________________
ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! ઉદારતાની અમીટ અસર પાડનાર એક બિશપ પ્રારંભમાં આવીને ગાયબ થઈ જાય છે. ફરી એનાં દર્શન તે શું. ઉલ્લેખ પણ મળે નહીં. અને છતાં એ મંગલમૂર્તિ બિશપની અસર આખી વાર્તામાં આખર સુધી દેખાય છે.
રવિબાબુની “ઘરે બાહિરે'માં નાયક નાયિકાના જીવન ઉપર નત નયને અનિમિષે આશીર્વાદ રેડનારા અધ્યાપક એ મંગલમૂર્તિ છે.
મહાભારતમાં શ્રીકૃષ્ણ ભગવાન, હયાસ અને વિદુર એ ત્રણેને આપણે મંગલમૂર્તિ ગણી શકીએ, રામાયણ માટે “કરગર્ભા' સીતાને આશ્રય આપનાર અને એમનાં બાળકોનું સંગાપન કરનાર વાલ્મીકિ પોતે જ મંગલમૂર્તિ છે.
આ નવલકથાને કારણે એને નાયક જો વાલા ઐતિહાસિક વ્યક્તિ જેવો થઈ શકે છે.'
જીવનમાં સર્વશ્રેષ્ઠ શું? ત્રાજશને અણિશુદ્ધ કાનુની ન્યાય? કે માણસાઈની અપાર ઉદારતા, ક્ષમા અને પ્રેમ? આ વાર્તામાં ચળકતો પોલીસ
ઑફિસર કાનનમાં માને છે. ત્યાં એ હાર્યો ત્યારે એને અણગમતે ઉદારતાને ધર્મ સ્વીકારવાને બદલે એ આત્મહત્યા કરે છે. એની સ્વધર્મ-નિષ્ઠા અને એના ઘર્મની વિફલતા બને આપણા હૃદય ઉપર અંકાઈ જાય છે.
આવી વિશ્વમાન્ય નવલકથા ઉત્તમ રીતે ગુજરાતીમાં આણી આપનાર મારા જૂના સાથી શ્રી ગોપાલદાસભાઈને હાર્દિક અભિનંદન. ૧૨–૧૦-૬૩.
काका कालेलकर