________________
ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! મર્યાદિત લોકોનું અમર્યાદ ભૌતિક સ્વર્ગ-સુખ હાંસલ થાય; (૩) અંગ્રેજી ભાષાને રાજભાષા તરીકે કાયમ કરી, અંગ્રેજે હેઠળની આમપ્રજાથી તદ્દન વિમુખ તથા અધ્ધર સાતમે આસમાન વિચરતી નોકરશાહી કાયમ કરવી..
આ ત્રણમાંનું એક એક પગલું પણ દેશને બરબાદીને માર્ગે દેરી જવા પૂરતું હતું : (૧) ચંદ્યોગી સમાજવાદને આદર્શ કરોડો લોકોને બેકાર બનાવનાર તથા કાયમના બેકાર રાખનાર નીવડવાનો હત; (૨) દેશપરદેશના ઉધાર, ભીખી આણેલા કે ઉઝરડી આણેલા પૈસાથી શરૂ કરેલી પંચવર્ષીય યોજનાઓ મુખ્યત્વે ધનિકોને વધુ ધનિક અને કંગાળને વધુ કંગાળ બનાવવાની હતી; (૩) અને અંગ્રેજોના પરદેશી હાથે તૌયાર થયેલું અને પરદેશી ભાષામાં જ વિહરનારું નોકરશાહીનું પલાદી ચોકઠું પ્રજાથી વિમુખ જ રહેવાનું હતું,
પરિણામે, ૧૯૨૦ થી ૧૯૪૭ સુધીની પચીસ-સત્તાવીસ વર્ષની ગાંધીજીની રાહબરી હેઠળ જે કંઈ લોકલાગણી પ્રાપ્ત કરી શકાઈ હતી, તે મૂડીથી રાજસત્તા ઉપર જામીને ગાંધીજીની રીતિ-નીતિને ભૂંસી નાખવાનું કાર્ય જ સધાવાનું શરૂ થયું. સત્યાગ્રહની લડતમાં સત્ય અને અહિંસામૂલક આત્મશુદ્ધિ ઉપર જે ભાર હતું, તેને બદલે વિજ્ઞાને સુલભ કરી આપેલી ભૌતિક સુખસગવડ સંપાદન કરીને ભોગવવી એ જ જીવનને આદર્શ બની રહ્યો. એ વિપુલ સુખ-સામગ્રી સંપાદન કરવા વિપુલ ધન સંપત્તિ જોઈએ. અને એ વિપુલ ધન-સંપત્તિ યોદ્યોગી કરામત વગર ડાકના હાથોમાં ભેગી થઈ શકે જ નહિ; એટલે એ બંન્ને વસાવવા પરદેશી ચલણ મેળવવા યેનકેન પ્રકારેણ સરકાર એટલે કે સરકારી અમલદારો પાસેથી લાયસંસ-કોટા-પરમિટ મેળવવા જ રહ્યાં. આમ રાજગોપાલાચાર્યો જેને લાયસંસ-પરમિટ-કટા રાજ્ય તરીકે ઓળખાવ્યું છે તેવું કોંગ્રેસ પક્ષનું ભ્રષ્ટ રાજ્યતંત્ર ઊભું થયું અને ફલ્યુ-ફાલ્યું. સરકારી અમલદારો અને વેપાર-ધંધાવાળાઓ બંને એકબીજાને માવયન્ત, ઘરમાં સિદ્ધિ હાંસલ કરવા લાગ્યા. જે ધનસંપત્તિ – જે સુખ વૈભવ કુબેર ભંડારીની કલ્પનામાં ન આવે, તે સુખવૈભવ એ અમલદારો અને વેપાર-ધંધાવાળા માણવા લાગ્યા. મોગલ બાદશાહએ વિશાળ જનસમુદાય ઉપર જેવી અબાધિત સત્તા નહીં ભેગવી હોય, તે આ માતબર ભ્રષ્ટાચારીઓ આખા દેશને ભોગે માણવા લાગ્યા.
ગુરુદત્તાજીની આ નવલકથા નહેરુ-યુગને ભ્રષ્ટાચાર કયા પ્રમાણમાં વ્યાપક બન્યો હતો, તેનું આબેહુબ વર્ણન રજૂ કરે છે. વિજ્ઞાનને નિયમ