________________
ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારો! શ્રી મગનભાઈ મારફતે ડૉ. પ્રફુલબાબુનું આ સુંદર પુસ્તક ગુજરાતીમાં આવે છે, અને શ્રી મગનભાઈની ગુજરાતી વાચકને આખરી ભેટ ગણાય. જુદાં જુદાં રાજયોની “જના જાગી' કહેવાય એવી અનેક પ્રમુખ વ્યક્તિએ સાથે તેમને નિકટને સંબંધ હતો,
આ પુસ્તકમાં પ્રફલબાબુએ મહાત્મા ગાંધીનું જીવનચરિત્ર આલેખવાની સાથે જ ભારતીય પુનરુત્થાનના પ્રયાસમાં મહાત્માજીનું સ્થાન તથા તેમણે તે પુનરુત્થાન માટે ચંધિલા માર્ગોનું યથોચિત આકલન કર્યું છે. હાલમાં મહાત્માજીના ચહેલા માર્ગથી ઊલટી જ દિશાએ આઝાદ ભારતના અત્યારના સૂત્રધારે પ્રયાસ છે, એ તે ધ્યિા વિના રહી શકતા નથી. પુસ્તકમાં ઠેર ઠેર, તથા ભૂમિકામાં ખાસ કરીને, એ ઊલટી દેટનું શું પરિણામ આવે છે, આવી શકે અને આવશે, એની ઊંડી વેદના સાથે નધિ પણ તે લે છે. એ કારણે બંગાળના કોંગ્રેસ પક્ષમાં પ્રફુલબાબુ હવે સારી પેઠે અણગમતા પણ થયા છે. જોકે, ભાગલા વખતે આઝાદ ભારતમાં પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી તરીકે બધું સુત્ર સંભાળી લેવાને એ માણસ પસંદ કરાયા હતા, એ વાતનો ઉલ્લેખ વાચક પા. ૨૮૬ અને એ પછી બે-ત્રણ જગાએ જશે. અત્યારે દેશને અને કોંગ્રેસને પોતાના જુના અને નીવડેલા સેવકોને જાણે ખપ નથી, એ કરુણતા દેશમાં બીજે પણ ઠેર ઠેર જોવા મળે છે.
પણ એ બધાનું તો ઠીક, મહાત્માજીને પોતાને જ એ નસીબ હાંસલ નહેતું થયું?- એ કરુણ ભાગ પ્રફુલબાબુએ પોતાના પુસ્તકના અંતભાગમાં બૂડેલી કલમે આલેખ્યો છે. શ્રી મગનભાઈ દેસાઈએ પોતાના દેહાવસાન પહેલાં પાંચેક દિવસ અગાઉ (તા. ૨૭-૧-'૧૯) લખેલા 30મી જાનેવારી' કાવ્યમાં (જુઓ “સત્યાગ્રહ’, તા. ૧-૨-'૧૯ અંક) તે વસ્તુ કવિની રીતે ગાઈ બતાવી છે. તેમાં નીચેને ભાગ અહીં ઉતારી, એ કવિતાના વિદાય થયેલા રચયિતાને પણ અમારી શ્રદ્ધાંજલિ આપીને વિરમીએ છીએ –
કેણ કહે ગોડસેએ માર્યા? એણે તો દીધી અમરતા! માર્યો તો તે બાદ બધાએ જપી જય જય લલકારકરી કાર્યની હા;
બાપુ મરી ગયા રે લોલ !