________________
૪૫
સ’પાદકનું નિવેદન
સાહિત્યસેવક કેસ...સ્થા જાતજવાબદારી અને સેવાવૃત્તિથી કરશે તો જ જલદી થશે.
આ સંક્ષેપ તૈયાર કર્યા પછી, અમે ગુજરાતના કલાગુરુ અને શિષ્ટ ચિત્રકાર શ્રી. રવિશંકર મ૦ રાવળને મળ્યા અને તેને સચિત્ર કરી આપવા વિનંતી કરી. તેઓશ્રીએ મુનશીની પાત્રસૃષ્ટિ ગુજરાતને ભેટ ધરી જ હતી; એટલે ગેાવર્ધનરામના 'સરસ્વતીચંદ્ર'ની પાત્રસૃષ્ટિ રજૂ કરવાનું કાર્ય તેઓશ્રી જ પેાતાના હાથમાં લે એ વધુ ચાગ્ય કહેવાય. અમે એમને એ વિનંતી કરી ત્યારે અમને આનંદ અને આશ્ચર્ય સાથે એમ માલૂમ પડયું કે, એ વસ્તુ છેલ્લાં સાઠ વર્ષથી તેમની કલ્પનામાં હતી જ! પેાતાની વિદ્યાર્થી અવસ્થામાં ૧૯૧૪-૧૫ માં, તેમણે તેની શરૂઆત પણ કરેલી. પણ તે કામ પછી રહી ગયેલું. તેમણે અમારી માગણી સહર્ષ સ્વીકારી, પરંતુ આંખની બીમારી અને મેતિયાના ઓપરેશનના કારણે તે એને કાર્યાન્વિત કરી શકે તેમ ન હતું. તેમ છતાં તેઓશ્રીએ ગેાવર્ધનરામની પાત્રસૃષ્ટિ ઊભી કરવી હોય તો જરૂરી લાગતી વિગતાનું જે ટાંચણ કર્યું, તે તેઓશ્રીના હસ્તાક્ષરમાં અમારી પાસે મેાજૂદ છે. ભવિષ્યમાં કોઈ ગુજરાતી ચિત્રકારને એ બાબતમાં પોતાની પીંછી અજમાવવી હશે, તે તેને તે ઠીક ઠીક મદદરૂપ નીવડશે.
આ સુંદર મહા-નવલમાં લેખકે અંગ્રેજોના આગમન બાદ ઊભી થયેલી આપણી હિંદુ સંસાર-વ્યવસ્થાનું અને મનેાદશાનું આબેહૂબ ચિત્ર રજૂ કર્યું છે. અંગ્રેજી કેળવણીને કારણે આપણા શિક્ષિત જુવાના કેવા પાપલા, લાગણીવાળા, વેવલા, રાતલ તથા ‘રખડુ ફિલસૂફ’ અને પુરુષાર્થહીન બની ગયા હતા, એનું તાદશ ચિત્ર આ નવલકથામાં જેવું રજૂ થાય છે, તેવું બીજે ભાગ્યે જોવા મળે. અંગ્રેજી રાજયની સમગ્રપણે ભારતીય પ્રજા ઉપર થયેલી ઘાતક અસર વિષે પણ તેઓશ્રી સજાગ છે. અંગ્રેજી રાજ્યના અહેાભાવના એ જમાનામાં એ વસ્તુ ખાસ નોંધપાત્ર ગણાય.
બે દેશી રાજ્યોના રાજ્યકારભાર અને ત્રણેક મેટાં કુટુંબોને ગૃહકારભાર આવરી લેતી આ મહાનવલની પાત્રસૃષ્ટિ વિપુલ છે; તથા પ્રસંગાની ગેાઠવણી આજકાલની રહસ્યમય નવલકથાઓની આંટીઘૂંટીને પણ આંટી જાય તેવી હોવાથી, આ નવલકથાની પાનસૂચિ શરૂઆતમાં કક્કાવારીના ક્રમે ગાઠવીને આપી છે; જેથી આગળ આવી ગયેલા કોઈ પણ પાત્રની ઓળખ તરત તાજી કરી શકાય અને વાચનમાં રસક્ષતિ ન થાય. જરૂરી જણાયું ત્યાં તે તે પાત્રની વિશેષ ઓળખ જે પાન ઉપર મળી શકે તેમ છે તે પાનને નંબર પણ નોંધવામાં આવ્યો છે.