________________
ડી એન્ડ સન
આ વાતમાં તેના મૂળ લેખકે બાપ-દીકરો, બાપ-દીકરી, ભાઈ-બહેન, ભાઈ-ભાઈ, પતિ-પત્ની, નોકર-શેઠાણી, વફાદાર કે નિમકહરામ થયુમિત્ર, કાકાભત્રીજા વગેરે અનેક પ્રકારના કૌટુંબિક અને અન્ય સંબંધ અને
વ્યવહારોનું આબેહુબ ચિત્રણ કર્યું છે. અને એ એવી ખૂબી અને કસબથી કર્યું છે કે, વાર્તા લાંબી હોવા છતાં, વાચક પ્રેમથી તેને આગળ ને આગળ વાગ્યે જ જાય છે. સફળ વાર્તાકારની આ જ ખરી ખૂબી કહેવાય.
વાર્તાની શરૂઆત મિ0 ડોમ્બીને ઘેર પુત્રની પ્રસૂતિ થાય છે તે પ્રસંગથી થાય છે. આ સમયે તેને છ વર્ષની એક દીકરી છે; પરંતુ ડોમ્બી સાહેબને દીકરીની પરવા જ નથી. તેને તે દીકરો જ જોઈએ. એના જેવી વેપારી પેઢીને દીકરી રૂપી “માલ”ને શે ખપ?
મિ૦ ડોમ્બી પોતે એક મોટી તવંગર પેઢીને અભિમાની વારસદાર છે. કોઈ સ્ત્રીને તે પરણે તે તે સ્ત્રી ભાગ્યશાળી બને, એવું માનવા જેવો તેને મિજાજ છે. તેની પ્રથમ પત્ની પુત્રના જન્મ પછી તરત જ મૃત્યુ પામે છે. તેની અસર તેના ઉપર એટલી જ થાય છે કે, તેના ઘરના સરસામાનમાંથી એકાદ ચીજ-વસ્તુ જાણે ઓછી થઈ. તેને પોતાની જિંદગીમાં કોઈ મિત્ર મળે નહીં અને તેને મિત્રની પરવા પણ હતી નહી. દીકરાના નામ- અને દીક્ષા-વિધિ પછીના ખાણામાં આનંદને બદલે મરણ પછીનું ખાણું હોય તેવો દેખાવ તે થવા દે છે! બધા જયારે આનંદમાં હોય, ત્યારે તે પિતે એક મુડદાલ નિર્જીવ માણસ હોય તેમ, રશિયન મેળામાં વેચવાને હોય તેવો ઠંડીમાં થીજી ગયેલ, લાગણી વિનાને, અડિયલ ખચ્ચર જેવો જ બેસી રહે છે. તેના દેખાવ જેવો જ સ્ટાર્ચથી કડક કરે તેને પોશાક છે; અને એ પિશાકમાં વધુ કડક થઈને તે બેસે છે.
પિતાની સગી દીકરી પ્રત્યે તે તેને તુચ્છકાર અને અણગમો હતો જ; પિતાની બીજી વખતની પત્ની સાથે પણ તે એવું જ તુચ્છ અને કડક વર્તન રાખે છે. એ નવી પત્ની પણ સ્વભાવે બહુ અભિમાની જ હતી; એટલે એ બે અભિમાને સામસામે અથડાતાં કૌટુંબિક જીવનમાં કેવળ તણખા જ ઊડે છે અને આગ લાગે છે છેવટે એ બીજી પત્ની મિ0 ડોમ્બીના અભિમાનને ધૂળભેગું કરવા ખાતર જ તેના લુચ્ચા મેનેજર સાથે ભાગી જાય છે – ભાગી જવાને દેખાવ કરે છે અને એ લુચ્ચા મૅનેજરને પણ હંમેશને માટે ખતમ કરે છે, – એ વળી જુદી વાત.