________________
ભ્રષ્ટાચારને માગે છે કે, ઉપરથી નીચે પડવા લાગેલા પદાર્થની ગતિ અથવા વેગ હર ક્ષણે વધતો જ જાય છે; તેમ પ્રજા શરીરમાં દાખલ થયેલ આ સડો ચેપી રોગની ઝડપથી અને મારકતાથી વધતે જ ચાલ્યો. પંડિત નહેરુની જાણમાં આ કશું નહિ આવ્યું હોય એમ કહી શકાય નહિ. પરંતુ તે કંઈક એવા ઘમંડમાં રહ્યા લાગે છે કે, મેર સંપત્તિ અને સુખની જે સમાજવાદી મહેફિલ જામશે, તે એવડી મોટી હશે કે તેમાંથી વધેલા કાજૂઠાથી જ નીચલા થરના લોકોનું પેટ ભરાઈ રહેશે.
પાસે જ પડેશી દેશ ચીન એ આખા વખત દરમ્યાન પ્રજાના દરેક માણસને રેટી મળવી જોઈએ, અને તે માટે દરેકને કામ મળવું જોઈએ, એ ન્યાયે ચાલતો હતો. ત્યારે ભારતમાં દરેકને ફરજિયાત – મફત કેળવણી મળવી જોઈએ એટલું દયેય, બેલવા પૂરતુંય રાખવામાં આવ્યું ન હતું; – જોકે, પુખ મતાધિકાર તે સાર્વત્રિક કરી દેવામાં આવ્યા હતા. કંગાળ લેક દુ:ખમાં આવી પડે ત્યારે પોતાની પાસેનું વેચી શકાય તેવું છે જે કંઈ હોય તે પણ વેચી કાઢે. તે ન્યાયે એ કંગાળ લોકો પોતાને મત જ વેચતા થયા! અને એ મત ખરીદવા કોંગ્રેસે રાજસત્તાને બળે વિપુલ ધનરાશિ ઊભો કરવા માંડયો, જેથી બીજા કોઈ પક્ષનું તો એ રીત અપનાવવાનું ગજ
જ ન રહે. PL 480 હેઠળ પરદેશથી આયાત થતું અનાજ કરડેનું ચૂંટણી ફિંડ એકઠું કરવા માટેનું એક મુખ્ય સાધન શરૂઆતથી જ કંગ્રેસ પક્ષ પાસે આવ્યું હતું. પછી તેમાં લાયસંસ-કવોટા પરમિટ મેળવીને અને કરચોરી કરીને ઊભા થયેલા કરોડપતિઓના કાળા નાણાનું બીજું વધુ મોટું સાધન ઉમેરાયું. અને છેવટે ત્રીજું સાધન મળ્યું દર વખતે રાજ્યની ચૂંટણી પછી ચિકમિનિસ્ટર બનવા અંદર અંદર ચાલતા ઝઘડાનું ઘણાં રાજયોમાં ચિમિનિસ્ટર નિમાવા બદલ તે વ્યક્તિએ ખંડણી જેવી જ રકમ કોંગ્રેસના ચૂંટણી ફંડ માટે ઊભી કરી આપવાને જાણે શિરસ્તો જ થઈ ગયો.
. ઉપરથી નીચે સુધી સળંગ સડી ગયેલું આવું તંત્ર તે પછી નભે છે શાના જોરે? એને જવાબ નવલકથાકાર જ, અલબત્ત બીજા સંદર્ભમાં આપે છે તે એ છે કે, પ્રાચીન શુદ્ધ સંસ્કારોવાળી હજુ અમુક વ્યક્તિઓ પ્રજાશરીરમાં સુદઢપણે મોજુદ છે. તેમનાં ત્યાગ અને શુદ્ધિને આધારે જ પ્રજાશરીર હજ ટકી રહ્યું છે. અને આ આજુબાજુને વ્યાપક ભ્રષ્ટાચાર તેડવાને માર્ગ પણ એ જ છે. દરેક જણ બીજાને વિચાર છોડી પિતાને સ્થાને ગુ૦ – ૬