________________
૭
પ્રકાશકનું નિવેદન અંગ્રેજ રાજકર્તાઓ તરફની જાણકારી મેળવવાના સાધનો વિશેષ ઉપલબ્ધ હતાં, એટલું જ નહિ પણ, તેમણે જવાહરલાલ વગેરે ભારતીય નેતાઓની કે ભારતીય અમલદારની શેહ-શરમમાં રહ્યા વિના કે તેનાથી દબાયા વિના બધા પ્રસંગેનું નિરૂપણ કરેલું છે.
આ પુસ્તકની મૂળ હસ્તપ્રસ્ત “જ્ઞાનજાતિ' માસિકમાં હપ્તાવાર પ્રસિદ્ધ કરવામાં આવી હતી. હવે તેને થોડા ફેરફાર સાથે પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરવાની પરવાનગી આપવા બદલ “જ્ઞાનજ્યોતિ' માસિકના તંત્રી તથા
આવકાર'ના બે બોલ લખી આપવા બદલ શ્રી. વાસુદેવ મહેતાનો આભાર માનીએ છીએ.
સાહિત્ય મુદ્રણાલય'વાળા સ્વ. શ્રી વિષ્ણુભાઈ પંડયાએ પોતા તરફથી પ્રકાશિત કરવા આ પુસ્તકના છપાયેલા ફરમા માગી લીધા હતા. તેમનું અકાળે અવસાન થતાં સુધીમાં કોઈ કારણે તે પુસ્તક પ્રકાશિત થઈ શકર્યું નહિ. પછી તે તે પુસ્તકના ફરમા ક્યાં મુકાઈ ગયા છે તેની જાણ પણ કોઈને રહી નહિ. ઘણાં વરસ બાદ વિષ્ણુભાઈના સુપુત્ર શ્રેયસભાઈ પાસે એ ફરમાની તપાસ કરવા વિનંતી કરતાં તે ફરમાની ભાળ તેમને પણ કયાંય મળી નહિ. એટલે તેમણે પોતાના પિતાશ્રીનું ત્રણ અદા કરવાની ભાવનાથી તે પુસ્તકના બધા ફરમા વિના મૂલ્ય ફરી છાપવાનું માથે લીધું, તેથી આ પુસ્તક આટલે વર્ષે સૂર્યને પ્રકાશ જોઈ શકે છે. એ હકીકતની ફરજ સમજીને સહર્ષ નોંધ અત્રે લીધી છે. તા. ૨૦-૫-૮૪
પુત્ર છે. પટેલ