________________
કુટુંબ-પરિવાર
[ શ્રી ગુરુદત્ત કૃત નવલકથા “જુન']. અનુઃ કમુબહેન પુત્ર છે. પટેલ પ્રસ્તાવના: મગનભાઈ દેસાઈ
| કિ. ૧૧-૦૦ [પરિવાર સંસ્થાએ શ્રી. ગુરુદત્તની છ વાર્તાઓ ગુજરાતીમાં ઉતારી છે. ૧. કુટુંબ-પરિવાર ૨. ધન અને ધરતી ૩. પ્રેમનાથ ૪. ભ્રષ્ટાચારને માર્ગે ૫. ગંગાજળ ૬. ભૂવ કેની?].
શ્રી. મગનભાઈ દેસાઈને ઉપદૂધાત
આ ગ્રંથની અનુવાદક તથા પ્રકાશક, અO સૌo ચિત્ર કમુબહેને, તેના આમુખ તરીકે, કાંઈક લખી આપવા મને કહ્યું, તે મારે માટે એક “પરિવાર”. પ્રિમના આદેશ સમાન હતું. હું તેની ના ન પાડી શકયો; અને તે માટે
પડી વાંચવા માંડી. તે વાંચતાં આનંદ આવ્યો અને મનમાં કમુબહેનને આભાર માન્યો કે, એ વાંચવાની તક પેદા કરી.
આ પ્રકાશન-કામ મારા સ્વ૦ મિત્ર વિજયશંકર ભટ્ટના સ્નેહસ્મરણ અને પ્રીતિ અર્થે બહાર પડે છે. આ પુસ્તક (ગુન) મૂળ હિંદીમાં એમણે પોતાના પરિવાર જોડે વાંચ્યું, અને તે એમને એવું ગમ્યું કે, તેને અનુવાદ કરીને પ્રસિદ્ધ કરવા માટે મૂળ લેખકની પરવાનગી તેમણે માગી લીધી. ત્યાં જ તેમને મોટા ઘરનું તેડું આવ્યું. આ કામ મૂકીને તે ગયા. તે આમ સુંદર રીતે તેમની સ્મૃતિ રૂપે પાર પડે છે, તેમાં આ રીતે જોડાઈ શકું છું, એ મારે માટે એક કીમતી સંભારણું પણ છે.
ગ્રંથને પ્રસન્ન કથાપ્રવાહ એકધારે ને સતત વહે છે: તેમાં કોઈ આડ-ફાંટા કે નાહકનું લખાણ નથી, એ તેનું એક મેટું પ્રાસાદિક કારણ લાગ્યું. અને પ્રવાહની ગતિ પહાડોમાંથી ગંગાવતારે થતી અલકનંદા કે ભાગીરથી જેવી ધસતી કે ધોધમાર નથી, પણ મેદાન પર આવીને વહેતી કારભાદી ગંગામાતા જેવી ધીરદાત્ત છે.
S