________________
ડેડી એન્ડ સન માબાપ કે ભાઈને ઘેર જવા તલસે છે. દક્ષને ત્યાં પાર્વતી યજ્ઞ વખતે વગર બોલાવ્યે જાય છે. એને સ્વભાવ અને નિર્દોષ પ્રેમ દીકરી માબાપ પ્રત્યે ધરાવે છે. આ સંસારમાં ભાઈ-બહેનને પ્રેમ તદ્દન નિર્દોષ અલ્લૌકિક અને ઉત્તમ પ્રકાર છે. તે ફૉરેન્સના પાત્રમાં ચરિતાર્થ થાય છે. આ પાત્ર સર્જીને લેખકે કમાલ કરી છે.
ખી એન્ડ સન'ના મેનેજર ઑન કાર્કરનું પાત્ર બંધુ અને લુચ્ચું છે. તે પિતાના શેઠને દગો દે છે. પિતાનાં ભાઈ અને બહેનને પણ ધુત્કારે છે, અને દુનિયામાં કોઈની પણ પરવા તે કરતો નથી. તે છેવટે પિતાની નીચતાની પરાકાષ્ઠાએ પહોંચે છે, અને પિતાને ઉચિત કારમા અંતને પામે છે. એ પાત્ર દ્વારા ડિકન્સ માનવ જીવનમાં મળતાં બંધાઈ, લુચ્ચાઈ, દશે વગેરેને તાદશ કરી આપે છે.
મેનેજર કાકરને ભાઈ જેમ્સ અને બહેન હેરિટ જ્યારે પિતાના ભાઈ જોનના મરણ પછી મિલકત મેળવે છે, ત્યારે પિતાના શેઠ ડેબીને ખબર ન પડે તેમ સિફતભેર નાણાંકીય મદદ કરે છે. મેનેજર કાર્કરને એ ભાઈ એક વખત પાપ કર્યા પછી પ્રાયશ્ચિત્ત કરી “સાધુ’– સદાચારી બનનાર માણસને નમૂને છે. અને પોતાના એ ભાઈની એ હડધૂત દશામાં તેને સાથ આપવા જતાં પોતાના જીવનને હેડમાં મૂકનાર હેરિયેટ એ ભાઈબહેનના પ્રેમનું બીજું અનેખું ઉદાહરણ રજૂ કરે છે.
હરેક જમાનામાં બધા સમાજમાં આવા પાવનકારી દ લેવામાં આવે છે. આવી રીતે સામાન્ય લેખાતાં પાત્રોને પણ માનવતાના ગુણનું આલંબન આપી લેખકે પિતાની કલમને આપણા હૃદય પર જાદુ કર્યો છે.
૪
આ કથામાં રાણી વિકટોરિયાના વખતની સર્જરીને પણ લેખકે આછો ખ્યાલ આપવા પ્રયત્ન કર્યો છે. કૅપ્ટનને બનાવટી હાથ જેમાં ફૉક અને આંકો બેસાડી શકાય તે કોઈએ બનાવી આપ્યો છે. છેલ્બી જ્યારે ઘોડા પરથી પડી જાય છે અને તેને પાસેના પબ્લિક હાઉસમાં લઈ જવામાં આવે છે. ત્યારે ત્યાં આજબાજુથી ડૉકટરો આવી પહોંચે છે, – જેમ રણમાં પડેલા ઊંટને ખાવા ગીધડાં ભેગાં થાય તેમ ! અને જુદા જુદા ડાક્ટરો કમાવાની દૃષ્ટિએ ખ્યાલ કરી કોઈ ગામ તરફ તે કઈ સીમ તરફ ખેંચે છે. કોઈ કહે છે કે, કંમ્પાઉન્ડ ફ્રેકચર છે, કઈ કહે નથી. આમાં લેખકે તે જમાનાની