________________
એક ગધેડાની આત્મકથા વિરોધી લોકમત ઊભો કરવામાં, પિષવામાં અને ટકાવી રાખવામાં મદદગાર નીવડે છે. એટલે જ ઉપર કહ્યું કે, આવી નવલકથાઓ વાંચવી, એ પણ રાષ્ટ્રહિતની ઉત્થાન-પ્રવૃત્તિમાં હિસ્સેદાર બન્યાનું ગૌરવ અપે છે.
આવી નવલકથાઓ ગુજરાતને વધુ ને વધુ મળો! તા. ૩૧-૧૦–૭૪
માપાળદાસ જીવાભાઈ પટેલ
એક ગધેડાની આત્મકથા
કુરન સદાર સંપા.પુ છે. પટેલ
કિં. ૯-૦૦
આમુખ
[શ્રી. એમ. પી. ઠક્કરની પ્રસ્તાવના]
પ્રગતિશીલ, માનવતાવાદી અને સમાનતાવાદી વિશ્વવિખ્યાત લેખક શ્રી. કન ચન્દર કા “g mધે માત્મા ” હિંદીમાં વર્ષો પહેલાં મારા વાંચવામાં આવેલી ત્યારે તે મને અત્યંત પ્રભાવિત કરી ગયેલ; અને તેથી જ શ્રી. ૫૦ છોપટેલે આ કૃતિના ગુજરાતી ભાષાંતરને આમુખ લખી આપવા પ્રેમપૂર્વક આગ્રહ કર્યો, ત્યારે તે કૃતિ મારા મન-પ્રદેશ ઉપર વિચારનો જે સ્પષ્ટ નકશો ઉપસાવી ગયેલ તેનું પ્રતિબિંબ પાડવાની આ તકનો ઇન્કાર કરી શકયો નહીં. આ પ્રખ્યાત અને વિશિષ્ટ કૃતિને ગુજરાતની સાહિત્યરસિક સુસંસ્કૃત જનતા હર્ષ અને ઉલ્લાસથી વધાવી લેશે, તેટલું જ નહીં પરંતુ આ કૃતિ દ્વારા કૃશન ચન્દરે પાઠવેલ સંદેશને અર્ક પણ ગ્રહણ કરશે જ તેવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે. આવી આદર્શલક્ષી અને સાહિત્યિક મૂલ્યોથી સમૃદ્ધ કૃતિને ગુજરાતી અનુવાદ આપી, ગુજરાતીભાષી પ્રજની અનન્ય સેવા કરવા બદલ, કૃશ્ન ચન્દરના સાહિત્યપ્રેમી પ્રશંસકો અને સાહિત્ય દ્વારા વિચારકાંતિમાં શ્રદ્ધા ધરાવનારાઓ, પ્રકાશકોના આ પ્રયાસને હાર્દિક આવકાર આપવાની અને માનવ્યના મહાન આ સાહિત્યકારને કૃતાંજલિ અર્પવાની આ તક ઝડપી લેવા હું પ્રેરાયો છે. આપણે ત્યાં બંગ-સાહિત્ય ઘણું ઓછું લખાયું છે. અંગ્રેજી ભાષામાં સ્વિફટ (ગુલિવર્સ ટ્રાવેલ્સ'), ઑરવેલ (‘એનિમલ હાર્મ') જેવાં