવી પ્રજા ગાંધીજીના જીવનકાર્યથી તલમાત્ર પણ પરિચિત હોત કે કેમ તેની શંકા છે. અરે ગ્રેજ્યુએટ થયેલા ૯૯ ટકા જુવાનિયાઓને ગાંધીજીની આત્મકથા' નામનું પુસ્તક છે એની પણ જણ નહિ હોય. તે પછી આઝાદીની લડતને સુવર્ણાક્ષરે લખાયેલો અને મધરાતે મેળવેલી આઝાદીને લેહિયાળ અક્ષરે લખાયેલ ઇતિહાસ તે તે ક્યાથી જાણતા હોય? પરંતુ “મધરાતે' મેળવેલી આઝાદીએ ભારતમાતાને અંગછેદ કરી નાખે એટલું જ નહિ પણ સાથે સાથે ભારતમાતાના પનોતા સપૂત ગાંધીજીની Page #85 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! હત્યા પણ તે કારણે જ થઈ – એ બે હકીકતે ભારતની પ્રજાએ હંમેશાં યાદ રાખવી પડશે, અને તેનું પ્રાયશ્ચિત્ત પણ કરતા રહેવું પડશે. આધુનિક ભારતીય ઈતિહાસને એ તકાજો છે. પોતાના દેશની આર્થિક, નૈતિક અને આધ્યાત્મિક અવનતિ કરનાર અંગ્રેજોના રાંજયની ગુલામીમાંથી દેશબંધુઓને મુક્ત કરવા માટે ગાંધીજીએ આખી ફેંસલાની અને છેવટે “કિવટ ઈન્ડિયા'ની જોરદાર ચળવળો - વડત – ઉપાડી હતી. અને એ લડતે એવી જોરદાર બનતી ચાલી કે છેવટે અંગ્રેજોએ કુટનીતિનો છેલ્લો પાસે ફેંક્યો – ભાગલા પાડે અને રાજ કો!' અર્થાતુ માતૃભૂમિનાં બે સંતાન – હિંદુ અને મુસલમામ, જે સેંકડો વર્ષથી તાણાવાણાની જેમ સંકળાયેલાં ચોમેર એક સાથે - ભેગાં – રહેતાં આવ્યાં હતાં, તેમનામાં જુદે જુદે પ્રકારે વિખવાદનું ઝેર રેડી એકબીજાનાં વિરોધી બનાવી મૂકવાં. યોજના એવી હતી કે, મુસલમાને જ્યાં ત્યાં હુલ્લડ મચાવે, તેફાને કરે, હિંદુઓની કતલ કરે અને તેમની માલમિલકત બાળલટે; જેથી અંગ્રેજો કહી શકે કે, “અમે ન હોઈએ તો તમે બંને કોમ અંદરોઅંદર લડી મરે – પાઈ મરે – બરબાદ થઈ જાએ; એટલે બ્રિટિશ સરકાર હિંદુસ્તાન છોડીને ચાલ્યા જવાનું વિચારી શકે જ નહિ.” પરંતુ ગાંધીજીએ ઉપાડેલી અહિંસક સત્યાગ્રહ રૂપી આઝાદીની લડત જેમ જોર પકડતી ગઈ, તથા તેમની આગેવાની હેઠળ હિંદુસ્તાનના લોકો સવને પણ ન કલ્પેલી એવી કુરબાની આપવા તૈયાર થતા ગયા તેમ તેમ, તથા બીજા વિશ્વયુદ્ધ બાદ ઇંગ્લેન્ડમાં કૉન્ઝર્વેટિવ પક્ષને બદલે મજુરપણ સત્તા ઉપર આવ્યો ત્યારે, હિંદુસ્તાનને કંઈક પ્રકારની યા તે ઓછીવતી આઝાદી આપવી જ પડશે એવું બ્રિટિશ સરકાર માનતી તથા વિચારતી થઈ. એટલે પછી જુદાં જુદાં (સાઈમન” વગેરે) કમિશને, (ઑર્ડ ક્રિપ્સ વગેરેની) યોજના” તથા “રાઉન્ડ-ટેબલ-કૉન્ફરન્સ ની હારમાળા શરૂ કરવામાં આવી. અંગેજો હવે દેશને આઝાદી આપવા તરફ વળ્યા છે, એ જોઈને, મુસલમાનોના મહંમદઅલી ઝીણા વગેરે આગેવાનોએ કોમી હુલડે અને કઆમની ભયંકર ચળળ જોરદાર બનાવી, જેથી અંગ્રેજોને દેશના ભાગલા પાડવા જ પડે. છેવટે ઝીણા કેવી રીતે સફળ થયા અને કોંગ્રેસી આગેવાને ઢીલા પડ્યા – એટલે સુધી કે તેમણે દેશના ભાગલાનો વિરોધ કરનારા ગાંધીજીને Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન ૧૫ કોંગ્રેસ પક્ષમાંથી પણ હાંકી કાઢયા – એ બધા ઇતિહાસથી પ્રજાને કોઈ માણસ અણજાણ રહે, એ ગંભીર ગુને જ ગણાય. કારણ કે, એ વખતે દેશના નેતાઓએ દેશને જે છેહ દીધે, એનાં ફળ - અતિ માઠાં ફળ – હવે કાયમને માટે દેશના બંને ભાગલાઓને વેઠવાનાં થયાં છે – વેઠવાં પડવાનાં છે. ઉપરાંત, વધારે ભંડું કામ તે નેહરુવંશીઓએ પછીથી કર્યું. અંગ્રેજોએ હિંદુ અને મુસલમાન એવા બે ભાગલા પાડવા જેટલો જ ભારતમાતાનો અંગછેદ કર્યો હતો. તેઓ હરિજનેને અલગ મતાધિકાર આપી ત્રીજે ભાગલો પાડવા તાકતા હતા એ ખરું, પરંતુ ગાંધીજીએ આમરણાંત ઉપવાસ કરીને હિંદુ કેમમાં અંગ્રેજોએ પાડવા ધારેલો એ કાયમને ભાગલા રદ કરાવ્યો. પરંતુ આઝાદ ભારતના રાજ્ય-બંધારણના ઘડવૈયાઓએ પછાત વર્ગો માટે દશ વર્ષની મુદતબંધી સાથે કેળવણી તથા સરકારી નોકરીઓમાં જગાએ અનામત રાખવાની જે જોગવાઈ રાખી હતી, તેને નેહરુવંશીઓએ પછાત વર્ગોના મત મેળવવાના લોભમાં લગભગ કાયમની કરી દીધી. પરિણામે આજે ભારતદેશ ખાસ હક અને લાભ માટે કાયમ ચાતાણ કરતા પછાત-વર્ગોના હરિજન, આદિવાસી, જનજાતિ અને બક્ષીપંચે મંજુર રાખેલા બીજ સેંકડો ‘પછાત’ નામધારી ભાગલાઓનો દેશ બની રહ્યો છે. માતૃભૂમિની ઉન્નતિ, કે વિકાસ માટેના એક ધ્યયથી કે ભાવનાથી સંકળાયેલી અને સુગઠિત એવી એક” ભારતીય પ્રજા ઉભી થાય એવી એક શકયતા જ હવે રહી નથી. સેંકડો વર્ષોથી પરદેશીઓની ગુલામી, અત્યાચાર અને અન્યાય સહન કરતી આવેલી ભારતીય પ્રજામાં અન્યાય–અત્યાચારને પ્રતીકાર કરવાની આજે શક્તિ તથા વૃતિ પણ રહી નથી. બધું ઝટ ભૂલી જવાની – ઝટ ગળે ઉતારી જવાની આપણને જાણે કુટેવ જ પઠી ગઈ છે. શ્રીકૃષ્ણ ગીતામાં અન્યાયઅત્યાચારને વિરોધ તથા સામનો કરવા (સગાં તથા ગુરુજને સામે પણ) યુદ્ધ કરવાનો તારે ધર્મ છે, તારું કર્તવ્ય છે, એવું અજુનને સંભળાવી દીધા બાદ ગંગા-જમનામાં ઘણાં પાણી વહી ગયાં. ત્યાર પછી તે બધા અન્યાચારે મૂંગે મોઢે સહન કરી લેવાનો મોટો અંધારયુગ જ દેશમાં વ્યાપી રહો. વચ્ચે એકલા શીખગુરુઓએ સ્વધર્મનું રક્ષણ કરવા દરેક શીખને શસ્ત્ર કિરપાણ (ઉં. કૃપાળ) તલવાર ધારણ કરવાનું ધાર્મિક રીતે ફરજિયાત બનાવ્યું. ગુ૦ – ૫ Page #87 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! પરંતુ પછી અંગ્રેજોની ગુલામીના કાળમાં શીખની એ કિરપાણ – તલવાર પણ નાની સરખી કટાર બની ગઈ; – સ્વરક્ષણ માટે કે અત્યાચારીને ડારવા માટે તદ્દન નકામી. પરંતુ પછીથી ભારતના - અને કહે તે દુનિયાના પણ સારા નસીબે ગાંધીજી આવ્યા, જેમણે આધુનિક શસ્ત્રથી સજજ મદમત્ત અત્યાચારીઓના અન્યાયોને સામને પિતે નિ:શસ્ત્ર હોવા છતાં કરી શકાય તેવું અહિંસક સત્યાગ્રહનું શસ્ત્ર સૌને આપ્યું. દક્ષિણ આફ્રિકામાં રહેલા ભારતવાસીઓને ત્યાંની રંગભેદ દાખવનારી અત્યાચારી ગેરી સરકારના અન્યાયી કાયદાને વિરોધ કરવા બાબતમાં ગાંધીજીએ તે શસ્ત્ર વડે વિજય હાંસલ કરી બતાવ્યો હતે. ભારતમાં પાછા ફર્યા બાદ અંગ્રેજ સરકારના અન્યાયી રૉલેટ કાયદા સામે પણ તે શસ્ત્ર વાપરવાની તેમણે પ્રજાને હાકલ કરી. અને પ્રજાના અદનામાં અદના આદમી સાથે પણ સ્વાત્મભાવ અનુભવનાર એ મહાત્માની હાકલને પ્રજાએ માની ન શકાય તે પ્રતિભાવ આપ્યો. પરિણામે જે બ્રિટિશ સામ્રાજ્ય ઉપર સૂર્ણ કદી અસ્ત પામતો નથી એવું કહેવાતું તથા મનાતું, તે સામ્રાજ્ય પોતે જ અસ્ત પામી ગયું. પરંતુ એ જ રાષ્ટ્રપિતા ગાંધીજીને તેમના જ દેશબંધુઓએ – અને તેમાંય હિંદુઓએ જ રિવૉલવરની ગોળીઓથી ઠાર કર્યા. કારણ એટલું જ કે, ગાંધીજી હિંદુ અને મુસલમાન બનેને ભારતમાતાનાં સરખાં સંતાન માનતા હતા, આ નિવેદન શરૂઆતથી એક જ વસ્તુ તરફ સૌનું ધ્યાન ખેંચવા માટે આરંભેલું છે કે, મધરાતે (મેળવેલી) આઝાદીની તથા ગાંધીજીની હત્યાની આ કહાણી આપણે નિરંતર યાદ કર્યા કરવાની છે તથા ભવિષ્યમાં પણ યાદ કરવા માટે પછીની પેઢીને સેપતા જવાની છે. તે બંને પ્રસંગનું સરળ - કડીબંધ – નિરૂપણ કરતું “મધરાતે આઝાદી યાને ગાંધીજીની હત્યાની કહાણી આ પુસ્તક એ બાબતમાં સૌને ઘણું મદદરૂપ નીવડશે, એમ માની તેને પ્રકાશિત કરવામાં આવે છે. આ પુસ્તક તૈયાર કરવામાં લૅરી કોલિન્સ અને મિનિક લાપિર એ બે પરદેશીઓએ લખેલા “Freedom At Midnight” પુસ્તકને મુખ્યત્વે આધાર લીધો છે. તે લેખકોને બ્રિટિશ સરકાર તથા ભારતના Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭ પ્રકાશકનું નિવેદન અંગ્રેજ રાજકર્તાઓ તરફની જાણકારી મેળવવાના સાધનો વિશેષ ઉપલબ્ધ હતાં, એટલું જ નહિ પણ, તેમણે જવાહરલાલ વગેરે ભારતીય નેતાઓની કે ભારતીય અમલદારની શેહ-શરમમાં રહ્યા વિના કે તેનાથી દબાયા વિના બધા પ્રસંગેનું નિરૂપણ કરેલું છે. આ પુસ્તકની મૂળ હસ્તપ્રસ્ત “જ્ઞાનજાતિ' માસિકમાં હપ્તાવાર પ્રસિદ્ધ કરવામાં આવી હતી. હવે તેને થોડા ફેરફાર સાથે પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરવાની પરવાનગી આપવા બદલ “જ્ઞાનજ્યોતિ' માસિકના તંત્રી તથા આવકાર'ના બે બોલ લખી આપવા બદલ શ્રી. વાસુદેવ મહેતાનો આભાર માનીએ છીએ. સાહિત્ય મુદ્રણાલય'વાળા સ્વ. શ્રી વિષ્ણુભાઈ પંડયાએ પોતા તરફથી પ્રકાશિત કરવા આ પુસ્તકના છપાયેલા ફરમા માગી લીધા હતા. તેમનું અકાળે અવસાન થતાં સુધીમાં કોઈ કારણે તે પુસ્તક પ્રકાશિત થઈ શકર્યું નહિ. પછી તે તે પુસ્તકના ફરમા ક્યાં મુકાઈ ગયા છે તેની જાણ પણ કોઈને રહી નહિ. ઘણાં વરસ બાદ વિષ્ણુભાઈના સુપુત્ર શ્રેયસભાઈ પાસે એ ફરમાની તપાસ કરવા વિનંતી કરતાં તે ફરમાની ભાળ તેમને પણ કયાંય મળી નહિ. એટલે તેમણે પોતાના પિતાશ્રીનું ત્રણ અદા કરવાની ભાવનાથી તે પુસ્તકના બધા ફરમા વિના મૂલ્ય ફરી છાપવાનું માથે લીધું, તેથી આ પુસ્તક આટલે વર્ષે સૂર્યને પ્રકાશ જોઈ શકે છે. એ હકીકતની ફરજ સમજીને સહર્ષ નોંધ અત્રે લીધી છે. તા. ૨૦-૫-૮૪ પુત્ર છે. પટેલ Page #89 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા ગાંધી મૂળ બંગાળમાં લેખક ડૉ. પ્રફુલચંદ્ર ઘેર અતુઃ શિવબાલક વિસેન કિં. ૨૦-૦૦ પ્રકાશકનું નિવેદન ડૉ. પ્રફુલ્લચંદ્ર ઘોષ દેશના ભાગલા પડયા તે વખતે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન તરીકે વરાયા હતા, તે ૧૯ વર્ષ પછી પાછા ફરીથી મુખ્ય પ્રધાન બન્યા. અને પોતાને હાથે જ ધારાસભાનું વિસર્જન કરાવીને તેમણે નવી ચૂંટણીઓને માર્ગ મોકળો કરી આપ્યો. પરંતુ એ વસ્તુ તેમને ગાંધીજીનું જીવનચરિત્ર લખવાના અધિકારી બનાવે છે, એ કહેવાનો આશય નથી. મૂળ બંગાળી પુસ્તકના પ્રકાશક અને બંગાળના ગાંધી સ્મારક નિધિના (સંપાદક’ શ્રી શક્તિરંજન બસુ જણાવે છે તેમ, “ઈ. સ. ૧૯૨૧ના વર્ષની અસહકારની ચળવળ વેળા, ઇ. સ. ૧૯૩૦–૩૨ના સવિનય કાનૂન ભંગની ચળવળ વેળા, અને ઈ. સ. ૧૯૪૨ની કિવટ ઇંડિયા' ચળવળ વેળા – એમ આઝાદીની લડતનાં ત્રણ મુખ્ય પર્વો વેળા ડૉકટર ઘેષ મહાત્માજીની રાજનૈતિક તેમ જ રચનાત્મક એમ બંને પ્રકારની પ્રવૃત્તિઓ સાથે ગાઢપણે સંકળાયેલા હેઈ, એ સંબંધ દ્વારા ગાંધીજીને ખૂબ નજીકથી નિહાળવાને એમને સુયોગ પ્રાપ્ત થયો હતો. એ અંતરંગ નિકટતાનો રસપૂર્ણ ઇતિહાસ આ ગ્રંથમાં અતિશય ચિત્તાકર્ષક ભાષામાં જીવનચરિત્રના નિરૂપણની સાથે સાથે પીરસાય છે. આથી કરીને એકીસાથે નર્ભક્તિક જીવનચરિત્ર અને વ્યક્તિગત સંસ્મરણોની ભેગી કહાણીને રસ આ પુસ્તકમાં મળે છે... ગાંધીજીનાં બીજાં જીવનચરિત્રોમાં તેમની રાજનૈતિક પ્રવૃત્તિનો પરિચય જેટલો સવિસ્તર આપવામાં આવે છે, તેટલા પ્રમાણમાં તેમની રચનાત્મક પ્રવૃત્તિનો પરિચય આપવામાં આવતો નથી. આ ગ્રંથમાં એ ઊણપ પૂરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિઓને Page #90 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા ગાંધી સંક્ષેપમાં આવે સર્વાગીણ અહેવાલ બીજા કોઈ જીવનચરિત્રામાં આવે છે કે નહીં, તે જાણમાં નથી. “વસ્તુતાએ, ધંધાદારી જીવનચરિત્ર લખનારની યાંત્રિક જડરચના જેવું આ પુસ્તક નથી; એની લીટીએ લીટીએ લેખકને શ્રદ્ધાપૂર્ણ મનેભાવ, અનુરાગ અને આદર્શનિષ્ઠા વ્યક્ત થાય છે.” શ્રી શક્તિરંજન બસુ એ પણ ઠીક કહે છે કે, આ ગ્રંથમાં ગાંધીજીએ ઉચ્ચારેલાં એવાં અનેક વાક્યો સંઘરાયાં છે, જે તેમની બીજી ઐતિહાસિક ઉક્તિઓ સાથે એક જ કોટિમાં મૂકી શકાય, તેમ જ જે વચન આ પહેલાં બીજા કોઈ ગ્રંથમાં સંઘરાયાં નથી. ડૉકટર ઘેષ સાથે વાતચીત પ્રસંગે ગાંધીજીએ એ બધાં વાક્યો ઉચ્ચાયાં હતાં. એ કારણે આ પુસ્તકનું આકર્ષણ વળી વિશેષ વધી જાય છે, એ કહેવાની જરૂર નથી. - બંગાળીમાં મૂળ પુસ્તક પ્રસિદ્ધ થયા બાદ તરત જ ડૉ. પ્રફુલચંદ્ર ઘઉં એની એક નકલ સ્વ૦ શ્રી મગનભાઈ દેસાઈ ઉપર મોકલી આપી (તા. ૨૪-૧૧૬૩) અને જણાવ્યું કે, એની હિંદી અને અંગ્રેજી આવૃત્તિએનું કામ હાથ ઉપર છે, પણ ગુજરાતી આવૃત્તિનું કામ તમે સંભાળી લે. શ્રી મગનભાઈએ ઘણી ખુશીથી એ કામ સ્વીકારી લીધું એવો નિકટને સંબંધ એ બે વચ્ચે હતે. શ્રી મગનભાઈએ મૂળ બંગાળી પુસ્તકના અનુવાદનું કામ એક-બે જણને સોંપી જોયું; અને એમ ગુજરાતી આવૃત્તિ પ્રસિદ્ધ થવામાં ઢીલ થતી ગઈ. તેથી પ્રફલબાબુએ બે-ત્રણ વખત શ્રી મગનભાઈને પત્ર લખીને મીઠી ટકોર પણ કરી. છેવટે તેમના પુસ્તકને સતિષકારક અનુવાદ તૌયાર થતા, તેનું છાપકામ હાથ ધરવામાં આવ્યું. પુસ્તકની હિંદી આવૃત્તિ ૧૯૬૫માં, અને અંગ્રેજી (પ્રમાણભૂત) આવૃત્તિ ૧૯૬૮માં પ્રસિદ્ધ થઈ હતી, એ વિગત અહીં નધિતા જઈએ. શ્રી મગનભાઈ ૧૬ ફરમા સુધીનાં પાન છપાતા પહેલાં કાળજીથી જોઈ શક્યા. ૧૭મો ફરમો તેમની પાસે વાંચવા ગયો તે પાછો આવી શક્યો નહીં. એટલે તે પછીના અનુવાદને તથા શરૂઆતની મૂળ પુસ્તકની લાંબી 'ભૂમિકા'ના અનુવાદને તે આંખ તળે કાઢી શક્યા નથી. ગાંધીજીની આત્મકથા ઈ. સ. ૧૯૨૧ સુધી આવીને અટકે છે. ત્યાર પછીની તેમની યશસ્વી કામગીરીનું એક જ પુસ્તકમાં સંક્ષેપથી આવું પ્રામાણિક નિરૂપણ બીજા કોઈ પુસ્તકમાં ભાગ્ય મળે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારો! શ્રી મગનભાઈ મારફતે ડૉ. પ્રફુલબાબુનું આ સુંદર પુસ્તક ગુજરાતીમાં આવે છે, અને શ્રી મગનભાઈની ગુજરાતી વાચકને આખરી ભેટ ગણાય. જુદાં જુદાં રાજયોની “જના જાગી' કહેવાય એવી અનેક પ્રમુખ વ્યક્તિએ સાથે તેમને નિકટને સંબંધ હતો, આ પુસ્તકમાં પ્રફલબાબુએ મહાત્મા ગાંધીનું જીવનચરિત્ર આલેખવાની સાથે જ ભારતીય પુનરુત્થાનના પ્રયાસમાં મહાત્માજીનું સ્થાન તથા તેમણે તે પુનરુત્થાન માટે ચંધિલા માર્ગોનું યથોચિત આકલન કર્યું છે. હાલમાં મહાત્માજીના ચહેલા માર્ગથી ઊલટી જ દિશાએ આઝાદ ભારતના અત્યારના સૂત્રધારે પ્રયાસ છે, એ તે ધ્યિા વિના રહી શકતા નથી. પુસ્તકમાં ઠેર ઠેર, તથા ભૂમિકામાં ખાસ કરીને, એ ઊલટી દેટનું શું પરિણામ આવે છે, આવી શકે અને આવશે, એની ઊંડી વેદના સાથે નધિ પણ તે લે છે. એ કારણે બંગાળના કોંગ્રેસ પક્ષમાં પ્રફુલબાબુ હવે સારી પેઠે અણગમતા પણ થયા છે. જોકે, ભાગલા વખતે આઝાદ ભારતમાં પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી તરીકે બધું સુત્ર સંભાળી લેવાને એ માણસ પસંદ કરાયા હતા, એ વાતનો ઉલ્લેખ વાચક પા. ૨૮૬ અને એ પછી બે-ત્રણ જગાએ જશે. અત્યારે દેશને અને કોંગ્રેસને પોતાના જુના અને નીવડેલા સેવકોને જાણે ખપ નથી, એ કરુણતા દેશમાં બીજે પણ ઠેર ઠેર જોવા મળે છે. પણ એ બધાનું તો ઠીક, મહાત્માજીને પોતાને જ એ નસીબ હાંસલ નહેતું થયું?- એ કરુણ ભાગ પ્રફુલબાબુએ પોતાના પુસ્તકના અંતભાગમાં બૂડેલી કલમે આલેખ્યો છે. શ્રી મગનભાઈ દેસાઈએ પોતાના દેહાવસાન પહેલાં પાંચેક દિવસ અગાઉ (તા. ૨૭-૧-'૧૯) લખેલા 30મી જાનેવારી' કાવ્યમાં (જુઓ “સત્યાગ્રહ’, તા. ૧-૨-'૧૯ અંક) તે વસ્તુ કવિની રીતે ગાઈ બતાવી છે. તેમાં નીચેને ભાગ અહીં ઉતારી, એ કવિતાના વિદાય થયેલા રચયિતાને પણ અમારી શ્રદ્ધાંજલિ આપીને વિરમીએ છીએ – કેણ કહે ગોડસેએ માર્યા? એણે તો દીધી અમરતા! માર્યો તો તે બાદ બધાએ જપી જય જય લલકારકરી કાર્યની હા; બાપુ મરી ગયા રે લોલ ! Page #92 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીના જીવનમાગ તા. ૩૦-૧-’૮૫ આવજો, બાપુ! હવે એકલા કરવાં જંગ-ખેડાણ ! ઘટ ઘટમાં જ્યાં રામ વસે ત્યાં વસે। હરિના લાલ — મરીને અમર થયા રે લાલ; બાપુ મરી ગયા રે લોલ ! હ ગાંધીજીના જીવનમા સપાઃ મગનભાઈ દેસાઈ કિ', ૬–૦૦ ગાંધીજીની જીવનસાધના એટલે માત્ર વૈયક્તિક મેાક્ષ માટેની સાધના એવા અર્થ સમજવાના નથી. ગાંધીજીના જીવનમાર્ગમાં તે રાજકારણ, અર્થકારણ, સમાજધર્મ, ધર્મશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાન – એ બધાંના પૂરેપૂરા સમાવેશ થાય છે. તેમના સાધનામાર્ગ સ્વધર્મ-સ્વકર્મને આગળ કરીને ચાલતા હતા. અને તેથી જ તે • મહાત્મા' કહેવાયા છતાં ‘રાષ્ટ્રપિતા' પણ બન્યા - હતા. આ પુસ્તક જુદાં જુદાં મથાળાં નીચે ગાંધીજીનાં મંતવ્યોના સુભાષિતસુવાકય-સંગ્રહ જેવું નથી. આ તો સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજનીતિ અને તત્ત્વજ્ઞાનનું પુસ્તક હાય, એ રીતે તેનુ ઘડતર છે, – ગાંધીજીના જીવંત જીવનદર્શનને તેના સઘળા વ્યાપ સાથે રજૂ કરવા માટે, - દેશમાં આઝાદીનાં પંચાવન વર્ષ શાદ આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક કટોકટી અને અરાજક જેવી અવસ્થા આવીને ઊભી છે, તેને ટાંકણે રાષ્ટ્રપિતા ગાંધીજીની રીતિનીતિને, તેમના જીવનમાર્ગના અને તેમની જીવનસાધનાના નિરૂપણ દ્વારા કડીબદ્ધ રજૂ કરી આપવી, એ એક અતિ આવશ્યક વસ્તુ ગણાય. શ્રી મગનભાઈ દેસાઈએ એ કામ સફળતાપૂર્વક કરી આપ્યું છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ કળા એટલે શું? [ટૉલસ્ટૉય કૃત 'What is Art?' સંપા. મગનભાઈ દેસાઈ કિં. ૬-૫૦ કળા વિષે ટૉસ્ટૉય અને ગાંધીજી સંપા. મગનભાઈ દેસાઈ પુનર્મુદ્રણનું નિવેદન ટૉલ્સ્ટૉયનો આ ગ્રંથ (ગુજરાતીમાં) ૧૯૪૫માં પહેલો બહાર પડયો હતું. હવે તેની નકલો ખલાસ થઈ ગઈ છે, અને એ ઉપયોગી ગ્રંથ મળતો નથી, એમ એક-બે મિત્રોએ બે-ત્રણ વર્ષ વર્ષ પર કહેલું. સામાન્ય વાચક ઉપરાંત, આ પુસ્તક કલા અંગેની ગુજરાત યુનિવની કૉલેજના વિદ્યાર્થીઓને ખાસ જોઈએ, તે જોતાં પણ તે બનતી ત્વરાએ સુલભ કરવું જોઈએ, એવી માગણી હતી.. - આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ ગૂજરાત વિદ્યાપીઠ તરફથી બહાર પડી હતી. નવી આવૃત્તિ તે તરત બહાર પાડી ન શકે એમ જોઈને, બીજે કોઈ માર્ગ વિચારવું જોઈએ, એમ લાગ્યું. “શ્રી મ૦ દેવ સન્માન ટ્રસ્ટ” તરફથી આ તરત પ્રસિદ્ધ કરી શકાય; અને તે છાપવાના કામ અંગે “પરિવાર પ્રકાશન સંસ્થાએ તરત જોગવાઈ કરી આપવા જણાવ્યું, આથી આ બીજી આવૃત્તિ “શ્રી મ૦ દેવ સન્માન ટ્રસ્ટ' તરફથી “પરિવાર પ્રકાશન સંસ્થા” બહાર પાડે છે. થોડાક માસમાં જ આ કામ કરી આપવાને માટે તે સંસ્થાને આભારી છું. ગઈ આવૃત્તિનું આ પુનર્મુદ્રણ છે. કાંઇક ભૂલચૂક રહી ગયેલી પ્રફ જોતાં નજરમાં આવી, તે તે સુધારી લીધી હશે એટલું જ, એક નાનકડો ઉમેરો કર્યો છે, તે પુરવણી રૂપે (પા. ૨૦૫-૬) “વોટ ઇઝ ટૂથ' એ (સચિત્ર) લેખ પૂરત છે, તે અહીં નેધવું જોઈએ. Page #94 -------------------------------------------------------------------------- ________________ જિજ્ઞાસુના પ્રશ્નો ૭૩ ચિત્ર મૂળ અંગ્રેજી ગ્રંથમાં આપેલાં તે પરથી અહીં ઉતાર્યા છેતે માટે અહીં એને આભાર માનું છું. આ ગ્રંથ વિષે મારા વિસ્તૃત ઉદૂવાતમાં કહ્યું જ છે. તથા ગાંધીજીના કલા વિશેના વિચારો રજૂ કરતાં કેટલાંક અવતરણે પણ તે પછી આપ્યાં છે. આ બે વસ્તુઓ મળીને, કળા વિષે ગાંધીજી અને ટૉલ્સ્ટૉયના વિચારો ટૂંકમાં રજૂ કરે છે. એટલે તે ભાગ અલગ પુસ્તક રૂપે અપાય, તો તે નાની પડી કિંમતમાં ઓછી પડે, અને વાચકને આ મોટા પુસ્તકને સાર એમાંથી મળી રહે. તેથી એ અલગ છપાવવાની સૂચના પરિવાર પ્રકાશને' સ્વીકારી છે, એ આનંદની વાત છે. આ પુનર્મુદ્રણને નિમિત્તે અનુવાદ સહેજે, પૂહ રૂપે ફરી જવાનું થયું; તેથી કલા વિષેનું જે ભવ્ય દર્શન અને સચોટ સમર્થન ટૉસ્ટો એમાં કર્યું છે, એની છાપ મનમાં ફરી તાજી થઇ. કલામીમાંસાના સાહિત્યમાં ટૉલસ્ટૉયનું આ દર્શન અમર વસ્તુ છે. ગુજરાતી વાચકોને ફરી તે ત્વરાભેર આપી શકાયું, તેથી આનંદ થાય છે. કેટલાંક વર્ષો તે મળી ન શકાયું, તે માટે વાચકની ક્ષમા માગી, આ પુનર્મુદ્રણ હવે બહાર પાડી કૃતાર્થ થાઉં છું, તા. ૧૮-૮-'૧૬ મગનભાઈ દેસાઈ જિજ્ઞાસુના પ્રશ્નો સંપા : મગનભાઈ દેસાઈ કિ. ૧-૦૦ નિવેદન આ નાનકડી પુસ્તિકાની ઉત્પત્તિ વિશે, તેની શરૂઆતના “પ્રાસ્તાવિક” પ્રકરણમાં કહ્યું છે, એટલે તે અંગે વધુ કહેવાનું રહેતું નથી. આ પ્રકરણે મારા “સત્યાગ્રહ' સાપ્તાહિકમાં હપ્તાવાર આપવામાં આવ્યાં હતાં. (જુઓ સ0 વર્ષ ૫, અંક ૪૦ થી ૫૦ તથા વર્ષ ૬, અંક ૧-૨ સુધી, તા. ૯-૭-૬૯ થી તા. ૨૦-૮-૧૬૬). એમને આ દ્વારા ગ્રંથસ્થ કરીને બહાર પાડયાં છે. પૂ૦ ગાંધીજીને આ પ્રશ્નો ૧૯૨૪માં મેં પૂછેલા. તે વખતે એ તાજા 'જ જવમાંથી આવેલા. મારી જીવનયાત્રામાં આ સમયે હું સંન્યાસયોગ કે કર્મયોગ લે, એની મથામણમાં હતો. અને મેં નિર્ણય કરેલો કે, લેખસંગ્રહા ગાંધીજીપ્રણીત સેવાયજ્ઞ-યોગ આજ યુગધર્મ છે એટલું જ નહીં, આધુનિક યુગની દૃષ્ટિએ પરિશુદ્ધ સાધના-રીતિ છે – ખરો કર્મગ અને સાચે Page #95 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિકાસાહિત્ય ભલે પધારે! જ્ઞાન સંન્યાસ-યોગ છે. આ મારી સમજને વિષેનો નિબંધ “ ગાંધીજીના જીવનમાર્ગ”- એ નામે છેડા વખત ઉપર બહાર પાડયો છે, તે જે વાચક ઇચ્છે તે જુએ એવી વિનંતી છે. આમ, આ “જિજ્ઞાસુના પ્રશ્નો” મારા જીવનવિકાસના એક મહત્ત્વના તબક્કાનું પ્રકરણ છે, એમ માનું છું. તેની આ નોધપોથીરૂપ લખાણ મારી કાગળિયાંમાંથી મળી આવતા, તેને અહીં ગ્રંથસ્થ કર્યું છે. આશા છે કે, જિજ્ઞાસુ યુવકને તેને અમુક રીતે મોટેરાંઓને પણ) તેનું વાચન બોધપ્રદ બનશે. આ પડી તૈયાર કરીને પરિવાર પ્રકાશન” મારફત બહાર પાડવામાં બધી રીતે મદદ કરી, તેને માટે ભાઈ ગોપાળદાસને ત્રણી છું, ને તે પ્રકાશન સંસ્થાનો આભારી છું. મગનભાઈ દેસાઈ નવી યુનિવર્સિટીઓ લેખકઃ મગનભાઈ દેસાઈ કિ. સવા રૂપિયો પ્રકાશકનું નિવેદન ગુજરાત રાજયે નીમેલી “દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સમિતિ એ પોતાની તા. ૨૪-૧૧–૧૪ના રોજ મળેલી પ્રથમ બેઠકમાં એક પ્રશ્નાવલિ તૌયાર કરી ગુજરાતમાં અનેક જણને પહોંચતી કરી હતી. સત્યાગ્રહ'ના તંત્રી શ્રી મગનભાઈ દેસાઈએ તેના મુદ્દાઓને આવરી લેતી એક લેખમાળા તેમના પત્રમાં તા. ૨૨-૨-૬૪ થી માંડીને શરૂ કરી. તે હવે પૂરી થાય છે. અને દ0 ગુરુ સૌ૦ યુ૦ સમિતિનું કામ પણ પૂરું થયું છે. સ પત્રમાં પ્રગટ થતી આ ચર્ચામાં જે ઝીણવટ તથા વ્યાવહારિકતા દાખવવામાં આવ્યાં છે, તેથી લાગતા વળગતા યુનિ) મંડળને તે તે લેખમાળા ઉપયોગી થઈ પડે તેવી છે જ, પરંતુ સામાન્ય ગુજરાતી વાચકને પણ યુનિ)ના શિક્ષણવિહીવટ અંગે માહિતી તથા માર્ગદર્શન એમાંથી મળી શકે છે. આથી કરીને, આ લેખમાળા પુસ્તિકા રૂપે પ્રસિદ્ધ કરવી ઠીક થશે એમ માની, ગુજરાતી વાચકો સમક્ષ સહર્ષ રજૂ કરીએ છીએ. ઉચ્ચ કેળવણીનું – યુનિવર્સિટીઓનું કાઠું અંગ્રેજોએ આપણા દેશની સ્વતંત્ર રાષ્ટ્રીય જરૂરિયાત પેઈને ઘડ્યું નહોતું. અને તેથી તે કાઠું પરિણામની Page #96 -------------------------------------------------------------------------- ________________ નવી યુનિવર્સિટીઓ ૭૫ દષ્ટિએ આજે કાલગ્રસ્ત જેવું લાગે છે. રાષ્ટ્રપિતાએ તેમની પાયાની કેળવણીની યોજના રજૂ કરતી વખતે ઉચ્ચ શિક્ષણને વિષેય એવું જ મૌલિક કેટલુંક વિવેચન રજુ કરેલું. (તેમાંથી કેટલુંક આ પુસ્તકના પરિશિષ્ટ રૂપે ઉતાર્યું છે.) ટૂંકમાં, દેશનું શિક્ષણનું માળખું બદલવું જોઈએ, એ આજે સૌ કોઈ માને છે. અત્યારે ચારે બાજુ માત્ર અંગ્રેજી ભાષાના શિક્ષણનું રણ ઊતરી ગયાની રરથી બૂમ પડે છે. પરંતુ શિક્ષણ પોતે કેવું કથળી રહ્યું છે, તેની કોઈ ચિંતા કરતું નથી. આપણે, દરેક કક્ષાએ પચાસ ટકા ઉપરાંત નપાસ થતા જુવાનિયાઓનાં બરબાદ થતાં સમય, શક્તિ અને ખર્ચ ઈ૦ વડે દૂષિત આ કેળવણી વિષે કંઈક પાયાને વિચાર નહિ કરીએ, તે છેવટે સાચા સ્વરાજથી જ હાથ ધોવાવા આવશે, એ નક્કી છે. અત્યારના ચાલુ ચોકઠામાં પોતપોતાના હિતને લઈને ગોઠવાઈ ગયેલાઓ ભલે આ બધું ન જએ – ન વિચારે, પણ આપણી આઝાદ જનતાએ આ વસ્તુ ઝટપટ જોઈ કાઢી તેને ધરમૂળથી પલટવાની જરૂર છે. આ પુસ્તકની ચર્ચા માં વહેવાર ફાળો આપશે એવી આશા છે. તેના લેખક વિશે લખવાની જરૂર ન મનાય. તેમની અને તેમના સાથીઓની સફળ રાહબરી નીચે, ગુજરાત યુનિવર્સિટીએ દેશની યુનિવર્સિટીએમાં એક પ્રગતિકારક અને સુનિયંત્રિત યુનિવર્સિટી તરીકે નામ કાઢેલું છે. તેના પડઘા છેક પાર્લમેન્ટ અને સર્વોચ્ચ અદાલત સુધી પહોંચેલા છે. તેને પરિણામે ગુજરાતને યુનિવર્સિટી સુધારણાના સવાલો અખિલ ભારતીય કક્ષાએ પહોંચાડવાનું માન મળ્યું છે. આપણે આપણા અંગત રાગદ્વેષભર્યા સુચ્છ વાદવિવાદમાં પડી જઈ ભલે એ વાત ન જોઈએ; પણ ભવિષ્યને કોઈ તટસ્થ ઈતિહાસકાર આઝાદીનાં શરૂઆતનાં વર્ષોની યુનિવર્સિટીઓને ઈતિહાસ તપાસશે, ત્યારે તેને સૌમાં ગુજરાત યુનિવર્સિટી પોતાની પ્રગતિશીલ તથા જવાબદારીભરી ઉમદા કામગીરીથી આગળ તરી આવતી દેખાશે. ગાંધીજીના સત્યાગ્રહાશ્રમની શાળાથી માંડીને ગૂજરાત વિદ્યાપીઠ અને યુનિટ જેવી આપણી પ્રસિદ્ધ સંસ્થાઓના કાર્ય તથા વિકાસમાં જીવન ગાળનાર, આજીવન રાષ્ટ્રીય કેળવણીકાર, શ્રી. મગનભાઈ દેસાઈના યુનિવર્સિટીઅનુભવના નિચોડ રૂપ આ લેખમાળા પુસ્તક રૂપે પ્રસિદ્ધ કરતાં અમે ધન્યતા અને સંતવ અનુભવીએ છીએ. " નહેરુ શ્રાદ્ધદિન પુત્ર છે. પટેલ તા. ૮-૬-૬૪ Page #97 -------------------------------------------------------------------------- ________________ માર્ટિન લ્યૂથર કિંગ [અમેરિકાના ગાંધી] સ‘પા: ગેાપાળદાસ પટેલ . ૧-૦૦ સંપાદકનું નિવેદન . ધર્મ અંગેની જબરદસ્તીથી ત્રાસીને યુરોપમાંથી • પબ્રૂિમ ફાધર્સ સ્વાતંત્ર્યની શેાધમાં નીકળી પડયા હતા અને અમેરિકા વસાવ્યું હતું. પણ પછી તેા એમની પાછળ આવેલા બીજા હાથમાં બંદૂક લઈને, પાણીના રેલાની પેઠે, ત્યારનાં અમેરિકન જંગલેામાં આગળ વધતા ગયા અને ત્યાંની મૂળ વતની પ્રજા ‘રેડ ઇન્ડિયન 'ને ખતમ કરી, આખા દેશના અને તેની પ્રાકૃતિક સમૃદ્ધિને કબજો લઈ બેઠા, તથા કાળાંતરે અત્યારના અમેરિકન ‘સમૃદ્ધ સમાજ’ ઊભા કર્યા. પણ તે પહેલાં તેઓને ત્યાંનાં જંગલા કાપવા, જમીનેા ખેડવા અને પ્રાકૃતિક ખનિજસંપત્તિ હાથ કરવા મજૂરાની જરૂર પડી. એટલે આફ્રિકામાં આખાં ગામડાં ને ગામડાં ઘેરી લઈ, ત્યાંથી હજારો સ્ત્રી-પુરુષોને પકડી લાવી, તે વખતનાં સાદાં વહાણેામાં અનાજની ગુણાની પેઠે ખડકીને, અમેરિકા ખંડે પહેોંચાડવાના યુરોપના ગારાઓને ધંધો જાગ્યો. રસ્તામાં અર્ધ ઉપરાંત માણસા મરી જતાં — પણ મફત જ મેળવેલાં માણસે અર્ધી મરી જાય તોપણ શેા વાંધો? બાકીનાં અર્ધાં તો મેઘા મૂલે અમેરિકાના ગારાને વેચી શકાય ને ? પણ ત્યાર પછી અમેરિકાના ગેારાઓમાં કેટલાંક ઉદ્દામ સ્ત્રી-પુરુષા એવાં ઊભાં થયાં, જેમને આફ્રિકાના હબસીને ગુલામીમાં જકડી રાખી અમાનવતા દાખવ્યા કરવાનું ગમ્યું નહિ. તેથી તેમાં ગુલામેાની મુક્તિની ચળવળ ઊપડી. દક્ષિણનાં રાજ્યા તે બાબતમાં વિરુદ્ધ પડયાં અને અંતરયુદ્ધ ખેડાયું. અબ્રાહમ લિંકન જેવા મહારાજપુરુષે એ બાબતમાં સફળતા હાંસલ કરીને એક-અમેરિકન રાજ્ય દઢ કર્યું. પરંતુ તેમાં તેને જાન આપવા પડયા, અમેરિકાના કાળા-ગારા વર્ણયુદ્ધમાં પહેલું એ બલિદાન પડયું. વર્ડ Page #98 -------------------------------------------------------------------------- ________________ માર્ટિન લ્યૂથર કિંગ . છતાં કાળા અને ગારા એવા ઊંચનીચભાવ ઊંડા ઊંડા તા ત્યાં ચાલુ રહ્યો જ – આપણે ત્યાં જેવું પછાત-વર્ષીય ઊંચનીચપણું છે, તેવું ત્યાંના રંગદ્વેષી સમાજમાં ચાલ્યું. કાળેા અમેરિકન સમાજ પછાત અને ઊતરતો જ મનાતા રહ્યો. બે વિશ્વયુદ્ધ પછી આ અમેરિકન ભાવમાં ફરક પડયો. માનવ સમતા ને સ્વમાનનું જગવ્યાપી દ્વિમુખી મેાજું આવ્યું. ગેારાઓમાં માનવ સમતા માટે કાળાના પક્ષ લઈને લડનારા જેમ નીકળ્યા, તેમ કાળામાં સ્વમાનના ખ્યાલથી પોતાના હક-અધિકાર માટે લડવા તૈયાર થનારા પણ નીકળ્યા. આ દ્વિમુખી મેાજાને પણ સામના થયો. કાળાનેા પક્ષ લઈને લડતા ગારા પ્રમુખ કેનેડી પહેલા ઠાર થયા. પછી હબસી નેતા કિંગને પણ ગાળીથી ઠાર કર્યા. આટલું બસ ન હોય એમ, કૅનેડીના નાના ભાઈ નવા પ્રમુખ બનવામાં હતા, તેને પણ થોડા દિવસ પર ઠાર કર્યો. બિલદાનના લોહીથી ગૌરવ પર — તેની સમૃદ્ધ સમાજ' આમ આજે અમેરિકન પ્રજાના ઇતિહાસ આવાં તેની કરવટ બદલે છે. અમેરિકન પ્રજાની મગરૂરી અને મોટાઈની આબરૂ પર આ ખૂનેાથી જબરો ઘા થયા છે. એટલે બધું સારું જ સારું એમ નથી, 'સંપદા નૈવ સંપદ:' — ખરી સંપત્તિ અમેરિકાએ હજી સમજવાની છે. આજે તો મદમસ્ત દેશ બંદૂક અને અણુબૉબ લઈને નીકળી પડયો છે. - ઈંદ્રિય સુખવાદમાં તે . અમેરિકન ગારાની એ વિપુલ સમૃદ્ધિ સામે હબસી નેતા માર્ટિન લ્યૂથર કિંગે કાળાનાં સ્વમાન અને સમતાના રક્ષણ અર્થે અહિંસક-પ્રતીકાર આદર્યો, – શસ્રમત્ત બ્રિટિશ સામ્રાજ્ય સામે ગાંધીજીએ અહિંસક યુદ્ધ આદર્યું હતું તેમ. કારણ કે, અમેરિકન સમૃદ્ધ ગેારાઆને બંદૂકથી દબાવવાનું તે બની શકે નહીં, તેમની સામે તા પ્રેમનું અહિંસા-શસ્ત્ર જ કદાચ કારગત નીવડી શકે. ગાંધીજીનું એ અહિંસા-શસ્ર માર્ટિન લ્યૂથર કિંગે સમજપૂર્વક અપનાવ્યું હાવાથી જ તેમને અમેરિકાના ગાંધી' એવા ઉપનામે ઓળખવામાં આવે છે. કિંગનું એ જાતનું ઘડતર કેવી રીતે થયું, વગેરે વિગતો આપણ ભારતીય એટલે તેમનું ટૂંકું જીવનચરિત્ર એક પહેલા ભાગ તરીકે સામેલ કર્યું છે; અને લ્યૂથર કિંગને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક યુનિવર્સિટીમાં ૧૧–૧૨–૬૪ના રોજ ઉતાર્યું છે, જેથી તેમની વિચારસૃષ્ટિ લોકોને તો ખાસ રસિક થઈ પડે. અભ્યાસી પાસેથી મેળવી આમાં બીજા ભાગ તરીકે, શ્રી. માર્ટિન મળ્યું, તે પ્રસંગે (નાર્થેની) સ્લા તેમણે આપેલા વ્યાખ્યાનને ટૂંકાવીને Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! સમજમાં આવે. એ સંક્ષેપ સત્યાગ્રહ’ સાપ્તાહિકમાં ચાર હપ્ત- ૧૫-૫૬૫, ૨૯-૫૬૫, ૧૯૬૬૫ તથા ૧૦-૭૬૫ સુધીના અંકમાં પ્રગટ થયેલે, તે થોડાઘણા વિસ્તાર સાથે આમાં ઉતાર્યો છે. પૂંઠા ઉપરનું ચિત્ર “સપાન’ સામાયિકમાં મે, ૧૯૬૮ના અંકમાં પ્રસિદ્ધ થયેલું તે અહીં ઉતાર્યું છે. આમ જે જે વિવિધ પત્ર અને લેખક – પ્રકાશકોની મદદ લઈને આ પુસ્તિકાની લખાણ તથા ચિત્ર- સામગ્રી એકઠી કરવામાં આવી છે, તે સીને અહીં આભાર માનું છું. આશા છે કે, ગુજરાતી વાચકોને આ પુસ્તિકા સમયસરની અને ઉપયોગી થઈ પડશે. ભ્રષ્ટાચારને માર્ગે કિ. ૧૨-૦૦ [ગુરુદા કૃત નવલકથા વતન મા] અનુ.: કમુબહેન પુત્ર છે. પટેલ બે બાલ [ગપાળદાસ પટેલની પ્રસ્તાવના] પ્રાચીન કાળથી પ્રશ્ન પુછાતે આવ્યો છે કે, રાજા કાળનું કારણ છે કે કાળ રાજાનું કારણ છે? તેને જવાબ તે વખતના અનુભવીએ એ આપે છે કે, રાના ઢસ્ય જળ – રાજા જ કાળનું કારણ છે. આ નવલકથા વાંચતાં એ પ્રશ્ન આપણને ફરી ફરી ઊડ્યા કરે છે કે, સરકારી અમલદાર (એટલે કે “રાજા') પ્રજાને ભ્રષ્ટ કરે છે કે, ભ્રષ્ટ પ્રજા સરકારી અમલદારોને (રાજાને) બગાડે છે? જો આપણે પ્રાચીન ડહાપણને જ માન્ય રાખીએ, તો એક જ જવાબ મળે કે, રાજા જ પ્રજાને ભ્રષ્ટ કરી શકે કે સુધારી શકે. કૉન્ફશિયસને જ્યારે ચી-કાંગે પૂછયું કે, “મારા રાજયમાં ચોરોની સંખ્યા વધી ગઈ છે, તે મારે શું કરવું?' ત્યારે તેમણે જવાબ આપે, “જે આપ નામદાર જ ઉભી ન છે, તે આપ ઈનામ આપવા તૈયાર થાઓ તોયે કોઈ ચોરી કરવા તૈયાર નહિ થાય.” Page #100 -------------------------------------------------------------------------- ________________ ભ્રષ્ટાચારને માગે બીજે વખતે તેમણે તે જ રાજને જવાબ આપતાં ઉમેર્યું: “ઉપરના (રાજાલક) અને નીચેના (પ્રજાવર્ગના) માણસે વરચે પવન અને ઘાસ જેવો સંબંધ છે. પવન વાય, તેમ ઘાસે ઢળવું જ પડે. એટલે આપ સદા સારા રહે, તે લોકો સારા જ રહેશે.” અત્યારે આઝાદીને યુગ છે, તથા પ્રજાએ ચૂંટીને મોકલેલે કોંગ્રેસ પક્ષ બધાં રાજયોમાં રાજા તરીકે કામ કરે છે. જ્યાં સુધી આઝાદીની લડત દરમ્યાન નેતાઓ અને પ્રજાના વર્ગોનું ધ્યેય એક જ હતું, ત્યાં સુધી રાષ્ટ્રશરીરમાં બે જુદા વિરોધી પક્ષની કે હિતેની ચિતાણ જેવું કશું ન હતું. પરંતુ આઝાદી બાદ રાજસત્તા પ્રજાના એક પક્ષ કે વર્ગના હાથમાં આવી, એટલે હિતેની પરસ્પર અથડામણ શરૂ થઈ. કારણ કે પ્રજાના તમામ વર્ગોનાં હિત એક સરખાં હોય નહીં; અને કયા વર્ગના હિતને પ્રાથમિકતા આપવી – એ છેવટે કણ નક્કી કરે? ગાંધીજી જવાહરલાલજીનું યંત્રોદ્યોગી, ભૌતિક વિજ્ઞાનવાદી સમાજવાદ તરફનું વલણ પહેલેથી પામી ગયા હોય તેમ, આઝાદી બાદ, તેમણે કોંગ્રેસને રાજકીય પક્ષ મટી જઈ, લોકસેવક સંઘ જેવા વ્યાપક સંઘમાં પલટાઈ જવાની સલાહ આપી. જેથી રાજસત્તા ગમે તે પક્ષના હાથમાં જાય, તો પણ પ્રજાને પક્ષ મજબૂત સંગઠિત રહે; અને નબળામાં નબળા એવા સૌથી મોટા વર્ગનું હિત જાગૃત લોકસેવકોના હાથમાં સુરક્ષિત રહે. પરંતુ જવાહરલાલ નહેરુ અને મોટા ભાગના કોંગ્રેસના સાગરીતે ગાંધીજીની એ સલાહની અવગણના કરી અને આઝાદીની લડત દરમ્યાન કોંગ્રેસ પક્ષને પ્રાપ્ત થયેલી વ્યાપક લોકલાગણીને ઉપયોગ રાજકીય સત્તા હાંસલ કરવામાં અને દઢ કરવામાં જ કર્યો. હિંદ-પાકિસ્તાનના ભાગલા વખતે ઊભી થયેલી અસાધારણ કટોકટીથી પણ તેમને તેમની મુરાદ હાંસલ કરવામાં મદદ મળી. તે અંધાધૂંધી દરમ્યાન ગાંધીજીની હત્યા થઈ જતાં જવાહરલાલને વળી વધુ છૂટો દોર મળ્યું. તેમણે એક તડાકે ત્રણ પગલાં એવાં ભય કે જેથી આઝાદ થયેલા દેશની આગેકૂચ – હવે વધુ ખાતરીથી કહી શકીએ છીએ તેમ – દશકાઓ માટે આર્થિક નૈતિક સાંસ્કૃતિક પાયમાલીને માર્ગે વળી ગઈ. એ ત્રણ પગલાં તે આ : (૧) અંત્રોદ્યોગી સમાજવાદની કોંગ્રેસ તેમ જ દેશના રાજતંત્રના આદર્શ તરીકે સ્થાપના; (૨) દેશ-પરદેશથી મબલક નાણું ઉઝરડી લાવી તેના વડે એવી પંચવર્ષીય યોજનાનું આજન, જેથી Page #101 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! મર્યાદિત લોકોનું અમર્યાદ ભૌતિક સ્વર્ગ-સુખ હાંસલ થાય; (૩) અંગ્રેજી ભાષાને રાજભાષા તરીકે કાયમ કરી, અંગ્રેજે હેઠળની આમપ્રજાથી તદ્દન વિમુખ તથા અધ્ધર સાતમે આસમાન વિચરતી નોકરશાહી કાયમ કરવી.. આ ત્રણમાંનું એક એક પગલું પણ દેશને બરબાદીને માર્ગે દેરી જવા પૂરતું હતું : (૧) ચંદ્યોગી સમાજવાદને આદર્શ કરોડો લોકોને બેકાર બનાવનાર તથા કાયમના બેકાર રાખનાર નીવડવાનો હત; (૨) દેશપરદેશના ઉધાર, ભીખી આણેલા કે ઉઝરડી આણેલા પૈસાથી શરૂ કરેલી પંચવર્ષીય યોજનાઓ મુખ્યત્વે ધનિકોને વધુ ધનિક અને કંગાળને વધુ કંગાળ બનાવવાની હતી; (૩) અને અંગ્રેજોના પરદેશી હાથે તૌયાર થયેલું અને પરદેશી ભાષામાં જ વિહરનારું નોકરશાહીનું પલાદી ચોકઠું પ્રજાથી વિમુખ જ રહેવાનું હતું, પરિણામે, ૧૯૨૦ થી ૧૯૪૭ સુધીની પચીસ-સત્તાવીસ વર્ષની ગાંધીજીની રાહબરી હેઠળ જે કંઈ લોકલાગણી પ્રાપ્ત કરી શકાઈ હતી, તે મૂડીથી રાજસત્તા ઉપર જામીને ગાંધીજીની રીતિ-નીતિને ભૂંસી નાખવાનું કાર્ય જ સધાવાનું શરૂ થયું. સત્યાગ્રહની લડતમાં સત્ય અને અહિંસામૂલક આત્મશુદ્ધિ ઉપર જે ભાર હતું, તેને બદલે વિજ્ઞાને સુલભ કરી આપેલી ભૌતિક સુખસગવડ સંપાદન કરીને ભોગવવી એ જ જીવનને આદર્શ બની રહ્યો. એ વિપુલ સુખ-સામગ્રી સંપાદન કરવા વિપુલ ધન સંપત્તિ જોઈએ. અને એ વિપુલ ધન-સંપત્તિ યોદ્યોગી કરામત વગર ડાકના હાથોમાં ભેગી થઈ શકે જ નહિ; એટલે એ બંન્ને વસાવવા પરદેશી ચલણ મેળવવા યેનકેન પ્રકારેણ સરકાર એટલે કે સરકારી અમલદારો પાસેથી લાયસંસ-કોટા-પરમિટ મેળવવા જ રહ્યાં. આમ રાજગોપાલાચાર્યો જેને લાયસંસ-પરમિટ-કટા રાજ્ય તરીકે ઓળખાવ્યું છે તેવું કોંગ્રેસ પક્ષનું ભ્રષ્ટ રાજ્યતંત્ર ઊભું થયું અને ફલ્યુ-ફાલ્યું. સરકારી અમલદારો અને વેપાર-ધંધાવાળાઓ બંને એકબીજાને માવયન્ત, ઘરમાં સિદ્ધિ હાંસલ કરવા લાગ્યા. જે ધનસંપત્તિ – જે સુખ વૈભવ કુબેર ભંડારીની કલ્પનામાં ન આવે, તે સુખવૈભવ એ અમલદારો અને વેપાર-ધંધાવાળા માણવા લાગ્યા. મોગલ બાદશાહએ વિશાળ જનસમુદાય ઉપર જેવી અબાધિત સત્તા નહીં ભેગવી હોય, તે આ માતબર ભ્રષ્ટાચારીઓ આખા દેશને ભોગે માણવા લાગ્યા. ગુરુદત્તાજીની આ નવલકથા નહેરુ-યુગને ભ્રષ્ટાચાર કયા પ્રમાણમાં વ્યાપક બન્યો હતો, તેનું આબેહુબ વર્ણન રજૂ કરે છે. વિજ્ઞાનને નિયમ Page #102 -------------------------------------------------------------------------- ________________ ભ્રષ્ટાચારને માગે છે કે, ઉપરથી નીચે પડવા લાગેલા પદાર્થની ગતિ અથવા વેગ હર ક્ષણે વધતો જ જાય છે; તેમ પ્રજા શરીરમાં દાખલ થયેલ આ સડો ચેપી રોગની ઝડપથી અને મારકતાથી વધતે જ ચાલ્યો. પંડિત નહેરુની જાણમાં આ કશું નહિ આવ્યું હોય એમ કહી શકાય નહિ. પરંતુ તે કંઈક એવા ઘમંડમાં રહ્યા લાગે છે કે, મેર સંપત્તિ અને સુખની જે સમાજવાદી મહેફિલ જામશે, તે એવડી મોટી હશે કે તેમાંથી વધેલા કાજૂઠાથી જ નીચલા થરના લોકોનું પેટ ભરાઈ રહેશે. પાસે જ પડેશી દેશ ચીન એ આખા વખત દરમ્યાન પ્રજાના દરેક માણસને રેટી મળવી જોઈએ, અને તે માટે દરેકને કામ મળવું જોઈએ, એ ન્યાયે ચાલતો હતો. ત્યારે ભારતમાં દરેકને ફરજિયાત – મફત કેળવણી મળવી જોઈએ એટલું દયેય, બેલવા પૂરતુંય રાખવામાં આવ્યું ન હતું; – જોકે, પુખ મતાધિકાર તે સાર્વત્રિક કરી દેવામાં આવ્યા હતા. કંગાળ લેક દુ:ખમાં આવી પડે ત્યારે પોતાની પાસેનું વેચી શકાય તેવું છે જે કંઈ હોય તે પણ વેચી કાઢે. તે ન્યાયે એ કંગાળ લોકો પોતાને મત જ વેચતા થયા! અને એ મત ખરીદવા કોંગ્રેસે રાજસત્તાને બળે વિપુલ ધનરાશિ ઊભો કરવા માંડયો, જેથી બીજા કોઈ પક્ષનું તો એ રીત અપનાવવાનું ગજ જ ન રહે. PL 480 હેઠળ પરદેશથી આયાત થતું અનાજ કરડેનું ચૂંટણી ફિંડ એકઠું કરવા માટેનું એક મુખ્ય સાધન શરૂઆતથી જ કંગ્રેસ પક્ષ પાસે આવ્યું હતું. પછી તેમાં લાયસંસ-કવોટા પરમિટ મેળવીને અને કરચોરી કરીને ઊભા થયેલા કરોડપતિઓના કાળા નાણાનું બીજું વધુ મોટું સાધન ઉમેરાયું. અને છેવટે ત્રીજું સાધન મળ્યું દર વખતે રાજ્યની ચૂંટણી પછી ચિકમિનિસ્ટર બનવા અંદર અંદર ચાલતા ઝઘડાનું ઘણાં રાજયોમાં ચિમિનિસ્ટર નિમાવા બદલ તે વ્યક્તિએ ખંડણી જેવી જ રકમ કોંગ્રેસના ચૂંટણી ફંડ માટે ઊભી કરી આપવાને જાણે શિરસ્તો જ થઈ ગયો. . ઉપરથી નીચે સુધી સળંગ સડી ગયેલું આવું તંત્ર તે પછી નભે છે શાના જોરે? એને જવાબ નવલકથાકાર જ, અલબત્ત બીજા સંદર્ભમાં આપે છે તે એ છે કે, પ્રાચીન શુદ્ધ સંસ્કારોવાળી હજુ અમુક વ્યક્તિઓ પ્રજાશરીરમાં સુદઢપણે મોજુદ છે. તેમનાં ત્યાગ અને શુદ્ધિને આધારે જ પ્રજાશરીર હજ ટકી રહ્યું છે. અને આ આજુબાજુને વ્યાપક ભ્રષ્ટાચાર તેડવાને માર્ગ પણ એ જ છે. દરેક જણ બીજાને વિચાર છોડી પિતાને સ્થાને ગુ૦ – ૬ Page #103 -------------------------------------------------------------------------- ________________ વા ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારી! આવશ્યક ધર્મનું પાલન કરતા થઈ જાય, તો બરફના ગાળા ગબડતા ગબડતા જેમ મોટો થતો જાય છે, તેમ શુદ્ધિનું એ મેજું પણ આગળ વધતું વધતુ મોટું અને વ્યાપક બનતું જાય. ૩ પણ આ બધું વસ્તુ ગુરુદત્તાજીની કલમે એક રસિક નવલકથાના વિષય બન્યું છે. અર્થાત્ હેતુલક્ષી હાવાને લીધે નવલકથા તરીકે એની રસભરતા હરિંગજ ઓછી થઈ નથી. વાચકને ઊલટું આ નવલકથા વાંચવાથી બેવડી આનંદ અનુભવમાં આવશે : (૧) રસિક નવલકથા વાંચ્યાન, અને (૨) રાષ્ટ્રને આવશ્યક અને ઉત્થાન-પ્રવૃત્તિમાં હિસ્સેદાર બન્યાના! અલબત્ત, નવલકથા વાંચવાથી દરેક જણ સુધરી જશે કે બગડતું મટી જશે એવી આશા ન જ રાખી શકાય. છતાં આવા વ્યાપક ભ્રષ્ટાચારનું મારણ એ જ હાય છે કે, વધુ ને વધુ લેાકો તેને પાર્મી જાય — ઓળખી જાય. અને એમ વધુ ને વધુ લોકો ઓળખતા થઈ જાય, પછી બધાની વચ્ચે ઊંચું ડોકું રાખીને ફરવું એ ભ્રષ્ટાચારી લાકોને માટે અશકય થઈ જાય, એ સ્વાભાવિક છે. પ્રજાના વ્યાપક આદરભાવનું કંઈકે સંરક્ષણ જ્યાં સુધી તેને આપોઆપ મળેલું હોય છે, ત્યાં સુધી જ તેઓ ધાળે દિવસે બધાંની વચ્ચે મે ખુલ્લું રાખીને ફરી શકે છે. પરંતુ જેમ જેમ આવી નવલકથાઓના પ્રચાર વધતા જાય, તથા એ લોકોના ભ્રષ્ટ હાથેાએ સરજેલી બરબાદીના ડંખ સૌ કોઈને લાગતો જાય, તેમ તેમ એ લાકો માટે પાતાનું કાળું માં છુપાવવું અશકય બનતું જાય છે. અત્યારે કોટ-પાટલૂન-ટાઈ-બૂટ અને અંગ્રેજી ભાષાનું ઘમંડ ભલે તેમને આભૂષણરૂપ બની રહેતું હાય; પરંતુ વ્યાપક પ્રજાકીય રાષ અને આંધી વખતે તેનું નિશાન પણ તે જ બની રહે, એ ઉઘાડું છે. ચિત્રકારોનાં કાર્ટુના શું, મજાકિયા ટુચકાઓ શુ, લાકગીતા અને લેાક-રાજિયા શું, એ બધા દ્વારા એ બધા અંગ્રેજી ભણેલા બદામી રંગના જાંગલાનું માહાત્મ્ય કૂદકે ને ભૂસકે ઓસરતું જાય છે. તે બધામાં આવી નવલકથાઓ દારૂમાં પલીતા ચાંપવા જેવું જ કામ કરે છે. દુનિયામાં અંગ્રેજોએ શરૂ કરેલું ગુલામાના બજારનું અનિષ્ટ એક ‘અંકલ ટૉમ્સ કૅબિન' નવલકથા દ્વારા જ કેટલું બધું પાછું પડયું હતું તે હજુ ભુલાયું નહીં હોય. આવી નવલકથા જ છેવટે અન્યાય-અત્યાચારો સામે Page #104 -------------------------------------------------------------------------- ________________ એક ગધેડાની આત્મકથા વિરોધી લોકમત ઊભો કરવામાં, પિષવામાં અને ટકાવી રાખવામાં મદદગાર નીવડે છે. એટલે જ ઉપર કહ્યું કે, આવી નવલકથાઓ વાંચવી, એ પણ રાષ્ટ્રહિતની ઉત્થાન-પ્રવૃત્તિમાં હિસ્સેદાર બન્યાનું ગૌરવ અપે છે. આવી નવલકથાઓ ગુજરાતને વધુ ને વધુ મળો! તા. ૩૧-૧૦–૭૪ માપાળદાસ જીવાભાઈ પટેલ એક ગધેડાની આત્મકથા કુરન સદાર સંપા.