________________
વા
ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારી!
આવશ્યક ધર્મનું પાલન કરતા થઈ જાય, તો બરફના ગાળા ગબડતા ગબડતા જેમ મોટો થતો જાય છે, તેમ શુદ્ધિનું એ મેજું પણ આગળ વધતું વધતુ મોટું અને વ્યાપક બનતું જાય.
૩
પણ આ બધું વસ્તુ ગુરુદત્તાજીની કલમે એક રસિક નવલકથાના વિષય બન્યું છે. અર્થાત્ હેતુલક્ષી હાવાને લીધે નવલકથા તરીકે એની રસભરતા હરિંગજ ઓછી થઈ નથી. વાચકને ઊલટું આ નવલકથા વાંચવાથી બેવડી આનંદ અનુભવમાં આવશે : (૧) રસિક નવલકથા વાંચ્યાન, અને (૨) રાષ્ટ્રને આવશ્યક અને ઉત્થાન-પ્રવૃત્તિમાં હિસ્સેદાર બન્યાના!
અલબત્ત, નવલકથા વાંચવાથી દરેક જણ સુધરી જશે કે બગડતું મટી જશે એવી આશા ન જ રાખી શકાય. છતાં આવા વ્યાપક ભ્રષ્ટાચારનું મારણ એ જ હાય છે કે, વધુ ને વધુ લેાકો તેને પાર્મી જાય — ઓળખી જાય. અને એમ વધુ ને વધુ લોકો ઓળખતા થઈ જાય, પછી બધાની વચ્ચે ઊંચું ડોકું રાખીને ફરવું એ ભ્રષ્ટાચારી લાકોને માટે અશકય થઈ જાય, એ સ્વાભાવિક છે.
પ્રજાના વ્યાપક આદરભાવનું કંઈકે સંરક્ષણ જ્યાં સુધી તેને આપોઆપ મળેલું હોય છે, ત્યાં સુધી જ તેઓ ધાળે દિવસે બધાંની વચ્ચે મે ખુલ્લું રાખીને ફરી શકે છે. પરંતુ જેમ જેમ આવી નવલકથાઓના પ્રચાર વધતા જાય, તથા એ લોકોના ભ્રષ્ટ હાથેાએ સરજેલી બરબાદીના ડંખ સૌ કોઈને લાગતો જાય, તેમ તેમ એ લાકો માટે પાતાનું કાળું માં છુપાવવું અશકય બનતું જાય છે. અત્યારે કોટ-પાટલૂન-ટાઈ-બૂટ અને અંગ્રેજી ભાષાનું ઘમંડ ભલે તેમને આભૂષણરૂપ બની રહેતું હાય; પરંતુ વ્યાપક પ્રજાકીય રાષ અને આંધી વખતે તેનું નિશાન પણ તે જ બની રહે, એ ઉઘાડું છે. ચિત્રકારોનાં કાર્ટુના શું, મજાકિયા ટુચકાઓ શુ, લાકગીતા અને લેાક-રાજિયા શું, એ બધા દ્વારા એ બધા અંગ્રેજી ભણેલા બદામી રંગના જાંગલાનું માહાત્મ્ય કૂદકે ને ભૂસકે ઓસરતું જાય છે. તે બધામાં આવી નવલકથાઓ દારૂમાં પલીતા ચાંપવા જેવું જ કામ કરે છે.
દુનિયામાં અંગ્રેજોએ શરૂ કરેલું ગુલામાના બજારનું અનિષ્ટ એક ‘અંકલ ટૉમ્સ કૅબિન' નવલકથા દ્વારા જ કેટલું બધું પાછું પડયું હતું તે હજુ ભુલાયું નહીં હોય. આવી નવલકથા જ છેવટે અન્યાય-અત્યાચારો સામે