SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! | ગુજરાતી ભાષા વિશ્વસાહિત્યના વેગવાન રસને ઝીલી શકે તેવા ખમીર વાળી છે, એને પર તે પરિવાર સંસ્થાના આ વિસ્તૃત સંક્ષેપ વાંચવા માંડીએ છીએ તેની સાથે જ થઈ જાય છે. વાચક જોઈ શકશે કે, આવા પરદેશી લેખકોની પરદેશી પાત્રોવાળી મોટી નવલકથાઓ પણ માતૃભાષામાં યથાયોગ્ય ઉતારવામાં આવે, તે તે આપણા વાચકોને, મૂળ કરતાં પણ વધુ આનંદ અને બોધ આપી શકે છે. મારા ગુજરાત યુનિવર્સિટીના છેલ્લા પંદર વર્ષના કામકાજના નિટ અનુભવ પરથી હું કહી શકું છું કે, માતૃભાષા બધા ભાવે, બધી લાગણીઓ અને બધા વિચારો માટે સૂક્ષ્મ, સચોટ અને લચકદાર માધ્યમ પૂરું પાડી શકે છે. વિદ્યાર્થીઓને તેમનાં પાઠયપુસ્તકો અને આવાં વિશ્વસાહિત્યનાં બીજાં પરદેશી પુસ્તકો માતૃભાષા દ્વારા વાંચવા મળે છે ત્યારે વરસાદના પાણી જેવાં મીઠાં મધુરાં લાગે છે. | ડિકન્સ ઇંગ્લેન્ડના હૃદયમાં છેલ્લા સવા સકાથી ચિરંતન સ્થાન પામેલે છે. તેની પ્રાસાદિક વાણી ઈંગ્લેન્ડમાં ઘેર ઘેર ગુંજતી રહી છે. તે બધું ઇંગ્લેન્ડના વસવાટ દરમિયાન મેં નજરે જોયું છે. તેનાં કેટલાય પાત્રો અને પ્રસંગે આજ હાંડનની શેરીઓમાં અમર થઈ ગયાં છે, એ જ આ મશહુર લેખકની રસપૂર્ણ કલમને પ્રતાપ અને અનન્ય કપ્રિયતા દર્શાવે છે. ડિકન્સને ટોલસ્ટોયે વિશ્વસાહિત્યકાર તરીકે ગણાવીને તેને દરજજો શેકસપિયર કરતાં ઉપર મૂક્યો છે, તે અભ્યાસ અને કસોટીની ઝીણી ચાળણીમાંથી ચાળ્યા બાદનું પરિણામ છે. ડિકન્સ માનવતાનું હાર્દ પકડે છે, અને તેને આસ્વાદ એનાં સામાન્યમાં સામાન્ય પાત્રો દ્વારા પણ આપણને આપી શકે છે. “મ્બી એન્ડ સન” આ લાંબી વાર્તા આજના આપણા કેટલાક નવલકથાકારોની માફક, લોકોને કેવળ મનોરંજન પૂરું પાડી કમાણી કરવા ડિકન્સે નહિ જ લખી હોય. રાણી વિકટોરિયાના સમાજની વિવિધ ઊણપ પિતે એક માનવતાવાદી તરીકે જોઈ, તેમને ખુલ્લી કરી બતાવી, તેમની સામે પ્રબળ લોકમત કેળવવા જ તેમણે લખી હશે, એમ સ્પષ્ટ દેખી શકાય છે. આ સંક્ષેપમાં પણ મૂળ લેખકની શૈલી તથા સુંદર પાત્રનિરૂપણ અદ્ભુત રીતે જળવાઈ રહ્યાં છે, તથા સંક્ષેપની શૈલી સરળ આહલાદક અને ભાવવાહી છે, એ પ્રથમ જ કહી લઉં. સુંદર અને સુઘડ છપાઈ, તે જમાનાનાં સુરમ્ય ચિત્રો, રસાળ અનુવાદ, ત્રિરંગી જેકેટ અને સરસ બાંધણી, એ પરિવાર સંસ્થાને એક ઉજજવળ પ્રકાશન-સંસ્થાનું બિરુદ અપાવી શકે તેમ છે. એ રીતે ગુજરાતની અન્ય પ્રકાશન સંસ્થાઓને પ્રકાશન-સેવાના ક્ષેત્રે પરિવાર સંસ્થાના નિષ્ઠાવાન પ્રયાસ, ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy