SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! અનેક પુસ્તક છે. પરંતુ આ પુસ્તક લખીને કલમના કસબી કૃશ્ન ચન્દર કમાલ કરી છે, તે સુજ્ઞ વાચક તરત જ જોઈ શકશે. કળાકાર પોતાના સર્જન અને કળા દ્વારા તેના અંતરમાં પડેલ ચિનગારીની અભિવ્યક્તિ તે કરે છે, પણ તેની સાથે તેની કળાનું દર્શન કે અનુભવ કરનારના અંતરમાં પડેલ ચેતનાને પણ જાગૃત કરે છે. ચિત્રકલા, સંગીત, શિલ્પકલા, નૃત્યકલા દ્વારા કળાકાર પિતાને તેમ જ દર્શકને બન્નેને સ્થૂળ જગતની પાર સૂકમ જગતમાં લઈ જાય છે અને પ્રસન્નતાની તેમ જ દિવ્યતાની સ્વાનુભૂતિ પણ કરાવે છે. અને તેમ છતાં સાહિત્યકારને માટે જે એક વિશિષ્ટ સિદ્ધિ ઉપલબ્ધ છે, તે બીજા કલાકારને માટે શક્ય નથી. કઈ છે આ સિદ્ધિ? તે છે – સાહિત્યકારની પોતાના સર્જનથી અનુભૂતિ કરનારની વિચારસૃષ્ટિ ઉપર પ્રભાવ પાડવાની શક્તિ. અને આ પ્રભાવ ભવિષ્યની પેઢી ઉપર તેમ જ સમગ્ર માનવજાત ઉપર પાડવાની તક સાહિત્યકારને સાંપડે છે. સાહિત્યકાર આ અણુશક્તિ સમાન મહાન શક્તિનો ઉપયોગ જ્યારે માનવજાતના કલ્યાણ માટે, માનવજગતમાં પ્રવર્તમાન અન્યાય અને શેષણ સામે રોષ જાગૃત કરવા માટે, તથા શોષણખોરોના હૃદયમાં પશ્ચાત્તાપ જગાવવા અને તેમના હૃદયનું પરિવર્તન કરાવવા માટે કરે છે, ત્યારે તે પોતાની સર્જનશક્તિને રચનાત્મક વળાંક આપી, “સત્યમ્” અને “સુંદરમ્માં “શિવમૂનું તત્ત્વ ઉમેરે છે. આવી તક સાહિત્યકારને સાંપડતી હોવાથી ઘણાની વિચાર-સૃષ્ટિમાં ચિરકાળ છવાઈ રહે તે પ્રભાવ પાડવા તે સમર્થ બને છે. રસ્કિનનું “અનઃ ધ લાસ્ટ' મહાત્મા ગાંધી જેવાના જીવનને પ્રભાવિત કરી ગયું અને તેમની ચેતના દ્વારા ભારતના કરોડો માનવીઓની ચેતનાને સ્પર્શી ગયું. થૉરો, ટાં સ્ટોય, ડસ્ટી , અપ્ટન સિંકલેર જેવા સમર્થ સાહિત્યકારી પ્રવર્તમાન અને ભાવિ પેઢીની મનઃસૃષ્ટિને આકાર આપી ગયા છે. માનવજાત હંમેશાં તેમની ઋણી રહેશે. ભારતમાં સાહિત્યક્ષેત્રે આ પ્રભાવ પાડનાર એક સાહિત્યકાર છે: કન ચન્દર, સાહિત્ય જગતમાં તેમનું વિશિષ્ટ સ્થાન છે, એ નિર્વિવાદ હકીકત છે. હિંદીના આ મહાન આદર્શવાદી, સમાનતાવાદી લેખકની અનેક કૃતિઓના રશિયન તેમ જ યુરોપની અનેક ભાષામાં ભાષાંતર થયાં છે અને ભારતના એક લબ્ધપ્રતિષ્ઠ પ્રગતિશીલ લેખક તરીકે તેઓ જગવિખ્યાત છે. તેમની એક વિખ્યાત સંગકથાનું ગુજરાતીમાં ભાષાંતર કરવામાં આવ્યું છે, તે ગુજરાતીભાષી પ્રજાનું સદ્ભાગ્ય છે.
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy