________________
ગાંધીજીના જીવનમાગ
તા. ૩૦-૧-’૮૫
આવજો, બાપુ! હવે એકલા કરવાં જંગ-ખેડાણ !
ઘટ ઘટમાં જ્યાં રામ વસે ત્યાં વસે। હરિના લાલ — મરીને અમર થયા રે લાલ; બાપુ મરી ગયા રે લોલ !
હ
ગાંધીજીના જીવનમા
સપાઃ મગનભાઈ દેસાઈ
કિ', ૬–૦૦
ગાંધીજીની જીવનસાધના એટલે માત્ર વૈયક્તિક મેાક્ષ માટેની સાધના એવા અર્થ સમજવાના નથી. ગાંધીજીના જીવનમાર્ગમાં તે રાજકારણ, અર્થકારણ, સમાજધર્મ, ધર્મશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાન – એ બધાંના પૂરેપૂરા સમાવેશ થાય છે. તેમના સાધનામાર્ગ સ્વધર્મ-સ્વકર્મને આગળ કરીને ચાલતા હતા. અને તેથી જ તે • મહાત્મા' કહેવાયા છતાં ‘રાષ્ટ્રપિતા' પણ બન્યા
-
હતા.
આ પુસ્તક જુદાં જુદાં મથાળાં નીચે ગાંધીજીનાં મંતવ્યોના સુભાષિતસુવાકય-સંગ્રહ જેવું નથી. આ તો સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજનીતિ અને તત્ત્વજ્ઞાનનું પુસ્તક હાય, એ રીતે તેનુ ઘડતર છે, – ગાંધીજીના જીવંત જીવનદર્શનને તેના સઘળા વ્યાપ સાથે રજૂ કરવા માટે,
-
દેશમાં આઝાદીનાં પંચાવન વર્ષ શાદ આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક કટોકટી અને અરાજક જેવી અવસ્થા આવીને ઊભી છે, તેને ટાંકણે રાષ્ટ્રપિતા ગાંધીજીની રીતિનીતિને, તેમના જીવનમાર્ગના અને તેમની જીવનસાધનાના નિરૂપણ દ્વારા કડીબદ્ધ રજૂ કરી આપવી, એ એક અતિ આવશ્યક વસ્તુ ગણાય. શ્રી મગનભાઈ દેસાઈએ એ કામ સફળતાપૂર્વક કરી આપ્યું છે.