________________
એક ગધેડાની આત્મકથા અને આ બધાથી વંચિત જ રહેવાનું છે? કૃશ્ન ચન્દર કરતાં વધુ સચોટતાથી આ વાત કોણ રજૂ કરી શકે? ડાં દષ્ટ લઈએ:
“... સાંજ પડે એટલે રામુ ફરીથી મારી પીઠ ઉપર કપડાં લાદીને અને પિતે પણ સવાર થઈને ઘેર પાછો ફરતે. મને એક ખીલે બાંધી, ઘાસ નીરી પિતે થાક્યો-પાકયો ખાટલા ઉપર લાંબાયમાન થઈ જતો. સવારથી સાંજ અમારું આમ એકધારું જ જીવન વ્યતીત થતું.
સાહિત્ય અને સંસ્કૃતિ, કળા અને સૌંદર્ય – એ બધી બાબતેનું મારા કે રામુના જીવનમાં જરા પણ સ્થાન ન હતું. ખેર, હું તો એક ગધેડો હત; પરંતુ હું જો કે રામુ તથા તેના ઘરવાળાં તથા એની કોટડીની આજુબાજુ રહેનારાં સૌ લગભગ એકસરખું જ જીવન – બિલકુલ મારા જેવું જ જીવન – વ્યતીત કરતાં હતાં. કેવાં સારાં સારાં કપડાં તે લોકોને ત્યાં ધોવાવા આવતાં. સુંદર સુંદર છીટે, સુકોમળ ફૂલદાર કેપે, અને વાદળની પેઠે ઊડતા દુપટ્ટા! પરંતુ રામુની પત્ની કે તેની દીકરીને માટે એવું એક પણ કપડું ન હતું.”
“... રામુ ફક્ત સિનેમાની સુંદર જાહેરાત જોઈને જ એક “આહ' નાખી ત્યાંથી પસાર થઈ જતો. તેને ઈછા તો બહુ થતી કે રોજ સિનેમા જોઈ નાખે – તેની સાથેના બીજા ધબીઓ પણ એવું જ ઇચ્છતા–પણ પિતાના ખીસા તરફ તેઓ નજર કરતા તો દેખાતું કે એ પૈસામાંથી કાં તે સિનેમાની ટિકિટ આવે કે આટેએટલે લાચારીથી આટો જ ખરીદી તેઓ ઘેર પાછા ફરતા. કોઈ કોઈ વાર મરણિયો થઈ કઈ ધોબી આટાને બદલે ટિકિટ ખરીદતે, તે તે દિવસે તેના ઘરમાં ભારે બખેડે જામત.”
વરલીનું દશ્ય બહુ સુંદર હતું. એ સૌંદર્ભે મને મેહિત કરી દીધો. મેં વિચાર્યું, આ સુંદરતાને ઉપભોગ મારા જેવા માટે કેટલો બધે દુર્લભ છે! વધતી જતી ભૂખ, બેકારી અને ગુનેગારીની આ દુનિયામાં એક સામાન્ય ગધેડા માટે ક્યાંય આરામને સંભવ જ ક્યાંથી હોય? શું મારા નસીબમાં કેઈ એવે સમય આવશે ખરે, જયારે હું સૌંદર્યની આ ઊંચી મહેરાબને સ્પર્શી શકું? અત્યારે તો એ છેક જ અસંભવિત લાગે છે. અત્યારે તે જીવન મોટે ભાગે અનેક સ્થાનોએ એક ગધેડાના જીવન-ધારણથી ભાગ્યે જ ઊંચે પહોંચ્યું હોય. હજુ સુંદરતા બહુ જ દુર્લભ અને ન્યાયની મહેરાબ તે ખાસી ઊંચી છે.”
અદના માનવીની રસવૃત્તિ કેળવવાનું આજના સમાજમાં કેટલું દુર્લભ છે તે બતાવવા ગર્દભ આમ કહે છે: