________________
એક ગધેડાની આત્મકથા
૯૫
વ્યંગ સાહિત્ય (satire)નો ઉદય ગ્રીક યુગમાં થયા. તેના પિતા તરીકે આર્કિલાકસ સાહિત્ય-જગતમાં અમર સ્થાન પામ્યા છે. રોમનયુગમાં ઈસુના જન્મથી ૧૦૦ વર્ષ પૂર્વે લ્યુસિલિયસ દ્વારા સાહિત્યનું આ ક્ષેત્ર વિકસ્યું. પરંતુ સાહિત્યના આ પ્રકારના વહેમ અને અજ્ઞાન સામે શસ્ત્ર તરીકે ઉપયોગ કરવાનું માન ઈરેડ્મસને ફાળે જાય છે, પાછળથી પાસ્કાલે ૧૬મી સદીના ફ઼્રાંસમાં રાજકારણના ક્ષેત્રે આ પ્રકારના સાહિત્યના ઉપયોગ શરૂ કર્યો. સર્વાન્ટીસની અમરકૃતિ ‘ડૉન કિવકસોટ’ કોઈ સાહિત્યપ્રેમીથી અજાણી રહી નથી. અને પછી પ્રવેશ્યા મેાલિયેર અને ડ્રાયડન. તેમણે ‘ઍબ્સલૉમ' અને • આર્કિટફેલ ’ દ્વારા આ કક્ષામાં શ્રેષ્ઠતા સ્થાપી. ૧૮મી સદીમાં તે વિચારક્રાંતિનું મોજું ફરી વળ્યું, ત્યારે આ સાહિત્યજી દ્વારા વૉલ્ટેરે કરેલા પ્રહારોથી *Ridicule is the test of truth"નું સૂત્ર શેટ્સબરીએ ઉચ્ચાર્યું અને જગતને એક નવું સત્ય સાંપડયું. ૨૦મી સદીમાં તે। આ માધ્યમના ઉપયોગ બર્નાર્ડ શૉ, આલ્ડસ હકસ્લી અને જ્યૉર્જ ઑરવેલે અતિ કુશળતાથી કર્યો છે.
યંગ સાહિત્યનું લક્ષ્ય શું છે?
અસત્ય, અનિષ્ટ, દંભ અને અનૈતિકતા આચરનારાઓને ચાબખા મારવા; અને તે એવી રીતે કે તે હાસ્યાસ્પદ લાગે અને વાચકના હૃદયમાં નૈતિકતા માટે આદર ઊભા થાય. અલેકઝાન્ડર પાપે એમના · એપિસલ ટુ ઑગસ્ટસ’માં આ વિચાર, કવિતાની બે પ્રખ્યાત પંક્તિઓમાં મૂકયો છે:—
Hence Satire rose,
tr
That just the medium hit,
66
And heals morals
ૉટાયર્સ”ના ઉપેાદુઘાતમાં તે લખે છે :—
Yes, I am proud; I must he proud to see, Men not afraid of God, afraid of me :
Safe from the Bar, the Pulpit, and the Throne, Yet touched and shamed by Ridicule alone. O sacred weapon! left for Truth's defence, Sole dread of Folly, Vice and Insolence!"
What hurts with wit.