________________
ગંગાજળ દ્વારા એલિસબ્રિજ, કોચરબ આશ્રમમાં કયૂરેટર-ગ્રન્થપાલ તરીકે તેમ જ જોધપુર હિલની તળેટીમાં સેટેલાઈટ વિસ્તારમાં સત્યાગ્રહ છાવણીમાં ખાદી ગ્રામોદ્યોગ, વિશ્વ-સાહિત્ય અને ગાંધી-સાહિત્યની પ્રચાર પ્રવૃત્તિ, મહિલા વિકાસ અને બાળકોના કલ્યાણની પ્રવૃત્તિઓ, ધ્યાન અને કુદરતી ઉપચારની શિબિરે કરી.
૧૯૬૨ માં પરિવાર પ્રકાશન, સત્યાગ્રહ છાવણી, અંબર-ખાદી-ગ્રામોદ્યોગ મ્યુઝિયમ, ફૂલવાડી, રાતરાણી, મગનવાડી, ધ્યાન અકાદમી, ડૉ. હરિપ્રસાદ દેસાઈ મેડિકલ સોસાયટી, હેલ્થ ફૂડ સ્ટોર, શ્રી ગોપાલદાસ જીવાભાઈ પટેલ - વિશ્વ-સાહિત્ય ટ્રસ્ટ ગ્રંથાલય અને “સરદાર-બ્રિગેડના સંસ્થાપક સભ્ય તરીકે જોડાઈ આ બધી સંસ્થાઓની સ્થાપનામાં અગ્રેસર ભાગ લઈ તેમને સંગઠિત કરવામાં ભારે જહેમત ઉઠાવી. તેમણે પુત્ર છો૦-મોરારજી સંઘર્ષમાં બહાદુરીપૂર્વક સક્રિય ભાગ લઈ છેવટ સુધી અણનમ રહ્યાં.
સત્યાગ્રહ’, ‘ટકારવ”, “પારસમણિ”, “જ્ઞાનતિ અને બીજાં સામયિકોમાં પ્રાસંગિક લેખ લખ્યા. અને શ્રી. મગનભાઈ દેસાઈની પ્રેરણાથી સાત શિક્ષાપત્રી (ચિંતન-મણિમાળા, વિચાર-માળા, અમરવેલ, આમાધન-માળા, પારસમણિ, અવળવાણી અને વિચારમણિમાળા) ગુજરાતી વાચકોને ભેટ આપી. તથા સાક્ષરશ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી કૃત નવલકથાનો વિસ્તૃત, સચિત્ર સંક્ષેપ પ્રસિદ્ધ કર્યા. તેમ જ હિંદી લેખક ગુરુદત્તની છ નવલકથાઓ (પતવા મા – ભ્રષ્ટાચારને માર્ગે, “Tટન'– કુટુંબ પરિવાર, પ્રવંવના' – પ્રેમનાથ, “irી ઘારા' – ગંગાજળ, “મૂત્ર'- ભૂલ કેની? અને “ધરતી ગૌર વન' – ધન અને ધરતી) ગુજરાતીમાં ઉતારી.
હવે બધી પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત થઈ આરોગ્ય, સફાઈ-વિજ્ઞાન, નહિંગ, ગૌસેવા અને બાલવાડી જેવી હળવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં રહી, સ્વાકાણી, સ્વાવલંબી અને સ્વમાની સ્વતંત્ર જીવન જીવવાનો શોખ ધરાવે છે. તેમને વાચન, પ્રવાસ અને લોકસંપર્કને ભારે શેખ છે. ભારતયાત્રા ઉપરાંત ઇંગ્લેન્ડ, સ્વીડન અને નેર્વેને પ્રવાસ પણ તેમણે બે વખત કર્યો છે.
- ૧૯૫૦માં તેમણે શ્રી. પુ. છો. પટેલ સાથે લગ્ન કર્યું છે. તેમને ચાર સંતાન છે: રાજુ, નાનક, પ્રીતિ અને પ્રજ્ઞા. સંપર્ક: ૧૭૦, સત્યાગ્રહ છાવણી, સેટેલાઈટ, અમદાવાદ–૧૫.