________________
ગગાજળ આગવી તેજસ્વિતાથી – ચમક્યા કરે છે; પિતે પણ તરી જાય છે, અને પિતાની ભાવી પેઢીને પણ તારતા જાય છે.
એવાં માતાપિતા ગાતઃ પિતરી છે; તેમને વંદન કરીને કૃતાર્થ થઈએ. તા. ૮-૯-૭૫
પુત્ર છેપટેલ ગંગાજળને લાભ લેવો હોય, તે ગંગોત્રી પહોંચે
ગુરુદત્તજીએ ગંગાજીનું નામ ભારતીય સંસ્કૃતિ-પ્રવાહનું ચિન વર્ણન કરવા માટે જ લીધું છે. તેમનું કહેવું એમ છે કે, હજારો-લાખો વર્ષથી ગંગાજીનો પ્રવાહ હિમાલયમાંથી નીકળી ભારતવર્ષનાં મેદાનને પાવન કરતે - ફળદ્રુપ કરતો વહે છે. મૂળ આગળ તેનું પાણી, અલબત્ત, “પવિત્ર છે, સ્વચ્છ છે, મધુર છે અને રોગનાશક છે. પરંતુ હુગલી પાસે તો એ જ ગંગાજીનું પાણી મળ મૂત્ર, કીચડ અને કચરો વહેતું અપવિત્ર, અસ્વચ્છ અને હાનિકારક બની ગયું છે. તે પાણીને ગંગાજીનું કહી પવિત્ર તથા સ્વચ્છ માનીને સ્વીકારવું એ બુદ્ધિમત્તા નથી. ગંગાજીના પવિત્ર ગંગાજળને લાભ લેવો હોય, તો ગંગોત્રી તરફ પહોંચવું જોઈએ ઊભાં ચઢાણ સાધવો જોઈએ.” - પ્રકાશકના નિવેદનમાંથી]
- કમુબહેન પુત્ર છે. પટેલ વંદે માતરમ્ બોલવા પ્રેરે એ જ સાહિત્ય
ગુરુદત્તજીની આ નવલકથા ભૂતકાળના ઇતિહાસને બહાને જાણે અત્યારની આપણી વર્તમાન અધોગતિ જોવા માટેની આરસી જ આપણી સામે ધરે છે. અને એ રીતે જ આ નવલકથાને જેવી અને આવકારવી ઘટે. આવે વખતે તે ક્રાંતિના નારાઓ જ હોય; અને નારાઓને સંગીતગુણ કોઈ ચર્ચવા બેસતું નથી. તેમ આવી નવલકથાના કેવળ સાહિત્યગુણની ચર્ચા અસ્થાને છે. અત્યારે તે ‘વંદે માતરમ્ બોલવા આપણને પ્રેરે એ જ સાહિત્ય, એ જ કળા, એ જ સંગીત, એ જ કવિતા. બીજા બધા કેવળ ફંદ છે, પેખે છે, બેવકૂફી છે.” - આવકારના બે બેલમાંથી]
- ગોપાળદાસ પટેલ “તિલક, ગાંધી જેવા ભારતમાતાના સપૂતના બલિદાનને પ્રતાપે દેશ આઝાદ થયા. સરદારે રાજકીય રીતે આખા દેશને એક પણ કરી આપે. પરંતુ ત્યાર પછી પંડિત નહેરુએ પંચવર્ષીય યોજનાની થેલી હાથમાં લઈ,