________________
મહાત્મા ગાંધી સંક્ષેપમાં આવે સર્વાગીણ અહેવાલ બીજા કોઈ જીવનચરિત્રામાં આવે છે કે નહીં, તે જાણમાં નથી.
“વસ્તુતાએ, ધંધાદારી જીવનચરિત્ર લખનારની યાંત્રિક જડરચના જેવું આ પુસ્તક નથી; એની લીટીએ લીટીએ લેખકને શ્રદ્ધાપૂર્ણ મનેભાવ, અનુરાગ અને આદર્શનિષ્ઠા વ્યક્ત થાય છે.”
શ્રી શક્તિરંજન બસુ એ પણ ઠીક કહે છે કે, આ ગ્રંથમાં ગાંધીજીએ ઉચ્ચારેલાં એવાં અનેક વાક્યો સંઘરાયાં છે, જે તેમની બીજી ઐતિહાસિક ઉક્તિઓ સાથે એક જ કોટિમાં મૂકી શકાય, તેમ જ જે વચન આ પહેલાં બીજા કોઈ ગ્રંથમાં સંઘરાયાં નથી. ડૉકટર ઘેષ સાથે વાતચીત પ્રસંગે ગાંધીજીએ એ બધાં વાક્યો ઉચ્ચાયાં હતાં. એ કારણે આ પુસ્તકનું આકર્ષણ વળી વિશેષ વધી જાય છે, એ કહેવાની જરૂર નથી. - બંગાળીમાં મૂળ પુસ્તક પ્રસિદ્ધ થયા બાદ તરત જ ડૉ. પ્રફુલચંદ્ર ઘઉં એની એક નકલ સ્વ૦ શ્રી મગનભાઈ દેસાઈ ઉપર મોકલી આપી (તા. ૨૪-૧૧૬૩) અને જણાવ્યું કે, એની હિંદી અને અંગ્રેજી આવૃત્તિએનું કામ હાથ ઉપર છે, પણ ગુજરાતી આવૃત્તિનું કામ તમે સંભાળી લે. શ્રી મગનભાઈએ ઘણી ખુશીથી એ કામ સ્વીકારી લીધું એવો નિકટને સંબંધ એ બે વચ્ચે હતે.
શ્રી મગનભાઈએ મૂળ બંગાળી પુસ્તકના અનુવાદનું કામ એક-બે જણને સોંપી જોયું; અને એમ ગુજરાતી આવૃત્તિ પ્રસિદ્ધ થવામાં ઢીલ થતી ગઈ. તેથી પ્રફલબાબુએ બે-ત્રણ વખત શ્રી મગનભાઈને પત્ર લખીને મીઠી ટકોર પણ કરી. છેવટે તેમના પુસ્તકને સતિષકારક અનુવાદ તૌયાર થતા, તેનું છાપકામ હાથ ધરવામાં આવ્યું. પુસ્તકની હિંદી આવૃત્તિ ૧૯૬૫માં, અને અંગ્રેજી (પ્રમાણભૂત) આવૃત્તિ ૧૯૬૮માં પ્રસિદ્ધ થઈ હતી, એ વિગત અહીં નધિતા જઈએ.
શ્રી મગનભાઈ ૧૬ ફરમા સુધીનાં પાન છપાતા પહેલાં કાળજીથી જોઈ શક્યા. ૧૭મો ફરમો તેમની પાસે વાંચવા ગયો તે પાછો આવી શક્યો નહીં. એટલે તે પછીના અનુવાદને તથા શરૂઆતની મૂળ પુસ્તકની લાંબી 'ભૂમિકા'ના અનુવાદને તે આંખ તળે કાઢી શક્યા નથી.
ગાંધીજીની આત્મકથા ઈ. સ. ૧૯૨૧ સુધી આવીને અટકે છે. ત્યાર પછીની તેમની યશસ્વી કામગીરીનું એક જ પુસ્તકમાં સંક્ષેપથી આવું પ્રામાણિક નિરૂપણ બીજા કોઈ પુસ્તકમાં ભાગ્ય મળે.