SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારે! હા, હું અભિમાન લઈ શકું છું: માણસને ઈશ્વરથી નહીં તેટલા મારાથી ડરતા જોઈને મને અભિમાન થાય જ: ભલેને ન્યાયાસનના ફેંસલાથી, ધર્મપીઠના ફિટકારથી અને રાજસિંહાસનની સજાથી બચી જાય; પણ એક વ્યંગકટાક્ષ તેમને સ્પર્શી શકે છે અને તેમને ભોંયભેગા કરી મૂકે છે. બંગકટાક્ષ! સત્યના બચાવ માટે તથા મૂર્ખતા, દુષ્ટતા અને ઘમંડને ડારવા માટે બાકી રહેલું એકમાત્ર શસ્ત્ર !” બુદ્ધિવાદીઓને અહં એટલે વિકાસ પામ્યો છે કે, તેઓ મનુષ્ય મૂલ્યાંકન તેના બૌદ્ધિક સ્તરના વ્યાપ અને પરિમાણેના માપદંડથી જ કરે છે. પણ બૌદ્ધિક વિકાસની સાથે મનુષ્ય સમાજલક્ષી બનવાને બદલે સ્વલક્ષી અને સ્વાર્થલક્ષી બની જાય છે. તેથી બૌદ્ધિક અને ભૌતિક સિદ્ધિની શ્રેષ્ઠતાના ભ્રામક ખ્યાલમાં ગળાબૂડ ડૂબેલ સમાજમાં સાદા સરળ નિષ્કપટ માણસને ગધેડા સાથે સરખાવવામાં આવે છે. કૃશ્ન ચન્દરે આવા સમાજ સામે પ્રહાર કરવા માટે તેથી જ ગધેડાને મુખ્ય પાટા બનાવી, તેની આત્મકથા દ્વારા, સ્વકેન્દ્રી અન્યાયી સમાજ ઉપર પ્રહારો કરી સમાજના આત્મા અને ચેતનાને જગાવવાનો એક ભવ્ય પુરુષાર્થ કર્યો છે. તેમણે એક રસિક અને જકડી રાખે તેવી કથા રચી છે, અને તેમની રોચક શૈલીને ઉપયોગ કરી વ્યંગના પ્રહારો દ્વારા સમાજના અન્યાય તથા દંભને પડદે ચીરી નાખે છે; અને સમાજની પિકળતા તથા તેના મહાનુભાવોની પામરતાનું દર્શન કરાવીને તે દ્વારા સત્ય અને સામાજિક ન્યાયનાં મૂલ્યોનું સ્થાપન કર્યું છે. તે કામ કેટલી સફળતા અને પ્રભાવશાળી રીતે તેમણે પાર પાડયું છે, તે દર્શાવવા તે કથાનાં શેડએક અવતરણ ઉપર દૃષ્ટિપાત કરવાનું ઉચિત લાગે છે – સાંકવાદિતા સાંપ્રદાયિકતા અને કોમી ઝનૂન ઉપર કટાક્ષનાં તીર છોડી, કોમવાદીઓની ઠેકડી ઉડાવી, કઠોર સત્ય સમજાવવા ગધેડા અને મૌલવી વચ્ચે સંવાદ નવલકથાકારે ઉપસ્થિત કર્યો છે. મુસલમાને હિંદુને મારે છે અને હિંદુઓ મુસલમાનને; ત્યારે ગધેડો ઈશ્વરને પાડ માને છે કે પોતે મનુષ્ય નથી! જો મનુષ્ય હેત, તે કાં તો હિંદુ હેત કે મુસલમાન હોત, અને બેમાંથી એકના હાથે ટિપાઈ જાત. સખત ચેટ લગાવતાં ગધેડે કહે છે કે, હિંદુ કે મુસલમાન ગધેડે હોઈ શકે પણ ગધેડ હિંદુ કે મુસલમાન ન હોય; અને તેથી પિતે એટલા પૂરત ભાગ્યશાળી અને સલામત છે! મૂડીવાલી સમોનરનામાં છા, સાહિત્ય અને સૌદર્યઆ બધું શું શ્રીમતે માટે જ છે? ભારતના અદના માનવીને પશુવનું જીવન જીવવાનું
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy