________________
અૉલિવર ટિવટ
એક ગૃહસ્થના જીવનની મૂળ ઘટના જે પ્રશ્નો પેદા કરે છે, તે આ નવલકથાનું કથાનક છે. તે ઘટનાનો ભોગ બનતાં પાત્રો ત્રણ છે – મંકસ,
ઓલિવર, અને રોઝ. ત્રણેય જણ કુટુંબ કે ઘરબારથી રખડી ગયેલાં છે. - પહેલો માણસ તેના પાપે અને અપકર્મ કરીને; બીજાં બે અબળ અને સાવ અબોધ મુધ – તે બે કાંઈ જ જાણતા નથી કે, તેમને શું પાપ વળગ્યું છે: બંને નિર્દોષમૂર્તિ છે. છતાં દુઃખભાગી છે. (રેઝ ઓછી, ઑલિવર આખો ને આખો.) સંસારમાં આવી કરુણતા જોઈને જ માણસ કર્મના ન્યાય પરત્વે મૂંઝાય છે અને તેની કઠોર અદલતાથી ક્રોધે ભરાય છે, અથવા તો આર્ત કે અર્થાથ બનીને – દુ:ખી કે લાલચુ બનીને ટિચાય છે. મકંસ કામાર્થી કોધી છે, – પાપે ચડે છે. રઝ અને ઑલિવર આર્ન છે – અર્થાથી નથી : બને સહેજે પ્રેમાથી ને પાપભીરુ છે અને કૃતજ્ઞબુદ્ધિ છે. છતાં બેનાં નસીબ જુદી જુદી નાળમાં વળ્યાં. છેવટે કથાની મંગળ ફલશ્રુતિ આને ઘટતે ન્યાય ચૂકવાતે બતાવે છે. નસીબને ખેલ કે અજબ ગજબ છે, એ સમજવાને માટે આ કથા જેવી રસાળ બીજી ભાગ્યે મળે! અતુ.
દરેક સમાજમાં, – તેની જેવી રૂઢિ, રીતિ, ને રિવાજ હોય તે મુજબ, તેના ઘસારા કે ભંગાર પેઠે પડયા કરતાં, રોઝ-ઑલિવર-એડવર્ડ-૮૦ જેવાં દયાજનક અનાથ પાત્રો પેદા થાય છે. અને તેમને બનતી સારી રીતે સમારીને પોતામાં સમાવવાને સારુ તે તે સમાજ, પોતપોતાની રીતે, કાંઈ ને કોઈ વ્યવસ્થા તૈયાર કરે છે. આવી વ્યવસ્થાના ત્રણ બહોળા ભાગ પડી જાય:
૧. દયાદાનધમાં લોકો અનાથાલય ચલાવે; અથવા/અને સરકાર કાનૂન દ્વારા ગરીબ-ઘર ખાતું યોજે. - ૨. દરેક સમાજમાં ગુનાજવી કે પાપકર્મી અમુક વસ્તી કે વ્યક્તિઓ નીવડે જ છે, જેઓ ચોરી, લૂંટફાટ, ડકાટી, દશે, ફરેબી ઇ0 કાળાં કામનાં અસામાજિક સાધન વડે નભે છે. આવા ધંધામાં પણ, આ સમાજના ઉપર વર્ણવેલા ભંગારમાંથી જ મળતાં માણસની ભરતી થાય છે. આ ભેગારિયા વસ્તીની વ્યક્તિઓમાં આને માટે પણ જરૂરી માનસ સહેજે પેદા થઈ કે કરી શકાય છે.
આ કથા ૧૯મા સૈકાના અંગ્રેજ સમાજમાંથી નીપજતાં આવાં ભંગારિયાં પાત્રોથી ભરપુર છે. એમનું આલેખન ડિકન્સે એવી વ્યાપક રીતે