SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારે ! બધાં રાજ્યોને તેમની ખુશામત કરતાં અને એ થેલીના પૈસા માટે પડાપડી કરતાં કરી મૂકયાં. પરિણામે અત્યારે જુદાં જુદાં રાજ્ય વચ્ચે અવર-જવરની, નોકરી-દાંધાની, અનાજપાણીની એટલી બધી સમસ્યા ઊભી થઈ ગઈ છે કે, આપણે ભારત નામના એક દેશના પ્રજાજન છીએ એવું હરગિજ ન લાગે. મહારાષ્ટ્રમાં બીજાં રાજ્યનાં માણસાને નેાકરી ન મળે તે માટે શિવ-સેના ઊભી થાય છે; તામિલનાડુમાં જુદા દ્રાવિડિસ્તાન – રાવણરાજ્ય માટે જ ઝુંબેશ ચાલે છે, અને હિંદી લિપિમાત્રને ડામરથી ભૂંસી નાખવામાં આવે છે (અલબત્ત, અંગ્રેજી લિપિ પવિત્ર છે અને તેથી સુરક્ષિત છે !); એકે નદીનું પાણી તકરાર-ઝઘડા વિનાનું રહ્યું નથી.” -ગેાપાળદાસ પટેલ શ્રી. ગુરુદત્ત શ્રી. ગુરુદત્તના જન્મ સન ૧૮૯૪ના ડિસેમ્બર માસમાં લાહાર મુકામે થયા હતા. તેમનું કુટુંબ આર્યસમાજી હતું. સન ૧૯૧૯માં પંજાબ યુનિવર્સિટીમાંથી એમ. એસસી. પાસ કરી, યુનિવર્સિટીના રિસર્ચ-સ્કૉલર તરીકે કામ કર્યું; પછી ગવર્નમેન્ટ કૉલેજમાં ડેમેટ્રૅટર બન્યા. ગાંધીજીની અસહકારની ચળવળ વખતે પેાતાની સરકારી કરી છેાડી,કૉંગ્રેસે સ્થાપેલી નેશનલ સ્કૂલમાં હેડમાસ્તર બન્યા. ૧૯૩૧માં આયુર્વેદના અભ્યાસ કરી, વૈદું શરૂ કર્યું. તેમની પહેલી નવલકથા સ્વાધીનતા વથ વર્’સન ૧૯૪૨માં છપાઈ, ત્યારથી તેમની ગણના શ્રેષ્ઠ નવલકથા-લેખકોમાં થવા લાગી. અત્યાર સુધીમાં તેમની સા નવલકથા પ્રગટ થઈ છે, અને હજુ થયે જાય છે. . ગુરુદત્તજીની ગુજરાતીમાં ઊતરેલી ચાર જાણીતી નવલકથાઓ - ‘કુટુંબ પરિવાર’ (મુન), ‘પ્રેમનાથ’ (યંત્રના), ધન અને ધરતી (ધરતી ગૌર ઘન), ‘ભ્રષ્ટાચારને માર્ગે’ (વતના માર્ત્ત), ‘ગંગાજળ’. (ગંગાજી ધારા) અને ‘ ‘ભૂલ કોની ?’ (સૂ) — તેમણે ગુજરાતી વાચકના સારા ચાહ સંપાદન કર્યો છે. મુબહેન પુ. છે. પટેલ કમુબહેનનો જન્મ ૧૯૩૪ની ૧૧મી ડિસેમ્બરે ખેડા જિલ્લામાં થયે હતા. શ્રી વિઠ્ઠલ કન્યા વિદ્યાલયમાંથી ગૂજરાત વિદ્યાપીઠની વિનીત પસાર કરીને ૧૯૫૪માં તેમણે વિદ્યાપીઠના કુલપતિશ્રી ડૉ. રાજેન્દ્રપ્રસાદ પાસે સ્નાતકની દીક્ષા લીધી. ત્યાર બાદ અમદાવાદના મજૂર મહાજન સંઘમાં જોડાઈ મજૂર બાળકોની કેળવણીનું કાર્ય કર્યું. તે પછી કમુબહેને પચ્ચીસ વર્ષ સુધી મહાદેવ ટ્રસ્ટ
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy