________________
ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! પાત્ર-નામો જેટલાં જ સ્થળ-નામે પણ આ નવલકથામાં વિપુલ તથા અત્રતત્ર વેરાયેલાં હોવાથી, વાચકની યાદદાસ્ત તાજી કરવામાં મદદરૂપ બને તે હેતુથી તેમને પણ પાત્રસુચિમાં સામેલ કરવામાં આવ્યા છે.
ટૂંકમાં, આજના ગુજરાતી વાચકને આ મહાનવલની વાર્તાનું સુગ સળંગ પકડાયેલું રહે તે રીતે આ સંક્ષેપ તૈયાર કર્યો છે. તેથી એક વાર્તા તરીકે એ મહાનવલ કેટલી બધી સફળ નીવડી શકે તેવી છે, તેનો ક્યાસ વાચકને આવી જશે. સમગ્ર નવલકથાને તેની વિપુલ વિચારસુષ્ટિના પણ થોચિત સંક્ષેપ સાથે રજુ કરી શકાય; પણ એટલું યાદ રાખવું કે મૂળ નવલકથાને મુખ્યત્વે ત્રીજો અને લગભગ આખો ચોથે ભાગ લેખકે એ માટે રોકેલો છે, એટલે એ સંક્ષેપ અત્યારે છે તેના કરતાં અઢીગણ તે થાય જ. ઉપરાંત નવલકથાની એ વિચારસૃષ્ટિનું ચિંતન-મનન અને વાર્તારસને ઉપભોગ એ બે જુદી જ બાબતે હેઈ, તે બેને નાહક ભેગાં કરવાં ભાગ્યે જરૂરી કહેવાય. ઉપરાંત વાર્તાતંતુને આધારે જ એ વિચારસૃષ્ટિ પણ રજૂ થયેલી હેઈ, પાત્રોનાં કાર્યોમાં એ પ્રતિબિંબિત થાય છે જ; એટલે માત્ર વાર્તાતતુને માણનારો વાચક પણ મૂળ ગ્રંથની વિચારસૃષ્ટિથી તદ્દન અસ્પષ્ટ નથી જ રહેતો.
આશા છે કે, અત્યારના વાચકને આ સંક્ષેપ તે મહા નવલને રસાસ્વાદ કરાવવામાં ઠીક ઠીક સહાયભૂત નીવડશે.
પૂજ્ય શ્રી. મગનભાઈ દેસાઈએ આ સંક્ષેપ માટે “આશાના બે બેલ' લખી આપી તેને પોતાના પ્રેમાશિષ સમપ્ય છે. તેથી તેની ઉપયોગિતામાં વધારો થયો છે. તથા શ્રી. સેમાલાલ શાહે ગેવર્ધનરામની સુંદર પાત્રસૃષ્ટિ તૈયાર કરી આપી છે. તે માટે તેમના ખાસ ઋણી છીએ.
નવજીવન ટ્રસ્ટના કાર્યકર્તાઓ તથા આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અન્ય કલાકારો અને મિત્રોના અદૂભુત સાથ અને સહકાર વિના આ સંક્ષેપ આવા સુઘડ સ્વરૂપે બહાર પાડી ન શકાત. ખાસ કરીને શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. ગોપાળદાસ જીવાભાઈ પટેલ તથા શ્રી. મણિભાઈ વાઘજીભાઈ પટેલ અને સંસ્થાના અન્ય કાર્યકર્તાઓ અને સાથીઓની પ્રેરણા અને જહેમતથી ઊભી થયેલી પરિવાર સંસ્થાને ખાસ આભાર માન રહે છે. જોકે, છેવટે તો સહૃદયી અને સુજ્ઞ વાચકોને જે આહલાદ કે સંતોષ થશે, એ જ આ પ્રકાશનની ખરી કૃતાર્થતા હશે. આ સંપ ગુજરાતના કદરદાન વાચકના હૈયાને અને અંતરને પ્રફુલ્લિત કરો, એ જ પ્રાર્થના. તા. ૧૦-૯-૭૫
કશુબહેન પુત્ર છે. પટેલ