પુ છે. પટેલ કિં. ૯-૦૦ આમુખ [શ્રી. એમ. પી. ઠક્કરની પ્રસ્તાવના] પ્રગતિશીલ, માનવતાવાદી અને સમાનતાવાદી વિશ્વવિખ્યાત લેખક શ્રી. કન ચન્દર કા “g mધે માત્મા ” હિંદીમાં વર્ષો પહેલાં મારા વાંચવામાં આવેલી ત્યારે તે મને અત્યંત પ્રભાવિત કરી ગયેલ; અને તેથી જ શ્રી. ૫૦ છોપટેલે આ કૃતિના ગુજરાતી ભાષાંતરને આમુખ લખી આપવા પ્રેમપૂર્વક આગ્રહ કર્યો, ત્યારે તે કૃતિ મારા મન-પ્રદેશ ઉપર વિચારનો જે સ્પષ્ટ નકશો ઉપસાવી ગયેલ તેનું પ્રતિબિંબ પાડવાની આ તકનો ઇન્કાર કરી શકયો નહીં. આ પ્રખ્યાત અને વિશિષ્ટ કૃતિને ગુજરાતની સાહિત્યરસિક સુસંસ્કૃત જનતા હર્ષ અને ઉલ્લાસથી વધાવી લેશે, તેટલું જ નહીં પરંતુ આ કૃતિ દ્વારા કૃશન ચન્દરે પાઠવેલ સંદેશને અર્ક પણ ગ્રહણ કરશે જ તેવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે. આવી આદર્શલક્ષી અને સાહિત્યિક મૂલ્યોથી સમૃદ્ધ કૃતિને ગુજરાતી અનુવાદ આપી, ગુજરાતીભાષી પ્રજની અનન્ય સેવા કરવા બદલ, કૃશ્ન ચન્દરના સાહિત્યપ્રેમી પ્રશંસકો અને સાહિત્ય દ્વારા વિચારકાંતિમાં શ્રદ્ધા ધરાવનારાઓ, પ્રકાશકોના આ પ્રયાસને હાર્દિક આવકાર આપવાની અને માનવ્યના મહાન આ સાહિત્યકારને કૃતાંજલિ અર્પવાની આ તક ઝડપી લેવા હું પ્રેરાયો છે. આપણે ત્યાં બંગ-સાહિત્ય ઘણું ઓછું લખાયું છે. અંગ્રેજી ભાષામાં સ્વિફટ (ગુલિવર્સ ટ્રાવેલ્સ'), ઑરવેલ (‘એનિમલ હાર્મ') જેવાં Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! અનેક પુસ્તક છે. પરંતુ આ પુસ્તક લખીને કલમના કસબી કૃશ્ન ચન્દર કમાલ કરી છે, તે સુજ્ઞ વાચક તરત જ જોઈ શકશે. કળાકાર પોતાના સર્જન અને કળા દ્વારા તેના અંતરમાં પડેલ ચિનગારીની અભિવ્યક્તિ તે કરે છે, પણ તેની સાથે તેની કળાનું દર્શન કે અનુભવ કરનારના અંતરમાં પડેલ ચેતનાને પણ જાગૃત કરે છે. ચિત્રકલા, સંગીત, શિલ્પકલા, નૃત્યકલા દ્વારા કળાકાર પિતાને તેમ જ દર્શકને બન્નેને સ્થૂળ જગતની પાર સૂકમ જગતમાં લઈ જાય છે અને પ્રસન્નતાની તેમ જ દિવ્યતાની સ્વાનુભૂતિ પણ કરાવે છે. અને તેમ છતાં સાહિત્યકારને માટે જે એક વિશિષ્ટ સિદ્ધિ ઉપલબ્ધ છે, તે બીજા કલાકારને માટે શક્ય નથી. કઈ છે આ સિદ્ધિ? તે છે – સાહિત્યકારની પોતાના સર્જનથી અનુભૂતિ કરનારની વિચારસૃષ્ટિ ઉપર પ્રભાવ પાડવાની શક્તિ. અને આ પ્રભાવ ભવિષ્યની પેઢી ઉપર તેમ જ સમગ્ર માનવજાત ઉપર પાડવાની તક સાહિત્યકારને સાંપડે છે. સાહિત્યકાર આ અણુશક્તિ સમાન મહાન શક્તિનો ઉપયોગ જ્યારે માનવજાતના કલ્યાણ માટે, માનવજગતમાં પ્રવર્તમાન અન્યાય અને શેષણ સામે રોષ જાગૃત કરવા માટે, તથા શોષણખોરોના હૃદયમાં પશ્ચાત્તાપ જગાવવા અને તેમના હૃદયનું પરિવર્તન કરાવવા માટે કરે છે, ત્યારે તે પોતાની સર્જનશક્તિને રચનાત્મક વળાંક આપી, “સત્યમ્” અને “સુંદરમ્માં “શિવમૂનું તત્ત્વ ઉમેરે છે. આવી તક સાહિત્યકારને સાંપડતી હોવાથી ઘણાની વિચાર-સૃષ્ટિમાં ચિરકાળ છવાઈ રહે તે પ્રભાવ પાડવા તે સમર્થ બને છે. રસ્કિનનું “અનઃ ધ લાસ્ટ' મહાત્મા ગાંધી જેવાના જીવનને પ્રભાવિત કરી ગયું અને તેમની ચેતના દ્વારા ભારતના કરોડો માનવીઓની ચેતનાને સ્પર્શી ગયું. થૉરો, ટાં સ્ટોય, ડસ્ટી , અપ્ટન સિંકલેર જેવા સમર્થ સાહિત્યકારી પ્રવર્તમાન અને ભાવિ પેઢીની મનઃસૃષ્ટિને આકાર આપી ગયા છે. માનવજાત હંમેશાં તેમની ઋણી રહેશે. ભારતમાં સાહિત્યક્ષેત્રે આ પ્રભાવ પાડનાર એક સાહિત્યકાર છે: કન ચન્દર, સાહિત્ય જગતમાં તેમનું વિશિષ્ટ સ્થાન છે, એ નિર્વિવાદ હકીકત છે. હિંદીના આ મહાન આદર્શવાદી, સમાનતાવાદી લેખકની અનેક કૃતિઓના રશિયન તેમ જ યુરોપની અનેક ભાષામાં ભાષાંતર થયાં છે અને ભારતના એક લબ્ધપ્રતિષ્ઠ પ્રગતિશીલ લેખક તરીકે તેઓ જગવિખ્યાત છે. તેમની એક વિખ્યાત સંગકથાનું ગુજરાતીમાં ભાષાંતર કરવામાં આવ્યું છે, તે ગુજરાતીભાષી પ્રજાનું સદ્ભાગ્ય છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ એક ગધેડાની આત્મકથા ૯૫ વ્યંગ સાહિત્ય (satire)નો ઉદય ગ્રીક યુગમાં થયા. તેના પિતા તરીકે આર્કિલાકસ સાહિત્ય-જગતમાં અમર સ્થાન પામ્યા છે. રોમનયુગમાં ઈસુના જન્મથી ૧૦૦ વર્ષ પૂર્વે લ્યુસિલિયસ દ્વારા સાહિત્યનું આ ક્ષેત્ર વિકસ્યું. પરંતુ સાહિત્યના આ પ્રકારના વહેમ અને અજ્ઞાન સામે શસ્ત્ર તરીકે ઉપયોગ કરવાનું માન ઈરેડ્મસને ફાળે જાય છે, પાછળથી પાસ્કાલે ૧૬મી સદીના ફ઼્રાંસમાં રાજકારણના ક્ષેત્રે આ પ્રકારના સાહિત્યના ઉપયોગ શરૂ કર્યો. સર્વાન્ટીસની અમરકૃતિ ‘ડૉન કિવકસોટ’ કોઈ સાહિત્યપ્રેમીથી અજાણી રહી નથી. અને પછી પ્રવેશ્યા મેાલિયેર અને ડ્રાયડન. તેમણે ‘ઍબ્સલૉમ' અને • આર્કિટફેલ ’ દ્વારા આ કક્ષામાં શ્રેષ્ઠતા સ્થાપી. ૧૮મી સદીમાં તે વિચારક્રાંતિનું મોજું ફરી વળ્યું, ત્યારે આ સાહિત્યજી દ્વારા વૉલ્ટેરે કરેલા પ્રહારોથી *Ridicule is the test of truth"નું સૂત્ર શેટ્સબરીએ ઉચ્ચાર્યું અને જગતને એક નવું સત્ય સાંપડયું. ૨૦મી સદીમાં તે। આ માધ્યમના ઉપયોગ બર્નાર્ડ શૉ, આલ્ડસ હકસ્લી અને જ્યૉર્જ ઑરવેલે અતિ કુશળતાથી કર્યો છે. યંગ સાહિત્યનું લક્ષ્ય શું છે? અસત્ય, અનિષ્ટ, દંભ અને અનૈતિકતા આચરનારાઓને ચાબખા મારવા; અને તે એવી રીતે કે તે હાસ્યાસ્પદ લાગે અને વાચકના હૃદયમાં નૈતિકતા માટે આદર ઊભા થાય. અલેકઝાન્ડર પાપે એમના · એપિસલ ટુ ઑગસ્ટસ’માં આ વિચાર, કવિતાની બે પ્રખ્યાત પંક્તિઓમાં મૂકયો છે:— Hence Satire rose, tr That just the medium hit, 66 And heals morals ૉટાયર્સ”ના ઉપેાદુઘાતમાં તે લખે છે :— Yes, I am proud; I must he proud to see, Men not afraid of God, afraid of me : Safe from the Bar, the Pulpit, and the Throne, Yet touched and shamed by Ridicule alone. O sacred weapon! left for Truth's defence, Sole dread of Folly, Vice and Insolence!" What hurts with wit. Page #107 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારે! હા, હું અભિમાન લઈ શકું છું: માણસને ઈશ્વરથી નહીં તેટલા મારાથી ડરતા જોઈને મને અભિમાન થાય જ: ભલેને ન્યાયાસનના ફેંસલાથી, ધર્મપીઠના ફિટકારથી અને રાજસિંહાસનની સજાથી બચી જાય; પણ એક વ્યંગકટાક્ષ તેમને સ્પર્શી શકે છે અને તેમને ભોંયભેગા કરી મૂકે છે. બંગકટાક્ષ! સત્યના બચાવ માટે તથા મૂર્ખતા, દુષ્ટતા અને ઘમંડને ડારવા માટે બાકી રહેલું એકમાત્ર શસ્ત્ર !” બુદ્ધિવાદીઓને અહં એટલે વિકાસ પામ્યો છે કે, તેઓ મનુષ્ય મૂલ્યાંકન તેના બૌદ્ધિક સ્તરના વ્યાપ અને પરિમાણેના માપદંડથી જ કરે છે. પણ બૌદ્ધિક વિકાસની સાથે મનુષ્ય સમાજલક્ષી બનવાને બદલે સ્વલક્ષી અને સ્વાર્થલક્ષી બની જાય છે. તેથી બૌદ્ધિક અને ભૌતિક સિદ્ધિની શ્રેષ્ઠતાના ભ્રામક ખ્યાલમાં ગળાબૂડ ડૂબેલ સમાજમાં સાદા સરળ નિષ્કપટ માણસને ગધેડા સાથે સરખાવવામાં આવે છે. કૃશ્ન ચન્દરે આવા સમાજ સામે પ્રહાર કરવા માટે તેથી જ ગધેડાને મુખ્ય પાટા બનાવી, તેની આત્મકથા દ્વારા, સ્વકેન્દ્રી અન્યાયી સમાજ ઉપર પ્રહારો કરી સમાજના આત્મા અને ચેતનાને જગાવવાનો એક ભવ્ય પુરુષાર્થ કર્યો છે. તેમણે એક રસિક અને જકડી રાખે તેવી કથા રચી છે, અને તેમની રોચક શૈલીને ઉપયોગ કરી વ્યંગના પ્રહારો દ્વારા સમાજના અન્યાય તથા દંભને પડદે ચીરી નાખે છે; અને સમાજની પિકળતા તથા તેના મહાનુભાવોની પામરતાનું દર્શન કરાવીને તે દ્વારા સત્ય અને સામાજિક ન્યાયનાં મૂલ્યોનું સ્થાપન કર્યું છે. તે કામ કેટલી સફળતા અને પ્રભાવશાળી રીતે તેમણે પાર પાડયું છે, તે દર્શાવવા તે કથાનાં શેડએક અવતરણ ઉપર દૃષ્ટિપાત કરવાનું ઉચિત લાગે છે – સાંકવાદિતા સાંપ્રદાયિકતા અને કોમી ઝનૂન ઉપર કટાક્ષનાં તીર છોડી, કોમવાદીઓની ઠેકડી ઉડાવી, કઠોર સત્ય સમજાવવા ગધેડા અને મૌલવી વચ્ચે સંવાદ નવલકથાકારે ઉપસ્થિત કર્યો છે. મુસલમાને હિંદુને મારે છે અને હિંદુઓ મુસલમાનને; ત્યારે ગધેડો ઈશ્વરને પાડ માને છે કે પોતે મનુષ્ય નથી! જો મનુષ્ય હેત, તે કાં તો હિંદુ હેત કે મુસલમાન હોત, અને બેમાંથી એકના હાથે ટિપાઈ જાત. સખત ચેટ લગાવતાં ગધેડે કહે છે કે, હિંદુ કે મુસલમાન ગધેડે હોઈ શકે પણ ગધેડ હિંદુ કે મુસલમાન ન હોય; અને તેથી પિતે એટલા પૂરત ભાગ્યશાળી અને સલામત છે! મૂડીવાલી સમોનરનામાં છા, સાહિત્ય અને સૌદર્યઆ બધું શું શ્રીમતે માટે જ છે? ભારતના અદના માનવીને પશુવનું જીવન જીવવાનું Page #108 -------------------------------------------------------------------------- ________________ એક ગધેડાની આત્મકથા અને આ બધાથી વંચિત જ રહેવાનું છે? કૃશ્ન ચન્દર કરતાં વધુ સચોટતાથી આ વાત કોણ રજૂ કરી શકે? ડાં દષ્ટ લઈએ: “... સાંજ પડે એટલે રામુ ફરીથી મારી પીઠ ઉપર કપડાં લાદીને અને પિતે પણ સવાર થઈને ઘેર પાછો ફરતે. મને એક ખીલે બાંધી, ઘાસ નીરી પિતે થાક્યો-પાકયો ખાટલા ઉપર લાંબાયમાન થઈ જતો. સવારથી સાંજ અમારું આમ એકધારું જ જીવન વ્યતીત થતું. સાહિત્ય અને સંસ્કૃતિ, કળા અને સૌંદર્ય – એ બધી બાબતેનું મારા કે રામુના જીવનમાં જરા પણ સ્થાન ન હતું. ખેર, હું તો એક ગધેડો હત; પરંતુ હું જો કે રામુ તથા તેના ઘરવાળાં તથા એની કોટડીની આજુબાજુ રહેનારાં સૌ લગભગ એકસરખું જ જીવન – બિલકુલ મારા જેવું જ જીવન – વ્યતીત કરતાં હતાં. કેવાં સારાં સારાં કપડાં તે લોકોને ત્યાં ધોવાવા આવતાં. સુંદર સુંદર છીટે, સુકોમળ ફૂલદાર કેપે, અને વાદળની પેઠે ઊડતા દુપટ્ટા! પરંતુ રામુની પત્ની કે તેની દીકરીને માટે એવું એક પણ કપડું ન હતું.” “... રામુ ફક્ત સિનેમાની સુંદર જાહેરાત જોઈને જ એક “આહ' નાખી ત્યાંથી પસાર થઈ જતો. તેને ઈછા તો બહુ થતી કે રોજ સિનેમા જોઈ નાખે – તેની સાથેના બીજા ધબીઓ પણ એવું જ ઇચ્છતા–પણ પિતાના ખીસા તરફ તેઓ નજર કરતા તો દેખાતું કે એ પૈસામાંથી કાં તે સિનેમાની ટિકિટ આવે કે આટેએટલે લાચારીથી આટો જ ખરીદી તેઓ ઘેર પાછા ફરતા. કોઈ કોઈ વાર મરણિયો થઈ કઈ ધોબી આટાને બદલે ટિકિટ ખરીદતે, તે તે દિવસે તેના ઘરમાં ભારે બખેડે જામત.” વરલીનું દશ્ય બહુ સુંદર હતું. એ સૌંદર્ભે મને મેહિત કરી દીધો. મેં વિચાર્યું, આ સુંદરતાને ઉપભોગ મારા જેવા માટે કેટલો બધે દુર્લભ છે! વધતી જતી ભૂખ, બેકારી અને ગુનેગારીની આ દુનિયામાં એક સામાન્ય ગધેડા માટે ક્યાંય આરામને સંભવ જ ક્યાંથી હોય? શું મારા નસીબમાં કેઈ એવે સમય આવશે ખરે, જયારે હું સૌંદર્યની આ ઊંચી મહેરાબને સ્પર્શી શકું? અત્યારે તો એ છેક જ અસંભવિત લાગે છે. અત્યારે તે જીવન મોટે ભાગે અનેક સ્થાનોએ એક ગધેડાના જીવન-ધારણથી ભાગ્યે જ ઊંચે પહોંચ્યું હોય. હજુ સુંદરતા બહુ જ દુર્લભ અને ન્યાયની મહેરાબ તે ખાસી ઊંચી છે.” અદના માનવીની રસવૃત્તિ કેળવવાનું આજના સમાજમાં કેટલું દુર્લભ છે તે બતાવવા ગર્દભ આમ કહે છે: Page #109 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! બ...વળી આપ લોક કલાસિકલ સંગીતને પ્રચાર કરવાની વાત કરો છે, તથા ભારતભરની જનતાની અભિરુચિને ઊંચી કરવા ઈચ્છો છો; પરંતુ જ્યારે કોઈ જલસો ગોઠવો છે અને એમાં મોટા મોટા વિખ્યાત ઉસ્તાદોને બોલાવો છો, ત્યારે ટિકિટને દર તે સો રૂપિયા રાખે છે. શું આપને ખ્યાલ એ છે કે, ટિકિટને દર ઊંચે રાખવાથી જનતાની અભિરુચિ ઊંચી બનશે?” અને અન્યાયી સમાજવ્યવસ્થામાં લેખક કે કળાકાર પાંગરી શકે ખરો? આ વિચાર કૃશ્ન ચન્દરની વિશિષ્ટ શૈલીમાં જ પ્રગટ થઈ શકે:– “મેં પૂછ્યું, “પરંતુ જે પુસ્તકો પાછલાં સે વર્ષ દરમ્યાન લખાવા નથી પામ્યાં, એ પુસ્તકની સૂચિ કોણ તૈયાર કરશે? લેખકની ગરીબાઈને કારણે એ બધી કવિતાઓ, એ બધાં ચિત્રો, ચિત્રકલાની સુંદર કલાકૃતિઓ, એ મહાન સંગીત – જે માત્ર કલાકારના મગજમાં જ ઘૂંટાઈને રહી ગયા, કારણકે એની પાસે ખાવા માટે કશું ન હતું, કારણ કે એનું બાળક ભૂખથી તડપી રહ્યું હતું, એની પત્ની ક્ષયરોગથી મરી ગઈ હતી – એ સમસ્ત પુસ્તકો, કવિતાઓ, ચિત્ર, ગીતની સુચિ કેણ બનાવશે, જે મૂર્ત સ્વરૂપ ધારણ કરી શકત, પણ ન કરી શક્યાં?” સારી તંત્રની શિથિસ્ટતા અને જાનૂનની ગાતા : આ વિષય ઉપર અમલદારી ઢાંચામાં જડ બની ગયેલા માનસને અંગ દ્વારા અને લેપ દ્વારા ચાબખા મારતાં કહે છે : કાઈલ તે આજે જ શરૂ થઈ જશે અને ત્રીજા દરજ્જાના કારકુન પાસેથી પહેલા દરજજાના કારકુન સુધી આવી જશે. પછી દરેક ટેબલે એના ઉપર નેટિંગ શરૂ થશે. ફર્સ્ટ કલાર્કથી ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ સુધી અને ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટથી સુપરિન્ટેન્ડેન્ટ સુધી દરેક જણ પિતાને અભિપ્રાય એ બાબતમાં આપશે. એ અભિપ્રાય ટેબલ ઉપરથી ખસતો ખસતો મારી પાસે આવશે. હ ડેપ્યુટી સેક્રેટરી છું. મારી પાસેથી જોઈન્ટ સેક્રેટરી પાસે જશે. ઈન્ટ સેક્રેટરી પાસેથી ફર્સ્ટ સેક્રેટરી પાસે જશે. ફર્સ્ટ સેક્રેટરી તેને ડેપ્યુટી મિનિસ્ટર પાસે લઈ જશે. પણ કોયડે બહુ અટપટો છે. પ્રશ્ન રામુ ધાબીના મરવાને જ નથી; ખરો પ્રશ્ન એ છે કે ઘોબી મજર ગણાય કે નહિ? સંભવ છે કે આ બાબતમાં કોમર્સ મિનિસ્ટ્રી પાસેથી પણ નિર્ણય મેળવવાની જરૂર પડે. પાછો પ્રશ્ન એ પણ ખરો કે, જે ધાબી મજુર કહેવાય, તો મોચી કેમ ન કહેવાય? કુંભાર કેમ ન કહેવાય ? કારણ, એક રામુને નુકસાની આપવામાં Page #110 -------------------------------------------------------------------------- ________________ એક ગધેડાની આત્મકથા આવે. તો લાખો-કરોડોને નુકસાની આપવાનું ઊભું થાય, અને સ્ટેટ બૅન્ક એટલી બધી નુકસાની ક્યાંથી લાવે? એટલે એ બાબતમાં ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટમાં પણ પૂછવું પડે. સંભવ છે કે ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ આ મૂળભૂત પ્રશ્નને વડા પ્રધાન સમક્ષ રજૂ કરે અને વડા પ્રધાન એ પ્રશ્ન પામેન્ટ સમક્ષ લઈ જાય. સંભવ છે કે, એ પ્રશ્નને કારણે, કાયદાની કોઈ કલમમાં જરૂરી સુધારે કરવું પડે.” રંગાચારીએ પોતાની આંગળીના વેઢા ગણતાં ગણતાં મને કહ્યું, “મારો ખ્યાલ એવા જાય છે કે, તમે દશ વર્ષ બાદ આવશે, તે ત્યાં સુધીમાં આ ફાઈલને કોઈ ને કોઈ ફેંસલે જરૂર આવી ગયો હશે.” “ત્યાં સુધી રામુની સ્ત્રી-બાળકો શું કરે?” રંગાચારીએ કહ્યું, “અમારી લાચારી છે; કાયદા-કાનૂનથી અમે બંધાયેલા છીએ. બાકી, અમારી પૂરેપૂરી સહાનુભૂતિ તમારી પ્રત્યે છે, એમ તમે ખાતરીથી માની શકે છે.” માનની સંસ્કૃતિ – માણસે વિકાસ સાધ્યો છે કે પશુ કરતાં હીન કક્ષામાં તે રાચતે થયો છે, એ પ્રશ્ન આ રીતે છેડયો છે:– “તેથી જબાન વિનાનો ગધેડે હોવા છતાં હું ઇનસાનની જબાનમાં એ સંદેશ સંભળાવવા આવ્યો છું – “અય ઇનસાન! અય માનનીય બધુ! આજે તારે કારણે દરેક જીવ-જંતુને ખતરો ઊભો થયો છે. જંગલમાં વસતા સિંહથી માંડીને સરોવરમાં ખીલતા કમળ સુધીની દરેક સજીવ વસ્તુ ખતરામાં છે. અમે તારાં ભાંડુ છીએ. વિકાસના માર્ગમાં તારા કરતાં બહુ પાછળ હે ઈશું, પરંતુ જીવનના માર્ગમાં તારી ઘણી નજીક છીએ. પિતાની સ્વાર્થપરાયણતા તથા વિદ્વેષને કારણે કદાચ તને એ અધિકાર મળ્યું હશે કે ન પિતાના શત્રુની હત્યા કરી નાખે; પરંતુ તેને એ અધિકાર તે નથી મળ્યું કે તું અણુબોંબથી વરસાવેલા મૃત્યુ દ્વારા આ આખી ધરતી ઉપરથી સમૂળગું જીવન નષ્ટ કરી મૂકે !” વંદા – અને પંડિતેની પંડિતાઈની ઠેકડી ઉડાડતાં કહે છે – “અમારે અહીં તે સહેલી ભાષામાં લખનારા લેખકની કિંમત જ નથી. અમે અમારી સાહિત્ય અકૅડમિમાં એ બાબતનો ખાસ ઇંતેજામ કરી રાખ્યો છે કે, કોઈ એ લેખક એમાં ઘૂસી ન શકે, જેણે પાછલાં પંદર-વીસ 'વર્ષોમાં કોઈ કામની વાત સહેવી ભાષામાં કહી હોય. અમારી સામે અકૅડમિકસેનું ઉદાહરણ છે. એ અકૅડમિમાં રૂ અને વૉલ્ટેર જેવા લેખકોને માન્ય રાખવામાં આવ્યા ન હતા.” Page #111 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! મૂડીવાથી અન્યાયી સમાગ :– આ સમાજમાં મહત્તા વિદ્યાની નહીં, સંપત્તિની છે; અને તે બાબતની જવાબદારી સમાજવ્યવસ્થાની છે, તે બતાવતાં કહે છે – મુંબઈમાં આવીને મેં માણસની બોલી બોલવાનું છોડી દીધું હતું, કારણ કે અનુભવે મને બતાવી આપ્યું હતું કે માણસની દુનિયામાં એ લોકો જ જીવી શકે, જેઓ ગધેડા બનીને રહે. બુદ્ધિમાન માણસને આજની દુનિયામાં ગુજારો જ નથી; કારણ કે સાચી સલાહ દુનિયામાં કોઈને ખપતી નથી. એટલે હું માણસની બેલી ત્યાગીને જાનવરની જિંદગી જ જીવવા લાગ્યા જેવું મુંબઈમાં એ બધા લોકો કરે છે, જેમને કેવળ પૈસે જ વહાલ છે અને પોતાને એશઆરામ જ દુલારો છે.” " એમાં તે બહુ જ ખાટું,” બડી બી ગુસ્સાથી સળગી ઊઠીને બોલી, “આજકાલ હિંદુસ્તાનમાં જેટલા ભણેલાગણેલા ગધેડા છે, તે બધા કારકુની કરે છે અથવા તે ઉપવાસ કરે છે. તમે જ બતાવે, આજ સુધી તમે કોઈ સારા ભણેલા-ગણેલા માણસને લખપતિ થયેલો જોયો છે? ના ભાઈ, હું તે મારી બેટીની કઈ વખપતિ સાથે શાદી કરીશ. ભલે એ બિલકુલ અણપ, ગમાર ગધેડો કેમ ન હોય.” અવનો માનવી – અને છેવટે ભારતના અદના માનવીની વેદના અને આશંકાને વાચા આપતાં વડા પ્રધાનને કહે છે – “મને ખબર છે કે, આપના દિલમાં જે દરદ છે, તે અમારી દશા - અમારે રોજબરોજની દશા જોઈને જ આપના દિલમાં પેદા થાય છે. એટલા માટે આપ જે કંઈ વાત કહે છે, તે જાણે અમારા અંતરમાંથી જ નીકળતી હોય છે. પરંતુ મુસીબત એ છે કે, આપની અને અમારી વચ્ચે જે વાડ ઊભી કરવામાં આવી છે, જે મશીનરી ખડી કરવામાં આવી છે, તે અત્યંત પ્રત્યાઘાતી, મંદ ગતિએ ચાલનારી, બલ્ક લગભગ આપની અવજ્ઞા કરનારી જ છે. તેથી એ મશીનરીની અંદર જે શક્તિઓ કામ કરે છે, તે અમારાં હિતેની વિરોધી છે. અત્યાર સુધી જે કામ થયું છે, તે આપના ભયથી થયું છે. તેથી જ હું કહું છું કે, અત્યારથી પ્રબંધ નહિ કરવામાં આવે, તે જયારે આપ અમારી વચ્ચે નહિ છે, ત્યારે એ ભય પણ નહીં રહે, અને એ લોકો પિતાનું મનમાન્યું જ કરશે.” આવા મહાન સાહિત્યસ્વામીની કૃતિથી ગુજરાતની પ્રજા હવે વચિત નહીં રહે, એ આપણી ખુશનસીબી છે. અને તે બદલ સંપાદક અને પ્રકાશક Page #112 -------------------------------------------------------------------------- ________________ તપસ્યા અને નિયત સંસ્થાના આપણે ત્રણી છીએ, તથા તેઓ આપણા હાર્દિક અભિનંદનનાં અધિકારી છે. કુન ચન્દરનું આ પુસ્તક વાંચનાર, સામાજિક ન્યાય અને પ્રગતિશીલતાના આ ભેખધાર સાહિત્યસ્વામીની એકેએક કૃતિ વાંચવા પ્રેરાશે અને શોષણવિહીન નાયી સમાજરચના માટે ઝંખતા અને તરસતા નિષ્ઠાવાનોની જમાતમાં જોડાઈ જશે તેવી શ્રદ્ધા છે. અને તેથી કૃશ્ન ચન્દરને લાખ લાખ ધન્યવાદ. જ્ઞાનયોતિ પ્રકાશન મંદિર કૃનિ ચન્દરની બીજી પણ સુંદર કૃતિઓ ગુજરાતી વાચકને બનતી ત્વરાએ સુલભ કરી આપશે, તો એ એક ભારે ઉપયોગી ઉમદા સેવા થશે. આ પ્રકાશન મંદિરે પસંદગીનું વિશ્વસાહિત્ય હિંદી ભાષામાં પણ ઉતારવાનું વિચાર્યું છે, તે માટે તેને અભિનંદન અને શુભેચ્છા આપી વિરમું છું તા. ૫-૨-૭૬ મનુભાઈ પી. ઠક્કર તપસ્યા અને નિગ્રહ કિ. ૫-૦ આનાતેલ ક્રાંસ સંપાઃ ગોપાળદાસ પટેલ પ્રેમભક્તિની સંજીવની [મગનભાઈ દેસાઈની પ્રસ્તાવના) આ મનોરમ્ય કથાને આવકાર આપું છું. એના સંપાદનનું નિમિત્તકારણ “સત્યાગ્રહ’ પત્ર બન્યું એથી કૃતાર્થ-આનંદ થાય છે. ૧૯૨૫-૬ને ગાળામાં આનાલ ફ્રાંસની આ વાત પહેલી જાણી હતી, તે સત્યાગ્રહ આશ્રમના દિવસે યાદ આવ્યા. તપોભૂમિ, આશ્રમ, અને તેના હેતુઓ તથા આદર્શ ઈવની ગંભીર ચર્ચા એ વખતે સત્યાગ્રહાશ્રમમાં ચાલતી. તેમાં, ખાસ કરીને, ભાઈશ્રી ભણસાળી, સ્વ૨ મહાદેવભાઈ આ કથા વિષે ખૂબ વાત કરતા. આમના જતા નઃ વહુ તે દ્રિવાઃ | આ ચોપડી તે બધું તાજું કરાવે છે, એથીય સ્મૃતાનંદ આવે છે. અને તે વાંચીને ભક્ત સુરદાસની પેલી અમર પંક્તિઓ યાદ આવે છે – વનન-દુ-હરન સેવ, સંતન હિતાર | अजामील गीध व्याध, इनमें कहो कौन साध ? पंछीको पद पढात, गणिका-सी तारी ॥ Page #113 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! આ કથા એક ગણિકાના ઉદ્ધારની છે : ઉદ્ધારક ડૂબે છે – પતિતા પાર તરી જાય છે. અધ્યાત્મસિદ્ધિ અને મુક્તિ કેવી ગૂઢ અનુભવગમ્યતા છે! ઉદ્ધારક મનાતી વ્યક્તિ તારક નથી; બહુ બહુ તે ગુરુ પેઠે બાહ્ય નિમિત્ત તે બને; બાકી, અંતરયામી “સીતારામ પ્રભુ પતિતપાવન સાથો તારક છે; જે દરેકના હૃદયમાં હાજરાહજૂર છે. છતાં, નિમિત્ત બનતી વ્યક્તિ જો અભિમાન કરે તો? – આ કથા એને જવાબ આપશે, ઉપનિષદએ તો માનવ અધ્યાત્મના ઇતિહાસના આદિકાળથી આત્માના આવા જાદુ વિશે કહી જ રાખ્યું છે – न अयम् आत्मा प्रवचनेन लभ्यः न मेधया न बहुना श्रुतेन । । यम् एष एव वृणुते तेन लभ्यः तस्य एष आत्मा विवृणुते तनूं स्वाम् ॥ (મુંડ, ૨-૨૨) [આ આત્મા પ્રવચન- શાસ્ત્રાર્થની શક્તિથી, બુદ્ધિની ઝીણવટથી કે પુષ્કળ શારશ્રવણથી મેળવી શકાતું નથી. જેને એ વરે છે, તેનાથી એ પમાય છે. તેને એ આત્મા પોતાનું સ્વરૂપે પ્રગટ કરે છે.] ઉદ્ધારક વસ્તુ વ્યક્તિનું આત્મજ્ઞાન છે. અને એ જ્ઞાનને સદે આત્મસ્વયંવરને છે. એને લક્ષવેધ મત્સ્ય-વેધ કરતાંય ઘણો ગહન છે – તે ભારે મહાભારત કામ છે. આ કથા કહે છે - મઠાધિપ, શિષ્યગણાચાર્ય અને મહાપ્રતિષ્ઠ તપોધનને તેવો વેધ ન ફળે; એક ગણિકાને તે સદે અને સંભવે જ નહીં - ફળે પણ! આ અમૃતસંજીવની મહાશક્તિ ભક્તિયોગમાં સંતાયેલી છે; ઈશાર્પણની પ્રમશકિત એ છે. કેટલાય મહાનુભાવ શાસકારોએ, માનવ ગૌરવાભિમાનનાં લક્ષણ સમાં એવાં બુદ્ધિ અને અહંકાર તેની તરફ જોઈને,– આ જ વસ્તુને નિર્વાણ, બ્રહ્મનિર્વાણ, શૂન્ય, ઇ0 નામો વડે વર્ણવી છે. તે અભાવવાચકો છે; તે બધાને ભાવવાચક તે તેમાં રહસ્યરૂપે રહેલી માનવહૃદયની પ્રેમ-નિવેદન-શક્તિ છે. “પણ આ બધું તે ભારતની અધ્યાત્મ સંસ્કૃતિ પરથી ને તેની પરિભાષામાં કહેવાય. આ કથા તે યુરોપની ખ્રિસ્ત સંસ્કૃતિને સંબોધે છે, અને ગ્રીક પૈગન યુગને આવરીને વાત કરે છે!” – આવી ટીકા મનમાં જાગે. Page #114 -------------------------------------------------------------------------- ________________ તપસ્યા અને નિગ્રહ આ કથા બતાવે છે કે, ભક્તિ અને પ્રેમભાવ દેશ કાલાતીત અધ્યાત્મભાવે છે. અહીં વિશેષ એ છે કે, યુરોપના પ્રાચીન ગ્રીક “પૈગન'-નિરીશ્વરી બુદ્ધિવાદની તુલનામાં, ભગવાન ઈશુ ખ્રિસ્તના પ્રેમભક્તિ સંદેશને આલેખે છે. પૈગન-વાદમાં ભોગેશ્વર્યની બુદ્ધિમાન્ય વિચારણા છે. (જુએ, નિસિયાસ, ઝેનેમિસનાં પાત્રો.) તેની તુલનામાં આપણને ગીતાકારે (અ૦ ૧૦ મી) બે ભૂતસર્ગ કે બે સંપદાઓ આલેખ્યાં છે, તે યાદ આવે. કથાને મૂળ લેખક આનાતોલ ફીસ એ બધા અનુગમાં ચર્ચા નથી કરતે; પરંતુ, યુરોપનાં દેશકાળમાં – તેના વાગા ધરીનેય, – મૂળ વસ્તુ તે તત્વત: બે ભતસર્ગ કે સંપદાની – એક જ છે. આનાલ ફ્રાંસ ઈ૦ સ0નાં આદિ સૈકાને સમય ચીતરે છે. આજે આપણે અર્વાચીન જગતમાં ('સમૃદ્ધ સમાજ'ના નામથી બલાતો) આ પ્રકારને ન પૈગન-વાદ, વિજ્ઞાન અને મંત્રના જોર વડે, પેદા થતે બતાવી શકીએ. - એક બીજી બાબત પણ આ કથા કહે છે; – જે પરથી કથાના આ ગુજરાતી સંપાદનમાં તેનું નામ પાડ્યું છે –“તપસ્યા અને નિગ્રહ.” આ અંગે પણ ગીતાકારે પેલું નિદાન ચૂકતે આપી મૂક્યું છે – प्रकृति यान्ति भूतानि निग्रहः किं करिष्यति । (३-33) [[પ્રાણીમાત્ર પોતાના સ્વભાવને અનુસરે છે, ત્યાં બળાત્કાર કરવાથી શું વળે? ભૂતમાત્ર પ્રકૃતિને વશ છે; જાત પર જવા વિના રહી ન શકે – કઈ તેને રોકી ન શકે. અને આ કથા બતાવે છે કે, મહા ઉગ્ર તપ પણ તેને કાંઈ ન કરી શકે. તો તરણપાય શો? કથા બહુ જ સુંદર રીતે (તેના એક વૃદ્ધ સાધુજન લેમોન દ્વારા) એ બતાવે છે – સાદું સરળ ને સર્વસુલભ શ્રમ-પરાયણ યજ્ઞકર્મ અને પ્રભુભક્તિ, ગીતાકારના શબ્દોમાં કહીએ તે પરમદર્શન – विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः । રસવ રોડ હ્ય વર દણ નિવર્તિતે ! (૨-૫૯) || દેહધારી જયારે નિરાહારી રહે છે, ત્યારે તેના વિષયો મોળા પડે છે. પણ રસ નથી જતે; તે રસ તે પરમ વસ્તુ કે પરમાત્માને સાક્ષાત્કાર થવાથી શમે છે.]. આ કથા ગીતાના આ સિદ્ધાંતનું સુંદર દૃષ્ટાંત ગણાય. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ગુજરાતમાં વિશ્વન્સાહિત્ય ભલે પધારે! મુખ્યત્વે બે વ્યક્તિઓને જીવનવિકાસ આ કથા આલેખે છે- થાઈ અને કિનશિયસ. મને વિશ્લેષણની દૃષ્ટિએ જોતાં, થાઈને વિકાસ એટલો સ્પષ્ટ નથી આલેખાયે, – જેટલો તેના તપસ્વી ગુરુ પૈફનુશિયસને. કારણ એ કહેવાય કે, એકને વિકાસ બાહ્ય તપને ચમત્કાર છે, થાઈને વિકાસ પ્રભુભક્તિ ને આત્માને ચમત્કાર છે. એકમાં અભિમાનની લીલા જોઈએ છીએ, બીજામાં પ્રેમભક્તિની સંજીવની મૂક રીતે કામ કરે છે. દુનિયાની નજરે થાઈ પતિતા ભ્રષ્ટા છે, બેંકનુશિયસ મોટો સાધુ છે. પરંતુ, છેવટે નીવડે છે સાધુ કોણ? अपि चेत् सुदुराचारो भजते माम् अनन्यभाक् । साधुरेव स मंतव्यः सम्यगू व्यवसितो हि सः ।। क्षिप्रं भवति धर्मात्मा शश्वत्-शांति निगच्छति । શૌતેર પ્રતિજ્ઞાનદિ ન મે મા પ્રારત (૯-૩૦,૩૧) (મોટો દુરાચારી પણ છે અનન્યભાવે મને ભજે, તે તે સાધુ થયો જ માન. કેમ કે હવે એને સારા સંકલ્પ છે. એ તુરંત ધર્માત્મા થાય છે ને નિરંતર શાંતિ પામે છે. તે કયા તું નિશ્ચયપૂર્વક જાણજે કે, મારો ભક્ત કદી નાશ પામતો નથી.] આ કથા ભગવાનની આ વાણીને કે આબેહુબ દાખલ છે! ગુજરાતીમાં આ નાનકડી અધ્યાત્મ જીવનકથા ઉતારવાને માટે સંપાદક પ્રકાશકને ધન્યવાદ. ૧૮-૮-૧૬ મગનભાઈ દેસાઈ Page #116 -------------------------------------------------------------------------- ________________ “બે નગરોની એક કહાણું” વેર અને ક્રાંતિ સંપાબિપિનચંદ્ર ઝવેરી ચાહસ ડિકન્સ પ્રસ્તાવના: મગનભાઈ દેસાઈ ક્રાંતિનું કારુણ્ય [મગનભાઈ દેસાઈની પ્રસ્તાવના] સત્યાગ્રહ' પત્રમાં પચીસેક હપતે બહાર પડેલી આ જાણીતી અંગ્રેજી કથા હવે પુસ્તક રૂપે અને સચિત્ર બહાર પડે છે, એ આનંદની વાત છે. તેને “આમુખ' લખવા દ્વારા તેના પુસ્તકાકાર સાથે જોડાવાનું કારણ ઉપરના હપતાવાર પ્રકાશનમાં જ આવી જાય છે. બાકી આવા કામને માટે હું મારી લાયકાત માનતો નથી. - પ્રખ્યાત અંગ્રેજ નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સ (ઈ. સ. ૧૮૧૨-૧૮૭૦)ની આ એક વિખ્યાત કૃતિના સંપાદક ડૉ. બિપિનચંદ્ર ઝવેરીના આ સંક્ષેપને હપતાવાર પ્રગટ કરવાનું શરૂ કર્યું, ત્યારે કેટલાક જણે એ ભાવ બતાવ્યાનું જાણવા મળેલું કે, આને તે હું શું જોઈને “સ0'માં સ્થાન આપતે હઈશ! પરંતુ વાત આગળ ચાલતી ગઈ તેમ એ ભાવને ડિકન્સની આ કાતિકથાઓ જ જવાબ આપી દીધો : અનેક વાચકને આ વાર્તામાં રસ પડવા લાગ્યો, એને લઈને જ પરિવાર પ્રકાશન સહકારી મંદિર તેને પુસ્તક રૂપે બહાર પાડવા પ્રેરાયું; અને સંક્ષેપકારે તે અંગે એક શરત જેવી વિનંતી તેને કી કે, ૫૦ પ્ર૦ સ૦ મંદિરે તેને આમુખ મારી પાસે લખાવવું જોઈએ. સ'માં પ્રસિદ્ધ કરતાં તે વાર્તા પર નજર તે હપતાવાર કરી જ ચૂક્યો હતે; તે પછી આ વિનંતીને ના પાડવાનું રહ્યું નહિ. બાકી મૂળ વાર્તા હજી સધી એ વાંચી નથી. આ સંક્ષેપમાં જ તેને પહેલી જાણી અને તે રૂપે પણ તે કેવી ભવ્ય છે તે જોઈ શક્યો. ડિકન્સની કથાઓમાં “બે નગરોની આ કહાણી એક અગ્રગણ્ય મનાય છે. તેના આ સંક્ષેપ પેઠે જ, ૧૯મા સૈકાના આ અતિ લોકપ્રિય કથાકારની બીજી કથાઓ પણ ગુજરાતીમાં ઉતારવા જેવી છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારો! ડિકન્સને મરહૂમ ટૉલ્સ્ટૉયે વિશ્વ-સાહિત્યકાર તરીકે ગણાવીને, તેના દરજજો શેકસપિયર કરતાંય ઉપર મૂકો છે. તેનુ મુખ્ય કારણ કદાચ એ છે કે, સ્કૉટ વગેરે પેઠે તે ઇતિહાસની પુરાણકથા કહેવાની ચાતુરી દર્શાવ્યા કરતાં, કથા અને તેના કાર્યના વલાણામાં માનવતાનું સનાતન નવનીત જે હંમેશ રહેલું હાય છે, તેને પકડે છે અને તેને આસ્વાદ એનાં અમર પાત્રો દ્વારા આપે છે, તેનાં કેટલાંય પાત્રો, પુરાણની કથાનાં પાત્રા પેઠે, અંગ્રેજ પ્રજાની ભાષામાં કહેવતરૂપ બની ગયાં છે. આ વાર્તા ડિકન્સની આવી મૂળ શક્તિ અને પ્રતિભાના અચ્છા પરિચય આપશે. 'ક કથા ૧૮મા સૈકાના અંત ભાગમાં થયેલી લેાહિયાળ ફ્રેન્ચ ક્રાંતિયુગની છે. તેથી સ્વાભાવિકપણે આસમાની-સુલતાનીના ભારે ખળભળાટ અને ઊથલપાથલના ઉદ્દામ વાતાવરણમાં એનું બીજારોપણ થયું છે. આવા સમયે માનવીનાં હૃદય કેવું હલમલી ઊઠે અને પોતપોતાની મૂળ પ્રકૃતિને કેવા ઉત્કટ અને ઉદ્દામ આવેગથી સહેજે પ્રગટ કરે, એ વર્ણવવાની જરૂર નથી. એવા સમયની ભૂમિકામાં વિલસતાં માનવીઓને સમાજની અને તેમના મનાભાવેાની સુશ્લિષ્ટ કથા રચવી, એ જ એક મહાન કલાશક્તિનું કામ છે. . ડિકન્સે એ સમયના ચિતાર મેળવવા તેના લબ્ધપ્રતિષ્ઠ ઇતિહાસકાર કાર્લાઇલને વિનંતી કરી કે, 'તમે તમારેં। ઇતિહાસ લખતાં જે સાધનસામગ્રી વાપરી હોય, તે મને જોવાને માટે ન આપો?' અને કાર્લાઈલે બે ગાડાં ભરીને પુસ્તકો ઠંડે પેટે માકલી આપ્યાં! અને કમાલ તો એ છે કે, ડિકન્સ એ બધું વાંચી ગયા અને ત્યાર પછી આ કથા તેણે લખી! તેણે પોતે એની આ કથાની જે ટૂંકી પ્રસ્તાવના લખી છે, તેનેા અનુવાદ આની સાથે અલગ આપું છું; તે વાચક જોશે તે જણાશે કે, મહાન કલાકૃતિનું સર્જન કેવા ઊંડા તપની સમાધિમાંથી થાય છે. કથાનું નામ પાડતાં ડિકન્સે ઠીક ઠીક પોતાના મનમાં ગડભાંગ કરી હશે, એમ દેખાય છે. અનેક નામેા મનમાં આણેલાં તેમાંથી છેવટે આ સાવ કોરું લાગે એવું કેવળ ભૌગાલિક નામ તેણે આપ્યું શરૂમાં તેણે વાર્તાના મુખ્ય પાત્ર સિડની કાર્ટૂન પરથી ‘મેમરી કાર્ટૂન' નામ પાડવા ધારેલું. પણ તેને જ એ બરાબર સમર્ષક અને કથાનું પૂરું નિદર્શક નહિ લાગ્યું હાય. છેવટે જે નામ પાડયું તે એમ બતાવે છે કે, તે કેવળ પૅરીસ નગરીની ફ્રેન્ચ ક્રાંતિકથા જ નથી, પણ તેની સાથે ડોવાયેલી લંડન નગરીની પણ જીવનકથા તેમાં જોડાયેલી છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ બે નગરની એક કહાણુ” યુરોપ ખંડની આ બે નગરીઓ એટલે ૧૮, ૧૯ સૈકાની તેની આબાદી અને સંસ્કૃતિ તથા જાહેજવાલીનાં કેન્દ્ર- પરસ્પર સ્પર્ધતી અને ઝઘડતી બે મહાન યુરોપીય પ્રજાઓની રાજધાનીઓ! અને એ બને પ્રજાઓમાં તેને પરિણામે સામાજિક કાંતિયુગ બેઠો હતો. પણ તેમની કાંતિ-રીતિ પોતપોતાની જુદી હતી : ઇંગ્લેન્ડની કાંતિ હિંદી સામ્રાજ્યના માલમલીદાથી માતબર બનતી જતી વેપારી પ્રજાની સંક્રાંતિ હતી. તેની રાજકીય, આર્થિક, નાણાંકીય વગેરે સર્વ પ્રકારની સંસ્થાઓ કમે કમે યુગાનુકુલ રૂપ પકડતી જતી હતી – અમુક સ્થિરતાથી સુધરતી જઈ સંગઠિત બનતી હતી. એથી ઊલટી જ રીતે ફ્રાન્સમાં ચાલતું હતું. સ્થાપિત હિતોના જોરે માલેતુજાર બનેલા સત્તાધારી અમીર-ઉમરા, એશઆરામી રાજવીઓ અને ધર્માધિકારીઓ વગેરેના જુલમથી ત્રાસેલી પ્રજા, ૧૪-૭-૧૭૮૯ના રોજ, તે ત્રાસના પ્રતીક સમી બાસ્ટીવ જે તેડીને નવું રાજ્યતંત્ર આપે છે. આ પછી તે કાળની વાત કહે છે. વાર્તાની કેન્દ્રમૂર્તિ ડૉ. મૅનેટ કરીને ફ્રેન્ચ છે. તેની પત્ની અંગ્રેજ છે. એમ આલેખીને ડિકન્સ આ બે નગરીઓ, આ બે દેશે, એ બેની પ્રજાઓને ભેગાં કરી આપે છે. અને એમની સાથે જોડાયેલાં સ્ત્રીપુરુષોનેકેટલાંકને લંડનમાંથી તો કેટલાંકને પેરીસમાંથી, વાર્તાના કાર્યમાં ઉતારે છે, વાચક આવી ભૌગોલિક ઢબે બધાં પાત્રોનું વર્ગીકરણ કરશે, તે કેટલીક રસિક વસ્તુઓ ધ્યાનમાં આવશે. બે નગરીનાં બે ભાતનાં માણસો ભેગાં મળે છે, તેમાંથી તેમનું વ્યક્તિત્વ તેમ જ રાષ્ટ્રીયત્વ અને તેની ખાસ લક્ષણે અચ્છાં તરી આવે છે. લેખકે તે બતાવવા પણ ઈરાદો રાખ્યો હશે, એમ ન કહી શકાય. પરંતુ વાચકને એ ઢબે પણ આ કથાને ઉથલાવી જવાને હક છે. કથાની કેન્દ્રમુર્તિ ડો. મૅનેટ છે, એમાં શક નથી. એ એક સજજન સદ્દગૃહસ્થ માણસ છે. ધંધે દાક્તર છે અને માનવદુ:ખને દૂર કરવાના પ્રામાણિક કામમાં રત રહે છે. તેમાંથી રસ્તે જતી પીડામાં તે બિચારો ફસાય છે; અને તેમાં એટલી અપાર યાતનાઓ વેઠે છે કે, તે બધું એને શું કામ વેઠવું પડે છે, તે જ નથી સમજાતું. એનું કારણ કેવળ ક્રાંતિનું વેર-માનસ લોક પર ચડી બેઠું હતું, એમ જ માનવું જોઈએ. હિંસક ક્રાંતિનું બીજ સામાન્યપણે કોધ અને વેરના આવેગમાં જોવા મળે છે. તેની નિષ્ફર અહિંદયતા આ પાત્ર બરાબર બતાવી આપે છે. ગુ9 - ૭ Page #119 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! ફ્રાન્સના એક ઉમરાવની ઈતરાજી ડૉ. મૅનેટ સાવ અકારણ વગર કશા વાંકે વહેરે છે, અને કૂસની ક્રાંતિની કાતિલમાં કાતિલ બધી યાતનાઓને અવશ ભેગ બને છે. ભલું કરવા જતાં જાણે ભૂત વળગ્યું! એક ઉપર એક ઝીંકાતાં જતાં દુ:ખના ઘથી તેને સમૃતિભ્રંશ થઈ જાય છે. કુદરત એમ કરીને જ એને જીવતે રાખી શકે છે. વીતક એટલેથી ન અટકતા નથી : એના પરિવાર પર પણ એના ઓળા પહોંચે છે; ક્રાંતિની આગની છોળો એની દીકરી અને જમાઈને પણ લપકારવા લાંબાય છે. વ્યક્તિ પરની તેની અસર જોતાં, લહિયાળી ક્રાંતિ કેવી આંધળી, નિષ્ફર અને અમાનુષી છે, તે વસ્તુ ડૉ. મૅનેટનું પાત્ર બતાવે છે. જોકે તે તેવી જ આંધળી અને અમાનુષી બનેલી સમાજની રાજસત્તા સામે હોય છે, તેના પ્રત્યાઘાતી ઉપાય તરીકે - જેનું મુલ્યાંકન જુદો વિષય છે. મૅનેટની બરાબરીમાં બેસે એવું બીજું એક પાત્ર કથામાં નથી. આ ક્યા ખરું જોતાં ડૉ. મેનેટની કહાણી કહેવાય. પરંતુ કથાની કાર્યમૂતિ તે નથી. તે સ્થાને અંગ્રેજ વકીલ સિડની કાર્ટનને (અને અમુક અંશે બેન્કર વૉરીને) ડિકન્સે મૂક્યો છે. કાર્ટન વકીલ આ કથાની મંગલમૂર્તિ છે. મૅનેટ દ્વારા ડિકને ફ્રેન્ચ કાંતિને મૂર્તિમંત કરી, તે કાર્ટુન અને લૉરી દ્વારા તેણે ઇંગ્લિશ સમાજની સંક્રાંતિનો ચિતાર આવે છે. પરંતુ તેટલા માટે જે કથા કેવળ ઇતિહાસકથા બનત, તેને ડિકન્સે આ કાર્ટનના પાત્રથી અદૂભુત પ્રેમકથા બનાવી મૂકી છે. યુદ્ધ અને કાંતિ જેવી સામાજિક ઊથલપાથલ અને માનસિક અવ્યવસ્થામાં પણ સ્થાયી ભાવ તે માનવતા અને વાત્સલ્યભાવ છે, એ સનાતન સત્ય છે, (ટૉલ્સ્ટોયની યુદ્ધ અને શાંતિ'ની કથાના રહસ્ય પેઠે જ) એમ ડિકન્સ અહી બતાવે છે. આથી જ કરીને ડિકન્સ વિશ્વસાહિત્યકારની ગણનામાં આવે છે. મૅનેટને પ્રેમનું બલિદાન એક રીતે આપવું પડે છે, તે તેમાં અવશ અજાણ છે. કાર્ટન બીજી રીતે છતાં એમ જ પ્રેમનું બલિદાન આપે છે. ફેર એટલો કે, તે જ્ઞાનપૂર્વક અને ગણતરીભેર તેમ કરે છે. કાર્ટન ડો. મૅનેટની પુત્રીના પ્રેમમાં છે. પરંતુ તે પ્રેમનું બલિદાન એને આપવું પડ્યું: પ્રેમ લગ્નરૂપે તો તેને ન મળી શકયો. ફ્રેન્ચ અમીરના પુત્ર ડાનેને તે વી, જેમાંથી તેની દુઃખકથા સરજાઈ! ઘૂસીને કાર્ટન પરણી ન શક્યો, છતાં એના જ નિર્લગ્ન નિર્મળ પ્રેમમાં – પતાની પ્રેમપાત્ર યુવતીના જ કુટુંબ સુખને ખાતર, અંતે તેણે જીવ આપ્યો. અને તે પણ ઘૂસીનાં પ્રેમમાં પોતાના હરીફ બનેલા ડાર્નેને જ બચાવવા – પહેલાં અંગ્રેજ અદાલતમાં રાજદ્રોહમાંથી અને પછી ફેન્ચ કાતિના વેરની આગમાંથી! Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯૯ કાર્ટૂનને આલેખીને ડિકન્સે પ્રેમની જાદુઈ શક્તિની અવધિ બતાવી છે. કેવા આત્મસંતાષથી અને સ્વસ્થ પરિતૃપ્તિથી – ગણતરીભેર કાર્ટૂન મૃત્યુને ભેટે છે! કરુણરસિક આ કથામાં કાનનું આ બિલદાન કારુણ્ય અને પ્રેમભાવની અવધિ કરે છે. માનવપ્રેમ આવું અદ્ભુત અને આધ્યાત્મિક હૃદયબળ છે, એ કાનનું પાત્ર બતાવે છે. 