________________
ભ્રષ્ટાચારને માગે
બીજે વખતે તેમણે તે જ રાજને જવાબ આપતાં ઉમેર્યું: “ઉપરના (રાજાલક) અને નીચેના (પ્રજાવર્ગના) માણસે વરચે પવન અને ઘાસ જેવો સંબંધ છે. પવન વાય, તેમ ઘાસે ઢળવું જ પડે. એટલે આપ સદા સારા રહે, તે લોકો સારા જ રહેશે.”
અત્યારે આઝાદીને યુગ છે, તથા પ્રજાએ ચૂંટીને મોકલેલે કોંગ્રેસ પક્ષ બધાં રાજયોમાં રાજા તરીકે કામ કરે છે. જ્યાં સુધી આઝાદીની લડત દરમ્યાન નેતાઓ અને પ્રજાના વર્ગોનું ધ્યેય એક જ હતું, ત્યાં સુધી રાષ્ટ્રશરીરમાં બે જુદા વિરોધી પક્ષની કે હિતેની ચિતાણ જેવું કશું ન હતું. પરંતુ આઝાદી બાદ રાજસત્તા પ્રજાના એક પક્ષ કે વર્ગના હાથમાં આવી, એટલે હિતેની પરસ્પર અથડામણ શરૂ થઈ. કારણ કે પ્રજાના તમામ વર્ગોનાં હિત એક સરખાં હોય નહીં; અને કયા વર્ગના હિતને પ્રાથમિકતા આપવી – એ છેવટે કણ નક્કી કરે?
ગાંધીજી જવાહરલાલજીનું યંત્રોદ્યોગી, ભૌતિક વિજ્ઞાનવાદી સમાજવાદ તરફનું વલણ પહેલેથી પામી ગયા હોય તેમ, આઝાદી બાદ, તેમણે કોંગ્રેસને રાજકીય પક્ષ મટી જઈ, લોકસેવક સંઘ જેવા વ્યાપક સંઘમાં પલટાઈ જવાની સલાહ આપી. જેથી રાજસત્તા ગમે તે પક્ષના હાથમાં જાય, તો પણ પ્રજાને પક્ષ મજબૂત સંગઠિત રહે; અને નબળામાં નબળા એવા સૌથી મોટા વર્ગનું હિત જાગૃત લોકસેવકોના હાથમાં સુરક્ષિત રહે.
પરંતુ જવાહરલાલ નહેરુ અને મોટા ભાગના કોંગ્રેસના સાગરીતે ગાંધીજીની એ સલાહની અવગણના કરી અને આઝાદીની લડત દરમ્યાન કોંગ્રેસ પક્ષને પ્રાપ્ત થયેલી વ્યાપક લોકલાગણીને ઉપયોગ રાજકીય સત્તા હાંસલ કરવામાં અને દઢ કરવામાં જ કર્યો. હિંદ-પાકિસ્તાનના ભાગલા વખતે ઊભી થયેલી અસાધારણ કટોકટીથી પણ તેમને તેમની મુરાદ હાંસલ કરવામાં મદદ મળી.
તે અંધાધૂંધી દરમ્યાન ગાંધીજીની હત્યા થઈ જતાં જવાહરલાલને વળી વધુ છૂટો દોર મળ્યું. તેમણે એક તડાકે ત્રણ પગલાં એવાં ભય કે જેથી આઝાદ થયેલા દેશની આગેકૂચ – હવે વધુ ખાતરીથી કહી શકીએ છીએ તેમ – દશકાઓ માટે આર્થિક નૈતિક સાંસ્કૃતિક પાયમાલીને માર્ગે વળી ગઈ.
એ ત્રણ પગલાં તે આ : (૧) અંત્રોદ્યોગી સમાજવાદની કોંગ્રેસ તેમ જ દેશના રાજતંત્રના આદર્શ તરીકે સ્થાપના; (૨) દેશ-પરદેશથી મબલક નાણું ઉઝરડી લાવી તેના વડે એવી પંચવર્ષીય યોજનાનું આજન, જેથી