________________
.
ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલેન્ડધારેખ
૩ * ૧. વળી હવે લાખ અને કરોડો રૂપિયા લોક “પ્રોસેસ' કરેલા કે છે ફાસ્ટ ફૂઝ' કહેવાતા ખાદ્ય-પદાર્થો ખરીદવામાં કે ખાવામાં ખર્ચે છે. તે બરાક સુંદર પંકિગોમાં પેક કરેલા હોય છે, પરંતુ જે ચીજોમાંથી તે બનાવવામાં આવે છે, તેમની મૂળ કિંમત કરતાં દશ ગણી વધુ કિંમતે તે વેચાય છે. ખાદ્ય-પદાર્થોને “પ્રેસેસ' કરવાથી તેમની પિષણ-ક્ષમતા નાશ પામે છે. માણસ જો ખરેખર “બુદ્ધિશાળી' પ્રાણી જ હોય, તો તે પોતાના ખાદ્ય પદાર્થોનું પોષક તત્વ નાશ કરીને, દશ ગણી કિંમત આપીને તેમને ખાવાનું પસંદ કરે ખરો? દેશના અર્થધ્વંત્ર ઉપર પણ તેથી કેવો નાહકને બોજો વધે, તથા દુનિયામાં ખાદ્ય-પદાર્થોની તંગીમાં પણ કેવો વધારો થાય; વારુ? ' '
'
' . ૨. “ટેસ્ટ ડિઝાઈનનાં કપડાં પહેરવા જેન્ટલમેને તથા ચમકતા વસ્ત્રો પહેરેલી તથા “મૉડર્ન મેક-અપ' કરેલા ચહેરાઓવાળી “લેડી ' દેખવામાં તે આકર્ષક અને સુંદર દેખાય છે, પણ અંદરખાને મોટા ભાગનાં તે માણસે તનથી અને મનથી ભંગાર બની ગયેલ હોય છે. તેઓ પટના કે બીજા ઘણા “ક્રોનિક રોગોનાં શિકાર બનેલાં હોય છે; તથા તેનું દવા-ડાકટરનું બિલ ચાર-પાંચ-છ કે સાત આંકડાની હદે પહોંચતું હોય છે. એ બધું ખામીભરેલા ખેરાકનું જ પરિણામ છે. એટલું યાદ રાખવું કે, રોગ એ કંઈ આકસ્મિક આવી પડતી ઘટના નથી; તે તે આપણી ખોટી ટેવને કારણે શરીરમાં ઊભી થતી વિકૃતિઓનું જ પરિણામ છે.
૩. હાલની આ સ્થિતિને કઈ પણ અર્થમાં પ્રગતિ' કે “સંસ્કૃતિ કહી શકાય તેમ નથી. કહેવું હોય તે તે વધુ ઘેરી બનતી જતી. બરબાદી જ છે. સમગ્ર માનવજાત'ની કક્ષા ઊતરતી જાય છે.– અધ:પાત પામી રહી છે. પહેલાં કદી નહતા તેટલા રોગો – અને કેટલાક તો ભયંકર જીવલેણ રોગો-વધતા જ જાય છે તથા વ્યાપક બનતા જાય છે. આ બધું માનવાની. વિચારસરણી વિપરીત – ભૂલભરી ન બની ગયાનું, અને તેમની પ્રવૃત્તિ અવળે માર્ગે ચઢી ગયાનું પરિણામ છે. ..
: ૪. જે લોકોને માથે લેકોનું આરોગ્ય જાળવવાની જવાબદારી છે, તથા જેમણે કલ્યાણ-રાજ્ય સ્થાપવાના, તથા પ્રજાના દરેક માણસને સુખી, નીરોગી અને જીવનમાં સર્વ તકો સમાનપણે પ્રાપ્ત કરતા બનાવવાના શપથ લીધેલા છે, તે પ્રધાને તેમનું ધ્યેય હાંસલ કરવામાં સદંતર નિષ્ફળ નીવડયા છે.