66 એ નગરાની એક કહાણી” પ્રેમ જેવી જ જહાલ પણ તેનાથી ઊલટી — તેની બીજી બાજુ જેવી, તેના જેવી સંજીવક કે કરુણ નહિ પણ જીવન-ઘાતક દારુણ ભાવના વેર છે. આ કથા પ્રેમના પડછાયા જેવા - વેરરૂપી એના વિકારનેય ભારોભાર આલેખે છે. લોહિયાળ ક્રાંતિ એટલે જ સામુદાયિક કે સામાજિક અસૂયાના વેરના પ્રકોપ દેફાર્જ-દંપતી આ ભાવનાની મૂર્તિ સમાં છે. એમાં દેફાર્જનું પ્રેરક કારણ અંગત પોતાના શેઠ મૅનેટનું વીતક બને છે; માદામ દેફાર્જ માટે, ઉમરાવના કામની ભાગ બનેલી તેની બહેનનું નિર્દય મૃત્યુ કારણ બને છે. દેફાર્જ મૅનેટની પ્રત્યે કૃતજ્ઞતાથી ઉશ્કેરાયે! છે; તેની પત્ની એ કૃતજ્ઞતાને પણ વિસારે પાડીને મૅનેટનાં સંતાન છતાં પેલા ઉમરાવના કુલનાં હાઈને, તેમનું નિકંદન ચાહે છે; અને આની આખર એવી નાટયરસિક રીતે ડિકન્સે આણી છે કે, પ્રેસ અને દેફાર્જ-પત્ની ઝપાઝપીમાં આવી જાય છે. જાણે પ્રેમ અને વેર બેમાં કોણ બળવાન છે તે બતાવવા માટે, તે બે વૃત્તિ મૂર્તિમંત બનીને ભીડી પડી! જેમાં દેવે વચ્ચે પડીને તેને ધડાકાભેર સુખદ ફેસલા આણ્યા : પ્રેમ જીવન છે, વેર આપઘાતક છે. ઈંગ્લૅન્ડની સંક્રાંતિએ, ત્યાં નવા ઘડાતા સમાજમાં, તેને જરૂરી બનતા જે કેટલાક નવા ધંધા કે વર્ગો પેદા કર્યા, તેમાં વેપારી બૅન્કર ઇનો વર્ગ નેોંધપાત્ર છે. બે નગરીની આ કથા લંડન તરફથી તે વર્ગને રજૂ કરે છે: કાર્ટૂન વકીલ છે, લૉરી બૅન્કર છે. જોકે, કથાનું આ અંગ ડિકન્સના સર્જનમાં ગૌણ છે. તે જો મુખ્ય બનત, તા વાર્તા કદાચ વેર અને ક્રાંતિની પ્રેમકથાને બદલે માત્ર જાસૂસ-કથા જેવી બની જાત. અસ્તુ, અનુરૂપ અને વકીલ અને વકીલ તરીકે પણ કાર્ટૂનની ખૂબી આ ક્થામાં પરખાય છે. એક જાસૂસ-કથાના પેટા ૨૪ તેની દ્વારા ડિકન્સ આ કથામાં ઉમેરી શકે છે. અને લૉરી દ્વારા પ્રામાણિક દૃશ્યવહારની જે ધંધાદારી નિષ્ઠા બતાવી છે, તે એવી નમ્ર અને નિરાભિમાની છે કે, બીજાં પાત્રાના ગુણરાશિ આગળ તે કદાચ દબાઈ જાય. પરંતુ ડિકન્સની કથાકળા એમ થવા દેતી નથી; અરે, Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારો! એમ દબાઈ જાય એવી જ રીતે છતાં, તેના જ વડે એ પાત્રને ઉઠાવ (?) આપવા દ્વારા, લૉરીની ખાસ પ્રકૃતિનું આબાદ આલેખન તેણે કર્યું છે.' વેપાર અને સામ્રાજ્ય સંસ્કૃતિ બારસદ જેવા પારકાનાં છિદ્ર ફ્રોલી ખાતા પાપજીવી લેાકને પણ જન્મ આપે છે. એ સંસ્કૃતિની આ એબ પણ ડિકન્સ સરતચૂકમાં નથી જવા દેતા. કાન જેવા કુશળ વકીલ બારસદને બરાબર પહોંચી વળતા બતાવ્યા છે. તેમાં ‘જૈસે કો તૈસા’ન્યાયની કેવળ વકીલી કુશળતાની જ જીત નથી, પરંતુ કાનના પરોપકારક સ્વભાવની પણ જીત ગણાય : બારસદ પર કાર્ટૂનના નિર્મળ ચારિત્ર્યની છૂપી અસર પણ હાય. આમ, અનેકવિધ પ્રકૃતિ અને પુરુષાર્થમાં પડેલાં, ક્રાંતિયુગનાં બધાં પાત્રાની આ કથા ગમે ત્યારે દુ:ખાન્તક કારુણિકા બની જાય એવી છે. પરંતુ ડિકન્સ સાવ સહજ ક્રમે અને શાંત કારુણ્યભરી સુખદ માંગળિકા આલેખી શકે છે, એ એની સર્જન-કલાશક્તિની ઉત્તમતા છે. એથી ક્રાંતિ જેવી દારુણ વસ્તુની આ કથા એકંદરે જુગુપ્સા કે ઘૃણા નથી ઉપજાવતી : અલબત્ત, વચ્ચે તેવા ભાગ આવી જાય છે. અને અંતે એક નિર્દોષ બાળા અને એક સહૃદય ગૃહસ્થના નિષ્કારણ ઘાતથી કથાના અંત થાય છે; છતાં તેથી હૃદયમાં મીઠી કરુણાનું દુ:ખ થાય છે – આખી કથા પર કરુણરસ છવાઈ જાય છે. આ પણ કથાકારની કળાની ખૂબી જ છે. એવી કથા શ્રી. ઝવેરીએ ગુજરાતી વાચકોને સંક્ષેપમાં ઉતારી આપી, તેને માટે તેમને ધન્યવાદ ઘટે છે, ૭-૬-૬૩ મગનભાઈ દેસાઈ Page #122 -------------------------------------------------------------------------- ________________ ઐલિવર ટ્વિસ્ટ એક અનાથ બાળકની કહાણી' ચાહસ ડિકન્સ સંપાઃ પાળદાસ પટેલ સામાજિક ભંગારની કથા [મગનભાઈ દેસાઈની પ્રસ્તાવના કિ. ૫- આજથી લગભગ ૧૫૦ વર્ષ પરના- રાણી વિકટોરિયાના જમાનાના વિલાયતી સમાજની આ વાત ૪૦ વર્ષ પર વાંચેલી, તેને સ્વાદ રહી ગયે: જોકે વાતની વિગતો તે ભુલાઈ ગઈ હતી, પણ ઑલિવર વિસ્ટનું નામ અને તેની આપવીતીની કુટિલ કરૂણતા, નિષિ દુ:ખદતા, અને તેનું સહજ અભિજતવ – આવી છાપ ઝાંખી ઝાંખી પણ મનના ખૂણામાં સંતાઈ રહી હતી. તેથી “સ” માટે નવી વાત સારવવાને માટે પસંદ કરવાની આવી, ત્યારે ભાઈ ગોપાળદાસને મેં ડિકન્સની આ કથા સૂચવી. એમ સારાનુવાદના નવા રૂપે અને તે પણ સ્વભાષામાં, એ ક્યા, તેત્રીની ફરજ રૂપે, ૪૦ વરસ પછી ફરી વાંચવાની – એની જૂની છાપ તાજી કરવાની મળી, તે તેના એક વાચક તરીકે પણ ખૂબ આલાદક વાગ્યું. તે બતાવે છે કે, સૈકાજના ને પરાયા સમાજની વાત છતાં, તેમાં અમુક એવા માનવતા ભરેલાં રસબિંદુ છે. જે આજે આપણે માટે ભૂખાં કે સૂકાં નથી થઈ ગયાં. એટલે, એ ચિરંજીવ કથાની આ આવૃત્તિ પ્રસિદ્ધ થાય છે, ત્યારે પ્રારંભે તે વિશે બે બલ કહેવા રૂપે તેની સાથે જોડાવાનું થાય છે, તેને સદભાગ્ય સમજું છું. કથા ટૂંકી છતાં બહુ દિલચસ્પ છે. એક અંગ્રેજ ગૃહસ્થ, નામે એડવિન લીફોડ, તેના લગ્નમાં અફળ ગ: એક પુત્ર હતો ખરો, પણ બાઈ અને ભાઈ છુટાં પડવ્યાં; જેકે છૂટાછેડા નહેતા લીધા. તેથી ખ્રિસ્તી ધર્માનુસાર, Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારી ! લીફ઼ૉર્ડ પુનર્લગ્ન ન કરી શકે. છેકરો હતો તે (છેવટે બને છે કે, તેના કમનસીબે) બાઈ જોડે ગયો. લગ્નભંગ થયેલા લીફૉર્ડ એક કુમારી (નામે એગ્નિસ) જોડે હળવા લાગ્યા. બિચારી કુમારી સગર્ભા થઈ. ખ્રિસ્તી સમાજમાં એક પર બીજી પરણવાનું તો બને નહીં, અને છૂટાછેડા મળવા મુશ્કેલ ! આ સંજોગામાં શરમની મારી તે છેકરીએ પિયર છેાડી, અનાથાલયને ગુપ્ત આશરે જઈ સુવાવડ પતવી. અને સંતાનને સમાજને ખાળે નાંખીને તે મરી ગઈ. પિતાનું ઘર પણ, આ લેાકલાજને કારણે, ધેાલિયું થઈ ગયું. એગ્નિસની નાની બહેન (નામે રાઝ)ને રવડતી મૂકીને હતાશ પિતા રઝળીને મરી ગયો. – બીજી બાજુએ લીફૉર્ડ પણ એવા જ કમનસીબના ભાગ બન્યો, એગ્નિસના સંબંધ પછી તે પરદેશ ગયેલા ત્યાં જ મરી ગયા. નવું જીવન શરૂ કરવાના મનના કોડ હતા, તે એના મનમાં જ રહી ગયા – તે એગ્નિસને અપનાવવા ધારતા હતા, તે રહી ગયું. છતાં મરતા અગાઉ તે વિલ કરતા ગયા કે, કાયદેસર પત્ની અને તેના સ્વચ્છંદી પુત્રને તે વાર્ષિક જિવાઈ પૂરતી બાંધી રકમ મળે; પણ મિલકતના અર્ધ ભાગ એગ્નિસને મળે તથા અર્ધ ભાગ એગ્નિસનું સંતાન થાય તે પુત્ર હાય અને તે જો સુશીલ નીવડે તો તેને મળે. (તે સંતાન પુત્રી. હાય, તો તે તેને બિનશરતે એ અર્ધ ભાગ ઉંમર લાયક થતાં મળે.) પણ લીફૉર્ડના મરણ વખતે તેની પત્ની, લેાભના લાભ જોઈ, ીકરા સાથે, લીફૉર્ડ પાસે પહોંચી ગઈ, અને વિલ, અને તેના વહીવટ કરવા જે મિા બ્રાઉનલૉને તે આપવાનું હતું તેની ઉપરને પત્ર - આ બંનેના કબજો લીધા. કાનૂની માના દીકરા સંસ્કારે એવા ઊછર્યા હતા કે, એગ્નિસના ફરજનના હિસ્સા પચાવી પાડવા તેને ખોળી કાઢીને ખરાબ કરી ખતમ કરવા, એવા જીવનસંકલ્પવાળા તે બન્યા. આ ફરજન તે ઑલિવર ટ્વિસ્ટ. આમ લીૉર્ડના એક કાનૂની પુત્ર (નામે એડવર્ડ – જેણે ઉપરનું પાપકર્મ આદરતાં ગુપ્ત નામ ‘અંકસ’ ધારણ કરેલું છે) અને તેના ગેરકાનૂની પુત્ર ઑલિવર વચ્ચે વેરગાથા શરૂ થઈ, જે વિષે બિચારો ઑલિવર કાંઈ જ જાણતા નથી. અરે, તે અનાથ ન-માબાપા છે; –મા કે બાપ કોણ હતાં તેય નથી જાણતા. ભક્ત કવિએ સંસારના આવા (માનવીની ટૂંકી બુદ્ધિને લાગતા) અધ્ધરખેલ જોઈને જ ગાયું હશે – ઉધા, કર્મનકી ગત ન્યારી !' આવી ન્યારી ગતિમાં ડોકિયું કરાવતી આ કથા, તેથી જ વિશ્વકથાવસ્તુ બની શકે છે અસ્તુ. Page #124 -------------------------------------------------------------------------- ________________ અૉલિવર ટિવટ એક ગૃહસ્થના જીવનની મૂળ ઘટના જે પ્રશ્નો પેદા કરે છે, તે આ નવલકથાનું કથાનક છે. તે ઘટનાનો ભોગ બનતાં પાત્રો ત્રણ છે – મંકસ, ઓલિવર, અને રોઝ. ત્રણેય જણ કુટુંબ કે ઘરબારથી રખડી ગયેલાં છે. - પહેલો માણસ તેના પાપે અને અપકર્મ કરીને; બીજાં બે અબળ અને સાવ અબોધ મુધ – તે બે કાંઈ જ જાણતા નથી કે, તેમને શું પાપ વળગ્યું છે: બંને નિર્દોષમૂર્તિ છે. છતાં દુઃખભાગી છે. (રેઝ ઓછી, ઑલિવર આખો ને આખો.) સંસારમાં આવી કરુણતા જોઈને જ માણસ કર્મના ન્યાય પરત્વે મૂંઝાય છે અને તેની કઠોર અદલતાથી ક્રોધે ભરાય છે, અથવા તો આર્ત કે અર્થાથ બનીને – દુ:ખી કે લાલચુ બનીને ટિચાય છે. મકંસ કામાર્થી કોધી છે, – પાપે ચડે છે. રઝ અને ઑલિવર આર્ન છે – અર્થાથી નથી : બને સહેજે પ્રેમાથી ને પાપભીરુ છે અને કૃતજ્ઞબુદ્ધિ છે. છતાં બેનાં નસીબ જુદી જુદી નાળમાં વળ્યાં. છેવટે કથાની મંગળ ફલશ્રુતિ આને ઘટતે ન્યાય ચૂકવાતે બતાવે છે. નસીબને ખેલ કે અજબ ગજબ છે, એ સમજવાને માટે આ કથા જેવી રસાળ બીજી ભાગ્યે મળે! અતુ. દરેક સમાજમાં, – તેની જેવી રૂઢિ, રીતિ, ને રિવાજ હોય તે મુજબ, તેના ઘસારા કે ભંગાર પેઠે પડયા કરતાં, રોઝ-ઑલિવર-એડવર્ડ-૮૦ જેવાં દયાજનક અનાથ પાત્રો પેદા થાય છે. અને તેમને બનતી સારી રીતે સમારીને પોતામાં સમાવવાને સારુ તે તે સમાજ, પોતપોતાની રીતે, કાંઈ ને કોઈ વ્યવસ્થા તૈયાર કરે છે. આવી વ્યવસ્થાના ત્રણ બહોળા ભાગ પડી જાય: ૧. દયાદાનધમાં લોકો અનાથાલય ચલાવે; અથવા/અને સરકાર કાનૂન દ્વારા ગરીબ-ઘર ખાતું યોજે. - ૨. દરેક સમાજમાં ગુનાજવી કે પાપકર્મી અમુક વસ્તી કે વ્યક્તિઓ નીવડે જ છે, જેઓ ચોરી, લૂંટફાટ, ડકાટી, દશે, ફરેબી ઇ0 કાળાં કામનાં અસામાજિક સાધન વડે નભે છે. આવા ધંધામાં પણ, આ સમાજના ઉપર વર્ણવેલા ભંગારમાંથી જ મળતાં માણસની ભરતી થાય છે. આ ભેગારિયા વસ્તીની વ્યક્તિઓમાં આને માટે પણ જરૂરી માનસ સહેજે પેદા થઈ કે કરી શકાય છે. આ કથા ૧૯મા સૈકાના અંગ્રેજ સમાજમાંથી નીપજતાં આવાં ભંગારિયાં પાત્રોથી ભરપુર છે. એમનું આલેખન ડિકન્સે એવી વ્યાપક રીતે Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! કર્યું છે કે, તે દ્વારા એ સમાજને આ અંશ આપણે સરસ પામી શકીએ છીએ. ૩. ઉપરના બે ઉપરાંત એક ત્રીજો ભાગ પણ છે, કે જે પહેલા બે પેઠે સંગઠિત કે એકત્રિત રૂપે કામ નથી કરતો. એમાં એવા ધર્માત્મા સજજન સન્નારીઓ આવે છે, જે માનવપ્રેમ અને દયાભાવ જેવી ઉદારતાથી પ્રેરાઈને સહેજે સમાજની પેલી ભંગારવસ્તી પ્રત્યે કરુણાથી વતીને ચાલે છે. આ કથામાં ડિકન્સે આવા ભલા માણસનું આલેખન કર્યું છે, તે આ કથાને ઉત્તમાંગ છે. એ પાત્રો એટલે માતૃહૃદયી શ્રીમતી મેયલી, કુશળ વ્યવહારજ્ઞ ડૉ. લૉન્સ્ટર્ન, શાનવૃદ્ધ શ્રી. બ્રાઉનલૉ, વગેરે. ખરું જોતાં, આ ત્રીજે વર્ગ એટલે આ સમાજ એમાં આવે, એમ સમજવું જોઈએ. દરેક નાગરિકે પોતાના દુઃખી સમાજબંધુને બનતી મદદ કરવી, એ તો સાચા માનવસમાજનો પાયો છે. એની ઊણપ કે કચાશમાથી જ સમાજને પેલે ભંગાર પડે છે. તેથી તેને સમારતા રહેવા અને બનતી સહાય કરવા, સમાજમાં પેલા બે રસ્તા ચાલે છે– ૧. ગરીબઘર ઈ0 જેવી વ્યવસ્થા મારફતે કામ કરતે ગરીબસેવાને કાયદે; ૨. એ ભંગાર પોતે જ પોતાનું ગુપ્ત ગુના-તંત્ર રચીને નભે, જેને પહોંચી વળવા સમાજ પોલીસ, અદાલત ઇ૦ વ્યવસ્થા ઊભી કરે છે. આ કથામાં ઉપર જણાવેલા ત્રણ ભાગમાં કામ કરતાં પાત્રો આપણને જોવા મળે છે. એમાંય પાછી ખૂબી તે એ છે કે, કેટલાંક પાત્રો એક ભાગનાં લાગે, તે જાણે ભૂલાં પડી જઈ કે ગોથું ખાઈ બેસીને, બીજા ભાગમાં ઘૂસતાં કે અવશે જઈ પડતાં જોવા મળે. આનાં ઉત્તમ દષ્ટાંત છે - ઑલિવર પિત અને નાસી. ઑલિવરનું જીવન ઉપરના ત્રણ ભાગમાં ચાલે છે. નાન્સી બીજા ભાગની છતાં ત્રીજા ભાગની એક સન્નારી બનવા પ્રયત્ન કરતી પાપગ્રસ્ત નારી છે. નાન્સીનું પાત્રાલેખન વાચકને ભારે આકર્ષક લાગ્યા વિના નહિ રહે. પાપાત્મામાં પણ પ્રભુ વસે છે અને તે જાગી શકે છે, એવી મંગળ શ્રદ્ધા આવાં પાત્રો જન્માવી શકે. એની તુલનામાં ઑલિવર ઓછો પુરુષાર્થી લાગે છે. એ તો જાણે જીવનનૈયા ભાંગતા, નસીબ-સાગરમાં ડૂબકાં ખાતા, તેનાં મોજાં વડે જ તણાત તણાતે કિનારે ધકેલાઈ આવે છે. પણ નાન્સી? એ તે તેમાં તરવા તરફડે છે; જાણે છે કે, ફવાશે નહિ છતાં મથે છે; અને હાથ દેનાર હાથ ધરે છે, છતાં તે જ્ઞાનપૂર્વક ના પાડી પોતાના જીવનના કાયદાને વશ થઈ કમોતે મરે છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ આલિવર વિસ્ટ ૧૦૫ વાર્તાના બધા પાપાત્માનું પ્રાયશ્ચિત્ત કરવાનું કામ બિચારી નાન્સીને ભાગે જાણે ન આવતું હોય! અને તે એ પોતાના નિર્દોષ બલિદાન વડે અદા કરે છે. ગુનાના કાદવમાં પંકજ સમી નાન્સી આપણી કરણાવૃત્તિને કેવી રમ્ય પીડા પમાડે છે! | સામાજિક ગુનાતંત્રના બીજા ભાગને અધ્યક્ષ, અલબત્ત, પેલે યહુદી ફેંગિન છે; અને બીજી તરફ મંકસ છે. શેકસપિયરના વ્યાજખાઉ ને ગીરાખોર શાઇલૉકનેય આંટી જાય એવું કમકમાટી-જનક આલેખન ડિકન્સ ફેગિનનું કર્યું છે. આવી ચવડ ભવૃત્તિ (શાઈલૉક) અને અઠંગ ગુનાવૃત્તિ (ફેગિન) - આ બેઉ પાપભાવો આ કાળના અંગ્રેજી સાહિત્યમાં યહૂદીને અર્પણ કરાયા છે, તે ૨૦મા સૈકામાં જૂના થતા જતા ઐતિહાસિક ખ્રિસ્તી યહુદીહાડવેરનું પ્રતીક ગણાય. કાયદેસર વારસ હોવા છતાં, લોભ અને પ્રેમહીન ઉછેરને કારણે એડવર્ડ લીડ તદ્દન ભામટો “અવારો' બની ગયો છે. અને આખી વાર્તાના પડદા પાછળ તે મોટે ભાગે રહે છે. લેખકે આથી જ એને બીજા નામે અને હમેશ અંધાર અને અંચળાના ઓળા-ઓછાયામાં જ સંતાઈને વિચરતે ચીતર્યો છે. અને એની છૂપી જગાઓ પણ એવી જ ગલીચ અને કાળી આલેખી છે. અને પેલે રાક્ષસ સમો હત્યારે સાઈકસ! અને ધર્મરાજના કુતરાને યાદ કરાવે એ એનો કુતી - જોકે, (અહીંયાં કુતરો ધર્મરાજા જેવું છે ને સાઈકસ તે કુતરાથીય નપાટ છે, એ ભેદ ખરો.) એ પણ આ ગુનાટાળીમાં ભાત પાડે એવાં પાત્રો છે. ' આમ, વાર્તાનાં પાત્રો વિશે કહેવા બેસવાનું આ સ્થાન નથી. વાર્તાનો આસ્વાદ કે લહેજતદાર છે, તે બતાવવા પૂરતી ઉપર-ટપકે નેધ જ આ છે. કથાની રચનામાં મૂળ મર્મભેદ (એગ્નિસ, ઑલિવર, ઇ૦ કોણ છે તે) લેખકે બહુ રમ્ય રીતે દબાવીને કામ લીધું છે. અંતે તે એકદમ છતો થાય છે, ત્યારે મનને ટાઢક વળે છે. ત્યાં સુધી જે ઊંડી ઉત્કંઠા વાચકના દિલમાં જમતી જાય છે, તે એટલે સુધી કે અંતરને સતાવે કે પજવે ત્યાં સુધી પહોંચે છે. આથી જાસૂમ-કથા-રસ જામે ખરો; પણ લેખકે ભેદ ખેલવાનું આટલું મોડું કે છેવટે ઝટપટ કરવા જેવું ખરું, એમ લાગે છે. પણ જ્યારે તે ભેદ ભાગે છે ત્યારે જે “હાશ ઊપજે છે, તે પેલી ઉત્કંઠાની યાત્રાને બરોબર પહોંચી વળે એટલી જોરદાર છે. ભરતવાક્યના ગુણવાળે Page #127 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! આ કથા-સમાહાર આ કથાને કેવળ કરુણમાંથી ઉગારી લે છે, એ કળાથી ચિનપ્રસાદ જન્મે છે. ગુનાની સામાજિક ગટરમાં આપણને લેખક થઈ જાય છે, પણ તેથી એની કથા ગટર-કથા નથી બનવા દે, એ પણ ઉત્તમ કલાકારનું લક્ષણ આ લેખક ધરાવે છે. વાસ્તવિકતાના બેટા નામે, ગટર અને ગંદકીના કીડા ચીતરી ખાતી અત્યારની કથાઓ કેવળ અશ્લીલ અ-કલા છે, એમ આ કથા પરથી લાગ્યા વિના નથી રહેતું. ડિકન્સની આ કલાશક્તિને કારણે, ટૉલ્સ્ટૉયે તે એને શેકસપિયરની પણ ઉપર અને પ્રથમ કક્ષાના વિશ્વસાહિત્યકાર તરીકે બિરદાવ્યો છે. એવાની આ કથા ગુજરાતીમાં સચિત્ર ઉતારવા માટે તેના લેખક પ્રકાશકને ધન્યવાદ ઘટે છે. તા. ૯-૭-૬૪ મગનભાઈ દેસાઈ નિકોલસ નિકબી યાને કરણું તેવી ભરણી જાહેર્સ ડિકન્સ સંપાગોપાળદાસ પટેલ કિ. ૧૦-૦૦ न मे भक्तः प्रणश्यति [મગનભાઈ દેસાઈની પ્રસ્તાવના ‘સત્યાગ્રહ' પત્રમાં હપતાવાર પ્રસિદ્ધ થયેલી આ સર્વ-સુભગ, અને સુરમ્ય એવી સનાતન માનવ-કથા પુસ્તક રૂપે પ્રગટ થાય છે, તે આવકારપાત્ર લેખ છે. એમાં “સ0’પત્રાની પણ અમુક કૃતાર્થતા સમજું છું કે, આવી એક ઉમદા ચીજને સાહિત્યમાં ઉતારી આપવામાં તે નિમિત્તાન્કારણ બની શકર્યું. - ૧૯મા સૈકાના યુરોપના મહાન કથાકારોમાં ટૉસ્ટોય, હૃગેમા અને ડિકન્સ જેવા અગ્રગણ્ય જાણીતા છે. તે દરેકને પોતપોતાની ખાસિયત છે. તેમાં ડિકન્સ એ રીતે પોતાની નિરાળી ભાત પાડે છે કે, અમર માનવતાની ઉપાસના અર્થે તે શાંત સૌમ્ય રસની આરાધના જે રીતે કરે છે, તે દિલને તેની મધુરતાથી બસ તરબોળ કરી દે છે! Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ નિકોલસ નિકબી આમ તે એ ચારે લેખકે, પોતપોતાની રીતે છતાં, એક સનાતન માનવતાના ભક્તો છે. પણ તેની આરાધનામાં તેઓ અનોખા છે; પ્રેમશૌર્યને અર્થે ધસમસતાં પાત્રો દ્વારા વ્યક્ત થતે ડૂમાને માનવ-વીરતાને અનુરાગ; હ્યુગોને ક્રાંતિને અર્થે તલસતે છતાં ઉકળાટ કરાવતો કરુણાકંદ; સનાતન માનવ ઇતિહાસની ક્રાંતિ નિહાળતી ટૉસ્ટૉયની આર્ષદષ્ટિ અને પુણ્ય પ્રાપ; - ઇ૦ એમની વિશેષતાઓ આગળ, માનવ જીવનનાં કળા અને કાવ્યમાંથી તેને શાંતરસ પકડતી ને તેની આરાધના કરતી ડિકન્સની મધુર શક્તિ એને જુદી જ ભવ્યતા અર્પે છે. આ કથા ડિકન્સની એ વિશેષતાને કાંઈક પુરાવે આપે એવી છે. તે અને "ઑલિવર વિસ્ટ’ બે મળીને, બ્રિટિશ વેપારશાહી સામ્રાજવે જે ન ઇંગ્લિશ સમાજ પેદા કર્યો અને રો, તેમાં બાળક વિસ્ટ અને યુવક નિકોલસની કેવી દશા થઈ, તેનાં તાદશ ચિત્ર આપે છે. - વિસ્ટને મળતું આજન્મ-દુ:ખી બાળક આ કથામાં પણ છે: સ્માઈક. કેવું કરુણ, દુઃખમય, વિષાદગ્રસ્ત પાત્રા પણ કે અખૂટ પ્રેમ-અંશ તે ધરાવે છે! જીવલેણ વિષાદમાં પણ તારક પ્રેમ-સ્વભાવ કેવો જળહળે છે. સ્માઈક વિષય એક ગંભીર અર્થપૂર્ણ ગુમતા ઠેઠ સુધી ચાલે છે; જે છેવટે એક-ઝટકે છતી થાય છે! અમ તેમ થાય છે ત્યારે, તેને જ બાપ રાફ એક બાજુ પોતાના ભત્રીજા નિકોલસને કટ્ટર શત્રુ છે એટલું જ નહિ, તેથીય ચડે છે.- બીજી બાજુ પોતાના જ ફરજનને એ દૂર કસાઈ છે, એમ પકડાતા, રાફના પાત્રની રાક્ષસી દારુણતા સમજાય છે. તેથી જ તેના પાપને ઘડે” ફટે છે ત્યારે તેના પ્રત્યે જરાય દયાની લાગણી પણ નથી થતી ! કર્યું તેવું ભર્યું! બીજું શું? પરંતુ આ કથા વિસ્ટ જેટલી ઉંમરના – જન્મ ને બાળપણથી રખડી ગયેલા છોકરાની નથી; પિતા મરી જતાં, યુવાવસ્થામાં અસહાય બનેલા યુવક નિકોલસની વાત આ છે, જેમાં પોતાની માતા અને બહેનની ઈજજતભેર જવાબદારી અદા કરવા નીકળેલ યુવક દેખાય છે. અને નિકોલસ જો આ કથાને સુર્ય છે, તે તેની બહેન કેટ, આ કથાકારની ગંદા પેઠે, મધુર શીતલતા વર્ષાવે છે. કુદરતી ખાનદાની અને સહજ સુશીલતા ભાઈ બહેનમાં જેવી છે, તેને જ પડઘો તેમના ભાઈ સમા સ્માઈકમાં છે; – પણ “કાકા-પિતા' રાફમાં વેપારશાહીએ જગવેલી નઠોર ધનલોભવૃત્તિની સાક્ષાત મૂઈ જોઈ લો! આવાઓ વડે જ યુરોપના જુલમખેર સામ્રાજ્યવાદ સરજાયો હશે ને? Page #129 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! નિકોલસને ડિકન્સે પવિત્ર સાંપ્રદાયિક ખ્રિસ્તી તરીકે નથી ચીતર્યો : ૧૯મા સૈકામાં યુરોપના વિજ્ઞાનયુગે નિરૂપેલા માનવ આદર્શને જેન્ટસ્ટમેન તેને બતાવ્યો છે. તેની તુલનામાં “લૉર્ડ” અને “સરને રજૂ કરીને તેને અને ઉઠાવ આપ્યો છે. પ્રેમભાવ, નેકદિલી, સૌજન્ય, વીરતા, સ્ત્રીદાક્ષિણ્ય, મૈત્રી, કૃતજ્ઞતા, પ્રેમાળ ભ્રાતૃત્વ, અને વડીલો પ્રત્યે સ્વતંત્ર આજ્ઞાંકિતતાને ભાવઆવા આવા ગુણે જો ધર્મનું હાર્દ હોય, તે તે અર્થમાં નિકોલસ ધર્મવાન છે. અને એ બધા ગુણોને, નિકોલસ તેની બહાદુરી, હિંમત, નીડરતા, તેમ જ પ્રામાણિક ઉદ્યમિતા તથા કર્મકુશળતા ઇ૦ વડે જે આપ આપે છે, - તેથી પેલા ભાવે મણિવતુ જે ચળકાટ પામે છે, તે આ વાર્તાને મહા રસિક અંશ છે. તે વડે કથાકારની પછી માનવ ચારિત્રયના હાર્દનું એક ઉમદા ચિત્રણ આપે છે. તેમાંય પોતાની વસ્તુ કે વાતની સત્યતા પર મુસ્તાક રહીને, બસ નિકોલસ ઝુગે જ છે! ગમે તેવા ખતરનાક અવસંજોગોમાં પણ પરિસ્થિતિ વશ થઈને માંડવાળ કે નરમાશનું ડહાપણ તે નથી સમજતો; સહજસ્કૃતિથી. કરવા જેવું લાગે તે સત્ય સાહસકર્મ કરે જ છે ! એવી એની સત્યવીરતા જોઈને તેને માટે માન ઊપજે છે. અને જ્યારે છેવટે તે બધામાં થઈને હેમખેમ નિકોલસ પાર પડે છે, અને કાળાં-ઘેરા વાદળમાંથી સૂર્ય બહાર આવે એમ અતે કથાનું મંગળ ભરત વાક્ય-વસ્તુ આવે છે, ત્યારે પ્રભુની પેલી બિરદવાણી મનમાંથી તરત ફુરે છે – कौंतेय प्रतिजानीहि, न मे भक्तः प्रणश्यति । ધર્મજીવનના અર્થસમી મનુષ્યની સત્યપરાયણ શીવ-ભક્તિ કદી તર્યા વિના ન રહે! નિકોલસની કથા આ શ્રદ્ધા પ્રેરે છે. આવી સુરમ્ય માનવધર્મ કથા ગુજરાતીમાં ઊતરે છે, તેને ધન્ય વસ્તુ માનું છું; તેને હૃદયપૂર્વક આવકાર કરું છું, અને સંપાદક પ્રકાશકને તે માટે ધન્યવાદ આપું છું. તા. ૧-૭-'૬૫ મગનભાઈ દેસાઈ Page #130 -------------------------------------------------------------------------- ________________ પિકવિક ક્લબ બ્રાસ ડિકન્સ સ'પા॰ : ગાપાળદાસ પટેલ કિં. ૩૦-૦૦ [પ્રકાશકનું નિવેદન ] જગવિખ્યાત અંગ્રેજ નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સ (૭–૨–૧૮૧૨ થી ૯-૬-૧૮૭૦) ની તેવી જ વિખ્યાત કટાક્ષ-કથા ‘પિકવિક પેપર્સ 'ના વિસ્તૃત ગુજરાતી સંક્ષેપ ગુજરાતી વાચક સમક્ષ રજૂ કરતાં આનંદ થાય છે. ડિકન્સે એકસાથે હાસ્ય અને નવલકથાના રસ ભેગા કરીને એક અનેાખું સર્જન કર્યું છે. પિકવિક નામના એક તવંગર અને નિવૃત્ત સદ્ગૃહસ્થે સ્થાપેલી પિકવિક કલબને પાયામાં લઈને તેના પ્રમુખ અને સ્થાપક મિ૦ પિકવિક સાથે ક્લબના બીજા ત્રણ સભ્યોને – જેમાંના એક પોતાને કવિ કહેવરાવે છે, બીજે મરદાની રમતગમતના શાખીન કહેવરાવે છે અને ત્રીજો કેવળ સ્રી-દાક્ષિણ્ય ધરાવે છે— તેમને લેખક પત્ર-પ્રવાસે મેકલે છે. અર્થાત્ પોતાને ખર્ચે પ્રવાસે નીકળનારા એ ચાર માનદ સભ્યો પ્રવાસ દરમ્યાન પોતે જે અનુભવોમાંથી પસાર થાય, જે નિરીક્ષણ કરે, જે વ્યક્તિઓના પરિચયમાં આવે તથા જે ‘સંશાધના' કરે, તે બધાં પોતાની કલબને પુત્રા મારફત પહોંચાડે, અને કલબ તેમની સહર્ષ નોંધ લે અને રાખે. એ પ્રવાસી મારફત ડિકન્સ પોતાના આખા સમાજની — સ્ત્રીપુરુષા, તવંગર-ગરીબા, માલિક-નેકરા, કાયદો અને ન્યાયના સંરક્ષક તથા વિતરક ગણાતા પેાલીસ-ન્યાયાધીશ વકીલ ગુમાસ્તા, પ્રજાની શારીરિક સંભાળ રાખનારા કહેવાતા દાક્તરા, પ્રજાના આધ્યાત્મિક રખેવાળા ગણાતા ધર્માચાર્યો, લાકશાહીના પ્રાણરૂપ ગણાતી ચૂંટણી, વિજ્ઞાનીઓનાં સંશાધના અને અભ્યાસા – કલબા, મંડળો અને તેમની કામગીરી — એ બધાં ઉપર પોતાની હાસ્યકટારી ચલાવે છે. કોઈ વર્ગ કે વ્યક્તિ એની ઉગામેલી કલમમાંથી બચી શકતાં નથી, આવી રીતે પોતાના સમાજની ઊણપો અને દૂષણા ઉઘાડાં પાડવાં – અને તે માત્ર ટીકાખાર બનવા નહિ, પણ લાકોને એ બધાંમાંથી - 1 ૧૦૨ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારો! નીકળી જવા માટે માર્ગ કરી આપવા – એ જેવા તેવા કસબનું કામ નથી. આપણે પણ અત્યારે કહેવાતી લેાકશાહી હેઠળ જીવીએ છીએ તથા ચૂંટણી લડીએ છીએ, ન્યાયતંત્ર, અને પોલીસતંત્ર ચલાવીએ છીએ, અર્થાત્ પાર્લમેન્ટ-ધારાસભા-અદાલત-દવાખાનાંવાળા ગણાઈએ છીએ. એટલે ડિકન્સની એ નિત્ય-નૂતન નવલકથાના કેટલાય અંશે આપણને સારી પેઠે સ્પર્શી જાય છે. ડિકન્સની મૂળ અંગ્રેજી ભાષાના વિનાદેશ, કટાક્ષા અને મજાકી બીજી ભાષામાં ભારોભાર ઉતારવાં એ તો બહુ અઘરું કામ કહેવાય. પરંતુ ‘પિકવિક કલબ”ના સંપાદક એ કામ સફળતાથી કેટલે અંશે પાર પાડી શકયા છે, તેના નિર્ણય વાચક પોતે જ કરી લેશે. ડિકન્સ જેવા નિષ્ઠાવાન લેખક પોતાના સમાજનાં અમુક અંગાની માત્ર ઠેકઠી કરીને બેસી રહે તા જ નવાઈ. આ નવલકથામાં તો તેણે માનવસ્વભાવની કેટલીક ઉજ્જવળ બાજુ પણ એવા જ ઉત્તમ કસબથી રજૂ કરી છે. તે અંગેના કેટલાક ઉત્તમ નમૂનાઓ તેણે રજૂ કર્યા છે, તે વાંચી આપણે ધન્યતાની લાગણી અનુભવ્યા વિના રહી શકતા નથી. ડિકન્સ ઉપરાંતમાં આ નવલકથામાં કેટલીક જગાએ કાઈ પાર્શ્વ પોતાની આપવીતી કહેતું હાય કે પોતે જોયેલી અમુક બીના કે ઘટના કહી બતાવતું હાય એવા પ્રસંગા ઊભા કરીને કેટલીક હ્રદય હલમલાવી મૂકે એવી આડકથા પણ રજૂ કરી છે. આ નવલકથા ગુજરાતી વાચક સમક્ષ રજૂ કરીને અમે એક પ્રકારનું ઋણ અદા કર્યાના પણ સંતાષ અનુભવીએ છીએ. સ્વ૦ શ્રી. મગનભાઈ દેસાઈએ પરિવાર સંસ્થા મારફત વિશ્વસાહિત્યની કેટલીક ઉત્તમ નવલકથાઓના ગુજરાતી સંક્ષેપો વાચકોને ઉપલબ્ધ કરી આપવાની ભેરદાર પ્રવૃત્તિ ઉપાડી હતી. અને એ રીતે કેટલીક ઉત્તમ નવલકથા છે. આ તથા બીજી તરત જ પ્રકાશિત થનારી પાર પાડવામાં યત્કિંચિત મદદરૂપ થશે, એ સંતોષ નથી. ગુજરાતને મળી પણ ચૂકી નવલકથાઓ એ હેતુ પણ અમને છે તા. ૨૧–૪–’૮૪ પુ॰ છે. પટેલ થોડીક વાતને Page #132 -------------------------------------------------------------------------- ________________ ધી ઓલ્ડ કયુરિયસીટી શોપ યાને કિ, ૧૦૦-૦૦ જુગારીની દુહિતર ચાર્લ્સ ડિકન્સ સંપાઃ શેપાળદાસ પટેલ અભિનંદન! ગુજરાતી વાચક અને વિશ્વ-સાહિત્ય અકાદમીને ડિકન્સની એક ઉત્તમ નવલકથાના આ બૃહતુ-પિના પ્રકાશન ટાણે અભિનંદન! કારણ કે, ગુજરાતી વાચકને જ કદાચ આ સુંદર અંગ્રેજી નવલકથાને સુવાચ્ય સંક્ષિપ્ત અનુવાદ વાંચવા માટે માણવા માટે ઉપલબ્ધ થશે હશે. ગુજરાતમાં જ સ્વભાષાને ઉચ્ચ શિક્ષણના પણ માધ્યમ તરીકે સ્થાપી આપનાર સપૂત જન્મ્યા હતા; તથા વિશ્વ-સાહિત્ય તરીકે પંકાયેલી નવલકથાઓને ગુજરાતીમાં બૃહ-સંપરૂપે ઉતારવા પ્રયત્ન કરનાર પરિવાર પ્રકાશન મંદિર લિઓ જેવી પ્રકાશન સંસ્થા ગુજરાતમાં જ પોતાની યશસ્વી કામગીરી બજાવી ગઈ છે.. માહિત્યવિવેચક ડિકન્સની આ નવલકથાને તેની ઉત્તમ નવલકથા કહેતા હશે કે નહિ તેની ખબર નથી, તેમ જ પંચાત પણ નથી. કારણ કે, કોઈ પણ સાહિત્ય-કૃતિને “ઉત્તમ’ કહેવી કે નહિ તે બાબતના દરેકના ગજ જુદા હોઈ શકે. ઉપર ડિકન્સની 'The Old Curiosity Shop' નવલકથાને ઉત્તમ કહી તેનું એક કારણ એ છે કે, તે “શાંત 'રસની નવલકથા છે. બધા રસામાં “શાંત’ રસ શ્રેષ્ઠ ગણાય; કારણ કે, તે બધા રસના સુભગ સમન્વયરૂપ છે. ડિકન્સની આ નવલકથામાં બધા રસને ઉઠાવ હોવા છતાં છેવટે એક અનોખો શાંત-ગંભીર રસાનુભવ વાચકના મન ઉપર છવાઈ રહે છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારી ! શાંતરસના લેખકને જીવનના સમગ્ર આટાપાટાને અનુભવ હોવા જેઈએ; ઉપરાંત તે બધાની ઉપરવટ જઈ, તેમનું સમતુલિત મૂલ્યાંકન તથા નિરૂપણ કરવાની સુજ્ઞતા પણ હાવી જોઈએ. તે જ તેની કૃતિમાં બધા રસે સમુચિત સ્થાન તથા નિરૂપણ પામી, વાચકના મન ઉપર છેવટે ‘શાંતરસ ’ની વિરલ અનુભૂતિ છવાઈ રહે. ૧૧૫ ૨ ડિકન્સની આ નવલકથાની ભાંય – રંગભૂમિ – કે તખ્તા એક આખા ‘ રસ્તા ’ છે – જેનેા અંત કર્યાં છે તે કોઈ જાણતું નથી. રસ્તે જતાં જુદા જુદા પ્રદેશે। આવે, જુદાં જુદાં પાત્રો આવે, જુદા જુદા પ્રસંગેા આવે અને તેમના નિરૂપણ દ્વારા જુદા જુદા રસ પ્રગટ કરવાના થાય. એ બધાં પાત્રો સામાન્ય કક્ષાનાં છે; પરંતુ તેવા સામાન્ય પાત્રની અસામાન્યતા — વિશિષ્ટતા પકડીને નવલકથાકારે નિરૂપી છે, તેવાં પ્રશંસાપાત્ર તેમ જ ઘૃણાજનક પાત્રો પણ તેમની આંતરિક અસામાન્યતા દર્શાવાતી હાવાથી વાચકને સદ્ભાવ પ્રાપ્ત કર્યા વિના રહેતી નથી. નવલકથાના ખલનાયક જેવા વ્યાજખાઉ – દાણચાર વિકલ્પ, તથા બ્રાસ વકીલ ભાઈ-બહેન જેવાં બદમાશ પાત્રો જેમ વાચકના માનસ-પટ ઉપર ઘાર ઘૃણાની કાળી છાપ ઊભી કરે છે, તેમ ભલા સ્કૂલ-માસ્ટર, બૉઈલરમાં કોલસા પૂરનારો છેક હલકી કક્ષાના કર્મચારી-મજૂર, તથા બીજા સામાન્ય ધંધેદારી માણસાના હાડમાં રહેતી ઉત્તમતાનું નિરૂપણ પણ એવી કુશળતાથી કરવામાં આવ્યું છે કે, વાચક તે પાત્રોનો પરિચય પામવાથી પોતાની જાતને ધન્ય માનતા થઈ જય. ૩ આ નવલકથાના કાળ ઈંગ્લૅન્ડમાં યંત્રયુગ હજુ શરૂ થયા હોય છે તે ગાળાના છે. યંત્રયુગે પોતાની કાળી છાયા સમગ્ર દેશ ઉપર પાથરવાનું શરૂ કર્યું છે, પણ હજુ ઘણા પ્રદેશ તેની કાળી છાયામાંથી મુક્ત છે. મુસાફરીનુ સાધન પણ ઘેાડાગાડી – કોચ જ છે. મેટર કે રેલ્વેનાં દર્શન કે ઉલ્લેખ પણ નવલકથામાં નથી. પરંતુ યંત્રયુગ સમાજ માટે, પ્રદેશના પર્યાવરણ માટે, માનવ માટે કેવા ખતરનાક – કેવા ઘાતક નીવડવાના છે એનું દર્શન ડિકન્સ જેવા લેખકને ન થાય એવું બને જ નહિ. એટલે શરૂઆતના એ યંત્રયુગની કાળી ભીષણતા પણ તેણે નવલકથામાં યથેાચિત નિરૂપી દીધી છે. એ યંત્રયુગ જે ભીષણ Page #134 -------------------------------------------------------------------------- ________________ જુગારીની દુહિતર ૧૧૦ માનવી ઉત્પન્ન કરે છે, તે માનવીની ભીષણતા પણ સાથે સાથે નિરૂપાઈ જાય છે. અલબત્ત, આ નવલકથામાં નાયક-ઉપનાયક જેવાં બે મુખ્ય પાત્રો છે – નેલ અને તેના દાદા. તે બેની આસપાસ જ આખી વાર્તા વિસ્તરે છે. તેમાંય નેવની નિર્દોષતા તેમ જ દઢતાનું નિરૂપણ એવી કુશળતાથી કરાયું છે કે, એવા અસાધારણ ગુણ તથા શકિત એવી નાની બાળકીમાં હેય એ આપણને એક ક્ષણ પૂરતું પણ અસંભવિત નથી લાગતું. ઉપરાંત પહેલાં કહી આવ્યા છીએ તેમ મુખ્ય પાત્રોને “રસ્તે ચાલતાં જ બીજાં પાત્રો મળે છે, તેમનું નિરૂપણ પણ એટલી જ કુશળતાથી થયું હેઈ, તે ભાગ પૂરતાં તે પાત્રો મુખ્ય પાત્રો જ બની રહે છે. એ બધાં મુખ્ય પાત્રો જ નવલક્થાકારને વિવિધ સપ્તરંગી વસો બહેલાવવામાં સાધનરૂપ થઈ પડે છે. અને છેવટે બધા રસોની વિશ્રાંતિરૂપ શ્રેષ્ઠ “શાંતરસ’ રેલાવવામાં પણ! વિશ્વ-સાહિત્ય અકાદમીને આવી સર્વભક્ષી મોંઘવારીના સમયમાં આ અનેખી નવલકથા પ્રકાશિત કરવા બદલ ધન્યવાદ! ગુજરાતને વાચક વર્ગ કે ધનિક વર્ગ આવી ઉત્તમ નવલકથા ગુજરાતીમાં પ્રકાશિત થયે જાય છે માટે એક યા બીજી રીતે જોઈને ટેકે અકાદમીને પૂરો પાડશે, એવી આશા સાથે વિરમું છું. તા. ૨-૭-'૯૮ પુછે છે. પટેલ ગોપાળદાસ પટેલની બીજી પુણ્યતિથિ Page #135 -------------------------------------------------------------------------- ________________ “ધી બૉન્ડમૅન’ ચારે કિ. ૧૦૦-૦૦ આત્મ-બલિદાન હૉલ કેઈન સંપાગોપાળદાસ પટેલ વંદન! [અમર પાળિયારૂપ - આ કથાને] માતૃભાષાના પ્રેમી ગુજરાતી વાચકને, સ્વ શ્રી મગનભાઈ પ્રભુદાસ દેસાઈને, સ્વ વિજયશંકર મંછારામ ભટ્ટ, સ્વ૦ ગપાળદાસ પટેલને, સ્વ૦ શ્રી ઠાકોરભાઈ દેસાઈને અને વિશ્વ-સાહિત્ય અકાદમીને હોલ કેઈનની એક ઉત્તમ નવલકથાના આ બૃહત્-સંક્ષેપના પ્રકાશન ટાણે વંદન હૉલ કેઈનની અમર પાળિયાઓરૂપ આ કથા આપણા સમાજને ઉન્નત બનાવવાની બેઠી તાકાત ધરાવે છે. વાર્તાને પ્રસન્ન કથા-પ્રવાહ એકધારો ને સતત વહે છે. આ વાર્તા તેના પાવકતમ ભાવમાં વાચકને તરબોળ કરે છે. હૉલ કેઈને સુંદર પાત્રોનું રસપૂર્ણ ચિત્ર દેરીને પિતાની વાર્તાકળાને ખરેખર જબ અખો છે. હોવ કેઈનની આ એક મહા-કથા છે. લેખક પોતે જ એને “સાગા' કહી છે. “સાગા' નામ તે પ્રાચીન રાષ્ટ્રીય ઇતિહાસને આધારે રચાયેલ મહાકાવ્ય જેવી વીર-સ્થાઓને જ આપવામાં આવે છે. પણ લેખકે આ નવલકથા, જેની ઘટનાઓને કાળ ઈ.સ. ૧૮૦૦ આસપાસને કહેવાય, તેને “સાગા' કહી છે, તે સમુચિત જ નહીં, પરંતુ યથાર્થ પણ છે. જોકે, આઇસલૅન્ડ જેવા યુરોપખંડની છેક ઉત્તરે આવેલા અને કઠોરકપરી કુદરતી પરિસ્થિતિવાળા તુરછ ટાપુનાં પાત્રોની આ કથા છે, જ્યાં સૂર્ય પણ ઘણુંખરું આથમતો નથી તથા જેની ધરતીને મોટો ભાગ કાં તે ૧૧૪ Page #136 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન બરફથી કે ફાટી નીકળેલા ધરતીકંપના ઊકળતા લાવારસનાં જામી ગયેલાં ગચિયાંથી છવાયેલ છે. વાર્તા સીધીસાદી છે – કશા કાવા-દાવા, ગુપ્ત રહસ્ય, ભેદ-ભરમ કે બીજી ફાલતુ લાગણીઓના ઉછાળા તેમાં નથી. છતાં તેમાં માનવજીવનની ચરમ કૃતાર્થતા સાકાર થતી નિરૂપાયેલી હોવાથી એ સનાતન કથા – મહા-કથા બની રહી છે. વાચકને જરૂર પ્રશ્ન ઊઠશે કે, આ નવલકથાને મુખ્ય નાયક હડધૂત થયેલી માતાને બધેથી હડધૂત થયેલો પુત્ર જ છે. છેવટે તે તે પિતાની પ્રેમપારા માનેલી યુવતી તરફથી પણ જાકારો પામે છે. પોતાની માતાને રંજાડનાર અને તેનું જીવન બરબાદ કરનાર પિતાના પિતા ઉપર, તેના બીજ ગેરકાયદે લગ્નની પત્ની ઉપર તથા તેને થયેલા સંતાન ઉપર વેર લેવા તે નીકળે છે; છતાં છેવટે એ બધામાંથી એકે વસ્તુ તે પાર પાડી શક નથી. વસ્તુતાએ પણ સુખભેગ કે બીજી વ્યાવહારિક સફળતાઓ કે સંપન્નતાની દષ્ટિએ જ જો જીવનની સાર્થકતા નાણવા જઈએ, તે તે આપણી નવલકથાના નાયકનું જીવન છેક જ નિરર્થક–વ્યર્થ ગયેલું લાગે. નર્યા દુઃખ અને નરી હતાશા સિવાય તે પિતાના જીવનમાં કશું જ હાંસલ કરી શકો નથી. પરંતુ તે પિતાના તુચ્છ જીવન દરમ્યાન બીજાને માટે બલિદાન થવાને છેવટે એ અનુપમ લહાવો પ્રાપ્ત કરે છે, જેથી તેનું જીવન ધન્ય બની જાય છે. જીવનની એ એક ક્ષણ પણ તેને જીવનની કૃતાર્થતાની ટોચે પહોંચાડી દે છે. માનવ ઇતિહાસના એવાં આત્મબલિદાનના દાખલા જ પછીથી સૌને યુગ સુધી મહા-કથાઓમાં કીર્તન કરવાની વસ્તુ બની રહે છે. ૩ નવલકથાકાર પ્રસંગેનું અને પાત્રોનું ઘડતર કરતે કરતે છેવટે જ્યારે આપણા સમગ્ર લાગણીતંત્રને ઉછાળી મૂકે – હચમચાવી મૂકે એવો પ્રસંગ ઉપર આવે છે, ત્યારે આપણે પણ એ ઘડીએ જાણે એક પ્રકારની ધન્યતાને ઉછાળે અનુભવીએ છીએ. આ નવલકથાની બલિહારી તો એ છે કે, એમાં પળે પર્વે હદય-ઉછાળ પ્રસંગે આવે છે! એવા પ્રસંગે જ ભરપટ્ટ રજૂ કરવાની કુશળતા લેખકની આ નવલકથાને સાચા અર્થમાં “સાગા' બનાવે છે. મહાભારત વિશે એમ કહેવાયું છે કે, “જે આમાં છે તે જ સૌમાં છે; અને જે આમાં નથી એ કોઈમાં નથી” આમ કહીને આખા સાહિત્ય-જગતને મહાભારતનું જ Page #137 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! ઉપજીવી' બતાવ્યું છે. એને અર્થ એટલો જ છે કે માનવ-ભાવનાને ઉછાળી મૂકે – વલોવી નાખે – પાવન કરે, એવા પ્રસંગો એ મહાકાવ્યમાં એટલા બધા તથા એવા વિવિધ પ્રકારના છે કે, બીજ કવિઓ હવે જે કંઈ કલ્પશે, તે એમાં કોઈ ને કોઈ રૂપે આવી જ ગયું હશે! આ નવલકથા પણ સ્ત્રી-પુરુષ વચ્ચેના, પિતા-પુત્ર વચ્ચેના, ભાઈ-ભાઈ વચ્ચેના અરે દુશમન-દુશ્મન વચ્ચેના અનેક ભાવ-ઉછાળ પ્રસંગે ઉપરાઉપરી રજૂ કરે છે. માનવહૃદયના એ બધા ભાવોને દેશ-કાળ કે જાત-પાતની કશી મર્યાદા હોય નહીં. એ બધા ભાવો માનવ-સુલભ ઈ સાર્વજનિક છે. એટલે ધરતીને ઉત્તર છેડે આવેલા આઇસલેન્ડમાં ભજવાતી આ કથા ગુજરાતનાં ગરમ મેદાનમાં પણ અપ્રસ્તુત હરગિજ નથી બનતી. આ નવલક્થા ૧૮૯૦માં લખાઈ છે. તેના લેખકની સૌથી પ્રથમ નવલકથા ૧૮૮૫ માં લખાઈ હતી, અને સૌથી છેવટની જાણીતી કથા ૧૯૨૩માં. લેખક પોતે ૧૯૩૧માં ગુજરી ગયા છે. છતાં અંગ્રેજી ભાષામાં હવે તેની એક પણ નવલકથા એક પણ આવૃત્તિમાં ઉપલબ્ધ નથી! એ ઉપરથી વાચન-રસની બાબતમાં અત્યારનો જમાને શું શું છાંડી બેઠો છે અથવા શાની પાછળ પડ્યો છે, એ સમજી શકાય છે. છતાં ગુજરાતી ભાષામાં એ વિશ્વ-સાહિત્યની નવલકથાઓ હજુ પણ ઉતારવાનું સાહસ કરી શકાય છે, તેને અર્થ એ છે કે, ગુજરાતી વાચક હજ પંડિત નહેરુની “જ્ઞાનની બારી”ની ચુંગલમાં પૂરેપૂરો ફસાઈ ગયો નથી. હજુ તેના અંતરના તારને છેડનારું કાંઈ પણ મળે, તે તે તેને ઝટ આવકારે છે. ગુજરાતના એ ગુપ્ત તારોને જ આપણે જેટલા વફાદાર રહીશું, તેટલા સબળા અને સધ્ધર બની શકીશું. દ્વારિકાના મોહન શ્રીકૃષ્ણ, પોરબંદરના મેહન ગાંધી, ચરોતરના સરદાર, તથા સૌરાષ્ટ્ર-કચ્છ-સુરત-ભરૂચ-અમદાવાદવડોદરાના સેંકડો નર-રત્નને યાદ કરીને ગુજરાત હજુ ધન્ય થઈ શકે છે. તા. ૨-૧૦-'૯૮ પુત્ર છે. પટેલ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧. એક ઝલક આરોગ્ય વિજ્ઞાનની ડિૉ. એમ. એમ. ભગરાનાં લખાણમાંથી સંકલિત ૨. મેંગ અને સાચું પર્યાવરણ-વિજ્ઞાન [Yoga And Ecology: ડૉ. એમ. એમ. ભમગરા, લેખક: ડૉ. એમ. એમ. ભમરા કિ. ૧૩ સંપાદકઃ ગેપાળદાસ પટેલ શ્રી. ગોપાળદાસ પટેલે ડૉ. ભમગરાનાં આ બે પુસ્તકને “ભારોભાર સેનાને ભૂલે” અકીને તેમનાં લખાણમાંથી સંકલિત કર્યા છે. પ્રાચીન એની જેમ આ નવા ભારતીય ઋષિ ડૉ. ભમગરાના ઉપયોગી અનુભવજ્ઞાનને ભરપટ્ટે લાભ ગુજરાતી વાચક ઉઠાવે એ જ શુભેચ્છા. ગોપાળદાસ પટેલની પ્રસ્તાવના છેલ્લા ત્રણ-ચાર દાયકાથી ડૉ. ભમગર પોતાના કુદરતી ઉપચાર-કેન્દ્ર (NATURE CURE CLINIC) દ્વારા દેશ-પરદેશના દરદીઓને પિતાની સેવાઓને લાભ આપી રહ્યા છે. દરદીઓ દ્ભજિયાતથી માંડીને કેન્સર સુધીના કે પાચનક્રિયાના બગાડથી માંડીને મધુપ્રમેહ (diabetes)ના રોગવાળા હેય, અરે– બ્લડપ્રેશર, હૃદયરોગ, શ્વાસોચ્છવાસના વિકારે કે જ્ઞાનરજજુ તંત્રના રોગવાળા હોય – તેઓ તેમની પાસેથી સમુચિત સલાહ, માર્ગદર્શન અને કુદરતી ઉપચારની સેવાઓ પ્રાપ્ત કરી શકે છે. ઇંગ્લેન્ડ– અમેરિકા જેવા વિદેશમાં પણ હજારો દરદીઓ તેમની સેવાઓને લાભ ઉઠાવી રહ્યા છે. તે ઉપરાંત શ્રી. ભમગરા પિતે પણ પિતાના અનુભવજ્ઞાનની વૃદ્ધિ અર્થે વિદેશોને વાર્ષિક પ્રવાસ ખેડતા રહે છે જ! Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! શ્રી. ભમગરા માનવનું માત્ર જડ શરીર સંભાળીને બેસી રહેતા નથી તે તે માણસને તન-મન-આત્મા એમ ત્રિમૂર્તિરૂપ માને છે, તેથી માણસનું મન અને અંતરાત્મા જયાં સુધી નીરોગી – શુદ્ધ ન બને, ત્યાં સુધી માણસના શરીરને જ ઉપચાર કરીને બેસી રહેવાથી કંઈ જ નીપજતું નથી, એમ માને છે. તેથી તે પોતાની ઉપચાર-પદ્ધતિને “માનસિક-આધ્યાત્મિક' પણ કહે છે. કારણ કે, આપણા રોગો આપણે જ આમંત્રેલા – અરે આપણે જ ઊભા કરેલા હોય છે. બેટી જીવન-પદ્ધતિને લીધે જ તેઓ પેદા થાય છે: “ખોટી જીવન-પદ્ધતિ' એટલે ખાટો ખોરાક લે, કસરતને – શરીરશ્રમને અભાવ, સવચ્છતાનો અભાવ, તથા જીવન અને તેના લક્ષ્ય વિષે તથા તે અંગેના સંબંધો અને આકાંક્ષાઓ વિષે અવળા – બેટા ખ્યાલો! એ કારણે જ માણસ જીવન દરમ્યાન સામે આવીને ઊભાં રહેતાં તનાવ અને દબાણની સામે ટકી રહેવાને બદલે એકદમ ભાગી પણ પડે છે. - શ્રી. ભમગરા જણાવે છે કે, આરોગ્ય વિષેના જ્ઞાનને પ્રચાર કરતી વેળા હું જોરદાર દવાઓ અને વાઢકાપને આશરો લેવાનું ત્યાગવા ઉપર ભાર મૂકું છું. કારણ કે, આપણા શરીર-મનનું ઘડતર એકબીજાની સમન્વિત રીતે થયેલું છે. અર્થાતુ શરીરને એકેએક અવયવ એકેએક માનસિક શક્તિ સાથે સમન્વિત છે. એટલે તમે ઉતાવળ કરીને એક ટોન્સિલ કે એક એપેન્ડિકસ કાપી નાખે, તેની સાથે મનના સમગ્ર ઘડતરમાંથી પણ તમે કશુંક કાપી નાખ્યું, એમ તમારે માનવું જ રહ્યું. ઉપરાંત જે દવાઓ ખાઈને આપણે રોગને ઉપચાર કર્યો એમ માનીએ છીએ, તે દવાઓથી ઘણી વાર મૂળ રોગ કરતાં વધુ ખરાબ રોગ શરીરમાં ન ઊભો કરતા હોઈએ છીએ! ઘણા સુધરેલા કહેવાતા દેશમાં આજે ‘દાકતરોએ ઊભા કરેલા રેગ' (IATROGENIC)ની જ સંખ્યા વધતી જાય છે. તેથી હું દવાઓ છાડી લોકોને કુદરતે જ શરીરમાં મૂકી રાખેલી ઘા રૂઝવવાની અને રોગ નાબુદ કરવાની શક્તિઓ તરફ સભાન કરવા પ્રયત્ન કરું છું. માનવ સેવાને જ જેણે પિતાની પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવ્યું છે. એવા “સંત” કહેવાને લાયક ડૉ. ભમગરાનાં વક્તવ્યોમાંથી વાનગીરૂપે કંઈક ગુજરાતી ભાષામાં ઉતારવાનો અને પ્રયત્ન કરે છે. આશા છે કે, ગુજરાતી વાચક શ્રી. ભમગરાના અનુભવ-જ્ઞાનને યથોચિત લાભ એથી ઉઠાવી શકશે. તા. ૧૦-૩-૮૬ ગોપાળદાસ પટેલ Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક પુત્ર છે. પટેલનું નિવેદન ગાંધીજી અને તેમના કેટલાક ચુનંદા સાથીઓએ કુદરતી ઉપચારની પદ્ધતિને નવો ઓપ આપીને તેને પ્રાણવાન બનાવી છે. આપણા સૌના જીવનમાં આ એમણે એક કાયમી અને અમૂલ્ય ઉમેરો કરીને સૌને ધન્ય કર્યા છે. કુદરતી ઉપચાર પદ્ધતિ માનવપ્રાણીને (શરીરમન અને આત્મા એમ) ત્રિમૂર્તિરૂપ ગણવા ઉપર જ રચાયેલી હોઈ, ત્રણને સમન્વિત ઉપચાર કરવામાં માને છે. અર્થાત્ પગને ઉપચાર કરવા માટે તે તેના બાહ્ય પૂલ લક્ષણો સાથે જ છેડછાડ કરીને બેસી નથી રહેતી. તેમ જ આરોગ્ય પ્રાપ્ત કરવાને તે કઈ ટુંકે ને ટચ માર્ગ બતાવવાનો દાવો પણ નથી કરતી; કારણ કે એવો કોઈ ટૂંક માર્ગ છે જ નહિ. કુદરતી ઉપચાર-પદ્ધતિ તર્કશુદ્ધ, ડહાપણભરી તથા વૈજ્ઞાનિક છે. કદાચ એ પ્રશ્ન કરવામાં આવે છે, જો કુદરતી ઉપચાર-પદ્ધતિ આવી કાર્યક્ષમ અને તર્કશુદ્ધ છે, તો તે લોકપ્રિય કેમ નથી બની? તેને જવાબ એટલો જ છે કે, રોગી પાસે તે મોટું બલિદાન માગે છે: સમયનું બલિદાન અને ખોટી – નુકસાનકારક ટેવો છોડવાનું બલિદાન! કુદરતી ઉપચાર-પદ્ધતિ રેગી “પિતાના પ્રયત્નથી આરોગ્ય પ્રાપ્ત કરે એવી અપેક્ષા રાખે છે. તે તેની પાસે આત્મ-સંયમ અને આત્મ-નિયંત્રણની અપેક્ષા રાખે છે. તે તેને શાપરૂપ નીવડનારા ભેગ ભોગવવા દેતી નથી – જેવા કે ધૂમ્રપાન અને મદ્યપાન;- જે ભાગે કાયમી આરોગ્ય અને સુખને ભેગે ક્ષણિક સુખ જ આપે છે. વળી મોટા ભાગના દરદીઓ અધીરા બની ગયા હોય છે; તેમને ‘ઉતાવળે આંબા પકવી દેવા' હોય છે. લિોકોમાં આરોગ્ય અંગેની બાબતોનું અજ્ઞાન ચકાવી મૂકે તેવું છે; ઉપરાંત અભણ લોકો કરતાં ભણેલા ગણાતાઓને સમજાવવા એ વળી વધુ અઘરું છે. ગાંધીજી ૧૯૦૬ થી ૧૯૪૮ સુધી સતત આરોગ્ય અંગે ચિંતનમનન કરતા રહ્યા હતા. “આગ્યની ચાવી” એ પુસ્તક ગાંધીજીની આપણને મોટામાં મોટી દેણ છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારો! હર્બર્ટ સ્પેન્સરે કહ્યું છે, “માનવમાં એક તત્ત્વ એવું રહેલું છે, કે જે બધી માહિતી મેળવવામાં તેને અવરોધરૂપ બની રહે છે; બધી દલીલે સામે આડશરૂપ બની રહે છે; અને તેને સદાકાળ અંધારામાં જ રાખે છે. તે તત્ત્વ છે – પૂરતી તપાસ કરતાં પહેલાં જ કોઈ વાતને વખોડી કાઢવી તે!' કુદરતી ઉપચાર-પદ્ધતિને ભૂતકાળમાં એ રીતે જ વખાડી કાઢવામાં આવી છે. પરંતુ ભવિષ્યમાં તેમ હરગિજ બનવાનું નથી; કારણ કે કુદરતી ઉપચાર-પદ્ધતિ હવે કાયમ રહેવા માટે આવી છે! હવે તેના વિના માણસજાતનું ગાડું ગબડે તેમ નથી. ૧૨૦ શ્રી, ભમગરા 'નેચર કયૉર કિલનિક' (કુદરતી ઉપચાર-કેન્દ્ર) ચલાવનારા દાક્તર છે. પરંતુ માણસના રોગને તે માત્ર શારીરિક કે ભૌતિક વિકૃતિ ગણવાને બદલે તેના માનસિક, નૈતિક અને આધ્યાત્મિક ‘ અપરાધ'નું પણ પરિણામ માને છે. પ્રાચીન આયુર્વેદ પણ રોગને ‘પ્રજ્ઞાપરાધ ’ (પ્રજ્ઞાએ કરેલા અપરાધ) ગણે છે. માનવ કેવળ જડ ભૌતિક શરીર જ નથી; તેથી તેના રોગના ઉપચાર કરવા માટે તેના મન તથા અધ્યાત્મ સુધી પણ પહોંચવું જોઈએ : અને અધ્યાત્મમાં નીતિનેા ખ્યાલ આવી ગયા! તેથી શ્રી. ભમગરા માનવના ઉપચાર માટે માનવના તન-મન-અને ધનને પણ આવરી લઈને, આરોગ્ય માટે સૌએ ધન -શુદ્ધિ પણ સાધવી પડે એમેય કહે. અને તેથી તે તમારી જાતને ‘ધન’ના ટ્રસ્ટી માનવાની સલાહ પણ તમને આપે, કારણ કે, ધનની બાબતમાં ‘ટ્રસ્ટી’પણાના ભાવ સ્વીકારતા થા, તો જેમ તેના ઉલ્ભાગની બાબતમાં મર્યાદા આવી જાય, તેમ તેને મેળવવાની બાબતમાં પણ આવી જ જાય : જે ધન આપણું નથી – જેના માત્ર આપણે ટ્રસ્ટી જ છીએ, એ ધન પછી ખોટે રસ્તે મેળવવાનું પણ ન જ હોય. આમ, તમારા ઉપચાર કરતી વેળા શ્રી. ભમગરા તમારા તનને-મનને-અને ધનને પણ તપાસે! પ્રાચીન ઋષિની જેમ આ નવા ભારતીય ઋષિ ઉપચાર વખતે રોગોનું શારીરિક, નૈતિક, માનસિક અને આઘ્યાત્મિક કારણ તપાસવા સુધી પહેાંચે છે. ડૉ. ભમગરાનાં વક્તવ્યો અને લખાણા ઉપરથી સંકલિત કરીને આ પુસ્તક પ્રસિદ્ધ કરતાં આનંદ થાય છે. એમના વિચારોને જુદા જુદા ફકરારૂપે ગાઠવીને રજૂ કરવાથી વાચકને વધુ સગવડ થશે એમ માનીને સંપાદકે એ રીત અખત્યાર કરી છે. શ્રી. નાની પાલખીવાલાનું પુસ્તક ‘વી ધ પિપલ ... રજૂ કરતી વેળા સંપાદકે એ જ રીત અખત્યાર કરી હતી, અને તે બાબત ાચકોને સારો પ્રતિભાવ સાંપડયો હતો, Page #142 -------------------------------------------------------------------------- ________________ ડૉ. ભયગશ ૧૧ અહીં સાથે સાથે વાચકને બીજી ખુશખબર પણ જણાવવાનું મન થાય છે. આચાર્ય શ્રી. જે. બી. કૃપલાની અને મગનભાઈ દેસાઈ મેમેરિયલ ટ્રસ્ટે, અમદાવાદની પશ્ચિમે સેટેલાઈટ વિસ્તારમાં, જોધપુર હીલની તળેટીમાં, રામનામ' નામના કુદરતી ઉપચારના એક આશ્રમી પદ્ધતિવાળા સેનેટોરિયમના ડૉ. એમ. એમ, ભમગરાના શુભ હસ્તે તા. ૨–૩–'૮૬ના રોજ મંગલ પ્રારંભ કર્યા છે. આ કેન્દ્ર દ્વારા લોકોનાં મન કુદરત તરફ પાછાં ફ્રે, તેમનાં જીવન કુંદન [સર્વાંગ-સુંદર ] થાય, તથા તે તમામ પ્રકારના હઠીલા રેગામાંથી છુટકારો મેળવે, તેવા તમામ પ્રયત્ન કરવામાં આવશે. આ કેન્દ્રની સારવાર અને પ્રવૃત્તિ અંગેનું વિગતવાર બોધપત્ર બે રૂપિયાની ટિકિટ બીડવાથી ટપાલ દ્વારા મેકલી આપવામાં આવશે; અથવા ટ્રસ્ટના કાર્યાલયમાંથી રૂબરૂ પણ મેળવી શકાશે. કેન્દ્રમાં હાલ ૧૫ પથારીની સગવડ છે, જેમાં ભાઈઓ અને બહેને માટે અલગ વ્યવસ્થા છે. સ્પેશ્યલ રૂમની પણ વ્યવસ્થા છે. કેન્દ્રમાં દરી માટે રહેવાની, જમવાની, વ્યાયામની, ઉપચારની અને હરવાફરવા માટે સુંદર અને વિશાળ બાગબગીચાની સગવડ છે. આઉટડોર દરીને કેન્દ્રમાં રાજ સવારમાં ૯ થી ૧૨ તપાસીને આહાર-ઉપચાર અંગે સલાહ – માર્ગદર્શન આપવામાં આવે છે. તા. ૨-૪-’૨૬ પુ॰ છે. પહેલ ડૉ. ભમગરા [અર્વાચીન ભારતીય ઋષિ] પાતળા દેહ, દિવસના ગમે ત્યારે મળે ત્યારે જાણે કે હમણાં જ નાહીને આવ્યા હાય ઍટલી સ્ફૂતિ, અવાજમાં આવેશ નહીં કે એને આધારે થત કોઈ આરોહઅવરોહ નહીં, ચામડીના રંગ અને નાકથી ઓળખાઈ આવે કે પારસી છે — પણ તત્ત્વજ્ઞાનની વાત કરે ત્યારે આ છે કે તે છે – એવા કેટલાયે ‘છે.' ખરી પડે અને એક સાધકની પ્રતીતિ આપે, એ ડૉકટર મહેરવાન ભમગરા મળવા જેવા માણસ છે, બહુ ઓછાત્રાલા છે. સામાન્ય માણસ કલાકમાં જેટલા શબ્દો બોલતા હશે— એટલા શબ્દો એમને બેંક દિવસ ચાલે. પેતે ડૉકટર છે અને મુંબઈમાં નિસર્ગોપચારનું કિલનિક ચલાવે છે એટલે દેખાઈ આવે એવી – અદેખાઈ આવે એવી પરેજી પાળે છે. ટૂંકમાં, બાલવામાં કે ખાવામાં જીભને પૂરતા સંયમ. જે વ્યક્તિ Silence absorb કરી શકે – મૌનને આત્મસાત્ કરી શકે તે પ્રમાણમાં સહેલાઈથી ડૉ. ભમગરાને પામી શકે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! પરદેશ એમને અવારનવાર આમંત્રણ આપે છે– પણ એને એમને નો નથી. એક વાર પરદેશ ગયા પછી કેટલાય માણસે ત્યાં કોઈ એવા સંબંધો બાંધી આવે છે કે પોતે ત્યાં છાશવારે જઈ શકે એને એક નકશો તૈયાર કરી દે છે. ભમગરાને આવી કોઈ ફરવાની કે પરદેશી સ્થળની ઘેલછા નથી. જયાં હોય ત્યાં કામ મહત્ત્વનું છે. પરદેશ જઈ આવેલા કેટલાયે માણસને “હું જ્યારે લંડનમાં હતો, હું જ્યારે પૅરિસમાં હતું, કે હું જયારે ન્યૂયોર્કમાં હતો.' – એમ કહીને વગર ગુલાલે હોળી રમત જોઉં છું ત્યારે આપણા લોકોની સામાને આંજવાની વૃત્તિ માટે દુઃખ થાય છે, દયા આવે છે. ભમરા મસાજ કરતા હોય કે લાઈટ આપતા હોય – આપણને એ અનુભવ થાય કે જાણે કે કાર્ય દ્વારા તેઓ ચૂપચાપ પ્રાર્થના કરતા હેય છે. શ્રી. બંસીલાલ દેસાઈ નામના શિક્ષકની એમના ઉપર ભારે અસર પડી છે. રજનીશજીથી ભમગરા પ્રભાવિત છે. રજનીશજીની વાણી પાછળ ધબકતા તત્વજ્ઞાન સાથે ભમગરને સંબંધ છે. એ વાણી પાછળ ક્યારેક ચબરાકી દેખાય છે–એનાથી ભાંગરા વાકેફ છે. તત્ત્વજ્ઞાન, યોગ અને સંગીત – એમને માટે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેવાં છે. ડૉક્ટરે કવિતા પણ લખીતી અને ચિત્રો પણ દેયતાં. દરદીના અસાધ્ય રોગને જ્યારે તે મટાડી શકે છે ત્યારે કોઈ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હોય એટલો એમને આનંદ થાય છે. ડૉ. ભમગરાએ અનેક પરિચય પુસ્તિકાઓ લખી છે. ઉપવાસ દ્વારા આરોગ્ય’ નામની પુસ્તિકામાંથી એક અવતરણ આપુ છું: જ્યાં અવકાશ છે ત્યાં આરામ છે. માનવી માનવી વચ્ચે પણ અવકાશની જરૂર છે. માનવીનાં મકાન વચ્ચે પણ અવકાશ જરૂરી છે: માનવીના વિચારો વચ્ચે પણ અવકાશની આવશ્યકતા છે: માનસિક આરામ માટે જ નહીં, બલકે વિચારોની શુદ્ધિ માટે પણ વિચારો વારંવાર રોકતા રહેવાની, મન શૂન્ય કરવાની, ચિત્ત શાંત કરવાની જરૂર છે.” એક ભોજનથી બીજા ભોજન વરચે પણ અંતર – અવકાશ જરૂરી છે. ભોજન-ભોજન વચ્ચે જ નહીં, પરંતુ એક કોળિયા અને બીજા કેળિયા વચ્ચે પણ થોડું અંતર હોય તે રાકનું પાચન સુધરે છે.' કેવળ શરીર નહીં કે કેવળ મન નહીં – એવા મનુષ્યની આચારસંહિતાનું એક પાનું ઊઘડતું અહીં જોઈ શકાય છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ભારેભાર સેનાને ભૂલે” કેટલાક ડૉક્ટરોને એવી કુટેવ હોય છે કે ફલાણ નેતા કે ઢીંકણે અભિનેતા એમને દરદી છે. દરદીની Rflected glory માં Shine થવાને અવગુણ ડૉ. ભમગરાને નથી. ફોટોગ્રાફીને પણ ડૉ. ભીમગરાને શેખ છે. એક વાર કહે કે મારી પાસે વૃક્ષની એક છબિ છે. લોકો વૃક્ષ પર પિતાનાં નામ લખે છે. એવા નામથી કોતરાયેલા વૃક્ષની એક છબિ છે. સામાન્ય માણસને આ કુટેવ માટે શું કામ દોષ દેવો? છેવટે તો કાગળનું મુળ પણ વૃક્ષ જ છે. બીજા બધા માણસે પિતાનું નામ છપાય એના આગ્રહીઓ હોય છે. આ બધા માણસો પેલા વૃક્ષ પર નામ લખનારાથી ક્યાં જુદા છે? નામને મોહ ડૉ. ભમરાને નથી અને એટલે જ એમને એક વખત એવું વિચાર આવે કે આપણે નામ છપાવીએ છીએ, પણ આપણે નામ અંતે તો આપણી જ માતા તરફથી મળેલું “ચુડા નેઈમ' છે. મને ડો. ભમગરા ગમે છે, કારણ કે મને એમાં ઓગળેલા અહંકારના સ્વસ્થ પ્રવાહનું દર્શન થાય છે. કાર્યના એમના વહેણમાં પ્રભુના નામની રટણાની ધૂન મચેલી જોઈ શકાય છે. - “આરોગ્ય વિજ્ઞાનમાંથી). - સુરેશ દલાલ “ભારભાર સોનાને મૂલ” શ્રી. ગોપાળદાસ પટેલે ડૉ. એમ. એમ. ભમરાના બે પુસ્તકોને ભાભાર સોનાને મૂલે આકીને તેમનાં લખાણોમાંથી સંકલિત કર્યો છે: ૧. એક ઝલક આરોગ્ય વિજ્ઞાનની અને ૨. યોગ અને સાચું પર્યાવરણ-વિજ્ઞાન. આ પુસ્તકોની શ્રી. ગોપાળદાસ પટેલની પ્રસ્તાવના ગુજરાતી વાચકને અત્યંત ઉપયોગી થાય એવી છે, તે અત્રે રજૂ કરીએ છીએ. બીજું શ્રી. રમણલાલ એન્જિનિયરનાં કુદરતી ઉપચારનાં ઢગલાબંધ પુસ્તકો પ્રસિદ્ધ કરાવી તેમણે એકવીસમી સદીના ગુજરાતી વાચક ઉપર માટે ઉપકાર કર્યો છે. તે માટે ગુજરાતી વાચક તેમને કાયમી ઉપકાર માનશે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ઋષિ ડૉ. ભમગરાને ધન્યવાદ ! [શ્રી. ગેાપાળદાસ પટેલની પ્રસ્તાવના] ૧. ગાંધીજીના હાથમાં શ્રી. થર્સ્ટને લખેલી ‘ફિલૉસૉફી ઑફ મેરેજ નામની ચેાપડી આવી કે તેને વાંચતાં વેંત તે બોલી ઊઠયા. “ ભારાભાર સાનાની કિંમતે મૂલવી શકાય એવું આ પુસ્તક છે.” શ્રી. થર્સ્ટન એશિયા તરફના દેશમાં મિલિટરી સર્વિસ બજાવી ગયેલા અંગ્રેજ અફસર હતા. તેમણે એશિયા તરફના દેશામાં નવ-પરિણીત પતિ-પત્નીને એક જ પથારીમાં ભેગાં સુવાડવાના રિવાજ સામે એ ચાપડીમાં આકરી ટીકા કરી છે; અને અતિ આવશ્યક ચેતવણી પણ આપી છે. તેમણે એટલે સુધી કહી દીધું છે કે, પતિ-પત્નીએ રોજ એક પથારીમાં ભેગાં સૂવું, એ વેશ્યાગમન કરતાંય બદતર વસ્તુ છે; અને પ્રજાને નિર્વીર્ધ – નિર્માલ્ય બનાવી દેનાર એના જેવી બીજી કોઈ વસ્તુ નથી. શ્રી. થર્સ્ટને તે પછી પેાતાના રહેવાના મકાન વગેરેના ફોટા આપીને જણાવ્યું છે કે, અમે પતિ-પત્ની એક પથારીમાં તો શું પણ એક એરડામાં પણ, સાથે સૂતાં નથી. એ રીતનું આવશ્યક અંતર રાખવું એ પતિ-પત્નીના સુખ-પ્રેમની વૃદ્ધિ-ખાતર તથા તેમને તેમના જીવનનાં કર્તવ્યો ભલી પેરે બજાવવા યાગ્ય અર્થાત્ લાયક રાખવા ખાતર પણ અત્યંત જરૂરી છે. ૨. શ્રી. થર્ટનના પુસ્તક માટે ગાંધીજીએ વાપરેલા શબ્દો અત્રે યાદ કર્યા, તેનું કારણ એ છે કે, ડૉટ્ શ્રી. એમ. એમ. ભમગરાએ ઈ.સ. ૧૯૭૩માં ‘સ્વામી સત્યાનંદ ગાલ્ડન જ્યુબિલી કન્વેન્શન', બિહાર સ્કૂલ ઑફ યોગ – મે(ઘીર (બિહાર) માટે ખાસ તૈયાર કરેલ ૧૦ ફુલ્સકેપ પાનનું ટાઈઝ્ડ – સાઇકલાસ્ટાઈલ કરેલું ચાપાનિયું તાજેતરમાં હાથમાં આવતાં, તેને વાંચતાં લૈંત, મારા માંમાંથી પણ અચાનક એવા શબ્દો નીકળી પડવા કે, આ ચેાપાનિયું ભારોભાર સાનું આપીને તાળી લેવા જેવું છે! ૩. ડૉ૦ શ્રી. ભમગરાના ચાપાનિયાને વિષય છે– YOGA AND ECOLOGY' અર્થાત્ ‘યોગ અને (સાચું) પર્યાવરણ-વિજ્ઞાન.’ એ મથાળું વાંચીને સહેજે પ્રશ્ન થાય કે, વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન. તેને ૧૨૪ Page #146 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ઋષિ ડૉ. ભમરાને ધન્યવાદ! ૧૨૫ વળી “સાચું” એવું વિશેષણ લગાડવાની શી જરૂર? પરંતુ મેઢેથી પર્યાવરણવિજ્ઞાન' એવા શબ્દો બોલ્યા એટલે કશું નીપજી જતું નથી. શ્રી. ભગગરાને કહેવાનો આશય એ છે કે, યોગ વિના સાચું પર્યાવરણ વિજ્ઞાન સંભવી શકે નહિ; અને યોગી જ સાચો પર્યાવરણ-જ્ઞાની છે! ૪. બાકી આજે તે દેશને કોઈ પણ વડો કે નાના પ્રધાન દેશના પર્યાવરણમાં થયેલા અસહ્ય બિગાડની વાત કરી. ટી.વી. કેમેરાવાળાઓની પલટણે તાકેલા કૅમેરાઓ હેઠળ એક કે બે છોડવા રોપીને પર્યાવરણ સુધારવાની કે ગંગા નદીના વારાણસીના ઘાટ આગળ “સંસ્કારી કાર્યક્રમોના નાચ-ગાન સાથે ગંગા નદીનું પ્રદૂષણ દૂર કરવાની વાત કરે, તેથી શું નીપજે વારુ? ૫. કેઈ વિજ્ઞાની કે કોઈ રાજકારણીને પર્યાવરણને સુધારવા માટે લાયક કે સાચે ગણી શકાય નહીં પેગી જ સાચો પર્યાવરણ-જ્ઞાની હોઈ શકે. અને એ વાત સમજવી હોય તો સમજાય તેવી છે. કારણ કે, વિજ્ઞાનીઓએ જ પર્યાવરણને નાશ કરનારી – જંગલોને નાશ કરનારી – નદીઓને પ્રદૂષિત કરનારી વિજ્ઞાન-ટેકનોલોજી અર્થાતુ યંત્રો અને કારખાનાં આપ્યાં છે; તથા વિકસિત કહેવાતા દેશોએ જ એ વિજ્ઞાનીઓને અબજોની મદદ કરીને એ બધા વિનાશક – વિઘાતક સાધને તયાર કરાવ્યાં છે. આપણે ન વડો પ્રધાન વિકસિત દેશોની એ ટેકનોલૉજીને જ દેશમાં લાવીને પાછા સાથે સાથે પર્યાવરણ સુધારવાની વાત કરે છે! ૬. ગરીબીને દૂર કરવાની સાચી ખેવનાવાળો એક ગાંધી જ જીવનભર એક લંગોટ જેટલું વસ્ત્ર પહેરીને, ગરીબોને રોજી-રોટી ભેગા કરવા, ચરખાસંસ્કૃતિના ભલામણ કરતો રહ્યો. તેની સાથે, દૂરદર્શનના કૅમેરા સહિત ગરીબોનાં ઝુંપડાંમાં ફરી આવવાનો દેખાવ કરી આવનારા રાજકારણીઓ બીજે દિવસે પરદેશી આધુનિક ટેકનોલોજી માટે દેશના અબજો રૂપિયાનું આંધણ કરી, “ગરીબોને વધુ ગરીબ અને પૈસાદારોને વધુ પૈસાદાર ” બનાવવાના વેંતમાં જ પડી જાય છે, તે વાત સરખાવો ! અને ગરીબોનાં ઝૂંપડાંની મુલાકાત કરતાં, પરદેશોમાં રાજવીઓના મહેલોની તેમની મુલાકાતે કેટલા ગણી વધારે હોય છે, તેની પણ સરખામણી કરી જુઓ! ૭. પણ હવે શ્રી. ભમગરાની “યોગ” અને “યોગી ની મૂળ વાત ઉઘર જ આવીએ. શ્રી. ભમગરા માટે યોગ એટલે આસન – પ્રાણાયામ કે જુદા જુદા યમનિયમ માત્ર નથી. તે બધું તે યોગનાં આઠ અંગેમાં શરૂઆતની – મદદરૂપ નીવડી શકે તેવી – બાબતે માત્ર છે. આજકાલ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારશ = આસન – પ્રાણાયામની કસરતા તા પરદેશમાં નાચનારી કે ખેલાડીઓ પણ અપનાવી રહ્યાં છે. એ શારીરિક કસરતના પણ યાગમાં ઉપયોગ છે જ; પણ ખરો યાગ તો ધ્યાન-સમાધિ જ સમગ્ર સૃષ્ટિ કે જીવનથી વ્યક્તિનું જુદાપણું કે અહંપણું દૂર કરી, સમગ્ર સાથે એકાત્મભાવ પ્રાપ્ત કરાવે છે. વ્યક્તિના અહંભાવ – ego – ૪ સમગ્ર સૃષ્ટિ કરતાં જુદાપણાને ખ્યાલ ઊભા કરાવીને – અરે, સમગ્ર સૃષ્ટિને પોતાના ઉપભાગ માટેની અને માલકીપણા માટેની વસ્તુ ગણાવીને તેની મારફત સમગ્ર સૃષ્ટિનું શોષણ અને વિનાશ નિપજાવે છે. - ૮. અફાટ પાણીવાળું એક સરોવર કલ્પા. પછી માટીના એક ઘડો લાવી તેમાં સરોવરમાંથી પાણી ભરો. તરત જ એ ઘડામાંનું પાણી આખા સરોવરના પાણી કરતાં જુદા આકાર, જુદા ગુણધર્મ, અરે જુદી કાર્યક્ષમતા ધારણ કરશે. પણ ખરી રીતે એ પાણી સરોવરના પાણી કરતાં જુદું છે જ નહિ ! એ ઘડાનું ઢીંકરું તે! આપણે આપણાં વિશિષ્ટ પ્રયોજનાને અનુલક્ષીને ઊભું કરેલું કૃત્રિમ કાટલું છે. તે કોટલું ફોડી નાખીએ, તે એ પાણી સરોવર સાથે જ પાછું એકરૂપ થઈ જાય ! તેવી જ રીતે સમગ્ર જીવન સૃષ્ટિમાંથી આપણે આપણા કૃત્રિમ અહંભાવ – ego – ઊભા કરીને જ જુદાપણું માની બેઠા છીએ. અને એ અહંભાવ – આપણા એ જુદા જીવભાવ જ – પછીની આપણી બધી યાતના, મૂર્ખાઈ અને ભ્રમણાઓનું મૂળ બની રહે છે. પરિણામે આપણે માનવ – માનવ વચ્ચે તે શું, પણ સમગ્ર પ્રાણી-જગત કે સમગ્ર સૃષ્ટિથી અલગપણાના ઘમંડમાં આવી જઈ, આખી સૃષ્ટિને આપણા ઉપભોગ માટેની ચીજ માનીને તેના ઉપર રાત અને દિવસ અત્યાચાર કરીએ છીએ. ૯. અહીં આગળ જ શ્રી. ભમગરા ભાર મૂકીને કહી દે કે, એ અહંભાવને દૂર કર્યા વિના આપણા છૂટકો થવાના નથી. કારણકે, તેમ કર્યા વિના આપણી યાતનાઓના અને મૂર્ખાઈના છેડો આવવાના નથી. એ અહંભાવ દૂર કરવાના એકમાત્ર માર્ગ ‘યોગ' છે. કારણકે, માગ એટલે ધ્યાન-સમાધિ; અર્થાત્ જે સ્થિતિએ પહોંચતાં વેંત ઘડાના ઢીંકરા જેવું આપણું એ કૃત્રિમ અહંપણું દૂર થઈ જતાં સમગ્ર ચેતના સાથેના આપણા એકાત્મ ભાવ પ્રગટ થાય છે. ત્યારે જ આપણે પ્રાણીમાત્ર તે શું પણ અમાત્ર સાથે એકાત્મભાવ અનુભવીએ છીએ; અને પછી કોઈ પ્રાણીની હિંસા કરવાની કે કોઈ પદાર્થના ઉપભાગ કે નાશ કરવાની ભાવના જ બાકી રહેતી નથી. જયાં બધું જ એક આત્મારૂપ બની ગયું, ત્યાં કોણ કોને મારે કે ભાગવે? Page #148 -------------------------------------------------------------------------- ________________ ભારતીય ઋષિ ડૉ. ભમરાને ધન્યવાદ! ૧૨૭ ૧૦. તેથી જ શ્રી. મગરા એમ કહે કે એ એકાત્મભાવને અનુભવ પ્રાપ્ત કરનાર યોગી જ આખી સૃષ્ટિ પ્રત્યેને જુદાપણાને – ભોક્તાપણાને ભાવ મિટાવી શકતો હોવાથી, સમગ્ર સૃષ્ટિ પ્રત્યે યથાર્થ – સાચો – ભાવ ધારણ કરી શકે. ૧૧. તેની સરખામણીમાં ભ્રષ્ટ રાજકારણીઓ અને ભાડૂતી વૈજ્ઞાનિકોની ચાલુ કારવાઈ તપાસે. સાચા પર્યાવરણ-ત્તાઓ હવે એટલું તે સ્પષ્ટપણે કહેવા લાગ્યા છે કે, સૃષ્ટિના પદાર્થોને ઉપભેગ અને નાશ આજની ઝડપે ચાલ્યા કરશે, તે આખો પૃથ્વીગ્રહ એક સૈકા જેટલા સમયમાં તે “હિતે – ન હતો” થઈ જશે. પૃથ્વીના ખનિજ પદાર્થો વનસ્પતિની પેઠે દર માસમે નવા પેદા થતા નથી. છતાં લોખંડ, કોલસા, પેટ્રોલ વગેરે બીજા ખનિજ પદાર્થો પહેલાં કદી નહેતા વપરાયા તેટલા મોટા પ્રમાણમાં હાલ વપરાતા જાય છે, અને નાશ પામતા જાય છે. ખનિજ પદાર્થો તો પૃથ્વીના શરીરના બંધારણના મુખ્ય ભાગરૂપ ધાતુ કહેવાય. એટલે શરીરની ધાતુઓ ક્ષીણ થઈ જતાં જેમ છેવટે ક્ષયરોગ શરીર ઉપર ફરી વળે છે. તેમ પૃથ્વીની ધાતુઓ પણ ક્ષીણ થઈ જતાં, છેવટે, પૃથ્વીનું પેટાળ ફાડીને લાવારસ જ પુટવી ઉપર ફરી વળે ! કવિવર ટાગોરે ચંદ્રની બાબતમાં તેમના એક નાટકમાં એવી જ કલ્પના કરી છે. ચંદ્રકની પ્રજાએ આખા ગ્રહની ખનિજ સંપત્તિ એટલા મોટા પ્રમાણમાં વાપરી – વેડફી નાખી, કે પછી આખા ગ્રહ ઉપર જવાળામુખીનાં ભગદાળાં જ છવાઈ રહ્યાં. ૧૨. અને તેથી જ અહીં આગળ “યોગ'ની આવશ્યકતા આવીને ઊભી રહે છે. યમ-નિયમ વગેરેથી નિયંત્રિત તથા એકાત્મભાવના આધ્યાત્મિક અનુભવ ઉપર મંડાયેલ જીવન જ અત્યારે પૃથ્વી ગ્રહ ઉપર જે બળાત્કાર (Rape) – અત્યાચાર આચરાઈ રહ્યો છે, તેમાંથી સૌ કોઈને પાછા વાળી શકે. બાકી આજકાલના વિજ્ઞાનીઓ અને રાજકારણીઓ તે વધુ ને વધુ હિસા - યુદ્ધ – વિનાશ તરફ જ લોકોને દેરી જવાના. જુઓને આજનો ના વડા પ્રધાન દેશને આધુનિક વિજ્ઞાન-ટેકનોલૉજીની ૨૧ મી સદી તરફ દેશ જવાની જ વાતે – આવ્યો છે ત્યારનો – કરવા લાગે છેને! એ સૌની સામે ઊભા રહી “ગ'-સમાધિને અને તેના આનુષંગિક યમ-નિયમને પર્યાવરણના – અરે, માનવજાતના ઉદ્ધારના એકમાત્ર સાધન તરીકે રજૂ કરવાની હિંમત અને શાણપણ દાખવનાર ડૉ૦ શ્રી. ભગવાને ધન્યવાદ આપ્યા વિના રહેવાતું નથી. “યોગ અને સાચું પર્યાવરણ-વિજ્ઞાનમાંથી) - ગેપાળદાસ પટેલ Page #149 -------------------------------------------------------------------------- ________________ સંયમ એ જ જીવનને નારો બુલંદ કરે [ પ્રકારક છે. પુ છોપટેલનું નિવેદન] ટંકારવ' માસિકમાં હપતાવાર પ્રસિદ્ધ થયેલી આ લેખમાળાને પુસ્તકરૂપે પ્રગટ કરવામાં આવે છે. સંપાદકે ડૉ. ભીમગરાના મૂળ રોપાનિયાને “સેનાને મૂલે’ આંકવા જેવું જણાવ્યું છે, તે વાત સાથે પુસ્તક વાંચનાર પણ સંમત થયા વિના નહીં રહે. કારણકે, ડૉ. ભમરાએ આ વ્યાખ્યાનમાં યોગનું તત્ત્વ તથા સાચું પર્યાવરણ-વિજ્ઞાન એ બે મુદ્દા ઉપર જે રીતે ભાર મૂક્યો છે, તે માનવજીવન તથા પૃથ્વી ગ્રહની બાબતમાં જવાબદારીભેર વિચાર કરનારા સૌને યથાર્થ તથા સમયોચિત જ લાગશે. ચિંતન-મનનની આવી સામગ્રી ગુજરાતી વાચક આગળ મૂકતાં અમારી સંસ્થા આનંદ અને ધન્યતા અનુભવે છે. અને તેને ગુજરાતીમાં ઉતારવાની રજા આપી તે માટે ડૉ. ભમગરાના ખાસ ઋણી છીએ. માનવજીવનમાંથી “ગ' ચાલ્યો જતાં તથા અમર્યાદ ઉપભેગ-સામગ્રીના ઉત્પાદનથી પૃથવી ગ્રહના પર્યાવરણને અરે પૃથ્વી ગ્રહને પિતાને માનવે જે પ્રમાણમાં રંજાડવા માંડયો છે, તે ખરેખર ચિંતાજનક છે. અને છતાં ખૂબી એ છે કે, એ આધુનિક ટેકનોલૉજીનાં જ ગુણગાન રાત અને દિવસ સૌના કાનમાં ભર્યા કરવામાં આવે છે. ગાંધીજીને રેંટિયો અને સંયમી – સાદાકર્તવ્યપરાયણ જીવનની વાતો, ટી.વી. અને રેડિયો “એકવીસમી સદી' અને આધુનિક ટેકનોલોજી માટે કરી મૂકેલી કાગારોળમાં ક્યારનાં રોળાઈ ગયાં છે. તે વખતે માનવજીવનની મર્યાદા અને સાર્થકતા વિશે યથાતથ વિચાર રજ કરવા માટે ડૉ. શ્રી. ભમગરાએ “સંયમ એ જ જીવન ને નારો હિંમતભેર બુલંદ કર્યો છે, તે ખરેખર પ્રશંસાપાત્ર છે, કારણકે, પૃથ્વીના પર્યાવરણને બિગાડ અને વિનાશ અટકાવવા હશે, તે માનવે પિતાના જીવનને જ– તન અને મન બંનેને – ધરમૂળથી પલટી નાખવાં પડશે. માત્ર બે-ચાર છોડવા વર્ષમાં એક વાર વાવીને, તથા ગંગાનદીના પ્રદૂષણને દૂર કરવાની વાતો દૂરદર્શનના કેમેરા તથા સંસ્કાર-કાર્યક્રમ કહેવાતા નાચ-ગાન વચ્ચે કરી લેવાથી પર્યાવરણ સુધરવાનું નથી. પર્યાવરણને ૧૨૮ Page #150 -------------------------------------------------------------------------- ________________ માણસ કુદરતનું મેટામાં મેટું પ્રદૂષણ! ૧૨૯ ખરેખર બચાવી લેવું હશે, તે આધુનિક વિજ્ઞાન-ટેકનોલૉજીની પાછળ જે આંધળી દોટ મૂકવામાં આવી છે, ત્યાંથી હિંમતભેર અને ઝડપભેર પાછા ફરવાની તથા માનવજીવનને પર્યાવરણ સહયોગી એટલે કે “સાદું અને સંયમી” બનાવી મૂકવાની જરૂર પડશે. પરંતુ આખી દુનિયાને “પ્રગતિ' કહેવાતા એ “કુધારામાંથી પાછા વાળવાની તાકાતવાળે કોઈ “મહાત્મા’ ગાંધી તે હવે જન્મે ત્યારે ખરો! ભગવાન આપણ સૌને બચાવે ! “યુગ અને સાચું પર્યાવરણ વિજ્ઞાનમાંથી] પુછે છોગ પટેલ માણસ કુદરતનું મોટામાં મોટું પ્રદૂષણ! આપણું અસ્તિત્વ પૂરેપૂરું પુછવી ઉપરની વનસ્પતિને અવલંબેલું છે. કારણકે, આપણે જે કંઈ આહાર ખાઈએ છીએ, જે કાંઈ પાણી પીએ છીએ, કે જે કંઈ ઑકિસજન વાયુ (O2) શ્વાસમાં લઈએ છીએ, તે બધું વનસ્પતિ જ આપણને સીધેસીધું કે આડકતરી રીતે પૂરું પાડે છે. પૃથ્વી ઉપરની બધી શક્તિ મુખ્યત્વે સૂર્યમાંથી આવે છે; પરંતુ આપણું ઘડતર એવું થયેલું છે કે, આપણે તે શક્તિ (મોટે ભાગે) સીધેસીધી ઉપયોગમાં લઈ શકતા નથી. છોડવા, ઝાડવાં અને વૃક્ષો જ સૂર્ય પાસેથી મળતી શક્તિનું આપણે ખાવાના ઉપયોગમાં લઈ શકીએ તેવા પદાર્થમાં રૂપાંતર કરી આપે છે. | વનસ્પતિ સૃષ્ટિ આપણને ખાવા-પીવાનું પૂરું પાડે છે, એટલું જ નહિ પણ, વાતાવરણની હવામાંનાં ઝેર પોતાનામાં સમાવી લઈ, આપણું સંરક્ષણ પણ કરે છે. દાખલા તરીકે, “એક મોટું ઝાડ એક ઝતુ જેટલા ગાળામાં વાતાવરણમાંથી ૧૩૦ લિટર જેટલા પેટ્રોલનું સીસું (લીડ') પિતાનામાં સમાવી લે છે. ઝાડ એ ઝેરી ધાતુનું લીડ-ફોસફેટમાં રૂપાંતર કરે છે, જે પાણીમાં ઓગળતું નથી; તથા તેના થડમાં જ સંઘરાઈ રહે છે. ત્યાં તે ઝાડને પિતાને, કોને કે જાનવરને જરા પણ નુકસાન કરતું નથી. જે ઝાડ આ પ્રમાણે આપણું સંરક્ષણ ન કરે, તો આપણે સીસાના ઝેરના ભાગ બનીએ – અર્થાતુ આપણી બરોળને નુક્સાન થાય, આપણું બ્લડપ્રેશર વધી જાય, અથવા આપણા મગજની પ્રક્રિયાને માઠી અસર પહોંચે. ગ અને સાચું પર્યાવરણ-વિજ્ઞાનમાંથી] ડૉ. એમ. એમ, ભમગરા ગુ૦– ૯ Page #151 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક કુદરતી ઉપચારની [ગિદાણજીત નિસર્ગોપચાર દ્વારા રેગમુક્તિ”ને વિક્રમ સંક્ષેપ લેખકઃ વી. પી. ચિદવાણી કિં. ૧૦-૦૦ સંપાદકઃ ગોપાળદાસ ૫ટેલ આવકારઃ વરધીભાઈ ઠક્કર કુદરત તરફ પાછા ફરે [ શ્રી. વરધીભાઈ ઠાકરને આવકાર] ગાંધીયુગના રાષ્ટ્રીય કેળવણીકારો અને સંનિષ્ઠ કાર્યકર તરીકે શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. વિઠ્ઠલદાસ કોઠારી અને શ્રી. ગોપાળદાસ જીવાભાઈ પટેલનાં નામ ગુજરાતમાં ખૂબ જાણીતા છે. ગૂજરાત વિદ્યાપીઠની તેમની પ્રાણવાન અને યશસ્વી કામગીરી, તેમનાં પ્રેરક પુસ્તકો અને પોતાની ટોળીના નાનક-સેવકે ડાંગથી સાબરકાંઠા સુધી રોપી દઈને જનતાની અમૂલ્ય સેવા કરી છે. અને તેમાંય શ્રી. નેપાળદાસ પટેલે તે ધર્મ-સાહિત્ય અને વિશ્વસાહિત્યનો ધોધ વહેવડાવી ગુજરાતી વાચકની ઉમદા સેવા કરી છે. શ્રી, મગનભાઈ પ્રભુદાસ દેસાઈ ગાંધીજીનાં “હરિજન” પત્રોના છેલ્લા તંત્રી, શ્રી. વિઠ્ઠલદાસ કોઠારી માનવ અર્થશાસ્ત્રી અને શ્રી. ગોપાળદાસ જીવાભાઈ પટેલ પોતાની તેજાબી કલમ દ્વારા “સત્યાગ્રહ’ અને ‘ટંકારવ” પત્રો દ્વારા આ ત્રિમૂર્તિએ ગાંધી-મૂલ્યનું આખરી દમ તક બહાદુરીથી જતન કર્યું તે બદલ તેમને વંદન કરું છું. - શ્રી. મગનભાઈ દેસાઈએ પોતાના ગીતા ઉપરના વિવરણમાં શ્રીકૃષ્ણાર્જનસંવાદને યથાર્થ એવું “બુદ્ધિગ' નામ આપ્યું છે. એક વિવેચકે આચાર્ય કે. લક્ષ્મણ શર્માના “પ્રેકિટકલ નેચર ક્યોર' નામના પુસ્તકને કુદરતી ઉપચારનું “મહાભારત' કહ્યું છે. એ જાતની જ પરિભાષા વાપરવી હોય, તે આદરણીય શ્રી. ગિદવાણીજીના આ લોકપ્રિય પુસ્તકને કુદરતી ઉપચારની ગીતા' કહેવી જોઈએ. આ પુસ્તકની અંદર ઉપરાંત આવૃત્તિ થઈ છે. આવા ૧૦ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧ એક ઝલક કુદરતી ઉપચારની સુંદર અને ઉપયોગી પુસ્તકને વિક્રમ સંક્ષેપ પ્રસિદ્ધ કરીને શ્રી ગોપાળદાસ પટેલે ઉત્તમ કાર્ય કર્યું છે. તેને બિરદાવતાં મને આનંદ થાય છે. માનવીના શરીર, મન અને આત્માનું આરોગ્ય સચવાય તેવી નીચે મુજબની ઉપયોગી પુસ્તિકાઓને પણ આ સંસ્થાએ તેના કાર્યક્રમમાં અગસ્થાન આપ્યું છે તે ભારે આનંદની વાત છે. ૧. એક ઝલક - પર્યાવરણ વિજ્ઞાનની (ડૉ. શ્રી. ભમગરા) ૨. એક ઝલક - આરોગ્ય વિજ્ઞાનની (ડૉ. શ્રી. ભમગરા) ૩. એક ઝલક – સર્વાગીણ આરોગ્યની (ડૉ. શ્રી. ભમગરા) (Holistic Health ) ૪. એક ઝલક - રાષ્ટ્રના આરોગ્યની (મૂળરાજ આનંદ). ૫. એક ઝલક – સર્વાગીણ વ્યાયામની (શેલ્ટન). ૬. પ્રાણાયામ (ડૉ. ઉપેન્દ્ર સાંડેસરા ) નવી પેઢીના ઘણા લોકો સ્વ૦ શ્રી. વી. પી. ચિદવાણીથી અપરિચિત હશે. તેઓ શુદ્ધ વૈજ્ઞાનિક કુદરતી ઉપચારના ચિકિત્સક અને કેળવણીકાર હતા. એ પુણ્યાત્માને મારી હૃદયની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું તથા તેમને કોટી કોટી વંદન કરું છું. સૌને કુદરત તરફ પાછા ફરવાની ભગવાન સદબુદ્ધિ આપે એ જ પ્રાર્થના! તા. ૧-૫-૯૭ વરધીભાઈ ઠક્કર માતૃભાષા ગૌરવ-દિન કુદરતી ઉપચારની ગીતા [પ્રકાશક શ્રી. પુર છોપટેલનું નિવેદન] એક વિવેચકે આચાર્ય કે, લક્ષ્મણ શર્માના “પ્રેકિટકલ નેચર કયૉર' નામના પુસ્તકને કુદરતી ઉપચારનું “મહાભારત' કહ્યું છે. એ જાતની જ પરિભાષા વાપરવી હોય, તો શ્રી. ગિજવાણીના પુસ્તકને કુદરતી ઉપચારની “ગીતા' કહેવી જોઈએ. કુરુક્ષેત્રના રણમેદાનમાં સ્વજન-સંહારની કલ્પનાથી ભાગી પડેલા અર્જુનને શ્રીકૃષ્ણ જેમ “ગીતા”ને “બુદ્ધિયોગ' ઉપદેશીને તેને પોતાના સ્વકર્મ – સ્વધર્મને આચરવા માટે તત્પર કર્યો, તેમ શ્રી. ગિજવાણીએ, મા-કુદરત પોતાનાં સર્વ સંતાન માટે સ્વાથ્ય અને જીવનશક્તિને સદા પ્રબંધ કરતી હોય છે છતાં અનેક વ્યાધિગ્રસ્ત ભાઈબહેને અજ્ઞાનને કારણે કુદરત-માતાની એ કૃપાથી વંચિત રહેતાં હોય છે, તેઓ એ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! કુદરત-માતાને ખોળે માથું મૂકીને ગુમાવેલું સ્વાથ્ય પુન: પ્રાપ્ત કરે, એ આશયથી કુદરતી ઉપચારને “બુદ્ધિગ' તેમના પુસ્તક “નિસર્ગોપચાર દ્વારા રોગમુક્તિ’ વડે રજૂ કર્યો છે એ અર્થમાં એ પુસ્તક કુદરતી ઉપચારની ગીતા” છે. શ્રી. મગનભાઈ દેસાઈએ પોતાના ગીતા ઉપરના વિવરણમાં ગીતાના શ્રીકૃષ્ણાન-સંવાદને યથાર્થ એવું “બુદ્ધિગ' નામ આપ્યું છે. પિતાનું પુસ્તક લખતા પહેલાં શ્રી ગિદવાણીએ જાત અનુભવથી કુદરતી ઉપચાર અગે સમજ પ્રાપ્ત કરી લીધી હતી. તથા ત્યાર બાદ કુદરતી ઉપચારની બાબતમાં દુનિયાના વિખ્યાત ચિકિત્સકો અને પ્રગવીરોનાં લખાણોનો અભ્યાસ કરીને પોતાની સમજનું યથોચિત સંશોધન તથા સમર્થન પ્રાપ્ત કરી લીધું હતું. આવા સુંદર અને ઉપયોગી પુસ્તકને સંક્ષેપ કરવાની પરવાનગી આપી, તે માટે શ્રી. ગિદવાણીજીના ખાસ આભારી છીએ. આચાર્યશ્રી જે. બી. કૃપલાની અને મગનભાઈ દેસાઈ મેરિયમ ટ્રસ્ટ તરફથી તા. ૨ જી માર્ચ, ૧૯૮૬ થી “રામનામ” કુદરતી ઉપચાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. એટલે ગુજરાતી વાચકો “કુદરતી ઉપચાર એટલે શું? તથા શા માટે?' એ અંગે માહિતી પ્રાપ્ત કરી શકે. તે અર્થે શ્રી. ગિદવાણીજીના પુસ્તકને સરળ સંક્ષેપ ટ્રસ્ટની “ટંકારવ' માસિક પત્રિકામાં હપતાવાર રજૂ કરવામાં આવ્યો હતો. તેને હવે પુસ્તકરૂપે પ્રગટ કરવામાં આવે છે. ગુજરાતી વાચકો એ ઉપરથી કુદરતી ઉપચાર-પદ્ધતિની માહિતી મેળવવાની સાથે કુદરતી જીવન-વ્યવહાર ઊભું કરી, સ્વકર્મ – સ્વધર્મ બજાવવા માટે પિતાને લાયક તથા સમર્થ બનાવશે, એ આશા સાથે આ પુસ્તક ગુજરાતી બંધુઓને અર્પણ કરીએ છીએ. તા. ૧૫-૮-૮૬ પુછે છે. પટેલ Page #154 -------------------------------------------------------------------------- ________________ ખેરાક અને સ્વાથ્ય ઝવેરભાઈ પટેલ કિ. ૨-૦૦ ખોરાક વિષયક જ્ઞાન સરળ ભાષામાં ગાંધીજીએ શ્રી. ઝવેરભાઈને તેમની ભાવના વિશે નીચે મુજબ પ્રમાણપત્ર આપ્યું છે: ભાઈ ઝવેરભાઈ નો અભ્યાસ કરીને પિતાના આવશ્યક જ્ઞાનમાં વૃદ્ધિ કરી રહ્યા છે. તેઓ આ વૃદ્ધિને ઉપયોગ અને પ્રચાર કરીને સહજ રીતે કરી લે છે. તેઓ પોતાની કે રાષ્ટ્રભાષામાં વિચારે છે, તેથી હજારોની સંખ્યામાં લોકો સહેલાઈથી અપનાવી શકશે. ભાઈ ઝવેરભાઈએ મીઠો નિબંધ રહ્યો છે અને તે દ્વારા ખોરાક વિષયક જ્ઞાન સરળ ભાષામાં રજૂ કર્યું છે. હું આશા રાખું છું કે એને મોટી સંખ્યામાં ઉપયોગ થશે અને એમાં લખેલી સૂચનાઓનો અમલ થશે. લેખકને ઉદ્દેશ ઉપયોગ માટે જ્ઞાન આપવાને છે, પાંડિત્ય માટે નહિ.” આરોગ્યચિતનની રત્નકણિકાઓ ૦ બીમારી માત્ર માણસને માટે શરમની વાત હોવી જોઈએ; બીમારી કોઈ પણ દોષની સૂચક છે. જેનું તન, મન સર્વથા સ્વસ્થ છે તેને બીમાર થવી ન જોઈએ. ૦ માણસે અલ્પ આહાર કરવો જોઈએ અને અવારનવાર ઉપવાસ કરવા જોઈએ. ૦ આરોગ્ય માટે તાજાં ફળ અને તાજ શાક-તરકારી આપણા આહારનો | મુખ્ય ભાગ હોવાં જોઈએ. ૦ વિચારની શુદ્ધિ હોય ત્યાં રોગ અશક્ય બની જાય છે. ૦ સદાચારમાં ઈશ્વરના બધા કાયદા આવી જાય છે. ૦ કુદરતી ઉપચારની પાછળ બધાં શુભ સાહસની પાછળ જોઈએ તેમ તપ જોઈએ. નજર પશ્ચિમ તરફ ન જાય પણ અંદર જાય. ગાંધીજી ૧૩ Page #155 -------------------------------------------------------------------------- ________________ - કટાટી – રાષ્ટ્રના આરાગ્યની " [મૂવરાજ આનદ ↑ “HEALTH CRISIS...”] સ‘પાદક : ગેાપાળદાસ પટેલ કિ. ૨૦-૦૦ પ્રકાશક પુ॰ છેા પટેલનું નિવેદન ‘ટંકારવ' પત્રમાં હપતાવાર પ્રસિદ્ધ થયેલી આ લેખમાળાને ગેાપાળદાસ પટેલ શતાબ્દી પર્વમાં પુસ્તકરૂપે પ્રગટ કરવામાં આવે છે. આ લેખમાળાને ‘ટંકારવ'ના કેટલાક રસિયા વાચકોએ ‘હીરા-માણેકને મૂલે આંકવા જેવું જણાવ્યું હતું. તે વાત સાથે આ પુસ્તકના વાચક પણ “સંમત થયા વિના નહીં રહે. કારણ કે, મૂળ રાજ આનંદે આ પુસ્તકમાં રાષ્ટ્રના આરોગ્ય ઉપર જે રીતે ભાર મૂકથો..છે, તે માનવજીવન તથા પૃથ્વીગ્રહની બાબતમાં જવાબદારીભર વિચાર કરનાર સૌને યથાર્થ તથા સમયે।ચિત જ લાગશે. રાષ્ટ્રના આરોગ્યના ચિંતન-મનનની આવી સામગ્રી ગુજરાતી વાચક આગળ રજૂ કરતાં શતાબ્દી સમિતિ આનંદ અને ધન્યતા અનુભવે છે. મૂળ રાજ આનંદ અને ‘ટંકારવ’ના તંત્રશ્રીએ આ પુસ્તક છાપવાની રજા આપી તે માટે તેમના ખાસ ઋણી છીએ. સુંદર આરોગ્ય પ્રાપ્ત કરવું પડશે, તે માનવે પેાતાના જીવનને જ તન અને મન બંનેને ધરમૂળથી પલટી નાખવાં પડશે. હવે પછી આ માળામાં અનેક દેશે, પ્રજા, સાધુ-સંતા, મહાત્મા અને મહાપુરુષોના ભંડારમાંથી વીણી કાઢેલ બોધક, રોચક અને હ્રદયને કુંદન કરનારી સુંદર વાર્તાઓ (બોધક વાર્તા ગમે તેવાં કાળાં હૈયાંને પણ પલટાવીને સેાનાનાં બનાવી શકે છે) તથા ડૉ. શેલ્ટનનું સર્વાંગીણ વ્યાયામ અંગેનું પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવશે. ડૉ. શેલ્ટન આરોગ્યની બાબતમાં દુનિયાના ઉત્તમ કોટીના માર્ગદર્શક, મિત્ર− ફિલસૂફ – ભેામિયા હતા. સ્વ૦ ગાપાળદાસ પટેલે આ લેખમાળા દ્વારા ગુજરાતી વાચકની કીમતી સેવા કરી છે. તે માટે ગુજરાતી વાચક તેમને ઋણી રહેશે. તા. ૧-૫-૨૦૦૧ પુ પટેલ ૧૩૪ Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક • ૧. આઝાદી પછી ૫૦ વર્ષ બાદ એક નવો જ યુગ જાણે ભારત દેશમાં પ્રવર્તે છે. કેટલાંય બહુમાળી મકાને આકાશના ઘુમટને શુંબી રહ્યો છે; દેશના કારખાનાંમાં એટલી બધી જાતનાં માલ ઉત્પન્ન થાય છે, જેની ગણતરી નથી; સ્ટીમરો ઉપર સ્ટીમરો દેશમાં ઉત્પન્ન થતા માલથી લદાઈને ધરતીને ખૂણે ખૂણે પહોંચી જાય છે, પહેલાં પરદેશથી જ બધુ આયાત કરનારો દેશ બની રહ્યો છે; દેશમાં સ્કૂલ-કૉલેજો યુનિવર્સિટીઓને તે રાફડો જ ફાટયો છે: ગામડાં અને જંગલોનાં છોકરું પણ મોટી મોટી દેશી-પરદેશી ડિગ્રીઓ ધારણ કરવા લાગ્યાં છે, ભણતરના પ્રચારે જાણે માઝા મૂકી છે; ઈજનેરી અને દાક્તરી કૉવજોમાં હવે “ખાલી જગા નથી'નાં જ પાટિયાં કાયમી ધોરણે જયાં ત્યાં નજરે પડે છે.... પણ ભારત દેશના નાગરિકનું શું થયું છે? મારો જવાબ છે કે, તે તે તન અને મનને ભંગાર બનતે ચાલ્યો છે, આઝાદીની લડત દરમ્યાન અદમ્ય જશે અને નિરંતર તરવરાટ દાખવનારો ભારતીય નાગરિક હવે જાણે પૂરેપૂરો મુડદાલ બની ગયો છે;આઝાદ ભારતનું પુનનિર્માણ કરવાના ભગીરથ કામ માટે તે ઉપયોગી થઈ શકે તે રહ્યો નથી. ' ' ૨. આપણને ભૂત કાળને ભવ્ય વારસો મળ્યો છે: સંસ્કાર, પરંપરા અને સંસ્કૃતિને. એ તો હૃતિહાસને પાને નોંધાયેલી વાત છે કે, એક વખત આપણે દેશ આખી દુનિયાનો આગેવાન દેશ હતો. જોકે, વીતેલાં થોડાં સૈકા દરમ્યાન આપણે પરદેશીઓના ગુલામ બની આપણું ભવ્ય વ્યક્તિત્વ બેઈ બેઠા હતા. પરંતુ સદભાગ્યે દેશના થોડા સપૂતો એવા નીકળ્યા જેમની નેતાગીરી હેઠળ આઝાદીને એક અભૂતપૂર્વ જંગ ખેલવામાં આવ્યો અને દેશ ફરીથી આઝાદ બન્યો. ૩. આઝાદીના જંગ દરમ્યાન આપણે નક્કી કર્યું હતું, અને આપણી વડતના નેતાઓએ પણ આપણને વારંવાર કહે કહે કર્યું હતું કે, એક વખત ૧૫ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! આપણે આઝાદ થઈશું, એટલે પછી આપણે ગુમાવેલી કીતિ – આપણી પ્રાચીન ભવ્યતાને વારસો આપણે જરૂર પાછો મેળવીશું; - અને આપણે દેશ ફરીથી દુનિયાને એક અગ્રણી દેશ બનશે. પરંતુ એ બધી ધારણાઓ ખોટી પડી છે; આપણે આપણું એ ધ્યેય સિદ્ધ કરી શક્યા નથી. ઊલટું દેશનું સમગ્ર ચિત્ર કાળું – નિરાશાજનક બની રહ્યું છે. આઝાદીનાં ૫૦ વર્ષો દરમ્યાન પરિસ્થિતિમાં કશો ફેર પડયો નથી. ગેર માલિકોને બદલે હવે ઘઉંવર્ણા માલિકો આવ્યા છે, એટલું જ, બાકીનું બધું તો જેમનું તેમ જ રહ્યું છે, અથવા સાચું કહીએ તે વધુ વણસી ગયું છે. ૪. આઝાદી એ કઈ અંતિમ લક્ષ્ય ન હોઈ શકે. આઝાદી તો આપણું ભવિષ્ય નવેસર ઘડવાનું માત્ર સાધન કહેવાય. એ સાધન વડે તે આપણે વધુ નીરોગી – વધુ સમૃદ્ધ - વધુ ભવ્ય ભારત દેશ ઘડવો જોઈતો હતો – એવે દેશ જેને દરેક નાગરિક સમગ્ર દેશના સામૂહિક હિત માટે કાર્ય કરતે હોય – પિતાનું અંગત હિત જ તાકત ન હોય. પરંતુ કમનસીબે આપણા “નવા માલિકો'ની ટૂંકી દૃષ્ટિ, મૂઢતા અને સ્વાથીપણાને લીધે આપણે અવળે રસ્તે ચડી જઈ, આપણા સાચા ધ્યેયથી દૂર નીકળી ગયા છીએ;– અરે, પહેલાં કરતાં પણ વધુ બદતર બન્યા છીએ. ૫. આપણે વધુ બુદ્ધિમાન, સુધરેલા અને પ્રગતિશીલ બન્યા છીએ એમ માનીને કે વિચારીને આપણે આપણી જાતને જ છેતરી રહ્યા છીએ. વસ્તુતાએ આપણે અંધારામાં જ ભૂસકો માર્યો છે; અને વીજળીની ઝડપે અધોગતિ તરફ કૂચ આરંભી છે. જો આપણે ઝીણી નજર કરીને જોઈએ, તો જણાશે કે આખી માણસ-જાતના ઇતિહાસમાં આપણે આ કાળામાં કાળો યુગ છે. ૧. આપણાં શરીર કે જે સમગ્ર પ્રવૃત્તિ કે પ્રગતિનું મૂળ કહેવાય, અરે જે ખરી રીતે પરમાત્માને વસવા માટેનાં “મંદિર’ છે. તેમને આપણે માત્ર ગંદો કચરો ભરવાનો ઉકરડો બનાવી મૂકયાં છે. રાતે અને દિવસે આપણે આપણાં શરીરોમાં મરી ગયેલા, પોષકત વિનાના તથા ખનિજતથી રહિત એવા ખોરાકો ઠાંસ્યા કરીએ છીએ – અરે, માણસજાતે કદી ન જોયેલા અત્યાચાર શરીર ઉપર કરીએ છીએ. આપણે “શું ખાવું જોઈએ, Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક ૧૩૦ - *કેવી રીતે ખાવું જોઈએ,’ ‘કયારે ખાવું જોઈએ” તથા કેવી રીતે રાંધવું જોઈએ ’ તે પણ આપણે જાણતા નથી. આપણે સૂર્ય, ચંદ્ર અને ગ્રહ - તારાઓનું જ્ઞાન મેળવવા દોડીએ છીએ, પરંતુ આપણે માટે અતિ અગત્યનું કહેવાય તેવા જ્ઞાનથી આપણી જાતને વંચિત રાખીએ છીએ. આ કેવી કરુણતા – પામરતા છે! આપણે બીજી બાબતાનું જ્ઞાન ભલે પામીએ, પરંતુ પૃથ્વી ઉપરના આપણા અસ્તિત્વને શકય બનાવનાર ‘ખોરાક રૂપી તત્ત્વ બાબત આપણે છેક જ અબૂઝ રહીએ, તે આપણા બીજા કિંમત નથી. - 'જ્ઞાન'ની કશી • ૨. આંધળા વડે દોરાતા આધેળાએ ની લંગારની જેમ આપણે ચાલુ ઘરેડમાં જ ચાલ્યા કરીએ છીએ; તથા આપણે કર્યાં જઈ રહ્યા છીએ તેની પણ આપણને ખબર નથી. આપણી રીત ઘણી જ ખામી ભરેલી તથા આરોગ્યના નાશ કરનારી છે. આપણે માત્ર ખાવાને ખાતર ખાઈએ છીએ; ઘણી વાર તે બીજાને ખુશ કરવા તથા બીજા કરતાં નીચા ન દેખાવા માટે મેટે ભાગે તો આપણે ભૂખ વિના જ ખાઈએ છીએ; અને ત્યારે પણ આપણા શરીરને ન જોઈતી, એટલું જ નહિ પણ, શરીરને ખાસી હાનિકારક વસ્તુ જ ખાઈએ છીએ. અને એમાં ફેરફાર કરવાની કોઈ આપણને સલાહ આપવા જાય, તે આપણે તેને માટેથી હસી કાઢીએ છીએ. ૩. આપણા શરીરને જોઈએ તેટલા તથા તે પચાવી શકે તેટલા ખારાક કરતાં આપણે ત્રણથી ચારગણો ખારાક શરીરમાં ઠાંસીએ છીએ. અરે, ‘વધારે પડતું ખાવું' એ જ આપણી રીત બની ગઈ છે. સિનેમામાં બેઠા હાય ત્યારે, રસ્તા ઉપર ચાલતા હોય ત્યારે, અધરાત-મધરાતે, રેસ્ટોરાંમાં, નાઇટ-કલબામાં, રેલવેમાં મુસાફરી કરતાં, અરે, ગમે તે વખતે કે વખતે લોકો ખા-ખા કરતાં – માઢું હલાવતા જ જોવા મળે છે. મીઠાઈની, પાન-બીડીની, ચાટ’ની દુકાનાએ દિવસના કોઈ પણ કલાકે લે!કોની ભીડ જ જામેલી રહે છે. શેરીઓને દરેક ખૂણે, આપણા શરીરને પાષણ માટે જે કક્ષાના ખારાક જોઈએ તેથી ઊલટી જ કક્ષાના કે ગુણવત્તાનાં બધી જ જાતનાં ખાદ્યો વેચતી હાથલારીઓની આસપાસ ઘરાકો માખીઓની પેઠે નિરંતર બણબણાટ કરતી જ હોય છે. ઑફિસામાં પણ ક્રામે ચડેલા લોકો દર બે કે ત્રણ કલાકે ધૂમ્રપાન કરતા, ચા-કૉફી પીતા, કોઈ ને કોઈ જાતનાં ઠંડાં કે ' સૉફટ' કહેવાતાં પીણાં પીતા, તથા સેવ-ગાંઠિયા-બિસ્કિટ આરોગતા નજરે પડે છે. માણસની બુદ્ધિ જાણે ‘ ધુમાડે’ ગઈ છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ . ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલેન્ડધારેખ ૩ * ૧. વળી હવે લાખ અને કરોડો રૂપિયા લોક “પ્રોસેસ' કરેલા કે છે ફાસ્ટ ફૂઝ' કહેવાતા ખાદ્ય-પદાર્થો ખરીદવામાં કે ખાવામાં ખર્ચે છે. તે બરાક સુંદર પંકિગોમાં પેક કરેલા હોય છે, પરંતુ જે ચીજોમાંથી તે બનાવવામાં આવે છે, તેમની મૂળ કિંમત કરતાં દશ ગણી વધુ કિંમતે તે વેચાય છે. ખાદ્ય-પદાર્થોને “પ્રેસેસ' કરવાથી તેમની પિષણ-ક્ષમતા નાશ પામે છે. માણસ જો ખરેખર “બુદ્ધિશાળી' પ્રાણી જ હોય, તો તે પોતાના ખાદ્ય પદાર્થોનું પોષક તત્વ નાશ કરીને, દશ ગણી કિંમત આપીને તેમને ખાવાનું પસંદ કરે ખરો? દેશના અર્થધ્વંત્ર ઉપર પણ તેથી કેવો નાહકને બોજો વધે, તથા દુનિયામાં ખાદ્ય-પદાર્થોની તંગીમાં પણ કેવો વધારો થાય; વારુ? ' ' ' ' . ૨. “ટેસ્ટ ડિઝાઈનનાં કપડાં પહેરવા જેન્ટલમેને તથા ચમકતા વસ્ત્રો પહેરેલી તથા “મૉડર્ન મેક-અપ' કરેલા ચહેરાઓવાળી “લેડી ' દેખવામાં તે આકર્ષક અને સુંદર દેખાય છે, પણ અંદરખાને મોટા ભાગનાં તે માણસે તનથી અને મનથી ભંગાર બની ગયેલ હોય છે. તેઓ પટના કે બીજા ઘણા “ક્રોનિક રોગોનાં શિકાર બનેલાં હોય છે; તથા તેનું દવા-ડાકટરનું બિલ ચાર-પાંચ-છ કે સાત આંકડાની હદે પહોંચતું હોય છે. એ બધું ખામીભરેલા ખેરાકનું જ પરિણામ છે. એટલું યાદ રાખવું કે, રોગ એ કંઈ આકસ્મિક આવી પડતી ઘટના નથી; તે તે આપણી ખોટી ટેવને કારણે શરીરમાં ઊભી થતી વિકૃતિઓનું જ પરિણામ છે. ૩. હાલની આ સ્થિતિને કઈ પણ અર્થમાં પ્રગતિ' કે “સંસ્કૃતિ કહી શકાય તેમ નથી. કહેવું હોય તે તે વધુ ઘેરી બનતી જતી. બરબાદી જ છે. સમગ્ર માનવજાત'ની કક્ષા ઊતરતી જાય છે.– અધ:પાત પામી રહી છે. પહેલાં કદી નહતા તેટલા રોગો – અને કેટલાક તો ભયંકર જીવલેણ રોગો-વધતા જ જાય છે તથા વ્યાપક બનતા જાય છે. આ બધું માનવાની. વિચારસરણી વિપરીત – ભૂલભરી ન બની ગયાનું, અને તેમની પ્રવૃત્તિ અવળે માર્ગે ચઢી ગયાનું પરિણામ છે. .. : ૪. જે લોકોને માથે લેકોનું આરોગ્ય જાળવવાની જવાબદારી છે, તથા જેમણે કલ્યાણ-રાજ્ય સ્થાપવાના, તથા પ્રજાના દરેક માણસને સુખી, નીરોગી અને જીવનમાં સર્વ તકો સમાનપણે પ્રાપ્ત કરતા બનાવવાના શપથ લીધેલા છે, તે પ્રધાને તેમનું ધ્યેય હાંસલ કરવામાં સદંતર નિષ્ફળ નીવડયા છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક ૧૩૯ એટલું જ નહિ પણ, પેાતાની કમ-અક્કલના ઘમંડમાં આવી જઈ. તે માણસાને મદદ તથા રાહત પહોંચાડવાને બદલે તેમને દુ:ખ અને વેદનાની વધુ ઊંડી ખાઈમાં ધકેલી રહ્યા છે. · ૫. આરોગ્ય-પ્રધાને જ્યાં ને ત્યાં માંદા પડેલા લોકોને દવા-દારૂની સગવડ પૂરી પાડવામાં જ પેાતાની ઇતિકર્તવ્યતા સમજી બેઠા છે. રોગોનું ભારણ ઓછું થાય કે નાબૂદ થાય તેવી સ્વસ્થ ચોખ્ખી – પરિસ્થિતિ ઊભી કરે તેવી યાજના ઘડવાની તથા અમલમાં મૂકવાની તેમનામાં દષ્ટિ જ નથી. લોકો આરોગ્ય જાળવવાની બાબતમાં સમજદાર “ બને, તથા જવન જીવવાના ખાટા માર્ગો ન અપનાવે, એ જાતનું વાતાવરણ ઊભું કરવા માટે તેઓ કશા જ પ્રયત્ન કરતા નથી. ૬. સરકારો મહેસૂલની આવક ઊભી થાય તે માટે ઝેરી દવાઓ, દારૂ, સિગારેટા, ચા, કૉફી, સૉફ્ટ, ડ્રીંકસ અને બધી જાતના પ્રોસેસ કરેલા ‘તૈયાર’ – ‘ ઇન્સ્ટન્ટ ’. ખારાકોના વેચાણને ઉત્તેજન આપવાની જ-દાનત રાખે છે. કુદરતી જીવન જીવવાનું શીખીને તથા કુદરતી ઉપગ્નાર-પદ્ધતિ દ્વારા લોકો નીરોગી બને અને રહે તેમાં કદાચ તેમનું ‘ હિત ’ નથી. 기 ૭. લોકોએ જેમ બને તેમ સરકારોની તથા પ્રોસેસ કરેલા ખારાકો તૈયાર કરી, માટી માટી લાભામણી જાહેરખબરોથી – અને તે પણ દૂરદર્શન, આકાશવાણી જેવાં સરકારી પ્રચાર-માધ્યમા દ્વારા જ – તેમના વેચાણ વડે ધૂમ કમાણી કરવા તાકતી કંપનીએની માયા-જાળમાંથી મુક્ત થઈ, (ગાંધીજી જેવા) જે સાદા —– સ્વચ્છ – કુદરતી જીવન જીવવાની, તથા ઝેરી દવાઓ કરતાં કુદરતી ઉપચાર દ્વારા જ બરબાદ થયેલું આરોગ્ય ફ્રી પ્રાપ્ત કરવાની ભલામણ કરે છે, તેમના શબ્દો જ સાંભળવા જોઈએ, તથા તે મુજબ આચરણ કરતા થવું.જોઈએ. સાચા અર્થમાં . સુખી થવાના – કલ્યાણને – પ્રગતિના એ જ એકમાત્ર માર્ગ છે. C – મૂલ રાજ, આનદુ Page #161 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક સર્વાગીણ વ્યાયામની (ડૉ. હર્બટ એમ. શેરન કૃત “EXERCISE!' પુસ્તક ઉપરથી] સંપાદકઃ ગેપાળદાસ પટેલ કિં. ૩૦-૦૦ કસરત, ખોરાક અને સ્વચ્છતા આરોગ્યશાસ્ત્ર વિશે આજ સુધી એકઠી થયેલી બધી જ માહિતીને જો ટૂંકામાં સમાવી દેવી હોય તે ત્રણ જ શબ્દોમાં આપણે સમાવી શકીએ : કસરત, ખોરાક અને સવછતા. શાસ્ત્રીય કસરત, પથ્ય ખોરાક – જેમાં પાણી, હવા અને સૂર્યપ્રકાશ સમાઈ જાય છે – અને સંપૂર્ણ સ્વચ્છતા – જેમાં નગરસ્વચ્છતા (Sanitation) પણ આવી જાય છે – એ ત્રણ આદર્શ આરોગ્ય મેળવવા અને જાળવવા ઇચ્છનાર માટે સોનેરી નિયમે છે. મનુષ્યજાતિ આજે જે રોગોથી રિબાઈ રહી છે, એમાંના ૯૦% ઉપરાંતના રોગોનો ઉદ્દભવ આ ત્રણમાંના એક કે વધુ નિયમોના ભંગને લઈને છે. આ ત્રણે પ્રશ્નોમાં સૌથી વધુ અગત્યને પ્રશ્ન વ્યાયામને છે. છતાંય આજે એ પ્રશ્નની વધુમાં વધુ ઉપેક્ષા થઈ રહી છે. શરીરની શક્તિ વધારવાના બધા માર્ગોમાં ગ્ય અને પ્રમાણસર વ્યાયામ એ સૌથી મહત્ત્વને અને સૌથી સારો રસ્તો છે. જે લોકો આદર્શ આરોગ્ય મેળવવા અને જાળવવા ઇચ્છે છે, તેમને માટે તે વ્યાયામ અનિવાર્ય છે. એનું કારણ એ છે કે, શક્તિ એ સ્વાથ્યને પાયો છે. નબળું, નિસ્તેજ અને મુડદાલ શરીર નીરોગી છે એમ કહી શકાય જ નહિ, સ્વાથ્ય અને શક્તિ વચ્ચે ઘણે જ ગાઢ સંબંધ છે. નંદુરસ્તી મેળવવાની દૃષ્ટિએ પણ ખોરાક કરતાં કસરતનું મહત્ત્વ ઘણું વધારે છે. કસરત, મહેનત અને રમત'માં] રમણલાલ જિનિયર ૧૪૦. Page #162 -------------------------------------------------------------------------- ________________ સમ્યક આહાર, સમ્યક વ્યાયામ અને સમ્યક નિદ્રા લેતાં નાગરિકને શીખવે ૧. અમેરિકાની પ્રજા દુનિયામાં માંદામાં માંદી પ્રજા છે. ત્યાંના કૂતરાં ને બિલાડાં પણ માંદાં છે: એ પાલતુ પ્રાણીઓમાંનાં દશ ટકા પ્રાણીઓને ડાયેબિટિસ રોગ થયેલો હોય છે! પરંતુ તે દેશ પાસે એટલું બધું ધન છે કે તે એના બધા રોગોને બરદાસ્ત કરી શકે છે – અર્થાતુ રોગી રહેવાનું ખર્ચ ઉપાડી શકે છે. પરંતુ આપણે કિડનીના ડાયેલિસીસ પાછળ માણસ દીઠ ૬૪,૦૦૦ રૂપિયા વર્ષે ખર્ચી શકીએ? અને ધારો કે ખર્ચી શકીએ, તે પણ તેના કરતાં કિડનીને નીરોગી રાખીને જીવવું વધુ પસંદ કરવા જેવું નહિ? ૨. તે જ રીતે હૃદયને બગડવા દઈને પછી “ઈન્ટેન્સિવ કાડયાક કેર યુનિટમાં સારવાર માટે ભરતી થવું, તેના કરતાં હૃદયને નીરોગી રાખવું વધુ સારું નહિ? - એ બધાં યંત્રો અને પ્રક્રિયાઓ તે રોગને ભેગ બની ચૂકેલા માટે છે. પરંતુ સદૂભાગે મોટા ભાગના લોકો એ રોગોના ભોગ બન્યા હોતા નથી. તેમને એવી જલદ – ઇન્ટેન્સિવ – સારવારની પણ જરૂર નથી; તેમને તે કસરત, સાચે ખોરાક અને માનસિક સહજ અવસ્થારૂપી વ્યાપક – “એકસ્ટેન્સિવ’ સંભાળ રાખીને જીવવાની ટેવ પાડવામાં આવે, તે પેલી બધી પ્રક્રિયાઓની જરૂર જ ન પડે. ૩. અલબત્ત એમાં સમયનું ખર્ચ કરવું પડે તથા અમુક પ્રકારને સંયમ જીવનમાં દાખલ કરવો પડે પરંતુ આપણા ઉલાસમય આરોગ્ય માટે આપણે થોડો સમય, શક્તિ તથા ધન ખર્ચવાં પડે તે પણ, તેટલા મૂડીરોકાણ પાછળ જે મબલક વળતર – ડિવિડંડ મળતું થાય એ સોદો ઘણે લાભદાયક જ કહેવાય ! “એક ઝલક – આરોગ્ય-વિજ્ઞાની'માંથી] ડૉ. એમ. એમ. ભાગરા Page #163 -------------------------------------------------------------------------- ________________ રમણલાલ એન્જિનિયરનાં આરેાગ્યને લગતાં પુસ્તકા નિસર્ગોપચારની સાચી સમજ કર્દી, દવાઓ અને દાક્તરા સાચા ખારાક અને ખાટા ખેારાક લેજાના રેગા રારતી અને સળેખમ પહેલું સુખ પાષક ખારાક સાંધા તથી કબજિયાત દાંતનાં દર્દી આંખાનું આરેાગ્ય અપચાના સહેલા ઉપાયે કસરત, મહેનત અને રમત લાંબુ' ચાલા અને લાંબુ" જીવ ૯૦.૦૦ ૫૦... ૨૦.૦૦ ૨૦,૦૦ ૧૫.૦૦ ૧૦:૦૦ ૧૦,૦૦ ૧૦.૦૦ ૧૦,૦૦ ૧૦,૦૦ ૧૦.૦૦ ૧૦,૦૦ ૧૦.૦૦ માણ [પ્રકાશકનું નિવેદન] “કુદરતી ઉપચારની પાળ, બધાં શુભ સાહસની પાછળ જોઈએ તેમ તપ જોઇએ. નજર પશ્ચિમ તરફ ન જાય પણ અંદર જાય.” —ગાંધીજી ૧ ૪૫ વર્ષથી ડૉ૦ એમ. એમ. ભમગરા પેાતાના કુદરતી ઉપચાર કેન્દ્ર દ્વારા દેશ-પરદેશના દરદીઓને પેાતાની સેવાઓના લાભ આપી રહ્યા છે. માનવ-સેવાને જ જેણે પોતાની પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવ્યું છે, એવા સંત ’ કહેવાવાને લાયક ડૉ ભમગરાએ અમારી સંસ્થાને પ્રેમપૂર્વક સૂચવ્યું કે, “વલ્લભવિદ્યાનગરના વિશ્વકર્મા ભાઈકાકાના સુપુત્ર સ્વ૦ રમણલાલ ૧૪૨ Page #164 -------------------------------------------------------------------------- ________________ આરેગ્યને લગતાં પુસ્તક ઍન્જિનિયરે આરોગ્ય અંગે ભારે ચિંતન મનન અને વખાણ કર્યું છે. તેમનું એ બધું સાહિત્ય સિલસિલાબંધ તમારી સંસ્થા આજે ગુજરાતી વાચકને નવેસરથી પીરસશે તે મોટી માનવસેવા થશે. ડૉ. ભમગરાના સૂચનને આદેશ માનીને અમોએ સ્વ૦ રમણલાલ એન્જિનિયરની આરોગ્ય અંગેની ચિંતન-મનની ઉપયોગી સામગ્રી ગુજરાતી વાચક આગળ રજૂ કરવાનો સંકલ્પ કર્યો છે. તેને ફરીથી છાપવાની તેમના પરિવારે પ્રેમપૂર્વક રજા આપી તે માટે તેમનાં સૌ કુટુંબીજનોનાં અને ભારતીય સાહિત્ય સંઘના ઋણી છીએ. સામાં પ્રવાહે ઊભા રહી – અરે, માનવજાતના ઉદ્ધારના એકમાત્ર સાધન તરીકે રજૂ કરવાની હિંમત અને શાણપણ દાખવનાર સ્વ૦ રમણલાલ એન્જિનિયર અને તેમના પરાક્રમી પિતાશ્રીને વંદન કર્યા વિના રહેવાતું નથી. એમના “ભારોભાર સેનાને ભૂલે' આંકી શકાય તેવા સાહિત્યને રજૂ કરવા માટે જુદી જુદી પુસ્તિકા પ્રસિદ્ધ કરવાનું વિચાર્યું છે. આ આરોગ્ય અંગેની નવી શ્રેણી શરૂ કરવાને નિમિત્તે સ્વ૦ રમણલાલ ઍન્જિનિયરના સાહિત્યનું ફરીથી ચિંતન-મનન કરવાની જે સુંદર તક અમોને ડૉભમગરાએ ઊભી કરી આપી, તે માટે સંસ્થા તેમને ખાસ આભાર માને છે. સતત ઊંડું અધ્યયન કરી તેને નિ:સ્વાર્થ લાભ જનતાને આપવાના ભાઈકાકા પરિવારના આ લક્ષણથી ગુજરાત સારી રીતે પરિચિત છે. ગુજરાતે તેમના પરિવારના આ લક્ષણનો પુરો લાભ ઉઠાવ્યો છે. તે જ રીતે સ્વ૦ રમણલાલ એન્જિનિયરે આરોગ્ય અંગેના સાહિત્યને જે અદૂભુત ધોધ વહેવડાવ્યો છે તેને પુરો લાભ ગુજરાતી વાચક ઉઠાવશે એવી આશા છે. તેમનું આ અતિ ઉપયોગી અને સુંદર લખાણ પ્રસિદ્ધ કરવાની જે તક અમારી સંસ્થાને મળી, તેને માટે આભારપૂર્વક તે પવિત્ર આત્માને અને તેમના પરિવારને કોટી કોટી વંદન. સાચો ખોરાક અને બે રાકમાંથી] જુલાઈ, ૧૯૯૮ Page #165 -------------------------------------------------------------------------- ________________ રમણલાલ ઍન્જિનિયર રમણલાલ ભાઈલાલભાઈ પટેલને જન્મ ૧૯૧૨ના સપ્ટેમ્બરની ૧૯મી તારીખે ચરોતરમાં થયો હતો. મેટ્રિક સુધીનો અભ્યાસ કરીને ગાંધીજીના સત્યાગ્રહના વાતાવરણમાં અભ્યાસ છોડી કુદરતી ઉપચાર તરફ વળ્યા. અનેક નિષ્ણાતેના પ્રત્યક્ષ પરિચયમાં આવી એ પદ્ધતિના સિદ્ધાંતો અને સારવાર ઉપર ખંતથી ગજબનું પ્રભુત્વ મેળવ્યું. ડૉ. એમ. એમ. ભમગરા તેમના અનન્ય સાથીમિત્ર છે. ૧૯૩૮માં બે વર્ષ “આરોગ્ય ગ્રંથાવલી” ચલાવી. ત્યાર બાદ અનેક પ્રકાશને કર્યો. “આરોગ્ય” માસિકનું એક વર્ષ તંત્રીપદ સંભાળ્યું. ત્યાર બાદ થોડો વખત અમદાવાદ, વિદ્યાનગર અને સોજીત્રા રહી લેખન, સંશોધન, પ્રેસ, પ્રકાશન અને ચિકિત્સાની પ્રવૃત્તિઓ કરી. ૧૯૪૬માં વલ્લભ વિદ્યાનગરમાં દસ વર્ષ એમણે આરોગ્યખાતું અને વૃક્ષારોપણખાતું સંભાળી વિદ્યાનગરની સિકલ ફેરવી નાખી, ઉત્તમ સેવા બજાવી. રમણલાલ ૨૧ માર્ચ ૧૯૯૪ને દિવસે અમેરિકામાં દેવલોક પામ્યા. તે પહેલાં વીસ વર્ષ એમણે પિતાના પરિવાર સાથે અમેરિકામાં રહી સ્વાધ્યાય કરી તેમના જ્ઞાનદીપકને પ્રકાશ તેમનાં પત્ની શ્રી. શાંતાલક્ષ્મીના સહકારથી વિદેશમાં પણ ફેલાવ્યો. - રમણલાલ ભાઈકાકાની લીલી વાડીનું અનુપમ ફળ હતું. ભાઈકાકા પરિવારમાં પાંચ સિનિયર સીટીઝન, પાંચ ડૉકટર, અઢાર એન્જિનિયર, બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પાંચ માસ્ટર ડિગ્રીવાળા, ઓગણત્રીસ ગ્રેજ્યુએટ્સ, નવ કૉલેજિયન અને વીસ બાળકો છે. તેમાં અમેરિકા ૮૧, વિદ્યાનગર ૧૦, મુંબઈ ૨. રમણલાલને ત્રણ સંતાનો છે : ગૌતમ, ધૃવસ્વામિની અને સુસ્મિતા. Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી. મગનભાઈનું અને તેમના વિષેનું કેટલુંક ગ્રંથસ્થ વામય ૧. સત્યાગ્રહની મીમાંસા (૧૯૩૪) ૨. અપંગની પ્રતિભા (હેલન કેલરની આત્મકથાને પ્રથમ ભાગ ૧૯૩૬) ૩, જેકિલ અને હાઈડ (અંગ્રેજી કથાને અનુવાદ – ૧૯૩૮) ૪. હિંદી-ગુજરાતી કેલ (૧૯૩૯) ૫. જગતનો આવતી કાલને પુરુષ (૧૯૩૯) ૬. કુંવરબાઈનું મામેરું (૧૯૪૦) ૭. સુદામાચરિત (૧૯૪૨) ૮. હિદની અંગ્રેજ વેપારશાહી (૧૯૪૬) ૯. મુંડકેપનિષદ (૧૯૪૭) ૧૦. નળાખ્યાન (૧૯૫૧) ૧૧. યોગ એટલે શું? (૧૯૫૨) ૧૨. કેનોપનિષદ (૧૯૫૬) ૧૩. સ્વરાજ એટલે શું? (૧૯૫૬) ૧૪. આપણા દેશમાં આપણું રાજ્ય) (૧૯૫૬) ૧૫. અંગ્રેજી અને સાંસ્કૃતિક સ્વરાજ (૧૯૫૭) ૧૬. રાજા રામમોહન રાયથી ગાંધીજી (૧૯૫૭) ૧૭. આપણાં પરમ મંત્ર (૧૯૫૭) ૧૮. હિંદીપ્રચાર અને બંધારણ (૧૯૫૭) ૧૯. ઈસપ અને તેની વાતો ૧-૪ (૧૯૫૮) ૨૦. જંગલમાં મંગળ (રોબિન્સન કૂઝો 'ને અનુવાદ – ૧૯૫૮) ૨૧. નિવાપાંજલિ (૧૯૫૯) ૨૨. માંડૂક્યોપનિષદ (૧૯૫૯) ૨૩. વિવેકાંજલિ (૧૯૬૧) ૨૪. અતિવસ્તીને સવાલ (૧૯૬૨) ૨૫: પ્રવેશિકા (૧૯૬૩) ૧૪૫ ગુ0 – ૧૦ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૦-૦૦ ૧૪૬ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! ૨૬. ગીતાનું પ્રસ્થાન (૧૯૬૩) ૫-૦૦ ૨૭. ગીતાને પ્રબંધ ૨-૦૦ ૨૮. બુદ્ધિયોગ – ૧-૨-૩-૪ ૧૧૦-૦૦ ૨૯. પૂર્ણ જીવનનું ઉપનિષદ ૧-૦૦ ૩૦. ઇશાવાસ્ય ઉપનિષદ ૨-૦૦ ૩૧, સુખમની ૫-૦૦ ૩૨. જપજી ૫-૦૦ 33. सत्याग्रह की मीमांसा ૨ ૦ ૦-૦ ૦ કેળવણીકારનું પિત અને પ્રતિભા [શ્રી. મગનભાઈ દેસાઈ અભિનંદન ગ્રંથ) સંપાદક ગેપાળદાસ પટેલ અને મુકુલભાઈ કલાર્થી રાષ્ટ્રીય કેળવણીકાર શ્રી મગનભાઈ દેસાઈ લેખકઃ બિપિન આઝાદ ભારત પર ચડાઈ મગનભાઈ દેસાઈ ||ચીની આક્રમણને ખ્યાલ આપતી પુસ્તિકા, નકશા સાથે – વડાપ્રધાનના . સંરક્ષણ ફંડના લાભાર્થે]. ૩૦મી જાનેવારી મગનભાઈ દેસાઈ [રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ- અગિયાર ફેટે ચિત્રો સહિત ] સાવધાન! મગનભાઈ દેસાઈ [અંગેજી અંગે સમજ આપતી પુસ્તિક] ૦-૭૫ ૧-૧૦ ૦-૧૦ બધી રીતે યોગ્ય વાઈસ-ચાન્સેલર રાષ્ટ્રીય શિક્ષણના ક્ષેત્રમાં ગુજરાતે ગાંધીજીના વિચારો જે શ્રદ્ધાથી ઝીલ્યા છે, તેને વિચાર કરતાં, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ [વાઇસચાન્સેલરીનું પદ મગનભાઈને મળ્યું એ બધી રીતે યોગ્ય જ થયું છે. ગુજરાત યુનિવર્સિટીને ભાર મગનભાઈને માથે આવતા, તેઓ સોળે કળાએ પ્રકાશશે.” તા. ૧૧-૧૦-'૫૦ काका कालेलकर Page #168 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત યુનિવર્સિટીના ક્રાતદર્શી કુલપતિ મગનભાઈ દેસાઈ લેખકઃ ચનલાલ સી. પરીખ કિ. ૧૦-૦૦ સ્વાધીન ભારતના શિક્ષણના ઈતિહાસમાં અનેખું અને યાદગાર સ્થાન “આજથી બરાબર ૫૦ વર્ષ પહેલાં ગુજરાતની પ્રાદેશિક યુમિવર્સિટી તરીકે સ્થપાયેલ ગુજરાત યુનિવર્સિટીનું સુકાન સંભાળનાર આઠ જેટલા કુલપતિએ ગયા ને નવ (ને એટલા જ કાર્યકારી કુલપતિઓ આવ્યા ને ગયા) આવ્યા. તે સૌએ પોતપોતાની શક્તિ – મતિ અનુસાર ગુજરાત યુનિવર્સિટીની અને તે દ્વારા ગુજરાતને સમાજની સેવા કરી છે. તેની કૃતજ્ઞતાપૂર્વક નધિ લેવી જોઈએ. પણ તે સૌમાં સદૂગત શ્રી. મગનભાઈ પ્રભુદાસ દેસાઈનાં પિતા અને પ્રતિભા અનેક રીતે ન્યારાં હતાં, અને સમયની રેતી પર તેમણે પાડેલાં પગલાંની મુદ્રાઓ (footprints on the sands of time) સ્વાધીન ભારતના શિક્ષણના ઈતિહાસમાંથી કદાપિ ભૂંસી શકાશે નહિ. યુનિવર્સિટી જેવી સંસ્થાની કામગીરીના યશમાં સંસ્થાના તમામ સભ્યોની ઓછીવત્તી ભાગીદારી હોય છે; તો પણ સર્વગ્રાહી ચર્ચા-વિચારણાને અંતે સમાજના વ્યાપક હિતમાં લેવામાં આવેલા તેના સુચિતિત ને કદીક, તે દૂરગામી પરિણામવાળા નિર્ણવે પર પહોંચવા પહોંચાડવાનું તથા તે નિર્ણયને લગભગ ઈશ્વરદત્ત ધર્મકાર્યની ભાવનાથી પાર પાડવાનું કામ કોઈ અમુક અભ્યાસનિષ્ઠ, ચિંતનશીલ, કાનદર્શી ને દઢનિશ્ચયી વ્યક્તિને માથે આવે છે. રાજકીય સ્વતંત્રતા મળ્યા પછી આપણા દેશમાં શિક્ષણના સુધારાની બાબતમાં હવાતિયા મારતી આપણી યુનિવર્સિટીની બોધભાષા તો માતૃભાષા જ હોઈ શકે એ વિદ્યામંત્ર આપીને તેનું પ્રતિકર પ્રયોગદર્શન સૌપ્રથમ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારી! કરાવવાનું માન ગુજરાત યુનિવર્સિટીને ફાળે જાય છે, અને ગુજરાત યુનિવર્સિટીના આ શકવર્તી નિર્ણયની અને તેને અનુરૂપ પગલાં પ્રેરવાનું શ્રેય શ્રી મગનભાઈ દેસાઈને ફાળે જાય છે. તે માટેનું બળ તેમના કેટલાક વિશિષ્ટ गुलबक्षी - पूरी वियार, पाडो निर्णय, स्पष्टवतृत्व अंडी अभ्यासनिष्ठा, નીડરતા અને નિ:સ્પૃહી સેવાભાવનાએ પૂરું પાડયું હતું.” 'अन्तदृर्शी दुसयति ' भांथा ] -ફંચનલાલ પરીખ अभिनंदन और आशीर्वाद मैं श्री मगनभाई देसाई को उनकी ६१ वी जन्म जयंती के अवसर पर अपना अभिनंदन और आशीर्वाद भेजता हूं। और देशकी सेवा में सतत समर्पित रहने के लिये तथा खास करके महात्मा गांधीजी के उपदेशों के. प्रचार के लिये उनके दीर्घ जीवनकी कामना करता हूं । राजेन्द्र प्रसाद ता. १०-१०- १५९ सर्वोदय-प्रेमी श्री. मगनभाई देसाईने जो विविध प्रकारकी सेवा सर्वोदयकी की है, वह कौनसा सर्वोदय - प्रेमी नहीं जानता? गांधीजी के बताये हुए मार्ग पर, लेकिन अपनी स्वतंत्र बुद्धिसे सोचकर, चलनेवाले इनेगिने लोगों में मगनभाई की गिनती है । परमेश्वर उन्हें पूर्ण आयु दे और उनकी निर्मल हृदयसे की हुई सेवाका लाभ जनताको मिलता रहे यही मेरी कामना । विनोबा का जय जगत् Page #170 -------------------------------------------------------------------------- ________________ मुंबई गवर्नर्स कंप १ अगस्त, १९५९ अभिनंदन (C श्री. मगनभाईजी कितने ही वर्षों से लगातार गूजरात विद्यापौठकी सेवा कर रहें हैं । उसकी उन्नति और प्रसारमें उनका बहुत बड़ा હાથ રહા હૈ । ક ઃઃ श्री. मगनभाईजी के ऊपर इस समय गुजरात विश्वविद्यालय के उप-कुलपतिका भी भार डाला गया है । इसको उन्होंने उठाकर हम सबका बड़ा उपकार किया हैं । उनका तो सारा जीवन सार्वजनिक कार्यों में ही बीता और उन्होंने सदा ही कठिन से कठिन कार्य करनेका निमंत्रण सहर्ष स्वीकार किया । ,, श्रीप्रकाश સત્ય માટે મરી ફીટનારા શ્રી મગનભાઈ દેસાઈની બુદ્ધિને ગાંધીજી પણ પ્રમાણતા. તે પક્કા આશ્રમવાસી તે। હતા જ. ગૂજરાત વિદ્યાપીઠ અને ગુજરાત યુનિવર્સિટીની ઉત્તમ સેવા તેમણે કરી. તેઓ સાધક, રાષ્ટ્રીય કેળવણીકાર સ્પષ્ટવક્તા, સત્ય માટે મરી ફીટનારા સાચા વીર પુરુષ હતા. જે કંઈ એમને સાચું લાગ્યું તે પ્રગટ કરવામાં તે કદી અચકાયા નથી. વિદ્યાપીઠના તે આજીવન સભ્ય હતા. પરંતુ જ્યારે વિદ્યાપીઠના સાથી સાથે એમના મતભેદ થયા અને એમને લાગ્યું કે સાથીઓ એમની સાથે ન્યાયી રીતે નથી તણખલાની પેઠે વિદ્યાપીઠને ત્યાગ કર્યો. તે એટલા સાથીઓના અયાગ્ય વર્તાવે એમના મજબૂત દિલને પણ વીંધી નાખ્યું.” વર્યા, ત્યારે તેમણે ભાવનાશીલ હતા કે ગાંધીજીના આશ્રમના અ'તેવાસી] ૧૪૯ R - અલવતસિંહ Page #171 -------------------------------------------------------------------------- ________________ માનવામાં રાજવી સમા “શ્રી. મગનભાઈ દેસાઈ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરનું ગૌરવવંતુ પદ શોભાવી રહ્યા છે. મહાત્મા ગાંધીના જીવન માર્ગ પ્રત્યેની નિષ્ઠાને લાભ ગુજરાતના લોકોને અને તેમના દ્વારા ભારતના તથા વિશ્વના લોકોને આપતા રહે છે. મગનભાઈ, આમ માનવામાં રાજવી સમા [Prince amongst man] વિરાજે છે; અથવા કહે કે, આજના ભૌતિક જમાનામાં આપણી જૂની કલ્પનાના “ષિ સમા છે.” મગનભાઈના બચપણના મિત્ર] = સી. સી. દેસાઈ ઝડપી અને સારું પરિણામ લાવવાની ચાવી ગુજરાત યુનિવર્સિટીએ દેશની યુનિવર્સિટીઓમાં એક પ્રગતિકારક અને સુનિયંત્રિત યુનિવર્સિટી તરીકે નામ કાઢેલું છે, તેના પડઘા છેક પાર્લામેન્ટ અને સર્વોચ્ચ અદાલત સુધી પહોંચેલા છે. તેને કારણે મગનભાઈ દેસાઈને યુનિવર્સિટી સુધારણાના સવાલો -[માતૃભાષા અને શિક્ષણનું માધ્યમ] અખિલ ભારતીય કક્ષાએ પહોંચાડવાનું માન મળ્યું છે. મગનભાઈએ શિક્ષણ અને જાહેર સેવામાં સત્યાગ્રહની જે શક્તિ બતાવી છે તે શક્તિ અને વૃત્તિ જેટલી આપણે સૌ સારી રીતે કેળવી શકીશું તેટલું પરિવર્તન સારું અને ઝડપી થવાનું છે. તમારું, મારું અને ભવિષ્યની પેઢીનું મગનભાઈ જે કાર્ય કરી ગયા છે તેને જીવંત રાખવાનું કામ તેમના વિદ્યાર્થીઓ અને સાથીઓનું છે.” તા. ૨-૧૦-૯૯, ગાંધી જયંતી -પુત્ર છે. પટેલ સ્વતંત્ર વિચારક અને રાષ્ટ્રીય કેળવણીકાર “ગુજરાત યુનિવર્સિટીએ અંગ્રેજી હટાવીને અંગ્રેજી માધ્યમને બદલે ગુજરાતી માધ્યમ અપનાવીને દેશમાં એક અનોખું કાર્ય કર્યું છે. આ યુનિવર્સિટી પર એકલે હાથે ગુજરાતી માધ્યમની સફળતાપૂર્વક છાપ મારવાનું માન શ્રી. મગનભાઈ દેસાઈને ફાળે જાય છે. શ્રી. મગનભાઈ દેસાઈ સ્વતંત્ર વિચારક અને રાષ્ટ્રીય કેળવણીકાર છે. અંગ્રેજી હઠાવો' એ બાબતનું એમનું દર્શન ગાંધીજીને તોલે આવી શકે એવું ડું તલસ્પર્શી છે.” કાન્તશ કુલપતિ'માંથી] - ડૉ. રામમને હર લહિયા ૧૫૦ Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુખમની પિશમ શીખ ગુરુ શ્રી અર્જુનદેવ કૃત] સંપામગનભાઈ દેસાઈ . ૫.૦૦ [ગાંધીજીને પત્ર] ચિ૦ મગનભાઈ, સુયોગે જીવણજીએ, હું નીકળ્યો ત્યારે જ, મારા હાથમાં તમારું “સુખમની”, કાકાનું “જીવનને આનંદ' મૂક્યાં. “સુખમની” એ મને ખેંચ્યો તે ખેઓ જ. અષ્ટપદીએ સિવાયનું બધું પૂરું કરી આ લખી રહ્યો છું.... અષ્ટપદી પણ શરૂ કરી જ છે..... અનુવાદ સરસ ને મીઠો છે. તમને સમય હોય ને તમે વાંચી શકે, તે તમારે શીખ-ઇતિહાસ લખી નાખવો જોઈએ. તેને સારુ તમારે ઘણું સાહિત્ય વાંચવું પડે તેમ છે; શીખામાં ફરવું જોઈએ; ખાલસા કૉલેજની લાઈબ્રેરી ગૂંથવી જોઈએ; સર જગન્દર સિંગને મળવું જોઈએ. એ જબરો લેખક છે, એ જાણતા હશે. સારો ઈતિહાસ લખ નાનકડું કામ નથી. પણ “સુખમની”ને તમારે અભ્યાસ મને બહુ ગમો છે. તમને એમાં રસ છે એમ જોઉં છું, એટલે કદાચ આ કામ તમે કરી શકે. ઉપરચોટિયા પુસ્તક્થી મને સંતોષ નહીં થાય. કદાચ તમારું વર્ષો લગીનું કામ નિર્મિત થયું હોય? તો “સ્વધર્મે નિધન શ્રેય:'. સેગાંવ-વર્ધા બાપુના આશીર્વાદ ૧૧-૧૧-'૩૬ શ્રી. મગનભાઈ પ્રભુદાસ દેસાઈએ ગુજરાતને ચરણે મહામૂલા ધર્મસાહિત્યની જે વિવિધ ભેટ ધરી છે, તેમાં શીખ ધર્મની જાણીતી અને માનીતી કૃતિઓ “જપજી” અને “સુખમની” એ બેનું સંપાદન ખાસ ઉલ્લેખનીય છે. ચાતુર્વેદ સનાતન હિન્દુ ધર્મના ચાર મુખ્ય પ્રવાહ: બ્રાહ્મણ, જૈન, બૌદ્ધ અને (તેરમા સૈકા બાદ ખાસ પ્રગટેલ) સંત-ધર્મ, સંતધર્મનો એક સ્ત્રોત તે શીખધર્મ છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! - અધ્યાપક ટી. એલ. વાસવાણી જણાવે છે, “સુખમનીમાં ગુરુ અર્જુને પેાતાના અંતરાત્મા ઠાલવ્યો છે. ... તેમનાં પદો પરમ વિશ્વાત્માને,— માનવસૃષ્ટિના પરમ ઐકયને – કવિ હ્રદયે અર્ધેલી અંજલીરૂપ છે ... ‘સુખમની ’ શબ્દના અર્થ મનની શાંતિ અથવા પ્રસન્નતા થાય છે. તેથી તેને હું ‘શાંતિપ્રસન્નતાની ગાથા', કહું છું.... અનેક, વાર મને લાગ્યું છે કે, 'ભગવદ્ગીતા' અને ‘સુખમની’ એ બે એવાં પુસ્તકો છે કે, જેમને દરેક હિન્દી યુવાને અવશ્ય જાણવાં જોઈએ.” ૧૫૨ ‘સુખમની ’ શબ્દના અર્થ ભાવુક શીખા ‘સુખના મણિ' કહે છે. પારસમણિને અડવાથી જેમ લેાઢું પણ સુવર્ણ બની જાય, તેમ આ ‘સુખમની’ રૂપી મણિને સ્પર્શતાં — સેવતાં જ, ખરેખર, મન પ્રસન્નતાના અગાધ સાગરમાં તરબાળ થઈ જાય છે. મૂળ પાઠ, શબ્દાર્થ, ગદ્ય અનુવાદ અને વિવરણ સાથે. શ્રી જપજી [ગુરુ નાનકદેવ કૃત r સૌંપાદક : મગનભાઈ દેસાઈ કિ‘. ૪-૦૦ [આદિવચન : ગાંધીજીનું] · જે દેશની સેવા કરવા ઇચ્છે છે, જે ઈન્નુરને ઓળખવા ઇચ્છે હિંદુસ્તાનના કરોડોનું ઐકય સાધવા ઇચ્છે છે, તે માત્ર છે, જે પેાતાના જ ધર્મના કંઈક અભ્યાસ કરીને સંતોષ વાળી બેસી શકતા નથી. તેઓએ હિંદુસ્તાનમાં ચાલતા ધર્મ ને સંપ્રદાયાનાં મૂળતત્ત્વો તે તે ધર્મ કે સંપ્રદાયના અનુયાયીની દૃષ્ટિએ સમજવાં જોઈએ એવી મારી માન્યતા છે. આ કામ તે તે ધર્મપુસ્તકો વાંચ્યા વિના ન જ થઈ શકે એ દેખીતું છે. શીખ સંપ્રદાયનું મૂળ પુસ્તક' ગ્રંથસાહેબ છે. જપજી' એ સંપ્રદાયના પ્રણેતા ગુરુ નાનકસાહેબની વાણી છે. એટલે તેના પરિચય આપણે બધાએ કરવા ઘટે છે. મગનભાઈના સરલ અનુવાદ ગુજરાતીઓને સારુ આ પરિચય સુલભ કરી મૂકે છે. મારી આશા છે કે સહુ તે લાભ ઉઠાવશે, તા. ૨૨-૩-૧૮ માહનદાસ કરમચઢ ગાંધી કલકત્તા Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ શ્રી જપજી. “જપજી” શીખ લોકોના ગુરુ ગ્રંથનો સર્વોત્તમ મહત્તવને ભાગ છે. ગ્રંથસાહેબમાં તે આદિમાં છે, એટલું જ નહિ, તેનું મૂળ ને સત્તાવાર રહસ્ય બતાવવામાં પણ “જપજીનું સ્થાન સર્વોત્તમ અને પ્રથમ ગણાય છે. શીખ ધર્મનાં મૂળ તો આમાં આવી જાય, એમ શ્રદ્ધાળુ શીખો સમજે છે. તેથી એને તેઓ “ગુરુ મંત્ર' પણ કહે છે, અને દરેક શીખ રોજ સવારે એને વિધિપૂર્વક પાઠ કરે છે. ગુરુ નાનકને ઉપદેશ કોઈ ખાસ કામ કે યુગ માટે નથી. એમાં બોધાયેલું સત્ય મનુષ્યમાત્ર માટે છે. ગુરૂ નાનકના જમાનામાં ધર્મભ્રષ્ટતા ચારેકોર ફેલાઈ ગઈ હતી. અધૂરામાં પૂરું કરવા દેશ પર બાબર ચડી આવ્યો અને તેણે હિંદુ તેમ જ મુસલમાન બંનેના જાનમાલની નિરપેક્ષ ભાવે બરબાદી કરી. લેકની થયેલી આવી ઢંગધડા વિનાની સ્થિતિમાંથી તેમને બચાવવાનો એકમાત્ર માર્ગ સાચું ઈશ્વરચરણ સિવાય બીજો કોઈ નથી, એમ જોઈ, ગુરુ નાનકે પોતાની ભક્તિને લોકગુરુના બીબામાં ઢાળી અને અંધકાર-યુગમાં દીવો પ્રગટાવ્યો. સાચો ધર્મ એ રાષ્ટ્રનિર્માણ કરનાર મહાન પ્રજાકીય બળ છે અને એનું ફળ સાર્વજનિક લોકસંગ્રહ છે, એ આમ કરીને ગુરુ નાનકે પુરવાર કરી બતાવ્યું હતું. મૂળ પાઠ, શબ્દાર્થ, ગદ્ય અનુવાદ અને વિવરણ સહિત. Page #175 -------------------------------------------------------------------------- ________________ ગીતાનું પ્રસ્થાન અને ગીતાના પ્રબંધ સ‘પાદ : મગનભાઈ દેસાઈ ગીતા કંઈ કુરુક્ષેક્ષના રમખાણમાં જ અચાનક નથી પ્રગટી. તેનું મંડાણ મહાભારતનાં મુખ્ય પાત્રો દ્વારા થતું આવે છે. સંવાદ-કથારૂપે એ આખા ભાગ મહાભારતમાંથી આ પુસ્તકમાં જુદા તારવી આપવામાં આવ્યો છે. પ્રકરણાને અંતે તે તે પ્રકરણમાં આવતા મૂળ શ્લેાકામાંથી સુભાષિત જેવા શ્લોકો અનુવાદ સાથે તારવી આપવામાં આવ્યા છે. તે શ્લોકોના વાચનથી મહાભારતની મૂળ વાણીના પ્રસાદ પણ અંતરને પરિતૃપ્ત કરી દે છે. . ૫૦૦ ', ૨૦૦ ગીતાના બંધની ગીતાના બંધારણથી સમજ આપવામાં આવી છે. કાકાસાહેબે માનનીય પ્રસ્તાવના લખી આપીને ગીતાની સમજુતી આપી છે. ઈશાવાસ્ય ઉપનિષદ સ'પાદક : મગનભાઈ દેસાઈ કિં. ૨૦૦ • મેાક્ષ માટે બધાં ઉપનિષદોમાં જેમ એકલું માંડૂકય ઉપનિષદ બસ છે, એમ કહેવાય છે, તે પ્રમાણે બધાં ઉપનિષદા ન હોય પણ ઈશાપનિષદના પહેલા મંત્ર જ બાકી રહ્યો હોય, તોપણ બસ થાય – એમ પણ કહેવાયું છે. શ્રી. મગનભાઈ દેસાઈએ ‘મુંડકોપનિષદ', કનૈાપનિષદ' અને ‘માંડૂકયોપનિષદ ’, મૂળ શ્લાક, પદાર્થ, અન્વય, અનુવાદ તથા વિવરણથી સુસંપન્ન કરી ગુજરાતી વાચકને આપ્યાં છે. તેમની સંપાદનશૈલી આધુનિક જમાનાના વાચકને ફાવતી આવે છે તથા ઉપયાગી નીવડે છે. એ જ શૈલીમાં આ અગત્યનું ઉપનિષદ રજૂ કરવામાં આવ્યું છે. ધર્મસાહિત્યના રસિયા ગુજરાતી વાચક-વર્ગને તે ઉપયોગી તથા રસપ્રદ નીવડશે. ૧૧૪ Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રીકૃષ્ણા નસ’વાદ અથવા બુદ્ધિયાગ-૧-૨-૩-૪ સપાદક : મગનભાઈ દેસાઈ ’િ. ૧૧૦-૦૦ ગીતા ઉપર અનેક વિવરણા-ભાષ્યા-ટીકાઓ ઘણા જૂના સમયથી લખાતાં જ આવ્યાં છે, અને લખાતાં રહેશે. પરંતુ મેાટા ભાગના ભાષ્યકારો કે વિવરણકારા, ગીતાને જીવનદર્શનના મુખ્ય આધાર માનીને તેની પાસે જવા કરતાં, પોતાની વસ્તુને ગીતા કેટલે અંશે પ્રમાણે છે તે બતાવવા જ કોશિશ કરે છે. અને તેથી તેને ઘણી વિચિત્ર પરિસ્થિતિમાં મુકાવું પડયું છે : કાં તા ગીતાની મહાભારત-યુદ્ધવાળી ભૂમિકાને અવગણવી પડી છે કે રૂપક તરીકે ઘટાવવી પડી છે. (જેમ કે, શ્રી શંકરાચાર્ય, ગાંધીજી); અથવા અમુક શ્લોકો છાડી દેવાનું કે ફરી ગાઠવી લેવાનું જરૂરી લાગ્યું છે (જેમ કે, રાજાજી, કાકાસાહેબ); કે પછી સાંખ્ય, યોગ, યજ્ઞ, બ્રહ્મકર્મ, કૃત્સ્ન કર્મ, બ્રહ્મનિર્વાણ, બુદ્ધિ, બુદ્ધિયાગ જેવા અગત્યના શબ્દો કે સિદ્ધાંતોને સળંગપણે – સમન્વિત રીતે – અર્થપૂર્ણ રીતે – ઘટાવવાને બદલે, ત્યાં આગળ અગડંબગડું જેવું કરી આગળ ચાલવું પડયું છે. છતાં સૈકાઓથી ગીતા ધાર્મિક આચાર-વિચારના આકર-ગ્રંથ તરીકે — ડિક્ષનેરી તરીકે – ભારતવર્ષમાં સ્વીકારાતી આવી છે, અને તે યથેાચિત જ છે. ગીતાના આધાર લઈને સીએ, વૈશ્ય તથા શૂદ્રો પણ પરમ ગતિને પામી શકે, એવી સહેલી અને માર્મિક વાત તેમાં રજૂ કરવામાં આવી છે, એવા ગીતાકારના પોતાના કોલ છે (અ૦ ૯, ૩૨). એ દૃષ્ટિએ, ગીતાના સર્વાંગ-સૂત્ર અર્થ રજૂ કરવાના ઇરાદા ધરાવતું, તથા સળંગ-સૂત્ર સીધા અર્થ રજૂ થાય તેવી રીતનું જ ગીતાનું ઘડતર છે એવું માનીને ચાલતું આ વિવરણ સૌ કોઈને આવકાર્ય બનશે, ૫૫ Page #177 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની ભક્તની પ્રતિભા સંપાદકઃ મગનભાઈ દેસાઈ . નાસાઈ કિં. ર૫-૦૦ [જ્ઞાની કવિ શ્રી. રાયચંદભાઈ] . ગાંધીજી જણાવે છે તેમ, તેમના ઉપર ત્રણ મહાપુરુષોની ઊંડી છાપ પડી હતી : ટૉલ્સ્ટૉય, રસ્કિન અને રાયચંદભાઈ. ઇંગ્લેન્ડ વાસ દરમ્યાન ઊભા થયેલા આત્મમંથન વખતે હિંદુ ધર્મ બાબતમાં તેમને જયારે શંકા પેદા થઈ હતી, ત્યારે તેના નિવારણમાં મદદ કરનાર રાયચંદભાઈ હતા. હિંદુધર્મમાં જ જે જોઈએ તે મળે એમ છે, એવા ગાંધીજીને તેમની સાથેના પત્રવ્યવહારથી વિશ્વાસ બેઠો હતો. ગાંધીજીના જીવનનો (ખાસ કરીને તેમના અધ્યાત્મ-વિકાસના ક્ષેત્રે) અભ્યાસ કરનારે તેમના ઉપર આવો પ્રબળ પ્રભાવ ધરાવતી આ વ્યક્તિ વિષે જાણવું જોઈએ – એ ખ્યાલથી શ્રી. મગનભાઈ દેસાઈ કવિ રાજચંદ્રનાં લખાણો વાંચવા શરૂઆતમાં પ્રેરાયા હતા. ત્યાર પછી શ્રીમદ્ રાજચંદ્ર જન્મશતાબ્દી અંગે લેખ લખવાને આવતાં તેમણે નોંધ્યું છે કે, શ્રીમદ્ રાજચંદ્રની જાણ (ગાંધીજીની જગમશહૂર “આત્મકથા' વાટે) જગતભરમાં ફેલાઈ હોવા છતાં, શ્રીમદૂનાં જીવનકાર્ય તથા બોધવચને તેમ જ સાહિત્યને ઘટતે અભ્યાસ થયો છે એમ ન કહી શકાય. ગુજરાતના સામાજિક, ધાર્મિક તથા આધ્યાત્મિક લોકજીવનના ઈતિહાસમાં કવિશ્રીનું ટૂંકું જીવન પણ એક અનેખું પ્રકરણ બની શકે એવું પ્રભાવશાળી અને મૌલિક છે. તે વિચારથી શ્રી. મગનભાઈ દેસાઈએ શ્રીમદ્ રાજચંદ્રનું મોટું અને અભ્યાસપૂર્ણ જીવનચરિત્ર લખવાનું કામ આરંળ્યું હતું. મહાપુરુષોને પણ ઉચિત – અધિકારી જીવનચરિત્ર-લેખક મળવા એ તેમનું ખુશનસીબ ગણાય છે. જોકે, ગીતાના વિવરણ પેઠે શ્રી. મગનભાઈનું આ બીજું અગત્યનું પુસ્તક પણ તેમના અકળ અવસાનને કારણે અધૂરું જ રહ્યું છે. છતાં એ વાંચતાં, શ્રીમદ રાજચંદ્રનું આવું સર્વોપયોગી થાય તેવું ઝીણવટભર્યું જીવનચરિત્રા લખાવું કેટલું બધું જરૂરી છે, તથા આ પુસ્તકથી તે ઊણપ કેટલે મહદંશે પૂર્ણ થાય છે, તેને ખ્યાલ વાચકને આવ્યા વિના રહેશે નહિ. ૧૫૬ Page #178 -------------------------------------------------------------------------- ________________ મિડલ સ્કૂલ : “અદકેરું અંગ” લેખકઃ મગનભાઈ દેસાઈ કિં. ૧-૦૦ આવકાર [[ઠાકોરભાઈ મ. દેસાઈ) અંગ્રેજોએ પિતાને રાજવહીવટ સારી રીતે ચાલે તે સારુ ભણતરની એક પદ્ધતિ આ દેશમાં ઊભી કરી અને ચલાવી. તેના કેટલાંક પરિણામો આવ્યાં. એક એવું કે, આ દેશમાં અંગ્રેજી ભણેલાઓની એક જમાત ઊભી થઈ. બીજું એવું કે, લેકમાનસમાં બધી રીતે આગળ વધવાની ચાવી અંગ્રેજી અને તે વાંચવાલખવાની આવડત છે, એવો ભાવ દૃઢ થયો. ત્રીજું એ કે, ભણતર જ નહીં, જ્ઞાન એટલે પણ અંગ્રેજી જ, એવી એક વિચિત્ર મનોદશા આ દેશના લોકોમાં ઘર કરી ગઈ. સ્વરાજ્યની સ્થાપના થયા પછી દેશના ભાવી વિકાસની દૃષ્ટિથી રાષ્ટ્રની ભણતરની વ્યવસ્થામાં અંગ્રેજીનું સ્થાન શું હોય તે બાબતમાં જે અનેક તરેહવાર વિચારો ને ભાવો વહેવારમાં કાર્ય કરતા જોવા મળે છે, તે પરથી અંગ્રેજોએ શરૂ કરેલી શિક્ષણની પદ્ધતિનાં રાષ્ટ્રના વિકાસને બાધક પરિણામોની સાબિતી મળે છે. આખાયે દેશમાં રાજ રાજ્ય અને પ્રદેશ પ્રદેશે અંગ્રેજીને ભણતરમાં તેમ જ બીજા વહેવારોમાં તેના યોગ્ય સ્થાને મૂકવાને માટે મથામણો ચાલે છે. અંગ્રેજીને મળી ગયેલા અકુદરતી સ્થાનને કારણે એ મથામણો બહુ કપરી નીવડી છે. છતાં એક વાત નિશ્ચિત છે કે, એક પ્રજા તરીકે આપણે આ બાબતમાં સાચી પરિસ્થિતિ ઓળખી, આપણું સામર્થ્ય કેળવવાને અંગ્રેજીને તેને ઘટતે સ્થાને રોકી દઈશું નહીં ત્યાં સુધી આ દેશની આખીયે શિક્ષણવ્યવસ્થામાં અને ખાસ કરીને પ્રાથમિક શિક્ષણમાં જીવ આવવાનો નથી. ગુજરાત રાજ્યમાં આ મુદ્દા પર વર્ષોથી વહીવટને અને શિક્ષણને ક્ષેત્રે વાદાવાદ ચાલ્યા કરે છે. સમગ્ર પ્રજાના હિતના વિરોધમાં તેના એક અંગનું હિત ખડું થાય છે ત્યારે એ વાદાવાદ કેવાં કેવાં ચિત્રવિચિત્ર સ્વરૂપો ધારણ કરે છે, તેને આપણને પાછલાં વર્ષોમાં સારો એવો અનુભવ થયો છે. ૧૫૭ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! ઘણી વાર તે, એ અંગને સ્વાર્થ તે જ સમગ્ર પ્રજનું હિત છે, એવી માન્યતા લોકમાનસ પર ઠસાવવાનો પ્રયાસ થાય છે. તે વખતે એ આખા સવાલમાં પ્રજાનું સાચું હિત કયાં અને કેવું રહેલું છે તેની પ્રસંગે પ્રસંગે સ્પષ્ટતા કરતા રહેવું પડે છે. શ્રી. મગનભાઈ દેસાઈ વર્ષોથી, બલકે જ્યારથી આ સવાલ જાહેર ચર્ચાના મેદાનમાં ઊપડ્યો ત્યારથી, એક સત્યાગ્રહી તરીકે લગભગ એકલે હાથે આ ફરજ અદા કરતા આવ્યા છે. તેમાં હમણાં હમણાં એ વાદાવાદમાં પિતાનાં જે લખાણેથી તેમણે પરિસ્થિતિનું સત્ય લોકો આગળ રજૂ કર્યું છે, તેને આ સંગ્રહ છે. જેને જેને આ દેશની સામાન્ય અને ખાસ કરીને પછાત પ્રજાનું ભણતર ને તેની વ્યવસ્થા ઘટતી ગોઠવાય એવી લગની છે, તે સૌને આ લખાણો પોતાની સમજ સ્પષ્ટ તેમ જ શુદ્ધ કરવામાં ઉપયોગી નીવડવાં જોઈએ. આ દૃષ્ટિથી આ લખાણને સંગ્રહ યોગ્ય સમયે એકત્ર કરી પ્રસિદ્ધ કરવાને સારુ પરિવાર પ્રકાશન સહકારી મંદિરને અભિનંદન ઘટે છે. સત્યાગ્રહનો રસ્તો કઠણ છે. તે માર્ગે જનારાઓને ઘણી વાર એકલા એકલા પિતાને પ્રવાસ ચાલુ રાખવો પડે છે. પણ એવા માર્ગના પ્રવાસીઓ જ દેશમાં ચાલી રહેલી સર્વાગી કાતિને આગળ ચલાવવાની પ્રજાની શક્તિ નિર્માણ કરે છે. આ ચેપડી એવી શક્તિ કેળવવામાં ઉપયોગી નીવડે. તા. ૩૧-૭-'૬૫ ઠાકરભાઈ મ. દેસાઈ મારે જે કહેવું છે તે એટલું જ કે, જેમ આપણું રાજ્ય પચાવી પાડનાર અંગ્રેજોના રાજ્યને સફળતાથી આપણે કાર્યું. તેવી જ રીતે સાંસ્કૃતિક સ્વરાજને પચાવી પાડનારી અંગ્રેજી ભાષાને પણ કાઢો. જગતનાં વેપાર તથા રાજ્યનીતિની આંતરરાષ્ટ્રીય ભાષા તરીકેનું તે ભાષાનું કુદરતી સ્થાન છે, તે તે સમૃદ્ધ એવી એ ભાષાનું હમેશ રહેશે.” ૧૧–૯–૪૭ - ગાંધીજી આ જરૂરી ફેરફાર કરવામાં જેટલા દિવસની ઢીલ થાય છે, તેટલું આપણા રાષ્ટ્રને સાંસ્કૃતિક નુકસાન જ થાય છે.” ૨૧-૯-૪૭ - બાંધીજી Page #180 -------------------------------------------------------------------------- ________________ ગાંધી” ફિલમની કહાણી . [ફિલમ-નિર્માણની એક અનોખી કથા] સંપાદકઃ ગેપાળદાસ પટેલ કિ. ૧૦-૦૦ પ્રકાશક પુત્ર છેપટેલનું નિવેદન ભારત દેશે એકવીસમી સદીએ પહોંચતા પહેલાં આત્મહત્યા કરવાનું નિરધાર્યું હોય એમ લાગે છે. નહિ તો દેશે આદરેલા આઝાદી માટેના સંગ્રામની, જે ગાંધીજીએ, દેશોત્થાન માટેના જરૂરી સાધને જોગવીને પૂર્ણાહુતિ સાધી આપી, તે ગાંધીજી અને તેમનાં તે સાધનાને ભારત દેશે કદી આટલો જલદી જાકારો આપ્યો ન હતા. આજે કે હજુ પણ “ગાંધી’ શબ્દ તે દેશમાં ચારે બાજુ રટાય છે; પણ તે તે પારસી કોમની અટક છે, મેહનદાસ કરમચંદની નહિ. સદીઓથી પરદેશીઓની ગુલામી વેઠીને મુડદાલ બની ગયેલ પ્રજામાં નવચેતન ઊભું કરવા ગાંધીજીએ સત્ય, અહિંસા, દેશપ્રેમ, સ્વદેશી, માતૃભાષા, રાષ્ટ્રભાષા, સંયમ, ત્યાગ, દારૂબંધી, રેંટિયો, ખાદી, વગેરે જે અત્યંત જરૂરી સાધનો કે શસ્ત્રો દેશને ધારણ કરાવ્યાં હતાં, તેમને ત્યાગ કરીને બદલામાં આજે અંગ્રેજી, દારૂ, નિરોધ, આધુનિક યંત્ર અને ટેકનોલૉજી તથા અનિયંત્રિત ભોઐશ્વર્યની લાલસાને સ્થાપવામાં આવ્યાં છે. ઉપરાંત, આ વર્ષે કોંગ્રેસની શતાબ્દી ઊજવવામાં આવી રહી છે – – પરંતુ કઈ કોંગ્રેસની? જે કોંગ્રેસે ગાંધીજીની પિતાના સભ્યપદેથી હકાલપટ્ટી કરી હતી, અથવા કહો કે જે કોંગ્રેસથી જાતે જ છૂટા થઈ જવા જેટલી ખેલદિલી ગાંધીજીએ દાખવી હતી – કારણ કે, દેશના બે ભાગલા પાડેલું સ્વરાજ ગાંધીજીને ખપતું ન હતું, અને તે વખતના બીજા કોંગ્રેસી નેતાઓ ભાગલા પાડેલું સ્વરાજ સ્વીકારી લેવા અધીરા થઈ ગયા હતા – તથા સ્વરાજ મળ્યા પછી કોંગ્રેસે રાજસત્તા ધારણ કરવાને બદલે લોકસેવા-સંવમાં પરિવર્તિત થઈ જવું, એવો વિચાર ગાંધીજીએ છેવટના ૨જ કર્યો હતો, જે વિચાર પણ કોઈ કોંગ્રેસીને મંજૂર ન હતું! ૧૫૯ Page #181 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! – તે કોંગ્રેસની આ વર્ષે ચોમેર શતાબ્દી ઊજવવામાં આવી રહી છે. તે પણ કોંગ્રેસના સ્થાપના-દિન ૨૮ ડિસેમ્બરથી માંડીને નહિ, પણ તેથી કેટલાય મહિના પહેલાં મોતીલાલ નહેરુના જન્મદિવસથી; કે જે મોતીલાલ, કોંગ્રેસ સ્થપાઈ તે દિવસે માંડ ૨૨ કે ૨૪ વર્ષના જુવાનિયા હશે! અર્થાતુ ગાંધીજીને પાછળ નાખીને આઝાદી માટેની તથા આઝાદી બાદની દેશની ધુરા ચાર-પાંચ પેઢીથી નહેરુ-વંશ વહન કરતો આવ્યો છે, એવું દેશની નવી તથા ભવિષ્યની પેઢીઓને ઠસાવવા! હા, પોતપોતાના દેશને ખૂનખાર યુદ્ધોમાંથી હેમખેમ બહાર કાઢી લાવનાર ઍલિન, મા, ચચિલ વગેરે સેનાપતિઓ, સર્વસત્તાધીશો કે સરમુખત્યારોની સ્મૃતિને પછીની પેઢીઓ ભૂંસી નાખતી હોય એવા દાખલા ઇતિહાસમાં નોંધાયેલા મળી આવે છે. પણ રામ, કૃષ્ણ, બુદ્ધ, કાઈસ્ટ જેવા મહાપુરુષની પૂજા અને સ્મૃતિ પછીની પેઢીઓ પણ કાળજીપૂર્વક સૈકાઓ સુધી જાળવી રાખે છે. એક ભારત દેશ જ ગાંધીજી જેવા મહાપુરુષની પુણ્યસ્મૃતિને દેશના ફલક ઉપરથી ભૂંસી નાખવા બે-ચાર દસકા જેટલા ગાળામાં જ ઉતાવળો થઈ ગયો છે. બીજા શબ્દોમાં કહીએ તે આજે ગાંધીજી ફરી દેશમાં સદેહે દાખલ થવા માગે, તે દેશની ૮૦ ટકા વસ્તી તેમને કિવટ ઇંડિયા' એવા શબ્દો જ સંભળાવે! પરંતુ ગાંધીજીને સંદેશ એકલા ભારત માટે હતો જ નહિ. ખરેખર તે આખી દુનિયાને પણ વિનાશ અને બરબાદીમાંથી બચવું હોય, તે તેમણે ચધલ માર્ગ જ અપનાવવો પડે. એટલે ભલે ભારતમાં તેમને સંદેશ ભૂસી નાખવામાં આવ્યો, પણ દુનિયાભરમાં તો કેટલાય સમજણા અને વિચારક લોકો ગાંધીજીના સંદેશનું મૂલ્ય સમજીને ગાંધીજીને સંદેશ જીવંત રહે તે માટે પિતપતાની રીતે પ્રયત્નશીલ રહ્યા છે. તેવામાં એક મોતીલાલ કોઠારી પણ હતા, જે લંડનમાં રહ્યા રહ્યાય ગાંધીજીને સંદેશ જીવંત રહે અને પ્રચાર પામે તે માટે પ્રયત્ન કર્યા કરતા હતા. તેમણે, છેવટે, આધુનિક જમાનાને વિચાર કરીને, ગાંધીજી વિશેની ફિલમ બને તો તેમના સંદેશને વધુ વ્યાપક રીતે પ્રચાર થાય, એમ નક્કી કર્યું. પરંતુ કઈ ફિલમ-નિર્માતાઓ એ કામ. હાથમાં લેવાની ઈચ્છા બતાવી નહિ. એક તો ગાંધીજી જેવાના જીવનમાં ફિલમનું વસ્તુ બની શકે તેવું કશું ય નહિ એમ માનીને; અને બીજું, ગાંધીજી વિશે જાણવા વળી આજના જમાનાને કયો માણસ છે, એ વિચારથી પણ. Page #182 -------------------------------------------------------------------------- ________________ ગાંધી ફિલમની કહાણી an પરંતુ જાણે જગન્નિયંતાની જ યાજના કામ કરી રહી હોય, તેમ, છેવટે ભારત તેમ જ ગાંધીજી વિષે કશું ન જાણનાર એક અંગ્રેજ બચા જ એ ફિલમ બનાવવા તૈયાર થયો: લૂઈ ફિશરના ગાંધીજી વિષેના પુસ્તકનાં થોડાં પાન વાંચવા માત્ર! પણ માત્ર ઇચ્છા રાખ્યું બધું ઓછું પતી જાય છે? તે અંગ્રેજ પોતે તે મુખ્યત્વે એક ઍકટર હતા; ફિલમનું નિર્દેશન કે નિર્માણ કરવાના તેને ખાસ અનુભવ ન હતા. છતાં જાણે ઈશ્વર જ તેને (ભૂતની પેઠે) વળગ્યા હાય તેમ, વીસ વીસ વર્ષ સુધી, ગાંધીજીની ફિલમ બનાવવાની પાતાની એ ઇચ્છાને વળગી રહી, પેાતાની કારકિર્દી તથા કમાણીને પણ જેખમમાં નાખ્યા કરીને તેણે તે કામ કેવી રીતે પાર પાડયું, એની કથા ખરેખર રોમાંચક છે. લેવિન જેવાના યહૂદી-માનસનેા, તથા અંગ્રેજી હકૂમતમાંથી ભારતને આઝાદ કરાવનાર પ્રત્યે સામાન્ય અંગ્રેજને વિરોધ તા સમજી શકાય છે; પરંતુ ભારતના કેટલાય ખેરખાંઓના પણ વિરોધ વેઠવા પડે, અરે તે વેળાના રાષ્ટ્રપતિએ વાઇસરૉય-ભવન તરીકે ત્યાં ચાલેલી ચર્ચા-વિચારણાઓના સીન લેવા ખાતર આજના રાષ્ટ્રપતિ-ભવનના ઉપયોગ કરવા દેવાની પણ ના પાડી, અને તેથી રાષ્ટ્રપતિ-ભવનનાં માત્ર બહારનાં પગથિયાં ઉપર ચડતા ગાંધીજીના જ સીન લઈ શકશેા, – એ બધું આપણને વિચારમાં નાખી દે તેવું છે. -- આ આખી કથા ઘણા ટૂંકાણમાં છતાં ઘણી સરળતાથી સંપાદક આ પુસ્તકમાં ઉતારી શકયા છે, તેથી ગુજરાતી વાચકને તે બધું જાણવું ઘણું સરળ થઈ પડશે, એ આશાથી આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવે છે. ૩૦-૧૧-૮૫ ગુ૦ – ૧૧ પુ॰ છે. પહેલ મત્રો Page #183 -------------------------------------------------------------------------- ________________ સ્તવન [ગાંધીજીનું, હજાર મુખે] ૧. બીજા સિદ્ધાંત કે વિચારસરણીઓ તે અમુક એક સમયને જ લાગુ પડતાં હોય છે, હરકોઈ સમયને નહિ. પણ ડહાપણ અને માનવતાના ભવ્ય અને કલ્યાણકર દીપક સમા ગાંધીજીના ઉપદેશો તે અનંત કાળ માટેના છે. તેથી કરીને આપણે સૌ ગાંધીજીના જીવનકાળ દરમ્યાન ભલે તેમને લાયક ન નીવડયા; પણ તેમના શાશ્વતકાળ માટેના ઉપદેશોને અનુસરીને તેમના મૃત્યુ બાદ તેમને લાયક બનીએ! - પાલખીવાલા ૨. “સમગ્ર વિશ્વ ગાંધીને જે પૂજ્યભાવથી સન્માને છે, તેના પાયામાં, મોટે ભાગે અણછતી એવી ભાવના રહેલી છે કે, આજના આપણા નૈતિક અધોગતિ પામેલા જમાનામાં એ એક જ રાજકારણી પુરુષ એ હતો, કે જે રાજકારણના ક્ષેત્રમાં પણ માનવ સંબંધો બાબત એવા ઉચ્ચ આદર્શોનું ઉદાહરણ રજ કરતા હતા, કે જે આદર્શોને પહોંચવા આપણે સૌએ આપણી સમગ્ર તાકાતથી કોશિશ કરવાની છે. આપણે એ અઘરો પાઠ શીખ જ, પડશે કે, વિશ્વને લગતા તથા બીજા પણ સૌ વ્યવહારમાં નગ્ન પશુબળની ધમકીને બદલે ન્યાય અને કાનૂનને પાયામાં રાખીને આપણે સૌ વર્તીશું, તે જ માનવજાતનું ભાવી કંઈકે સહન કરી શકાય તેવું બની રહેશે. ભાવી પેઢીઓ તે એવું માની પણ નહિ શકે કે, આવો માણસ આ પૃથ્વી ઉપર (લોહીમાંસનું) શરીર ધારણ કરીને વિચારતો હતો.” - આઈનસ્ટાઈન ૩. ભારતની જુવાન પેઢી કે જે ગાંધીજીનાં અસંખ્ય બલિદાને અને અથાક પરિશ્રમોના સુફળ ભોગવી રહી છે, તે તેમના વ્યક્તિત્વને જાદુ સમજી નહિ શકે. બહારનાં કાંઈ સત્તા કે અધિકાર ધરાવ્યા વિના જ તે પિતાના દેશબંધુઓના નેતા બની રહ્યા હતા. રાજકારણના ક્ષેત્રમાં પણ તેમણે પિતાની સફળતા કઈ ચાલાકી કે કરામતને બદલે માત્ર પોતાના અંતરની નૈતિક ભવ્યતાથી જ હાંસલ કરી હતી. પશુબળના સહારા વિના જ પૃથ્વી Page #184 -------------------------------------------------------------------------- ________________ સ્તવન ૧૩૩ ઉપરના સૌથી શક્તિશાળી સામ્રાજ્ય ઉપર તેમણે વિજય મેળવ્યા હતે. ઊંડું ડહાપણ અને સામાને ઝટ વશ કરી લેનારી નમ્રતા ધરાવતા હેાવા છતાં તે લેાખંડી સંકલ્પ-બળ અને અડગ નિશ્ચયબળ ધરાવતા હતા. લશ્કરી તાકાતની પાવિકતાના, મૂઠી હાડકાંવાળા તેમણે, સાદા માનવની પ્રતિભાથી જ સામના કર્યા હતા! પાલખીવાલા ૪. “સૈકાં બાદ જ્યારે તેમના સમકાલીનેાનું નામ પણ ભુલાઈ ગયું હશે, ત્યારે મહાત્મા (ગાંધી)ને સૌ કોઈ યાદ કરતા હશે. આવી નમ્રતા, નિ:સ્વાર્થતા, આંતરિક સાહજિકતા અને શત્રુ પ્રત્યે પણ ક્ષમાભાવ ધારણ કરનારી બીજી કોઈ વ્યક્તિનું જીવન ઈતિહાસને પાને નોંધાયેલું જોવા મળતું નથી.” -વિલ ડુરાં પ. જ્યારે ગાંધીજી ભારતની આઝાદી માટે ઝઝૂમી રહ્યા હતા, ત્યારે તેમણે કહ્યું હતું — “થોડા માણસે સત્તા કબજે કરે એનાથી સાચું સ્વરાજ આવ્યું ન કહેવાય, જયારે સત્તાના દુરુપયોગ થાય ત્યારે તેને સામના કરવાની શક્તિ ‘બધા' જ પ્રાપ્ત કરે. બીજા શબ્દોમાં કહું તે, રાજસત્તાને નાથવાની અને નિયંત્રણમાં રાખવાની પાતાની શક્તિ પ્રત્યે સભાન કરવા માટે પ્રજાને કેળવીને જ આપણે સ્વરાજ મેળવવાનું છે.” – પાલખીવાલા 66 ૬, “જેમ જેમ ગાંધીજીના જીવન વિષે હું વિચાર કરતો જાઉં છું, તેમ તેમ મને સ્પષ્ટ થતું જાય છે કે, પાશ્ચાત્ય જગતને પજવી રહેલી બાબા સુધારવા માટે ગાંધીજી જ ઉપયોગી નીવડી શકે તેમ છે.” - લુઈ ફિશર ૭. શુક્રવાર, જાન્યુ૦ તા. ૩૦ના રોજ અહિંસાના મહાનમાં મહાન પેગંબર એક હત્યારાની ગોળીના ભાગ બન્યો. સંસ્કૃતિને ઉજાળનારો આવે તેજસ્વી અને ચળકતા સિતારા ભાગ્યે ઉદય પામતા હોય છે ઇતિહાસમાં કોઈએ પહેલાં ન કર્યા હાય તેટલા મેટાપ્રમાણમાં ગાંધીજીએ લોકોને સામાજિક અન્યાયનાં અનિષ્ટો પ્રત્યે સાબદા કર્યા હતા. આખી માનવજાતના અંતરાત્માને જાગ્રત કરવાનું કાર્ય જાણે તેમણે માથે લીધું હતું. દુનિયાએ પહેલી વાર એક સંતને ક્રાંતિના નેતા બનેલા જોયા હતા. ...... BON પાલખીવાલા Page #185 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે ૮, ગાંધીજીને અર્થશાસ્ત્રને લગતી બાબતમાં ઘણા લોકો (પ્રગતિને કટિ પાછો ફેરવનાર કે કેવળ) ગગનવિહારી – આદર્શવાદી માણસ ગણી કાઢે છે. પરંતુ તે લોકોએ ગાંધીજીના સિદ્ધાંતના પાયામાં રહેલ વસ્તુ સમજવાની તસ્દી જ લીધી હોતી નથી. ગાંધીજીને મન રેટિયો એ ભૂખ્યાં કરોડ માણસની સાથે આત્મભાવનું પ્રતીક છે. એ ભૂખ્યાં કરોડો જ તેમને મન પહેલો તેમ જ છેલ્લો અર્થાતું એકમાત્ર પ્રશ્ન છે. તે મૂંગા લાખો-કરોડ મનુષ્યોના અંતરમાં જ જેનું દર્શન થાય છે, તે ઈશ્વર સિવાય બીજા કોઈ ઈશ્વરને તે ઓળખતા નથી. યંત્રોનો ઉપયોગ કે વિજ્ઞાનની મદદને તે ઈનકારતા નથી, પરંતુ તે બંને બાબતે સમગ્ર પ્રજા જનેની આર્થિક તથા સામાજિક જરૂરિયાતો – આવશ્યકતાઓ સાથે બંધબેસતી હોવી જોઈએ. ગાંધીજી કહે છે કે, “મારા દેશને જોઈતી બધી વસ્તુઓનું ઉત્પાદન ત્રણ કરોડ માણસને બદલે (યત્રની મદદથી) માત્ર ત્રીસ હજાર માણસની મજૂરીથી કરી લેવામાં આવે, તેને મને વાંધો નથી. પરંતુ પેલાં ત્રણ કરોડ માણસ બેકાર તથા બેરોજગાર હરગિજ ન બનવા જોઈએ. મુખ્ય પ્રશ્ન... પ્રજાના કામકાજ વિનાના કલાકોનો ઉપયોગ કરવાનો અને એ રીતે કુદરતી પ્રક્રિયાઓ દ્વારા તેની વધતી જતી ગરીબાઈ હટાવવાનો છે...રંટિયાની સમગ્ર ફિલસૂફીનો પાયો જ એ હકીકતમાં રહેલો છે કે, હિંદુસ્તાનમાં અર્ધબેકાર કોડ મનુષ્ય છે. અને હું કબૂલ કરું છું કે, જો તેવાં કરોડો માણસે દેશમાં બેકાર રહેતાં ન હોય, તો રેટિયાને તેમાં કશું સ્થાન ન હોઈ શકે... હિંદુસ્તાનની કરોડો લોકોની ગરીબાઈ તથા પરિણામે નીપજતી બેરોજગારી હટાવી શકાતી હોય, તે આધુનિકમાં આધુનિક યંત્રોનો ઉપયોગ પણ હું મંજુર રાખું.” – પાલખીવાલા ૯. ગાંધીજીને મન આ સાત બાબતે મહા-પાપરૂપ હતી – નીતિ વિનાને – વેપાર; અંતરાત્માને સંતોષ વિનાનું - સુખ, સિદ્ધાંત વિનાનું – રાજકારણ; ચારિત્રય વિનાનું – શાન; માનવતા વિનાનું – વિજ્ઞાન; ઉદ્યમ વિનાની – સંપત્તિ, આત્મસમર્પણ વિનાની – ભક્તિ, - પાલખીવાલા Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ૧૦. ગાંધજીનાં બે સ્વપ્ન : તેમાંનું પહેલું તે દેશની આઝાદીનું. તે સ્વપ્ન તા. ૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ના રેજ સિદ્ધ થયું. પરંતુ નવી દિલ્હીમાં જ્યારે ગૂગલા અને તાપેાના ગડગડાટ વચ્ચે ઍની ઊજવણી ચાલી રહી હતી, ત્યારે ગાંધીજી ત્યાં હાજર ન હતા. તે તો બંગાળાના ગરીબ વચ્ચે પગપાળા વિચરી રહ્યા હતા. શાથી ? કારણ કે, તેમનું પ્રથમ સ્વપ્ર અલબત્ત સિદ્ધ થયું હતું, પણ તે તે। એમ માનતા હતા કે, ખરી ઊજવણીનો વખત તા તેમનું બીજું સ્વપ્રસિદ્ધ થશે ત્યારે જ આવશે. તેમનું બીજું સ્વપ્ર આ હતું સ્તવન - • હું તો એવા ભારતદેશ માટે પ્રયત્ન કરતા રહીશ, જે ભારતમાં ગરીબમાં ગરીબ લોકોને પણ એમ લાગતું હોય, કે આ તેમના દેશ છે, તથા જેના નિર્માણમાં તેમના અસરકારક અવાજ રહેલા છે; જે દેશમાં તવંગર એવા કોઈ વર્ગ નહિ હાય, કે ગરીબ એવા કોઈ વર્ગ નહિ હેય, તથા જેમાં બધી જ કામા સંપૂર્ણ સુલેહસંપ તથા મેળથી રહેતી હોય, મારા સ્વગ્નનું ભારત એ છે!” – પાલખીવાલા ૧૧. દેશમાં અત્યારે ચારિત્ર્યની કટોકટી પ્રવર્તી રહી છે. આજે દેશનું સર્વાંગીણ ચારિત્ર્ય ૧૮મી સદીમાં હતુ તે કક્ષાએ પહોંચી ગયું છે. યાદ કરો તે સમયના દેશવાસીઓના અધ:પાત, જેને લીધે મૂઠીભર યુરોપિયનો આખા દેશ ઉપર સહેલાઈથી રાજ્ય સ્થાપી શકયા. આપણા દેશવાસીએનું આજનું ચારિત્ર્ય પણ ગુનાખોરી, અપ્રમાણિકતા તથા સ્વાર્થપરાયણતાથી તેવું જ છિન્નભિન્ન અને કાંકિત બની ગયું છે. આખા દેશ ઉપર નૈતિક અધ:પાત લેઢાની અણીખે કોતરાઈ ગયો છે ...... દેશને અત્યારે રાજકીય નેતાગીરીની નહિ પણ નૈતિક આધ્યાત્મિક નેતાગીરીની જરૂર છે. એવી નેતાગીરી જે આખા રાષ્ટ્રના ચારિત્ર્યનું નવનિર્માણ કરી આપે ! સૌકાંઓ સુધીના આપણા દેશના ઇતિહાસ ઉપર નજર નાખશે તે જણાઈ આવશે કે, જ્યારે જ્યારે દેશને કોઈ ઉદાત્ત રાજવી કે મહાપુરુષની દોરવણી પ્રાપ્ત થઈ છે, ત્યારે ત્યારે દેશના લોકોએ અભ્યુદયની સર્વોચ્ચ કક્ષા હાંસલ કરી છે. – પાલખીવાલા Page #187 -------------------------------------------------------------------------- ________________ ભૂલ કેાની? [શ્રી. ગુરુદત્ત કૃત હિંદી નવલ ‘મૂ'] કિ. રૂ. ૭-૦૦ ગગાજળ [શ્રી. ગુરુદત્ત કૃત નવલકથા ‘ગાદી ધારા'] કિ', રૂ. ૧૨-૦૦ સંપાદક: સુબહેન પુ॰ છે॰ પટેલ હિટલરની અપેક્ષા રાખ્યા વિના સૌ કોઈ વિચારે * હિટલરે જર્મનીની સ્ત્રીઓને નોકરી કરતી રોકીને ફરજિયાત ગૃહિણી બનાવી મૂકી હતી. એવા કોઈ હિટલરની અપેક્ષા રાખ્યા વિના, સૌ કોઈએ વિચારવું તે જોઈએ જ કે, બાળકોના ઉછેર તરફ દુર્લક્ષ્ય કરી, પતિ-પત્ની માત્ર પોતાના સુખને જ લક્ષમાં રાખે તે શું પરિણામ આવે ?..... . યુવતી પહેલાં નાકરી કરતી હાય તો પણ લગ્ન બાદ તેણે નેકરી છેાડી દે વીજોઈએ, –એ ભાવી પેઢીની અને સમગ્ર દેશહિતની દૃષ્ટિએ હિતકર ન કહેવાય ?” સદ્દભાગ્યે જીવનને લગતા બધા પ્રશ્નોનો ઉકેલ શોધવા આખી બાહ્ય પરિસ્થિતિ બદલાય ત્યાં સુધી રાહ જોવી પડતી નથી. દરેક વ્યક્તિ પોતાના જીવન પૂરતા ફેરફાર શરૂ કરી જ શકે છે; અને માનવ-પ્રાણીની મહત્તા પણ બાહ્ય પરિસ્થિતિ ગમે તેટલી પ્રતિકૂળ હોય, તા પણ તેના ઉપર વિજય મેળવવામાં જ રહેલી છે. એટલે બધું બદલાશે ત્યારે કે બીજા બદલાશે ત્યારે બધું થશે, એમ કહીને હાથ જોડીને બેસી રહેવાથી માનવજીવનને લગતા કોઈ પ્રશ્નના ઉકેલ ન મળી શકે. દરેક માનવ પેાતાની પરિસ્થિતિનો ઘડવૈયા પણ છે. પરિસ્થિતિને જ સર્વોપરી માનીને નમી પડવું અથવા બેસી રહેવું, એ ત। નાસ્તિકતા છે, —માનવ મહત્તામાં, માનવ સર્વોપરિતામાં, તેથી જ અનેક નિર્મળા દેવી અને અર્જુનદેવા જેવા અને અનેક મદનમેહનો વચ્ચે જ મહાસિતારા પરિસ્થિતિથી અસ્પૃષ્ટ – પેાતાની ૧૩૩ Page #188 -------------------------------------------------------------------------- ________________ ગગાજળ આગવી તેજસ્વિતાથી – ચમક્યા કરે છે; પિતે પણ તરી જાય છે, અને પિતાની ભાવી પેઢીને પણ તારતા જાય છે. એવાં માતાપિતા ગાતઃ પિતરી છે; તેમને વંદન કરીને કૃતાર્થ થઈએ. તા. ૮-૯-૭૫ પુત્ર છેપટેલ ગંગાજળને લાભ લેવો હોય, તે ગંગોત્રી પહોંચે ગુરુદત્તજીએ ગંગાજીનું નામ ભારતીય સંસ્કૃતિ-પ્રવાહનું ચિન વર્ણન કરવા માટે જ લીધું છે. તેમનું કહેવું એમ છે કે, હજારો-લાખો વર્ષથી ગંગાજીનો પ્રવાહ હિમાલયમાંથી નીકળી ભારતવર્ષનાં મેદાનને પાવન કરતે - ફળદ્રુપ કરતો વહે છે. મૂળ આગળ તેનું પાણી, અલબત્ત, “પવિત્ર છે, સ્વચ્છ છે, મધુર છે અને રોગનાશક છે. પરંતુ હુગલી પાસે તો એ જ ગંગાજીનું પાણી મળ મૂત્ર, કીચડ અને કચરો વહેતું અપવિત્ર, અસ્વચ્છ અને હાનિકારક બની ગયું છે. તે પાણીને ગંગાજીનું કહી પવિત્ર તથા સ્વચ્છ માનીને સ્વીકારવું એ બુદ્ધિમત્તા નથી. ગંગાજીના પવિત્ર ગંગાજળને લાભ લેવો હોય, તો ગંગોત્રી તરફ પહોંચવું જોઈએ ઊભાં ચઢાણ સાધવો જોઈએ.” - પ્રકાશકના નિવેદનમાંથી] - કમુબહેન પુત્ર છે. પટેલ વંદે માતરમ્ બોલવા પ્રેરે એ જ સાહિત્ય ગુરુદત્તજીની આ નવલકથા ભૂતકાળના ઇતિહાસને બહાને જાણે અત્યારની આપણી વર્તમાન અધોગતિ જોવા માટેની આરસી જ આપણી સામે ધરે છે. અને એ રીતે જ આ નવલકથાને જેવી અને આવકારવી ઘટે. આવે વખતે તે ક્રાંતિના નારાઓ જ હોય; અને નારાઓને સંગીતગુણ કોઈ ચર્ચવા બેસતું નથી. તેમ આવી નવલકથાના કેવળ સાહિત્યગુણની ચર્ચા અસ્થાને છે. અત્યારે તે ‘વંદે માતરમ્ બોલવા આપણને પ્રેરે એ જ સાહિત્ય, એ જ કળા, એ જ સંગીત, એ જ કવિતા. બીજા બધા કેવળ ફંદ છે, પેખે છે, બેવકૂફી છે.” - આવકારના બે બેલમાંથી] - ગોપાળદાસ પટેલ “તિલક, ગાંધી જેવા ભારતમાતાના સપૂતના બલિદાનને પ્રતાપે દેશ આઝાદ થયા. સરદારે રાજકીય રીતે આખા દેશને એક પણ કરી આપે. પરંતુ ત્યાર પછી પંડિત નહેરુએ પંચવર્ષીય યોજનાની થેલી હાથમાં લઈ, Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારે ! બધાં રાજ્યોને તેમની ખુશામત કરતાં અને એ થેલીના પૈસા માટે પડાપડી કરતાં કરી મૂકયાં. પરિણામે અત્યારે જુદાં જુદાં રાજ્ય વચ્ચે અવર-જવરની, નોકરી-દાંધાની, અનાજપાણીની એટલી બધી સમસ્યા ઊભી થઈ ગઈ છે કે, આપણે ભારત નામના એક દેશના પ્રજાજન છીએ એવું હરગિજ ન લાગે. મહારાષ્ટ્રમાં બીજાં રાજ્યનાં માણસાને નેાકરી ન મળે તે માટે શિવ-સેના ઊભી થાય છે; તામિલનાડુમાં જુદા દ્રાવિડિસ્તાન – રાવણરાજ્ય માટે જ ઝુંબેશ ચાલે છે, અને હિંદી લિપિમાત્રને ડામરથી ભૂંસી નાખવામાં આવે છે (અલબત્ત, અંગ્રેજી લિપિ પવિત્ર છે અને તેથી સુરક્ષિત છે !); એકે નદીનું પાણી તકરાર-ઝઘડા વિનાનું રહ્યું નથી.” -ગેાપાળદાસ પટેલ શ્રી. ગુરુદત્ત શ્રી. ગુરુદત્તના જન્મ સન ૧૮૯૪ના ડિસેમ્બર માસમાં લાહાર મુકામે થયા હતા. તેમનું કુટુંબ આર્યસમાજી હતું. સન ૧૯૧૯માં પંજાબ યુનિવર્સિટીમાંથી એમ. એસસી. પાસ કરી, યુનિવર્સિટીના રિસર્ચ-સ્કૉલર તરીકે કામ કર્યું; પછી ગવર્નમેન્ટ કૉલેજમાં ડેમેટ્રૅટર બન્યા. ગાંધીજીની અસહકારની ચળવળ વખતે પેાતાની સરકારી કરી છેાડી,કૉંગ્રેસે સ્થાપેલી નેશનલ સ્કૂલમાં હેડમાસ્તર બન્યા. ૧૯૩૧માં આયુર્વેદના અભ્યાસ કરી, વૈદું શરૂ કર્યું. તેમની પહેલી નવલકથા સ્વાધીનતા વથ વર્’સન ૧૯૪૨માં છપાઈ, ત્યારથી તેમની ગણના શ્રેષ્ઠ નવલકથા-લેખકોમાં થવા લાગી. અત્યાર સુધીમાં તેમની સા નવલકથા પ્રગટ થઈ છે, અને હજુ થયે જાય છે. . ગુરુદત્તજીની ગુજરાતીમાં ઊતરેલી ચાર જાણીતી નવલકથાઓ - ‘કુટુંબ પરિવાર’ (મુન), ‘પ્રેમનાથ’ (યંત્રના), ધન અને ધરતી (ધરતી ગૌર ઘન), ‘ભ્રષ્ટાચારને માર્ગે’ (વતના માર્ત્ત), ‘ગંગાજળ’. (ગંગાજી ધારા) અને ‘ ‘ભૂલ કોની ?’ (સૂ) — તેમણે ગુજરાતી વાચકના સારા ચાહ સંપાદન કર્યો છે. મુબહેન પુ. છે. પટેલ કમુબહેનનો જન્મ ૧૯૩૪ની ૧૧મી ડિસેમ્બરે ખેડા જિલ્લામાં થયે હતા. શ્રી વિઠ્ઠલ કન્યા વિદ્યાલયમાંથી ગૂજરાત વિદ્યાપીઠની વિનીત પસાર કરીને ૧૯૫૪માં તેમણે વિદ્યાપીઠના કુલપતિશ્રી ડૉ. રાજેન્દ્રપ્રસાદ પાસે સ્નાતકની દીક્ષા લીધી. ત્યાર બાદ અમદાવાદના મજૂર મહાજન સંઘમાં જોડાઈ મજૂર બાળકોની કેળવણીનું કાર્ય કર્યું. તે પછી કમુબહેને પચ્ચીસ વર્ષ સુધી મહાદેવ ટ્રસ્ટ Page #190 -------------------------------------------------------------------------- ________________ ગંગાજળ દ્વારા એલિસબ્રિજ, કોચરબ આશ્રમમાં કયૂરેટર-ગ્રન્થપાલ તરીકે તેમ જ જોધપુર હિલની તળેટીમાં સેટેલાઈટ વિસ્તારમાં સત્યાગ્રહ છાવણીમાં ખાદી ગ્રામોદ્યોગ, વિશ્વ-સાહિત્ય અને ગાંધી-સાહિત્યની પ્રચાર પ્રવૃત્તિ, મહિલા વિકાસ અને બાળકોના કલ્યાણની પ્રવૃત્તિઓ, ધ્યાન અને કુદરતી ઉપચારની શિબિરે કરી. ૧૯૬૨ માં પરિવાર પ્રકાશન, સત્યાગ્રહ છાવણી, અંબર-ખાદી-ગ્રામોદ્યોગ મ્યુઝિયમ, ફૂલવાડી, રાતરાણી, મગનવાડી, ધ્યાન અકાદમી, ડૉ. હરિપ્રસાદ દેસાઈ મેડિકલ સોસાયટી, હેલ્થ ફૂડ સ્ટોર, શ્રી ગોપાલદાસ જીવાભાઈ પટેલ - વિશ્વ-સાહિત્ય ટ્રસ્ટ ગ્રંથાલય અને “સરદાર-બ્રિગેડના સંસ્થાપક સભ્ય તરીકે જોડાઈ આ બધી સંસ્થાઓની સ્થાપનામાં અગ્રેસર ભાગ લઈ તેમને સંગઠિત કરવામાં ભારે જહેમત ઉઠાવી. તેમણે પુત્ર છો૦-મોરારજી સંઘર્ષમાં બહાદુરીપૂર્વક સક્રિય ભાગ લઈ છેવટ સુધી અણનમ રહ્યાં. સત્યાગ્રહ’, ‘ટકારવ”, “પારસમણિ”, “જ્ઞાનતિ અને બીજાં સામયિકોમાં પ્રાસંગિક લેખ લખ્યા. અને શ્રી. મગનભાઈ દેસાઈની પ્રેરણાથી સાત શિક્ષાપત્રી (ચિંતન-મણિમાળા, વિચાર-માળા, અમરવેલ, આમાધન-માળા, પારસમણિ, અવળવાણી અને વિચારમણિમાળા) ગુજરાતી વાચકોને ભેટ આપી. તથા સાક્ષરશ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી કૃત નવલકથાનો વિસ્તૃત, સચિત્ર સંક્ષેપ પ્રસિદ્ધ કર્યા. તેમ જ હિંદી લેખક ગુરુદત્તની છ નવલકથાઓ (પતવા મા – ભ્રષ્ટાચારને માર્ગે, “Tટન'– કુટુંબ પરિવાર, પ્રવંવના' – પ્રેમનાથ, “irી ઘારા' – ગંગાજળ, “મૂત્ર'- ભૂલ કેની? અને “ધરતી ગૌર વન' – ધન અને ધરતી) ગુજરાતીમાં ઉતારી. હવે બધી પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત થઈ આરોગ્ય, સફાઈ-વિજ્ઞાન, નહિંગ, ગૌસેવા અને બાલવાડી જેવી હળવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં રહી, સ્વાકાણી, સ્વાવલંબી અને સ્વમાની સ્વતંત્ર જીવન જીવવાનો શોખ ધરાવે છે. તેમને વાચન, પ્રવાસ અને લોકસંપર્કને ભારે શેખ છે. ભારતયાત્રા ઉપરાંત ઇંગ્લેન્ડ, સ્વીડન અને નેર્વેને પ્રવાસ પણ તેમણે બે વખત કર્યો છે. - ૧૯૫૦માં તેમણે શ્રી. પુ. છો. પટેલ સાથે લગ્ન કર્યું છે. તેમને ચાર સંતાન છે: રાજુ, નાનક, પ્રીતિ અને પ્રજ્ઞા. સંપર્ક: ૧૭૦, સત્યાગ્રહ છાવણી, સેટેલાઈટ, અમદાવાદ–૧૫. Page #191 -------------------------------------------------------------------------- ________________ પંજગ્રંથી સંપાગોપાળદાસ પટેલ કિ. ૧૦૦.૦૦ [પરિવાર સંસ્થાના બીજા ધર્મગ્રંથો પણ વાચકે જોવા જેવા છે; જેવા કે જપમાળા, સુખમની, જપજી, ગીતાનું પ્રસ્થાન, ગીતાને પ્રબંધ, બુદ્ધિયોગ ૧–૨–૩–૪. ઈશાવાસ્ય ઉપનિષદ, પૂર્ણ જીવનનું ઉપનિષદ, મૂંડકોપનિષદ, કેપનિષદ, ગુરુ નાનકનાં ભક્તિ-પદો, ગુરુ નાનકની વાણી, ભજનાવલિ, સંત કબીરની વાણી, દાદુ ભગતની વાણી, દરિયા ભગતની વાણી, સંત મલુકદાસની વાણી, સંત પલટૂદાસની વાણી, જ્ઞાની ભક્તની પ્રતિભા]. ઈશ્વરમાં લવલીન થઈ ગયેલા શીખગુરુઓનાં પાંચ ભક્તિ-સ્તોત્ર મૂળ, અનુવાદ, ટિપ્પણ તથા વિસ્તૃત ઉદઘાત સાથે. શીખગુરુઓ ઈશ્વરની ભક્તિમાં લીન બની ગયેલા ઓલિયાઓ જ ન હતા; પરંતુ પરમ તત્વ – પરમ સત્ય – પરમાત્માનું દર્શન કે સાક્ષાત્કાર કરનારા આર્ષદષ્ટા ઋષિ હતા. તેમણે પિતાને થયેલું દર્શન અર્થાતુ પિતાને લીધે સત્ય અન્ય જીવોને અવગત કે ઉપલબ્ધ કરાવવા શાસ્ત્રગ્રંથનું માધ્યમ સ્વીકારવાને બદલે બહુજન-ગ તેમ જ હૃદયંગમ એવું કાવ્યનું અર્થાતું રામબદ્ધ ભજનનું માધ્યમ સ્વીકાર્યું છે. શીખગુરુઓ દશ છે; પરંતુ તેમાંથી છ ગુરુઓએ (૧-૨-૩-૪-૫ ૯) ભજનો તથા ભક્તિ કાવ્યો રચ્યાં છે. તેમાંથી પહેલા ગુરુ નાનકનાં ત્રણ ભક્તિતેત્રો: ‘જપુજી', “આસા-દીવાર', ‘સિધ-ગોસટિ', ત્રીજા ગુરુ અમરદાસનું અનંદુ', તથા પાંચમા ગુરુ અજનદેવનું “સુખમની' – એ પાંચ સ્તોત્ર આ જગ્રંથી' પુસ્તકમાં અનુવાદ, ટિપ્પણ વગેરે સાથે ઉતાર્યા છે. શીખગુરુ એક ઈશ્વરના નામ-સ્મરણ ઉપર જ ભાર મૂકે છે; તથા છેક સુધી ગૃહસ્થધર્મનું સદાચારપૂર્વક પાલન કરતા રહેવા ઉપર પણ. ૬૮ તીર્થોમાં સ્નાન કરીને પાવન થવાય તેવાં આ ભજનને અમૃતવાણી’ કહી છે, તે સર્વથા ઉચિત છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ જપમાળા ગુરુ નાનકની વાણીમાંથી સપા॰ ગેાપાળદાસ પટેલ [સંપાદકનું નિવેદન] ગુરુ નાનકે જગતના સત્યના અર્થાત્ પરમ તત્ત્વ પરમાત્માના સાક્ષાત્કાર કર્યા બાદ, જીવા ઉપરની અનહદ કૃપાથી પ્રેમ-ભક્તિપૂર્વક ઈશ્વરના નામસ્મરણને અર્થાત્ ઈશ્વરને યાદ કર્યા કરવાના માર્ગ, પેાતાની સાદી-સહજ વાણીમાં પ્રગટ કર્યો છે. તે વાણીમાંથી રોજ પાઠ કરવા માટે આ માળા” ચૂંટી કાઢી છે. "6674 પૂર્વજન્મનાં પુણ્ય લલાટે લખાયાં હોય, તે સદ્ગુરુ – સંતની વાણી હૃદયમાં ધારણ કરવા પામીએ. સંસાર-સાગર તરવા માટે સદૂગુરુની વાણી જ સંપૂર્ણ સહીસલામત નૌકા છે. ગેાપાળદાસ પહેલ દાદૂ ભગતની વાણી કિં. ૩૦-૦૦ આશા રજનીશજી સપા : ગેાપાળદાસ પટેલ ક્રિ. ૧૨-૦૦ [પ્રકાશકનું નિવેદન] માનવનું પ્રાચીનમાં પ્રાચીન જે સાહિત્ય ઉપલબ્ધ છે, તે વેદો છે. વેદોમાં ભૌતિક તેમ જ આધ્યાત્મિક સંસ્કૃતિના વિકાસના નમૂના સાથેા · સાથ જ મળી આવે છે. ખેડૂત ઇંદ્રની પ્રાર્થના કરે છે ત્યારે મારા ખેતરમાં ખેતરમાં ન વસજો’ વરસજા, મારા પડોશી કે જે મારા દુશ્મન છે તેના એવા, તથા અથર્વવેદના જારણ-મારણ વિદ્યાના પ્રયોગા તેની સાથે સાથે બાહ્ય ભૌતિક જગતની પાછળ રહેલી આધ્યાત્મિક શક્તિ જેવા ભાગા પણ છે, – દેવતાઓની સ્તુતિઓની વાત ઉપરાંત તે બધી શક્તિ પણ જે એક ૧૭૧ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! “સનાં જ “બહુધા' કહેલાં નામે છે એવી એક પરમ તત્વની – પરમ સત્યની પણ વાત છે. વેદોની સાથે સાંકળવામાં આવેલા પછીના “બ્રાહ્મણ કહેવાતા ગ્રંથોમાં વિવિધ પક્ષો દ્વારા વિવિધ ભૌતિક શક્તિઓ કે ઉપભોગે હાંસલ કરવાની વાત છે, તેમ સાથે સાથે ઉપનિષદ ગ્રંથોમાં એક એવા પરમ આત્માની – ઇશ – ની વાત પણ છે. એ પરમ સત્ય કે પરમ તત્તમાંથી આપણે આવ્યા છે, તેમાં પાછા સમાઈ જવાનું આપણું કર્તવ્ય છે, એ વાત પણ છે. બીજી ઘણી લૌકિક વિદ્યા સંપાદન કર્યા છતાં “ક” દૂર થતું ન હોવાથી ગુરુ પાસે બેસી (૩+નિષ) પરમ સત્ય કે પરમ તત્ત્વ કેમ પ્રાપ્ત કરવું તેનું માર્ગદર્શન મેળવવા દોડી જનાર જિજ્ઞાસુ – મુમુક્ષુઓની વાત પણ છે. પરંતુ એ બધો તે બહુ જૂને ઇતિહાસ થયો. ત્યાર પછી તે બહારના વેરાન રણપ્રદેશોમાં રહેતા જંગલીઓએ આપણા દેશની ભૌતિક રાંપત્તિ ટી લેવા કરેલી ચડાઈઓને જ ઇતિહાસ શરૂ થાય છે. તેમાંય મુસલમાન પરદેશીઓ તે કાફરોને મારવાને, લૂંટવાનો, તથા તેમની સ્ત્રીઓને ભ્રષ્ટ કરવાને ખુદાને આદેશ લઈને આવેલા. તેમણે મંદિરો તોડી નાખ્યા, મૂતિઓ ભાગી નાખી અને અનેક જણને કતલ કરવાની ધમકી સાથે બળાત્કારે વટલાવીને મુસલમાન બનાવી દીધા. જોકે ખુદાએ તે અંધાધૂંધીને કાળમાં પણ સંતો-ઓલિયાઓ રૂપે અવતાર લઈ લઈને ધર્મને જીવતો રાખ્યો. સંતના સત્યને પ્રતાપે નાનક જેવા હિંદુને (શીખને) મુસલમાન શિષ્યો મળ્યા અને કેટલાય મુસલમાન ઓલિયાઓને હિંદુ ભક્તા મળ્યા. આજે પણ કેટલાય ઓલિયાઓ ઊર્સ વખતે મુસલમાન તેમ જ હિંદુ ભક્તોનો મેળો જામે છે. દાદૂનાં જ ભક્તિપદોમાં તે રામ તેમ જ અલ્લા બેલ નામે વાપરે છે. કબીર તો મુવલમાનને ત્યાં જ જન્મ્યા હતા, પરંતુ તેમણે મુખ્યત્વે રામનામનાં પદો જ ગાયાં છે. દેશમાં મુસલમાન પછી ગરા ખ્રિસ્તીઓ આવ્યા. તેઓ પણ ધમાંતરમાં માનનારા ઝનૂની લોકો જ હતા. સેંટ ઝેવિયર જેવાએ જ્યાં જ્યાં પિર્ટગીઝ રાજસત્તા સ્થપાઈ હતી, ત્યાં ત્યાં ગામના બધા કૂવામાં ગોમાંસ નંખાવી, આખાં ગામોને લશ્કરથી ઘેરી લઈ, ત્યાં વસતા બધા લોકોને ખ્રિસ્તી બનાવી દીધા. અને કેટલાક ઉદારમતવાદી બ્રાહ્મણોએ એમ પણ ખ્રિસ્તી બનાવેલાઓની આપતુધર્મની રીતે જ્યારે શુદ્ધિ કરવાની હિલચાલ ઉપાડી. ત્યારે સેંટઝેવિયરે રેજ અમુક વજનની જઈઓ (બ્રાહ્મણની કતલ કરીને) ભેગી કરવાનું આવ્યું. જોકે જયાં પિાટુગીઝ રાજસત્તા નહોતી, ત્યાં Page #194 -------------------------------------------------------------------------- ________________ દાદૂ ભગતની વાણી ૧૩ અંગ્રેજ, ફ્રેન્ચ વગેરે ગેારાઓએ ભૂખે મરતા આદિવાસીઓને તથા અછૂત ગણાતા લોકોને ભાજન, હૉસ્પિટલ, સ્કૂલ, નાકરી વગેરેની લાલચ આપી ખ્રિસ્તી ધર્માંતર આરંભ્યું જે આજે પણ ચાલુ છે. ધર્માંતર કરવાથી ખુદા કયામત વખતે પેગંબરના અનુયાયીઓના અને ‘ગૉડ' પોતે જિસસના અનુયાયીઓના મેાટા મેટા ગુના માફ કરી દેશે એટલી જ લાલચના માર્યા ધર્માંતર કરવામાં તથા કરાવવામાં આવે છે. પણ ધર્મનું નામ કે ઈશ્વરનું નામ બદલવાથી ખરેખર આધ્યાત્મિક લાભપ્રદ એવું મૂલ્ય હાંસલ થાય છે તે જાણવાની કોઈને દરકાર નથી. દાદુ ભગત તેથી અકળાઈને કહે છે કે, આ બધા પ્રપંચના જ સંસાર છે. ખરી વાત તો અંતરના મળ ધાવાની છે. જ્યાં સુધી અંતરના મળ ન ધોવાય, ત્યાં સુધી ઈશ્વરના પ્રકાશની ઝાંખી અંતરમાં થાય જ નહિ; અને ત્યાં સુધી તેના પ્રત્યે પ્રેમ-ભાવ પણ શી રીતે ઉત્પન્ન થાય? તથા બધું સાંસારિક છેડીને તેનામાં લીનતા પણ? તેથી સંતા સદ્ગુરુનાં સેવા-સંગ ઉપર બહુ ભાર મૂકે છે. કારણ કે, પૂરા ગુરુએ ઈશ્વરમાં લીનતા પ્રાપ્ત કરી હાવાથી તે ઈશ્વરસ્વરૂપ જ બની ગયા હોય છે. લાયક બનેલા સાધકને કે મુમુક્ષુને સદ્ગુરુનાં દર્શન થતાં જ પરમાત્માનાં સાક્ષાત્ દર્શન થયાં હોય એવા અનુભવ થાય છે, અને તેને લીધે પછી ગુરુ જે નામ-જપ કે ધ્યાન-સમાધિને માર્ગ બતાવે તેમાં શ્રદ્ધાપૂર્વક તથા સર્વસમર્પણના ભાવથી તે આગળ વધે છે. કેટલાકને સદ્ગુરુનાં દર્શન થયા વિના પણ પહેલેથી પરમાત્મા પ્રત્યે ભક્તિભાવ આપે।આપ જ પ્રાપ્ત થયા હોય એમ દેખાય; પરંતુ આવા દાખલામાં પણ પૂર્વજન્મમાં ગુરુનાં સેવાસંગથી સાધેલી પ્રગતિને કારણે જ આ છેલ્લા જન્મમાં તેમને પહેલેથી જ પરમાત્મા માટેને વિરહાગ્નિ ભભૂકતા જ પ્રાપ્ત થયા હાય છે. સંતા એ પણ કહે છે કે, સાધક કે મુમુક્ષુ લાયક બન્યા હાય ત્યારે તેને ઈશ્વર તરફ આગળ વધવાનું માર્ગદર્શન આપવા આપે।આપ સદ્ગુરુના સંગ. પ્રાપ્ત થાય, એવી આ સૃષ્ટિના સર્જનારની યોજના જ છે. તેમ જ તે મુમુક્ષુ ભગવદ્-ભક્તિમાં લીન બની જાય ત્યાર પછી તેના યાગક્ષેમને ભાર પરમાત્મા પાતે જ વહન કરે, એવું પણ સૃષ્ટિકર્તાનું જ આયેાજન છે. અલબત્ત, એ બધું આપણા બધામાં પરમાત્મા પ્રત્યે સાચી પ્રેમભક્તિ ઉત્પન્ન થાય તે સારુ સંતો દ્વારા કરવામાં આવ્યું હાય છે. એટલે સંતાની વાણીનું આપણે જેટલું સેવન કરીએ તેટલું ઓછું. આપણે સદ્ભાગ્યે એવા એવા અનેક સંતાની વાણી આજે પણ ઉપલબ્ધ છે, એટલું જ નહિ પણ આશા રજનીશજી જેવાએ પણ અનેક સંતાની વાણી દેશ-પરદેશની પ્રજાઓ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારી ! સમક્ષ ચાલુ હિંદી ભાષામાં મેટા વ્યાખ્યાનરૂપે ટિપ્પણ સહિત ફરીથી તાજી કરાવી છે, એ એમના માટો ઉપકાર છે. ગુરુ નાનકે કહ્યું છે કે, “હાથ-પગ, તન-દેહ જો મેલથી ભરાઈ જાય, તો પાણી વડે ધાવાથી એ મેલ ઉતારી કઢાય, મૂત્રથી કપડું જે પલીત થઈ જાય, તા સાબુ દઈને એને ધાઈ લેવાય. તેમ બુદ્ધિ જો પાપના સંગથી લિન થઈ જાય, તેા નામનેા રંગ દઈને તેને શુદ્ધ કરી શકાય.” (જ૦ ૨૦) સંતા-ભક્તોની વાણી બુદ્ધિના – અંતરના મેલ ધાઈ કાઢવા માટે સાબુરૂપ છે. તે વાણીમાં તે સંતા-ભક્તાનું અંતર ઠલવાયેલું હાય છે. તેના જેટલા સત્સંગ કરીએ તેટલા ઓછા. જુદા જુદા પ્રદેશના જુદા જુદા સંતાએ ત્યાં પ્રચલિત પ્રાચીન પ્રાદેશિક ભાષામાં પેાતાનાં ભક્તિ-પદો ગાયાં છે. ગુજરાતી વાચકને તે પદોના ભાવ સમજવા સુગમ થાય તે માટે તેમને આશા રજનીશજીએ વ્યાખ્યાનરૂપે ચાલુ હિંદીમાં જે અનુવાદ આપ્યા છે, તેને આધારે આ ગુજરાતી અનુવાદ તૈયાર કરવામાં આવ્યો છે. શ્રી. મગનભાઈ દેસાઈની અધ્યક્ષતા હેઠળ પહેલા ધોરણથી માંડીને વિનીત (મેટ્રિક) સુધીનાં ધારણા માટેની વાચનમાળા તૈયાર કરવાનું કામ ગૂજરાત વિદ્યાપીઠે ઉપાડયું હતું ત્યારે સરદારશ્રીએ કહેવરાવ્યું હતું કે, આપણી વાચનમાળાના પાઠોમાં ભગવાનને લાવવાનું ન ભૂલશેા, તથા કવિતામાં ભજના લાવવાનું. — કારણ કે, હવે પછીના જમાનામાં બાળકને કાંય ભગવાનનું નામ સાંભળવા મળવાનું નથી. અને સરદારશ્રીએ ભાખેલું ભવિષ્ય કેટલું બધું સાચું નીવડયુ છે, તે કહી બતાવવાની જરૂર છે ખરી ? ખરી વાત તો એ છે કે, વિશ્વ-સાહિત્ય અકાદમીએ શેા રજનીશજીએ જે સંતાનાં જે ભક્તિપદા ઉપર વ્યાખ્યાના આપ્યાં છે, તે ભક્તિપદાના તેમણે કરેલા ભાષાંતરને ગુજરાતી અનુવાદરૂપે પ્રકાશિત કરવાનું ઠરાવ્યું, ત્યારથી જ એવું માની લીધેલું છે કે, એ ચાપડી કોઈ ખરીદવાનું નથી કે વાંચવાનું નથી, પરંતુ નહેરુ-વંશે ઊભા કરલા ધર્મરહિત જમાનાને દરેક જણ જ્યાં ઊભા હોય ત્યાંથી, જે રીતે બને તે રીતે નહિ પડકારે, તે નહેરુ-વંશ સાથે આખા દેશ પણ રસાતળમાં લુપ્ત થઇ જશે. એટલે અકાદમીએ આ સંત-માળા પ્રકાશિત કરવાનું આરંભીને પાતાની ટાંચી સામગ્રીથી પણ જમાનાની ધર્મરહિતતાને પડકારવાના નિરધાર કર્યો છે. સિનેમા અને દૂરદર્શનની સામાન્ય હૃદયા ઉપર અતિ કારમી અસર થાય છે. તેમાંય લાંચખાઉ ભ્રષ્ટ સરકારી અમલદારોના નિયંત્રણ હેઠળ મુકાયેલાં એ બે સાધનાએ તે બધાં સાંસ્કૃતિક તથા ધાર્મિક મૂલ્યોના સમૂળગા દાટ Page #196 -------------------------------------------------------------------------- ________________ સંત પલદાસની વાણી ૧૭૫ જ વાળવા માંડ્યો છે. કામશૃંગાર, દારૂ, દાણચોરી, મારામારી તથા પોલીસના ભ્રષ્ટાચાર અને અત્યાચારથી ભરેલાં એ ચિત્રો આપણી પ્રજાનાં જનાં બધાં સાંસ્કૃતિક મૂલ્યોને હૂાસ કરી દીધો છે. તેમ છતાં ભગવાન છેવટે દેશની પ્રાચીન – આધ્યામિક સંસ્કૃતિને બચાવી લેશે, એવી પ્રાર્થના અને આશા સાથે સંતમાળાનું આ પુસ્તક મા-ગૂર્જીને ચરણે ધર્યું છે. તા. ૧૨-૨-'૯૮ સંત પલટ્રદાસની વાણું એશે રજનીશજી કિં. પ-૦૦ સંપાદકઃ ગોપાળદાસ પટેલ સંત સેવતાં સુત વાધે [પ્રસ્તાવના] આધુનિક વિજ્ઞાન-ટેકનોલૉજીના વર્ણસંકર માનવ-પુત્રે ઘણા પદાર્થો અને ઘણાં પ્રાણીઓને કાયમ માટે દેશનિકાલ તે શું પૃથ્વી-નિકાલ – અરે અસ્તિત્વ નિકાલ કરી દીધાં છે. કેટલાક પદાર્થોને વાપરી નાખીને તે કેટલાંક પશુ-પંખીને ખાઈ નાખીને. તે પદાર્થો કે પ્રાણીઓ ઉપર તેને કશો “સર્વ હક સ્વાધીન’ એ દાવો ન હોવા છતાં, તથા પિતાની જ ભવિષ્યની પેઢીઓને હક ગેરકાયદે ડુબાડવા જેવું નાલાયકપણે દાખવીને, તથા તે પેઢીઓ પિતાના હકોનું રક્ષણ કરવાની સ્થિતિમાં ન હોય તે વખતે તેમની વસ્તુઓને વાપરી નાખીને સારું વડીલપણું દાખવ્યું કહેવાય! પરંતુ પિતાને વૈજ્ઞાનિક કહેવરાવતી અને માનતી આધુનિક પ્રજાએ પરમાત્મા અને તેને જે રીતે દેશનિકાલ કર્યા છે, તે રીતે તે તદ્દન અજ્ઞાનિક તથા અતાર્કિક જ છે. વૈજ્ઞાનિક સિદ્ધાંતને વૈજ્ઞાનિક એ અર્થમાં કહેવામાં આવે છે કે, બીજે કોઈ પણ માણસ તેણે બતાવેલી રીત પ્રમાણે પ્રયોગ કરે તો તે પણ એ નિષ્કર્ષે જ પહોંચી શકે. પરંતુ પરમાત્મા અને સંતને તેણે નકારી કાઢયા છે તે તે અધ્યાત્મજ્ઞાનીઓએ બતાવેલી રીતે પ્રગ કરી જોયા વિના જ. એમાં વૈજ્ઞાનિકપણું કે તાર્કિકપણું શું આવ્યું? પરમાત્મા તે આમેય “અલખ' હેવાથી કશો વાંધો ન ઉઠાવે; પણ સતએ અવારનવાર દેખા દઈને પરમાત્મા અને તેમને પામવાના માર્ગને Page #197 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! સાબુત રાખ્યા છે. એ સંતે એમ પ્રગટ થયા કર્યા ન હતા, તે પરમાત્માનું નામ જ કથાનું ભૂંસાઈ ગયું હત– ગ્રંથમાંથી તેમ જ લોકોના મગજમાંથી પણ એ સંતો પોતાની પાછળ લોકભાષામાં એટલું જ નહિ પણ સામાન્ય માનવીને પણ સુગમ એવાં ગેય ભજન અને પરૂપે પિતાના અનુભવનું તેમ જ આધ્યાત્મિક માર્ગનું નિરૂપણ કરતા રહ્યા છે. ભારતવર્ષમાં તે વચમાં એક આખો ગાળો જ એવા સંતની શ્રેણીને આવી ગયું, જેથી તેને સંતયુગ” એવું નામ પણ આપવું પડે. એ સંતોની વાણી દરેક પ્રજાના અમૂલ્ય વારસારૂપ તથા ખજાનારૂપ છે. દરેક પ્રજાએ એ અમૂલ્ય વારસે જીવંત રાખવા બધી રીતના પ્રયત્ન કરી જવા જોઈએ. તેમાંની એક રીત તે ભજનનો ચાલુ લોકભાષામાં અનુવાદ ૨જુ કરવાની છે. ઘણી વખત એ તેની જૂની લોકભાષા જ તેમના પદોને અર્થ સમજવામાં મુશ્કેલી ઊભી કરે છે. - એણે રજનીશજીએ અંગ્રેજી ભણેલી અને આઝાદીની લડત દરમ્યાન તથા આઝાદી મળ્યા બાદ ન કલ્પી શકાય તેવા નૈતિક અધ:પાતને પંથે પળેલી ભારતીય પ્રજામાં તેમ જ પરદેશની બીજી પ્રજાઓમાં આધ્યાત્મિક ઉત્થાન માટે વ્યાખ્યાને, શિબિરો, ટેપ, કેસેટો અને પુસ્તકમ્પ્રકાશન દ્વારા જે અમૂલ્ય કાર્ય કર્યું છે, તે ખરેખર અતિ પ્રશંસનીય છે. તેમાંય ૩૫ થી ૪૦ પરદેશી સંતિ અને સૂફીઓના પદ ઉપર અનુવાદ, ટિપ્પણ, પ્રશ્નોત્તરી સાથે જે મોટાં વ્યાખ્યાન તેમણે આપ્યાં છે, તે તે ખાસ ઉલ્લેખનીય છે. પિતાને વિષે જુદે જુદે સમયે જુદી જુદી મહત્તા અર્પણ કરતા તે અધ્યાત્મજ્ઞાનીએ જુદા જુદા સંતોનાં ચરિત્ર અને પદો રજૂ કરતી વખતે પોતાની જાતને જરા પણ આગળ કરી નથી, પરંતુ તે તે સંતની તથા તે સંતનાં પદોની મહત્તા અને મૂલ્યવત્તાને જ આગળ કી છે. સાચી “સ્વરાજ-સરકારે દેશની રાજમાન્ય બધી ભાષાઓમાં તે પુસ્તકોના અનુવાદો પ્રકાશિત કરી દેવા જોઈતા હતા. રજનીશજીએ જે મહાકાર્ય કર્યું છે, તેને લાભ સમસ્ત ભારતીય પ્રજાને એ રીતે સુલમ કરી આપ એ કઈ પણ આઝાદ સરકારની ફરજ છે. એવા જ કંઈક આશયથી વિશ્વ સાહિત્ય અકાદમીએ સંતમાળાનું ગુજરાતી સંક્ષિપ્ત અનુવાદરૂપે પ્રકાશનકાર્ય હાથ ઉપર લીધું છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ સંત પલદાસની વાણું , , રજનીશજીએ પિતાના હિંદી અનુવાદમાં જે મુદ્દા ઉપર ભાર મૂક્યો છે તથા જે બાબત ઉપર લાંબુ ટિપ્પણ કર્યું છે, તેને સમાવી લઈ સંતમાળાના આ ગુજરાતી અનુવાદો શ્રી. ગોપાળદાસ પટેલે તૈયાર કર્યા છે. એટલે તેમાં ઓશો રજનીશજીની વિદ્વતાને, આદયાત્મિકતાનો અને ભાષ્યકાર તરીકેને જેટલો લાભ લઈ શકાય તેટલા લેવામાં આવ્યો છે. આ સંતમાળા એ રીતે મા-ગૂજરીના શણગારમાં અને સુસજજતામાં અગત્યને ઉમેરો કરશે. મનુષ્યના જીવનને ક્ષણવારમાં પલટી નાખે એવા સંતોને સીધે સંગ તે કોઈ લાયક બડભાગીને જ મળે; પરંતુ તેમણે લોકભાષામાં ગાયેલાં પદો તો સદાકાળ સૌને ઉપલબ્ધ રહેવાના જ. સામાન્ય જન પણ તેમને યથોચિત લાભ ઉઠાવી શકે એવા સ્વરૂપમાં તેમને ઉપલબ્ધ કરતા રહેવું જોઈએ. ઓશો રજનીશજીએ હિંદી ભાષામાં તે મહતું કાર્ય ઘણે અંશે તે પાર પાડી દીધું છે. હવે દેશની જુદી જુદી લેકભાષાઓએ – પ્રાદેશિક ભાષાઓએ આગળ આવી છેરજનીશજીએ આરંભેલું કાર્ય પૂરું કરી દેવું જોઈએ. - વિજ્ઞાન ટેકનોલોજીના આધુનિક જમાનામાં પરમાત્મા વિશે અને તે વિષે જેટલી શંકાઓ અને મશ્કરી ઉઠાવવામાં આવે છે, તેમને પાર નથી. તેથી જેમણે પરમ સત્ય-પરમાત્માને સાક્ષાત્કાર કર્યો છે તેવા ગુરુ નાનકની શબ્દોમાં તે બે વિશે કરેલાં વિધાનેમાંથી કેટલાંક અત્રે ઉતાર્યા છે. આધુનિક વૈજ્ઞાનિકે જેટલી હિંમતથી પરમાત્મા એને સંતના અસ્તિત્વ તથા મહત્તા બાબત ઠેકડી ઉરાડે છે, તેના કરતાં કેટલાય ગણી દઢતાથી તથા સ્પષ્ટતાથી ગુરુ નાનકે તે બે વિષે પ્રશંસાના વિધાનો કર્યો છે. વાચકના મનમાં શરૂઆતથી જ પરમાત્મા અને સંતે વિષે અશ્રદ્ધા કે શંકા જેવું હોય તે દૂર થઈ જાય, અને તેમને વિશે સાચી વિચારસરણી ઊભી થાય છે તેને હેતુ છે. પરમાત્મા અને સંત વિશે પિતાનું અંતર સાફ કર્યા પછી તેમની વાણીને મર્મ સહેલાઈથી વાચકને અવગત થશે એની ખાતરી છે. આજની ધર્મરહિતતાને બહાદુરીપૂર્વક પડકારવામાં નહિ આવે તો આખે દેશ રસાતળમાં લુપ્ત થઈ જશે. એટલે અકાદમીએ આ સંત માળા પ્રકાશિત કરવાનું આરંભીને પિતાની ટાંચી સામગ્રીથી પણ જમાનાની ધર્મરહિતતાને પડકારવાને નિરધાર કર્યો છે. ગુ૦- ૧૨ Page #199 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! મન કુદકો મારીને ઝડપી લે એવી ચોપડીઓ વર્ષે કે દાયકા પછી વાંચવામાં આવી હોય તો તે શ્રી. ગોપાળદાસ પટેલની ગુરુ નાનકની વાણી, સંત કબીરની વાણી, સંત મલુકદાસની વાણી, દાદૂ ભગતની વાણી, દરિયા ભગતની વાણી, જપમાળા, પંજjથી, જપજી, સુખમની, ભાગવત, યોગવસિષ્ઠ, સરસ્વતીચંદ્ર, લે-મિઝરાષ્પ, થ્રી-મસ્કેટિયર્સ અને તેમની બીજી વિશ્વ-કથાઓ. તા. ૨૭-'૯૯ ૫૦ છોર. પટેલ ગોપાળદાસની ત્રીજી પુણ્યતિથિ બાબા મલૂકદાસની વાણું એશે રજનીશ કિ. ૨૫-૦૦ સંપાદકઃ ગોપાળદાસ પટેલ મસ્તીનું ધમ-સરોવર [પ્રકાશકનું નિવેદન] દેશ-પરદેશના ચૂંટી કાઢેલા સંતો, ભક્તો, સૂફી અને ફકીરોનાં ગુણગાન કરીને રજનીશજીએ જગતના કેટલાય લોકોને ધન્ય કરી દીધા છે. કહેવું હોય તો એમ પણ કહી શકાય કે, તેની આખા શરીરની જૂની ચામડી ઊતરી જઈને જાણે આખી નવી ચામડી આવી ગઈ – જાણે પતે બીજી કોઈ નવી વ્યક્તિ જ બની ગયો. જોકે આ પરિણામ આવવામાં વ્યાખ્યાનના વિષય કરતાં કે શ્રોતા એની કક્ષા કરતાં વ્યાખ્યાન આપનારનું વ્યક્તિત્વ જ મુખ્ય ભાગ ભજવતું હેવું જોઈએ. નહિ તો એટમ અને સેટેલાઈટેના આ યુગમાં બાવા-ફકીરના ચરિત આટલો રસ ન જમાવે. રજનીશજીએ કેટલાંક વ્યાખ્યાને અંગ્રેજીમાં તથા કેટલાંક હિંદીમાં આપ્યાં છે. એ બધાં વ્યાખ્યાને દેશની બધી પ્રાદેશિક ભાષામાં ઉતારીને પ્રકાશિત કરવાં જોઈએ. આમેય આ બધા સંત-ફકીરો જુદા જુદા પ્રદેશના જ હોય છે. ગુજરાતમાં બાવો અખંડાનંદ એ નીકળે જેણે “સતી' ગીતાથી શરૂઆત કરીને મોટાં મોટાં પુરાણ, તથા મહાભારત જેવા તોતિંગ ગ્રંથ પણ, વેચાશે કે નહિ, તેની પરવા કર્યા વિના, ધડાધડ પ્રકાશિત કરવા માંડયા. પછી તે “વિવિધ ગ્રંથમાળાને નામે ઉપયોગી તથા વાંચવા Page #200 -------------------------------------------------------------------------- ________________ બાબા મલુકદાસની વાણી ૧૭૯ લાયક પુસ્તકોની હારમાળા જ પ્રકાશિત કરી દીધી. તમને નવાઈ લાગશે કે ઓરિસન સ્લેટમાર્ડનનાં “આગળ ધ' જેવાં પ્રેરક પુસ્તકોના અનુવાદ પણ તેમણે બહાર પાડયા. એ યુગને “અખંડાનંદ યુગ' જ કહેવો પડે. પછી આવ્યા ગાંધીજી અને આઝાદીની મહાન લડત. તેની સાથે આવ્યું નવજીવન પ્રકાશન મંદિર અને ગૂજરાત વિદ્યાપીઠ. આઝાદી આવ્યા પછી આવ્યું પરિવાર પ્રકાશન મંદિર જેણે ગાંધીજીના સાહિત્ય ઉપરાંત વિશ્વસાહિત્ય કહેવાય એવાં પુસ્તકોના અનુવાદોને પણ ઢગલો વાળી દીધ. પણ હવે આવ્યો મરણકાળે ભાગવતની સપ્તાહ સાંભળી રાજા પરીક્ષિતની પેઠે પરલેક સિધાવવાને યુગ. હજુ પ્રકાશનકાર્ય ગુજરાતીમાં થાય છે, પણ અઢીસે ત્રણસો રૂપિયાની કિંમતની કવિતાની, નિબંધની, જીવનચરિત્રની કે નવલકથાની પડી ખરીદીને કણ વાંચી શકે? એટલે ઘણીખરી તો સરકારી ગ્રાંટવાળી લાયબ્રેરીમાં કે સ્મારક પુસ્તકાલયમાં જતી હશે. નવજીવન પ્રકાશન તથા વિદ્યાપીઠ પ્રકાશનની તે “મેરારજી”-સપ્તાહ મંડાઈ ગઈ. હજુ ગુજરાતમાં તથા મુંબઈમાં બે-ચાર ગુજરાતી પ્રકાશન-સંસથાઓ ચાલે છે જેમનાં પ્રકાશનેનાં લાંબાં લીસ્ટ વાંચીએ તે આભા થઈ જવાય. આ સ્થિતિમાં રજનીશજીના સંત-સૂફીઓની રચનાઓના ગુજરાતીમાં અનુવાદ પ્રસિદ્ધ થવા અસંભવિત છે. નવ ગુજરાતી વાચક, અને તેય યુનિવર્સિટીમાં તથા કૉલેજમાં ભણતા યુવક સંત અને ફકીરનું નામ સાંભળીને જ મોટું મરડે, ત્યાં રજનીશજીનાં લાંબાં ટિપ્પણવાળા અનુવાદો જોઈને તે ભાગી જ જાય. કારણ કે, જે પુસ્તકો ખાસાં મેટાં છે, તથા કેટલાંક પુસ્તકોના તો ચાર-પાંચ-દશ-પંદર જેટલા ભાગે પણ છે. તે પુસ્તકોના અનુવાદો કરાવી છપાવીને પ્રસિદ્ધ કરાવનાર કેઈ ઉત્સાહી પ્રકાશક નીકળે તેની તો રાહ જ જોવી રહી. પરંતુ વિશ્વ-સાહિત્ય અકાદમીએ વચલો માર્ગ કાઢી તે પુસ્તકો કેવાં હશે તેને સ્વાદ માત્ર ચાખવા મળે તેવા નાનકડા અનુવાદમાં તે “સંતવાણી પ્રકાશિત કરવા નિર્ણય લીધો છે. તેમાંના “બાબા મલૂકદાસની વાણી' પુસ્તક માટે. શરૂઆતમાં રજનીશજીએ મલૂકદાસજીને પરિચય કરાવવા જ લખેલું છે તેમાંથી થોડાક ભાગનો અનુવાદ નીચે રજૂ કર્યો છે. તે ઉપરથી સંત અને ફકીરો ઉપરાંત રજનીશજી જેવા વિવેચકોનો પણ કંઈક પરિચય ગુજરાતી વાચકોને પણ કંઈક પરિચય મળી રહેશે. રજનીશજી કહે છે Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે ' બાબા મેલુકદાસ – એ નામ સાંભળતાં જ મારી હૃદય-વીણાના બધા તાર ઝણઝણી ઊઠે છે. જાણે અચાનક વસંત ઋતુ બેસી ગઈ અને અચાનક હજાર ફૂલોને વરસાદ વરસ્ય. | . નાનકથી હું સારી પેઠે પ્રભાવિત થયો છું; કબીરથી હું ચકિત થયો છું; પણ બાબા મલુકદાસની તો મને મસ્તી જ ચડી છે. આવાં નર્યા શરાબમાં ડૂબેલાં હોય એવા મસ્ત આકળાં વચન બીજા કોઈ સંતનાં મેં જાયાં નથી. ' નાનકમાં જાણે ધર્મને અર્ક તારવી કાઢીને ભરેલો છે; જોકે ન લૂખોસુક. કબીરમાં ધર્મને નામે ચાલતા અધર્મને પડકાર છે – ભારે કાંતિકારી, ભારે વિદ્રોહી. મલૂકમાં ધર્મની મસ્તી છે, ધર્મનું પરમહંસ રૂ. ધર્મને જેણે પીધો હોય તે કેવો હોય ? ધર્મનું સારતત્ત્વ સૌ કોઈને કહેવાની તેને ચિતા નથી; કે ન અધર્મથી લડવીને કેઈ આગ્રહે. ધર્મને શરાબ જેણે પીધો હોય, તેના જીવનમાં ધર્મની મસ્તીના કેવા તરંગો ઊઠતા હશે વારુ? જેમ વૃક્ષ પિતાનાં ફુલોમાં ઝરી જાય છે, તેમ બાબા મલુકદાસ પિતાના વચનમાં – પિતાનાં ગીતામાં કરી ગયા છે. તેમનાં વચનોને કોઈનું સમર્થન – કેઈન ટેકે નથી, તેમ કઈને વિરોધ પણ નથી. તેમના જીવનમાં જે કંઈ ભરાયું કે એકઠું થયું છે તેને જ સવાભાવિક પ્રવાહ તે છે. જેને મસ્ત જ થવું છે, જેને ન તે ધર્મની કોઈ તાકિક વ્યાખ્યા કરવી છે કે ન અધર્મ સાથે કોઈ સંઘર્ષ, જેને પિતાની અંદર પડેલી વીણાને ઝંકૃત કરી લેવી છે, જેને ઝંકૃત કર્યા વિના ન તે કઈ સત્ય જાણી શકાય છે કે ન અધર્મ સાથે કોઈ સંઘર્ષ સંભાવિત છે. - મલુક કરતાં વધુ સુંદર સરોવર તમને બીજે ક્યાંય નહિ મળે. જે તરસ્યો છે, તથા જેને પોતાની તરસ બુઝાવવાની આતુરતા છે, જળ સંબંધી વિવેચન કરવાની જેને ચિંતા નથી, તે તે માત્ર એટલું જ કહે છે કે, અમે તરસ્યા છીએ, અમારે તે પાણી જોઈએ, નહિ કે પાણી સંબંધી વિવેચન, ખરે જ પાણીની તરસ મિટાવવા પાણી ક્યા વાયુઓનું બનેલું છે એવી તેની વ્યાખ્યા સમજવાની ક્યાં જરૂર પડે છે? તમે જાણી લો કે પાણી કયા બે વાયુ ભેગા મળવાથી બને છે, કોઈ તમને સમજાવી દે કે ઑકિસજન અને ઉદૂજન વાયુઓ (HO) પ્રમાણમાં મળવાથી પાણી બને છે, તે પણ તમારી વરસ નહિ બુઝાય. તરસ તો પાણીથી જ બુઝાય. તરસ બુઝાવવા માટે નીચા નમી સરોવરમાંથી પાણીને બેબો ભરી લાવવાની જ જરૂર છે.” Page #202 -------------------------------------------------------------------------- ________________ મામા મલ્કદાસની વાણી ૧૧ મલૂકદાસ એવું સરોવર છે કે તમે નીચા ઝૂકીને ખાબા ભરશે। તો તૃપ્ત થઈને જ ઊઠશે.. તમે જો રાજી થઈને તમારા હૃદયનાં દ્વાર ખુલ્લાં મૂકશે, તે મલૂકના તરંગો તમારામાં ઝંકાર પેદા કરી મૂકશે. તમે નાચી ઊઠશેા. એ નાચમાં જ તમારું રૂપાંતર થવા લાગશે, અને એ રૂપાંતર સાથે જ પરમાત્માના આવિષ્કાર. ૩ એમણે કહેલું એક વચન જ લાકોને યાદ છે; ગયાં છે. વચન બહુ પ્રસિદ્ધ થઈ ગયું પણ સમજવામાં આવ્યો. એ વચન છે. બાકીનાં બધાં ભુલાઈ તેના અર્થ ખાટો જ अजगर करे न चाकरी, पंखी करे न कोम । ', दास मलूका कहि गया, सबके दाता राम ॥ આ સીધા-સાદા લાગતા વચનના બે અર્થ થઈ શકે છે. તમે તમારા અધિકાર મુજબ જે અર્થ પસંદ કરો તે કાં તા તમારો માર્ગદર્શક બને, અથવા તમને માર્ગભ્રષ્ટ કરનાર પણ બની શકે. તે વચનમાં એટલું જ કહ્યું છે કે, અજગર મજૂરી કરવા જતા નથી તથા પંખી ખેતરો અને વાડીએ ઉછેરવાનું કપરું કામ પણ કરતાં નથી, છતાં પેાતાને રોજ ખાવાનું પામે છે. એનું કારણ એટલું જ છે કે, સૌને ખાવાનું આપનાર જોગવનાર પ્રભુ રામ છે. તેના ભંડાર ભરેલા જ રહે છે – કદી ખૂટતો નથી. - ઉપર જણાવ્યું તેમ સાદા શબ્દોમાં કહેવાયેલા આ દોહાના બે અર્થ થાય છે – અર્થ કરનારના અધિકાર પ્રમાણે. પરમાત્મા જ સૃષ્ટિનું બધું તંત્ર ચલાવે છે, તેમણે વિવિધ પ્રાણીઓ સ' છે, તેા તેમના નિર્વાહની – ખાન-પાનની જોગવાઈ પણ તેણે જ કરી રાખી છે. એટલે કશી ચિંતા કર્યા વિના તું ભગવાનના નામનું જ સ્મરણ કર્યા કર – એવા અર્થ મલકદાસ જેવા ભેાળાભાલા ભક્તને સૂઝે. ત્યારે આળસુ હરામખાર લેક તેમાંથી એવા અર્થ કાઢે કે, જુ અજગર કથી મજૂરી કર્યા વિના ઝાડની તોતિંગ ડાળા ઉપર વીંટાઈને પડયો રહે છે, અને તેને ખાવા જોઈતાં પંખીઓ અને પ્રાણીએ તેના મોંમાં આવીને પડયા કરે છે. બીજી બાજુ પંખીઓ ખેતર ખેડવા – વાવવા તથા લણવાની મહેનત કરવા જતાં નથી, છતાં તેમને ખાવા જોઈતું અનાજ — તેના દાણા તેને ખેડૂતે પકવેલા ખેતરના પાકમાં તૈયાર મળે છે, માટે ખાવાપીવા માટે કમાવાની ધમાલમાં પડયા વિના આરામથી પડી રહેા, ભગવાન Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! રામ રાધાનું ખાવાનું પૂરું પાડે છે. તે માટે માણસે કશી ધમાલ કરવાની જરૂર નથી: બને અર્થોમાં ભગવાનની વાત છે; પરંતુ આળસુ હરામખોર માણસ બધું ભગવાન કરી આપશે માટે આપણે કશી મહેનત કરવાની જરૂર નથી એમ કહીને અજગર તથા પંખીના દાખલા ઊંધા અર્થમાં રજૂ કરે છે. અજગરને પ્રાણીઓ અને પંખીઓ પકડવા આખો વખત લાંબી ડાળ ઉપર વિટાઈને પડી રહેવું પડે છે, જેથી પ્રાણીઓ અને પંખીઓ ત્યાં ઝાડની ડાળી જ છે એમ માની તેના શરીર ઉપર કૂદાકૂદ કરવા માંડે અને તેના ઉઘાડા રાખેલા મોમાં ઝડપાઈ જાય. અજગરની પેઠે એમ આખો દિવસ સ્થિર પડી રહેવું એ સહેલી વાત નથી. પંખીઓ પણ જ્યાં ખેતર કે વાડીઓ લહેરાઈ રહી હોય ત્યાં પિતાનાં નાનાં બચ્ચાંને માળામાં એકલાં છોડી માળાથી ઘણે દૂર જાય છે ત્યારે બચ્ચાંને જોઈતા કુમળા દાણા ચાંચમાં ભરી લાવી શકે છે. એ ઓછી મજરી કે ચિંતાની વાત નથી. પણ આળસુ માણસ તેને દાણા માટે ખેતર વાવવાની મહેનત કરવી પડતી નથી એમ કહીને ભગવાન જ બધી જોગવાઈ કરી આપે છે એવો બેટો અર્થ લે છે, ત્યારે ભક્ત બચ્ચાંને ભગવાનને ભરૌસે એકલાં મૂકીને દૂર જાય છે. એકલાં મૂકી દૂર દાણા ભેગા કરવા જાય છે, તે દરમ્યાન ભગવાન તેનાં બચ્ચાંનું રક્ષણ કરે છે એવો ભગવાન ઉપર પ્રેમને તથા વિશ્વાસને અર્થ લે છે અને ભગવાનને વધુ યાદ કરે છે આમ એક જ હકીકતમાંથી આળસુ માણસ આળસુ થઈને પડ્યા રહેવાને પાઠ શીખે છે, ત્યારે ભક્ત ભગવાનની કૃપા અને દયાળુતા ઉપર ભાર મૂકી ભગવાનને વધુ પ્રેમ કરતો થાય છે. તા. ૨-૧૦-૦૯ ગાંધી જયંતી] પુછે છે. પટેલ Page #204 -------------------------------------------------------------------------- ________________ કન્ટિન ડરવાડ યાને કિ. ૧૦૦૦૦ હિંમતે મર્દા કેનિલવર્થ યાને પ્રીત કિયે દુઃખ હેય સર વૉટર સ્કૉટ સંપાદકઃ ગોપાળદાસ પટેલ [સંપાદકનું નિવેદન] કિ. ૨૦-૦૦ વિશ્વ-સાહિત્યમાંથી વિકટર હ્યુગે, અલેકઝાન્ડર ડૂમા, ચાર્લ્સ ડિકન્સ વગેરે વિખ્યાત લેખકોની જાણીતી નવલકથાઓ ગુજરાતીમાં બૃહત્ સંક્ષેપ રૂપે ઉતારવાનું કામ હાથ ધર્યું હતું તે વેળા સર વૉલ્ટર સ્કૉટની જાણીતી નવલકથાઓના સંક્ષેપ પણ ગુજરાતીમાં તૈયાર કરવાનો સંકલ્પ હતું. તે હવે આટલાં વર્ષ બાદ ફળીભૂત થાય છે તેથી આનંદ થાય છે. આવી નવલકથાઓને રસ ચિરંતન હોય છે. કદી વાસી થતો નથી કે ઊતરી જતો નથી. એ વસ્તુ ગુજરાતીમાં ઉપરોક્ત નવલકથાકારોના સંક્ષેપોને ગુજરાતી વાચકો દ્વારા મળેલા હાર્દિક આવકારથી અવગત થઈ જ હતી. તે જ પ્રમાણે સર વૉટર કૉટની “પ્રેમ-શૌર્ય-અંકિત’ નવલકથાઓને પણ ગુજરાતમાં આવકાર મળશે જ એની ખાતરી છે. કારણ કે, ગુજરાતી વાચકનું હાર્દ પણ નર્મદ કવિએ ગાયું છે તેમ પ્રેમ-શ-અંકિત જ છે. ભલે ઉપર ઉપરથી તે પ્રદેશ નર્યો વેપારી-વાણિયાના પ્રદેશ તરીકે જાણીતું હોય, પરંતુ વસ્તુતાએ ગુજરાત-કાઠિયાવાડના કેટલા મોટા પ્રદેશ કાઠીએ રજપૂત-ઠાકોર વગેરે પ્રાચીન કાળમાં શુરવીર લડવૈયા તરીકે પંકાયેલી કમેથી ભરેલા છે. તે કે પ્રેમશૌર્વના રંગથી કેટલી રંગાયેલી હતી તે તો તેમની પ્રકાશિત થયેલી થોડીઘણી લોકસાહિત્યની રસધાર’થી જ સાબિત થયું છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારી ! અને ગુજરાતના વાણિયા તથા ખેડૂતો પણ પ્રેમ-શૌર્યથી કેટલા છલકાતા હોય છે તે આઝાદીની લડત વખતે તે વર્ગોમાંથી આવેલા ગાંધીજી અને સરદાર પટેલથી સાબિત નથી થયું? ૧૮૪ ૨ પ્રસિદ્ધ નવલકથા લેખક સ્કૉટ પણ ઈંગ્લૅન્ડ-સ્કૉટલૅન્ડને લગતી, અને મુખ્યત્વે પેાતાના વતન સ્કૉટલૅન્ડને લગતી ઐતિહાસિક નવલ કથાઓ વડે પ્રેમશૌર્યની કથાઓના જ અદ્ભુત રસ રેલાવે છે. ૧૭૯૨ માં બૅરિસ્ટર થયા પછી વૅકેશન દરમ્યાન સ્કૉટ પાતે સરહદી વિસ્તારોમાં લેાકગીતા અને ાકકથાઓ ભેગી કરવા ફર્યા કરતા. અને તેમાંથી તેમણે પાતે કેટલાક જાણીતા વીરરસની કથાઓવાળા રાસડાઓ ૧૮૦૫થી ૧૮૧૦માં રચ્યા. ત્યાર બાદ .તેમણે રોમાંચક અદ્દભુત-કથા લખવાનું શરૂ કર્યું. તેમનું ‘વેવર્લી ’ ૧૮૧૪ માં પ્રસિદ્ધ થયું. ત્યાર પછી ૧૮૧૯ સુધીમાં તેમની નવેક નવલકથા પ્રસિદ્ધ થઈ. તે એવી લાકપ્રિય નીવડી કે ૧૮૨૦માં તેમને ઑરેનેટ બનાવવામાં આવ્યા. ૧૮૨૦માં તેમની ‘આઈવનહો' નવલકથા પ્રસિદ્ધ થઈ. અને તે પછી તા ઐતિહાસિક નવલકથાઓની હારમાળા જ આરંભાઈ. તેમાંની ‘કવેન્ટિન ડરવાર્ડ ’ ૧૮૨૩માં પ્રસિદ્ધ થઈ. ૧૮૨૫ સુધીમાં બારે તેવી નવલકથા પ્રસિદ્ધ થયા બાદ સ્કૉટ એક માટી આર્થિક સંકડામણમાં અટવાઈ પડયા. બૅલેન્ટાઈન પ્રકાશન સંસ્થામાં તેમણે ખૂબ જ મૂડી-રોકાણ કર્યું હતું. તે કંપનીએ ૧૮૨૫માં દેવાળું કાઢયું, ત્યારે સ્કૉર્ટ બહાદુરીભેર એ આખું દેવું પોતાની ઉપર એઢી લીધું. ત્યાર પછી તેમણે પોતાનું હીર નિચાવી-નિચેાવીને સતત લેખનકાર્ય ચલાવ્યે રાખ્યું; અને તેમના મૃત્યુ સુધીમાં તેમનાં પુસ્તકોના વેચાણમાંથી એ બધું દેવું ભરપાઈ થઈ ગયું સ્કૉટના જીવનમાં પરાક્રમ અને હિંમતના આવા અદ્દભુત-રસ ભારોભાર ભરેલા હતા. તેમની નવલકથાઓમાંથી ‘કવેન્ટિન ડરવાર્ડ ' નવલકથા ગુજરાતી સંક્ષેપ માટે પહેલી પસંદ કરવાનું એક કારણ એ છે કે, અગાઉ સંપાદન કરેલ વિકટર હ્યુગાની ‘હુંચૉક ઑફ નેત્રદામ ' (‘ ધર્માધ્યક્ષ ') નવલકથાના સ્થળ-કાળને સ્પર્શતી જ એ નવલકથા છે. અર્થાત્ ફ઼્રાંસના રાજા લૂઈ-૧૧ ના સમયની (૧૪૨૩૮૩). તેમ જ આખી કથા ફ઼્રાંસની ભૂમિ ઉપર જ મંડાય છે અને પૂરી પણ થાય છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ફેનિલવથ ૧૫ અલબત્ત, તેના નાયક સ્કૉટલૅન્ડનો એક ઠાકોર ખાનદાનનો જુવાનિયા છે. તેનું આખું કુટુંબ એ ખાનદાનની અંદરઅંદર ચાલતી લડાઈઓમાં ખતમ થઈ ગયા બાદ, તે એકલે બચી નીકળી પેાતાના મામા કે જે ફ્રાંસમાં રાજા લૂઈ-૧૧ના સ્કૉટિશ સંરક્ષક-દળમાં નાકરી બજાવતા હોય છે, તેમની મદદથી તેવી જ નોકરી મેળવવાની ઇચ્છાથી ટ્રાંસ તરફ ચાલ્યા આવે છે. તે ફ઼્રાંસના રાજાના તુરમાં આવેલા રાજગઢ સામેની નદીને કિનારે વાર્તામાં પ્રવેશ કરે છે, ત્યારથી જ આ પ્રેમશૌર્યની કથાના જે રસપ્રવાહ મંડાય છે, તે આ નવલકથાની છેલ્લી લીટી સુધી અસ્ખલિત વહ્યું જાય છે. આપણે ત્યાં પણ રાજપૂતાની તથા કાઠીઓની એવી જ વીરરસભરી અનેક ચારણ-કથા જાણીતી છે. રાજસ્થાન અને સૌરાષ્ટ્ર તે। એવી કથાએનાં ધામ છે. સ્કૉટલૅન્ડની વીરકથાઓના એક સુપ્રસિદ્ધ લેખકની આ કથા ગુજરાતી વાચકોને પણ ગમશે તથા તેમને પ્રેમશૌર્યના રસથી તરબાળ કરશે, એવી આશા છે. પ્રેમ અને શૌર્ય એ કોઈના પણ જીવનમાં અદ્દભુત રસ પૂરવા માટે પૂરતાં સમર્થ બળા છે. અને માનવજીવન મુખ્યત્વે એ બેથી જ રસભર્યું બન્યું છે, પરંતુ એ બંનેયની ઊતરતી હીન કક્ષા પણ હાઈ શકે છે; અને એમ બને ત્યારે તેમના જેવી માન જીવનને ભ્રષ્ટ અને બરબાદ કરનારી ચીજો પણ બીજી કોઈ નથી. એટલે એ બે વસ્તુઓની કથાઓનું સેવન બહુ સાવધાનીથી કરવા જેવું છે. કોઈ પ્રતિભાશાળી વિરલ લેખક જ એ બે ભાવાને નિર્ભેળ શુદ્ધ સ્વરૂપમાં રજૂ કરી શકે. આ નવલકથા જ જુઓ— પહેલેથી છેલ્લે સુધી એમાં પશ્ચાદ્ભૂમિકામાં એક સુંદર સ્ત્રી જ વ્યાપી રહી છે, કવેન્ટિનની કથા મંડાય છે ત્યારથી જ – મલમેરી-મંડપ લૉજમાંથી જ — ઇસાબેલા તેના જીવનમાં દાખલ થાય છે, અને છેવટ સુધી રહે છે. છતાં તે એના પરાક્રમી જીવનના એક પ્રેરકબળ તરીકે જ રજૂ થાય છે — અને રહે છે. નવલકથાની લગભગ છેલ્લી લીંટીમાં જ તેમના લગ્નની હકીકત નોંધાય છે; છતાં આખી નવલકથામાં તેમના પ્રેમ-ભાવ જ તેના મુખ્ય સૂત્ર તરીકે આખી વાર્તાના રસ-પ્રવાહને ધારણ કરી રાખે છે. કોઈ પણ બીજા સામાન્ય લેખકના હાથમાં આ નવલકથા પ્રેમ-ૌર્યને બદલે સ્થૂલ ભાગરસમાં પણ પરિણત થઈ હાત. પ્રેમ-રસને ક્ષુલ્લક ભાગરસમાં સરકી જતાં વાર નથી લાગતી. પ્રેમી પાત્રોના ઉદાત્ત અને શૌર્યભર્યા સ્વચ્છ જીવન-કાર્યથી જ તે રસની પ્રેરક-બળ તરીકેની તાસીર જળવાઈ રહે છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારે! અલબત્ત, સ્ત્રી-પુરુષના પ્રેમ-રસની વસ્તુ આજના જેવા સામાન્ય સુખેથી જમાનામાં તેની હીનમાં હીન કોટીએ જ પ્રગટતી હોય છે. આપણા દેશમાં જેમકે અત્યારે એ વસતુ કુટુંબનિયોજનનાં પ્લાસ્ટિક કે નસ્તરમાં જ અટવાઈ ગઈ છે. અને તેથી જ પશ્ચિમ હિંદના એક અગ્રગણ્ય અંગ્રેજી છાપાના ફિલ્મ પ્રકાશનમાં એક કટારલેખક, જયારે તેને પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમને કેવી સ્ત્રી ગમે – વાંકા પોપટ-નાકવાળી (હૃકડ) કે સીધા નાકવાળી? ત્યારે તે જવાબ આપે છે – મને તે ‘લુડ’– આંકડી નાખેલી નાખેલી સ્ત્રી ગમે ! ભારત સરકાર દેશના સાહિત્યકારો – નવલયા-લેખકો – કવિતા લેખકો – ચિત્રકારે – ફિલ્મ નિર્માતાઓ – એ સૌની પાસે કુટુંબ-નિયોજનના કામ માટે જ મદદ માગી રહી છે. તેને સમગ્ર સાહિત્ય-કળા દ્વારા માત્ર એ એક જ લક્ષ્ય સિદ્ધ કરવું છે. અને તે માટે રૂપાળી દલીલ એવી કરાય છે કે, દેશની સંપત્તિ મર્યાદિત છે એટલે એને ભગવનારાં અમર્યાદિત ન હોવાં જોઈએ. અર્થાતુ અત્યારની પેઢીના હાથમાં દેશની જે કંઈ ધનસંપત્તિ આવી છે, તેને ઉપભેગ તેણે જ ઘરડા થઈ મરતા સુધી કર્યા કરો – નવી સંતાનોત્પત્તિ દ્વારા જેટલા તેમાં હિસ્સેદારો વધશે, તેટલું તેનું જ સુખથેન ઓછું થશે! આવી ભાવનાવાળા દેશમાં પ્રેમ-શૌર્ય-સ્વાર્પણ-બલિદાન વગેરે ઉદાત્ત ભાવે અને ભાવનાઓનુ પછી ઢબ જ થઈ રહે, મા પિતાના રોટલાના ટુકડાંમાંથીય પિતાના બાળકને મોટે ભાગ આપી દે, એ ભાવના તે માનચિત ભાવના કહેવાય. પરંતુ મા પિતાનું સુખચેન ઓછું ન થાય, તે માટે બાળકોને ગર્ભમાં આવતાંત કે આવતા પહેલાં રોકી રાખવા ઇચ્છ, એ તો કઈ નીતિને યોગ્ય ભાવના કહેવાય એ કહેવું મુશ્કેલ છે. દેશમાં અનાજ ઓછું છે માટે ખાનારાં મોઢાં ઓછાં કરશે એવી રાષ્ટ્રીય હાકલ ન હોઈ શકે. રાષ્ટ્રીય હાકલ તે એવી હોય કે દરેક હાથને કામ મળવું જોઈએ, અને દરેક મઢાને ખાવાનું. એ જાતની હાકલ નીચે બધી માનચિત ભાવનાઓને ખીલવાને કે જન્મવાને અવકાશ રહે છે. પણ ‘તમારા સુખચેનમાં ભાગ પડાવવા આવનાર તમારા બાળકને આવતું રોકો’ એવી હાકલ મા-બાપને કરવી, એ તે બધી ઉદાત્ત ભાવનાઓને જન્મતાં વેંત જ મારી નાખવા જેવું છે. એ દેશ કે એવી આખી દુનિયા પછી એકબીજાને ભોગે સુખી થવા ઈચ્છતાં, અને અંદરોઅંદર લડી ઝઘડીને ખતમ થતાં કાંગલાની જ દુનિયા બની રહે. એવા ભવિષ્યથી ભગવાન સૌને બચાવે. Page #208 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ એટલે સાચા પ્રેમ-શૌર્યનાં જીવન-ચિત્રો રજૂ કરતી આવી નવલકથા જેટલી મળે તેટલી ઓછી. એવાં પ્રેમ-શૌર્ય અંકિતસ્રી-પુરુષનાં સંતાન પણ એવાં તેજસ્વી પાકશે, જે ધરતી ખૂંદીને ગમે ત્યાંથી ખાવાનું અને પીવાનું મેળવી લેશે, તેમ જ એકબીજાને વહેંચીને ખાવાનું જ ઈચ્છશે. લૂપાની ફૅટરી અને નિરોધનાં પૅકેટો એ તે સૌ આદર્શોનું — સૌ ઉદાત્તા ભાવનાઓનું – અરે પ્રેમશૌર્યની જ ભાવનાનું કબ્રસ્તાન છે. તા. ૧-૧૨-૯૩ ગેાપાળદાસ પટેલ આશા અને ધીરજ અલેકઝાન્ડર ડૂમા સંપાદક : ગેાપાળદાસ પટેલ કિ. ૩૦-૦૦ ૧૮૭ કાઉન્ટ ઑફ મેાન્ટક્રિસ્ટા’ [બાળક માટે] પ્રકાશકનું નિવેદન મશહૂર ફ્રેન્ચ નવલકથા-કાર તથા નાટય-કાર અલેકઝાન્ડર ડૂમા (૧૮૦૨-૭૦)ની વિખ્યાત નવલકથા ‘કાઉન્ટ ઑફ મેન્ટ-ક્રિસ્ટો ’ના સંક્ષેપની આ બીજી આવૃત્તિ ગુજરાતી વાચક સમક્ષ રજૂ કરતાં આનંદ થાય છે. મૂળ નવલકથા । માએ ઈ.સ. ૧૮૪૪-૫ દરમ્યાન ૧૮ ભાગામાં પ્રસિદ્ધ કરી હતી. તે બૃહત્કથાના આખા અનુવાદ ગુજરાતીમાં પ્રસિદ્ધ કરવા, એ તા આર્થિક દૃષ્ટિએ કરતાં, વધુ તે, આજના ગુજરાતી વાચકની દૃષ્ટિએ મિથ્યા પ્રવૃત્તિ જ ગણાય. છતાં આ સંક્ષેપ એવી સફળ રીતે તૈયાર થયા છે કે, એ વાંચતાં – અને કેટલીક વાર તે વારંવાર વાંચતાં પણ – રસના ઘૂંટડા ઊતર્યા જ કરે છે. - આ નવલકથા અદ્દભુત રસની નવલકથા છે. પરંતુ એને અદ્ભુત રસ અલાદીનના જાદુઈ દીવાની કથાના જેવા માત્ર મનેોરંજન પૂરતો અદ્ભુત નથી. આ નવલકથામાં માનવના અંતરની સારી તથા ખાટી એમ બંને જાતની લાગણીઓને અદ્ભુત રસના રંગથી રંગીને એવી પરાકાષ્ઠાએ પહેોંચાડીને રજૂ કરવામાં આવી છે કે, જેથી તે સંપૂર્ણ યથાતથતા ધારણ કરવા ઉપરાંત વધુ તા પૂરેપૂરી વેધક બની રહી છે. આપણી ઊંડી લાગણીઓને Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! જ્યારે લેખક પિતાની કસબી કલમથી ઝણઝણાવે છે, ત્યારે આપણે કોઈક અર્લીકિક રસમાં તરબોળ થઈ જઈએ છીએ. તેવા પ્રસંગે વાંચતી વખત આપણી આંખમાંથી એક પ્રકારની કૃતાર્થતાનાં આંસુ વહ્યા વિના રહેતા નથી. આ નવલકથા પૂરી કરીને હેઠી મૂક્યા બાદ આપણને આપણા જીવનને અમૂલ્ય સમય વેડફી માર્યો એમ લાગવાને બદલે કૃતાર્થ કર્યો એમ જ લાગે છે. કોઈ પણ નવલકથાને માટે આમ કહી શકાવું, એ તેની ગુણવત્તા બાબત સર્વોત્તમ પ્રમાણપત્ર ગણાય. ડમાએ પિતાની લેખક તરીકેની કારકિર્દીની શરૂઆત તે ઐતિહાસિક નાટ્યલેખનથી (ઈ.સ. ૧૮૨૯) કરી હતી. નવલકથાકાર તરીકેની તેની ખ્યાતિ ઈ.સ. ૧૮૪૪માં તેણે લખેલી નવલકથા “શ્રી મસ્કેટિયર્સ'થી શરૂ થઇ. પછી તો તેણે પતે તેમ જ તેણે આપેલા વાર્તાતંતુને આધારે વિસ્તારીને લખનારા બીજા સહાયક લેખકોએ મળીને લખેલી નવલકથાઓની કુલ સંખ્યા ૩૦૦ જેટલી થાય છે! પરિવાર સંસ્થાએ ડૂમાની નવલકથાના આ સંક્ષેપ ઉપરાંત “શ્રી મચ્છટિયર્સ'ના પાંચ ભાગો રૂપે બીજી પાંચ નવલકથાઓના સચિત્ર સંક્ષેપ પણ પ્રસિદ્ધ કર્યો છે. તે પાંચેય મૂળે તે સ્વતંત્ર નવલકથાઓ જ છે. પરિવાર સંસ્થાએ ડૂમા ઉપરાંત વિકટર હ્યુગ, ટૉલ્સ્ટૉય, ડિકન્સ વગેરે બીજા વિખ્યાત લેખકોની મશહુર નવલકથાઓના સંક્ષેપ પણ ગુજરાતી વાચકને આપ્યા છે. તેમાંની કેટલીકની પણ બીજી આવૃત્તિઓ બહાર પાડવાની થઈ છે. વિશ્વસાહિત્ય કહેવાય તેવી વિખ્યાત નવલકથાઓ, ગુજરાતી વાચકને માફક આવે તેવા સંક્ષેપ રૂપે, પ્રસિદ્ધ કરવાની પ્રવૃત્તિ સંસ્થાએ ઉપાડી કે તરત જ ગુજરાતી વાચકવર્ગ તરફથી તેને જે આવકાર મળ્યો, તેથી પ્રેરાઈને પરિવાર સંસ્થાએ એ મોટું કામ હોંશભેર વિસ્તાર્યું હતું. પણ એવી નિર્દોષ તથા રાષ્ટ્રસેવા કહી શકાય તેવી પ્રવૃત્તિ ઉપર પણ આસમાની-સુલતાનીના એવા ઓળા ફરી વળ્યા કે, સંસ્થાની તમામ પ્રવૃત્તિઓ સ્થગિત થઈ ગઈ. આમ બે-એક દાયકા સુધી નિષ્ક્રિયતામાં ગેધાઈ રહ્યા બાદ, ઉપરવાળાની કઈક અગમ્ય કળાથી, પરિવાર સંસ્થા જુદા કલેવર વડે પિતાની સેવા ફરીથી ગુજરાતને ચરણે રજૂ કરવા શક્તિમાન થઈ છે. અમને આશા છે કે ગુજરાતી વાચક તરફથી અમને પહેલાંની પેઠે જ હાર્દિક અને વ્યાપક સહકાર પ્રાપ્ત થશે. તા. ૨-૪-૮૬ પુત્ર છે. પટેલ Page #210 -------------------------------------------------------------------------- ________________ આઈવન હે। તિ પ્રેમ-વિજય વૉલ્ટર સ્કૉટ સ'પાદક: ગાપાળદાસ પટેલ પ્રસ્તાવના: એસ. આર. ભટ્ટ ક. ૧૨-૦૦ રકૉટની બીજી રસિક કૃતિએ આપે [પ્રમ-શૌય અંકિત કથા : ઇવાન હો] ૧૫મી ઑગસ્ટ ૧૭૭૧ના વર્ષમાં જન્મ, અને ૧૮૩૨ ની સાલમાં મૃત્યુ – આવડી જીવનઅવધમાં અંગ્રેજી સાહિત્યને રંગીન સ્પર્શ આપી જનાર વૉલ્ટર સ્કૉટ પશ્ચિમની ઐતિહાસિક કૌતુકકથાના પિતામહ ગણાયા છે. ગુજરાતમાં સાદશ્ય શેાધવું હોય તા નર્મદ, મુનશી અને મેઘાણીનું ત્રિપુંડ રચવું પડે. લેાકસાહિત્યના કસૂંબી રંગ સ્કૉટે આકંઠ પીધા હતા. કલમના ખેલ રચીને એણે યાગક્ષેમ વાંછયું હતું. સ્કૉટિશ અસ્મિતાના એ આરાધકે વતનના જાહેર જીવનમાં અને સ્વપ્રદશા પૂજામાં ઇતિહાસના નવા રંગ સિદ્ધ કર્યા હતા. ફ્રેંચ સાહિત્યના લેાકપ્રિય સર્જક એલેકઝાન્ડર ડૂમા, ઈંગ્લૅન્ડના ડિકન્સ અને થેકરે, રશિયાના ટૉલ્સ્ટૉય – આ સહુના તે પૂર્વાચાર્ય હતા. એ સહુને માટે સ્કૉટનું સાહિત્ય ગંગેાત્રીનું તીર્થસલીલ હતું. સ્કૉટલૅન્ડની રાજધાની એડીનબર્ગમાં સૉલિસિટર પિતાને ત્યાં લેખકના જન્મ થયા. સ્કૉટલૅન્ડ ઍટલે અંગ્રેજી ઇતિહાસની સારઠ ભૂમિ. હૃદયના દ્રાવણ જેવા લાકગીતાની એ ભૂમિ, બંડખાર બહારવટાની એની તવારીખ, વકીલ પિતાના પુત્ર અને જાણીતા દાક્તરના દોહિત્ર વૉલ્ટર સ્કૉટ બાળવયે લકવાના ભાગ બન્યા હતા, ત્યારથી જ અંગત ખાડની મર્યાદાને આંબી જવાના એણે મનસૂબા ઘડયો હતો. શારીરિક કમજોરીનું સાટું એણે સંકલ્પબળ અને કલમની કરામતને પ્રયોજીને પૂરેપૂરું વાળ્યું હતું. પરીકથાઓ, રામ રામને પુલકિત કરે તેવી લેાકકથા, વિસ્મરણનાં અંધારાં ઉલેચીને મેળવેલાં પ્રાચીન કવિતાના અવશેષા—કિશાર વૉટર સ્કૉટનું ૧૮૯ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારી ! મન આનાથી તરબતર હતું. નિર્બળ શરીરને અવગણીને સ્કૉટ રખડુ બન્યો, ડુંગરા ભમ્યા, એની રૂક્ષ ભયાવહ એવી મોંધેરીમાભામ, લાખેણા એના દેશબંધુ, પ્રકૃતિસૌંદર્ય – નિસર્ગનું અને મનુજનું – આમાં સ્કૉટનું મન ઉમંગે મહાર્યું હતું. ૧૭૮૩માં શાળાંત પરીક્ષા આપીને એણે કાયદાના અભ્યાસ શરૂ કર્યાં – સૉલિસિટર તરીકેની તાલીમ એણે પિતાની પેઢીમાં મેળવી લીધી અને તે પછી પરીક્ષા આપી એવાકેટ બન્યો. ત્યાં તે યુરોપના ઇતિહાસમાં ઝંઝાવાતના વાયરા ફૂંકાયા — ફ્રાન્સમાં ક્રાંતિનેા વિસ્ફોટ થયા; ત્યારે સ્વેચ્છાથી યુવાન સ્કૉટ લશ્કરમાં ભરતી થયા, વતનનું લાકસાહિત્ય અને જર્મનીનું કૌતુકપ્રિય વાંગ્મય, ઉભયની ઊંડી અસર નીચે સ્કૉટની લેખનપ્રવૃત્તિના પ્રારંભ થયા. સ્કૉટલૅન્ડના ચારણી સાહિત્યના ત્રણ ગ્રંથાનું તેણે સંપાદન કર્યું. પરિણામે વિસ્મરણમાં સરી પડેલી વતનની તવારીખ, જૂની પેઢીની દિલાવરી અને રીતરસમેાના પરિચય તાજો બન્યો. ધૂળધાયાનું કામ એની કલ્પનાને જગાડી ગયું — ૧૮૦૫ ના વર્ષમાં ‘ લોકકવિના લયબંધ ' ~ · Lay of the Last Minsrel', તે પછી શૌર્યકથા ‘મામિન', અને ‘ સરવરની સુંદરી ’ – Lady of the Lake' – એમ ત્રણ કાવ્યકૃતિ એની કલમે રચાઈ. - તે સમયે જિલ્લાનું શેરીફપદ અને પ્રાપ્ત થયું એટલે સારા એવા સમય જાહેર કામકાજમાં છિનવાઈ જતા. છતાં એના લખાણને વેગ અસ્ખલિત રહ્યો. અંગ્રેજ કવિ ડ્રાયડન, અને સામાજિક ચાબખાને લીધે વિખ્યાત ગદ્યસ્વામી સ્વિફ્ટનાં લખાણાનું સંપાદન એણે સાડત્રીસ ગ્રંથેામાં કર્યું. આ શેખ એને ભારે પડયો. બેલાન્ટ્રી નામના મુદ્રક જોડે એણે ભાગીદારી કરી. મુદ્રણ અને પ્રકાશનનું સાહસ માથે વહાર્યું. પરિણામે લાખાના કરજના ભારમાં એ ચગદાયા. દિલાવર દિલના આ લેખકે નાદારી ન વહેોરી. એણે જીવનનાં પાછલાં વર્ષોમાં મારમાર ઝડપે સાહિત્ય રચીને મૃત્યુ પછી બધું જ દેવું ભરપાઈ કર્યું. કલમની આબરૂ એણે બાંધી જાણી. ગરીબીના ભયથી એણે કદી મનને કૃપણ ન થવા દીધું. વૈભવને એણે આજીવન સાચવી જાણ્યા; લાખ મેળવતાં આવડયું – તો સવા લાખ ખરચતાં પણ એ શીખ્યા. ગરીબની જાસાચિઠ્ઠી અને લેણદારોની ધાંસ, એની વચ્ચે ઇતિહાસના પાનાને સ્કૉટે જીવનદાન આપ્યું. ૧૮૧૩માં ‘વેવર્લી' – એ નામની સ્કૉટિશ કથાનું એણે અનામી પ્રકાશન કર્યું. સ્કૉટની અનન્ય સિદ્ધિ એ હતી કે ઇતિહાસની ઘેલછા, એની લગન અંણે વાચકોમાં જાગૃત કરી. તે પછી એ ધેલછાને Page #212 -------------------------------------------------------------------------- ________________ આઈવન હે સતિષવા એણે અવિરત પ્રયત્ન કર્યા અને અસંખ્ય કૃતિઓ અંગ્રેજી સાહિત્યને સમપિત કરી. પ્રત્યેક કૃતિ સાથે સ્કૉટનું આભાવળ વિસ્તૃત બન્યું. જીવનનાં છેલ્લાં વર્ષોમાં લેખકનું સ્વાથ્ય તૂટી રહ્યું હતું ત્યારે ઇંગ્લેન્ડની સરકારે સ્કૉટ ભૂમધ્ય સમુદ્રની ખુશનુમા સફર કરી શકે અને તંદુરસ્તી પાછી મેળવી શકે તે હેતુથી રાષ્ટ્રીય નૌકાસૈન્યનું એક જહાજ એને સુપરત કર્યું. ઈતિહાસમાં ખવાઈ જવું, વર્તમાનને અવગણવે, આવી વૃત્તિ નિરાશ માણસનું લક્ષણ ગણાય છે; પરંતુ આ સિક્કાને બીજી બાજુ પણ છે – છે તેવા સંસારથી અકળામણ અનુભવવી, ભુલકથી વાજ આવીને શાશ્વતની ઝંખના કરવી, ભાવનામામ સુષ્ટિનું રટણ કરવું – વિકાસશીલ જીવનમાં આ લક્ષણો હોય છે. યથાર્થ અને ઇખિત વચ્ચેના ગ્રેજગ્રાહથી વૉલ્ટર સ્કૉટની કૃતિઓ મુક્ત નથી. સ્કૉટ દેશના ભૂતકાળને આશક હતે. મધ્યયુગનું જીવનંદર્શન એની મુગ્ધાવસ્થા હતું – સાથે જ ભાવિદર્શન એને થતું હોવાથી જૂનું અનિવાર્ય રીતે નાશ પામે અને યુગપલટાની નવી ચેતના એને સમાજ ઝીલી શકે તેવી એને વાંછના હતી. પરસ્પરનો છેદ ઉડાવે તેવી આ બેવડી વૃત્તિની ભીંસમાં એની શ્રેષ્ઠ કૃતિઓનું સર્જન થયું છે. એણે ઝંખ્યો છે પુરાણા સ્કૉટલૅન્ડ અને નવા ઇંગ્લેન્ડની વિભિન્ન શક્તિને સમાસ. “ઇવાન '- જેનું ભાષાંતર આ પુસ્તકમાં સ્થાન પામ્યું છે, તે ઇંગ્લેન્ડના, નહિ કે સ્કૉટલૅન્ડના, એક ઐતિહાસિક ત્રિભેટાનું દર્શન કરાવે છે. સ્કૉટ વિશે કહેણી છે કે એણે કોટિશ નવલકથા સજીને સ્કૉટલૅન્ડને દેશવિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે. તેવી જ રીતે આ ઇંગ્લેન્ડના ઇતિહાસમાંથી ઉપસાવેલી કથાઓ દ્વારા નવલકથાને રંગભૂમિના સફળ અને પ્રબળ હરીફનું સ્થાન અપાવ્યું છે. કહે છે કે યુદ્ધની વાર્તા હમેશાં રખ્ય હેય છે, તે અફલાતુની રંગીન પ્રેમની કથા કદી પ્લાન નથી હતી. નાટકીય સંઘર્ષ, કટોકટી અને વિસ્મયકારી સ્નેહકથા – “ઇવાન તેનું હૃદગત મનાયું છે. કવિસહજ છૂટ લઈને સ્કૉટે ઇતિહાસમાં જે સંઘર્ષ વિલીન બન્યું હતું તેને, એટલે કે બે વિભિન્ન પ્રજ, નૉર્મન અને સેકસન, શાસક અને પરાજિત વચ્ચેના વૈરભાવને સજીવન કરીને મનમેળની પુન: સ્થાપના કરી આપી છે. નાટકીય પ્રસંગ-ગૂંથણી, કુતુહલ સાચવે તેવા પ્રસંગપલટા, કાવ્યોચિત સ્નેહસંબંધો, વીરાચિત સાહસો, ન્યાયને ઉચિત તેવાં સમાપને અને અંતે સહુને અતિક્રમીને જીવનની અગમ્ય કરુણાને વ્યક્ત કરે Page #213 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! તેવું, માનવશક્તિની મર્યાદાના મુદ્રણસમું, યહુદી કન્યા રેબેકાનું નિષ્કમણઆ નવલકથાને નવી જ ગહરાઈ અપે છે, અને “પ્રમાદી મને જન' એવા ઉપાલંભથી દૂર રાખે છે. જેમાં બધું સમુસુતરું ઊતરે છે અને નોર્મન – સેકસન વચ્ચે સુમેળભર્યો વ્યવહાર સ્થાપિત થાય છે - તેવી “ઇવાન હૈ” કથામાં, જાણે શેકસપિયરની દેણ છે તેવું – ઈસાક અને રેબેકાનું હૈયાનું હીર નિરર્થક ઠરે છે – એ કેવું કઠિન દર્શન! જાતજનના માનવસમૂહ વચ્ચે પ્રેમસંબંધ અને સુખમય વ્યવહાર હજુ અનાગત રહ્યાં છે તેનું આ એંધાણ બને છે. » સ્કૉટની બીજી પસંદગીની કૃતિઓ પણ ગુજરાતી વાચકને આ પ્રકાશન મંદિર આપશે, તે એ એક સુંદર અને ઉપયોગી સેવા થશે. આ સંસ્થાને મારી શુભેચ્છા પાઠવી વિરમું છું. તા. ૨૮-૩-'૭૧ એસ. આર. ભટ્ટ રગે રગે ક્રાંતિકારી આચાર્ય કૃપલાની લેખકઃ બિપિન આઝાદ કિ. ૩-૦૦ પાગલ હે ગયે ક્યા? તમે અમને પગે શાના લાગો છો? અમે કાંઈ તમારાથી ઊંચા છીએ શું? અમે કોઈ very special માણસે નથી. અમે તે ડેમ પિવિટિશ્યને છીએ. તમે નેતા બનાવ્યા એમાં પગ શાનારપકડો છો? પાગલ હે ગયે ક્યા? હું તમને સાફ સાફ ચેતવું છું કે, આવું કરશો તે ગુલામી પાછી આવશે. અમે તો સાવ સામાન્ય માણસ છીએ, કદાચ તમારાથી વધુ સામાન્ય સ્વતંત્રતાની કિંમત ચુકવવા જાગ્રત રહે, નહિ તો તમને સારી સરકાર કદાપિ મળશે નહિ. આ જયજયકાર શા માટે બેલા છો? ત્રીસત્રીસ વર્ષો સુધી તમે આ જયજયકાર બોલાવ્યો. પરિણામ શું આવ્યું? આ શું કરે છે? કઈ દિવસ પોલિટિશ્યનોના પગ પકડશે નહિ. કઈ પોલિટિશિયન પિતાના અંગત સ્વાર્થથી પર નથી. મારી તમને નમ્ર વિનંતી છે. લગામ તમારે તમારા હાથમાં રાખવાની છે. ડરવાનું નથી કે ગભરાવાનું નથી. પિવિટિશ્યને કાંઈ આધ્યાત્મિક માણસ છે કે પગે લાગે છે? એમને ભાઈ છે, પુત્ર છે, પત્ની છે. બધાંને સ્વાર્થ છે. સગાં શું કરે એની ખબર Page #214 -------------------------------------------------------------------------- ________________ ડૉન કિવકસૉટ ૧૯૩ કેટલીક વાર આ લોકોને પડતી નથી. જાગ્રત તમારે રહેવાનું છે. કોઈ પિલિટિશ્યન દાનવીર નથી, પગી નથી, સંન્યાસી નથી. કોઈ પિલિટિશ્યન પિતાને ભુલ્યો નથી. એ પ્રામાણિક હશે તે એની પત્ની અપ્રામાણિક હશે. આ શું માંડ્યું છે? ખબરદાર રહે. રાજકારણીઓ દેશની સેવા કરે એ જ માત્ર જુઓ. સમજી લો; I tell you, take it from me કે પિોલિટિશ્યનાના પગ માટીના છે. આપણે ગુલામી જઈ, આઝાદી જોઈ, ને હાલમાં બરબાદી પણ એઈ. આ બરબાદીમાંથી દેશને અમે નહિ તમે બચાવ્યો છે. અને એ માટે હું તમને ધન્યવાદ આપું છું. પણ મારી ચેતવણી સાંભાળજો. બસ, મારે આ જ કહેવાનું છે.” - - “પરિત્રાણ” સર્વટ્સ ઑફ ધી પી૫લ સંસાયટી, (અમદાવાદ શાખાનું મુખપત્ર) માંથી, લોકસેવક મંડળ', તંત્રી કૃષ્ણવદન જોષી, પૃ. ૨-૩. ડૉન કિવોટ! [પ્રમશૌર્યની એક અનોખી નામ-કથા] સર્વાન્ટીસ કિં. ૮-૦૦ સંપાદકઃ ગોપાળદાસ પટેલ “માનવતાનુ બાઈબલ આ નવલકથાએ, તે જન્મી તે જ દિવસથી, સ્પેનને જ નહીં, આખા યુરોપને ગાંડુંઘેલું કરી મૂક્યું, તે આજ સુધી ચાલુ છે! અને ભલભલા કલા-વિવેચકોએ પોતાની શક્તિ એ પર ન્યોછાવર કરી છે. કેટલી બધી શાહી અને કાગળ એમાં જગતે ખરચ્યાં છે, તેય, ઈશ – ગુણગાન પેઠે – તેને પ્રવાહ પૂરો નથી થતો.” - આવકાર”માંથી મગનભાઈ દેસાઈ આત્મદર્શક અરીસે , “આપણા આઝાદી જંગના ઇતિહાસમાંથી આવા નમૂનાઓ સહેજે તારવી આપી શકાય. કેટલાય “બાગી'એ (ક્રાંતિકારીઓ), “વાદીઓ (સમાજવાદ ઇ૮ના પુરસ્કર્તાઓ), “જના કારે ઇ૦ ભારતવર્ષના ઇતિહાસગુ9– ૧૩ Page #215 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! પટ ઉપર આવી કામગીરી બજાવી ગયા છે, અને બજાવી રહ્યા છે. માટે ભાગે તેઓના પ્રયત્નોનું પરિણામ શૂન્ય અથવા વિપરીત આવ્યું હોય છે. દરેક દેશને આવી નવલકથાની જરૂર રહેવાની અને તેથી જગતની ઘણી ભાષામાં તેના અનુવાદો થતા જ આવ્યા છે, તથા તે વંચાતી જ રહી છે. એ ગ્રંથ સૌને માટે આત્મદર્શક અરીસો છે અને સાથે સાથે એક ભારે ઉહાર પણ. -પ્રાસ્તાવિકમાં થી નેપાળદાસ પટેલ જીવનના સત્યાનું તારણ બલેખકે મધ્યકાલીન “નાઇટ’–સાહસવીરોની પ્રથાને આધારે આ ઠઠ્ઠા-કથામાં, સદાકાળને માટે રસ અને આનંદ પડે એવું રંગરંગીલું લખાણ કર્યું છે, એટલું જ નહિ પણ, જીવનનાં સો તારવી એમની સાચી મુલવણી એક ફિલસૂફની અદાથી કરી છે. 2 જગતની જુદી જુદી પંચાવન ભાષાઓમાં એના અનુવાદો થયા છે અને અત્યાર સુધીમાં તેની બે હજાર ઉપરાંત આવૃત્તિઓ બહાર પડી છે. આ જાણીતા પુસ્તક વિષે સ્પેનની પ્રજાને એવો દાવે છે કે, બાઈબલ પછી બીજે નંબરે “ડૉન કિવકસેટ' પુસ્તક દુનિયામાં રસપૂર્વક વાંચાય છે.” -“પ્રકાશકના નિવેદનમાંથી કસુબહેન પુત્ર છે. પટેલ એક ઝલક – ઇન્દુચાચાની આત્મકથા સંપાદકઃ ધનવંત ઓઝા કિ. ૭૫-૦૦ - “સામાન્ય રીતે લખાતી આત્મકથામાં લેખક જ તેને નાયક હોય છે. પણ આ પુસ્તકના વાચક જોઈ શકશે કે આદિથી અંત સુધી તેમાં ઝળકતા અને સુગંધીદાર અનેક માનવપુષ્પો નીચે હું તે એક સૂત્રરૂપે ઢંકાઈ જાઉં છું, અર્થાત આ જીવનકથાનો નાયક હું નથી પણ ગુજરાતની પ્રજા છે, કિંઈક અંશે તેના સેવકો અને ઘડવૈયા છે.” - ઇન્દુલાલ યાજ્ઞિક [શ્રી. ધનવંત ઓઝાએ ભગવાન પાણિની કે, ૩-૦૦ અને “દાદા માવળંકર’ કિ. ૩-૦૦, આ બે પુસ્તકો ગુજરાતી વાચકને ભેટ આપ્યાં છે.] Page #216 -------------------------------------------------------------------------- ________________ સંત ફ્રાન્સિસનું જીવનગાન [સંત ફ્રાન્સિસના જીવન અને કાર્ય અને સમજ આપતું પુસ્તક] અનુ. ધનજીભાઈ ફકીરભાઈ પ્રસ્તાવના: મગનભાઈ દેસાઈ સંત ફ્રાન્સિસનું જીવનગાન ગુજરાતીમાં આપવા માટે સ્વ. ધનજીભાઈને ધન્યવાદ સંત કાન્સિસનું જીવનગાન ગુજરાતીમાં ઉતારી આપવા માટે સ્વ૦ ધનજીભાઈને આપણે કૃતાંજલિ આપીએ. પ્રકાશક સંસ્થાએ તેને પ્રસિદ્ધ કરીને ગુજરાતી ધર્મ-સાહિત્યમાં કીમતી ઉમેરો કર્યો છે.” ....તેની ભાષા અનુરૂપ મોકળાશવાળી અને સંત પ્રત્યેના પ્રેમના ઉમળકા ભરેલી છે– તેમાં એક પ્રકારનું કાવ્ય છે, કે જે આ મહાન ઈશુભક્ત સંતના સમગ્ર જીવનમાં રહેલું હતું. તેથી જ આના નામમાં એ ભાવ ઊતર્યો છે – સંતનું “જીવનગાન સ્વ૦ ધનજીભાઈએ આ કથાના ગદ્યમાં ગાનના ભાવ ભર્યા છે. તે પોતે એને માટે સક્ષમ એવા ભક્તહૃદય હતા.” પ્રસ્તાવનામાંથી] મગનભાઈ દેસાઈ તા. ૧૦-૧૧-૧૭ ધુરંધરનાં પુસ્તકો સમ્યક આહાર, સમ્યક શ્રમ અને સમ્યક નિદ્રા આરોગ્ય સાચવવાની માસ્ટર કી જય સરદાર-જય સરદાર તથા બીજા બાળકાવ્યું મત પર મનન સુભાષિતાની પાંખે કમસે રામ? ૧૦.૦૦ ૧૦.૦૦ ૧૦,૦૦ ૧૫.૦૦ ૧,૦૦ Page #217 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યોગ-ધંધામાં સફળતાની વ્યુહરચના કિ. ૧૦-૦૦ उद्योग-धन्धेमें सफलताकी व्यूह-रचना કિ. ૧૫-૦૦ સંયોજકઃ ડો. વિહારી પટેલ પ્રકાશકીય ડૉ. વિહારી પટેલનું આ પુસ્તક પ્રકાશિત કરવા દ્વારા પરિવાર પ્રકાશન - સંસ્થા એક નવું પ્રયાણ આરંભે છે. અત્યાર સુધી આ સંસ્થા ધર્મ, તત્વજ્ઞાન, સદ્દવિચાર, આરોગ્ય અને સુરુચિપૂર્ણ વિશ્વ-સાહિત્યની નવલકથાનાં પુસ્તકો પ્રકાશિત કરતી આવી છે. આ પુસ્તકથી તે ઉદ્યોગ અને દાંધાકીય સંચાલનના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. આ જાતનું આપણી ભાષામાં આ પ્રથમ પુસ્તક છે. (તેને હિંદી અનુવાદ પણ પ્રસિદ્ધ થયો છે) પરદેશથી વિદ્યાઓ શીખીને આવેલાઓ ડૉ. વિહારી પટેલની રીતે તિપિતાની માતૃભાષામાં પુસ્તક લખે અને પોતાના દેશબંધુઓને લાભ આપે, એ બહુ જરૂરી છે. એ દૃષ્ટિએ પણ આ પુસ્તકનું પ્રકાશન કરતાં પરિવાર સંસ્થા યશોવિત થર્વ અને આનંદ અનુભવે છે. પ્રકાશકના નિવેદનમાંથી) પુત્ર છે. પટેલ મંત્રી ૧૯ Page #218 -------------------------------------------------------------------------- ________________ દાંતના રોગો અને માવજત કાન્તિલાલ ન. લંગાલિયા -ડૉ. પટ્ટણી કિં. ૧-૦૦ દાંતનાં દ રમણલાલ એંજિનિયર કિ. ૧૦-૦૦ સુવર્ણ નિયમ – દાંત માટે ૦ એક હીરો પણ દાંત જેટલા કીમતી નથી. ૦ દાંતની માવજત આરોગ્યની ચાવી છે. ૦ સુંદર અને સ્વચ્છ દાંત શરીરની શોભા છે. ૦ નાના બાળકને કદી પણ દૂધ પાવા માટેની શીશી કે બીજી રબરની ટોટી રમવા ખાતર ચૂસવા ન આપવી. ૦ મોટપણે દરરોજ બે વખત સવાર-સાંજ સાફ કરવા. ૦ રાત્રે સૂતા પહેલાં નરમ બ્રશ અગર આંગળીથી દાંત ઘસીને સાફ કરવા, ૦ પેઢાં ઉપર દિવેલ અને કપૂરના મિશ્રણ નું માલિશ બહુ લાભદાયક છે. ૦ દરેક વખતે કંઈ પણ ખાધા પછી પાણીના કોગળા કરી નાખવાથી માં ચોખ્ખું રહે છે. ' ૦ દાંત ખોતરવાથી નુકસાન થાય છે. ૦ પાન, સોપારી, તમાકુ, ચૂને, બીડી, સિગારેટ, દારૂ નુકસાનકર્તા છે. ૦ દાંત, પેઢાં અને જડબાંને કસરત મળે તેવો કઠણ ખોરાક લેવો. ૦ દાંતનું આરોગ્ય આખા જીવનના આરોગ્ય ઉપર આધાર રાખે છે. ૦ દાંત માટે સારો પૌષ્ટિક ખોરાક અને વિટામીનયુક્ત આહાર આવકાર દાયક છે. ફળફળાદિ, દૂધ, દાંતને મજબૂત બનાવે છે. ૦ બે સમયના જમણની વચ્ચે મીઠાઈ અથવા ખાંડવાળો ખોરાક દાંત માટે હાનિકારક છે. બેકટેરીઆ ખાંડને પુરક છે. મીઠાઈવાળો ખોરાક જમ્યા પછી તરત જ ખાવાથી અને તરત જ દાંત સાફ કરવાથી બેકટેરીઆ માટે કંઈ પણ કરવાનું રહેતું નથી. 