________________
ડોમ્બી ઍન્ડ સન
યાને
તવંગરનું સંતાન ચાહસ ડિકન્સ, પ્રસ્તાવના : ડૉ. મોતીભાઈ પટેલ અનુઃ ગેપાળદાસ પટેલ કિં. ૧૨-૦૦
ડિૉ. મેંતીભાઈ પટેલની પ્રસ્તાવના] ધનિકશાહીની આફત
પુસ્તકોની પ્રસ્તાવના લખવાનું કાર્ય સામાન્ય રીતે ડૉકટરો પાસે ઓછું આવે છે. પરંતુ પરિવાર સંસ્થાની અને તેમાંય વિખ્યાત અંગ્રેજી નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સની આ મજેદાર કથા માટે મારે કંઈ લખવું એવી માગણી પરિવાર સંસ્થા તરફથી થઈ, ત્યારે હું એકદમ ના ન પાડી શક્યો. ખાસ છે એ કારણે કે, પરિવાર સંસ્થાએ અત્યાર પહેલાં ડિકન્સનાં ગુજરાતીમાં ઉતારેલાં પુસ્તક મેં જોયાં હતાં, અને મને એ કામ ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે ઉપયોગી લાગ્યું હતું. તે માટે પરિવાર સંસ્થાના સંસ્થાપક સ્વ૦ શ્રી. મણિભાઈ વાઘજીભાઈ પટેલ તથા શ્રી. પુત્ર છો૦ પટેલ તથા તેના અન્ય કાર્યકારે, કલાકારે અને સંપાદકોને અભિનંદન ઘટે છે.
પરિવાર પ્રકાશન સંસ્થાએ અન્ય પ્રકાશન સંસ્થાએથી સહેજ ફંટાઈને વિશ્વસાહિત્યને ગુજરાતીમાં ઉતારવાનો પુણ્યસંકલ્પ જે દિવસે કર્યો, તે દિવસે જ ગુજરાતની આખી ઊછરતી પેઢીને અને અંગ્રેજી નહીં જાણનાર એવા હજારો ગુજરાતી વાચકોને તેણે ઋણી બનાવ્યો છે, એમ મને લાગે છે. આ સંસ્થાએ અત્યાર સુધીમાં નામી વિશ્વસાહિત્યકારના એક ડઝન ઉપરાંત, સફળ સંક્ષેપ દ્વારા વિશ્વસાહિત્યનો મહામુલો વાર ગુજરાતી વાચકોને સુલભ કરી આપ્યો છે અને ગુજરાતી સાહિત્યની મોટી સેવા કરી છે.