SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્મા ગાંધી મૂળ બંગાળમાં લેખક ડૉ. પ્રફુલચંદ્ર ઘેર અતુઃ શિવબાલક વિસેન કિં. ૨૦-૦૦ પ્રકાશકનું નિવેદન ડૉ. પ્રફુલ્લચંદ્ર ઘોષ દેશના ભાગલા પડયા તે વખતે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન તરીકે વરાયા હતા, તે ૧૯ વર્ષ પછી પાછા ફરીથી મુખ્ય પ્રધાન બન્યા. અને પોતાને હાથે જ ધારાસભાનું વિસર્જન કરાવીને તેમણે નવી ચૂંટણીઓને માર્ગ મોકળો કરી આપ્યો. પરંતુ એ વસ્તુ તેમને ગાંધીજીનું જીવનચરિત્ર લખવાના અધિકારી બનાવે છે, એ કહેવાનો આશય નથી. મૂળ બંગાળી પુસ્તકના પ્રકાશક અને બંગાળના ગાંધી સ્મારક નિધિના (સંપાદક’ શ્રી શક્તિરંજન બસુ જણાવે છે તેમ, “ઈ. સ. ૧૯૨૧ના વર્ષની અસહકારની ચળવળ વેળા, ઇ. સ. ૧૯૩૦–૩૨ના સવિનય કાનૂન ભંગની ચળવળ વેળા, અને ઈ. સ. ૧૯૪૨ની કિવટ ઇંડિયા' ચળવળ વેળા – એમ આઝાદીની લડતનાં ત્રણ મુખ્ય પર્વો વેળા ડૉકટર ઘેષ મહાત્માજીની રાજનૈતિક તેમ જ રચનાત્મક એમ બંને પ્રકારની પ્રવૃત્તિઓ સાથે ગાઢપણે સંકળાયેલા હેઈ, એ સંબંધ દ્વારા ગાંધીજીને ખૂબ નજીકથી નિહાળવાને એમને સુયોગ પ્રાપ્ત થયો હતો. એ અંતરંગ નિકટતાનો રસપૂર્ણ ઇતિહાસ આ ગ્રંથમાં અતિશય ચિત્તાકર્ષક ભાષામાં જીવનચરિત્રના નિરૂપણની સાથે સાથે પીરસાય છે. આથી કરીને એકીસાથે નર્ભક્તિક જીવનચરિત્ર અને વ્યક્તિગત સંસ્મરણોની ભેગી કહાણીને રસ આ પુસ્તકમાં મળે છે... ગાંધીજીનાં બીજાં જીવનચરિત્રોમાં તેમની રાજનૈતિક પ્રવૃત્તિનો પરિચય જેટલો સવિસ્તર આપવામાં આવે છે, તેટલા પ્રમાણમાં તેમની રચનાત્મક પ્રવૃત્તિનો પરિચય આપવામાં આવતો નથી. આ ગ્રંથમાં એ ઊણપ પૂરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિઓને
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy