________________
“સરસ્વતીચંદ્ર” દ્વારા શ્રી ગોવર્ધનરામે અર્વાચીન ગુજરાતી સાહિત્ય જગતમાં પગ મૂક્યો.
“સરસ્વતીચંદ્ર'ના સંપાદકનું નિવેદન
મહાન લેખકોના મહાગ્રંથ એ સમગ્ર માનવજાતને મહાન વારસો છે. ગુજરાતી મહાનવલ “સરસ્વતીચંદ્ર'ના લેખક સાક્ષરશ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી (ઈ. સ. ૧૮૮૫-૧૯૦૭) ગુજરાતી ભાષાના પંડિતયુગના સમર્થ પ્રતિનિધિ ગણાય. ઈ. સ. ૧૮૮૭માં “સરસ્વતીચંદ્રને પ્રથમ ભાગ પ્રસિદ્ધ થયો, ત્યારથી તેણે ગુજરાતને ઘેલું લગાડ્યું છે. આજ સુધીમાં તેની પતેર હજાર ઉપરાંત નકલો વેચાઈ ગઈ છે, અને હજુ વેચાવી ચાલુ છે. આજે આટલાં વર્ષે પણ હજુ એના જેટાની બીજી મહાનવલ ગુજરાતી ભાષામાં લખાઈ નથી.
પૂર્વ અને પશ્ચિમનાં બળોની તુલના કરતી અને બંનેના સુભગ અંગેનો આદર કરતી આ નવલકથા ગુજરાતી ગદ્યસાહિત્યમાં એક સીમાસ્તંભ બની રહી છે. ગાંધીજીએ પણ કહ્યું છે કે, “(સરસ્વતીચંદ્ર) ના પહેલા ભાગમાં એમણે પિતાની શક્તિ ઠાલવી. નવલક્થાને રસ પહેલામાં ભરેલું છે. ચરિત્રચિત્રાણ એના જેવું ક્યાંય નથી; બીજામાં હિંદુ સંસાર સરસ ચીતરાયો છે; ત્રીજામાં એમની કળા ઊડી ગઈ અને ચેથામાં એમને થયું કે હવે મારે જગતને જેટલું આપવું છે તે આ પુસ્તક દ્વારા જ આપી દઉ તે કેવું સારું!” મહાત્માજીની આ ટીકામાં એ મહાનવલની ખૂબી અને મર્યાદા બંને સ્પષ્ટ થાય છે. ગુજરાતી પ્રજાને ઉત્તમ સાહિત્ય પીરસવાની મિશનરી ભાવનાથી અને નેમથી લખાયેલી એ નવલકથાએ ગુજરાતી સાહિત્યના વિકાસમાં પ્રશંસનીય ફાળો આપ્યો છે, એટલું જ નહિ પણ, ગાંધીજી અને સરદારશ્રીને કામ કરવા માટે ગુજરાતનું સાંસ્કૃતિક વાતાવરણ તૈયાર કરવામાંય એ નવલકથાએ ઠીક ઠીક ભાગ ભજવ્યો છે, એમ કેટલાક વિવેચકોનું માનવું છે.
આપણા મહાકવિ નાનાલાલે તે આ મહાકથાને બિરદાવતાં કહ્યું છે, “ગઈથેનું “વિલ્હેમ મિસ્ટર', “અરબની રાત્રીઓ', હૃગેનું “લે-મિઝેરબ્ધ” ને ગોવર્ધનભાઈને “સરસ્વતીચંદ્ર': ચાર ચાર દિશાઓની દેવીઓ જેવી