SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ આલિવર વિસ્ટ ૧૦૫ વાર્તાના બધા પાપાત્માનું પ્રાયશ્ચિત્ત કરવાનું કામ બિચારી નાન્સીને ભાગે જાણે ન આવતું હોય! અને તે એ પોતાના નિર્દોષ બલિદાન વડે અદા કરે છે. ગુનાના કાદવમાં પંકજ સમી નાન્સી આપણી કરણાવૃત્તિને કેવી રમ્ય પીડા પમાડે છે! | સામાજિક ગુનાતંત્રના બીજા ભાગને અધ્યક્ષ, અલબત્ત, પેલે યહુદી ફેંગિન છે; અને બીજી તરફ મંકસ છે. શેકસપિયરના વ્યાજખાઉ ને ગીરાખોર શાઇલૉકનેય આંટી જાય એવું કમકમાટી-જનક આલેખન ડિકન્સ ફેગિનનું કર્યું છે. આવી ચવડ ભવૃત્તિ (શાઈલૉક) અને અઠંગ ગુનાવૃત્તિ (ફેગિન) - આ બેઉ પાપભાવો આ કાળના અંગ્રેજી સાહિત્યમાં યહૂદીને અર્પણ કરાયા છે, તે ૨૦મા સૈકામાં જૂના થતા જતા ઐતિહાસિક ખ્રિસ્તી યહુદીહાડવેરનું પ્રતીક ગણાય. કાયદેસર વારસ હોવા છતાં, લોભ અને પ્રેમહીન ઉછેરને કારણે એડવર્ડ લીડ તદ્દન ભામટો “અવારો' બની ગયો છે. અને આખી વાર્તાના પડદા પાછળ તે મોટે ભાગે રહે છે. લેખકે આથી જ એને બીજા નામે અને હમેશ અંધાર અને અંચળાના ઓળા-ઓછાયામાં જ સંતાઈને વિચરતે ચીતર્યો છે. અને એની છૂપી જગાઓ પણ એવી જ ગલીચ અને કાળી આલેખી છે. અને પેલે રાક્ષસ સમો હત્યારે સાઈકસ! અને ધર્મરાજના કુતરાને યાદ કરાવે એ એનો કુતી - જોકે, (અહીંયાં કુતરો ધર્મરાજા જેવું છે ને સાઈકસ તે કુતરાથીય નપાટ છે, એ ભેદ ખરો.) એ પણ આ ગુનાટાળીમાં ભાત પાડે એવાં પાત્રો છે. ' આમ, વાર્તાનાં પાત્રો વિશે કહેવા બેસવાનું આ સ્થાન નથી. વાર્તાનો આસ્વાદ કે લહેજતદાર છે, તે બતાવવા પૂરતી ઉપર-ટપકે નેધ જ આ છે. કથાની રચનામાં મૂળ મર્મભેદ (એગ્નિસ, ઑલિવર, ઇ૦ કોણ છે તે) લેખકે બહુ રમ્ય રીતે દબાવીને કામ લીધું છે. અંતે તે એકદમ છતો થાય છે, ત્યારે મનને ટાઢક વળે છે. ત્યાં સુધી જે ઊંડી ઉત્કંઠા વાચકના દિલમાં જમતી જાય છે, તે એટલે સુધી કે અંતરને સતાવે કે પજવે ત્યાં સુધી પહોંચે છે. આથી જાસૂમ-કથા-રસ જામે ખરો; પણ લેખકે ભેદ ખેલવાનું આટલું મોડું કે છેવટે ઝટપટ કરવા જેવું ખરું, એમ લાગે છે. પણ જ્યારે તે ભેદ ભાગે છે ત્યારે જે “હાશ ઊપજે છે, તે પેલી ઉત્કંઠાની યાત્રાને બરોબર પહોંચી વળે એટલી જોરદાર છે. ભરતવાક્યના ગુણવાળે
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy