________________
પ્રાસ્તાવિક
૧૩૯
એટલું જ નહિ પણ, પેાતાની કમ-અક્કલના ઘમંડમાં આવી જઈ. તે માણસાને મદદ તથા રાહત પહોંચાડવાને બદલે તેમને દુ:ખ અને વેદનાની વધુ ઊંડી ખાઈમાં ધકેલી રહ્યા છે.
·
૫. આરોગ્ય-પ્રધાને જ્યાં ને ત્યાં માંદા પડેલા લોકોને દવા-દારૂની સગવડ પૂરી પાડવામાં જ પેાતાની ઇતિકર્તવ્યતા સમજી બેઠા છે. રોગોનું ભારણ ઓછું થાય કે નાબૂદ થાય તેવી સ્વસ્થ ચોખ્ખી – પરિસ્થિતિ ઊભી કરે તેવી યાજના ઘડવાની તથા અમલમાં મૂકવાની તેમનામાં દષ્ટિ જ નથી. લોકો આરોગ્ય જાળવવાની બાબતમાં સમજદાર “ બને, તથા જવન જીવવાના ખાટા માર્ગો ન અપનાવે, એ જાતનું વાતાવરણ ઊભું કરવા માટે તેઓ કશા જ પ્રયત્ન કરતા નથી.
૬. સરકારો મહેસૂલની આવક ઊભી થાય તે માટે ઝેરી દવાઓ, દારૂ, સિગારેટા, ચા, કૉફી, સૉફ્ટ, ડ્રીંકસ અને બધી જાતના પ્રોસેસ કરેલા ‘તૈયાર’ – ‘ ઇન્સ્ટન્ટ ’. ખારાકોના વેચાણને ઉત્તેજન આપવાની જ-દાનત રાખે છે. કુદરતી જીવન જીવવાનું શીખીને તથા કુદરતી ઉપગ્નાર-પદ્ધતિ દ્વારા લોકો નીરોગી બને અને રહે તેમાં કદાચ તેમનું ‘ હિત ’ નથી.
기
૭. લોકોએ જેમ બને તેમ સરકારોની તથા પ્રોસેસ કરેલા ખારાકો તૈયાર કરી, માટી માટી લાભામણી જાહેરખબરોથી – અને તે પણ દૂરદર્શન, આકાશવાણી જેવાં સરકારી પ્રચાર-માધ્યમા દ્વારા જ – તેમના વેચાણ વડે ધૂમ કમાણી કરવા તાકતી કંપનીએની માયા-જાળમાંથી મુક્ત થઈ, (ગાંધીજી જેવા) જે સાદા —– સ્વચ્છ – કુદરતી જીવન જીવવાની, તથા ઝેરી દવાઓ કરતાં કુદરતી ઉપચાર દ્વારા જ બરબાદ થયેલું આરોગ્ય ફ્રી પ્રાપ્ત કરવાની ભલામણ કરે છે, તેમના શબ્દો જ સાંભળવા જોઈએ, તથા તે મુજબ આચરણ કરતા થવું.જોઈએ. સાચા અર્થમાં . સુખી થવાના – કલ્યાણને – પ્રગતિના એ જ એકમાત્ર માર્ગ છે.
C
– મૂલ રાજ, આનદુ