________________
પ્રાસ્તાવિક
૧૩૦
-
*કેવી રીતે ખાવું જોઈએ,’ ‘કયારે ખાવું જોઈએ” તથા કેવી રીતે રાંધવું જોઈએ ’ તે પણ આપણે જાણતા નથી. આપણે સૂર્ય, ચંદ્ર અને ગ્રહ - તારાઓનું જ્ઞાન મેળવવા દોડીએ છીએ, પરંતુ આપણે માટે અતિ અગત્યનું કહેવાય તેવા જ્ઞાનથી આપણી જાતને વંચિત રાખીએ છીએ. આ કેવી કરુણતા – પામરતા છે! આપણે બીજી બાબતાનું જ્ઞાન ભલે પામીએ, પરંતુ પૃથ્વી ઉપરના આપણા અસ્તિત્વને શકય બનાવનાર ‘ખોરાક રૂપી તત્ત્વ બાબત આપણે છેક જ અબૂઝ રહીએ, તે આપણા બીજા કિંમત નથી.
-
'જ્ઞાન'ની કશી
•
૨. આંધળા વડે દોરાતા આધેળાએ ની લંગારની જેમ આપણે ચાલુ ઘરેડમાં જ ચાલ્યા કરીએ છીએ; તથા આપણે કર્યાં જઈ રહ્યા છીએ તેની પણ આપણને ખબર નથી. આપણી રીત ઘણી જ ખામી ભરેલી તથા આરોગ્યના નાશ કરનારી છે. આપણે માત્ર ખાવાને ખાતર ખાઈએ છીએ; ઘણી વાર તે બીજાને ખુશ કરવા તથા બીજા કરતાં નીચા ન દેખાવા માટે મેટે ભાગે તો આપણે ભૂખ વિના જ ખાઈએ છીએ; અને ત્યારે પણ આપણા શરીરને ન જોઈતી, એટલું જ નહિ પણ, શરીરને ખાસી હાનિકારક વસ્તુ જ ખાઈએ છીએ. અને એમાં ફેરફાર કરવાની કોઈ આપણને સલાહ આપવા જાય, તે આપણે તેને માટેથી હસી કાઢીએ છીએ.
૩. આપણા શરીરને જોઈએ તેટલા તથા તે પચાવી શકે તેટલા ખારાક કરતાં આપણે ત્રણથી ચારગણો ખારાક શરીરમાં ઠાંસીએ છીએ. અરે, ‘વધારે પડતું ખાવું' એ જ આપણી રીત બની ગઈ છે. સિનેમામાં બેઠા હાય ત્યારે, રસ્તા ઉપર ચાલતા હોય ત્યારે, અધરાત-મધરાતે, રેસ્ટોરાંમાં, નાઇટ-કલબામાં, રેલવેમાં મુસાફરી કરતાં, અરે, ગમે તે વખતે કે વખતે લોકો ખા-ખા કરતાં – માઢું હલાવતા જ જોવા મળે છે. મીઠાઈની, પાન-બીડીની, ચાટ’ની દુકાનાએ દિવસના કોઈ પણ કલાકે લે!કોની ભીડ જ જામેલી રહે છે. શેરીઓને દરેક ખૂણે, આપણા શરીરને પાષણ માટે જે કક્ષાના ખારાક જોઈએ તેથી ઊલટી જ કક્ષાના કે ગુણવત્તાનાં બધી જ જાતનાં ખાદ્યો વેચતી હાથલારીઓની આસપાસ ઘરાકો માખીઓની પેઠે નિરંતર બણબણાટ કરતી જ હોય છે. ઑફિસામાં પણ ક્રામે ચડેલા લોકો દર બે કે ત્રણ કલાકે ધૂમ્રપાન કરતા, ચા-કૉફી પીતા, કોઈ ને કોઈ જાતનાં ઠંડાં કે ' સૉફટ' કહેવાતાં પીણાં પીતા, તથા સેવ-ગાંઠિયા-બિસ્કિટ આરોગતા નજરે પડે છે. માણસની બુદ્ધિ જાણે ‘ ધુમાડે’ ગઈ છે.