________________
38
ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારો!
સુલભ બનાવી સમાજને નિર્મળ રાખવાનું કામ સાત્ત્વિક ધગશથી કરે છે, એ આજની ખરાબ પરિસ્થિતિમાં પણ પાછલી રાતના ઉજસ જેવું લાગે છે.
આવી સુંદર કથા ગુજરાતી વાચક માટે ઊતરે છે, તેને ધન્ય વસ્તુ માનું છું; તેના હૃદયપૂર્વક આવકાર કરતાં આનંદ અનુભવું છું, અને સંપાદક તથા પ્રકાશક સંસ્થાને ધન્યવાદ આપું છું.
૧૯-૫-૨૪
વાસુદેવ મહેતા
પ્રકાશકનું નિવેદન
.
૧૯૪૭ની ૧૪મી ઑગસ્ટની મધરાત, જ્યારે ભારત આઝાદ થયાની જાહેરાત કરવામાં આવી, અને ૧૯૪૮ના જાન્યુઆરીની ૩૦મી તારીખ, જે દિવસે ગાંધીજીની હત્યા થઈ, તે બે પ્રસ ંગાની કહાણી આધુનિક ભારતના ઇતિહાસમાં લોહિયાળ અક્ષરોએ અંકિત થયેલી છે, પહેલી કહાણી ભાઈએ ભાઈનું લેાહી રેડીને અંકિત કરેલી છે, ત્યારે બીજી કહાણી ભારતના ગરીબમાં ગરીબ માણસ સાથે સ્વાત્મભાવ અનુભવી તેને ફરી સ્વમાનભેર જીવન જીવતા કરવા જીવનભર અપરિગ્રહ-વ્રત ધારણ કરનાર મહાત્માને રિવૉલ્વરની ત્રણ ગેળીથી હાર કરીને રેડેલા લેાહીથી અંકિત થયેલી છે.
અને એ બે કહાણીઓ લોહી રેડીને અંકિત થયેલી છે, તેથી જ તેમને ભૂલી ગયું કે તે માટે ભારોભાર પ્રાયશ્ચિત્ત કર્યા વિના પોતાને મળેલી આઝાદી ભાગવવા તાકનાર ભારત-ઉપખંડના બંને ભાગલાના વર્તમાન તેમ જ ભવિષ્યના ઇતિહાસ કેવા કલંકિત અને અધાતિના વમળમાં જ અટવાયેલા બની રહ્યો છે અને બની રહેવાના છે, તે તે બે આંખવાળા અને સહેજ પણ વિચારશક્તિ ધરાવનાર કોઈને પણ તરત દેખાઈ આવે તેવું છે.
મુસલમાના માટે જુદું રાષ્ટ્ર માગનાર અને મેળવનાર પાકિસ્તાનમાં ૪૦ વર્ષોથી લશ્કરી સેનાપતિએ જ સર્વસત્તાધીશ બની બેઠા છે; એટલું જ નહિ તે દેશમાં શિયા-સુન્ની, તથા ભારતમાંથી ગયેલા મુસલમાનેા તથા ત્યાંના મૂળ પંજાબી અને પઠાણા વચ્ચે જે હુલ્લડો અને ખુનામરકી કાયમ ચાલ્યા કરે છે, તે જોઈ કબરમાં પાઢેલા મહંમદઅલી ઝીણાને પણ ભાગ્યે શાંતિ વળતી હશે, અને ભારતમાં? ગાંધીજીના કાંટા દૂર થતાં નેહરુએ તથા નેહરુવંશીએ આઝાદીના લડવૈયાઓએ ઘડેલા રાજ્ય-બંધારણમાં ૬૫ સુધારા