________________
ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! પરંતુ પછી અંગ્રેજોની ગુલામીના કાળમાં શીખની એ કિરપાણ – તલવાર પણ નાની સરખી કટાર બની ગઈ; – સ્વરક્ષણ માટે કે અત્યાચારીને ડારવા માટે તદ્દન નકામી.
પરંતુ પછીથી ભારતના - અને કહે તે દુનિયાના પણ સારા નસીબે ગાંધીજી આવ્યા, જેમણે આધુનિક શસ્ત્રથી સજજ મદમત્ત અત્યાચારીઓના અન્યાયોને સામને પિતે નિ:શસ્ત્ર હોવા છતાં કરી શકાય તેવું અહિંસક સત્યાગ્રહનું શસ્ત્ર સૌને આપ્યું. દક્ષિણ આફ્રિકામાં રહેલા ભારતવાસીઓને ત્યાંની રંગભેદ દાખવનારી અત્યાચારી ગેરી સરકારના અન્યાયી કાયદાને વિરોધ કરવા બાબતમાં ગાંધીજીએ તે શસ્ત્ર વડે વિજય હાંસલ કરી બતાવ્યો હતે. ભારતમાં પાછા ફર્યા બાદ અંગ્રેજ સરકારના અન્યાયી રૉલેટ કાયદા સામે પણ તે શસ્ત્ર વાપરવાની તેમણે પ્રજાને હાકલ કરી. અને પ્રજાના અદનામાં અદના આદમી સાથે પણ સ્વાત્મભાવ અનુભવનાર એ મહાત્માની હાકલને પ્રજાએ માની ન શકાય તે પ્રતિભાવ આપ્યો. પરિણામે જે બ્રિટિશ સામ્રાજ્ય ઉપર સૂર્ણ કદી અસ્ત પામતો નથી એવું કહેવાતું તથા મનાતું, તે સામ્રાજ્ય પોતે જ અસ્ત પામી ગયું.
પરંતુ એ જ રાષ્ટ્રપિતા ગાંધીજીને તેમના જ દેશબંધુઓએ – અને તેમાંય હિંદુઓએ જ રિવૉલવરની ગોળીઓથી ઠાર કર્યા. કારણ એટલું જ કે, ગાંધીજી હિંદુ અને મુસલમાન બનેને ભારતમાતાનાં સરખાં સંતાન માનતા હતા,
આ નિવેદન શરૂઆતથી એક જ વસ્તુ તરફ સૌનું ધ્યાન ખેંચવા માટે આરંભેલું છે કે, મધરાતે (મેળવેલી) આઝાદીની તથા ગાંધીજીની હત્યાની આ કહાણી આપણે નિરંતર યાદ કર્યા કરવાની છે તથા ભવિષ્યમાં પણ યાદ કરવા માટે પછીની પેઢીને સેપતા જવાની છે. તે બંને પ્રસંગનું સરળ - કડીબંધ – નિરૂપણ કરતું “મધરાતે આઝાદી યાને ગાંધીજીની હત્યાની કહાણી આ પુસ્તક એ બાબતમાં સૌને ઘણું મદદરૂપ નીવડશે, એમ માની તેને પ્રકાશિત કરવામાં આવે છે.
આ પુસ્તક તૈયાર કરવામાં લૅરી કોલિન્સ અને મિનિક લાપિર એ બે પરદેશીઓએ લખેલા “Freedom At Midnight” પુસ્તકને મુખ્યત્વે આધાર લીધો છે. તે લેખકોને બ્રિટિશ સરકાર તથા ભારતના