________________
૧૦૪
ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! કર્યું છે કે, તે દ્વારા એ સમાજને આ અંશ આપણે સરસ પામી શકીએ છીએ.
૩. ઉપરના બે ઉપરાંત એક ત્રીજો ભાગ પણ છે, કે જે પહેલા બે પેઠે સંગઠિત કે એકત્રિત રૂપે કામ નથી કરતો. એમાં એવા ધર્માત્મા સજજન સન્નારીઓ આવે છે, જે માનવપ્રેમ અને દયાભાવ જેવી ઉદારતાથી પ્રેરાઈને સહેજે સમાજની પેલી ભંગારવસ્તી પ્રત્યે કરુણાથી વતીને ચાલે છે. આ કથામાં ડિકન્સે આવા ભલા માણસનું આલેખન કર્યું છે, તે આ કથાને ઉત્તમાંગ છે. એ પાત્રો એટલે માતૃહૃદયી શ્રીમતી મેયલી, કુશળ વ્યવહારજ્ઞ ડૉ. લૉન્સ્ટર્ન, શાનવૃદ્ધ શ્રી. બ્રાઉનલૉ, વગેરે. ખરું જોતાં, આ ત્રીજે વર્ગ એટલે આ સમાજ એમાં આવે, એમ સમજવું જોઈએ. દરેક નાગરિકે પોતાના દુઃખી સમાજબંધુને બનતી મદદ કરવી, એ તો સાચા માનવસમાજનો પાયો છે. એની ઊણપ કે કચાશમાથી જ સમાજને પેલે ભંગાર પડે છે. તેથી તેને સમારતા રહેવા અને બનતી સહાય કરવા, સમાજમાં પેલા બે રસ્તા ચાલે છે– ૧. ગરીબઘર ઈ0 જેવી વ્યવસ્થા મારફતે કામ કરતે ગરીબસેવાને કાયદે; ૨. એ ભંગાર પોતે જ પોતાનું ગુપ્ત ગુના-તંત્ર રચીને નભે, જેને પહોંચી વળવા સમાજ પોલીસ, અદાલત ઇ૦ વ્યવસ્થા ઊભી કરે છે.
આ કથામાં ઉપર જણાવેલા ત્રણ ભાગમાં કામ કરતાં પાત્રો આપણને જોવા મળે છે. એમાંય પાછી ખૂબી તે એ છે કે, કેટલાંક પાત્રો એક ભાગનાં લાગે, તે જાણે ભૂલાં પડી જઈ કે ગોથું ખાઈ બેસીને, બીજા ભાગમાં ઘૂસતાં કે અવશે જઈ પડતાં જોવા મળે. આનાં ઉત્તમ દષ્ટાંત છે - ઑલિવર પિત અને નાસી. ઑલિવરનું જીવન ઉપરના ત્રણ ભાગમાં ચાલે છે. નાન્સી બીજા ભાગની છતાં ત્રીજા ભાગની એક સન્નારી બનવા પ્રયત્ન કરતી પાપગ્રસ્ત નારી છે. નાન્સીનું પાત્રાલેખન વાચકને ભારે આકર્ષક લાગ્યા વિના નહિ રહે. પાપાત્મામાં પણ પ્રભુ વસે છે અને તે જાગી શકે છે, એવી મંગળ શ્રદ્ધા આવાં પાત્રો જન્માવી શકે. એની તુલનામાં ઑલિવર ઓછો પુરુષાર્થી લાગે છે. એ તો જાણે જીવનનૈયા ભાંગતા, નસીબ-સાગરમાં ડૂબકાં ખાતા, તેનાં મોજાં વડે જ તણાત તણાતે કિનારે ધકેલાઈ આવે છે. પણ નાન્સી? એ તે તેમાં તરવા તરફડે છે; જાણે છે કે, ફવાશે નહિ છતાં મથે છે; અને હાથ દેનાર હાથ ધરે છે, છતાં તે જ્ઞાનપૂર્વક ના પાડી પોતાના જીવનના કાયદાને વશ થઈ કમોતે મરે છે.