________________
સરસ્વતીચંદ્રનો ગૃહત્યાગ ગોવર્ધનરામ ત્રિપાઠી સંપાઃ કમુબહેન પુત્ર છે. પટેલ પ્રસ્તાવના: મગનભાઈ દેસાઈ
કિં. ૧૨-૦૦ સરસ્વતીચંદ્ર આ૫ણું નવલથા-સાહિત્યને નગાધિરાજ
પંડિતયુગનું મહાકાવ્ય”
આશાના બે બોલ સરસ્વતીચંદ્ર'ને, અને તે પણ ગુજરાતમાં!– આવકારને સવાલ જ કેમ હોઈ શકે? પરંતુ નવા પુસ્તકને આવું કાંઈક પ્રારંભે હોવું ઘટે, એ રિવાજ પ્રકાશ પાડ્યો છે, તે પૂરતી જ આ થોડીક લીટીઓ છે.
સરકારી કૉપીરાઈટની કાલમર્યાદા વટાવી ચૂકેલે આ નવલગ્રંથ, એટલાં વર્ષો વીત્યે પણ, આ પુસ્તક જેવા સારદહનને પાકા રહ્યો છે, આ પ્રકારની સિફારસ ભાગ્યે બીજા કોઈ ગુજરાતી ગ્રંથને નસીબે હશે. આ અગાઉ બેએક આવાં સંપાદનો થયેલાં યાદ આવે છે. નવા આ ઉમેરાનો ભાર ખમી શકે એવી ધરખમ આ ગ્રંથની લોકપ્રિયતા છે જ.
ગ્રંથ વિષે તે શું જ કહેવાનું હોય? તે વસ્તુ-કાર્ય-કથા કરતા વિચારકથા વિશેષ કરીને છે. હિંદના એક યુગનું વિવેચન એ છે. આથી વિવેચકોએ એના ઉપર જ ગ્રંથો લખ્યા છે, અને હજી લખાય છે. આમ છતાં, એક વાત લાગે છે ખરી :
* અંગ્રેજ યુગ બાદ નવો યુગ હિંદભરમાં બેસી ચૂક્યો છે. “સરસ્વતીચંદ્રકાળની પેઢી પણ હવે વીતી ચૂકી છે. નવી પેઢીના ચિંતકોએ આ ગ્રંથન, તેમની સુષ્ટિની ભૂમિકામાં મૂલ્યાંકન કરવા જેટલી તાજગી અને નવજીવનદષ્ટિ દાખવવી જોઈએ. આ પુસ્તક મૂળ મહાગ્રંથનું નાનકડું દોહન હેઈ, સર્વ પ્રકારના વાચકવર્ગમાં ગતિ કરી શકશે – પહોંચશે, એવી આશા છે. તા. ૧૬-૫-૬૬
મગનભાઈ દેસાઈ