________________
ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! છેવટે “ડોમ્બી ઍન્ડ સન' જયારે દેવાળું કાઢે છે, ત્યારે જ મિત્ર ડોમ્બી સહેજ નરમ અને ઢીલો પડે છે. તેના અભિમાનને એવડી મોદી ઠોકર તેની મમળી જગાએ એટલે કે ધનની બાબતમાં જ વાગવાની જરૂર પડે છે.
ઓખીના ધન વિષેના ખ્યાલ બહુ વિચિત્ર છે. આપણા સંસ્કૃત સુભાષિતની માફક બધા જ ગુણ કાંચનમાં છે, તેમ જ નાણાથી દુનિયામાં જે કંઈ ધારીએ તે થઈ શકે છે, એવું તે માને છે. બધા નવા થયેલા ધનિકો એમ જ માનતા હોય છે. પરંપરાથી ધન પચાવીને ઊભી થયેલી ખાનદાની તેમનામાં હેતી નથી. કેવળ અછકલાપણું જ તેમનામાં હોય છે.
લક્ષમીની ચંચળતા, લક્ષ્મીની નબળાઈ, લક્ષમીમાંથી ઊભી થતી આશા અને નિરાશા અને છેવટે તેમાંથી કશું જ કાયમી નીપજતું નથી તે તેને છેવટે સમજાય છે. ડૉ. એ. જે. શમન દાક્તરી ધંધો છોડીને લેખક બને, અને અઢળક ધન કમાયેલો. પણ છેવટે એ લખે છે, “મેં આ શું કર્યું? જે હું દાક્તર જ રહ્યો હોત, તો કોઈનું પણ કશુંક ભલું કરી શક્યો હેત; આ પૈસાથી હું શું કરી શકીશ? આ પૈસાથી હું શું કરીશ?”
મિ૦ ડોમ્બીની દીકરી ફલોરન્સનું પાત્ર સજીને ડિક પિતાની કલાની અવધિ કરી છે. ધનિક બાપની દીકરી હોવાને વાંકે જ ત્યજાયેલ અને તરછોડાયેલ એ છ વર્ષની નાની ઉંમરે જ પોતાની માતા ગુમાવે છે. પિતા તે તેને ખામાં લેતા જ નથી. પિતાના નાના ભાઈ ઉપર તે અનન્ય પ્રેમ અને વાત્સલ્ય ધરાવે છે. જ્યારે તે બીજાં નાનાં બાળકોને પિતાનાં વહાલાં માબાપને ગળે વળગીને ગેલ અને આનંદ કરતાં જુએ છે, ત્યારે તે પોતે ગંભીરતાથી વિચારે છે કે, આ બધાં બાળકો પાસેથી હું શું શીખું કે જેથી હું પણ મારા પિતાને પ્રેમ સંપાદન કરી શકું? પિતાની નવી મા એડિયા ઉપર પિતાના પિતા ખુશ છે એમ માની, તેની પાસેથી પણ પિતાના પિતાને પ્રેમ શી રીતે જીતી શકાય એ કળા શીખવા માટે જ તે એને વળગતી જાય છે!
જે દિવસે તેની ઓરમાન મા ભાગી જાય છે, તે જ દિવસે તેને બાપ તેને પણ એની સંતલસમાં રહેલી ગણી, લાફો મારી ઘરમાંથી કાઢી મૂકે છે. દુનિયાના કોઈ પણ સમાજમાં દીકરી પોતાના બાપને કે ભાઈને ઘેર જવા માટે આમંત્રણની અપેક્ષા રાખતી નથી. તે સ્વાભાવિક રીતે જ