0 Page #219 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! ૦ જમણ પછી બન્ને વખત બ્રશ કરવું જોઈએ. ૦ પડી ગયેલા દાંત બનાવટી દાંતથી બને તેટલી ત્વરાથી બેસાડી દેવા જોઈએ. ૦ બચ્ચાઓના દાંત મેડા ઊગતા હેય તે ડેન્ટીસ પાસે કાપ મૂકાવ જરૂરી નથી. દાંત વગર સારવારે ઊગી નીકળશે. ૦ સાવચેતી રાખી દૂધના દાંતમાં ફીલીંગ (ચાંદી કે સીમેન્ટ જેવું ફીલીંગ મટેરીઅલ) કરાવી લેવાથી કાયમી દાંતનું બંધારણ સરસ થાય છે. ૦ અંગૂઠો ચૂસવાની ટેવ બાળકના પ્રથમ બે વર્ષ દરમિયાન કંઈ નુકસાન કરતી નથી. બાળક સમજણું થતાં જ એ ટેવ ઓછી કરે છે. પરંતુ પાંચ વર્ષનું બાળક થાય અને ટેવ ન છોડે તો તેને સમજાવીને આ ટેવ છોડાવવી જોઈએ. ૦ દાંતને સડે ખોરાકમાં પૂરતું ધ્યાન રાખવાથી બાળકોમાં અટકાવી શકાય છે. ફળફળાદિ, લીલાં શાકભાજી, સૂકો મેવો વિગેરે આપવાથી ચોકલેટ-પીપરમેન્ટ જેવા ખાંડવાળા પદાર્થો આપવાનું અટકાવી શકાય છે.. દાંતનું સંપૂર્ણ આરેગ્ય “દાંતનું આરોગ્ય એ આખા શરીરના આરોગ્ય કે માવજત કરતાં જુદી –સ્વતંત્ર વસ્તુ નથી. આખા શરીરનું ખાન પાન, રહેણી-કરણી વગેરે સંભાળીએ, તો જ દાંતનું પૂર્ણ આરોગ્ય સંભાળી શકાય. કોગળા, ટૂથપેસ્ટ વગેરે વસ્તુઓના ઉપયોગથી દાંતના બહારના ભાગની સ્વચ્છતા સંભાળી શકાતી હશે. પરંતુ દાંતનું સંપૂર્ણ આરોગ્ય તેટલામાત્રથી જાળવી શકાય નહીં. અમેરિકા વગેરે દેશોમાં જ્યાં ટૂથપેસ્ટ અને ટુથબ્રશોને સજવવા-બનાવવામાં આધુનિક વિજ્ઞાન અને પ્રચારનો ભારોભાર ઉપયોગ થાય છે, ત્યાં જ કુદરતી દાંત વિનાના લોકોનું પ્રમાણ સૌથી વિશેષ છે. એની સરખામણીમાં આપણા દેશમાં ગ્રામ-પ્રદેશના લોકોના દાંત વિશેષ સુદઢ – વિશેષ સારા છે. એનું કારણ એ લેકોનું મુખ્યત્વે સાદું લૂખું-સૂકું ખાન-પાન, ચોખ્ખી હવા, પૂરત શારીરિક શ્રમ વગેરે જ કહી શકાય. પિચા રાંધેલા, તળેલા, ગળ્યા, મસાલાવાળા પદાર્થો જેઓ વધુ પ્રમાણમાં ખાય છે, તથા મોટેભાગે બેઠાડુ જીવન ગાળે છે, તે લોકોના દાંત, – ગામડામાં કે શહેરમાં, પૂર્વમાં કે પશ્ચિમમાં – ખરાબ જ હોય છે કે થાય છે.” પ્રસ્તાવનામાંથી] ગોપાળદાસ પટેલ Page #220 -------------------------------------------------------------------------- ________________ મારી જીવનદષ્ટિ સંપાદકઃ વિજયશંકર મંછારામ ભટ્ટ કિં. ૨-૦૦ આવકારઃ મગનભાઈ દેસાઈ જીવનની શોધમાં બીજાને મદદ કરો આ જીવનકર્મયોગ કે જ્ઞાનવિજ્ઞાનયોગ પોતાની સાધના બનાવનારા કેટલાક (આધુનિક વિજ્ઞાનયુગમાં પાકેલા) સાધકોને એમની એ સાધનામાંથી શું લાધ્યું, તે રજૂ કરતી આ ચોપડી આપણી ભાષાના સાહિત્યમાં ઉમેરાય છે, એ આનંદની વાત છે. આ બધા સાધકે પશ્ચિમની અર્વાચીન દુનિયાના નામાંકિત પુરુષે છે: પશ્ચિમના લોકજીવનમાં વિવિધ ક્ષેત્રોમાં પોતાના પુરુષાર્થથી અને સેવાથી તેમણે નામના મેળવી છે. એવી ૨૩ વ્યક્તિઓની જીવન વિષેની માન્યતા શી છે, તેનાં આત્મનિવેદનના સંગ્રહ રૂપે પ્રસિદ્ધ થયેલ “આઈ બિલીવ' નામે પુસ્તક ઇ0માંથી, ૧૫ વ્યકિતઓનાં આત્મનિવેદનને સાર આ પુસ્તકમાં આપણને મળે છે. એ સાર મારા મિત્ર ભાઈ વિજયશંકરે, એ વ્યક્તિઓ પેઠે જ ઉદાત્ત જીવનની સમાજ પામવા માટેની પોતાની શોધના જ નમ્ર અભ્યાસ રૂપે, – કહે કે, પોતાના સ્વાધ્યાય રૂપે ચાલતી પિતાની અક્ષર-સાધનાને પરિણામે – આત્મપ્રીન્ય મેળવ્યો, અને ગુજરાતીમાં તે સૌ સામાન્ય વાચકોને અહીં આવ્યો છે. તે પુણ્યકર્મને માટે સૌએ એમને આભાર માનવો જોઈએ. તા. ૧૦-૪-૬૪ મગનભાઈ દેસાઈ વિશ્વવિખ્યાત વ્યક્તિઓની જીવનદષ્ટિ ‘આ પુસ્તકમાં પંદર વિશ્વવિખ્યાત વ્યક્તિઓની જીવનદષ્ટિ મોટે ભાગે તેમના જ શબ્દોમાં સંપાદિત કરવામાં આવી છે. ઉપયોગી કાર્યરત જીવન જીવતાં પિતાને જે જીવનદર્શન લાધ્યું, તે અત્યંત સરળ ભાષામાં તેઓએ ૨જૂ કર્યું છે. ફિલસૂફીની કોઈ તાત્વિક કે તાર્કિક આંટીઘૂંટીમાં ઊતર્યા સિવાય સામાન્ય તેમ જ અસામાન્ય વ્યક્તિને પણ ઉપયોગી નીવડે તેવા વિચાર, આ પુસ્તકમાં સંગ્રહવામાં આવ્યા છે. ૧૯ Page #221 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! મોટે ભાગે બધાયે એક વાત ઉપર સંમત જણાય છે તે એ છે કે, એમણે પુરાણી સ્વર્ગ-નરકની કલ્પના તથા પાપ-પુણ્યના વિચારોમાં આમૂલ ફેરફાર કરી દીધો છે; અને વિજ્ઞાનની ઉપાસના કરતાં એમને જે નવી દષ્ટિ લાધી છે, તેમાં આગળ વધી, નિસર્ગની સમજ વધારવા એમનો પ્રયાસ છે. એકાંગી દૃષ્ટિએ વિજ્ઞાનની ઉપાસના કરતા ડાવિનના વિચારોની ઊંડી છાપ આ બધાના ઉપર સારી પેઠે પડેલી જણાશે; અને છતાં આમાંના ઘણા બધા પોતાની જીવનદષ્ટિને ધર્મદષ્ટિ તરીકે ઓળખાવતા દેખા દે છે. આ પરિસ્થિતિમાં તત્વજ્ઞાનનું પીંજણ ધૃતાવાર વાત્ર કે પાત્રાધારું ધૃતમ્ – મને જરાયે આકર્ષતું નથી. એને મુકાબલે મને વિજ્ઞાન ગમે છે. વિજ્ઞાન મારામાં જીવનજિજ્ઞાસા જાગ્રત કરે છે; ધર્મ-જીવન પ્રત્યેની મારી આદરભાવના વિકસાવે છે; સાહિત્ય અને અજાયબીમાં ગરકાવ કરે છે; અને તત્વજ્ઞાન અને મારી બૌદ્ધિક શક્તિની સીમામાં કંઈક જીવનદષ્ટિ આપે છે.” (પૃ૦ ૩-૪] -लिन युटांग - મને લાગે છે કે, માનવીમાં મૂળભૂત જે ઇચ્છાશક્તિનું સ્વાતંત્રય છે, તે જ તેની મહામૂલી મૂડી છે. પૂર્વનિર્મિત કોઈ પણ યોજનામાં ફેરફાર કરવા જેટલી પ્રબળ શક્તિ એમાં સમાયેલી છે. પ્રત્યેક માનવીની આજુબાજુ ભલેને વારસાગત વસ્તુઓની વાડ ઊભી હોય, ભલેને પરિસ્થિતિ એની સામે ઘૂરકતી હોય, ભલેને આ બધા અંતરાયો હોય, આમ છતાં આ બધાના મિશ્રણથી એક નવું તત્વ ઊભું થાય છે અને તે અનેખું છે. આ નવું તત્વ ગુણાતીત બનવાની પ્રબળ શક્તિ ધરાવે છે. ભલેને મૃત્યુ આપણી સામે મોં ફાડીને ઊભું હોય, પણ જેને આત્મજાગૃતિ સાથે જીવવું છે, તેને કોણ અટકાવી શકશે? [૫૦ ૧૦] -पले वक ( “જે ગુઢ તત્ત્વ વિશ્વમાં વિલસી રહ્યું છે, તે જ કલા તથા વિજ્ઞાનનું પોષક તત્વ છે. આ પ્રકારની ભાવના જેનામાં નથી, એ મારે મન મૃતપ્રાય છે. જીવન પાછળની અજાયબીની અને છતાં કંઈક ભયમિશ્રિત ભાવનાએ મારામાં ધર્મદષ્ટિ નિપજાવી છે. જે મૂળભૂત તત્વ સચરાચરમાં વિલસી રહ્યું છે, તેને પાર બુદ્ધિ પામી શકતી નથી. આમ છતાં કંઈક ડહાપણભર્યું સુંદર તત્ત્વ આપણી ઉપર છે, એ ભાવનાની દષ્ટિએ હું ભક્તહૃદયના ધાર્મિક પુરુષની કોટિમાં મારી જાતને ગણું છું.” [૫૦ ૧૩] – માફસ્ટાફ Page #222 -------------------------------------------------------------------------- ________________ મારી જીવનદષ્ટિ ૨૦ પણ સામાન્ય રીતે જેમ મનાય છે તેમ, મારી આ ધર્મદષ્ટિ યાને વિશ્વ નિહાળવાના દષ્ટિબિંદુને કોઈ પંથ કે ધર્મ સાથે નિસબત નહોતી. મારી સમજ પ્રમાણે મારા ચિત્તમાં બૌદ્ધિક અને ભાવનામય માન્યતાઓ વિષે જે ઘર્ષણ રહેતું તે શમી ગયું અને મને ઉપર જણાવેલી દષ્ટિ પ્રાપ્ત થઈ. આ જગત અને તિરસ્કરણીય લાગતું મટી ગયું. માનવ અને પ્રકૃતિની પાછળ વિલસતું ચૈતન્ય એક જ છે, એવું મને ભાન થયું અને એ ભાન થવાથી સચરાચર વિશ્વમાં મારું સ્થાન પણ નક્કી થયું. પરિણામે મને ઊંડી ચિત્તશાંતિ લાધી – મારો વિવાદ વીખરાઈ ગયો.” (પૃ ૧૬] – દેવ ત્રિત ગટેએ મને શીખવ્યું છે: “દશ્ય વસ્તુની પેલી પાર જોવાનો પ્રયત્ન કરો ના; દશ્ય વસ્તુમાંથી જ માર્ગદર્શન મળશે.” આ વાક્ય આમ તે નીરસ લાગે છે; પણ એની ભીતરના ઊંડા વિચારે પ્રકૃતિનાં દ્વાર મારી સમક્ષ ખુલલાં કરી દીધાં છે અને આ પ્રકૃતિમાં ઓતપ્રોત છતાં એનાથી વિરાટ એવા વિભુની મને કંઈક ઝાંખી થવા પામે છે. “ગટેના ઉપર જણાવેલા વિચારથી મને પ્રકૃતિ એક પ્રકારના સર્વવ્યાપી કે વિશ્વવ્યાપી ગુંજનથી વ્યાપ્ત થયેલી જણાય છે. જ્યારે જ્યારે હું ભૂસ્તરશાસ્ત્ર દ્વારા અવનિનાં પડની ભીતરમાં દષ્ટિક્ષેપ કરું છું, જ્યારે હું ફરતે ફરતે વિશાળ આકાશ તરફ દષ્ટિ નાખું છું, ત્યારે ત્યારે આ વિશ્વસંગીતમાં લીન બની જાઉં છું. જીવંત પ્રકૃતિની આ પ્રકારની ઉડી ભાવનાથી મને એક જ શક્તિના વિવિધ પ્રતિકોની સમજ પડે છે. પ્રત્યેક બનાવ પાછળ કંઈક હેતુલક્ષી સર્વ કામ કરતું હોવાનું મને ભાન થાય છે. વૈયક્તિક આનંદ કે અવસાદની પાછળ પણ એક જીવંત સર્વ પ્રગટ થાય છે; અને આ વિરાટ શકિતમાં, જેમ નદીઓ સતુદ્રમાં સમાઈ જાય છે, તેમ બધું ભળી જાય છે; અને જ્યારે ફરીથી પ્રકૃતિમાં હલચલ થવાની પ્રક્રિયા શરૂ થાય છે, એટલે વળી પાછી આ ઘટમાળ શરૂ થાય છે. આથી ભવિષ્ય વિશે મને કોઈ મુંઝવણ પડતી નથી.” [૫૦ ૩૦] – મિત્ર કુવા હિંસામય, કૂર જગતમાં, મારે મન સાચવી રાખવા જેવી ચીજ અંગત સંબંધ છે. પણ આજના યુગમાં જે વળ જામી પડ્યો છે, તેમાં આપણે અંગત સંબંધમાં વિશ્વાસ મૂકી શકીએ ખરા? મારો આ પ્રશ્નને જવાબ “હા” છે. ધ્યાનમાં રાખવાનું એટલું જ છે કે, આ કાંઈ ધંધાદારી Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારો! સાદા નથી. આ તો હૃદયના ઊંડાણમાંથી ઊગી આવતી બાબત છે. આ વિષે બંને પક્ષાને સ્પર્શતા કરાર નથી હોતા. આમાં તેા આંતરિક ઉમળકો એ જ મેટામાં મોટો કરાર છે.” [પુ૦ ૨૧] - રૂ. મ. શૅર્સ્ટર “સત્તા કે સંપત્તિ હું માગતા નથી. સહૃદયી મિત્રો મને મળે તા મારી એ સાચી સંપત્તિ છે. આ સંપત્તિ મને પૂરેપૂરી સાંપડી છે.' [પુ૦ ૬૪] - हेरल्ड लास्की "" 66 આમ છતાં માનવી બુદ્ધિની મર્યાદા આપણે સમજવી જોઈએ. આ જગતમાં — એની નાનામાં નાની વસ્તુની પાછળ પણ કેટલી બધી યોજનાશક્તિ ઉપયોગમાં આવી છે, તેના વિચાર કરતાં આપણે સ્તબ્ધ બની જઈએ છીએ. અને આની પાછળ કોઈ ચૈતન્યશક્તિ, ભીતરમાંથી કામ કરતી હોવા છતાં, એનાથી અતિ વિશાળ હાવાની પણ કંઈક ઝાંખી થાય છે. આ શક્તિને ‘પ્રભુ ’ કહી શકાય; પણ સામાન્ય રીતે બહુજન-સમાજ જેને ‘પ્રભુ, પ્રભુ' કહે છે, તે મારે ગળે ઊતરતું નથી. પ્રકારના કહી શકાય : આ એટલે સરવાળે મારો મત કંઈક આ શક્તિ આપણી સાથે સંતાકૂકડીની રમત રમતી હોય એવું લાગે છે. આ જગત એક યોજનાબદ્ધ નવલકથા જેવું જણાય છે. આપણે એનાં પાનાં ફેરવીએ છીએ ખરા, પણ એની વસ્તુરચનાના પૂરા પાર કદી પામી શકતા નથી. આમ છતાં આપણે આ નવલકથા રસપૂર્વક વાંચી રહ્યા છીએ. જેમ જેમ આપણે આગળ વધીએ છીએ, તેમ તેમ આપણા પંથ આઘા આધા જતા દેખાય છે. ‘વાધું હું ત્યાં વધુ વનવાટ' એમાં જરા ફેરબદલી કરી વાંચીએ તા જણાશે કે, આ શેષના અંત નથી. આમ મારી જીવનદૃષ્ટિ, જ્ઞાન અને સંશાધન વધતાં, સ્થગિત ન રહેતાં પરિવર્તનશીલ બની રહી છે.” [] ૩૭] - सर आर्थर कीथ - 66 66 આ સામુદાયિક હિત સાધવાની વૃત્તિને ધાર્મિક વૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે; અને એ વૃત્તિ તદ્ન ‘ઇમ્પર્સનલ અવૈયક્તિક છે એમ ધારવામાં આવે છે. પણ એમ માનવાની જરૂર મને જણાતી નથી. ધાર્મિક વલણ કે વૃત્તિ અને ઈશ્વરની ભાવના સંકળાયેલાં છે, એમ કેટલાક માને છે, પણ પરિસ્થિતિ તપાસી વિચારતાં જણાય છે કે, ઈશ્વરી તત્ત્વના ઈન્કાર કરનાર વ્યક્તિઓએ પણ સામુદાયિક હિત કે ઉત્થાનમાં આગળપડતા ભાગ નિષ્ઠાપૂર્વક લીધેલા હોય છે.” [પુર ૫૩] - जॉन स्ट्रेची - Page #224 -------------------------------------------------------------------------- ________________ મારી જીવનદષ્ટિ ૨૦૩ બેમાં બે ઉમેરીએ તે ચાર થાય, એ વાતનું પ્રમાણ આપવાની સામાન્ય રીતે જરૂર હોતી નથી. આમ છતાં આજકાલ સત્તા ઉપર આવતી સરકારો ઉપરનો સ્વત:સિદ્ધ સરવાળો સ્વીકારતી નથી; એટલું જ નહિ પણ એવો સરવારો કરનારને દેહાંતદંડ આપવામાં પાછી પડતી નથી. એટલે સામાન્ય લાગતી વાતો પણ ફરી ફરી ચિત્તમાં ઠસાવવી પડે છે. અમારા જમાનામાં અમને લાગતું કે, યહુદી અને ખ્રિસ્તીઓને એકસરખા સામાજિક તેમ જ રાજકીય હક્કો હોવા જોઈએ, કાયદાની સર્વોપરિતા બધાને માટે સરખી રીતે ન્યાયપૂર્ણ હોવી જોઈએ; અને વિચારસ્વાતંત્રય અણીશુદ્ધ સર્વને માટે હોવું જોઈએ. માત્ર યુદ્ધકાળમાં જ અમુક નિયંત્રણ સ્વીકારી શકાય. આ પાયાના નિયમોનો ભંગ આજકાલ (કેટલાક) દેશો કરી રહ્યા છે. સામ્યવાદીઓ સત્તાવાદી (ફેસિસ્ટ) દેશાને વખોડે છે; પણ સ્ટાલિન પિતાના સાથીદારોને દેહાંતદંડ આપે તેમાં એ જરાયે દોષ દેખતા નથી. સત્તાવાદી દેશો માને છે કે, યહુદીઓનો સંહાર કરવો જોઈએ; તેમના પ્રતિ દયા દાખવી શકાય નહિ. આમ દુનિયા કૂરતામાં પગલાં માંડે છે અને પોતાના પક્ષે આચરેલી ક્રૂરતાને પોષણ મળી રહે છે. “આ પરિસ્થિતિમાં એક દષ્ટિબિંદુ એવું છે, કે જે લોક ઉદારભાવી લોકશાહીમાં વિશ્વાસ ધરાવે છે, તેઓ પોતાની જાતને પરાભવ વહોરી લે છે; કારણ કે, આ જગતમાં જીત તો સત્તાવાદી કે સામ્યવાદીની જ થવાની છે; આ દૃષ્ટિબિંદુને ઇતિહાસ સમર્થન આપતા નથી. - “આખરી જીત ઉગ્રતાવાદીઓની – ધોકાકૂટિયા ઝનૂનીની –(“ફેનેટિકસ'ની) થતી નથી, કારણ કે, માનવીને હમેશને માટે તંગ માનસિક વાતાવરણમાં રાખી શકાતો નથી. માનવીને મોટા ભાગ નંગ હાલતની બરદાસ્ત કરી શકતા નથી. ઇતિહાસ ઉપરથી જણાય છે કે, ૧૭મી સદી સુધી જે ધર્મયુદ્ધ ચાલ્યાં, તેમાંથી મુક્તિ મેળવીને ૧૮ મી સદીમાં બહુજનસમાજે છુટકારાને દમ ખેંચ્યો અને એ સદી – “એજ ઑફ રીઝન'– બુદ્ધિના વર્ચસ નીચે આવી. ઇતિહાસના આ પાઠ ઉપરથી હું એવું અનુમાન કરું છું કે, આપણે બે વિશ્વયુદ્ધો જોયા બાદ હવે એવા કાળમાં જઈ રહ્યા છીએ, જયારે અગાઉની માફક ફરી પાછું બુદ્ધિનું વર્ચસ સ્વીકારાશે અને માનવી એકબીજાની માન્યતાઓની બાબતમાં ઉદારભાવે હકીકત તપાસી નિર્ણય લેશે – ઉગ્રમતવાદીની પેઠે પરપીડનપ્રિય નહિ રહે.” પૂ૦ ૪૪-૪૫] - बर्टान्ड रसेल Page #225 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારી! - “માનવ, વ્યક્તિ કે સમૂહ તરીકે આત્મસંતાષ – આત્મતૃપ્તિ પ્રાપ્ત કરી શકે છે; જોકે દેખીતી રીતે જીવનમાં વ્યર્થતાની ભાવના, ધ્યેયહીનતા, આછકલાપણું, કંટાળા, આળસ, નાસીપાસી વગેરે વૃત્તિ ભલે વિહરતી હોય. એટલે જગતમાં કે જીવનમાં કોઈ હેતુ હાય એમ હું માનતા નથી. છતાં મને સમજાયું છે કે, માનવ પેાતાને માટે કોઈ હેતુ શેાધી શકે છે અને સંતોષી બની શકે છે. માનવ સમુદાય માટે પણ આવી કોઈ શેાધ શકય છે ખરી. [પુ૦ ૬૫] rev “ એટલે સરવાળે હું વિવિધતામાં માનું છું. બહુવિધ અને સંકુલ જીવનને એકાદ સૂત્રથી સમજાવવા મથવું તે બરાબર નથી, આ બધા (કહેવાતા) મૂળભૂત નિયમાની પાછળ કંઈક આત્મવિશ્વાસ યા શ્રદ્ધાનું બળ જરૂરી છે; અને જેને આત્મવિશ્વાસ કે શ્રાદ્ધા કહીએ છીએ તે શું છે?જીવનમાં વિશ્વાસ મૂકી આગળ વધે. વિવિધ પ્રકારનું સભર અને પ્રગતિપાષક જીવનક્ષેત્ર તમારી આગળ પેાતાને વિસ્તૃત પટ દાખવી રહ્યું છે, મારી શ્રદ્ધા આખીયે જીવંત સૃષ્ટિમાં છે. [પુ૦ ૭૪ ] - जुलियन हक्स्ले સર ઑલ્લર બીજા એક ભાષણમાં ઑસ્કર વાઇલ્ડની એક ઉક્તિ ટાંકે છે : ‘જીવનમાં બે મોટી કરુણતા છે: એક તો આપણને જોઈતી ચીજવસ્તુ ના મળે તે; અને બીજી આપણને જોઈતી બધીયે ચીજવસ્તુ મળી જવી તે.' આ ઉક્ત ટાંકી પેાતાની અનુભવવાણીમાં ઑસ્કર કહે છે : “આ વિચારનો કટુતાનું દર્શન મને મારા કેટલાયે સાથીદારોમાં જોવા મળ્યું છે. પેાતે આંકેલી સફળતા જીવનમાં સાંપડયા છતાં એ લોકોને નથી તૃપ્તિ કે શાંતિ. ચિંતા અને અશાંતિના ઊભરા એમના જીવનમાં આવ્યા જ કરે છે. અને આ જોતાં મને એક પાદરીના શબ્દો યાદ આવે છે : • આત્મિક અશાંતિ અને વ્યથા સાથેાસાથ આપણા બંને હાથમાં ચીજવસ્તુઓ ઠાંસીને ભરવામાં આવી હોય, તેના કરતાં શાંતિ સંતોષ સાથે થેાડી આવશ્યક ચીજો મળી હાય તે વધુ પસંદ કરવા જેવું છે.” [y૦ ૮૯] - सर विलियम आस्लर તા. ૩૧-૧૨-૬૩ = Page #226 -------------------------------------------------------------------------- ________________ એકવીસમી સદીમાં! [હિવન ટેફલરના “ફયુચર શોને સક્ષેપ. સંપાદકઃ ગોપાળદાસ પટેલ કિં. ૧૦-૦૦ ચેત, ચિત”, ઝટ પાછા ફરે [સંપાદકની ચેતવણી પિતાનાં માતાજીએ નિરધારેલા ભારતના વડાપ્રધાન કોમ્યુટર-ગાંધીએ જ્યારથી “એકવીસમી સદી' એવા બે શબ્દો ઉચ્ચાર્યા, ત્યારથી નાનું-મોટું સૌ કોઈ બગલમાં કાખલી વગાડતું વગાડતું, “એકવીસમી સદી', “એકવીસમી સદી” એ પિકાર કરતું થઈ ગયું છે. જેને “વીસમી સદી' એટલે જ શું એ નથી સમજાયું, તેઓ “એકવીસમી સદી નાં વધુમાં વધુ ગીત ગાતા થઈ ગયા છે. કારણ, એકવીસમી સદી તે વીસમી સદીમાં આપણે જે કાંઈ કર્યું હશે, તેના ફળ રૂપે કે સજા રૂપે આવવાની છે. તે કંઈ આકાશમાંથી અધ્ધર ટપકવાની નથી. એટલે જગતના વિચારવંત પુરુ, વીસમી સદીમાં આપણે આચરેલાં કરતૂતથી કેવી એકવીસમી સદી આપણી રાહ જોઈને બેઠી છે, તેનું દર્શન કરવા લાગ્યા છે, અને તેને આછું દર્શન થતાં વેંત ચોંકી ઊઠી, ચેતે, ચેતે', “ઝટ પાછા ફરે, નહીં તે આગળ ઊંડી વિકરાળ ખાઈ છે', - એવા પિકાર કરવા લાગી ગયા છે. એકવીસમી સદીના કંઈક વિકરાળ સ્વરૂપનું જ દર્શન તેમને થયું હોવાથી, “એકવીસમી સદી'ને તેઓએ "ફયૂચર શૉક'– અર્થાત્ સામે આવી રહેલ “આઘાત’ કહીને વર્ણવી છે. ત્યારે આપણે ભારતના લોકો કોઈ અભૂતપૂર્વ બાલિશતા દાખવીને એ એકવીસમી સદીને ભેટવા જાણે સામી દોટ મૂકી રહ્યા છીએ! પરંતુ વીસમી સદી પૂરી થતાં સુધીમાં દુનિયાના લોકોએ શું હાંસલ કર્યું છે તે તપાસીએ તો જણાય છે કે, માત્ર બંદૂક અને તેપગોળાનાં શસ્ત્રોથી દુનિયાના ખૂણે ખૂણે ગોરાઓ ફરી વળ્યા છે; પ્રાચીન પ્રજાઓને અને ધર્મસંકૃતિઓને નાશ કરી, તેઓએ પોતાની ભોગેશ્વર્યમૂલક ભૌતિક ૨૦૫ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! સંસ્કૃતિ -ગીતાની પરિભાષામાં કહીએ તે આસુરી સંપદાને પરાકાષ્ઠાએ પહોંચાડી છે; વળી ભૌતિક વિજ્ઞાન અને ટેકનોલૉજી વિકસાવતા વિકસાવતા તેઓએ, બબ્બે વિશ્વયુદ્ધો લડીને હવે ત્રીજા અયુદ્ધ માટે અને તે અવકાશમાં દોટ મૂકી છે. આફ્રિકા – એશિયા – અમેરિકા- ઑસ્ટ્રેલિયા ખંડ ઉપર ફરી વળીને તેઓએ કેટલાય મૂળ વતનીઓને નામશેષ કરી નાખ્યા છે, તેમની સંપત્તિ અને જમીને કબજે કરી છે, અને તેમના સંહારમાંથી બચી ગયેલી પ્રજાઓ ઉપર ગુલામી ઠોકી બેસાડીને તેમનું લોહી અને પરસે ચૂસ્યાં છે. ગેરાના એ આસુરી-બળ સામે કોઈથી કોઈ પણ ભૌતિક શસ્ત્ર વડે લડાય એવું જ રહ્યું નહિ, અને ચોમેર સંસ્કૃતિને – માનવતાનો - ધર્મને નાશ જ મે ફાડીને ઉભે રહ્યો, ત્યારે ભારતમાં મૂઠી હાડકાને એક માનવી એ ઊભે થયો, જેણે ભારતની લુમ થવા બેઠેલી પ્રાચીન સંસ્કૃતિમાંથી બળ મેળવી, ગોરાઓના એ આસુરી ભૌતિક એકચકી સામ્રાજ્યને મહદંશે ખતમ કર્યું– આફ્રિકા-એશિયાના સેંકડો દેશો ગોરાઓની ગુલામીમાંથી મુક્ત થયા. પણ એ મૂઠી હાડકાંના ગાંધીનું બળ શામાં હતું? ગોરાઓ સામે ભૌતિક બળ તે ગુલામીથી સર્વાગીણ રીતે પાયમાલ થયેલા લોકોમાં ઊભું કરી શકાય તેમ હતું જ નહિ, અને ગેરાએ ભૌતિક બળની તો એવી પરાકાષ્ઠા હાંસલ કરી હતી કે, તે બાબતમાં તેમનાથી આગળ વધવું એ તે કોઈને માટે અશક્ય હતું. - ગાંધીજીએ ગેરાના એ ભૌતિક બળ સામે સ્વદેશી, સ્વાશ્રય, ત્યાગ, જાતમહેનત વગેરેની આધ્યાત્મિક ભાવના જાગ્રત કરીને પ્રજામાં ફરીથી ધર્મ-બળ- કર્મબળ પ્રગટાવ્યું અને સીધા-સાદા રેટિયા વડે ગોરાઓનાં યંત્રોને અને શસ્ત્રબળને માત કરી દીધાં. કારણ કે, એ સીધો સાદે રેંટિયે તો ગોરાઓની આસુરી – ભૌક્તિક યાંત્રિક સંસ્કૃતિથી વિપરીત એવી “દેવી” ભાવનાઓ અને સંસ્કૃતિનું પ્રતીક હતા – જાત-મહેનત, સંયમ, ત્યાગ, સ્વાશ્રય, તપ, સ્વદેશી વગેરે આધ્યાત્મિક ભાવનાઓનું! ગાંધીજીની હત્યા બાદ તેમણે જ નિયત કરેલા “વારસદાર” પંડિત જવાહરલાલ નેહરુ રાજસત્તાના સિંહાસને આવ્યા. પણ તે કોઈ અર્થમાં ગાંધીજીની ભાવનાએ – સ્વપ્રો કે આદર્શોના વારસદાર ન હતા. વારસદાર તે એક જ બાબતમાં હતા – ગાંધીજીએ આત્મશુદ્ધિને માર્ગે વાળેલી અને સ્વદેશપ્રેમથી ધમધમતી ભારતની પ્રજા તેમને વારસામાં મળી હતી ! Page #228 -------------------------------------------------------------------------- ________________ એકવીસમી સદીમાં! २०७ - જવાહરલાલ જુદી જ માટીના બનેલા માણસ હોઈ, તે અંગ્રેજી, દારૂ, સ્ત્રી-પુરુષ સંબંધમાં નિરંકુશતા, તથા ગોરાઓની યંત્રોદ્યોગમૂલક ભોઐશ્વર્યસંસ્કૃતિના આશક હતા. અને તેમણે તરત જ ગાંધીજીએ “દેવીસંસ્કૃતિ તરફ આગળ ધપાવેલા પ્રગતિના કાંટાને ભાવી દઈ, પાશ્ચાત્ય ભોગેશ્વસંસ્કૃતિ અને વિજ્ઞાન-ટેકનોલોજીની તદ્દન ઊલટી દિશા તરફ ફેરવી નાખ્યો. પછી તે તેમની પુત્રી ઇન્દિરા ગાંધીને જમાને આવતાં વેંત જવાહરલાલના વખતમાં ગળચવાં ખાતાં ખાતાં ટકી રહેલા લોકશાહીના આભાસને પણ ઉલટાવી દેવામાં આવ્યો; અને “અર્ધ-માશલ લૉ” કે સર્વસત્તાધીશપણા તરફ જ વિપરીત પ્રયાણ આદરવામાં આવ્યું. ગાંધીજીએ ઊભી કરેલી અન્યાય-અત્યાચાર સામે લડત આપવાની ભાવના તો પ્રજામાંથી જવાહરલાલના વખતથી જ નાશ પામવા માંડી હતી; અને ભોગવિલાસ, સ્વાપરાયણતા અને “ઉપરથી નીચે સુધીના' ભ્રષ્ટાચારના કીચડમાં આખી પ્રજા સબડવા લાગી હતી. એટલે ઇન્દિરા ગાંધીને સત્તા એકહથ્થુ કરી લેવામાં કશી અડચણ જ ન નડી; અને પિતાની પછી પિતાને પુત્ર જ ગાદીએ આવે– અરે પિતાને વંશ દિલહીની ગાદી ઉપર કાયમ રહે, એની પરવી પણ થઈ શકી. ઇન્દિરા ગાંધી પછી ગાદીએ આવેલા રાજીવ ગાંધીએ તે પોતાના દાદાએ આરંભેલી વાત આગળ વધારવાની જાણે હોડ જ બકી છે: તે તે * એકવીસમી સદીમાં પહોંચી જતા પહેલાં જ યંત્ર વિજ્ઞાન ટેકનોલૉજીની બાબતમાં ભારતને યુરોપ-અમેરિકાના વિકસિત દેશોની હરોળમાં લાવી દેવા માગે છે, પરંતુ અત્યારે યુરોપ-અમેરિકાના જ વિચારવંત લોકે વીસમી સદીમાં આગળ વધતા વધતા એકવીસમી સદીમાં પહોંચતાં સુધીમાં બધાની શી વલે થશે, એની કલ્પના કરી, ધ્રુજવા લાગી ગયા છે. તેમણે કહેવા માંડ્યું છે કે, વેળાસર ચેતીને દુનિયાના લોકો એ જ માર્ગે આગળ વધવાને બદલે ગાંધીજીએ બતાવેલા – પ્રાચીન મહાપુરુષ કે તત્વચિંતકોએ ચીધેલા માર્ગ તરફ પાછા નહીં વળે, તે બધી બાબતમાં સૌને ભયંકર હતાશાના અને અશાંતિ – અજંપાના દહાડા જોવા મળવાના છે. • આધૂનિક, પાશ્ચાત્ય વિજ્ઞાન-ટેકનોલોજી વડે સરજેલી ક્રાંતિના માનવની દષ્ટિએ સામાજિક અને માનસિક જે પરિણામો આવવાનાં છે, તેને યથાતથ ચિતાર રજૂ કરનાર ઑલિવન ટોફલર જે કોઈ બીજો ચિત્રકાર નહિ મળે ! ફયુચર શૉક' નામે તેણે લખેલા પુસ્તકનું વસ્તુ પ્રથમ તે તેણે બે-ત્રણ Page #229 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારે! સામયિકમાં છૂટક છૂટક લેખો રૂપે પ્રસિદ્ધ કરેલું; પરંતુ જુલાઈ, ૧૯૭૦માં સમગ્ર પુસ્તક તરીકે તેને પ્રસિદ્ધ કરવામાં આવ્યું કે તરત જ એપ્રિલ ૧૯૭૧ સુધીમાં તેનું ૧૪ વખત પુનર્મુદ્રણ કરવું પડ્યું. વળી ૧૯૭૦ના વર્ષમાં જ તે પુસ્તકની જુદી જુદી બીજી બે આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ. ૧૯૭૧ના ઑગસ્ટમાં તેની પેપર-બૅક આવૃત્તિ પ્રસિદ્ધ થઈ ત્યારે તેનું ૧૯૭૭ના ફેબ્રુઆરી સુધીમાં સાત વખત પુનર્મુદ્રણ કરવું પડ્યું. એ બધા ઈતિહાસમાં આપણે પડવાની જરૂર નથી. આપણે તે અત્યારની ટેકનોલૉજીકલ કાંતિ વડે ઔદ્યોગિક ઉત્પાદન, સમાજ અને તેના વર્ગો, સંસ્થાઓ, સંગઠને, અરે મિત્રતા તેમ જ કૌટુંબિક સંબંધો બાબતમાં શું તૂટી રહ્યું છે અને શું નિપજી રહ્યું છે, તેના તેણે કરેલા વર્ણન સાથે જ લેવા-દેવા છે. કારણ કે, આધુનિક ભારતની નેતાગીરી ભારતને એ ટેકનોલૉજીના ઘમસાણમાં – વમળમાં – સીધુ ઉતારી દેવા માગે છે. જેકે, ટોફલરે તે એકવીસમી સદીમાં શું નવું ઊભું કરવાનું છે કે જોવા મળવાનું છે તેની પણ કલ્પના રજૂ કરવા પ્રયત્ન કર્યો છે, પરંતુ ૨૦મી સદીને જે ભંગાર તેણે વર્ણવ્યો છે, તેમાંથી આપોઆપ એ નવું ફૂલ ખીલશે કે નહિ, એ તો સૌ કોઈને માટે માનવા-ન-માનવાની બાબત છે. નક્કર – નિશ્ચિત – કહી શકાય એવું તો એટલું જ છે કે, આધુનિક ટેકનોલોજીકલ કાંતિ અત્યાર સુધી માનવે હાંસલ કરેલું બધું નામશેષ કરવા બેઠી છે. તેથી જુદું એવું કંઈક આધુનિક ક્રાંતિમાં જ આગળ વધ્યે મળવાનું છે કે, કોઈ બીજા ગાંધીની દેરવણી હેઠળ ઊલટા જ માર્ગે પાછા વળીને મેળવવાનું છે, – અને ત્રીજો વિકલ્પ સર્વતોમુખી વિનાશ પણ છે જે - તે તે ટોફલર નહિ પણ તેને અને આપણા સૌને ભગવાન જાણતો હોય તે જાણે! નેપાળદાસ પટેલ Page #230 -------------------------------------------------------------------------- ________________ ગેાપાળદાસ જીવાભાઈ પટેલ ગા. – ગાપાળદાસ જીવાભાઈ પટેલ આ નામ ગાંધીયુગના પ્રત્યેક ગુજરાતી વાચકના હૃદયમાં કોતરાઈ ગયું છે. વિશ્વ-સાહિત્ય, ગાંધીસાહિત્ય, ધર્મ-સાહિત્ય અને ગુજરાતની નીડર પત્રકારત્વમાં તેમનું નામ મેટા ગજાનું હતું. સાચી વાત રજૂ કરવામાં તેમણે કદી પાછી પાની કરી નથી. તેઓ ગાંધીજીના સાચા સિપાઈ હતા. બધી લડતામાં સક્રિય ભાગ લઈને અનેક વખત જેલમાં પણ ગયા હતા. - તેમના જન્મ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં ઈ.સ. ૧૯૦૫ની ૨૮મી એપ્રિલે થયા હતા. તેઓ સરદાર પટેલના નજીકના કુટુંબી હતા. ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક થયા બાદ તેઓ શ્રી. મગનભાઈ પ્રભુભાઈ દેસાઈની સાથે મુખ્યત્વે ગૂજરાત વિદ્યાપીઠના કાર્યમાં સમર્પણ ભાવનાથી જોડાઈ ગયા. વિદ્યાપીઠ દ્વારા હિંદુ, જૈન, બૌદ્ધ ધર્મના ગ્રંથાનાં ગૂઢ રહસ્યા સરળ અને રોચક શૈલીમાં રજૂ કર્યાં છે. તથા વાચકના નામે પણ તેજાબી ચાબખા સાહિત્ય-જગતમાં તેમણે લગાવ્યા છે. 6 ૧૯૬૦ના અરસામાં વિકાસને બહાને શ્રી. મેારારજી દેસાઈએ, શ્રી. મગનભાઈ દેસાઈનું રાજીનામું માગી લઈને વિદ્યાપીઠને રાજકારણના અખાડો બનાવવાની શરૂઆત કરી તેની સાથે ગેાપાળદાસે વિદ્યાપીઠના ટ્રસ્ટી અને ખજાનચી તરીકે રાજીનામું ધરી દીધું. આખરી દમ સુધી જ્યારે અને જ્યાં જરૂર લાગી (પંડિત જવાહરલાલ નહેરુ અને મેારારજી દેસાઈ) ત્યાં ભલાભૂપની પણ પરવા કર્યા વિના ‘સત્યાગ્રહ' અને ‘ટકારવ' જેવાં પ દ્વારા અંગુલીનિર્દેશ કરવાનાં પેાતાનાં કર્તવ્યામાંથી બિલકુલ ચલિત થયા નથી. સગી મા કરતાં પણ માતૃ સંસ્થા વિદ્યાપીઠ માટે તેમને ભારે લગાવ, પ્રેમ અને આદર હતાં. એટલેા જ પ્રેમ ભારત-માતા માટે પણ તેમને હતા. તેઓ સાચા માતૃભક્ત અને તેજીલા દેશભક્ત હતા. છેલ્લાં પચ્ચીસ વર્ષથી તે તદ્દન પથારીવશ હોવા છતાં ગુજરાતમાં વિશ્વસાહિત્યને ધોધ વહેવડાવી ભાવિ પ્રજા માટે અદ્ભુત અને યશસ્વી કામગીરી બજાવી ગયા છે. ગાંધીજી’ના સત્સંગે તેમને મુખ્ય રસ બાપુની રચનાત્મક પ્રવૃત્તિ, શિક્ષણ, ગ્રંથાલય, પત્રકારિત્વ, કોશની પ્રવૃત્તિ, સાહિત્યની પ્રવૃત્તિ – ખાસ ૨૦૯ ૩૦ – ૧૪ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારો! કરીને ધર્મ-સાહિત્ય અને વિશ્વ-સાહિત્યનાં પુસ્તકોનાં મુદ્રણ-પ્રકાશનના રહ્યો હતા. તેમનાં ભાગવત, યોગવસિષ્ટ, •‘લે-મિઝેરાલ', અને થ્રી મસ્કેટિયર્સ ’ ‘અને વિશ્વ-સાહિત્યનાં બીજાં પુસ્તકોની યુવાન પેઢીમાં આજે પણ જબરી માગ છે. તા. ૨–૭–’૯૬ના રોજ તેમનું અવસાન થયું છે. તેમના જેવા ‘મરદમાણસા' જમાના સુધી કાયમ – અમર રહેતા હેાય છે. ગાંધીજીની વાતા આપણા રાષ્ટ્ર સમક્ષ નીડરતાથી રજૂ કરનાર તેમના તેજસ્વી અને તેજાબી કલમ-નાદ હવે બંધ થયા છે. શ્રી. મારારજી દેસાઈએ ગાંધીજીની વિદ્યાપીઠને નિષ્પ્રાણ, દીન-હીન અને રાજકીય અખાડો બનાવી દીધી તેનું તેમને મન ભારે દુઃખ હતું તથા નહેરુ-વંશીઓના દેશના કારભાર વિષે, તેમના પુણ્ય-પ્રકોપ બહુ ઉગ્ર અને જાણીતા હતા. તેમનાં ધર્મપરાયણ પત્ની કમળાબહેન તેમના પહેલાં ચાલ્યાં ગયાં છે. તેમને એક દીકરો છે, વિહારીદાસ – ડૉ. વી. જી. પટેલ. ૧ ક્રાંતિ કે ઉત્ક્રાંતિ ? યાને નાઈટી શ્રી રૂ. ૫-૦૦ २ હુંચબેક ક્ નાત્રઢામ’રૂ. ૧૦-૦૦ આફ યાને ધર્માધ્યક્ષ ૩ ટાઈલસ આફ ધ સી' યાને પ્રેમ-અલિદાન વિકટર હ્યુગો સ'પાદક : ગોપાળદાસ પટેલ ૩. ૧૨-૦૦ Page #232 -------------------------------------------------------------------------- ________________ “હશબેક ઑફ નેત્રદામ” ૨૧૧ નાઈન્ટી શ્રી' એ વિક્ટર હ્યુગેની એક જોરદાર નવલકથા છે. ફ્રેન્ચ ક્રિતિએ ઘણી જૂની સડેલી વસ્તુઓ મિટાવી દીધી; પણ વેર ઈર્ષામાંથી પ્રગટેલા તેના જુવાળમાં સામાન્ય માનવતાના કેટલાક સામાજિક અને પણ ધ્વસ થશે કે શું, એ ભય સમકાલીનેને તેમ જ પછીના વિચારોને લાગ્યો હતો. વિકટર હ્યુગોએ “કાંતિ બસ નથી, તેનું લક્ષ ઉત્ક્રાંતિ હેવું જોઈએ'– એ મુદ્દા ઉપર જ આ રોમાંચક નવલકથા લખી છે. તા. ૩૧-૧૦-'૬૩ મણિભાઈ વાઘજીભાઈ પટેલ હંચબેક ઑફ નેત્રદામ “વિક્ટર હ્યુગની નવલકથાઓ જમાનાઓ સુધી ચોમેર રોશની ફેલાવવા સરજાયેલી છે.... આજના જમાનામાં અમને પિતાને નવી પેઢીનું ચારિત્ર ઘડવાનો રામબાણ ઇલાજ આવા વિચારોને કાયમી સત્સંગ જ લાગે છે - આવી મહાન અને જુસ્સાદાર નવલકથા વાંચીને પૂરી કરીએ, ત્યારે માણસ તરીકે જન્મવા બદલ આપણી જાતને અભિનંદન આપવાનું મન થઈ જય છે, – આવી સારી નવલકથા વાંચવા મળી એટલા ખાતર નહીં, પણ પિતાના દેશના ઐતિહાસિક જમાનાને આટલે સારી રીતે રજૂ કરી શકનાર એક મહાન સાહિત્યકારના જાતબંધુ હવા બદલ.” પ્રકાશકના નિવેદનમાંથી - કમુબહેન પુ છેપટેલ ૩૧-૧૨-'૭૪ રેમાંચ-રસતે પુરસ્કર્તા “વિકટર હ્યુગેની આ નવલકથા “હેચબેક ઑફ નેત્રદામ’ અપૂર્ણ માનવજીવનની કથા છે. અલબત્ત, અપૂર્ણતાને પણ પૂર્ણપણે રજૂ કરીને લેખક પૂર્ણતાને જ પુરસ્કાર કરવા માગે છે, અને તેથી કરીને જ, કદાચ, પિતાના હેતુમાં તે વધુ સફળ નીવડે છે.” જે મહાન ભાવનાઓ, જે મહાન સત્યો આપણે આપણા જીવનમાં કદી અવગત ન કરી શકીએ, તે, મહાન લેખકે, તેમની અદભુત કલમને બળે આપણને અવગત કરાવે છે. અને તેટલા પ્રમાણમાં આપણે ઉત્ક્રાંત થઈએ છીએ. વિકટર હ્યુગો સાહિત્યમાં રોમાંચ-રસનો પુરસ્કત છે. અને તેની નવલકથાઓ રોમાંચ રસથી છલકાતી હોય છે. અલબત્ત, જેમ સુષ્ટિનું Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારા ! રોમાંચકારી દર્શન કરવા એવરેસ્ટ જેવા ઊંચા શિખરે ચડવું જરૂરી છે, તેમ જ હૂગાની વાર્તાઓના અદ્ભુત રોમાંચ રસ અનુભવવા માટે વાચકે નવલ કથાકારની સાથે અમુક ચડાણ ચડવું જ પડે છે. વિના પરિશ્રમ મળતા રસ કે આનંદ જમીન ઉપર આળાટવાને જ હેાઈ શકે... 99 –પ્રાસ્તાવિક બે ખેલમાંથી] તા. ૧૫-૧૨-’૭૪ -ગેાપાળદાસ પટેલ ટાઈલસ' આફ ધ સી ’ “કોઈ મહાન લેખકનાં પુસ્તકો જેમ જેમ વાંચતા જઈએ છીએ, તેમ તેમ દરેક નવું પુસ્તક આગળ વાંચેલા પુસ્તક કરતાં વધુ સારું લાગે છે. એવું જ વિકટર હ્યુગોનાં પુસ્તકોની બાબતમાં પણ બને છે... 66 આપણા ક્ષત્રિય-રાજપૂત ઇતિહાસમાં પ્રેમ-શૌર્યની અનેખી વાર્તાઓ સંઘરાયેલી પડી છે. પરંતુ હ્યૂગાએ આલેખેલા પ્રેમ-શૌર્યની આવી સુંદર વાર્તાની કલ્પના તે આપણે આ વાર્તા વાંચીએ ત્યારે જ આવી શકે છે.” – પ્રકાશકના નિવેદનમાંથી] -મુબહેન પુ॰ છે. પટેલ તા. ૧૬-૨–’૯૫ પ્રેસ-શૌય ની ચરમ કોટી માણસની બદમાશીની પરમ કોટીનું અને માણસની વીરતાની પરમ કોટીનું આ નવલકથામાં જેવું દર્શન કરાવવામાં આવ્યું છે, તેનું ઝટ આજે પ્રાપ્ત થવું મુશ્કેલ છે. 66 જગતના તંત્રમાં માણસની બદમાશીને સફળ નીવડવાના કેટ અવકાશ છે, તે પ્રશ્નનું લગભગ આધ્યાત્મિક કહી શકાય તેવું નિરૂપણ, નવી જાસૂસી-કથાને રસ ઊભા થાય તેવી રીતે, આ નવલકથામાં છે; પરંતુ તેથી વધુ તા માનવ-હૃદયના પ્રેમ-શૌર્યને સફળ નીવડવાના કયા અને કેટલા અવકાશ છે, તેનું નિરૂપણ તેમાં છે. પ્રેમ-શૌર્યની ચરમ કોટી એટલે આત્મબલિદાન. અને એ જ એની પરમ સફળતા છે, એ દર્શન જીવન તત્ત્વને સ્પર્શી શકનારા આવા વિરલ કલાકારો જ કરી શકે કે કરાવી શકે. એ દર્શન આવા રસભરી રીતે કરાવવા બદલ આધુનિક યુગ વિકટર હ્યુગાના ચિરકાળ ઋણી રહેશે.” –સ'પાકના એ ખાલમાંથી ] -ગેાપાળદાસ પટેલ તા. ૧-૨-૭૧ 66 Page #234 -------------------------------------------------------------------------- ________________ વિક્ટર ચૂંગા [૧૮૦૨ – ૧૮૮૫] વિશ્વ-સાહિત્યમાં ફ઼્રાંસનું નામ રાશન કરનાર હ્યુગાના જન્મ ઓગણીસમી સદીના પ્રારંભે ઈ.સ. ૧૮૦૨માં થયા હતા. તે વખતે નેપાલિયન બાનાપાટૅની સરદારી નીચે, ફ઼્રાંસને વિજયડંકો, યુરોપ અને આફ્રિકામાં વાગતો હતો. તેના પિતા, ફ્રાંસની તે વખતની અજેય ગણાતી સેનામાં મેટા અફસર હતા, નેપોલિયનના પતન સાથે પિતા અટકાયતમાં ગયા. અને ૧૮૨૧માં માતાનું મૃત્યુ થયું. આથી હ્યુગેા એકદમ નિર્ધન સ્થિતિમાં મુકાઈ ગયો. આ સમયે મહિના સુધી ખંત અને આત્મશ્રદ્ધાથી તેણે લેખન-પ્રવૃત્તિ કરી. ૧૮૨૭ના અરસામાં સાહિત્યક્ષેત્રે ક્રાંતિકારી વિચારો ધરાવનાર સાહિત્ય કારોની કલબ સ્થપાઈ તેના હૂગા નેતા બન્યા. તેણે ઘાષણા કરી કે, કલાને જરીપુરાણી પ્રણાલિકામાં સ્થગિત અને જડ ન થઈ જવા દેતાં, તેને વિકાસલક્ષી અને ગતિર્થંત રાખવી જોઈએ. કળાનું લક્ષ સૌંદર્ય નહિ પણ જીવન હાય. વિકટર હ્યુગા ‘લે-મિઝેરાલ્' પુસ્તકના પોતાના ટૂંકા નિવેદનમાં (ઈ.સ. ૧૮૬૨) જણાવે છે ; “કયાં હતી કાયદા અને રૂઢિને કારણે એવી સામાજિક સ્થિતિ પ્રવર્તતી રહેશે કે જેને કારણે સંસ્કૃતિની સાથેાસાથ જગત ઉપર કૃત્રિમ રીતે નરકો ઊભાં થતાં રહે, તથા દૈવી કહી શકાય તેવું ભાવી માનવતાની જ હત્યા સાથે અટવાઈ જાય; જ્યાં હ્રીઁ આ યુગની ત્રણ વિકટ સમસ્યાઓ – દારિદ્યને કારણે પુરુષની અધાગિત,ભૂખમરાને કારણે સ્ત્રીની બરબાદી, તથા ભૌતિક અને આધ્યાત્મિક અંધાર હેઠળ ઊગતાં બાળકોનું ઠીંગરાવું – એમને ઉકેલ નહિ આવે; જ્યાં ી અમુક ક્ષેત્રોમાં સામાજિક રૂધામણ શકય રહેશે: બીજા શબ્દોમાં, તથા વધુ વિશાળ દૃષ્ટિબિંદુથી જોતાં, અજ્ઞાન અને દારિઘ આ પૃથ્વી ઉપર જ્યાં રુશી કાયમ હશે, ત્યાં લગી આ જાતનાં પુસ્તકો હરગિજ નિરુપયોગી નહિ બને.” હ્યૂગાએ મુખ્યત્વે કાવ્ય, નાટક અને નવલકથાઓ લખી છે. ફ઼ાંસના તે શ્રેષ્ઠ કવિ છે અને નાટયકાર પણ છે. આજે પણ તે રસપૂર્વક વંચાય છે. તેની લાકપ્રિયતા અપ્રતિમ હતી, તેનું મૃત્યુ ઈ.સ. ૧૮૮૫માં થયું. ૨૧૩ Page #235 -------------------------------------------------------------------------- ________________ ‘પુસ્તકા – જે મને ગમ્યાં છે’ [BOOKS I HAVE LOVED'] એરો. રજનીશજી સ'પાદકઃ ગોપાળદાસ પટેલ આશાની જપમાળા એશા રજનીશજીને ગમતાં પુસ્તકોની આ જપમાળા'ની મહેક જ એવી જબરી છે કે, તેને કોઈ પ્રસ્તાવનાની જરૂર ખરી? બીજા સિદ્ધાંત કે વિચારસરણી તે અમુક એક સમયને જ લાગુ પડતાં હોય છે, હરકોઈ સમયને નહિ પરંતુ જગતના મહાન સાહિત્ય સમ્રાટોનાં પુસ્તકો તો આપણા અમર વારસા છે. કિ', ૬૦ રૂપિચા આપણે સૌ આશા રજનીશજીના જીવનકાળ દરમ્યાન ભલે તેમને લાયક ન નીવડયા; પણ તેમના શાશ્વતકાળ માટેના ઉપદેશાને અનુસરીને તેમના મૃત્યુ બાદ તે તેમને લાયક બનીએ ! તેમની આ જપમાળાના ભરપટ્ટ ઉપયોગ કરીને કૃતકૃત્ય થઈએ. આ પુસ્તક ગુજરાતી વાચક સમક્ષ રજૂ કરતાં આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ, મન કૂદકા મારીને ઝડપી લે એવી આશાની આ કીમતી ભેટ છે. તે માટે તેમને લાખા પ્રણામ. તા. ૧-૪-૨૦૦૨ 66 આશા રજનીશજીની કીમતી ભેટ મનુષ્યાના જીવનને ક્ષણવારમાં પલટી નાખે એવા સંતા અને મહાન સાહિત્ય સમ્રાટોના સંગ તા કોઈ લાયક બડભાગીને જ મળે, પરંતુ મહાન સાહિત્ય સ્વામીનાં પુસ્તકો તે। સદાકાળ સૌને ઉપલબ્ધ રહેવાનાં જ. આશા રજનીશજીએ ઉત્તમ પુસ્તકો સુંદર રીતે ચૂંટીને આપણને કીમતી ભેટ આપી છે. તેના સૌએ ભરપટ્ટ ઉપયોગ કરવા જોઈએ.” ગોપાળદાસ જીવાભાઈ પટેલ ૨૧૪ પુ॰ છે. પટેલ મત્રી Page #236 -------------------------------------------------------------------------- ________________ અન્ય પ્રકાશના માતૃભાષાના હિમાયતી મગનભાઈ દેસાઈ સપા॰ બિપિન આઝાદ [વિક્રમ સક્ષેપ] સપા॰ વિજયશ કર ભટ્ટ [વિક્રમ સક્ષેપ] સત્યાગ્રહની મીમાંસા સપા॰ રજનીકાન્ત જોશી મનિકા હિંદની અગ્રેજ વેપારશાહી સંપા॰ વિઠ્ઠલા જોશી ડોશીમાના – ઘરગથ્થુ વૈદાની એક ઝલક વરસાદ કેમ ન વસ્યા વૃક્ષાની નગરીએ ખડી કરીએ ચિંતા – ટેન્શન ધરતીમાતા સપા॰ ગેાપાળદાસ પટેલ [આલ્બટ હાવના સૉઇલ એન્ડ હેલ્થ’ના સંક્ષેપ] કુદરતની કિતાબ માનવીના આરેાગ્ય સાથે આફત સપા॰ ગેાપાળદાસ પટેલ લીક હાઉસ ચાને અદાલતી ન્યાય ડિકન્સ ગમાર!! ડૉ. પ્રજ્ઞા પટેલ મુખહેન પુ॰ છે॰ પટેલ સ'પા॰ દિલીપ નાયક મુબહેન પુ॰ છે॰ પટેલ [ટૉલ્સ્ટૉય કૃત પરીકથા ‘ઈવાન ધ ફૂલ’] આંધળાઓના દેશમાં સત કબીરની વાણી ગુરુ નાનકનાં ભક્તિપદો દરિયા ભગતની વાણી ગુરુ નાનકની વાણી સંપા॰ ગોપાળદાસ પટેલ [એચ. જી. વેલ્સ કૃત રસિક લઘુકથાને અનુવાદ.] સાતીની માયા [નૉખેલ-પ્રાઇઝ વિજેતા જોન સ્ટાઇનની લાકકથા પલ'ના સક્ષિપ્ત અનુવાદ, ] ૧૫ ૧૦,૦૦ ૧૦,૦૦ ૩.૦૦ ૧૦,૦૦ ૫૦૦ ૧૫.૦૦ ૧૦.૦૦ ૧૦:૦૦ ૨૦.૦૦ ૧૦.૦૦ ૧૦,૦૦ ૧૨,૦૦ ૫.૦૦ ૧.... ૧૫૦ ૬૦.૦૦ ૪૦.૦૦ ૧૫.૦૦ ૫૦.૦૦ Page #237 -------------------------------------------------------------------------- ________________ જેનું છેવટ રૂડું, તેનું આખું રૂડું : [જગ્યાનું નિશ્ચયે મૃત્યુ આજકાલ માનવીથી મરણ શબ્દ સુધ્ધાં સંભળાતો નથી. પરંતુ દરેક મિનિટે મરણ તરફની મજલ અચૂક કપાતી જાય છે. મરણની ટિકિટ કપાવીને એક વાર જીવનની રેલગાડીમાં ચડી બેઠા પછી તમે ગમે તે કરશે તે પણ ગાડી તમને મૃત્યુના અંતિમ સ્ટેશને લઈ જઈને ઉતારશે. આપણે જમ્યા તે જ ઘડીથી મરણની ટિકિટ કપાયેલી છે. જીવનમાં બીજું બધું કદાચ અનિશ્ચિત હોય, પણ મરણ નિશ્ચિત છે. છાતી પર સાક્ષાનું મૃત્યુ નાચતું હોવા છતાં તેને વિસારે પાડવાની કોશિશમાં આપણે સૌ વાજતે-ગાજતે ફોગટ પ્રવૃત્તિઓમાં માંડયા રહીએ છીએ. પણ મૃત્યુ ટળે છે ખરું? કાલે મા મરી ગઈ એટલે મૃત્યુ સામે ડોળા ઘુરકાવતું ઊભું જાણો. નિર્ભયપણે મરણનો વિચાર કરી તેને તોડ કાઢવાની દરેક માણસે હિંમત કેળવવી જોઈએ. - મરણ અંગે શ્રવણ, મનન, ચિંતન અને સ્વાધ્યાયમાંથી પોતે જે કાંઈ પામ્યા, તેને ટૂંક સાર શ્રી. ધુરંધરે આ નાનકડી પુસ્તિકામાં આપીને મરણનું સ્મરણ નિરંતર કરવાની કીમતી સામગ્રી પીરસી છે, તે માટે સંકલનકાર અને પ્રકાશકને ધન્યવાદ ઘટે છે. આપણા ધર્મગ્રંથો અને બુદ્ધપુરુષની આવી સુંદર સામગ્રીને ઉપયોગ કરીને આપણે સૌ એ છેવટની ઘડી મધુર બનાવીએ એ જ અનંત પ્રાર્થના. માનવી માત્રની એ છેવટની ઘડી રૂડી રૂપાળી નીવડે તેટલા માટે આખા જીવનની બધી મહેનત હોવી જોઈએ. જેનું છેવટ રૂડું તેનું આખું રૂડું એ છેવટના જવાબ પર ધ્યાન આપીને દરેકે જીવનને દાખલ કરવો જોઈએ. મરણ વખતે જે સંસ્કાર ઉપર તરી આવે એવી ઈચ્છા હોય તેને અનુસરીને જીવનનું વહેણ અને પ્રવાહ વાળ અને મરણનું નિરંતર સ્મરણ રાખે. રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટે' તાજેતરમાં ધુરંધરનાં ત્રણ નાનકડાં બત્રીસ પાનનાં પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે. તેને ગુજરાતી વાચકે સુંદર આવકાર આપ્યો છે. જીવન-ઘડતરની આવી લોકપ્રિય ગ્રંથમાળા શરૂ કરીને રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટ જીવ ઉપર માટે ઉપકાર કર્યો છે. તા. ૨૨-૧૧-૨૦૦૨ પુત્ર છે. પટેલ મેત પર મનન માંથી] Page #238 -------------------------------------------------------------------------- ________________ ગોવર્ધનરામ ત્રિપાઠી ચાર્લ્સ ડિકન્સ Guથાને પEJ તેલ સહ અન itપાળd. લે એલેકઝાન્ડર ડૂમા લિયો ટૉલ્સટૉય રાતરાણી સાંસ્કૃતિક વિક્ટર હ્યુગો