SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! અને એના એવા કથાપ્રવાહમાં તણાતાં સહેજે મને આપણો મહા નવલ-ગ્રંથ “સરસ્વતીચંદ્ર' યાદ આવ્યો. એની કથા-વસ્તુ ખાસ યાદ આવી : ક્યાં એ મહાગ્રંથનું નાનકડું સાંસરિક વસ્તુ-કાર્ય અને ક્યાં આ લઘુગ્રંથનું લાવ્યું ને વિપુલ કથાનક! બાહ્ય કદ અને તેમાં નિરૂપિત કથા-વસ્તુ વ્યસ્ત પ્રમાણમાં જ લાગે ! અને વસ્તુની ચિત્રકલામાં પણ એવી જ વ્યસ્તપ્રમાણતા લાગી. પરંતુ “સરસ્વતીચંદ્ર' યાદ આવવાનું કારણ એથી ઊંડું હતું : અને તે, કુટુંબ-પરિવાર” અને “સરસ્વતીચંદ્ર'માં ચિત્રિત થયેલા સમાજમાં રહેલું અમુક દેશકાલનું મૌલિક સામ્ય – તેમની સમયુગીનતા અને કાંઈક અંશે વિષયસમાનતા. બને કથાને નિરૂપણ-વિષય અંગ્રેજ રાજ્યકાલમાં પ્રવેશ અને અંગ્રેજી સંસ્કૃતિના સંસર્ગમાં આવતા હિંદુ ધર્મસમાજ અને તેની પલટાતી જતી કુટુંબ-વ્યવસ્થા છે. જોકે કાલ-દષ્ટિએ “સરસ્વતીચંદ્ર' ૧૯ માં સૈકાના ઉત્તરાર્ધને નિરૂપે છે, "કુટુંબ-પરિવાર’ ૨૦ મા સૈકાના પૂર્વાર્ધકાલ પકડે છે. આમ છતાં, મૂળ દેશકાલ અને સમાજકારણ એક જ અંગ્રેજરાજય-યુગનાં છે. અને એમાં મુખ્ય વિષય એ છે કે, પરદેશી પરપ્રજા – પરસંસ્કૃતિનું રાજ્ય થતાં, “રાના [W #રામ્’-ન્યાયે, આપણા પ્રાચીન-સંસ્કૃત દેશમાં સહજ સંકરતા રૂપે પરિવર્તન થવા માંડયું. બને કથામાં આ યુગાન્તકારક વસ્તુ નિરૂપવાને સમર્થ પ્રયત્ન થયો છે. આ પરિવર્તન આપણા લોકજીવનનાં સર્વ ક્ષેત્રને આવરે એવું વ્યાપક હતું : કહો કે, પૂર્વ અને પશ્ચિમ દુનિયા – હિંદને ધર્મસમાજ અને વિલાયતને ખ્રિસ્તસમાજ પહેલવહેલા નિકટ સંપર્ક સંઘર્ષ-સંઘાતમાં આવ્યા. તેની સાથે આપણી પ્રાચીન પ્રજાએ પહેલવાર યુરોપીય સુધારાને અનુભવ લીધ: નવી સમાજવ્યવસ્થા, નવી કુટુંબભાવના, નવી આહારવિહારરીતિ, નવી સેનાપદ્ધતિ, નવી રાજવહીવટકળા, નવા ઉદ્યોગધંધા અને વેપાર-રોજગાર; અને ખાસ કરીને તે, નવી ઢબની પરરાજ્યસેવા અને તેની નોકરી-ચાકરી તથા ધંધાપાણી. આ બધો વ્યાપક સંગ આપણા સમાજ પર પ્રભાવ પાડો થયો, અને આ સંગ રાજયાસને આરૂઢ થયેલો હોઈને, અંગ્રેજ રાજકર્તા લોકદષ્ટિમાં આપોઆપ શ્રેષ્ઠ-શિષ્ટ-જન કર્યો; –ચંદ્યાવરતિ એકર તત્તવેતર વનનો ન્યાય આપણા આ કાળના લોકજીવનમાં પ્રવર્તવા લાગ્યો. પરંતુ, એને મર્યાદા હતી; તે પૂર્વેના મુસ્લિમ સંસર્ગ જેવું નહોતું. કારણ, ગેરે ખ્રિસ્તી કેવળ પરાયો રહ્યો, સ્વદેશથી આવી પરાજય કરી
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy