________________
પ્રકાશકનું નિવેદન તે કરી નાખ્યા છે; તથા તેમના રાજ્ય હેઠળ વહીવટી તંત્ર, પોલીસ-તંત્ર, ન્યાયતંત્ર, લશ્કરી-તંત્ર, અર્થતંત્ર અને શિક્ષણ-ત્ર પણ ભ્રષ્ટાચારની એવી શરમ કક્ષાએ પહોંચી ગયાં છે કે, રાષ્ટ્રગીતમાં રોજ ગવાતા ભારત-ભાગ્યવિધાતા પણ દેશનું શું ભાવી દેખી કે વિચારી રહ્યા હશે, તેની કલ્પના કરી શકાતી નથી. પ્રજાના દરેક માણસના હાથપગને કામ અને રોજગાર મળી રહેપ્રજના દરેક માણસને રોટી મળી રહે તે માટે ગાંધીજીએ હસ્ત-ઉદ્યોગ, કુટિર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ અને ગ્રામ ઉદ્યોગની યોજના આપી હતી. તેને ફગાવી દઈને નેહરુવંશીઓએ પરદેશી યંત્ર-વિજ્ઞાન અને ટેકનોલોજી દેશમાં પધરાવીને ચપટીક લખપતિકડપતિ-અબજપતિ ઉભા કરી, દેશની અર્ધઅર્ધ વસ્તીને ગરીબીની રેખા હેઠળ જીવતી કરી મૂકી છે. દેશમાં લોકશાહીને નામે ચૂંટણી થાય છે, પણ તેમાં ઉઘાડે ભ્રષ્ટાચાર અને અનાચાર આચરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આજે ભારતમાં જન્મવું એ જાણે ઈશ્વરે ઘરમાં ઘેર પાપ કર્યાની સજા કર્યા બરાબર થઈ રહ્યું છે. કારણ કે આ દેશમાં જન્મેલા પ્રમાણિક, સદાચારી અને જાતમહેનતનું સ્વચ્છ જીવન જીવવા ઇચ્છનાર માણસને લાગે ક્યાંય આવકાર કે સ્થાન મળે. પહેલાં મનુષ્ય-જન્મ પામ અને તે પણ ભારતવર્ષમાં – એ પરમ સદૂભાગ્ય મનાતું; આજે તે વસ્તુ શાપરૂપ બની રહી છે.
અત્યારના ભારત દેશના શિક્ષિત યુવાનને જોઈએ, તે તેનું વિચિત્રવર્ણસંકર – ઘડતર જોઈને હેરાન થઈ જવાય. રાષ્ટ્રમાં બનતા કે બનેલા મહત્વના બનાવો કે ફેરફારોની તેને જિજ્ઞાસા કે જાણકારી નથી. દેશને લગતા પ્રાણપ્રશ્નો જેવા કે- દેશની કારમી ગરીબાઈ, જીવરાપણાથી થનગનતાં જુવાન સ્ત્રી-પુરુષોની બરબાદી ઊભી કરનાર ભયંકર બેરોજગારી, કરોડની નિરક્ષરતા, બીમારી તથા દેશની પ્રાચીન સંસ્કૃતિ અને ઇતિહાસ વગેરે કથાની તેને માહિતી હોતી નથી કે નથી હતી તેની સાથે કશી નિસબત “ગાંધી” ફિલમ ન આવી હોત, તો દેશની ૮૦ ટકા નવી પ્રજા ગાંધીજીના જીવનકાર્યથી તલમાત્ર પણ પરિચિત હોત કે કેમ તેની શંકા છે. અરે ગ્રેજ્યુએટ થયેલા ૯૯ ટકા જુવાનિયાઓને ગાંધીજીની આત્મકથા' નામનું પુસ્તક છે એની પણ જણ નહિ હોય. તે પછી આઝાદીની લડતને સુવર્ણાક્ષરે લખાયેલો અને મધરાતે મેળવેલી આઝાદીને લેહિયાળ અક્ષરે લખાયેલ ઇતિહાસ તે તે ક્યાથી જાણતા હોય?
પરંતુ “મધરાતે' મેળવેલી આઝાદીએ ભારતમાતાને અંગછેદ કરી નાખે એટલું જ નહિ પણ સાથે સાથે ભારતમાતાના પનોતા સપૂત ગાંધીજીની