________________
સંપાદકનું નિવેદન દિશાઓને સિંહાસને એ ચાર કાદમ્બરી વિરાજે છે. એ સહુ ઉપર આકાશકેન્દ્ર દેવકના ઝુમ્મર જેવી અનેક જયોત પાંચમી બાણભટ્ટની કાદમ્બરી વળેઢળે ને લૂમેઝૂમે છે. છઠ્ઠી એવી મહાકાદમ્બરી લખાશે ત્યારે પૃથ્વી તેને તેટકેટલા ભાવે પૂજશે. દિશામંડળને ખૂટતે ચેક આજે તે ગુજરાતે પૂર્વે છે... ઇતિહાસ કહે છે કે, “સરસ્વતીચંદ્ર' છપાયે એ મહાતિથિએ આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્ય જગસાહિત્યમાં પગ મૂક્યો.”
આ ઉપરાંત આજના અને પંડિતયુગના અગ્રણીઓ આનંદશંકર ધ્રુવ, બ. ક. ઠાકોર, વિજયરાય ક. વૈદ્ય- સૌએ આ નવલકથાને ટૉલ્સ્ટૉયની વૉર ઍન્ડ પીસ' (૧૮૮૬-૮૯) તથા રોમે રોલાંની ઝાં ફિસ્ટાફે (૧૯૧૦-૧૨)ની સમકક્ષ ગણી છે.
આવી જતી અને જાણીતી નવલકથાને વિસ્તૃત સંપ આજના ગુજરાતી વાચકની સેવામાં નમ્રભાવે રજૂ કરતાં આનંદ થાય છે.
પરિવાર સંસ્થાએ વિશ્વસાહિત્યની કહી શકાય એવી જાણીતી મોટી નવલકથાઓના, પોતે વિચારી કાઢેલી એક ખાસ શૈલીમાં, “વિસ્તૃત' અને
સચિરા' રક્ષેપો બહાર પાડયા છે. એ રીતે તૈયાર કરાયેલા મોટી મોટી નવલકથાઓના સંપો ગુજરાતી વાચકને વિશેષ અનુકૂળ આવે છે, એ અનુભવ છે.
વિદેશી ભાષાઓના કે અન્ય દેશના નીવડેલા સાહિત્યના સંપર્કથી આપણા ગુજરાતી સાહિત્ય સર્જનને નવી પ્રેરણા અને સૂઝ મળે, એ ઉપરાંત વાચકેની સુરુચિ ખીલે; તથા દેશકાળથી અપરિસીમિત એવા માનવ સંસ્કાર, ભાવના અને આદર્શોના પરિચયથી પોતાના સંસ્કારો અને આદર્શોનું શોધન કરવાનું પણ તેમને માટે સહેલું બને, એ વાત નિર્વિવાદ છે.
એમાંથી આગળ વધી, સંસ્કૃત ભાષાની કાદંબરી જેવી મહાકથાઓ તથા ગુજરાતી ભાષાની જ મહાકાદંબરી “સરસ્વતીચંદ્ર'ના એવા વિસ્તુત સંક્ષેપોની માગણી થવા લાગી. તેને પરિણામે “આપણા નવલકથા-સાહિત્યના નગાધિરાજને આ સંક્ષેપ રજૂ કરવાની પ્રેરણા મળી. એક રીતે જોઈએ તે આ મહાગ્રંથ આપણા સાક્ષર-જીવનના 'પંડિતયુગનું મહાકાવ્ય છે. પરંતુ સંસ્કૃત ભાષાના બીજા મહાગ્રંથની માફક તેને વિદેશી ભાષામાં અનુવાદ થ છે ખરો? ખરી વાત એ છે કે, એ મૂળ ગ્રંથને વિદેશી ભાષાઓમાં અનુવાદ થવો અશકય છે. કારણ કે, એના સમર્થ અને ચિંતનશીલ લેખકે, મૂળ વાર્તાને આગળ વિકસાવવા જતા, તેના ઉપર ત્રીજા અને ચોથા