________________
એક ઝલક સર્વાગીણ વ્યાયામની (ડૉ. હર્બટ એમ. શેરન કૃત “EXERCISE!' પુસ્તક ઉપરથી] સંપાદકઃ ગેપાળદાસ પટેલ
કિં. ૩૦-૦૦ કસરત, ખોરાક અને સ્વચ્છતા આરોગ્યશાસ્ત્ર વિશે આજ સુધી એકઠી થયેલી બધી જ માહિતીને જો ટૂંકામાં સમાવી દેવી હોય તે ત્રણ જ શબ્દોમાં આપણે સમાવી શકીએ : કસરત, ખોરાક અને સવછતા.
શાસ્ત્રીય કસરત, પથ્ય ખોરાક – જેમાં પાણી, હવા અને સૂર્યપ્રકાશ સમાઈ જાય છે – અને સંપૂર્ણ સ્વચ્છતા – જેમાં નગરસ્વચ્છતા (Sanitation) પણ આવી જાય છે – એ ત્રણ આદર્શ આરોગ્ય મેળવવા અને જાળવવા ઇચ્છનાર માટે સોનેરી નિયમે છે.
મનુષ્યજાતિ આજે જે રોગોથી રિબાઈ રહી છે, એમાંના ૯૦% ઉપરાંતના રોગોનો ઉદ્દભવ આ ત્રણમાંના એક કે વધુ નિયમોના ભંગને લઈને છે. આ ત્રણે પ્રશ્નોમાં સૌથી વધુ અગત્યને પ્રશ્ન વ્યાયામને છે. છતાંય આજે એ પ્રશ્નની વધુમાં વધુ ઉપેક્ષા થઈ રહી છે.
શરીરની શક્તિ વધારવાના બધા માર્ગોમાં ગ્ય અને પ્રમાણસર વ્યાયામ એ સૌથી મહત્ત્વને અને સૌથી સારો રસ્તો છે. જે લોકો આદર્શ આરોગ્ય મેળવવા અને જાળવવા ઇચ્છે છે, તેમને માટે તે વ્યાયામ અનિવાર્ય છે. એનું કારણ એ છે કે, શક્તિ એ સ્વાથ્યને પાયો છે. નબળું, નિસ્તેજ અને મુડદાલ શરીર નીરોગી છે એમ કહી શકાય જ નહિ, સ્વાથ્ય અને શક્તિ વચ્ચે ઘણે જ ગાઢ સંબંધ છે.
નંદુરસ્તી મેળવવાની દૃષ્ટિએ પણ ખોરાક કરતાં કસરતનું મહત્ત્વ ઘણું વધારે છે.
કસરત, મહેનત અને રમત'માં] રમણલાલ જિનિયર
૧૪૦.