________________
કળા એટલે શું?
[ટૉલસ્ટૉય કૃત 'What is Art?' સંપા. મગનભાઈ દેસાઈ
કિં. ૬-૫૦ કળા વિષે ટૉસ્ટૉય અને ગાંધીજી સંપા. મગનભાઈ દેસાઈ
પુનર્મુદ્રણનું નિવેદન ટૉલ્સ્ટૉયનો આ ગ્રંથ (ગુજરાતીમાં) ૧૯૪૫માં પહેલો બહાર પડયો હતું. હવે તેની નકલો ખલાસ થઈ ગઈ છે, અને એ ઉપયોગી ગ્રંથ મળતો નથી, એમ એક-બે મિત્રોએ બે-ત્રણ વર્ષ વર્ષ પર કહેલું. સામાન્ય વાચક ઉપરાંત, આ પુસ્તક કલા અંગેની ગુજરાત યુનિવની કૉલેજના વિદ્યાર્થીઓને ખાસ જોઈએ, તે જોતાં પણ તે બનતી ત્વરાએ સુલભ કરવું જોઈએ, એવી માગણી હતી.. - આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ ગૂજરાત વિદ્યાપીઠ તરફથી બહાર પડી હતી. નવી આવૃત્તિ તે તરત બહાર પાડી ન શકે એમ જોઈને, બીજે કોઈ માર્ગ વિચારવું જોઈએ, એમ લાગ્યું. “શ્રી મ૦ દેવ સન્માન ટ્રસ્ટ” તરફથી આ તરત પ્રસિદ્ધ કરી શકાય; અને તે છાપવાના કામ અંગે “પરિવાર પ્રકાશન સંસ્થાએ તરત જોગવાઈ કરી આપવા જણાવ્યું, આથી આ બીજી આવૃત્તિ “શ્રી મ૦ દેવ સન્માન ટ્રસ્ટ' તરફથી “પરિવાર પ્રકાશન સંસ્થા” બહાર પાડે છે. થોડાક માસમાં જ આ કામ કરી આપવાને માટે તે સંસ્થાને આભારી છું.
ગઈ આવૃત્તિનું આ પુનર્મુદ્રણ છે. કાંઇક ભૂલચૂક રહી ગયેલી પ્રફ જોતાં નજરમાં આવી, તે તે સુધારી લીધી હશે એટલું જ, એક નાનકડો ઉમેરો કર્યો છે, તે પુરવણી રૂપે (પા. ૨૦૫-૬) “વોટ ઇઝ ટૂથ' એ (સચિત્ર) લેખ પૂરત છે, તે અહીં નેધવું જોઈએ.