SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારી ! લીફ઼ૉર્ડ પુનર્લગ્ન ન કરી શકે. છેકરો હતો તે (છેવટે બને છે કે, તેના કમનસીબે) બાઈ જોડે ગયો. લગ્નભંગ થયેલા લીફૉર્ડ એક કુમારી (નામે એગ્નિસ) જોડે હળવા લાગ્યા. બિચારી કુમારી સગર્ભા થઈ. ખ્રિસ્તી સમાજમાં એક પર બીજી પરણવાનું તો બને નહીં, અને છૂટાછેડા મળવા મુશ્કેલ ! આ સંજોગામાં શરમની મારી તે છેકરીએ પિયર છેાડી, અનાથાલયને ગુપ્ત આશરે જઈ સુવાવડ પતવી. અને સંતાનને સમાજને ખાળે નાંખીને તે મરી ગઈ. પિતાનું ઘર પણ, આ લેાકલાજને કારણે, ધેાલિયું થઈ ગયું. એગ્નિસની નાની બહેન (નામે રાઝ)ને રવડતી મૂકીને હતાશ પિતા રઝળીને મરી ગયો. – બીજી બાજુએ લીફૉર્ડ પણ એવા જ કમનસીબના ભાગ બન્યો, એગ્નિસના સંબંધ પછી તે પરદેશ ગયેલા ત્યાં જ મરી ગયા. નવું જીવન શરૂ કરવાના મનના કોડ હતા, તે એના મનમાં જ રહી ગયા – તે એગ્નિસને અપનાવવા ધારતા હતા, તે રહી ગયું. છતાં મરતા અગાઉ તે વિલ કરતા ગયા કે, કાયદેસર પત્ની અને તેના સ્વચ્છંદી પુત્રને તે વાર્ષિક જિવાઈ પૂરતી બાંધી રકમ મળે; પણ મિલકતના અર્ધ ભાગ એગ્નિસને મળે તથા અર્ધ ભાગ એગ્નિસનું સંતાન થાય તે પુત્ર હાય અને તે જો સુશીલ નીવડે તો તેને મળે. (તે સંતાન પુત્રી. હાય, તો તે તેને બિનશરતે એ અર્ધ ભાગ ઉંમર લાયક થતાં મળે.) પણ લીફૉર્ડના મરણ વખતે તેની પત્ની, લેાભના લાભ જોઈ, ીકરા સાથે, લીફૉર્ડ પાસે પહોંચી ગઈ, અને વિલ, અને તેના વહીવટ કરવા જે મિા બ્રાઉનલૉને તે આપવાનું હતું તેની ઉપરને પત્ર - આ બંનેના કબજો લીધા. કાનૂની માના દીકરા સંસ્કારે એવા ઊછર્યા હતા કે, એગ્નિસના ફરજનના હિસ્સા પચાવી પાડવા તેને ખોળી કાઢીને ખરાબ કરી ખતમ કરવા, એવા જીવનસંકલ્પવાળા તે બન્યા. આ ફરજન તે ઑલિવર ટ્વિસ્ટ. આમ લીૉર્ડના એક કાનૂની પુત્ર (નામે એડવર્ડ – જેણે ઉપરનું પાપકર્મ આદરતાં ગુપ્ત નામ ‘અંકસ’ ધારણ કરેલું છે) અને તેના ગેરકાનૂની પુત્ર ઑલિવર વચ્ચે વેરગાથા શરૂ થઈ, જે વિષે બિચારો ઑલિવર કાંઈ જ જાણતા નથી. અરે, તે અનાથ ન-માબાપા છે; –મા કે બાપ કોણ હતાં તેય નથી જાણતા. ભક્ત કવિએ સંસારના આવા (માનવીની ટૂંકી બુદ્ધિને લાગતા) અધ્ધરખેલ જોઈને જ ગાયું હશે – ઉધા, કર્મનકી ગત ન્યારી !' આવી ન્યારી ગતિમાં ડોકિયું કરાવતી આ કથા, તેથી જ વિશ્વકથાવસ્તુ બની શકે છે અસ્તુ.
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy